________________
પ્રવચન ૬૨ મું
છે. કુટુંબની મોજેને અંગે આર્ય પાગું નથી. જુગલીયાને મહાઆર્ય કહેવા પડે પણ જુગલીયાને પુણ્યાઈવાળા છતાં અનાર્ય શબ્દથી વ્યવહાર કરે છે.
જગતમાં કઈ દિવસ ધર્મને નાશ નથી
આ ઉપરથી ઋષભદેવજી મહારાજની પહેલાં ધર્મની પ્રવૃતિ ન હતી. પાંચમા આરા પછી ધર્મની પ્રવૃતિ રહેવાની નથી. ત્રણ આરામાં ધમપ્રવૃતિ ન હતી, તો ધર્મને નાશ કઈ દિવસ નથી એ કેમ કહી શકે ? અમે ધર્મનો વિચાર ભરત કે ઐરવતની અપેક્ષા કરતા નથી. તે વિચાર આખા જગતની અપેક્ષાએ કરીએ છીએ. મહાવિદેહમાં હંમેશાં ચોથા આરા જે કાળ છે. મહાવિદેહમાં એથે આરે છે–એમ કહેનારા પિતાનું અજ્ઞાન જાહેર કરે છે. પહેલે બીજે ત્રીજે હોય તે જ ચોથ કહેવાય. ત્યાં પહેલો બીજે ત્રીજે હોતે જ નથી, તે ચોથે કેમ કહી શકાય? ત્યારે ચોથા આરા જે કાળ હોવાથી હંમેશાં ધર્મની પ્રવૃર્તિ છે. માટે કહીએ છીએ કે જગતમાં કઈ દિવસ ધર્મને નાશ નથી. ધમની પ્રવૃત્તિ એ મહાપુરૂષા કરે છે. આ વાતમાં ઊંડા ઉતરશો તે કેવળજ્ઞાની તીર્થકર ને કેવળજ્ઞાની બીજા પુરૂષોમાં કર્યો ફરક છે તે માલમ પડશે. એક ગુફામાં હજાર પુરૂ ઉતર્યા છે. શબ્દ ગંધ રસ રૂપ બધી પ્રવૃત્તિ છે, પણ રૂપ દેખાતું નથી. ચાર ઇદ્રિના વિષયો છૂટા છે, પણ રૂ૫-ચક્ષુઈન્દ્રિયને વિષય તે છૂટ નથી. તીર્થકર કેવળીને જન્મ ન હતું તેથી સમ્યગૃષ્ટિને મુંઝવણનું સ્થાન હતું. હજારમાંથી એકે દીવાસળી સળગાવી, તેમાંથી ૨૫ કાકડા સળગાવ્યા, અત્યારે અજવાળું કરનાર ૨૬. ખરું અજવાળું ઉભું કર્યું કેણે? દીવાસળીવાળાએ. તેવી રીતે અહીં તીર્થંકર મહારાજા આપબળે કેવળજ્ઞાન મેળવનારા, આકીના તીર્થંકરના બળે કેવળજ્ઞાન મેળવનારા. તીર્થને નહીં માનનારા એ વિચારવું અઢીદ્વીપમાં એક પણ કાંકરે એવો નથી કે જ્યાં અનંતા મેક્ષે ન ગયા હોય, અનાદિકાળથી મેક્ષ ચાલુ હોવાથી જેમાં અનંતા મોક્ષે ન ગયા હોય એવો એક પણ કાંકરો નથી, તો સિદ્ધાચળજીને તીર્થ માનીને શું કરવું? અનંતાના અનંતા ભેદ છે, માટે ઘણું અનંતા છે–એમ સમાધાન આપે તે એમને કરાણે બેસવું પડે.