________________
પ્રવચન ૬૩ મું
પણ તત્ત્વની પ્રતીતિમાં લગીર ખામી આવી તે મિથ્યા જવાનો વખત. આવશે. ધર્મ કરવા પહેલાં, ધર્મ કરતાં ધર્મની કિંમત સમજો. અધમનું નુકશાન સમજી ધર્મ કરશે તે ધર્મનું ફળ મેળવશે. મનુષ્યભવની મુશ્કેલી સમજાવવા જરૂરી છે તે કેવી રીતે તે વિગેરે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૬૩ મું
અષાડ વદી ૭ માલિક છતાં બાળકને પોતાની મિલકતને વહીવટકરવાહકનથી
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કેકોઈ પણ ચીજ કેઈને આપવી તે તેની કિંમત સમજાવીને પછી આપવી. જ્યાં સુધી બચ્ચાંને મિલકતની કિંમત હોતી નથી, ત્યાં સુધી બો મિલકતનો માલિક હોવા છતાં વહીવટ સપાતો નથી. ગાર્ડીયન. નિમ પડે. એ મિલકતને માલિક તે કરે છે, પણ છેકરાને મિલકતની કિંમત નથી, આથી બરફી પેટે લખાવી લ્યો તે પણ લખી આપે. છે. અફીણી પિતાને અફીણ ન મલતું હોય તે તે વખતે કહો તે. આપી દે છે. કારણ એક જ મિલકતની કિંમત કઈ છે? દુર્લભતા કેઈ છે, કયે ઉપયોગ થવો જોઈએ, દુરૂપયોગ કેને કહેવાય? તે બાબત તે બાળક સમજતો નથી. જેમ છોકરે બાપુકી મિલકતનો માલિક પૂરેપૂરે છે. એકાએક છોકરો હોવાથી આખી મિલકત એની જ માલિકીની પણ
જ્યાં સુધી મિલકતના સદુપયોગને કિંમતને જાણી શકતું નથી, ત્યાં સુધી માલિક છતાં વહીવટ સોંપાતો નથી. કોઈ પણ ચીજ સોંપવા. પહેલાં લેનારામાં ચીજની કિંમત સદુપયોગ, દુરૂપયોગ એ સમજવાની ને ફાયદા નુકશાન જાણવાની તાકાત આવી છે કે નહિ તે વિચારવું ઘટે. જીવતામાં આવે. તમારા બચ્ચાંને તમે હકદાર ગણો છે કે નહિ? પણ પાંચ રૂપિઆના દસ્તાવેજ ઉપર સહી કરવાનો હક તેને આપે છે? એને અંગે બચાવ માટે વધારવા માટે ઉન્નતિ માટે હજારો ખર્ચો છે પણ પાંચ રૂપીઆના દસ્તાવેજ પર સહી કરવાને હક આપતા નથી. તેને આટલી પણ સત્તા કેમ નહીં? તમારી દાનત તેને માટે સારી ને ઊંચી છે, પણ હજુ તે સમ નથી. એ ઉપરથી સમજી શકીશું કે માલિકી છતાં વહીવટ કરવાની સત્તા એ સમજણ સિવાય મળતી નથી.