________________
આગલરક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
સ્થને સ્થાવરની દયા ન પળે, એને તો ત્રસકાયની દયા પાળવાની. તમે ન કરી શકે, તમારી શક્તિનો અભાવ છે, સ્થાવર જીવ હિંસા કરવા લાયક નથી—તમે તે ન કરી શકે તે આ ત્રસની દયા જરૂર કરવી. વસકાયની તો હિંસા નજ કરવી. આવી રીતે સાધુને આચાર જણાવ્યો હોય તે વચલું પકડી લેવાય. માટે લાયક દેખી પરીક્ષા કરી સૂત્ર આપવામાં આવે તેનું નામ છેદસૂત્ર.
મિશ્રાદષ્ટિને દીક્ષા આપી શકાય કે?
તેમાં દીક્ષાનું વિધાન કરતાં જણાવ્યું કે કુટુંબવાલે હોય કે કુટુંબ વગરને હેય. શ્રાવક હોય કે મિથ્યાષ્ટિ હોય, પણ અઢાર દેશવાળો હોય તેને દીક્ષા ન અપાય. શું પ્રાયશ્ચિત તે પણ નકકી કર્યું છે? મિથ્યાષ્ટિની દીક્ષામાં પ્રાયશ્ચિત નથી, પણ અગ્ય દીક્ષામાં પ્રાયશ્ચિત રાખ્યું. મિથ્યાદષ્ટિ નાલાયક નથી. અપુનબંધકને દીક્ષા ગણું છે. આચારાંગજીમાં પહેલા અધ્યયનમાં પૃથ્વીકાયના અપૂકાયના ઉદ્દેશા કહ્યા વનસ્પતિની જોડે ત્રસકાય, પછી તેઉકાય વાઉકાયનો ઉદેશે કહ્યો છે. ત્યાં આવું વગર અનુક્રમનું કેમ કહ્યું? સીધા કે ઉલટા અનુક્રમે ન કહ્યું. વિચિત્ર અનુક્રમે કહ્યું છે. ત્યાં જણાવ્યું કે પહેલું અધ્યયન નાની દિક્ષા લીધા પછી વડી દીક્ષા લેવાની લાયકાત લેવા માટે પહેલું અધ્યયન. તેને પૃથ્વીકાય અપકાય વનસ્પતિની શ્રદ્ધા કરવી સહેલી છે. તેવી તેઉકાય, વાઉકાયમાં શ્રદ્ધા કરવી મુશ્કેલ છે. તેથી તેઉકાય અને વાઉકાયને પછી કહીએ છીએ. ટીકાકારે ભાષ્યકારે આ માટે તેઉકાય વાઉકાયના ઉદ્દેશા પછી કહ્યા. દીક્ષા લીધા પહેલાં છએકાયની શ્રદ્ધા હોય એ નિયમ નહીં. આ આચારાંગના ઉદ્દેશાની અપેક્ષાએ પંચસૂત્રમાં અપુનબંધકને ચારિત્ર કહ્યું. તેથી માનવું પડશે કે સમ્યક્ત્વ વગરનાને ચારિત્ર દેવાનું હોય છે. અઢાર દોષ કેમ વર્જવા, ચૂક ક્યાં ક્યાં થાય છે, ચૂકમાં પ્રાયશ્ચિતથી છેડે કયાં આવે? લેનાર–દેનારાના પ્રાયશ્ચિતમાં દીક્ષા કેવી રીતે ઉડાવી દેવાય? તેમજ દીધેલી દીક્ષા પાછળથી દેષ માલમ પડે તે ઉપાય કર્યો કરે તે લાંબો અધિકાર છે. નપુંસકને પાછા કાઢી મેલવાના છે. એ સિવાય કોઈને કાઢી મેલવાના નથી. જો કે દીક્ષા કરનારાને પ્રાયશ્ચિત છે, પણ કાઢી મેલવા લાયક નપુંસકાદિક હોય, તે લોકે મારે તિરસ્કાર–અપમાન કરશે. તે પણ મારે ફિકર નથી. તે શાસ્ત્રકાર એમ નહીં કહે કે દુર્ગતિએ