________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
દિપણું માલમ ન પડે. જન્મ કર્મના કારણ-કાર્ય ભાવ માલમ ન પડે. -હવે જન્મ કર્મની પરંપરાઓ અનાદિનો જીવ રખડે છે. તેમાં મનુષ્ય ભવ તે પાતળા કષાયથી, દાન આપવાની રૂચિ રાખવાથી ને મધ્યમ ગુણે વર્તતે હોય તે જીવ મનુષ્યભવ ઉપાર્જન કરી શકે છે. તે સિવાયના ગુણવાળો મનુષ્યભવ મેળવી શકતો નથી. તે મેળવવો કે મુશ્કેલ છે?તે કારણથી મળેલો જન્મ કેમ સફળકરતેવિગેરે અધિકાર અગ્રે.
પ્રવચન ૬૧ મું
અષાડ વદી ૫ શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે જીવે ધર્મની કિંમત જાણવી જોઈએ. ધમની કિંમત જાણવામાં આવે નહિ ત્યાં સુધી કરેલા ધર્મની કિમત કંઈ પણ વજુદવાળી રહેતી નથી. તિજોરીમાં લાખો રૂપિઆને માલ છતાં તીજોરીને કોઈ શાબાશી આપતું નથી. ધર્મ એ પણ કોને આગળ શાબાશી દેવા લાયક બનાવે? જે કિંમત સમજી આચરનારે થાય આત્માના કલ્યાણની અપેક્ષાએ. વરસાદ વરસેલે કોઈપણ જગાએ નિષ્ફળ જતે નથી. વાવેતર કર્યું હોય તો ઉગે, નહિતર ઘાસ તો ઉગે જ. કિંમત સમજીને કરાએલે ધર્મ આત્માનું કલ્યાણ કરી શકે છે. કિમત નહીં સમજ્યા છતાં ધર્મ કરવામાં આવ્યો હોય તો તે નકામે જતો નથી. મેરૂપર્વત જેટલા ઘા-મુહપત્તી કર્યા, કંઈ વલ્યું નહીં. બીડમાં હજારે વરસો સુધી વરસાદ વરસ્યો પણ બાજરીને એક છેડો પણ થયે નહિ. તો બીડની જમીન કે વરસાદ નકામો ન હતો. માત્ર બાજરીનો છેડ કઈ ભુલથી નહોતો ઉગ્યો? વાવવાની ભૂલથી બાજરીને છોડ ન ઉગે, તેથી વરસાદ નકામો ગણાય નહીં. જમીન નકામી ગણાય નહીં. આ જીવે અનંતી વખત ધર્મ કર્યો છે, એ ઘા મુહપત્તી મેરૂ પર્વત જેટલા લીધા પણ વાવવાનું જ ભૂલી ગ. શું વાવવાનું હતું? એક જ વસ્તુ–મોક્ષ સાધવાની બુદ્ધિ. સમ્યક્ત્વ ન હોય અને ચારિત્ર લે તે પાલવે. શાથી કહો છે? બે કારણ છે. પંચસૂત્રકાર પૂર્વધર આચાર્ય છે. પંચસૂત્રની ટીકા હરિભદ્રસૂરિએ કરી છે. તેમાં ચારિત્રની યોગ્યતા જણાવતાં અપુનબંધક જોઈએ. ૭૦ કેડાર્કોડ સાગર