________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
४६
કયે સ્થાને ગણવું? એકમાં અડચણ નથી તે મહાવીર સ્વામી ભગવાન શ્રીમુખે ફરમાવે છે કે હે ગૌતમ! કેવળીની આશાતના ન કર, આશાતનાને શે સંભવ? હલકા પાડવા બોલ્યા નથી, દેવ માન્યા છે, તેમને વંદન કરવા કહે છે. અહીં આશાતનાનું બીજ કયાં. કહે ગૌતમસ્વામીથી આશાતના થઈ. તમારે ત્યાં સ્સોઈ ન હોય ત્યાં સુધી લાકડાં સ કરે તે ચતુરાઈ, પણ રસેઈ થઈ ગયા પછી લાકડાં ચૂલામાં ઘાલે તો ચતુરાઈ કહે ખરા? લાકડા શાને લીધે ? રસેઈને લીધે. રસાઈ થઈ ગયા પછી લાકડાં સળગાવવા તે મૂર્ખનું ચિહ્ન એવી રીતે તીર્થકરને નમસ્કાર ઘાતી કર્મોને નિર્ભરવા માટે. જ્યાં કૈવલ્ય પ્રગટ થએલું છે, ઘાતિને છાંટે પણ નથી.
ત્યાં વંદનાનો ઉપયોગ કરે તે પણ આશાતના. આ ઉપરથી કર્યો નિશ્ચય કર્યો કે દેવાદિક સ્વતંત્ર તત્વ નથી. આત્મકલ્યાણ કરનારા માટે તત્વ. આવી રીતે આત્માના સ્વરૂપે ગુણેમાં અસલ સ્થિતિમાં તત્ત્વબુદ્ધિએ બુદ્ધિ થઈ. તેની તરફ પ્રીતિ ઉભી કરવી કયારે થાય?. અનંતાનુબંધી જાય ત્યારે. અતત્ત્વસ્વરૂપ સ્પર્શાદિકમાં તત્ત્વબુદ્ધિ તેનું નામ જ ગાંઠ, એના સાધન તરફ પ્રીતિ–પૌદ્ગલિક પદાર્થ તરફ પ્રીતિ તે અતત્વપ્રીતિ. આત્મા સિવાય જગતના પદાર્થ અતત્વ. તે તરફ પ્રીતિ અનંતાનુબંધી કષાયો રખાવે છે. એવા અનંતાનુબંધી હોય ત્યાં સુધી મનુષ્યને દેવભવ તરફ કંટાળે ક્યાંથી આવે? તે ન આવે ત્યાં સુધી સમ્યગૂ જ્ઞાન દર્શન ચારિત્રની કિંમત સમજે નહિં, જેને ચારે ગતિથી કંટાળો આવ્યો નથી, તેનાં સમ્યગૂ દર્શન જ્ઞાન ચારિત્ર પાણી ભરે છે.
અભવ્યને કયું સમ્યકત્વ હોય?
અભવ્યને સમ્યક્ત્વ હોય? હોય, ચમકશે નહિ. સમ્યક્ત્વ ત્રણ પ્રકારના-દીપક રોચક કારક, રોચક ને કારક એ બે પ્રકારના સમ્યક્ત્વ અભવ્યને ન હોય. પણ દીપક તત્ત્વને જણાવ, પિતાને લેવા દેવા નહિં. વકીલ કેસ લડે, લાખનું હુકમનામું કરાવે, બજવણીમાં વકીલને શું મળે? કેદમાં જાય તે વકીલને ઘેર તોરણ બંધાવાના નથી. અસીલને ઘેર તરણ બંધાય પણ વકીલને જવાબદારી કે જોખમદારી કશું નહિં. તેવી રીતે અભવ્યજીવ જિનશાસન આખું નિરૂપણ કરે પણ અસીલની દષ્ટિએ નહિં, વકીલની દષ્ટિએ. વકીલની દષ્ટિએ નિરૂપણ કરનારા અભવ્ય સંવર નિર્ભર ફા. ૪