________________
પ્રવચન ૬૪
કે નહિં. નાક દુનિયાદારીમાં આપ્યું છે. ધર્મના કામમાં નાક આડું ગણે. તો સમકિત કયાં ? તમારા નાકના હિસાબે-માગી કેવી રીતે શકત? સાધુપણાને રિવાજ છે કે ભીક્ષા માંગવી પડે તે પાલવતું નથી–એમ. કહતે ચારિત્રને અંશ, ગોચરી માગવી તે. એમને ચારિત્રના અંશમાં ન. નડ્યું. આપણે આખા ચારિત્રમાં નડ્યું. કુંવારા છોકરા છોકરી માટે એ. વિચાર આવ્યો કે આ બિચારે આગમાં ફયાં પડ્ય? એક માખી ઉના પાણીમાં પડે તે બહાર કાઢીએ છીએ. “ખાળે ડૂચાને દરવાજા ખુલ્લા,” દિવ્યદયા માટે માખી કીડીને બચાવો છે અને દરેક ભવના મરણમાં છોકરા-છોકરીને પરાણે ધકેલે છે, તો તમે કીડી માખી બચાવી તેની કિંમત કઈ? આપણા કુટુંબને અંગે એ વિચાર થયો નથી કે આને કેમ. ઉદ્ધાર થાય ત્યાં સુધી આ જીવ સમકિતી થયો નથી. જેમાં પતે ન્યાય, ચલાવી શકે ત્યાં ન્યાયનું ખૂન કરે છે, ને પિતાનું નથી ચાલતું ત્યાં ન્યાય કરે છે, તે તે ન્યાયી કે ઢોંગી? ત્યાગ કરાવી શકીએ પણ પારકા. કુટુંબમાં, જ્યાં લાગતું વળગતું નથી, ત્યાં ધનભાગ્ય ધન્યકુળ વિગેરે. બાલવા મંડે તે શા કામનું? પિતાના કુટુંબમાં ત્યાગને સંસ્કાર નાખી. શકતા નથી અને બીજે ત્યાગ નાખવા જાય તેમાં મુદ્દો બીજે છે. હવે તમે બચાવમાં કહી શકો છો કે અહીં અમને રાગ છે, અમને ચારિત્ર મેહનીય છે, કામરાગ, નેહરાગ કે વિષયરાગ નડે છે. મગજમાં આવ્યું હોય કે આને ત્યાગના માર્ગમાં દેર જોઈએ. આ એક વખત ત્યાગના માર્ગમાં આવી જાય, પછી ત્યાગમાં જોડું, સંવરમાં નાખું એ. મનમાં આવ્યું? એ તો વિચારો !
કડછા ન થતાં કીડી સરખા બને
કૃષ્ણ વાસુદેવ પાસે એની જ કન્યા આવે છે, ત્યારે જોડેના મનુષ્ય કહે છે કે–વર વરવા આવી છે, શું કરવા આવી છે તે પૂછવાને વખત જ નથી. વર વરવા માટે માતાએ કુંવરીઓને મોકલી છે. આવું નકકી થયું. હવે કૃષ્ણ શું વિચારે? કૃષ્ણને વિચાર પછી કરીએ. પણ આપણે તે સ્થળે શું વિચારીએ? ત્યાગ સંવરને નિર્જરાની ભાવના ન હય, એવા સમયે બાયડીએ વર વરવા માટે કહ્યું તે વખતે શું થાય? શાસ્ત્રોમાં દુધપાકના કડછા થઈને ન ફરે, કીડી થઈને ફરજો. દુધપાકના કડાયામાં બધે કડછો ફરે છે, એક પણ ભાગ કડછો ફર્યા વગરને ન હોય, પણ કડછાને