________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
ત્રિસિદ્ધ નહીં માને? આપણે ક્યાં જવાનું રહ? ક્ષેત્રબળે સિદ્ધ થવાય ત્યાં જવાનું રહ્યું. ક્ષેત્રબળે આપણા આત્માની પણ સિદ્ધિ મેળવી શકીએ. જુગલીયામાં સમૃદ્ધિ ઘણી હતી છતાં અનાર્ય. જ્યારે ધર્મ પ્રવૃત્તિ હોય ત્યારે આર્ય. તેથી મહાવિદેહમાં હંમેશાં ધર્મ પ્રવતેલો છે, છતાં ધર્મની લાયકાત કોને હોય ? મનુષ્યને, તેની કિંમત સમજનારને. મનુષ્ય છતાં ધર્મ સમજતા નથી, તેમને ધર્મની લાયકાત આવતી નથી.
અદામાં એક દોકડા જેટલી ન્યુન્તા ન ચલાવી શકાય.
ધર્મની કિંમતમાં લગીર ભૂલ કરી તો સાફ થઈ જાય, શેર ખાય કે બશેર ખાય પણ વચ્ચે આટલી નાની માખી આવે તે તેવી રીતે ધર્મ કરનારાએ ધ્યાન રાખવું કે ૯૯ ટકા ધર્મ કરો ને એક દોકડો કે એક બદામ અધર્મને રસ્તે જાવ, તો ધર્મ રહી શકે નહિં. શ્રદ્ધાને અંગે એક દોકડો ચા બદામનો ફેર પડ્યો તો ૯ દોકડાએ નકામા. શ્રદ્ધામાં ૧૦૦ દોકડા પૂરા. એક બદામ જેટલો શ્રદ્ધામાં ફેર પડશે તો અહીં નહીં ચાલે. ઋષભદેવજી ભગવાન પહેલા ભવમાં સાધુ હતા. ભરતાદિકના જીવ પણ સાધુ હતા. ભરત બાહુબળ જબરજસ્ત વિયાવચ્ચ કરનારા, પીઠ અને મહાપીઠ (બ્રાહી સુંદરી) તે એવા ગીતાર્થ લબ્ધિવાળા શુદ્ધ સાધુપણુવાળા જે સર્વાર્થસિહનું આયુષ્ય બાંધવાની તૈયારી છે, એ સાધુ કઈ ‘દશાને ? સર્વાર્થસિદ્ધ એટલે નાને મોક્ષ. એવા વખતમાં ઋષભદેવજી મહારાજ બાહુ-સુબાહુ વૈયાવચ્ચ કરનારાનાં વખાણ કર્યા. નથી ઊંઘવામાં બેસવામાં સમજતા, આખો દિવસ વિયાવચ્ચ કરનારા, “આમની વૈયાવચ્ચને ધન્ય છે. તે વખતે “પેલા પીઠ-મહાપીઠ જે બે સાધુઓ ભણેલા છે, છતાં એક જ વિચાર કરે છે, બેલતા નથી, મનમાં જ વિચારે છે કે “કરે એને ગાય” આજ શબ્દ દુનિયાદારીથી તદ્દન સાચે છે. શાસ્ત્રકાર કહે છે કેઆ વાકય મિથ્યાત્વનું. પરિણામ એ થયું કે પીઠ અને મહાપીઠ આવું સાધુપણું પાલનારા છતાં મિથ્યાત્વ ગુણઠાણે આવી ગયા. “કરે તેને ગાય” આટલા જ વાક્યમાં, તેમણે દેવગુરૂ ધર્મની શ્રદ્ધા કઈ છોડી? ક્યા કુદેવાદિકને માની લીધા કે મિથ્યાત્વ લાગ્યું ? એકજ કે-પહેલાં આચાર્ય કરેલી ગુણપ્રશંસા તેનો આપ પક્ષપ્રશંસામાં કર્યો. સ્વકાર્ય પ્રશંસા. આટલો અર્થ કરવામાં આવા સાધુ મિથ્યાત્વ ગુણઠાણે ચાલ્યા જાય. એ ઈર્ષ્યાથી સ્ત્રીવેદ પણ બાંધ્યા. તેવી રીતે ધર્માચરણ ચાહે જેટલું કરો