________________
આગમવારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
અંધારાને જમાને કહો, જુગલીયા આર્ય કે અનાર્ય કે અનાર્ય. જુગલીયાના ક્ષેત્રે અનાર્ય, કાળ અનાર્ય, વિચારજે? સાધન સંપત્તિએ પૂરા થવું એને સારું ગણાયું હોય તે વિચારજે. જ્યાં પૂરી સામગ્રી હતી, રાગ શેક આપત્તિ ન હતાં, છતાં શાસ્ત્રકારોએ અનાર્યપણું ગણ્યું. સાધન સંપત્તિના કારણે શાસ્ત્રકાર સુધારો કે આર્યપણું ગણે તે તે દેવકુરૂ ને ઉત્તરકુરૂ ગણાય. અહીં પણ પહેલે આરે તે ઊંચામાં ઊંચે આર્ય દેશ કાળ ગણાય. મોક્ષના સાધનો જ્યાં પ્રવતે ત્યાં જ આર્યપણું છે. આટલા માટે જ આર્ય શબ્દ નીકલ્યો છે.
અશ્વમેઘની વ્યાખ્યા જે કરે, તે કરનારને શરમ આવે. રાજાની રાણીને ઘોડાને વળગાડે છે. તે વૃત્તાંતે બે જ મનુષ્ય સાંભળો તો પોતાની જીભ ન ઉપાડી શકે. તેવા શાસ્ત્રને માનનારા પિતાને આર્ય કહેવડાવે, તે નકલની હદ આવી રહી, જ્યાં લોઢાને નકલ સેનું કહેવાય તે કહેવું પડે કે નકલની હદ આવી ગઈ. છાંડવા લાયક પદાર્થથી દૂર રહે તે આઈ. આર્ય કોણ? આર્ય એ નામ આચાર્યોના મુરખીને લાગેલું છે. ચારીને ચગારીને પુષ્ટિ દેનાર, માંસ ખાવામાં દારૂ પીવામાં, મિથુનમાં દોષ નથી, એમ કહેનાર આર્ય કહેવડાવે તે નકલની હદ આવી રહી. નકલમાં પણ દેખીતા ગુણે હોવા જોઈએ. તાત્ત્વિક ગુણો ભલે ન હોય, નાટકિયાં નકલ કરે તે કૃત્રિમગુણ તે જરૂર લાવે. કૃત્રિમ ગુણો જેઓ લાવ્યા નથી. સંસ્કારવાળું માંસ ખાવું જોઈએ. જે યજ્ઞમાં ગએલો બ્રાહ્મણ માંસ ન ખાય તો ૨૧ સૃષ્ટિ સુધી ઢાર થાય છે. કઈ સ્થિતિ? રાક્ષસે કે બીજા કઈ? માંસ નહિ ખાનારને ૨૧ સૃષ્ટિ સુધી જાનવર થવાનું કહેનાર એટલું જ નહિ, પણ ચોરના સાગરિતે. બ્રાહ્મણ કોઈનું ઉપાડીને ખાઈ જાય તો પોતાનું જ ખાય છે. પહેરે છે, દઈ દે તો પોતાનું જ દે છે. બ્રાહ્મણો દુનિયાને કયે રસ્તે ડૂબાડીને અવળી લઈ જાય છે. સતીના નામે કરવત પ્રવર્તાવનાર તેઓ જ હતા. આવા અનાર્ય સ્મૃતિને માનનારા ઘાતકી પ્રવૃતિ કરનારા આર્ય કહેવડાવે તો આર્યની હદ આવી રહી. આવા કાર્ય કરાવનાર આર્ય તે અનાર્ય કોને કહેવા ? આર્ય શબ્દ તેને જ લાગુ પડે છે કે-છાંડવા લાયક તમામ કાર્યોથી દૂર રહ્યા હોય. હિંસા જુઠ ચેરી પરિગ્રહથી જેઓ દૂર રહ્યા હોય, તે મહાપુરૂષ આર્ય. તેટલા માટે સુધર્માસ્વામીથી બધા આચાર્યને આર્ય શબ્દ લગાડો ફા. ૫