________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૫૯. દીક્ષા એ કેમ કલ્યાણ કરે છે–એ સવાલ જરૂર તમને રહેવાને, પણ. બળાત્કારે કરેલું પાપ દુર્ગતિ કરે છે, એ મગજમાં રાખશે તો આ. સવાલને વખત જ નથી, મેતારક મુનિને દેવતાએ દીક્ષા કઈ રીતે લેવડાવી? શેઠીયાને ત્યાં ઉછરેલ, આઠ કન્યાને વરઘોડે ચઢી રહ્યો છે. દેવતા તેને પરણવાની ના કહે છે. ધર્મના માર્ગ પર આવ, છતાં તેના લક્ષ્યમાં આવતું નથી. ચંડાલણીના પેટમાં દેવતા પેઠે, ચાલતા વરઘોડામાં એક દમ ઝગડો, કે મારે છોકરો છે, શેઠીયાને ઘેર છોકરી જન્મી હતી, તે ચંડાલણને આપી હતી, ને શેઠીઆએ છેક લઈ લીધે તે છે. તે કઈ સ્થિતિએ મેતારજને દેવતાએ લાવી મૂફ? જે ધનાઢ્ય આબરૂદાર નેતા થવાને લાયક, આખા ગામમાં આબરૂદાર તેને ચંડાલની સ્થિતિમાં લાવી મૂકો. શા માટે? દીક્ષા નથી લેતો કેમ? બીજું કંઈ કારણ નહીં..
જ્યાં એ ચંડાળની સ્થિતિમાં આવી ગયે, કન્યા કન્યાને ઘેર રહી, શેઠીયો હાથ પછાડતો રહ્યો. સમજ! હજુ ચારિત્ર લે. કહો કઈ દિશામાં છે? પિતાને પહેલાં સુરનું વચન નથી સૂઝતું. ધર્મ લેટીદરે ને. લક્ષાધિપતિ અવસ્થામાં સૂઝતું નથી. અને જગાએ ધર્મ ધકકે ખાય. છે, શેઠીયાપણામાં ધર્મને ધક્કો માર્યો હતો, અહીં ચંડાળપણમાં પણ ધર્મને ધકકો મારે છે. આવી દશામાં શી રીતે ચારિત્ર લઊં? પાછો કેસ સુધાર્યો? દેવતાઈ બકરો આગે, તે રત્ન આપવાવાળે છે. તે લીંડીઓ નહીં પણ લડાના બદલે રતન જ હગે છે. શ્રેણિક રાજાને કહે છે કે– મારે તમારી કન્યા પરણવી છે. રાજાને ઘેર બકરે લાવ્યા તો રતનમય લીંડીઓ મૂકવા લાગ્યા. તેમ. ઘેર રતન મૂકવા લાગ્યા, આના ભાગ્યથી રતન હિગે છે. રાજાએ જણાવ્યું છે કે કન્યા આપું પણ તું ચીફ થા, ગામના પાદરમાં દરિયે લાવ, રાજગૃહી ફરતો સોનાનો કિલ્લો કર. વૈભારગિરિપર પાયગા કર. ત્રણે ચીજ દેવતાઈ પ્રભાવથી થવાવાળી રાતના કરી દેવી. દરેકને એની કુલીનતા કહેવી પડે. ત્રણે વસ્તુ દેવતાએ કરી દીધી, શા માટે? ચારિત્ર લેવા માટે. દરિઓ આણે છે. સેનાને કિલ્લો રાજગૃહીને કરી દે છે. વૈભારગિરિપર પગથીયા કરે છે. કન્યા. આપી, બાર વર્ષ ગયા. રેજ દીક્ષાની પ્રેરણા કરે છે. મેતારજને પરાણે સંસારમાંથી કાઢ્યા. વિચારે! આ કયા પ્રકારની દીક્ષા ? તેટલીપુત્રની દીક્ષા કેવી રીતે થઈ ?
જ્ઞાતાજી મૂળમાં તેટલીપુત્રને અધિકાર છે. પિટિલા દેવલોકે. જાય છે, તેને બુઝવવા આવે છે, રાજા એનાથી મોટે કરાય છે, ને.