________________
આગમહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩)
છોડી. તે બીજા ભવમાં તીર્થકરને મારી નાખવા તૈયાર થયો. બાળીને મારવા તૈયાર થયો. એક વખત દષ્ટિ નાખી, બે ત્રણ વાર ઘાતકી પણ નાખી. મરતે નથી. તે ડંખીને માર, ડંખ દીધો, સાધુ મહાત્મા, આ ત્યાગી. મેહ વગરને શરીરની મમતા વગરને અત્યારે કયા વિચારમાં આવ્યો કે તીર્થકરને ઉભાને ઉભા સળગાવી દઊં. આ પરિણતિ કોણે આણું? પહેલા ભવમાં શિષ્ય ઉપર ક્રોધ કર્યો હતો તે જ કારણ. એવા મહાત્માને ક્રોધ આવી દશામાં લાવે છે, તો બીજાની વલે શી? “જે અગ્નિથી લોઢાની ભસ્મ થાય તેની આગળ લાકડા શા હીસાબમાં? આ ત્યાગ વૈરાગ્ય ભકિત એ પણ રાખડો થઈ જાય, તે જેને નથી ત્યાગ-વૈરાગ તેનું ક્રોધમાં શું થાય? તેને અંગે કહેવું પડયું કે–શાથી મનુષ્યપણું મેળવ્યું છે. કષાયનું પાતળાપણું કર્યું, ક્રોધને કાબૂમાં રાખે, ધર્મનું શ્રવણ શ્રદ્ધા રૂચિ પામ્યા છતાં, અત્યારે કોધ ઉપર કાબૂ મેળવતાં કેટલી મુશ્કેલી પડે છે? તે પછી જે વખતે મનુષ્યપણું ન હતું તે વખતે કેટલી મુશ્કેલી પડી હશે. આવી મુશ્કેલી પસાર કરી, પાતળા કષાયપણું કર્યું. પહેલી જિંદગીમાં કષાય પાતળા ન કર્યા હતે તો અહીં આવત જ નહિં. વિતરાગને જિંદગી અર્પણ કરનારા તીયચ થયા તે આપણે નિર્ગુણપણુમાં મનુષ્ય શી રીતે થઈ શકતે? તે પહેલી સીલક સ્વભાવે પાતળા કષાય, બે પ્રકારે પાતળા થાય છે. ફળ વિચારીને કષાય પાતળા થાય છે. પોલીસ અમલદાર જ હોય ને બે ગાળ દે તે સહન કરી લઈએ, નહીંતર બે વધારે ખાઈશું. આ વખત પાતળો કષાય થયે પણ બે ખાવી પડે તેના ડરને લીધે કષાય પાતળો કર્યો. શેઠ કમાઈ કરાવી આપતો હોય તે ત્યાં પણ ચૂપ મન માર્યું, પણ મતલબથી. કષાયના ફળ વિચારી દુર્ગતિ ભલે ન આપે પણ એથી મનુષ્યપણું ન મળે. સ્વભાવે પાતળા કષાય હોય તે જ મનુષ્યપણું મળે. રોટલે નહીં મળે એ માટે તે જાનવર પણ પાતળા કષાય કરે છે. તેથી મનુષ્યપણું ન મળે પણ સ્વભાવે પાતળા કષાય હોય તો. આ ક્રોધાદિક ચાર વસ્તુઓ જ્યાં સુધી પાતળી ન થાય ત્યાં સુધી આપણે મનુષ્યપણું મેળવી શકીએ નહીં. કમાવ નહીં તેની ફિકર નથી, પણ ગુમાવે તેની ફિકર થાય છે. મનુષ્યપણાની મૂળ મુડી તે સાચવે
રાંડરાંડ કરે છે તેના કરતાં નીચા ન ઉતરી જાવ, તેટલું તો કરજે. મરનાર ઘણુંની મુડી સાચવી રાખે છે. મળેલી મૂળ મુડીના વ્યાજથીનિભાવ