________________
પ્રવચન ૬૪નું પામે. આરંભ પરિગ્રહ વિષય કષાયને ઝેર સરખા ગણે, તે પણ તેમાં લપકાએલા રહેવાથી નરકે જ જાય. તો પછી જેઓ આરંભ પરિગ્રહ વિષયને તત્તરૂપ ગણે તેની દશા કઈ?
કૃષ્ણમહારાજાની સમ્યક્ત્વ-જ્યાગ-પરિણતિ
કૃષ્ણ વાસુદેવ વિગેરે વાસુદેવ આરંભ પરિગ્રહાદિકને ઝેર સરખા માનનારા, ત્યાગમાગને જ ચાહવાવાળા, એ એમના વૃત્તાંત પરથી જાણી શકીએ છીએ. જેઓ બાયડ માટે લડાઈ કરનારા, સેંકડો મનુષ્યોને નાશ કરનારા, તેવા દીક્ષા વખત રાણુને ના નહીં કહી શકનારા, અરે દીક્ષાને વરઘોડો ચઢાવનારા, સત્યભામા રૂમીણી વિગેરેને ચોરી-લડાઈ કરી લાવ્યા છે, તેવી રાણી પોતાની ઉપર થુંકીને–ત્યાગીને જાય. ત્યાગ એટલે સરે વેસરે કરીને જાય તેનો મહોત્સવ પિતે કરે. જ્યાં આવી રીતે લવાએલી રાણી તું જ મને ભવમાં ડૂબાડનાર આવી સ્થિતિ ધ્વનિત કરે તે વખતે પિતે વાજા વગાડે છે. જે રાણીઓને આવી રીતે પિતે લાવ્યા છે, તે પિતાને જ સરાવવા તૈયાર થાય છે, તેને મહોત્સવ પોતે જ કરે છે. રાંડ નાતરે જાય ને ઘણી વળાવવા જાય” તે ખરાબ કહેવાય પણ અહીં શશી કૃષ્ણ ને ત્રિવિધ સરાવે છે. તે કિયામાં કૃષ્ણ વાજાં વગડાવે છે. પારકે ઘરે ત્યાગ હોય ત્યાં સુધી બધા ધર્મિષ્ઠ, પણ ધર્મિષ્ઠને ઘેર ત્યાગ આવે તે વખતે ધર્મિષ્ઠ કેટલા? ખરેખર હજુ ધર્મને સમજો જ નથી. કસ્તુરીની સુગંધ બાવના ચંદનની સુગંધ નજીકવાળાને પહેલી આવે. જ્યાં ત્યાગને ધર્મ સમજનાર થાય, ત્યાં પહેલે નંબરે હું મારાને બચાવું. એક ઓરડીમાં આપણે રહીએ છીએ. જેઓના ઓરડામાં આગ લાગી છે. પહેલાં કુટુંબીને કાઢવા મથો છો કે જેડેના પાડોશીને બચાવવા જાવ છે? પહેલાં કુટુંબને બચાવે તે તો હિતબુદ્ધિ છે. આ ભવ પરભવ બચાવવાની હિતબુદ્ધ ઉપજી, તે સર્વથા ભવભવનું નુકશાન કરનાર એવા કર્મરૂપ અગ્નિથી તમારા આત્માને બચાવવા કેમ ન માગે? આ વાત કૃષ્ણજીના કાળજામાં કેતરાએલી હતી. કૃષ્ણ મહારાજાએ પિતાની છોકરીને પરાણે કેમ દિક્ષા અપાવી એને ખુલાસો થઈ જશે. જ્યારે છોકરીઓ ઉંમરલાયક થઈ ત્યારે રાણીઓએ સારા ઘરેણાં પહેરાવી કૃષ્ણજીની સભામાં મોકલી. કુંવરીઓ કૃષ્ણજી આગળ જઈ ખડી રહી.