Book Title: Atama Zankhe Chutkaro
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar
Catalog link: https://jainqq.org/explore/001998/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આતમઝંખે છુટકારો | સુનંદાબહેન વોહોરા Page #2 -------------------------------------------------------------------------- ________________ આતમ ઝંખે છુટકારો (સમાધિશતક વિવેચન) સંપાદક : સુનંદાબહેન વોહોરા e $ r + [ ફ પ પ્રેરક : પૂ. પંન્યાસ શ્રી અભયશેખરવિજય ગણિવર્ય મ : : Page #3 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ પ્રકાશક : ગુણાનુરાગી મિત્રો, અમેરિકા પ્રકાશનવર્ષ : વી. ૨૫૨૩, વિ. ૨૦૫૩, ઈ.સ. ૧૯૯૬-૯૭ પ્રથમ આવૃત્તિ : ૨૦૦૦ ૧. સુનંદાબહેન વોહોરા ૫, મહાવીર સોસાયટી, એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન : ૬૬૩૭૯૫૪ સમય : ૬થી ૮ ૩. કુમારભાઈ ભીમાણી પ્રાપ્તિસ્થાન : ૧૩/૩૯ એમ. જે. કમ્પાઉન્ડ ત્રીજો ભોઈવાડો, મુંબઈ-૪૦૦૦૦૨ ફોન : ૩૭૫૭૦૧૩, સાંજે ૫થી ૭ ૨. દક્ષાબહેન મહેતા ૩૯, માણેકબાગ સોસાયટી કંચનદીપ સેન્ટરની સામે, સુરેન્દ્ર મંગળદાસ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫ ફોન : ૪૦૭૯૧૦ સાંજે ૬થી ૮ ૪. Ashaben Mehta C/o Prakash P. Mehta 48-17, 91 P1 Elmhurst Ny 11373. U.S.A. Tel. 718-760-1458 3. Kalpna Pravin Shah 992 Mcnair Drive Lansdale PA 19446-U.A.S. Tel. 215-362-5598 મુખપૃષ્ઠચિત્ર : વી. રામાનુજ લેસર ટાઇપસેટિંગ : શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧ છે ૫૩૫૯૮૬૬ મુદ્રક : ભગવતી ઑફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦૦૦૪ © ૩૮૭૫૪૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય બા સ્વ. કંચનબહેન પ્રતાપરાય મહેતા દેહવિલય : ૭-જાન્યુઆરી ૧૯૮૯ (વય ૭૧) પૂજ્ય બાપુજી સ્વ. પ્રતાપરાય પરમાણંદદાસ મહેતા દેહવિલય : ૩૧-ઑગસ્ટ ૧૯૯૩ (વય ૭૭) વંદન પૂ. બા તથા બાપુજી, આપનો ઉપકાર અમે શું માનીએ ? સૃષ્ટિમાં બાળકો માટે માતા-પિતાનું સ્થાન અદ્વિતીય છે. આપે સીંચેલા સંસ્કારો વડે અને પ્રભુકૃપાએ અમને કંઈક ધર્મભાવનાઓ હૈયે વસી છે. તેને વ્યક્ત કરવા અને આંશિક ઋણ અદા થઈ શકે તે ભાવનાથી પ્રસ્તુત ગ્રંથરૂપી પુષ્પ અમે આપના સ્મરણાર્થે પ્રગટ કરવાનો લાભ લીધો છે. અને ભાવિક આત્માઓને તે ભેટ ધરીને અમે ધન્યતા અનુભવીએ છીએ. લિ. પુત્રી આશા અને આપનો પરિવાર પુત્રીઓ સુશીલાબહેન, અરુણાબહેન, નિરંજનાબહેન, જ્યોત્સનાબહેન પુત્રો : રમેશભાઈ, ભૂપતભાઈ, પ્રકાશભાઈ, પ્રદીપભાઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ આતમ ઝંખે છુટકારો પ્રસ્તુત ગ્રંથનું સંપાદન કરવાની પ્રેરણા પૂ. પંન્યાસ શ્રી અભયશેખરવિજય મ. સા. તરફથી મળી છે. જેમાં સંસારથી વૈરાગ્ય થાય તેવું નિરૂપણ છે. એટલે વાસ્તવમાં એવા ગ્રંથનું સંપાદન કરવું ગૃહસ્થ જીવનમાં રહેલી વ્યક્તિ માટે પ્રશ્નસૂચક લાગે. પરંતુ પૂર્વે જેમ શ્રી અધ્યાત્મસારનો ગ્રંથ પૂ. આચાર્ય શ્રી ચંદ્રોદયસુરિજીની પ્રેરણાથી સાદર અને સરળપણે સંપન્ન થયો તેમ આ ગ્રંથનું બન્યું છે. કારણ કે અધિકારથી આગળના પદાર્થો શાસ્ત્રને પાને ચઢાવીને કે પ્રેરકબળ દ્વારા સંપાદન કરવામાં નિશ્ચિતતા રહે છે. જો કે અંગત મંતવ્ય જણાવું તો આવા કોઈ પણ રહસ્યનું નિરૂપણ તે આપણી કોઈને કોઈ અવસ્થા છે. જેમકે પ્રસ્તુત ગ્રંથમાં મુખ્ય કરીને જીવનની ત્રણ અવસ્થા દર્શાવી છે – બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. તેમાં પ્રથમ અવસ્થામાં આપણે ભૂતકાળમાં હતા. વર્તમાનમાં હોઈએ, વળી અંતરાત્મ વડે પ્રગટ થઈ ભવિષ્યમાં પરમાત્મસ્વરૂપની અવસ્થા પ્રગટી શકે. એવા ભાવથી લેખન થાય છે, ત્યારે સ્વનું લક્ષ્ય મુખ્ય થતાં આ લેખનમાં સ્વાધ્યાય તપ સહજપણે થતું રહે છે. છતાં જ્યારે આચાર્યશ્રી આવા ગ્રંથસંપાદનની પ્રેરણા આપે છે, જેને આજ્ઞારૂપ ગણીને સ્વીકાર કરું છું અને નિશ્ચિતતા અનુભવું છું. તેમની ઉદારતા માટે ઉપકૃત છે. કારણ કે આ વૈજ્ઞાનિક યુગ ગમે તેટલી ફાળ ભરે પરંતુ વિકાસને રૂંધતાં કેટલાંક પરિબળો તો ત્યાંના ત્યાં જ રહેલાં જણાય છે અથવા ઊંચા ક્ષેત્રોનું ખેડાણ ઘણી મંદ ગતિવાળું રહે છે. છતાં આનંદ છે કે એ પરિબળોની વચ્ચે પણ ખેડાણ ચાલુ છે. એમાંનું એક ક્ષેત્રે અધ્યાત્મ છે. તે કીમતી ઝવેરાતની દુકાન જેવું છે. પ્રસ્તુત ગ્રંથમાં જીવનના ઉત્થાનને અનુલક્ષીને વર્ણન છે, તે મહદ્અંશે આપણી કથા જેવું છે. નિરંતર સંસારના પ્રકારો પ્રસંગો અને પ્રભાવથી સાવધાન કરે છે. પુનરાવર્તન કરીને એકની એક જ વાત પાકી કરાવે છે કે સંસાર દુઃખથી ભરેલો છે. કારણ કે જીવને Page #7 -------------------------------------------------------------------------- ________________ દીર્ધકાળના જે સંસારસુખના સંસ્કારની છાપ અતિ દઢ થયેલી છે. તેની પકડમાંથી જીવને છૂટવું કઠણ લાગે છે. જેમણે અનુભવથી છૂટવાની કળા જાણી તેઓએ જ્યારે એ સુખ માણ્યું ત્યારે તેઓ પોકારી ઊઠ્યા કે અહો જગતના જીવો ભ્રમ છોડો સુખનો સાગર તમારા અસ્તિત્વમાં જ પડ્યો છે. એ અસ્તિત્વ પ્રત્યે તમારી દૃષ્ટિને વાળો, એક વાર ઝુકાવી દો. પછી તમને અખૂટ આનંદની પ્રપ્તિ થશે. ખાસ વિનંતિ ઉપાધ્યાયજીએ લખ્યું છે કે આ ગ્રંથનું રટણ કરો, અભ્યાસ કરો, મનન કરો, ચિંતન કરો. જીવને પાવન કરનારું આ અમોધ શાસ્ત્ર છે. આ સૂચનને લક્ષ્યમાં રાખી આ ગ્રંથમાં પાછળના ભાગમાં, ૧. સંસ્કૃત શ્લોકોનું સળંગ અવતરણ કર્યું છે. ૨. પદ્યાનુવાદ હરિગીતમાં રટણ કરી શકાય તે રીતે યોજ્યો છે. ૩. દુહાની પદ્ધતિથી ગાઈ શકાય તે માટે દોધક છંદ પણ ક્રમાનુસાર મૂક્યા છે. ક્યારેક એકાંત મળે, નવરાશની પળો મળે, મનને ઉત્તમ ભાવથી ભૂષિત કરવું હોય ત્યારે આ સળંગ સૂત્રોને લલકારજો. રટજો. આનંદની પ્રાપ્તિ થશે. પ્રસ્તુત ગ્રંથની વિશેષતા ત્રિવેણી સંગમનો સ્ત્રોત એટલે “સમાધિશતક ૧. સૌ પ્રથમ સંસ્કૃત શ્લોકબદ્ધ સમાધિતંત્ર ગ્રંથની રચના કરનાર દિગંબર આચાર્ય પૂજ્યપાદ સ્વામી છે. જો કે કર્તા ટીકાકાર તરીકે પૂ. શ્રી. પ્રત્યેન્દુ અને પૂ. શ્રી. પ્રભાચંદ્ર નામના આચાર્યના નામનો ઉલ્લેખ પૂ. શ્રી. બુદ્ધિસાગરજીએ સમાધિશતકના વિવેચન ગ્રંથમાં કરેલો છે. ૨. ત્યાર પછી લગભગ ત્રણસો વર્ષ પૂર્વે મહામહોપાધ્યાય, ન્યાય વિશારદ, પ્રખર વિદ્વાન, અને જ્ઞાનપ્રગલ્મ પૂ. શ્રી યશોવિજયજી Page #8 -------------------------------------------------------------------------- ________________ ગણિએ તે ગ્રંથના શ્લોક ઉપર કળશની જેમ દોધક છંદ રચ્યા છે. ૩. પૂજ્ય ઉપાધ્યાયજીના છંદને લક્ષ્યમાં રાખીને લગભગ ૯૧ વર્ષ પહેલા શાસ્ત્રવિશારદ યોગનિષ્ઠ પૂ. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ પ્રસ્તુત ગ્રંથનું મૂળ શ્લોકના અર્થ સાથે ઉત્તમ વિવેચન કર્યું હતું. લગભગ સાઠ વર્ષ પહેલાં તેની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ હતી. પરંતુ વર્તમાનના જીવો સંસારમાં એવા વ્યસ્ત હોય છે કે વિરલ જીવો સિવાય તેમને આવા સુંદર ગ્રંથોનું પિરશીલન કરી ભવમુક્ત થવાનો ભાવ સ્ફુરતો નથી, અને આવા ગ્રંથોનો પરિચય પણ રહેતો નથી. પૂ. ભદ્રગુપ્ત આચાર્યશ્રી તો કહે છે કે ઘરે ઘરે જ્ઞાનસાર અને આવા અધ્યાત્મ ગ્રંથોનું સ્થાન આ બુદ્ધિમાન યુગમાં વિશેષ જરૂરી છે. જેથી બુદ્ધિના વિકારો શાંત થઈ જીવો સાચી શાંતિ પામે અને સવિશેષ સાધુ જનોએ તો આવા ગ્રંથના પદો કે દુહાને કંઠસ્થ કરી ગૃહસ્થોને પણ તેનું મૂલ્ય સમજાવવું જોઈએ. આવા ગ્રંથના સેવનની પ્રેરણા આપવી જોઈએ. સંસારની વિષમતારૂપી નાગચૂડમાંથી છૂટવાનાં સાધનો આવા અધ્યાત્મ પ્રેરક ગ્રંથો જ નિર્માણ કરી શકે છે. કારણ કે તે રચનાઓની પરંપરાનું મૂળ જિનવાણી છે. અનંત અનંત ભાવથી ભરેલી વાણી ભલે આપણી પાસે અલ્પ માત્રામાં હોય તો પણ તરવાના કામીને માટે પૂરતી છે. તેમાંય વળી જિનવાણી માતૃભાષામાં મળે પછી જો કંઈ અવરોધ હોય તો જીવનો પ્રમાદ છે. ગ્રંથકારે દર્શાવેલી સંસાર અને મોક્ષની વાસ્તવિકતા, આધ્યાત્મિક રહસ્યો, પદાર્થોનું અર્થગાંભીર્ય જોઈને સાધકનું કે સજ્જનનું શિર ઝૂક્યા વગર નહિ રહે. સમાધિશતકની બીજી આવૃત્તિને પ્રસિદ્ધ થયે પણ સાઠ વર્ષ વીતી ગયાં. તે પછી ભાવિકોની લાગણી મનમાં જ રહી ગઈ હતી. આ ગ્રંથ દ્વારા આપણે સેવા કરી શક્યા છીએ તે ધનભાગ્ય છે. પ્રસ્તુત ગ્રંથમાં મૂળ સંસ્કૃત શ્લોક, તેનો પદ્યાનુવાદ લક્ષ્યમાં Page #9 -------------------------------------------------------------------------- ________________ કૃપા વડે સાદર સાતપણે કશું નથી. પર અપ્રત્યક્ષ સ રાખીને પ્રથમ તેનું વિવેચન કરવામાં આવ્યું છે. ત્યાર પછી ઉપાધ્યાયજીએ જ્યાં જ્યાં તે શ્લોકને અનુરૂપ દુહા-છંદ મૂક્યા છે, તેનું વિવેચન તે દુહાનું અલગ સ્થાન રાખી તેનું વિવેચન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે ત્રણ પ્રકારોનો આધાર લેવામાં આવ્યો છે તેમાં મુખ્ય ગ્રંથ તરીકે પૂ. દિગંબર આચાર્ય રચિત સમાધિતંત્ર અને પૂ. બુદ્ધિસાગરજી રચિત સમાધિશતકનો આધાર લીધો છે. તે ઉપરાંત જે જે ગ્રંથોનું અનુશીલન થયું હોય તેનાં પણ કેટલાંક વિધાનોની સ્મૃતિ દ્વારા આ ગ્રંથમાં છાયા પડેલી છે. અર્થાત્ ઘણા ગ્રંથોનું દોહન આ ગ્રંથમાં થયેલું છે. જો કે આમાં વ્યક્તિગતપણે કશું નથી. પરંતુ વિવેચન દેવગુરુની કૃપા વડે સાદર સંપન્ન થયું છે. તે માટે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સૌનો ઉપકાર માનું છું. ગ્રંથનું નામ “આતમ ઝંખે છુટકારો આપવાની ફુરણા એ રીતે થઈ કે ગ્રંથનું વિવેચન કરતા પૂરા ગ્રંથનો સાર એ સમજાય છે કે જન્મમરણની જંજીરમાં જકડાયેલો સાચો સાધક એક જ ઝંખના કરે છે. ક્યારે આ ભવચક્રથી છૂટું ? અર્થાત્ પૂરા ગ્રંથના વિવેચનનો સાર જીવ માત્ર માટે સાધનાથી મળતી પૂર્ણ-અતિપૂર્ણ સ્વાધીનતા છે. જીવ માત્રનું સુખ પણ સ્વાધીનતામાં જ છે. વાસ્તવમાં આત્મા છૂટકારો ઝંખે છે, તે ગ્રંથ દ્વારા સ્પષ્ટ થાય છે. વિવેચનમાં કે લેખનમાં દોષ હોય તો તે માટે ક્ષમાયાચના છે. વાસ્તવમાં આમાં કોઈ વ્યક્તિ તરીકે લેખન થયું છે તેમ નથી. પરંતુ જિનવાણીની પરંપરાથી જે કાંઈ ઉપલબ્ધ હતું તેને આકાર અને વિચાર આપવાની કૃપા મળી છે તેને માટે ઉપકૃત છું. પ્રસ્તુત ગ્રંથમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ જેનો સહયોગ મળ્યો છે તે સૌની આભારી છું. સ્નેહાધીન વાચકવર્ગની પણ આભારી છું. સવિશેષ પરદેશમાં રહેતા સ્વદેશ મિત્રોના સહ્યોગ માટે ઉપકૃત છું. લિ. સુનંદાબહેન વોહોરા Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉપકૃત છું પ્રસ્તુત ગ્રંથસંપાદનની પ્રેરણા આપવા માટે તથા લેખન ઉપર દૃષ્ટિ કરી યોગ્ય સૂચના આપવા માટે, . પૂ. પંન્યાસજી શ્રી અભયશેખરવિજય ગણિવર્ય પ્રત્યે ઉપકૃત છું. . જે જે ગ્રંથોનો આધાર લીધો છે તે ગ્રંથકારીશ્રી પ્રત્યે ઉપકૃત છું. અભિવાદન પ્રસ્તુત ગ્રંથનો અર્થ સહયોગ ૧૦૦૦ નકલ આશાબહેન પ્રતાપરાય મહેતા, અમેરિકા. ૪૦૦ નકલ ચંદ્રિકાબહેન તથા રમેશચંદ્ર બંધાર, અમેરિકા. ૧૦૦ નકલ સંઘવી પરિવાર, અમદાવાદ ૩૦૦ નકલ રક્ષાબહેન તથા પ્રફુલ્લભાઈ અજમેરા પરિવાર, અમેરિકા છેલ્લાં દસ વર્ષથી અવિરતપણે પુસ્તક પ્રકાશનમાં પરદેશના મિત્રોનો અર્થ સહયોગ પ્રશંસનીય છે. લગભગ ૪૫ જેવાં પુસ્તકોનું લેખન થયું તેમાં ત્રીસ જેવા પુસ્તકોના પ્રકાશનની ભાવના પરદેશના મિત્રોએ જ સાકાર કરી છે. તેમની આવી ભાવનાઓ વિસ્તૃત થાય અને તેઓ આત્મકલ્યાણને પામે તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના. અર્થસહયોગ બદલ સૌનું અભિવાદન કરું છું. Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુનંદાબહેન વોહોરા લિખિત શિષ્ટ સાહિત્યસૂચિ ક્રમ પુસ્તકનું નામ ૧. શ્રી કલ્પસૂત્ર કથાસાર સચિત્ર . . . ચોથી આવૃત્તિ સુધારા સાથે ૨. નવતત્ત્વનો સરળ પરિચય . . . . . . . . . . . સચિત્ર ૩. જીવસૃષ્ટિનું પરિજ્ઞાન . . . . . . . . . . . . . સચિત્ર ૪. મુક્તિબીજ . . . . . . . . . . . . સમ્યગ્દર્શન વિષે ૫. આઠે કોઠે અજવાળાં . . • • • • • • • . . . આઠ ગુણ વિષે ૬. અંતરનાદ . . . . . . . . . . . . ૨૫૦ પદો, સ્તવનો ૭. ઔષધ જે ભવરોગના . . વિવેચન શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ૮. સૈકાલિક આત્મજ્ઞાન સંપાદન : તાત્ત્વિક લેખો, લેખક પન્નાલાલ ગાંધી ૯. તત્ત્વમીમાંસા . . . . . . . . . . . . . તત્ત્વાર્થભિગમ ૧૦. મોનધારી મહારથી મળેલી (હિતશિક્ષા) . . . . . . . . . . મહાવીરકથા તથા બોધ ૧૧. શ્રી અધ્યાત્મસાર સંપાદન શ્રી યશોવિજયરચિત ગ્રંથનો ભાવાનુવાદ ૧૨. તું શું કરે વિચાર ? . . . . . . . ઉત્તમ ભાવપ્રેરક લેખો ૧૩. આતમ ઝંખે છુટકારો પૂ. યશોવિજયજીરચિત સમાધિશતકનું વિવેચન ૧૪. પગલે પગલે પ્રભુતા . . . . જીવનવિકાસના પ્રાયોગિક લેખો ૧૫. કેડીને કંડારો . . . . . . . . . . . . . .નાની પુસ્તિકા (સ્થાનિક રહેવાસીએ પુસ્તકો જાતે લઈ જવાં. પત્રવ્યવહાર જવાબી કાર્ડ લખીને કરવો.) પ્રાપ્તિસ્થાન : - શ્રી સુનંદાબહેન વોહોરા ૫, મહાવીર સોસાયટી એલિસબ્રિજ, પાલડી બસ સ્ટેન્ડ પાછળ, અમદાવાદ-૩૮૦૦૦૭ ટે. ૬૬૩૭૯૫૪ સાંજે ૬થી ૮ શ્રી દક્ષાબહેન નિરંજન મહેતા ૩૯, માણેકબાગ સોસાયટી, કાંચનદીપ સેન્ટરની સામેની ગલી, (સેટેલાઇટ રોડ) સુરેન્દ્ર મંગળદાસ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫ ટે. ૪૦૭૯૧૦ બપોરે ૧૨થી ૨, સાંજે ૮થી ૯ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૐ શ્રી પાર્શ્વનાથાય નમઃ શ્રી સદ્ગુરુવે નમઃ येनात्माऽबुध्यतात्मैव, परत्वेर्नैव चापरम् । अक्षयाऽनन्तबोधाय, तस्मै सिद्धात्मने नमः ॥१॥ નમું સિદ્ધ પરમાત્માને, અક્ષય બોધસ્વરૂપ; જેનો આત્મા આત્મરૂપ, પર જાણ્યું પરરૂપ. ૧ અર્થ : જેણે આત્માને આત્મારૂપે જ જાણ્યો છે અને પર પરરૂપે જાણ્યું છે તેવા અવિનાશી અનંતજ્ઞાનસ્વરૂપ સિદ્ધાત્માને નમસ્કાર હો. સત્તાગત રહેલા પોતાના શુદ્ધસ્વરૂપી સિદ્ધત્વની પ્રાપ્તિની ભાવનાથી અહીં પ્રથમ સિદ્ધને નમસ્કાર કર્યા છે. સિદ્ધઃ સર્વ કર્મોનો નાશ થવાથી જે સિદ્ધ ગતિને પામ્યા છે; જેમનાં આઠ કર્મો નષ્ટ થવાથી આઠ ગુણો પ્રગટ થયા છે; અનંતકાળ સુધી જે અવ્યાબાધ સુખમાં જ રમણ કરનારા છે; જેમને હવે જન્મમરણની જંજાળ નથી; સ્વયંભુ, અવિનાશી, અક્ષયપદને જેમણે પ્રાપ્ત કર્યું છે; જેમના સર્વ ગુણો પૂર્ણ છે – તેમાં કોઈ અલ્પાધિકપણું નથી. તે સિદ્ધ છે. તેમનાં સર્વ પ્રયોજનો સિદ્ધ થયાં છે. જે સિદ્ધભગવંતે પોતાના પૂર્ણ જ્ઞાનના પ્રકાશમાં આત્માને પૂર્ણ શુદ્ધપણે જાણ્યો છે. ચેતનરહિત સર્વ પદાર્થો કે જે સ્પર્શાદિ ગુણવાળા છે તે, તથા દેહાદિ પણ જેમણે પરરૂપે જાણ્યા છે અને તેનાથી સર્વથા મુક્ત થયા છે એવા અનંત અને અવિનાશી કેવળજ્ઞાનસ્વરૂપ સિદ્ધભગવંતોને નમસ્કાર હો. સિદ્ધભગવંતોમાં પ્રગટેલા આઠ ગુણો અનંત સામર્થ્યવાળા છે. તેથી સિદ્ધગતિની પ્રાપ્તિ માટે સિદ્ધભગવંતોને નમસ્કાર હો. અષ્ટ કર્મો નષ્ટ થવાથી જેમના અનંત ગુણો પ્રગટ થયા છે તેવા સિદ્ધ પરમાત્મા મને મંગલરૂપ થાઓ. સમાધિશતક Page #13 -------------------------------------------------------------------------- ________________ કર્મોનું નષ્ટ થવું ૧. જ્ઞાનાવરણીય કર્મ ૨. દર્શનાવરણીય કર્મ ૩. વેદનીય કર્મ ૪. મોહનીય કર્મ ૫. નામકર્મ (શરીરાદિની રચના) ૬. ગોત્રકર્મ (ઊંચનીચપણું) ૭. આયુષ્યકર્મ (જન્મમરણનો કાળ) ૮. અન્તરાયકર્મ અનંત ગુણનું પ્રગટ થવું. ‘અનંતજ્ઞાન-કેવળજ્ઞાન અનંતદર્શન-કેવળદર્શન અનંત અવ્યાબાધ સુખ અનંત ચારિત્ર-વીતરાગતા અરૂપીપણું સિદ્ધ થવું અગુરુલઘુ પદનું સિદ્ધ થવું અક્ષય સ્થિતિ થવી અનંત લબ્ધિ પ્રગટ થવી. જણાવી તેનો સર્વથા નાશ અનંત પ્રકારનાં કર્મોને આઠ પ્રકારે થતાં આત્મામાં આઠ મહાગુણો પ્રગટ થાય છે તે સિદ્ધપરમાત્મા છે. તે સૌને મંગલરૂપ છે. जयन्ति यस्याऽवदतोऽपि भारती, विभूतयस्तीर्थकृतोऽप्यनीहितुः ॥ शिवाय धात्रे सुगताय विष्णवे, जिनाय तस्मै सकलात्मने नमः ॥२॥ બોલ્યા વિણ પણ ભારતી-ઋદ્ધિ જ્યાં જયવંત, ઇચ્છા વિણ પણ જેહ છે તીર્થંકર ભગવંત, વંદું તે સકલાત્મને શ્રી તીર્થેશ જિનેશ, સુગત તથા જે વિષ્ણુ છે, બ્રહ્મા તેમ મહેશ. અર્થ : સિદ્ધપ૨માત્માને નમસ્કાર હો. અરિહંત તીર્થંકર ભગવાન ત્રણે લોકને પૂજનીય છે. જગતના કલ્યાણ માટે તેમણે બોધનો ધોધ વહાવ્યો છે. (યસ્યાઽવદતોઽપિ, બોલ્યા વગર) દિગંબર આમ્નાય પ્રમાણે તીર્થંકરનો ઉપદેશ દિવ્યવાણી દ્વારા ૐકાર ધ્વનિથી પ્રગટ થાય છે. તેમના પુણ્યાતિશયના બળે ભાષાવર્ગણાઓ શબ્દાકારે રચાય છે અને ઉપસ્થિત જીવમાત્ર પોતાની રીતે તેને સમજે છે, તે વાણી જ્વલંત છે. કોઈ જીવને અહિત કરનારી નથી. શ્વેતાંબર આમ્નાય પ્રમાણે પૂર્વે કરેલી જગતના જીવોના હિતની આતમ ઝંખે છુટકારો Page #14 -------------------------------------------------------------------------- ________________ ભાવનાના ફળસ્વરૂપે તીર્થકરને ભાષાવર્ગણાનો યોગ થઈ તે મુખ દ્વારા અક્ષરરૂપે બોધ આપે છે. તીર્થની સ્થાપના કરનાર તીર્થંકર પોતે મુક્ત થયા છે. અન્યને મુક્ત કરવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે. પોતે તર્યા છે અને તારે છે. બાંય ગ્રહી ભવપાર ઉતારે, આણે શિવપુર આરે રે. ઘાતકર્મ નાશ થવાથી, મોહનીય કર્મના અભાવે તીર્થકરને કોઈ ઇચ્છા કે વિકલ્પ નથી પરંતુ તેમનું (વિભૂતિ) ઐશ્વર્ય જ એવું છે કે તેમના નામસ્મરણથી, દર્શન કે પૂજનથી જીવો શુદ્ધભાવે પરિણમી તરે છે. તીર્થકર જીવો માટે કલ્યાણ સ્વરૂપ છે, કાદવરૂપી સંસારમાં ખૂંપેલા જીવોનો ઉદ્ધાર કરનાર છે. ચાર ઘાતકર્મનો નાશ થવાથી અનંત ચતુષ્ટયના જે સ્વામી છે, રાગદ્વેષ અત્યંતપણે જીતીને તે જિનેશ્વર થયા છે. અને જેના પૂર્ણજ્ઞાન વડે જગત પ્રકાશિત છે તેવા સર્વોત્કૃષ્ટ તીર્થકરને નમસ્કાર હો. તે તીર્થકર મુખ્યત્વે બાર ગુણોથી પ્રસિદ્ધ છે. જે વડે જગતના જીવો તીર્થકરનો પરિચય પામે છે. श्रुतेन लिंङ्गेन यथात्मशक्ति समाहितान्तः करणेन सम्यक् । समीक्ष्य कैवल्यसुखस्पृहाणां विविक्तमात्मानमथाभिधास्ये ॥३॥ આગમથી ને લિંગથી, ને આત્મશક્તિ અનુરૂપ, હૃદયતણા એકાઢેથી, સમ્યફ વેદી સ્વરૂપ, મુક્તિસુખ-અભિલાષીને કહીશ આતમરૂપ, પરથી, કર્મકલંકથી, જેહ વિવિક્ત સ્વરૂપ. ૩ અર્થ : અરિહંત અને સિદ્ધ ભગવંતોને વિનય-ભક્તિ વડે વંદન કરી ગ્રંથકાર કૈવલ્યસુખના અભિલાષી, અતીન્દ્રિય સુખની ભાવનાવાળાને શુદ્ધ આત્મસ્વરૂપ વિશે કહે છે કે મારી શક્તિ અનુસાર શ્રુતજ્ઞાનના સમાધિશતક Page #15 -------------------------------------------------------------------------- ________________ આશ્રયે, દેહથી ભિન્ન એવા લક્ષણવાળા આત્માને શુદ્ધમતિ દ્વારા તથા અનુભવ વડે કહીશ. શ્રુતજ્ઞાન = સદ્ભુત, સર્વજ્ઞ ભગવાને પૂર્ણજ્ઞાનમાં જગતના સ્વરૂપને જાણી પ્રદર્શિત કર્યું છે, તે સિદ્ધાંતથી આત્મસ્વરૂપને કહે છે. લિંગ = લક્ષણ, આત્મસ્વરૂપ કેવું છે ? આત્મા દેહથી ભિન્ન લક્ષણવાળો છે, એક ક્ષેત્રમાં રહેલા બંને પદાર્થો સ્વરૂપથી તલવાર અને મ્યાનની જેમ ભિન્ન છે. શરીર જડ સ્વભાવવાળું, સ્પર્શ, રસ, ગંધ અને વર્ણથી પુદ્ગલ છે. આત્મા જ્ઞાન-દર્શનાદિ ગુણવાળો છે. શરીર અને આત્મા તલ ને તેલની જેમ, અગ્નિ અને લોઢાની જેમ એક ક્ષેત્રે હોવા છતાં લક્ષણથી ભિન્ન છે. આવા શુદ્ધસ્વરૂપ આત્માને ગ્રંથકાર, શાસ્ત્રના આધારે તથા સ્વાનુભવ વડે કહે છે, કે હે આત્માર્થીજનો ! સર્વકર્મરહિત જે નિર્મળ શાશ્વત સુખ છે તેમની તમને સ્પૃહા છે, તેથી તમને પાત્ર ગણી આત્મસ્વરૂપ કહું છું. શાશ્વત સુખની સ્પૃહાવાળો આત્માર્થી પાંચ ઇંદ્રિયના વિષયોથી પરામુખ છે. મોહાદિ કષાયભાવોથી વિરક્ત છે. જન્મમરણના દુ:ખને જાણનારો છે, અને કર્મબંધનની શૃંખલાથી છૂટવાનો કામી છે. આત્મા શરીરાદિથી ભિન્ન છે. સર્વ બાહ્ય સહયોગથી ભિન્ન છે. રાગાદિ પરિણામો પણ શુદ્ધાત્મા નથી, તે ક્ષણિક અને આકુળતાવાળા છે, આત્મા અવિનાશી અને નિરાકુળ છે તેમ અનુભવી કહે છે. દોધક છંદ (દુહા) દ્વારા સમાધિશતકનો પ્રારંભ ઉપાધ્યાય યશોવિજયજી સમાધિશતકની રચના કરતાં શ્રુતજ્ઞાનરૂપ સરસ્વતીને તથા જિનેશ્વરને વંદન કરે છે. પ્રણમી સરસ્વતિ ભારતી, પ્રણમી જિન જગબંધુ; કેવલ આતમ બોધકો, કરસું સરસ પ્રબંધ. છંદ-૧ ભાવાર્થ : સરસ્વતી, ભારતી = સમગ્ર શ્રુતજ્ઞાનની શક્તિરૂપ આતમ ઝંખે છુટકારો Page #16 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતીને પ્રણામ કરે છે. ज्ञानादि गुण युतानां नित्य स्वाध्याय संयम रतानाम्, विदधातु भुवन देवी, शिवं सदा सर्व साधुनाम् ।। અર્થ : હે સરસ્વતી દેવી ! જ્ઞાનાદિ ગુણ યુક્ત નિત્ય સ્વાધ્યાય તપમાં આસક્ત એવા સાધુજનોનું સદા કલ્યાણ કરો. कमलदल विपुल नयना कमलमुखी कमलगर्भसम गौरी, कमले स्थिता भगवती ददातु श्रुतदेवता सिद्धिम् ।। અર્થ : કમળના પત્ર જેવાં વિસ્તર્ણ નેત્રોવાળી, કમળના જેવા મુખવાળી, કમળના ગર્ભ જેવા ગૌરવર્ણવાળી અને કમળને વિશે રહેલી ભગવતી શ્રુતદેવતા સિદ્ધિ આપો. શ્રુતજ્ઞાન જિનવાણી છે. તેથી પ્રથમ શ્રુતજ્ઞાનને નમસ્કાર કરી, જિનના વચનને પ્રમાણિત માની, જગતને દુઃખથી નિવારનાર બંધુ સમાન જિનેશ્વરને નમસ્કાર કરીને માત્ર આત્મબોધ પ્રાપ્ત થાય તેવી રચના કરીશ. આત્મબોધ : જગતના પ્રપંચરહિત, કર્મમલના આવરણરહિત એવું જે શુદ્ધ આત્મસ્વરૂપ છે, કે જેનું જીવને વિસ્મરણ થયું છે તે સ્વરૂપની પ્રાપ્તિ માટે જેનાથી આત્મબોધ પ્રાપ્ત થાય તેવું આત્મજ્ઞાન કહીશ, જે આત્મજ્ઞાન પામીને આત્માર્થી આ નિસાર અને ક્લેશજનિત સંસારથી મુક્ત થાય. વળી, તે જીવો આત્મબોધ વડે આરંભ, પરિગ્રહની મૂર્છાથી અનાસક્ત થઈ સ્વરૂપમાં સ્થિરતા પામે. કેવલ આત્મબોધ હૈ, પરમારથ શિવપંથ; તામે જીનકુ મગ્નતા, સોઈ ભાવ નિર્ગથ. છંદ-૨ અર્થ : આત્મજ્ઞાન જ પરમાર્થમાર્ગનું સાધન છે, અને તેમાં જ જે નિમગ્ન છે તે ભાવસાધુ-નિગ્રંથ જાણવા. ભાવાર્થ : ભગવાન મહાવીરના વીતરાગનું શાસન શ્રમણ સંસ્કૃતિની પ્રધાનતાવાળું છે. વળી, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે સાધકને ઘણી જાગૃતિ અને શુદ્ધિ આવશ્યક છે. સાંસારિક જીવનમાં ડૂબેલા જીવો આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકતા નથી. આત્મજ્ઞાન અર્થાત્ આત્માનું જે સમાધિશતક Page #17 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ છે તેમાં જ ઉપયોગની સ્થિરતા વર્તમાન અવસ્થા-પર્યાયનું આત્મામાં રમણ થવું તે છે. આવી દશા સ્થિરતા વગર પ્રાપ્ત થતી નથી. નિગ્રંથ : જેના રાગદ્વેષની નિબિડ-ગાઢ ગ્રંથિ છેદાઈ છે તે નિગ્રંથ છે. નિગ્રંથ સાધુના બે પ્રકાર છે : દ્રવ્યલિંગી અને ભાવલિંગી. દ્રવ્યલિંગી દ્રવ્યનિગ્રંથ છે; ભાવલિંગી ભાવનિગ્રંથ છે. બાહ્યવેષ વ્યવહારે ધારણ કર્યો છે પરંતુ જેણે આત્માને સમ્યપ્રકારે જાણ્યો નથી તે દ્રવ્યનિગ્રંથ છે. જેનામાં રાગદ્વેષ શમીને સમ્યક્ત્વગુણ પ્રગટ થયો નથી, આત્મભાવની રમણતારૂપ જેની દશા નથી તે દ્રવ્યલિંગી નિગ્રંથ છે. એવું દ્રવ્યલિંગીપણું તો પૂર્વે અનેક વાર ધારણ કર્યું પણ મુક્તિ ન થઈ. ભાવલિંગી ઃ જેનો બાહ્યવેષ સાધુનો છે, અંતરંગ પણ ભાવસાધુતાથી ભરપૂર છે, આત્મસ્વરૂપનો જ્ઞાતા છે, બાહ્ય પ્રપંચોથી, લોકપ્રશંસાથી, માનાદિ સત્કારથી જે વિમુખ છે અને એક આત્મસ્વરૂપ અર્થે જ જેની ચર્યા છે તે ભાવનિગ્રંથ છે. અપ્રમત્તદશામાં ઝૂલતા મુનિ નિશ્ચયનયે ભાવલિંગી છે. જે મુનિ દેહાદિક બાહ્ય-અત્યંતર પરિગ્રહ અને માન-સત્કારાદિથી રહિત છે, સ્વાત્મામાં મગ્ન છે તે ભાવલિંગી છે. તે પરભાવ અને પારદ્રવ્યના મમત્વરહિત છે. અર્થાત્ સર્વ આલંબન ત્યજી સ્વાત્મામાં સ્થિર રહે છે તે ક્રમે કરીને મુક્ત થાય છે. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જો વસ્તુ પ્રકાશ, આનંદઘન મત સંગી રે. આત્મજ્ઞાનમય જેની દશા છે તે ભાવલિંગી છે, અને તે સિવાય બાહ્યવેષધારી દ્રવ્યલિંગી છે. શુદ્ધ આત્માનું જેવું સ્વરૂપ છે તેવું જેણે જાણ્યું છે, અને અવિરોધીપણે જણાવ્યું છે એ આનંદઘનસ્વરૂપ આત્માના મતે અર્થાત્ આત્મસ્વરૂપી છે. નામ અધ્યાત્મ, ઠાણ અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ છેડો રે; ભાવ અધ્યાત્મ સ્તવના જાણી, તો તેહ શું રઢ મંડો રે. આતમ ઝંખે છુટકારો Page #18 -------------------------------------------------------------------------- ________________ જેમ નામ, સ્થાપના કે દ્રવ્યથી કહેવાતું અધ્યાત્મ ત્યજવા જેવું છે, તેમ નામમાત્રથી કહેવાતી સાધુતા, વેશથી કહેવાતી સાધુતા, જ્ઞાનરહિત દ્રવ્યસાધુતા આત્મસાધકે ત્યજવાયોગ્ય છે, અને ભાવઅધ્યાત્મને જાણીને એક તે ભાવની વૃદ્ધિ કરવાની છે. તેમ ભાવસાધુતા જ પરમાર્થનું કારણ છે. ભ્રમર જેમ પરાગમાં મગ્ન થઈ રહે છે તેમ ભાવસાધુ આત્મસ્વરૂપમાં મગ્ન રહે છે. ભોગજ્ઞાન ક્યું બાલકો બાહ્યજ્ઞાન કી દૌર; તરુણ ભોગ અનુભવ જીસ્યો, મગનભાવ કછુ ઔર. છંદ-૩ અર્થ : યુવાનકાળના ભોગ-સુખનું જ્ઞાન જેમ બાળકને હોતું નથી તેમ બાહ્યજ્ઞાનીને (શાસ્ત્રજ્ઞાનની સ્મૃતિવાળાને) આત્મજ્ઞાનની મગ્નતાનું સુખ સમજાતું નથી. તે સુખ તો આત્મજ્ઞાનના અનુભવીને જ સમજાય છે. નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ ન કુમારી રે; અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ, કુણ જાણે નર-નારી રે. જેમ કુંવારી કન્યા પતિના સુખને જાણતી નથી તેમ અજ્ઞાનીને જ્ઞાનીની આત્મરમણતાનું સુખ સ્પર્શી શકતું નથી. અંધ માનવને દશ્ય જગત જણાતું નથી, બધિર માનવને ગીત સંગીતનું સુખ નથી, રોગીને આહારના પદાર્થનું સુખ મળતું નથી તેમ અજ્ઞાનીને પરમસુખ અને શાંતિસ્વરૂપ સ્વાત્માનું સુખ અનભવમાં આવતું નથી. નિજ સ્વરૂપમાં જેની રમણતા છે તે આત્મજ્ઞાની સ્વાત્મામાં સુખને અનુભવે છે. बहिरन्तः परश्चेति, त्रिधात्मा सर्व देहिषु । उपेयात्तत्र परमं, मध्योपायाद्वाहिस्त्यजेत् ॥ ४ ॥ આત્મ ત્રિધા સૌ દહીમાં-બાહ્યાંતર-પરમાત્મ; મધ્યોપાયે પરમને ગ્રહો, તજો બહિરાત્મ. ૪ અર્થ : સર્વજ્ઞ પરમાત્માએ સમસ્ત વિશ્વના દેહધારી જીવોની સમાધિશતક Page #19 -------------------------------------------------------------------------- ________________ દશા ત્રણ પ્રકારની કહી છે : બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. આત્માર્થીને બહિરાત્મભાવનો ત્યાગ કરી અંતરાત્મદશાને પામીને પરમાત્માને પ્રગટ કરવો. ભાવાર્થ : બહિરાત્મા = જે આત્મા કેવળ જડ પદાર્થોમાં આસક્ત છે, ઇન્દ્રિયોના સ્પર્ધાદિ વિષયોમાં લોલુપ છે, નિરંતર બાહ્યપદાર્થમાં જ સુખની ભ્રાંતિ સેવે છે તે બહિરાત્મા છે. તેનું મન એક પદાર્થ પરથી અન્ય પદાર્થમાં સુખ મેળવવા ભમતું જ રહે છે. જેની પરભાવ અને પરવૃત્તિમાં રમણતા છે તે બહિરાત્મા છે. તે નીચી દશાવાળો દીન આત્મા છે. બાહ્ય દેહાદિમાં, વિભાવ તથા પર્યાયઅવસ્થામાં જે આત્મબુદ્ધિ કરે છે. વળી, ઉદયમાં આવેલા દ્રવ્યકર્મ અને ભાવકર્મમાં એકત્વ કરે છે તે અવસ્થારૂપે પોતાને માને છે. તેઓ મિથ્યાષ્ટિ બહિરાત્મા છે. અંતરાત્મા : હજી પરમાત્મદશાને પામ્યો નથી, પરંતુ પરમદશાની શ્રદ્ધાવાળો છે તે મધ્યમ એવો અંતરાત્મા છે. જેને આત્માને આત્મારૂપે જાણીને અંતરમાં સુખનું વેદન છે, ઈદ્રિય વિષયોથી જે વિરક્ત છે, દેહાદિકની સુખની આકાંક્ષા જેની ક્ષીણ થઈ છે, ચોથા ગુણસ્થાને આત્મવિશુદ્ધિના આંશિક યોગ - અંતરાત્મપણાનો આરંભ થાય છે. ઉત્તરોત્તર વિશુદ્ધિની વૃદ્ધિ થતાં અંતરાત્મપણું પણ વિશેષતા પામે છે. પરંતુ બહિરાત્મભાવ ટળી જેને દેહાદિથી ભિન્ન પોતાના સ્વરૂપનું ભાન થાય છે તે અંતરાત્મા છે. જે અનંત જ્ઞાનાદિ શક્તિઓથી પરિપૂર્ણ થઈ સર્વજ્ઞ વીતરાગ છે તે પરમાત્મા છે. પરમાત્મા = પરમશુદ્ધસ્વરૂપદશા. * અરિહંત અને સિદ્ધ બંને દેવતત્ત્વરૂપ પરમાત્મસ્વરૂપ છે. તે ઉપરાંત, જે જે કેવલી ભગવંતો છે તે પણ પરમાત્મસ્વરૂપ છે તેરમા અને ચૌદમા ગુણસ્થાનવાળા આત્માઓ પરમાત્મસ્વરૂપ છે. જગતમાં જીવમાત્રનું સ્વરૂપ પરમાત્મરૂપ હોવા છતાં જેનાં ઘાતકર્મ નાશ પામે ત્યારે તેમનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થતાં તે પરમાત્મા છે, અને સર્વ આતમ ઝંખે છુટકારો Page #20 -------------------------------------------------------------------------- ________________ કર્મોનો નાશ થવાથી જે પૂર્ણ શુદ્ધસ્વરૂપે પ્રગટ થયા છે તે પણ પરમાત્મા છે. પરમાત્મપદને પ્રાપ્ત કર્યા પછી જીવ સર્વથા જન્માદિ દુઃખોથી રહિત શાશ્વત સુખને પામે છે. સૃષ્ટિનું સર્વોત્કૃષ્ટ સ્થાન પરમાત્મસ્વરૂપ છે. શ્રીમદ્ આનંદઘનજીએ પાંચમા સુમતિનાથ ભગવાનના સ્તવનમાં આત્માની દશા આ પ્રમાણે જણાવી છે. ત્રિવિધિ સકલ તનુ ધર ગત આત્મા, બહિરાતમ ધુરી ભેદ સુજ્ઞાની; બીજો અંતરાત્મા, તીસરો પરમાતમ અવિચ્છેદ સુજ્ઞાની. ર સર્વ દેહધારી જીવો ત્રિવિધ - ત્રણ પ્રકારે છે. પ્રથમ ભેદ બહિરાત્મા બીજો અંતરાત્મા, ત્રીજો પરમાત્મા છે. જેની દષ્ટિ બાહ્ય દુઃખો તરફ છે તે બહિરાત્મા. જેની દૃષ્ટિ અંતર્મુખ થઈ છે તે અંતરાત્મા. જેની દૃષ્ટિ શુદ્ધ સ્વભાવરૂપ પરિણમી છે તે પરમાત્મા. આતમ બુદ્ધ હો કાયાદિકે રહ્યો, બહિરાતમ અવરૂપ સુજ્ઞાની; કાયાદિકને સાખી ઘર રહ્યો, અંતર આતમ રૂપ સુજ્ઞાની. જેણે દેહમાં આત્મબુદ્ધિ છે કે આ દેહ તે જ હું છું. તેને સુખ મળતાં હું સુખ માનું છું. નિરંતર તેની સેવા જ કરું છું. આમ, આત્મા દેહભાવથી પ્રસાયેલો છે, તે બહિરાત્મપણું પાપરૂપ છે. પરંતુ જે સાધક કાયામાં રહેવા છતાં, તેની ક્ષુધાતૃષા, શાતા-અશાતા કે અન્ય પરિણમનમાં કેવળ જ્ઞાતા રહે છે. શરીરને પડોશી માની તેની ખાવાપીવા આદિ ક્રિયા કરવા છતાં. સાક્ષીભાવ રાખે છે. અનુકૂળતામાં આળોટતો નથી કે પ્રતિકૂળતામાં મૂંઝાતો નથી, પરંતુ જીવનો સ્વભાવ જાણવા-જોવા માત્ર છે તેમ દૃઢતાપૂર્વક સાક્ષીભાવે રહે છે તે અંતરાત્મા છે. જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વર્જિત સકળ ઉપાધિ સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણ ગણમણિ આગ, એમ પરમાત્મ સાધુ સુજ્ઞાની. સર્વસંગ પરિત્યાગી એવો. સાધક જે સર્વ ઉપાધિથી રહિત થયો સમાધિશતક Page #21 -------------------------------------------------------------------------- ________________ છે, સંસારભાવથી, બાહ્ય કાર્યોથી, કર્તાભોક્તાભાવથી જેણે નિવૃત્તિ લીધી છે, તે જ સ્વસ્વરૂપનો પૂર્ણ પવિત્ર આનંદ પામી શકે છે, તે અંતરાત્માપણે પ્રગટ થઈ પોતાના પૂર્ણ સ્વરૂપમાં સમાઈ જાય છે. ત્યારે અતીન્દ્રિય અનંત ગુણનો સમૂહ તે અનુભવે છે. અંતે તે પરમાત્મપદને સાધી લે છે. બહિરાતમ તજી અંતર આતમરૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ, સુજ્ઞાની. હે ભવ્યાત્મા ! બહિર્ભાવ ત્યજીને તું એક વાર આત્મભાવમાં ડૂબકી મારી સ્થિર થા. પછી તને પૂર્ણ પ્રકાશમય એવા પરમાત્મનો અનુભવ થશે, પ્રથમ તે માટે તારે તારી સર્વ વૃત્તિઓને એકરૂપ અખંડ કરી પૂર્ણ અર્પણતાનો દાવ લગાવવો પડશે. - પ્રગટ થયેલું શુદ્ધ ચેતનારૂપ પરમાત્મસ્વરૂપ અને સાધકની સત્તાગત શુદ્ધ ચેતના સમાન છે. સાધકની અવસ્થા વિકસતી છે, તેથી તેને પૂર્ણ અવસ્થા સુધી પહોંચવા સૌપ્રથમ એક લક્ષ્ય કરવું પડે છે કે હું સ્વયં પરમાત્મસ્વરૂપ છું. ઊઠતાં-બેસતાં, ખાતાં-પીતાં, જાગતાં-સૂતાં, વ્યવહાર કે પરમાર્થમાં એક જ ઝંખના : તૂહીં તૂર્કી તૂહીં.................... સોહમ્ સોહમ્ સોહમ્.. હે પ્રભુ ! જે તું છે તે જ હું છું. પરંતુ દીર્ઘકાળથી અજ્ઞાનવશ સંસારની યાત્રામાં વિષયકષાયોના પાશથી મલિનતા ભેગી કરી છે. અહં મને પાછો ધકેલી દે છે, તેથી મારી ને તારી વચ્ચે અંતર પડ્યું છે. ભલે એ કર્મ મને પાછો પાડે પણ પ્રભુ ! હવે મારી ઝંખના જ તે મલિનતા નષ્ટ કરી દેશે, અને પેલું અંતર ભૂંસાઈ જશે. મારું સમગ્ર જીવન હવે આપને અર્પણ છે. તારો, મારો, વારો, ઉગારો. હવે મેં મારો કર્તાભાવ ત્યજી દીધો છે. એક તારા જ સ્વરૂપમાં મારો ભાવ વસે છે અને મારા અંતરમાં પણ તારું જ રટણ રહો. સાધકની આ સાધના વ્યવહાર છે પણ તેનું લક્ષ્ય પરમાર્થ છે. ૧૦ આતમ ઝંખે છુટકારો Page #22 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા પ્રમાણે શુભ ભાવ ઊઠે છે. પરંતુ તે શુદ્ધના લક્ષ્યવાળા છે. આતમ જ્ઞાને મગનતા સો સબ પુદ્ગલ ખેલ; ઇંદ્રજાળ કરી લેખવે, મિલે તિહાં ન મનમેળ. છંદ-૪ અર્થ : અહો ! જેને જ્ઞાનનું માહાત્મ્ય રુચ્યું છે તે પોતાના આત્મજ્ઞાનમાં એકરૂપ થઈ, જગતના પૌદ્ગલિક સંયોગોને એક તમાશો ગણે છે. અથવા જાણે તે ઇંદ્રજાળ સમાન જુએ છે. તે જ્ઞાનીનો જગતની એ જાળ-પ્રપંચમાં કઈ મેળ બેસતો નથી. આત્મજ્ઞાનનું સુખ એના અનુભવરસિકો જ જાણે. જેમ મૂંગો આહારની વસ્તુનો સ્વાદ જાણે પણ વર્ણન કરી ન શકે, તેમ તું જગતના પદાર્થોમાં ઇન્દ્રિયજનિત સીમિત સુખાભાસમાં ભૂલો પડેલો આ આત્મઅનુભવને ક્યાંથી જાણે ? પણ આત્મિક સુખ માણનારા એમાં જ એવા મગ્ન થઈ ગયા કે તેનું વર્ણન પણ વાચાતીત થઈ ગયું. અરે ! સમસ્ત વિશ્વ તો પૌદ્ગલિક વિષયમાં જ આક્રાંત છે. પણ જ્ઞાની તો તેને રંગમંડપ પર ચાલતા નાટક જેમ જાણે છે. દૃશ્યો બદલાય છે, જીવ જુએ છે પણ કંઈ મેળવતો નથી. તેવી ઇન્દ્રજાળને જાણીને જ્ઞાનીને એ પ્રકારો સાથે કંઈ મેળ બેસતો નથી. જ્ઞાનરૂપ સ્વરૂપમાં મગ્ન જ્ઞાની સાશ્ચર્ય જગતને જુએ છે કે અહો ! આ જગત ક્યાં દોડે છે ? શાને માટે દોડે છે ? શું મેળવે છે ?. કેવળ ભૌતિકતાની ભીડ ચારે બાજુ જોઈને છેવટે તેઓ ત્યાંથી પોતાની દૃષ્ટિ પાછી વાળે છે, જ્ઞાનને જ સ્વયં સુખરૂપ જાણે છે. પરંતુ તેમાં અહંભાવ કે મમત્વનો ભાવ ભળવાથી જ્ઞાન વિપર્યાસપણું ભજે છે ત્યારે અજ્ઞાની હર્ષ-શોક પામી દુ:ખી થાય છે. જ્યારે જ્ઞાનીને હર્ષ-શોક, લાભ-હાનિ, જ્ન્મ-મરણ સમાન છે, તેથી તેમનો દ્વંદ્ઘાત્મક જગત સાથે કંઈ મેળ ખાતો નથી. જ્ઞાન વિના વ્યવહાર કો કહાં બનાવત નાચ; રત્ન કહૌ કો કાચકુ, અંત કાચ સો કાચ. છંદ-પ અર્થ : જ્ઞાન વિના, સ્વરૂપના લક્ષ્ય વિના બહારનાં દાનાદિ, સમાધિશતક ११ Page #23 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકાદિ ક્રિયાઓ, લોકસંજ્ઞારૂપ સાધનો એ સર્વ એક બાહ્ય વ્યવહાર છે. કોઈ અજ્ઞાન માનવી કાચને રત્ન માનીને ઝવેરીને ત્યાં જાય પણ પરિણામે કાચ તે કાચ જ રહે છે. ભાવાર્થ : હે ભવ્ય ! તું જાણે છે કે કાચ ગમે તેવો ચમકતો હોય, તેને ઘણા પહેલ (પાસા) પણ પાડ્યા હોય, રત્ન જેવો દેખાતો હોય તો પણ ઝવેરી તેને જાણી લે છે કે તે કાચ છે. તેની કોઈ કિંમત ઊપજતી નથી. આ દષ્ટાંતથી જીવે જાણવું જોઈએ કે પરમાર્થમાં તે જે સાધના કરે છે તે તેનાં સાધનો પરમાર્થમાત્રને અનુસરતાં છે કે નહિ. લૌકિક ધાર્મિક ક્રિયાઓ કે જે લૌકિક પુણ્યનું કારણ છે તેને જો કોઈ મુક્તિનું સાધન માની લે તો તેણે કરેલો પરિશ્રમ અને વીતેલો સમય પણ વ્યર્થ જાય છે. તે કેવળ ભ્રમને સેવે છે; કે હું ધર્મ કરું છું. ધર્મને પામ્યો છું. ગ્રંથકાર કહે છે કે, પરમાર્થમાર્ગનું સાધન જ્ઞાન છે, સમુદ્રનો પ્રવાસ કરતા નાવિકને ઘોર અંધારી રાતે દીવાદાંડી માર્ગ સૂચવે છે, તેમ સાધકને પરમાર્થના માર્ગે, સંસારના ઘોર અંધકારમાંથી નીકળવા માટે જ્ઞાન પ્રકાશ આપે છે. જ્ઞાનસ્વરૂપ સાધક સાધનાપથમાં આવતા અંતરાયોને જાણી શકે છે. સંયોગોને જાણે છે. છતાં લપાતો નથી. જ્ઞાનરહિત આત્મા અંતરાય આવતાં પાછો પડે છે, અને બાહ્ય સંયોગોમાં ફસાઈ જાય છે. જ્યારે જ્ઞાનનું માહાભ્ય જ એ છે કે તે જીવને હર્ષાદિ પ્રસંગોથી, કર્મના ઉદયથી, વિષય-કષાયના ઉપદ્રવથી પોતાને જુદો જાણે છે – એકરૂપ થતો નથી. આવા અલ્પજ્ઞાન-ગુણરહિત બાહ્ય વ્યવહાર ક્રિયા કરે તો દીર્ઘકાળે પણ પરમાર્થમાર્ગને પામે નહિ, અને જ્ઞાનસહિત કરેલી ક્રિયાથી અંતમુહૂર્તમાં મુક્તિ પામે. અર્થાત્ સમ્યગૂ જ્ઞાન-દર્શન-ગુણની આરાધના તે પરમાર્થમાર્ગનો વ્યવહાર છે, તે દર્શનાદિ આરાધના માટે વૈરાગ્ય એ મૂળ સાધન ૧૨ આતમ ઝંખે છુટકારો Page #24 -------------------------------------------------------------------------- ________________ છે. પરંતુ જ્યાં સુધી તેવી દશા ન આવે ત્યારે તેની ક્રિયા અભ્યાસરૂપે પરિણમે છે, એ આરાધનાને પાત્ર થવા માટે કરાવવામાં આવતી દાનાદિ ક્રિયાઓ કરે તે શુદ્ધ સ્વરૂપના લક્ષ્યવાળી હોય છે. કર્તાપણાના ભાવવાળી કે લોકસંજ્ઞાયુક્ત હોતી નથી. પરંતુ સમ્યમ્ શ્રદ્ધાયુક્ત હોય છે. જ્યાં એવી સમ્યમ્ શ્રદ્ધાનયુક્ત ભાવના પ્રગટે છે ત્યારે આવરણ પામેલું સ્વરૂપ પ્રકશિત થાય છે. અને એ જ જ્ઞાન વડે કર્મમળ નાશ પામી જીવ જિનસ્વરૂપ બને છે. - જ્ઞાનરહિત વ્યવહારક્રિયા કાચ સમાન ગણાય છે. જેનું કંઈ મૂલ્ય નથી. માટે ભવસાગર તરી જવા આત્મજ્ઞાનની જ મુખ્યતા કરી, પ્રથમથી જ તે સાધનને અગ્રિમતા આપી તેને અનુસરતી ક્રિયા કરવી. કષ્ટ કરો સંજમ ધરો, ગાળો નિજ દેહ; જ્ઞાન-દરશન વિણ જીવને, નહીં, દુ:ખનો છે. પઢમં નાણો તઓ દયા ધર્મતત્ત્વમાં દયાની મુખ્યતા દર્શાવી છે. પરંતુ તે દયા જ્ઞાન સહિત અર્થાત્ દયાનું મૂળ સ્વરૂપ સ્વાત્મા અને અન્ય જીવો સાથે જોડાયેલું છે. દયા એ સાધ્યનું સાધન છે. જ્ઞાન-બોધરહિત પાળેલી દયામાં કર્તાપણાનો ભાવ છે. તેથી પ્રથમ જ્ઞાનની મહત્તા દર્શાવી કે દયા પણ સ્વાત્મહિત માટે છે. જે જ્ઞાનસ્વરૂપ આત્માને જાણતો નથી તે નિર્દોષ દયાને આચરી શકતો નથી. રાચે સાચે ધ્યાનમેં, સાચે વિષય ન કોઈ, નાચે માર્ચ મુગતિરસ, આત્મજ્ઞાની સોઈ. છંદ-૬ અર્થ : આત્મજ્ઞાની અન્ય વિષયને ઇચ્છતા નથી, કેવળ ધ્યાનમાં જ રાચે છે. પોતાના શુદ્ધ સ્વરૂપમાં મુક્તિરસમાં તેઓ મગ્ન રહે છે. ભાવાર્થ : આત્મજ્ઞાની શું કરે ? આત્મજ્ઞાની માત્ર એટલું જાણે કે હું આ જગતના વ્યવહારાદિનો, દેહાદિનો કર્તા નથી. કર્મ ઉદયમાં સમાધિશતક ૧૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ પણ એકત્વ ન કરતાં ફક્ત તેના શુભાશુભ પરિણામને તે જાણે છે. વાસ્તવમાં જીવ માત્ર જ્ઞેય પદાર્થને જાણે છે, પરંતુ અજ્ઞાનવશ તે કર્તાપણા કે ભોક્તાપણાનો આરોપ કરી બંધાય છે અને પરિણામે દુઃખી થાય છે. તમે કોઈ તમારા સ્વજનની બીમારીમાં તેને બચાવવા દવાદારૂ કર્યાં, ચિકિત્સા માટે મોટા તબીબોને હાજર કર્યા, ઘણું ધન પણ વાપર્યું. આમ, સગાં-સ્વજનોએ સેવા કરી પણ વ્યર્થ. તે સ્વજને આયુષ્ય પૂર્ણ થતાં ચિર વિદાય લીધી. બધાં નિમિત્તો હાજર. તમે કંઈ કરી શક્યા નથી. જ્ઞાની દરેક પરિસ્થિતિમાં એમ જાણે છે કે હું બહારમાં કંઈ ફેરફાર કરી શકતો નથી. હું જાણું છું કે શું થઈ રહ્યું છે. કેમકે જગતમાં જીવમાત્ર અને પરમાણુમાત્ર સ્વતંત્ર છે. નિમિત્તના સંયોગમાત્રથી જોડાય છે અને છૂટા પડે છે. અજ્ઞાની કહે છે કે ઘણું કર્યું. ભાઈ, તેં કંઈ કર્યું નથી પણ કરવાના વિકલ્પો કર્યા છે. જ્ઞાની જાણે છે પણ વિકલ્પ કરતો નથી. એવા આત્મજ્ઞાનીને આ જગતના સ્પર્શાદિ કોઈ પદાર્થની સ્પૃહા નથી. એ સર્વ પદાર્થો ધ્યાનમાર્ગમાં હાનિ કરનારા છે. તેથી તેનાથી વિરક્ત થઈ જ્ઞાની ધ્યાનમાં જ મગ્ન રહે તો તેને કોઈ ડગાવી શકતું નથી. મુક્તિનો, સ્વતંત્રતાનો, ધંધરહિત, અંતરંગની શુદ્ધ અવસ્થાનો રસ જ સ્વના શાશ્વત સુખ માટે પર્યાપ્ત છે. તેથી જ્ઞાની તો તે રસમાં મગ્ન રહે છે. જ્ઞાનરહિત બાહ્યક્રિયા ફલવતી છે. જો તે સમયના ભાવ શુભ હોય તો શુભબંધનું નિમિત્ત છે, અને ભાવ અશુભ હોય તો અશુભ કર્મનું નિમિત્ત છે. અર્થાત્ બાહ્યક્રિયાના શુભભાવ પણ પુણ્ય સુધી પહોંચાડે, તે પુણ્ય લૌકિકભાવનું હોવાથી લૌકિક સુખ સુધી લઈ જાય છે. જ્યારે જ્ઞાનસહિતની અંતરંગ ક્રિયા શુભાશુભ બંને કર્મોથી મુક્ત કરે છે. પ્રારંભમાં અશુભ છૂટવા માટે શુભભાવ, ભક્તિ આદિ ભાવ થાય છે તે જ્ઞાની જાણે છે. પણ ત્યાં રોકાતો નથી. તેમનું લક્ષ્ય શુદ્ધસ્વરૂપ પ્રત્યે છે. ૧૪ આતમ ઝંખે છુટકારો Page #26 -------------------------------------------------------------------------- ________________ દિલ્હી જતાં માર્ગમાં જયપુર આવે છે. ગાડી રોકાય. દૂરથી શહેરની સુંદરતા દેખાય. પ્રવાસી તે દૂરથી જુએ છે, પણ જયપુર ઊતરી જતો નથી. તેનું લક્ષ્ય દિલ્હી પહોંચવાનું છે. તેવી જ રીતે જ્ઞાનસ્વરૂપના લક્ષ્યવાળો સાધક બાહ્ય ક્રિયા કરે છે તે પણ અંતરંગ શુદ્ધિ માટે છે. તેના કારણે શુભભાવ થાય, પણ તે તેને ધર્મરૂપ માનતો નથી. પુણ્યનો સદુઉપયોગરૂપ સહારો લઈ તે આગળ વધે છે. એટલે પુણ્યને પાપમાં ફેરવતો નથી. એ પુણ્ય છે તેનું એને ભાન છે, એ એક સાધના છે તે એ જાણે છે, તેથી તેના કારણે મમતાથી પુણ્યાદિના કર્તા ન બનતાં, તેનો ઉપયોગ કરી નિર્દોષ પુણ્યનો યોગ પામી લક્ષ્ય સ્થાને પહોંચે છે. તે જાણે છે કે પાપ કડવા રસ જેવું અને પુણ્ય મીઠા રસ જેવું છે. પરંતુ બંને પૌગલિક છે. શુભાશુભ કર્મ બંને આશ્રય છે એ સિદ્ધાંત તે જાણે છે. તેથી અશુભમાં મૂંઝાતો નથી, શુભમાં અટવાતો નથી. બંનેનું સ્વરૂપ જાણી, બંનેને સમાન જાણી જીવને બંધનમુક્ત કરવાનું લક્ષ્ય દઢ કરે છે. તેને મન શુભમાં રાગ નથી, અશુભમાં વિરોધ નથી. જે જે પોતાની ભૂમિકા છે તે પ્રમાણે બાહ્યઅત્યંતર ક્રિયા કરે છે. પરંતુ ફળેચ્છા નથી, તેથી જ્ઞાનીને આસવ નથી. બહિર અંતર પરમ એ આતમ પરિણતિ તીન; દેહાદિ આતમ ભરમ, બહિરાતમ બહુ દીન. છંદ-૭ અર્થ : બહિરાત્મભાવ, અંતરાત્મભાવ, પરમાત્મભાવ એ ત્રણ પ્રકારની આત્માની પરિણતિ-પર્યાય-અવસ્થા હોય છે. દેહમાં જેની આત્મબુદ્ધિ છે તે બહિરાત્મા દીન છે. ભાવાર્થ : બહિરાત્મા એટલે આત્માથી વિમુખ. જેની વૃત્તિ દેહમાં જ સુખ શોધે છે, જે શરીરને જ સ્વરૂપ સમજે છે તે બહિરાત્મા છે. તે દેહ, વાણી અને મનને સ્વસ્વરૂપ માની તેની પ્રવૃત્તિમાં જ નિરંતર ભમે છે. પરપદાર્થમાં સ્વ કે સુખબુદ્ધિ કરી તેમાં રાગદ્વેષ વડે સુખ-દુઃખની લાગણી અનુભવે છે. અને પરિણામે આઠ કર્મોની જંજીરમાં જકડાઈ મહાદુઃખ પામે છે. તેવું દુ:ખ ભોગવતાં પોતે સમાધિશતક ૧પ Page #27 -------------------------------------------------------------------------- ________________ સમર્થ ચૈતન્ય હોવા છતાં રાંક બને છે, દીન-હીન બને છે. સિંહસમાન સામર્થ્યવાળો ચૈતન્ય મહારાજા પરપદાર્થમાં સુખ મેળવવા બકરી જેવો દીન બને છે. કોઈ જગાએ શેઠ, સાહેબ કે માલિકની ગુલામી કરે છે. કોઈ વાર પત્ની કે પતિ અન્યોન્ય હાંસીપાત્ર ગુલામી કરે છે. કોઈ વાર પિતા-પુત્ર અન્યોન્ય ખુશામત કરી દીન બને છે. વળી, અધિક ધન કે માન મેળવવા રાજસત્તાની દીનતા કરે છે. ભાઈ, શા માટે ? તારી પાસે શું નથી ? પરંતુ બહિરાત્મા સ્વાધીન એવા સ્વ-સુખને જાણતો નથી. તેથી જેમ દરિદ્રિ ધન, વસ્ત્ર કે આહાર વગર દીન બને છે તેમ તે પોતાનામાં દર્શનાદિ વૈભવ હોવા છતાં દીન જ રહે છે. સમ્યગુ દર્શનાદિ જેવાં આરોગ્ય-સાધનો મળવા છતાં બહિરાત્મા મિથ્યાત્વાદિનું પોષણ કરી ભવરૂપે મહારોગને પામે છે. જ્ઞાનાવરણીયાદિ કર્મને ઉદયે તે છતી આંખે પાટા બાંધીને ચાલે છે અને પરિણામે સંસારરૂપી કૂવામાં પડીને ડૂબે છે. દુન્યવી પદાર્થો મેળવવા નિરંતર આર્તધ્યાન કરે છે. અરે ! કોઈ વાર તો મહા અનર્થકારી કાર્યો કરી રૌદ્રધ્યાન કરે છે. અંતે દીન-હીન થઈ ચાર ગતિમાં મહાદુઃખ પામે છે. શરીરસુખે સુખી અને દુઃખે દુઃખી થનારો બહિરાત્મા છે. અજ્ઞાનભાવથી ઘેરાયેલો તે રોગ, શોક, ભય, દુઃખથી પીડા પામે છે. बहिरात्मा शरीरादौ, जातात्मभ्रान्तिरान्तरः । चित्तदोषात्मविभ्रान्तिः, परमात्माऽतिनिर्मलः ॥५॥ આત્મભ્રાન્તિ દેહાદિમાં કરે તેહ બહિરાત્મક “આન્તર' વિભ્રમરહિત છે, અતિનિર્મળ “પરમાત્મ”. અર્થ : શરીરાદિકમાં આત્માની ભ્રાંતિવાળો તે બહિરાત્મા છે. ચિત્તમાંથી જેણે રાગદ્વેષના દોષની આત્મબ્રાંતિ દૂર કરી છે તે અંતરાત્મા છે. અતિ નિર્મળ છે તે પરમાત્મા છે. ભાવાર્થ : શરીરાદિક શરીર એટલે સપ્તધાતુનું પૂતળું. તે ધાતુઓ ૧૬ આતમ ઝંખે છુટકારો Page #28 -------------------------------------------------------------------------- ________________ ચામડીથી મઢાયેલી છે, તેથી અજ્ઞ જીવ તે શરીરમાં અશુચિ છતાં સુંદર માની ફુલાય છે. શરીર : પાંચ ઇન્દ્રિયોનો સમૂહ, જે નિરંતર વિષયોને ગ્રહણ કરી શાંત સ્વભાવી એવા જીવને વ્યાકુળ કરે છે. પ્રાપ્ત વિષયો ક્ષણિક છે તેમાં લુબ્ધ બને છે. તે વિચારતો નથી કે એક પદાર્થ જીભને સ્પર્શે – આગળ વધ્યો, ત્યારે તે સ્વાદ ક્યાં ગયો ? શા માટે ગયો ? કાને શ્રવણ થયેલા શબ્દો ક્યાં ગયા ? શું આપતા ગયા ? આંખે જોયેલી આકૃતિ કેમ બદલાયા કરે છે. આ સર્વ ક્ષણિક છે છતાં જીવ દીર્ધકાળથી તેનું સેવન કરે છે. કોના ભોગે ? શરીરમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ તેનું કારણ છે. શરીરનું એક અંગ મન. અને અહો મન તો જાણે મર્યાદા વગરનું યંત્ર. અનેક વિકલ્પોનું સ્થાન, અસીમ પ્રવૃત્તિનું કેન્દ્ર. પરિણામે ઉત્કટતા, ચંચળતા, વેગ અને વ્યાકુળતાનું સ્થાન મનાતું આ મન વાનરની જેમ એક વિષય પરથી બીજા વિષય પર કૂદકા મારવાવાળું બની રહે છે. માનવ મટીને વાનરપણે વર્તવાવાળું મન છે; બહિરાત્મા એને વશ વર્તે છે. આ મન અશ્વની ગતિ જેવા વેગવાળું છે. એક ક્ષણમાત્રમાં જ હજારો યોજન વગર ટિકિટે યાત્રા કરીને પાછું ફરે. તે તે સ્થાનોમાં કેવળ મન વડે વિકલ્પોમાં ભમે તેવા મનને વશ બહિરાત્મા વર્તે છે. મદથી ઉન્મત્ત થયેલો હાથી જેમ તોફાને ચઢે છે તેમ કામનાઓના મદથી ઉન્મત્ત મન વિવશ બને છે, બહિરાત્મા તેનો નચાવ્યો નાચે છે. આમ, મનને સ્વ-સ્વરૂપ માનનાર બહિરાત્મા છે. જીવને અનાદિથી કર્મનો સાંયોગિક સંબંધ છે, અને કર્મસંયોગે તેને દેહાદિ પ્રાપ્ત થયા છે. તેના દ્વારા જીવ સુખ-દુ:ખ ભોગવે છે. આથી જીવને ભ્રમ પેદા થાય છે કે આ દેહ તે હું છું. તેથી શરીરનો જન્મ થતાં પોતે પોતાનો જન્મ માને છે. શરીર છૂટી જતાં પોતાનું મરણ માને છે. જેમ સ્વપ્ન સમયે જીવને સ્વપ્નસૃષ્ટિ વાસ્તવિક લાગે છે, જેમકે બિલાડીથી ગભરાતો હતો તે સિંહની સામે થાય છે, આહારના સમાધિશતક ૧o Page #29 -------------------------------------------------------------------------- ________________ પદાર્થો પર તૂટી પડે છે અને અન્ય પદાર્થોને પણ પોતાના માને છે. આવો ભ્રમ અજ્ઞાનવશ મિથ્યાષ્ટિ જીવને જાગ્રત અવસ્થામાં થાય છે. શરીરની સર્વ ક્રિયાને તે આત્મરૂપ માને છે. અજ્ઞાની વૈરાગ્યાદિમાં અહિત માને છે, અશુભને દુઃખદાયી અને શુભને સુખરૂપ માને છે, તેથી રાગદ્વેષ કરે છે. આમ, બહિરાત્મા આત્મશાંતિ પામતો નથી. વળી, કર્મપ્રકૃતિવશ ઊઠતા ક્રોધ સમયે પોતાને ક્રોધી, માન સમયે માનવાળો, માયા સમયે માયાવી અને લોભ થતાં લોભી માને છે. આવા ભ્રમથી બહિરાત્મા વિષય-કષાયને વશ થઈ આત્મદશાથી વિમુખ રહે છે, અને પરિભ્રમણ પામે છે. જો તેને કોઈ સદ્દગુરુનો યોગ થાય તો તે ભ્રાંતિમાંથી બહાર નીકળી આત્મસન્મુખ થાય છે. અંતરાત્મા : દેહાદિ મારા નથી. તેમાં રાગદ્વેષ કરવા તેને દોષરૂપ જાણી, જેની શુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે દષ્ટિ થઈ ભ્રાંતિરહિત વર્તે છે તે અંતરાત્મા છે. જીવને જીવરૂપે અને જડને જડરૂપે જાણે છે. પોતે અન્ય પદાર્થને જાણે છે પરંતુ તેના પરિણમનની સ્વતંત્રતાને ફેરવવા પ્રયત્ન કરતો નથી. જગતના જડ પદાર્થોનું સ્વરૂપ જાણે છે. અને જીવ તે સર્વથી ચૈતન્ય લક્ષણથી ભિન્ન છે તેવી પ્રતીતિ જેને વર્તે છે તે અંતરાત્મા છે. અંતરાત્માની દશા ઉત્તરોત્તર શુદ્ધ થતી રહે છે. શેષ રહેલાં કર્મ સર્વથા ક્ષીણ થાય છે તે પરમાત્મા છે. શુદ્ધ એટલે દ્રવ્ય-કર્મજ્ઞાનાવરણાદિ અને રાગાદિ ભાવકર્મથી રહિત. અર્થાત્ ઘાતકર્મનો નાશ થઈ પરમાત્મપણું પામે છે તે કેવળી પરમાત્મા. અને શેષ અઘાતકર્મનો નાશ થઈ જે સંપૂર્ણપણે પરમાત્મપણું પામે છે તે સિદ્ધ છે. ગ્રંથકાર જીવોને બોધ આપે છે કે હે ભવ્યાત્મા ! બહિરાત્મપણું તે તારો સ્વભાવ નથી. તે શરીરથી ભિન્ન સ્વલક્ષણે, અસંખ્યાત-પ્રદેશી, દરેક પ્રદેશે અનંત જ્ઞાન-દર્શનયુક્ત, શુદ્ધ ગુણોવાળો છું. તે અરૂપી ૧૮ આતમ ઝંખે છુટકારો Page #30 -------------------------------------------------------------------------- ________________ આત્મા અતીન્દ્રિય સુખનો સ્વામી છે તેમાં જ સ્થિર થા, રમણ કર. ક્યાં આ શરીરના ક્ષુદ્ર અને તુચ્છ પદાર્થો અને ક્યાં તારા આત્મામાં રહેલા શુદ્ધ, અમૂલ્ય પદાર્થો ? ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી ? ભલે એક ક્ષેત્રમાં બંનેનો વાસ હોય, છતાં આ દશ્યમાન જગતનું એક પરમાણુ કે તારું શરીર તારું નથી. તેની ભિન્નતાનો અનુભવ એ જ તારું જ્ઞાનસ્વરૂપ છે. એ જ તારું અંતરાત્મપણું છે. અંતરાત્માના ત્રણ ભેદ છે. ઉત્તમ અંતરાત્મા : અંતરંગ અને બાહ્ય પરિગ્રહરહિત જ્ઞાની મુનિ છે. મધ્યમ અંતરાત્મા : પાંચમા ગુણસ્થાનથી અગિયાર ગુણસ્થાન સુધીના છે. જઘન્ય અંતરાત્માઃ ચોથા ગુણસ્થાને અવિરતિ સમ્યમ્ દષ્ટિ છે. બહિરાતમ જ અંતરાતમા, રૂપ થઈ થિરભાવ, સુજ્ઞાની; પરમાતમનું હો આતમ ભાવવું આતમ અર્પણ દાવ સુજ્ઞાની. પરમાત્મા : રંગમંચ પર અભિનય કરતો એકાકી અભિનેતા રાવણ બને, રામ બને તેમ એક જ જીવની આ દશા છે. જે જીવની સદ્ગુરુબોધે, શાસ્ત્રના શ્રવણયોગથી, પૂર્વના આરાધનના બળથી આત્મબ્રાંતિરૂપ અનાદિ ભૂલ ટળે છે. ત્યારે આત્મામાં જ રહેલું શુદ્ધવરૂપ હુરાયમાન થાય છે. બહિરાત્મપણું ટળી એ જીવ પ્રથમ તો સદ્ગુરુ આજ્ઞાએ વર્તી આત્મબોધ ગ્રહણ કરે છે અને અંતર્મુખ થાય છે. તે જ આત્મા ક્રોધાદિ કષાયોને અહિતકારી જાણી ત્યજે છે. વિષયના વિષને દૂર કરે છે, આહારાદિ સંજ્ઞાને શમાવે છે અને અંતરંગ પરિણતિ પ્રત્યે તેની દૃષ્ટિ કરે છે. ક્રમે કરીને શુદ્ધતાના શિખરે ચઢતો અનાદિ મળરૂપ ચાર ઘાતકર્મોનો ક્ષય કરી પરમાત્માપણું પામે છે. કેવળજ્ઞાનસ્વરૂપ બને છે. આયુષ્ય પૂર્ણ થયે આ ઘાતકર્મોનો નાશ થતાં, દેહ પણ છૂટી જતાં સિદ્ધ પરમાત્મા બને છે. માટે શુદ્ધ પરમાત્માનું લક્ષ્ય કરી નિરંતર તે પદની ભાવના કરવી. સમાધિશતક ૧૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ સંપૂર્ણ કર્મનો ક્ષય થઈ જેની ચૈતન્યશક્તિ પરિપૂર્ણ વિકાસ પામે છે તે પરમાત્મા છે. દેહધારી કેવળી ભગવંત અને અશરીરી સિદ્ધ ભગવંત પરમાત્મા છે. આ પ્રમાણે જે જીવ બહિરાત્મપણું ત્યજી અંતરપ્રતીતિ અને તત્ત્વના લક્ષ્ય વડે અંતર્મુખતા સેવે છે તે સ્વાત્માના અનુભવનું સુખ માને છે. બહારના વિષયોને દુઃખનું કારણ જાણી સહજભાવે ત્યજી દે છે તેવો અંતરાત્મા આત્મસ્વભાવમાં લીન થઈ પરમાત્માપણે પ્રગટ થાય છે. નિર્મનઃ હેવનઃ શુદ્દો, વિવિક્તઃ પ્રભુવ્યવઃ । परमेष्ठी परात्मेति, परमात्मेश्वरो जिनः ॥ ६ ॥ નિર્મળ, કેવળ, શુદ્ધ, જિન, પ્રભુ વિવિક્ત, પરાત્મ, ઈશ્વર, પરમેષ્ઠી અને અવ્યય તે પરમાત્મ. સિદ્ધ પરમાત્મા કેવા છે ? શરીરાદિથી રહિત, પોતાના સ્વરૂપથી અર્થ : સર્વ કર્મમલરહિત નિર્મળ; વિવિક્ત અસ્પૃષ્ટ, પ્રભુ ઇન્દ્રાદિકથી પૂજિત, અવ્યય ચ્યુત નહિ થનારા, પરમેષ્ઠિ પરાત્મતિ ઇન્દ્રાદિએ રચેલા સમવસરણે વિજયમાન; પરાત્મ ઈશ્વર, પરમ ઐશ્વર્યવાન, જિન રાગ-દ્વેષને અત્યંતપણે જીતનાર. = = ૨૦ = જ્ઞાનાવરણાદિ વિવિધ કર્મોના કારણરૂપ મિથ્યાત્વ અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગરૂપ દોષ જેના નષ્ટ થયા છે, જેના કષાયો અત્યંત ક્ષીણ થયા છે, દેહાદિ ધારણ થાય તેવા વિકારો નાશ પામ્યા છે તે નિર્મળ પરમાત્મા છે. = ઘાતીકર્મ નાશ પામવાથી જે સ્વસ્વરૂપે પ્રગટ થયા છે, જેમની સ્વસ્વરૂપમાં રમણતા છે તે કેવળી ભગવંત છે, તે આત્મા શરીરાદિ છૂટી જતાં જ્યારે એક પણ પરમાણુનો સ્પર્શ રહેતો નથી ત્યારે તેઓ પૂર્ણ કેવળી પરમાત્મા છે. અનાદિનો કર્મમળ જેનો નાશ પામ્યો, જગતના સર્વ પદાર્થોથી આતમ ઝંખે છુટકારો Page #32 -------------------------------------------------------------------------- ________________ જેનો સંબંધ કેવલ જ્ઞાનસ્વરૂપે છે, તેથી શરીરથી પણ મુક્ત એવા સિદ્ધ ભગવાન છે. પ્રભુ એવા સામર્થ્યવાળા છે કે ઇન્દ્રાદિને પણ પૂજનીય છે. અવ્યય : સ્વયંભૂ, અવિનાશીપણે સ્વરૂપ – મૂળદશારૂપ પ્રગટ થયું છે. હવે જેને ક્યારે પણ આવરણ થવાનું નથી. જન્મમરણનો તો હવે તેમને લેશ પણ સંયોગ થવાનો નથી. પરમ શુદ્ધપણે પ્રગટ થયેલા અનંત ઐશ્વર્યના સ્વામી પરમાત્મા છે. ચિત્તદોષ આતમભરમ, અંતર આતમ ખેલ; અતિનિર્મલ પરમાત્મા, નહિ કર્મ કો ભેલ. છંદ-૮ અર્થ : આત્મબ્રાંતિરૂપ ચિત્તનો દોષ શમી જે અંતરાત્મપણે રમણ કરે છે, અને જેને હવે કર્મનો સર્વથા ક્ષય થયો છે તે પરમાત્મા છે. ચિત્તદોષ, ચિત્તનો મૂળ દોષ ચંચળતા છે. તેના ચાર પ્રકાર જણાવ્યા છે. તેમાં બે પ્રકાર આત્મભ્રાંતિ પેદા કરે છે. પરંતુ પછીના બે પ્રકારમાં આત્મભ્રાંતિ ટળતાં જીવ અંતર્મુખ થઈ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે છે. આત્માનો ગુણવિકાસ ક્રમિક છે. અંતર્મુખ થયેલો આત્મા જ્યારે અત્યંત નિર્મળપણું પ્રાપ્ત કરે છે ત્યારે તેને બાહ્ય કર્મનો જે સંયોગ હતો તે નષ્ટ થઈ પરમાત્મા બને છે. આત્મસ્વરૂપ પ્રગટતાંની સાથે જ રાગાદિ મલિનતા રહેતી નથી, માટે જે હેતુથી આત્મા શુદ્ધ થાય તે જ હિતકારી છે. તે જ તપ છે, તે વિજ્ઞાન છે. જીવ જે હેતુ વડે શુદ્ધ થાય તેવો ઉદ્યમ કરવો. તીર્થકર ભગવાને ભવરોગ મટાડવાના અસંખ્ય માર્ગો કહ્યા છે. તમારી યોગ્યતા પ્રમાણે નિર્ણય કરી ઉપાય કરો. તે જ તપ છે. જન્મમરણનાં અમ્મલિત ચક્રો ગતિમાન રહે છે. તમે કયા ઉપાય વડે બચી શકશો ? જેને એવી વિચારદશા જાગ્રત થઈ છે તે મનુષ્ય છે. જેને સન્માર્ગનો વિચાર નથી તે મનુષ્ય છતાં મૂઢ છે. જીવોને વિશે સમભાવ રાખવો, ચિત્તને વિશે સસ્વરૂપનું ચિંતન કરવું. મનની શુદ્ધિ માટે ભાવનાઓ ભાવવી. મન આત્માની નજીક સમાધિશતક ૨૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ છે, માટે તેને કેળવવાથી આત્મશુદ્ધિ થાય છે. बहिरात्मेन्द्रियद्वारै, रात्मज्ञान पराङ्गमुखः । स्फुरितः स्वात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ॥ ७ ॥ ઇન્દ્રિય દ્વારા વિષયમાં બહાર ભમે હિરાત્મ; આતમજ્ઞાનવિમુખ તે માને દેહ નિજાત્મ. ૭ અર્થ : બહિરાત્મા બાહ્ય પદાર્થોના વિષયને ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરી આત્મજ્ઞાનથી વિમુખ થાય છે. જડ પદાર્થો પ્રત્યે સ્ફુરિત થઈ દેહાદિને જ આત્મરૂપે માને છે. અજ્ઞાનથી ઘેરાયેલો નિજજ્ઞાનથી દૂર થયેલો બહિરાત્મા કોણ છે ? શા માટે સંસારનાં બંધનમાં પડ્યો છે ? બંધન શું છે ? સુખની અપેક્ષા છતાં દુ:ખી કેમ થાય છે ? બુદ્ધિના વિપર્યાસથી દેહને આત્મારૂપે માની નિરંતર તેની સેવા કરે છે. જે નિત્ય રહેવાનું નથી તેને ટકાવવા પ્રયત્ન કરે છે. વળી, જ્યારે જ્યારે જે જાતિમાં જન્મ્યો, જે જે ઇન્દ્રિયપણે ઉત્પન્ન થયો તે ઇન્દ્રિયોના વિષયોને સુખનાં સાધન માની તેમાં જ મસ્ત રહ્યો. દીર્ઘકાળના ઇન્દ્રિયવિષયોના સંસ્કારથી જકડાયેલો, રતિ-અતિ, હર્ષ-શોક, સુખદુઃખની લાગણીઓના ભ્રમમાં ભટક્યો. જેમાં સુખ ન હતું તેમાં જ સુખ માન્યું. ૨૨ વિષય કષાયના પાશમાં ભૂમિયો કાળ અનંત જી; રાગ-દ્વેષ મહા ચોરટા, લૂંટ્યો ધર્મનો પંથ જી. વળી, ક્યારેક તેના શ્રવણે શબ્દસંચાર થયો કે ઇન્દ્રિયો દ્વારા સુખ નથી. પરંતુ એ સંસ્કારોની જડ એટલી ઊંડી ગઈ છે કે વળી પાછો એ ત્યાં જ આકર્ષિત થઈ સ્વરૂપને ભૂલી જાય છે. વિષય-કષાયની સાથે આહારાદિ સંજ્ઞાઓનો ભયંકર ભરડો તેમાં એવો લપટાઈ ગયો કે તેમાંથી નીકળવાનું દ્વાર જ ન રહ્યું. અનાદિ નિગોદ તે બંધીખાનો તૃષ્ણાતોપે રાખ્યો, સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુંસક વાંક્યો. આતમ ઝંખે છુટકારો Page #34 -------------------------------------------------------------------------- ________________ બહિરાત્માની આવી દુ:ખદાયક દશા જોઈ જ્ઞાનીજનોએ નિષ્કારણ કરુણા વરસાવી બોધ આપ્યો. આ આખો સંસાર સ્પર્શ રસ, ગંધ અને વર્ણના વિષયોથી ભરેલો છે તેને છોડીને તમે દેહધારી ક્યાં જશો ? માટે વૈરાગ્યભાવે એ સર્વ વિષયોની વાસના ત્યજી દેવાથી તે સ્વયં શાંત થઈ જાય છે. અગ્નિ જેમ જરા સ્થાન મળતાં વિશેષ જગામાં ફેલાઈ જાય છે તેમ વિષયો જરાક સ્થાન મળતાં પૂરા આત્માને જ રોકી લે છે. તું અનાદિકાળથી ભવરોગમાં સડતો, પીડાતો, કૂંઝાતો હતો, કોઈ પુણ્યોદયે તારી ભવસ્થિતિ પાકી અને કર્મોનો ક્ષયોપશમ થતાં નિગોદમાંથી નીકળેલો તું બેઇન્દ્રિય આદિ (વિક્લેન્દ્રિયપણું) ઓળંગી આ સંજ્ઞી પંચેન્દ્રિયપણું પામ્યો. તેમાં પણ માનવજન્મ, ઉત્તમ દેશ અને સદ્ગુરુનો બોધ પામ્યો. હવે ચોથા મર્મને પકડી લે. જ્ઞાનીના વચનમાં શ્રદ્ધા મૂકી આ હિરાત્મપણું ત્યજી દે. બહિરાત્મપણું કરીને દુઃખ જ પામ્યો. દેહનું રક્ષણ કરવા, તેને સ્વચ્છ કરવા, મનગમતા પદાર્થો આપ્યા. પરિણામે તને શું મળ્યું ? મલિનતા, રોગ, મળમૂત્રાદિની ક્રિયાઓનું પુનરાવર્તન. બહિરાત્મપણું ટાળવાનો સામાન્ય ઉપાય, પ્રાથમિક ધોરણે એક વાર પ્રારંભ કર. સાદું જીવન, પદાર્થોનો સંક્ષેપ, ધાર્મિક અનુષ્ઠાનમાં પ્રીતિ, શાસ્ત્રબોધની રુચિ, પરોપકારવૃત્તિ અને બાહ્યપ્રકારો-પ્રસંગોથી કે વ્યવહારથી સાક્ષીપણું. અરે ! તું પૃથ્વી, પાણી જેવા પદાર્થોનો પણ અનુકંપાના ભાવે સંક્ષેપ કરે છે ત્યારે તે જીવો પ્રત્યેનો તારો સદ્ભાવ વિશાળ સમષ્ટિને સ્પર્શે છે. તારામાં મૈત્રીભાવનો સંચાર થાય છે તેથી ગૃહસ્થને આવશ્યક ક્રિયા કરવા છતાં તારો જીવો પ્રત્યે સદ્ભાવ તારા આત્મામાં જગત પ્રત્યે સમદૃષ્ટિ પેદા કરે છે જેથી તારું બહિરાત્મપણું ઘટે છે. ત્યાર પછી તારી અંતર્દષ્ટ ખૂલે છે. જ્યાં તને સ્વહિતનો સાચો પ્રકાશ મળે છે, તે પછી તને સદ્ગુરુનો યોગ થતાં, શાસ્ત્રનો બોધ પરિણામ પામે છે, ત્યારે તને સાચો માર્ગ મળે છે. માટે એક વાર સમાધિશતક ૨૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ સદ્દગુરુના બોધને ગ્રહણ કરીને પ્રારંભ કર. नरदेहस्थमात्मानमविद्वान् मन्यते नरम् । तिर्यञ्चं तिर्यगङ्गस्थं सुराङ्गस्थं सुरं तथा ॥८॥ નરદેહે સ્થિત આત્મને નર માને છે મૂઢ, પશુદેવે સ્થિત પશુ, સુરદેવે સ્થિત સુર. ૮ અર્થ : આત્મજ્ઞાનથી હીન એવો જીવ મળેલી માનવઆકૃતિને જોઈને પોતાને માનવ-નરપણે માને છે. તથા પંચેન્દ્રિયના યોગે તેની પુષ્ટિમાં અહંકારયુક્ત થઈ મગ્ન રહે છે. તિર્યંચ ગતિમાં પોતાને તિર્યંચ માને છે. દેવરૂપે ઉત્પન્ન થાય તો પોતાને દેવરૂપે માને છે. ભાવાર્થ : જ્ઞાનસ્વરૂપ એવા બહિરાત્માની હીનદશા તો જુઓ. ચારગતિરૂપ સંસારમાં તેણે કેવી મૂર્ખાઈ કરી ? નરકમાં જન્મ્યો. પોતાને જ નારકીરૂપે માની, નારકને યોગ્ય કૂર અધ્યવસાય કરી અત્યંત દુઃખ પામ્યો. અરે, એવા ક્ષેત્રથી, આકૃતિથી અને અન્યોન્યને દુ:ખ જ આપ્યાં. કેવળ દુઃખની દશામાં હીનસત્ત્વ જીવ કેવી રીતે વિચારે કે આ નારકપણે હું નથી, નરકના દુ:ખને પાત્ર હું નથી, કૂર પરિણામવાળો હું નથી, પોતે નારકી છે તેમ માની દીર્ઘકાળ ત્યાં જીવ્યો. તિર્યંચ યોનિમાં જન્મ્યો, ત્યાં પોતાને નિગોદથી માંડી તિર્યંચ પંચેન્દ્રિયપણે માની કેવળ પશુતાના - અંધકારમાં જીવ્યો. એક ઇન્દ્રિય મળી ત્યારે હું એક ઇન્દ્રિયવાળો છું, બે-ઇન્દ્રિયવાળો જભ્યો ત્યારે પોતાને બે-ઇન્દ્રિયવાળો માન્યો. ત્રણ ઇન્દ્રિય મળી ત્યારે તે તેઈન્દ્રિય દ્વારા ઘણો કાળ તે જ યોનિમાં ઉપન્યો. ચાર ઇન્દ્રિયો મળી ત્યારે તેમાં મગ્ન બન્યો. પંચેન્દ્રિયપણે તિર્યંચમાં જન્મી ત્યાં વિષાયાસક્ત બની કાળ વ્યર્થ ગુમાવ્યો. બિલાડીનું રૂપ ધારણ કરીને ઉંદર માર્યા, ચકલાં થઈ કીડા આરોગ્યા, સિંહ બની પશુઓ હણ્યાં, સર્પ થઈ જીવોને ઘાત પહોંચાડ્યો, ગધેડો થઈને ભાર વહ્યો. મત્સ્ય બની નાનાં માછલાંને ગળ્યાં - આવું તો તે કેટલું કર્યું ? ૨૪ આતમ ઝંખે છુટકારો Page #36 -------------------------------------------------------------------------- ________________ અરે ! સ્થળમાં, જળમાં કે ખેચરમાં ઉત્પન્ન થયો તે જ આકારે તું જીવ્યો. વળી, ચાર ઇન્દ્રિય સુધીના શરીરમાં તો તને મન તો હતું નહિ. માત્ર પૂર્વના સંજ્ઞાબળે અને સંસ્કારબલે દેહ તે હું તેવી માન્યતા દૃઢ થયેલી છે. અને તિર્યંચ જેને મન છે તે પણ પૂર્વના દઢ સંસ્કારબલે દેહસ્વરૂપ પોતાને માને છે. પુણ્યયોગે દેવપણે ઉત્પન્ન થઈ તું જીવસ્વરૂપને ભૂલીને દેવસ્વરૂપ તને માનવા લાગ્યો. અને સાગરોપમ જેવા આયુષ્ય સાથે દેવલોકના સુખમાં ભ્રમિત થઈ ત્યાં સુખ માનવા લાગ્યો. અનેક પ્રકારની જળક્રીડા કરી, વન-ઉપવનમાં ભમ્યો. સુંદર આવાસોમાં મગ્ન રહ્યો. અપ્સરાઓથી વીંટળાયેલો અસંખ્યાત વર્ષો સુધી દેવપણે રહી સ્વયં દેવ છું, તેમ માનવા લાગ્યો. મળેલા સુંદર દેહમાં દેવપણે રાઓ. અને આત્માનું વિસ્મરણ કરતો રહ્યો. ક્રમે કરીને માનવલોકમાં જન્મ્યો. પણ પેલા દેહરૂપે માનેલા સંસ્કારે તને મનુષ્યદેહે મનુષ્યની માન્યતામાં ગૂંચવી દીધો. અહો ! તું માનવા લાગ્યો કે આ મારું શરીર અને કેવું સુંદર ! ચામડીથી મઢેલી અશુચિવાળું છે તે તને જણાયું નહિ. પાંચ ઈન્દ્રિયોયુક્ત દસ પ્રાણ પણ પૌલિક છે તે પણ તે વિસ્તૃત કર્યું. જગતમાં જાણે ભોગ માટે આ નરદેહ મળ્યો છે તેમ માની આયુષ્યની સ્થિતિ સુધી તેં ભ્રમણા ભાંગી જ નહિ. આમ, બહિરાત્મભાવે તું ચારે ગતિમાં જ્યાં જન્મ્યો ત્યાં તે ભ્રમણા સેવી કે તે આકૃતિરૂપે જ હું છું. અજ્ઞાનવશ જીવ પોતાની અલખ, અલૌકિક, અરૂપી, અવિનાશી, અવ્યાબાધ અને અચલ સ્થિતિને ભૂલી જાય છે અને દુઃખ પામે છે. એવી દુઃખદશામાં પણ અનાદિથી દેહ તે જ હું છું તેમ માને છે અને અન્યના દેહને જોઈને અન્યને પણ દેહાકારે માની દેહભાવે વ્યવહાર કરે છે. તું જે જે ગતિમાં જન્મ્યો તે તો તે સ્થાનનો માત્ર તારો સ્વાંગ છે. તું સ્વયં તે ગતિરૂપે થતો નથી, પણ તને ભ્રમ પેદા થવાથી તું તે રૂપે પોતાને માને છે. જોકે એ સ્વાંગ આ જન્મ પૂરતો જ વિનશ્વર છે. તું તો સ્વયં આત્મરૂપે શાશ્વત છું. એવો વિવેક થતાં સમાધિશતક ૨૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ જીવ સ્વસંવેદ્ય એવા આત્માને જ આરાધે છે. શિત ઇતિ શરીરમ્” સડી જાય, પડી જાય, નાશ પામે તે શરીર. પરમાણુની હાનિવૃદ્ધિથી મોટું-નાનું થાય, વસાણા જેવા પદાર્થોથી તેજસ્વી બને, અને હલકા ખોરાકથી નિસ્તેજ બને, અગ્નિથી બળે, પાણીથી ઠંડું થાય; આવા અનેક ધર્મો શરીરમાં છે. આત્મા કેવળ જ્ઞાનસ્વરૂપ છે. તે મન દ્વારા પરખાય છે ત્યારે મન શાંત થઈ જાય છે. આત્માના વિશુદ્ધ સ્વભાવ ઉપર પરમાણુનો પડદો છે તેથી તે મલિન થયો છે. પરંતુ જ્યારે તે સ્વ-પરનો ભેદ જાણે છે ત્યારે તેને પુદ્ગલ દ્રવ્યોમાંથી ઈષ્ટ-અનિષ્ટબુદ્ધિ દૂર થાય છે અને મન આત્મભાવમાં લીન થાય છે ત્યારે આત્મસ્વરૂપ નિષ્કપ બને છે. નરદેહાદિક દેખકે આત્મજ્ઞાને હીન, ઈન્દ્રિયબલ બહિરાત્મા, અહંકાર મન લીન. છંદ-૯ નરદેહ પામીને જીવે પોતાને મનુષ્યાકાર માન્યો. આત્મજ્ઞાનની હીનતાને કારણે ઈન્દ્રિયોને મનાદિબળને આત્મભાવે માનીને અહંકારમાં મગ્ન થયો. તે જાણતો નથી કે તેણે આ નરદેહ પ્રાપ્ત કર્યા પહેલાં કેટલાં દુઃખો સહ્યાં છે ? અને માનવદેહ મળતાં અહંકારમાં ડૂબી ગયો અને આ દેહે કરવા જેવું સુકૃત્ય તો સાવ વિસરી ગયો. માનવદેહ મેળવી એણે અભિમાન સેવ્યું કે હું રૂપાળો, ગોરો ધનવાન, ઊંચો વગેરે. છતાં પણ દેહનું રૂપ આદિ કંઈ જ નિત્ય રહેવાવાળાં ન હોવાથી, રૂપાળા કે કદરૂપા, ધનવાન કે દરિદ્ર સૌ અભેદપણે શરીરની નશ્વરતાને પામી મરણને શરણ થયા. છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને, ભૂપ ભારે ઊપજ્યા, એ ચતુર ચક્રી ચાલીયા, હોતા નહોતા થઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ભાઈ, હવે તું વિચાર કર કે જ્યારે આવા માંધાતાઓને કાળે આતમ ઝંખે છુટકારો ૨૬ Page #38 -------------------------------------------------------------------------- ________________ ન મૂક્યા તો તારું શું ગજું છે ? કેટલીય ઔષધિનું સેવન કરનારા સંજીવની સેવનારા, પણ મરણને શરણ થયા છે. વળી, જે ઈન્દ્રિયો વડે અનુભવેલાં સુખો જ દુઃખરૂપે પરિણમે છે. અને “યમ” પાસે જગતનો કોઈ નિયમ કામ લાગતો નથી. દાવાનળ ગમે તેવા પાણીને શોષી લે છે તેમ યમ આયુષ્યકર્મને શોષી લે છે. જેઓ રત્નજડિત સિંહાસનોથી શોભતા હતા તેવા રાજા-મહારાજાઓ પણ છેવટે તો સ્મશાનભૂમિને શોભાવીને ગયા, નગરનું કે દેશનું રક્ષણ કરનારા પણ બચ્યું નથી. કાળ પાસે કીડો શું ને માનવ શું ? તો પછી વિચારી જો કે હવે કોનો આશ્રય કરવો ! અલખ નિરંજન અકળ ગતિ, વ્યાપી રહ્યો શરીર; લખે સુજ્ઞાને આત્મા ખીર, લીન ક્યું નીર. છંદ-૧૦ અલખ = અદશ્યમાન, નિરંજન = કર્મરૂપી અંજનરહિત; અકળ ગતિ = ગહન ગતિ, એવો અસંખ્યાત પ્રદેશી આત્મા શરીરમાં દૂધપાણીની જેમ એકમેક થઈ રહ્યો છતાં ભિન્ન છે. આત્મા અને દેહનું કેવળ ભિન્નપણું આત્મજ્ઞાની જ જાણે છે. આત્મા અને દેહાદિ કર્મો ક્ષીરનીરવત્ રહ્યાં છે. એ સર્વ સાંયોગિક અવસ્થા છે. પરંતુ સાકર અને ગળપણની સ્થિતિ જેવા એકમેક નથી. જ્ઞાન કરીને જેમ બંનેની ભિન્નતા સમજાય છે તેમ બંને જ્ઞાન કરીને ભિન્ન અનુભવમાં આવે છે. તે આત્મા જ્ઞાનાદિ સ્વલક્ષણે યુક્ત છે. પરંતુ અન્ય સંયોગોથી તે ઉત્પન્ન થતો નથી. સ્વયંભૂ છે. પંચમહાભૂત તત્ત્વોનું શરીર છે, આત્મા જ્ઞાનાદિ તત્ત્વોયુક્ત છે. પંચમહાભૂત તત્ત્વો સાંયોગિક છે, તેનો નાશ છે, પરંતુ જ્ઞાનસ્વરૂપ અરૂપી આત્માનો નાશ સંભવ નથી. તે સ્વપરિણામી છે. ચેતનરૂપે જ પરિણમે છે. અન્ય તત્ત્વરૂપે પરિણમતો નથી. કર્મસંયોગે દેહરૂપે ભિન્ન ભિન્ન અવસ્થાઓ પ્રાપ્ત કરે છે. કર્મસંયોગો નષ્ટ થતાં આત્મા દેહથી આત્યંતિકપણે મુક્ત થાય છે. જ્ઞાનીને આત્મા અને દેહનો ભિન્નપણે અનુભવ છે તે જ તેમનું સંવેદન છે. અર્થાત્ જ્ઞાનાદિ અનંત ગુણોનું સમય-સમયનું વેદન છે. સમાધિશતક ૨૦ Page #39 -------------------------------------------------------------------------- ________________ જગતનું સ્વરૂપ પ્રતિબિંબિત થાય છે તે પૂર્ણજ્ઞાનનું લક્ષણ છે, વાસ્તવમાં પરમાત્માના સ્વરૂપની રમણતા એ જ સંવેદન છે. नारकं नारकांगस्थं, न स्वयं तत्त्वतस्तथा । अनन्तानन्तधीशक्तिः, स्वसंवेद्योऽचल स्थितिः ॥९॥ નરકતને નારક ગણે, પરમાર્થે નથી એમ, અનંત ધી-શક્તિમયી • અચળરૂપ નિવેદ્ય. ૯ અર્થ: નારકીના શરીરમાં રહેલા પોતાને નારકી માને છે. પરંતુ વાસ્તવમાં જે નારકી નથી પણ આત્મા અનંતા જ્ઞાનાદિ-શક્તિસ્વરૂપ છે. તે સ્વાનુભવગમ્ય છે. પોતાના જ સ્વરૂપમાં અચલ રહેવાવાળો છે. ભાવાર્થ : અનાદિથી જીવ પોતાને ભૂલી ગયો છે, અને તે દોષને કારણે ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. તેમાં નારકી તરીકેના દેહમાં પોતે પોતાને નારક માની તેવા જ અધ્યવસાયથી પુનઃ ક્રૂરતામાં જીવે છે. પૂર્વના એવા કર્મના વિપાકે તે આ સ્થિતિને પામ્યો છે. પરંતુ આત્મા તો આત્મસ્વરૂપે જ છે. વ્યવહારથી તેણે ભલે વિવિધ દેહ ધારણ કર્યા, પરંતુ કોઈ સદ્ગુરુના બોધના યોગે કર્મની નિવૃત્તિ થતાં તેની દેહાદિકથી પણ આત્યંતિક નિવૃત્તિ થાય છે. આત્મા દેહાદિ સ્વરૂપે નથી પરંતુ સ્વ-સ્વરૂપે છે તેને કેવી રીતે જાણે ? હે સુજ્ઞ ! તું સ્વયં પ્રગટ લક્ષણથી જ જ્ઞાનસ્વરૂપ છું. સૃષ્ટિની રચનામાં છ દ્રવ્યમાં તું એક જ જ્ઞાતા છું. સ્વાનુભૂતિથી યુક્ત છું. સમસ્ત વિશ્વ તારામાં પ્રતિબિંબિત થઈ પ્રકાશી ઊઠે તેવું તારું જ્ઞાન છે. અજ્ઞાની નરકમાં ઉત્પન્ન થયે પોતાને નારક માની તેવી ચેષ્ટાઓ કરે છે. પરંતુ વાસ્તવમાં નારકદેહ પામવા છતાં આત્મા નારકરૂપે થતો નથી. પૂર્વકર્મકૃત એ પર્યાય મળી છે છતાં ચેતનશક્તિ તો સ્વ-સ્વરૂપે રહે છે. કોઈ પુણ્યયોગે તે જીવ પૂર્વભવને વિચારતાં, અત્યંત ઊહાપોહ થતાં તે જાગ્રત થાય છે. અરે, આ તો મારા પાપનો ઉદય છે – એમ વિચારી તે ભવ્યાત્માને આત્મબ્રાંતિ ટળે છે અને તેને દેહથી ભિન્ન એવા સ્વરૂપનું ભાન થાય છે. પછી ક્રમે આ દાદિ સ્વરૂપે પ્રગટ લ તાતા છે. ઉ6 તેવું ૨૮ આતમ ઝંખે છુટકારો Page #40 -------------------------------------------------------------------------- ________________ કરીને સ્વરૂપને પામે છે. અનંત ચતુષ્ટયયુક્ત, અનેક ગુણોથી સંપન્ન એવો આત્મા સ્વયં પોતે જ છે. સર્વકાળને વિશે અચળ સ્થિતિયુક્ત છે. પરંતુ જેની દૃષ્ટિમાં દેહની મુખ્યતા છે, પોતાને જે દેહ સ્વરૂપ માને છે તે બહિરાત્મા ચારે ગતિના દુઃખને ભોગવ્યા છતાં દેહાધ્યાસથી મુક્ત થતો નથી. પુણ્યયોગે સદ્દગુરુનો યોગ થતાં અનંત શક્તિમાન આત્માનો તેને બોધ થાય છે. ત્યારે અંતરાત્મરૂપે પરિણમે છે. શુદ્ધાત્માનું તે ધ્યાન કરે છે. પરિણામે પરમાત્મપદને પામે છે. स्वदेहसदृशं दृष्ट्वा, परदेहमचेतनम् । परात्माधिष्टितं मूढः, परत्वेनाध्यवस्यति ॥१०॥ નિજ શરીર સમ દેખીને પરજીવયુક્ત શરીર, માને તેને આતમા, બહિરાતમ મૂઢ જીવ. ૧૦ અર્થ : અજ્ઞાની એવા બહિરાત્મા પોતાના દેહની જેમ અન્યના આત્માની સાથે રહેલા દેહને જોઈને તેને દેહરૂપે જાણે છે. મૂઢ એવો બહિરાત્મા પરમાત્મસ્વરૂપ આત્માને દેહ-અધિષ્ઠિત જોઈ સર્વમાં દેહદૃષ્ટિ કરે છે. અજ્ઞાનીની ચેતનાશક્તિ દેહજનિત ચેષ્ટાઓ સુધી વિકસેલી હોવાથી, દેહમાં જ સ્વાત્મબુદ્ધિ કરે છે. આથી જેમ પોતાના દેહમાં રાગાદિ કરે છે તેમ અન્ય જીવો સાથે પણ તેમને દેહરૂપ માની રાગાદિ ભાવ કરે છે. જો દેહમાં રહેલા શુદ્ધ આત્મા પ્રત્યે તેની દૃષ્ટિ ઢળે તો તે જેમ સ્વાત્મને જુએ, જાણે અને રાગાદિ ન કરે, તેમ પરદેહમાં પણ આત્મપણે જુએ-જાણે અને રાગાદિ ન કરે. તે જાણતો નથી કે આ દેહમાત્ર તો સાંયોગિક પદાર્થ છે. આયુષ્ય પૂરું થતાં તેનો વિયોગ અવશ્ય થવાનો છે. તે વિનશ્વર છે. રાખ્યું રાખી શકાતું નથી. પરંતુ મૂઢમતિ તેને રાખવા-પોષવા નિરંતર પ્રયત્ન કરે છે. ' બહિરાત્મા પૂરેપૂરો પેલા મોહમદારીના હાથનું રમકડું બની નાચે છે. તેની દૃષ્ટિમાં વિકૃતિ પેદા થઈ છે એથી સર્વત્ર તેને દેહદૃષ્ટિ સમાધિશતક ૨૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ જ હોય છે. દેહભાવનું ભૂત તેને એવું વળગ્યું છે કે ગમે તેમ સમજાવો તો પણ ધૂણ્યા જ કરે છે કે હું આ જ દેહાકારે દેખાઉં છું તે જ છું. આવી કુમતિને તે જાણી શકતો નથી. કુમતિ ડાકણ વળગી મુજને, લળી લળી વિનવું હે પ્રભુ, તુજને; એ દુઃખને દૂર કરવા, વહેલા વહેલા આવજો રે. આવું કેમ બન્યું ? સંસારના પરિભ્રમણમાં તેણે ક્રોધાદિ કષાયોને મિત્રો તરીકે સાથે રાખ્યા હતા. તેમાં મિથ્યાત્વ નામનો ખજાનચી રાખ્યો હતો, કુમતિને સલાહકાર તરીકે નીમી હતી અને મોહરાજાને તો પૂરા સૈન્ય સાથે રાખી લીધું હતું. હવે દુઃખને આમંત્રણ આપવામાં શું બાકી રહ્યું ? તેમાં વળી, માનવદેહમાં તો તેણે વિષયરૂપી મિત્રોને સુખના ભ્રમથી રાખ્યા હતા. આશ્વો બહિરાત્મા કેમ કરીને છૂટે ? ગમે તેવા સંતોના યોગ મળ્યા. શાસ્ત્ર-શ્રવણ કર્યું. જપમાળાઓ ગણી, દેવપૂજા કરી, કેટલાંય તીર્થાટન કર્યા, આરતી ઉતારી - તોયે પેલું ભૂત છૂટું નહિ, દેહનો મોહવિકાર શમ્યો નહિ. કેવળ ભ્રાંતિ જ ભ્રાંતિ. ભ્રાંતિગત એવા દેહસુખને તેણે સુખ જાણ્યું છે. તેથી તેને પોતાના સ્વરૂપનું માહાભ્ય ભાસતું નથી. स्वपराध्यवसायेन, देहेष्वविदितात्मनाम् । वर्त्तते विभ्रमः पुंसां, पुत्रभार्यादि गोचर ॥११॥ વિભ્રમ પુત્રરમાદિગત આત્મ-અજ્ઞને થાય, દેહોમાં છે જેહને આતમ-અધ્યવસાય. ૧૧ અર્થ : જે આત્મસ્વરૂપથી અજ્ઞાત છે તેને શરીરમાં જ સ્વ-પરની આત્મબુદ્ધિ થાય છે, અને તેથી પુત્ર તથા સ્ત્રીના પ્રત્યે પણ મારાપણાની સ્વાત્મબુદ્ધિ થાય છે. જે જીવ આત્મસ્વરૂપને જાણતો નથી તેને સ્વ કે પરમાં દેહ પ્રત્યે એ–બુદ્ધિ થાય છે. દેહ લક્ષણથી, ધાતુથી, પ્રકૃતિથી, આત્માથી નિતાંત ભિન્ન હોવા છતાં દેહમાં પોતાપણાનો ભાવ કરી આ જીવ ત્યાં જ અટક્યો એવું નથી. પરંતુ, આ મોહ-મદિરાના વશથી તે 3o આતમ ઝંખે છુટકારો www.ainelibrary.org Page #42 -------------------------------------------------------------------------- ________________ પર એવા પુત્ર, સ્ત્રી કે તેના દેહ જેટલા નજીક નથી, દૂર છે છતાં, તે પર દેહાદિમાં પણ મારાપણાનો ભાવ કરે છે. અરે ! તેનાથી પણ દૂર એવા ધન-ધાન્યાદિકમાં પણ મૂછ કરે છે. જ્યારે પોતાનો દેહ જ પોતાનો થઈ શકતો નથી, તેમાં રોગાદિ થાય તેવું ઇચ્છતો નથી છતાં દેહમાં તે ઉત્પન્ન થાય છે. પુત્રાદિને મારા માનવા છતાં કાળથી કે રોગથી તેમને બચાવી શકાતાં નથી. ધન-ધાન્યાદિક યોગો દૂર થતાં તે પણ રાખી શકાતાં નથી, તો પછી તારું શું છે ? પિતાને જોઈ પુત્ર કહે છે કે તે મારા છે; પત્નીને જોઈને પતિ કહે છે કે મારી છે; ભાઈને જોઈને બહેન કહે છે કે તે મારો છે; પતિને જોઈને પત્ની કહે છે કે તે મારા છે... પણ કોણ કોનું છે ? અન્યોન્ય ખુશ રાખવા પ્રયત્ન કરે છે. અન્યોન્યના વિયોગે દુઃખી થાય છે. પરિવાર માટે ધન મેળવવા કષ્ટ ભોગવે છે, એ સર્વને ટકાવવા વ્યર્થ પ્રયત્ન કરે છે પરંતુ સૌનો સમય થતાં સૌ છૂટાં થઈ જાય છે. પુત્ર-પરિવાર આદિમાં જીવને મમત્વ થાય છે, પરંતુ કોઈ પોતાનું થઈ શક્યું નથી. આત્મા તો પુત્ર કે પિતાપણે ક્યારેય થઈ શક્યો નથી. જ્ઞાનીજનો કહે છે કે બાહ્ય સંપત્તિ આદિ સારવર્જિત છે, તે મેળવવા માઠાં પરિણામ કરી કેવળ કર્મબંધન કરે છે. નવા દેહનું સર્જન કરે છે. એમ ભાવવૃદ્ધિ કરી બહિરાત્મા ચોર્યાશી લાખ યોનિનું ચક્કર માર્યા કરે છે. અરિ પુત્રાદિક કલ્પના, દેહાત્મ અભિમાન; નિજ પરતનું સંબંધ મતિ, તાકો હેતુ નિદાન. છંદ-૧૧ દેહ વિશે આત્મભાવના, અભિમાનથી શત્રુ, પુત્રાદિકથી કલ્પના થાય છે. પરંતુ વાસ્તવમાં આત્મા કોઈનો શત્રુ કે મિત્ર થઈ શકતો નથી, પરમાં નિજપણું થઈ શકતું નથી. બહિરાત્મભાવે જીવે કેવી કલ્પનાની જાળ ઊભી કરી છે ? કર્મના સંસ્કારવશ તે અન્યને શત્રુ-મિત્ર કે પુત્ર તરીકે માનીને ચેષ્ટાઓ કરે છે. શત્રુને મારવાની કે ધિક્કારવાની વૃત્તિ સેવે છે, પુત્રને પ્રેમ ૩૧ સમાધિશતક Page #43 -------------------------------------------------------------------------- ________________ કરે છે, રમાડે છે, તેના માટે માયા-પ્રપંચ કરી ધન એકઠું કરે છે. અશુભના યોગે એ જ પુત્ર વડે દુ:ખ પામે છે, છતાં પુત્રાદિમાં પોતાપણાનું અહં સેવે છે. મારો પુત્ર ચાર ડિગ્રીવાળો, પાંચમાં પુછાતો યશવાળો, રાતો, કમાતો, પરદેશમાં રહેતો, આવું ઘણા પ્રકારનું નિરર્થક અભિમાન કરે છે. પુત્રાદિક એવા પરદેહમાં પણ નિજબુદ્ધિ કરે છે, તેના તરફના રાગથી સુખ કે દુઃખ અનુભવે છે, અને વળી તેના તરફથી કેટલીયે અપેક્ષાઓ રાખે છે. પુત્ર પારણામાં સૂતો હોય ત્યારથી જ સ્વપ્નાં સેવે છે કે મારો પુત્ર મોટો થશે, નામ કાઢશે, મને ઘણું સુખ આપશે. પણ કોણ જાણે ભાવિના લેખમાં શું લખ્યું છે ? કોણ વહેલું જાય છે કે કોણ મોડું જાય છે ? સેવેલી સુખની અપેક્ષાઓ વ્યર્થ જાય છે ત્યારે તે દુઃખી થાય છે ? દેહાદિક આતમભ્રમી કલ્પ નિજ પર ભાવ આતમજ્ઞાની જગ લહે, કેવળ શુદ્ધ સ્વભાવ. છંદ-૧૨ આત્મબ્રાંતિવાળો દેહ, મન, વાણીને પોતાનાં માનીને તેમાં મારા-તારાપણાના ભાવ કરે છે. આત્મજ્ઞાની તો જગતના સ્વરૂપને જાણવા છતાં કેવળ પોતાના શુદ્ધ સ્વભાવને જ પોતાનો માને છે. જેને દેહમાં આત્મબ્રાંતિ થઈ છે તે મન, વાણી સર્વને આત્મરૂપ માને છે, તેમાં જ મમતા કરે છે અને પરભાવમાં સ્વની કલ્પના કરે છે. આત્મજ્ઞાની જાણે છે કે દેહાદિક સર્વ રાતના પડેલા ઝાકળના બિન્દુ જેવાં છે. સામાન્ય માનવ માને છે કે આ દેહ તો મારો કાયમ રહેવાવાળો છે. પરંતુ શ્વાસની સાથે ઊડી જનારો આ સંબંધ પૂરો થઈ જાય છે અને રહેલા દેહનો અગ્નિસંસ્કાર થતાં પૂરી કાયા રાખરૂપે પરિણમે છે. તેવી કાયા પર મમત્વ શું ને અહં શું ? આવા આત્મભાનથી જ્ઞાની સ્વરૂપનું દર્શન કરે છે ત્યારે તે સર્વ જગતના સ્વરૂપને જાણે છે અને કેવળ પોતાના સ્વભાવમાં જ સ્થિર થાય છે. ૩૨ આતમ ઝંખે છુટકારો Page #44 -------------------------------------------------------------------------- ________________ સુજ્ઞ ! તેં આવા તો કેટલાય દેહ ધારણ કર્યા, છોડ્યા. આ તારો દેહ જીવના સંચાર વડે સજીવ કહેવાય છે તો પણ દેહ જીવરૂપે થવાનો નથી. માટે આત્માના સ્વરૂપને જાણીને તેની જ ભજના કર અને શુદ્ધ સ્વભાવનું જ લક્ષ્ય કર. ચાર દિવસ ચમકવાવાળું દેહનું યૌવન કે રૂપ પણ શા કામનું ? જે રહેવાનું જ નથી તેના અહ-મમત્વ શા માટે ? તે કોને શું લઈ જતાં જોયા છે ? તું શું લઈ જવાનો છું ? અહીંનું છે તે અહીં જ રહેવાનું છે. દેહ જ સાથે ન આવે તો પછી દૂરનાં સ્વજનો, મહેલાતો, સંપત્તિ તો કેવી રીતે સાથે આવશે ? અરે, જે યુવાનીને સાચવવા તું ઘણું મચ્યો, તેને સદા સુંદર રાખવા સમય ખર્યો પરંતુ તે યૌવન તો નિત્ય પ્રત્યે વૃદ્ધત્વ તરફ જાય છે. માટે ભાઈ, દેખાતી સુંવાળી દોરીનાં બંધન અંતે તારે જ છોડવાં પડશે. આયુષ્ય પૂરું થશે ત્યારે તું કશું રોકી શકવાનો નથી. માટે, દેહાદિમાં સુખની કલ્પના ત્યજી જ્ઞાનને માર્ગે ચાલ્યો જા. આત્મલક્ષ્યનો જેને નિર્ણય છે તેને સંસારના ઉદયમાં અનાસક્તભાવે જે સંયોગ છે તેમાં નિર્લેપ થઈને રહેવું. રાગાદિભાવ, હર્ષશોકના પરિણામને કર્યા વગર સમભાવે રહેવા ઉદ્યમ કરવો. અનાદિનો કર્મવશ જીવવાનો અભ્યાસ છે તેથી પ્રારંભમાં કઠણ લાગે છે. પરંતુ સદ્દગુરુના બોધે સારા કર્મો કરતા રહેવું, છેવટે શુભાશુભ બંને કર્મો બંધ થતાં આત્મસ્વરૂપમાં સ્થિર થવાશે. अविद्यासंज्ञितस्तस्मात्संस्कारो जायते दृढः । येन लोकोऽङ्गमेव स्वं पुनरप्यभिमन्यते ॥१२॥ આ ભ્રમથી અજ્ઞાનમય દઢ જામે સંસ્કાર; અન્ય ભવે પણ દેહને આત્મા ગણે ગમાર. ૧૨ અર્થ : વિભ્રમથી અવિદ્યાનો સંસ્કાર દેઢ થતો જાય છે, તે કારણથી જીવ ભવાંતરે જન્મ થતાં પુનઃ શરીરને જ આત્મા માને છે. વિશ્વવ્યાપી વિભ્રમની જાળ કેવી વ્યાપક બની છે ! વિરલ મહાત્માઓ સિવાય બહિરાત્માઓ વિષયમાં વિભ્રમ પામી તેમાં જ સરના ઉદયમાં અનાજ પરિણામને છે તેમાં નિર્લેપ થઈને સમાધિશતક ૩૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ સુખની કલ્પના કરે છે, જન્મજન્માંતરના આ સંસ્કારો અજ્ઞાનવશ દઢ કરે છે. આ સંસ્કારોની પ્રબળતા એવી છે કે જીવ પુનઃ પુનઃ તેમાં જ ફસાય છે. જ્યાં જે યોનિમાં જે દેહ ધારણ કરે તેમાં જ આત્મબુદ્ધિ કરી રાચે છે. માનવદેહમાં મળેલી બુદ્ધિ વડે સમજ પેદા થઈ નહિ તો તેને તિર્યંચ જેવા પ્રાકૃત જીવનમાં શું બોધ થવાનો છે ! અવિદ્યા-અજ્ઞાનથી ઘેરાયેલો બહિરાત્મા પેલા પરભવના સંસ્કારોથી રસાયેલા દેહને જ આત્મા માને છે. આ જન્મમાં આહાર-નિદ્રાના, વૃત્તિઓના કે ભય જેવા સંસ્કારો પુનઃ પુનઃ જાગી ઊઠે છે. આજના કરેલા વિચારો કાલે વળી પાછા ઊમટે છે. તેમ સંસ્કારોની છાપ જન્માંતરે પણ સાથે રહે છે અને જીવની ચેતનશક્તિનો પરાભવ કરી પોતાની સત્તા જમાવે છે. આ ભવમાં જેવા સંસ્કારોની છાપ પડે છે તે સંસ્કારો આગળના જન્મમાં કાર્યણશરીરરૂપે સાથે આવે છે અને સમય થતાં તેની પ્રકૃતિ અને સ્થિતિ પ્રમાણે ઉદયમાં આવીને તેનો રસ ચખાડે છે. જેમ કુસંસ્કારો આત્મા સાથે આવે છે તેમ સુસંસ્કારો પણ આવે છે, માટે આત્મબુદ્ધિવાળાએ તો દેઢ મનોબળ વડે સુસંસ્કારને ગ્રહણ કરવા, તેવા જ નિમિત્ત વડે આત્માનું સ્વરૂપ તરફ પ્રેરવો. જીવ અનાદિનો છે, સંસ્કાર અનાદિના છે. બહિરાત્માએ પરના યોગે અને સ્વરૂપના અજ્ઞાને આ દશ્યમાન જગતમાં પરપદાર્થોમાં મમત્વ કર્યું છે. તેની પ્રાપ્તિમાં અભિમાન કર્યું છે, એવા અજ્ઞાનને કારણે તેણે કુસંસ્કારોનો ખજાનો ભેગો કર્યો છે. પૂર્વભવનો આ ખજાનો જાણે ખૂટી ન જાય તેમ તેમાં પુનઃ ઉમેરો કરે છે. તેને માટે તે એક મટીને બે (સ્ત્રીવાળો) અને બે મટીને ચાર, તેમાં વળી સંપત્તિ અને મહત્તા જેવા પ્રકારોને ગુણાકારથી વધારતો જાય છે. એ સર્વ વૃદ્ધિમાં સુખ માને છે. તેમાં કંઈ ખૂટે તો દુઃખ માને છે. સંસ્કારોનો આવો વિભ્રમ તેની સમજમાં આવતો નથી. આ જિંદગીનું આયુષ્ય ગણતરીવાળું અલ્પ, કાળને આધીન અને જંજાળ તો કેટલી ? શક્તિની મર્યાદા અને તૃષ્ણાના તો ડુંગર. નિરંતર આવો વિભ્રમ પેલા દેહાદિના સંસ્કારને દઢ કરે છે, એ ૩૪ આતમ ઝંખે છુટકારો Page #46 -------------------------------------------------------------------------- ________________ એવા દઢ થાય છે કે આત્મા ચેતનસ્વરૂપને ભૂલી જાણે જડને જ પોતાના માને છે, અથવા જડની સત્તાથી પ્રભાવિત થઈ પોતાનું પૌરુષત્વ ગુમાવે છે. આવી અવિદ્યા-સંસ્કારને કારણે દેહનો અધ્યાસ છૂટવો દુર્લભ થયો છે. પોતાના દેહની અશુચિ કે ક્ષણિકતા નહિ જાણનારો તેમાં મમત્વ કરે છે. તેમ પુત્રાદિકના દેહને પણ તે પ્રકારે નહિ જાણનારો મમતા કરે છે. વહાલપ કરે છે અને જાણે તે પોતે પુત્રાદિ ભાવે જ વર્તે છે. આવી અવિદ્યા તેના જ્ઞાન ઉપર પડદો પાડી દે છે, તેથી તેને સાચા હિતનો માર્ગ મળતો નથી. કોઈ વાર તેને કોઈ બોધનો યોગ થાય, જ્ઞાની પોકારીને આત્મસ્વરૂપ સમજાવે તો પણ તેના શ્રવણે તે બોધ પડતો નથી કે મનમાં પરિણમતો નથી, કે અરે ! હું આવું અચિંત્ય તત્ત્વ છું ? શુભ સંયોગમાં સંસ્કારવશ સુખ માની તે અજ્ઞ વિચારી શકતો જ નથી કે વાસ્તવમાં હું સુખી છું કે દુઃખી છું ! એને લાગે છે કે જેને ભોગનાં સાધન ન હોય તે દુઃખી... મારે તો તેવાં સાધનો છે. જેનું શરીર હૃષ્ટપુષ્ટ ન હોય તે દુઃખી; મારું શરીર તો લાલ ટમેટા જેવું છે. જેને સ્ત્રી ન હોય તે દુ:ખી; ભલે જીવનમાં સંઘર્ષ હોય, પણ મારે સ્ત્રી છે એટલે હું સુખી છું. સ્ત્રી ન હોય તે દુ:ખી. જેને પુત્ર ન હોય તે દુઃખી; મારે પુત્ર છે, ભલે તે કહ્યાગરો ન હોય. જે દરિદ્ર છે તે દુઃખી; મારે તો ધનધાન્ય છે, હું તો સુખી છું. આમ, એણે જગતના પરપદાર્થોના આધારે સુખ માન્યું છે. જે કેવળ શુભયોગનો સંયોગ છે તેને પલટાતાં કેટલી વાર ? તે શું સ્વયં એવા પલટા જોયા નથી ? અરે ! તારા વડીલો વૃદ્ધ થતાં કે વિદાય થતાં જોયા નથી ? તેં ક્યાંક રોગથી રિબાતા જીવો જોયા નથી ? તું કેટલાને વળાવીને નિરાંતે સૂતો છે ? જાગ ભાઈ જાગ ! સમાધિશતક ૩૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ અવતાર માનવીનો ફરીને નહિ મળે; અવસર તેરી જવાનો ફરીને નહિ મળે. મધદરિયે પડેલું રતન ફરીને નહિ મળે તેમ આવો માનવદેહ અને યોગ નહિ મળે. એક વાર સાહસ કર. અવિદ્યાને દૂર કર. તે તારું સત્ત્વ છે જ નહિ. આત્મજ્ઞાન એ તારું પોતાનું ધન છે. તેને ક્ષુદ્ર પ્રપંચાદિમાં ક્યાં ફગાવી દે છે ? અને મળ્યું છે તેનાથી નીચે જવાનાં કાર્યો શા માટે કરે છે ? જો આ જ અવિદ્યા સાથે અહીંથી વિદાય થયો તો તે તેને અન્ય જન્મમાં આ જ સંસ્કારોમાં મૂંઝવશે. ત્યાં તને કોણ છોડાવશે? देहे स्वबुद्धिरात्मानं युनक्त्येतेन निश्चयात् । स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनं ॥१३॥ દેહબુદ્ધિ જન આત્માને કરે દેહ સંયુક્ત; આત્મબુદ્ધિ જન આત્મને તનથી કરે વિમુક્ત. ૧૩ અર્થ : દેહમાં સ્વાત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા નિશ્ચયથી આત્માને દેહરૂપે જાણે છે. પરંતુ આત્મામાં આત્મબુદ્ધિ કરનાર અંતરાત્મા આત્માને શરીરથી જુદો જાણે છે. તેથી અંતરાત્મા દેહથી અત્યંત મુક્ત થાય છે. નિગોદથી માંડીને તિર્યંચપંચેન્દ્રિય સુધીની યાત્રામાં જીવને આત્મસ્વરૂપે જાણવાનો બુદ્ધિજન્ય વિકાસનો યોગ જ ન હતો. તેમાં વળી એકેન્દ્રિય જાતિમાં જીવ અત્યંત અજ્ઞાનરૂપે રહ્યો. અને કેવળ સ્પર્શેન્દ્રિય હોવાથી તેના સંસ્કાર વડે દેહરૂપ વાસના જ તેણે સેવી હતી. આવા અજ્ઞાનયુક્ત સંસ્કારથી તેને દેહમાં આત્મબુદ્ધિનો નિશ્ચય થઈ ગયો તેથી પોતાના પરમાત્મસ્વરૂપનો તે નિર્ણય કરી શકતો નથી. દશ્યમાન દેહને જોઈને તે દેહી છે તેમ માની અદેશ્યસ્વરૂપ એવા આત્માને તે જાણતો નથી. પરિણામે આત્મા ચૈતન્યસ્વરૂપ હોવા છતાં જાણે તે દેહની જેમ જડ હોય તેમ તેને જણાય છે. પરંતુ કોઈ યોગાનુયોગ જ્ઞાનીપુરુષનો યોગ થતાં જીવને ભાન થાય છે કે જ્ઞાની કહે છે તે યથાર્થ છે. હું દેહ નથી પણ ૩૬ આતમ ઝંખે છુટકારો Page #48 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરાદિએ કહ્યો છે તેવો ચૈતન્યસ્વરૂપ આત્મા છું. આવું ભાન થવાથી તેની વૃત્તિ હવે નિરંતર સંવર-નિર્જરાના અધ્યવસાયવાળી બને છે. તેના વિષય-કષાયોરૂપ દેહભાવ શમી જાય છે. તે પ્રત્યે તે સ્વયં વિરક્ત બને તો અંતર્મુખતાની વૃદ્ધિ થાય. સંસારભાવ વિરામ પામે છે. તે અંતરાત્મા સ્વયં પરમાત્મસ્વરૂપે બને છે. જેની દૃષ્ટિ અંતરપરિણતિ પ્રત્યે વળી છે તે જાણે છે કે દેહ તે જ હું છું. એવા વિભ્રમથી હું અનંતવાર જન્મ-મરણ પામ્યો છું. પરંતુ રાંક એવો બહિરાત્મા આત્માના ગુણવૈભવને નહિ જાણતો સતત દેહ પ્રત્યે આકર્ષણ પામે છે. તેને સોને મઢું કે હીરે મહું ? તેને કેવાં વિલેપન કરું ? દરેક ઇન્દ્રિયોને પોષવા કેવાય પદાર્થો મેળવવા મથે છે. દેહને સુખ મળશે તેમ માની ઘણી સાધનસામગ્રી ભેગી કરે છે. મનને રાજી રાખવા પૃથ્વીનાં કેટલાંયે સ્થળે ઘૂમે છે. કદાચ આવો બહિરાત્મા લોકસંજ્ઞાએ ધર્મ કરવા પ્રેરાય છે ત્યારે પણ તેને દઢ થયેલો દેહભાવ ભ્રમ પેદા કરે છે, કે ધર્મ કરીને તને આ લોકમાં યશ મળશે. પરલોકમાં દેવલોકનાં સુખ મળશે. આમ, તે ભાવથી છૂટવાને બદલે બંધાય છે. તે જાણતો નથી કે દેવલોક મળે તો પણ સંસાર તો ઊભો જ રહે છે. અને વળી તે પણ અમરધામ નથી. ગમે તેવો દેહ કાળને આધીન છે. તેથી તેનો વિયોગ અવશ્ય થવાનો છે. અંતરાત્મા સરુના વચનના વિશ્વાસે વિભ્રમથી મુક્ત થઈને યથાર્થવાદી થયો છે. તેણે જગતના જડ પદાર્થોનું સ્વરૂપ જાણ્યું છે; દેહના સુખોની ક્ષણિકતા જાણી છે. તેથી તે પ્રત્યે મમત્વ ત્યજી દે છે. બહિરાત્મપણે રહી ઘણાં દુઃખો ભોગવ્યાં તેનું ભાન થતાં હવે જ્યાં સાચું સુખ છે તેવા આત્માના ગુણવૈભવ પ્રત્યે તેની દૃષ્ટિ જતાં તે દૈહિક સુખને તજી દે છે અને પરભાવ તથા પરવૃત્તિથી દૂર રહેવાનો સતત પુરુષાર્થ કરે છે. ' સ્વ-પર વિકલ્પ વાસન ! હોત અવિદ્યારૂપ; તાતે બહુરિ વિકલ્પમય, ભરમજાલ અકૂપ. છંદ-૧૩ સમાધિશતક 3o Page #49 -------------------------------------------------------------------------- ________________ અર્થ : પૌદ્ગલિક પરપદાર્થના સંયોગ-વિયોગમાં સ્વ-પરનો જે વિકલ્પ તે અવિદ્યાજનિત વાસના છે, તેથી પરપદાર્થમાં સ્વ-પણાની વિકલ્પમય ભ્રમજાળ જીવને અજ્ઞાનથી અંધકારમય કૂવામાં ધકેલી દે છે. સ્વ-પરના સંયોગ સંબંધમાં ઊભા થતાં સ્વપણાની વાસના અને ભ્રમ અનેક વિકલ્પો ઊભા કરે છે. તે વિકલ્પરૂપી જાળ જીવને અંધકૂપમાં ધકેલી પતન કરે છે. પછી ત્યાંથી જીવને ઉત્થાન કરવું દુર્લભ બને છે. આ માનવજન્મ ગુમાવ્યા પછી કોણ જાણે આ સૃષ્ટિના કયા ખૂણે જીવ ઉત્પન્ન થશે તે જાણતો નથી. તેને ત્યાં આત્મધર્મ પામવાના યોગ ક્યાં મળશે ! જ્યાં સુખનો કોઈ અંશ નથી તેવી વાસનાઓ મન વડે સેવીને જીવ કેટલાયે પ્રકારનાં કર્મોને ગ્રહણ કરે છે. જીવ પ્રયોજનભૂત નહિ એવા શેખચલ્લીની જેમ વિકલ્પ કરે છે. જો રિદ્રી હોય તો ધનવાન થવાના વિકલ્પ કરે છે. ધન મળે તેની માયામાં ફસાઈને તેની રક્ષા અને વૃદ્ધિ માટે ઘાટ ઘડે છે. નિઃસંતાન હોય તો સંતાનપ્રાપ્તિના વિકલ્પો કરે છે. પુત્રાદિની પ્રાપ્તિ થતાં ત્રીજી પેઢી માટેનું આયોજન કરે છે. સુખે રહેવાય તેવું ઘર હોય તો પણ મોટા ઘરની વાસના ઊઠે છે. એક ગાડી હોય તો ત્રણ ગાડી તેની આંખમાં રમ્યા કરે છે. આમ, નિરંતર શું કરું ? શું વધારું ? ક્યાં દોઢું ? હજી મેળવું ? એવા વિકલ્પોના વિચારમાં રાત-દિવસ વિતાવે છે. અને સાપ-છછૂંદર ગળે તેવી દશા થાય છે. સાપની જેમ સ્વાદરહિત વ્યર્થ વિકલ્પોને ગળે વળગાડે છે. ધર્મક્ષેત્રમાં જાય ત્યાં પણ જો પરદ્રવ્યના વિકલ્પોની જાળ તોડી નહિ હોય તો તે ક્ષેત્રે પણ બાહ્ય પ્રકારોના પ્રયોજનોમાં યશ મેળવવામાં, શિષ્યાદિની વૃદ્ધિમાં વાસનાનું રૂપાંતર થાય છે. ધર્મને નામે શુભભાવની ભ્રમણામાં સ્વરૂપને ભૂલી જાય છે. સંસારી તો પરવસ્તુના યોગવાળો છે તેનું કદાચ ભાન થાય, પણ આ ક્ષેત્રમાં તો તે માને છે કે આ તો ધર્મનિત ક્રિયા છે. તેથી અંતરમાં ચાલતા વિકલ્પોની ભ્રમણાજાળને ભેદી શકતો નથી. આવો ૩૮ આતમ ઝંખે છુટકારો Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અંધકૃપમાં પડેલો જીવ દુઃખ પામે છે. देहेष्वात्मधिया जाता पुत्रभार्यादिकल्पनाः । सम्पत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं जगत् ।।१४॥ દેહે આતમબુદ્ધિથી સુત-દારા કલ્પાય; તે સૌ નિજ સંપત ગણી, હા ! આ જગત હણાય. ભાવાર્થ : દેહમાં આત્મબુદ્ધિ થવાથી તે પુત્ર, સ્ત્રી આદિમાં પણ તેવી જ કલ્પના કરે છે. અને તે સર્વને જ પોતાની સંપત્તિ ગણી જગતના જીવો પોતાના સ્વરૂપનો ઘાત કરે છે. મૂઢ જીવ નિરંતર મનમાં ઘોડા દોડાવ્યા કરે છે કે જુઓ આ દેહ તે હું, આ કર્મના ઉદયે રાગી વગેરે હું, રંક કે તવંગર હું, ધની કે નિર્ધન હું, વિદ્વાન કે મૂર્ખ હું આવી અનેક પ્રકારની કલ્પના કરી તે સદાય અહંકારમાં રાચે છે. પૂર્વ પ્રારબ્ધના યોગે જે કંઈ મળતું જાય છે તે સર્વેમાં અહં કે મમત્વથી જીવ પોતાપણાની બુદ્ધિ કરે છે, અને પોતે જ તે વડે હણાય છે. “મારું” આ બે જ અક્ષરના જાદુમાં જીવ એવો બંધાઈ જાય છે. તે સર્વ તેને સારું લાગે છે. અને તેથી શુભના યોગમાં સુખી થાય છે. અશુભના યોગમાં દુઃખી થાય છે. કારણ કે તેણે માન્યું છે કે આ શુભાશુભ કર્મો તે જ હું છું. પરમાર્થથી પોતે કર્મથી બંધાયેલો નહિ હોવા છતાં ખોટી કલ્પના બંધાઈ ગઈ છે અને તેને કારણે તે ત્યાંથી પોતાની બુદ્ધિને પાછી વાળતો નથી. પોતે જ જે ડાળ પર બેઠો છે તે ડાળને ઘા મારી તોડે તેમ આત્માની અનંત શક્તિવાળો છતાં તે શક્તિને નહિ જાણતો તેને અન્ય પદાર્થોમાં આરોપીને શક્તિહીન બને છે. સંસારમાં મુખ્ય પદાર્થો બે પ્રકારના છે. જડ અને ચેતન. દેહાત્મબુદ્ધિથી જીવ આ બંને પદાર્થોમાં રતિ-અરતિ કરે છે, ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે છે. તે મોહજનિત પ્રકૃતિ છે. દેહે આત્મબુદ્ધિ થવાથી પ્રથમ તો દેહ તે હું, ઔદારિક શરીર છે તે હું છું. કર્મયોગે મળેલા પુત્ર-સ્ત્રી પણ મારા છે. આ પ્રકારના નિરંતર વિચારના સમાધિશતક ૩૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રવાહની માન્યતા તે મોહ છે. શરીર અશુચિમય હોવા છતાં જાણે મોટી સંપત્તિ હોય તેમ તેના નામ અને રૂપની પ્રશંસા ઇચ્છે છે, નિરંતર લૌકિક કાર્યો કરીને કીર્તિ મેળવવા ફાંફાં મારે છે. અન્યને ખુશ કરવા, સંતાનો માટે કે પોતાના જીવનની રક્ષા માટે પરિગ્રહ વધારે છે. તેનાથી કંઈ આત્મલાભ નથી પરંતુ તેમાં પોતાની આત્માશક્તિ બ્રાસ પામે છે. અલ્પજ્ઞજીવો સ્ત્રી, પુત્ર, લક્ષ્મી, આદિ પર પદાર્થોને પોતાના માની, તેને સુખરૂપ માની તેનું સતત ચિંતન કરીને સંસારના વિવિધ તાપોથી તપીને સ્વયં હણાય છે. આ વળગાડ જીવને આજનો નથી, પરંતુ દીર્ઘકાળથી દેહાત્મબુદ્ધિવાળા જીવે મોહવશ ભ્રાંતિથી દેહાદિમાં નિરંતર મનને રોકેલું રાખીને તેની જ ચિંતા સેવી છે એવી સંસારની દેઢતા તેને શુદ્ધઆત્મા પ્રત્યે બાધક થઈ છે. જ્યાં સુધી જીવને મોહની પ્રબળતા છે. અનંત સંસારની યાત્રા બાકી છે, ત્યાં સુધી દીન એવા જીવને આત્મરુચિ થતી નથી. જેમ અંધ પાસે રૂપ નકામું છે, બહેરા પાસે સંગીત નકામું છે, રેતાળ જમીનમાં ખેતી કરવી નકામી છે, શ્રદ્ધારહિત ધર્મ પરિણામ પામતો નથી, તેમ કષાયી જીવને શુદ્ધ આત્મતત્ત્વની રુચિ થતી નથી. કારણ એ મૂઢ જીવ તો પ્રતિ ક્ષણે પુત્રાદિના સુખની કલ્પનામાં રાચે છે. તેને પોતાની સંપત્તિ માને છે તેથી સુખસ્વરૂપ એવા ચિદાનંદપદની તેને રુચિ થતી નથી. પુત્રાદિક કી કલ્પના દેહાતમ ભ્રમભૂલ, તાકુ જડ સમ્પત્તિ કહે, હહા મોહપ્રતિકૂલ છંદ-૧૪ ભાવાર્થ : પોતાના દેહને આત્મા માનવાની જે ભ્રમણા હતી તે જ ભૂલની પરંપરા બહિરાત્માના વિકલ્પમાં આગળ વધે છે. પુત્ર, પત્ની, પિતા, માતા આદિ સર્વના દેહને જ આત્મા માને છે. દેહથી ભિન્ન, વિચારોથી ભિન્ન, સંસ્કારોથી ભિન્ન એવા પુત્રોની પોતાપણાની માન્યતા કરી જીવ તેના પ્રત્યે રાગ કરતો જ રહ્યો, ભવાંતરે જતાં પણ એ જ સંસ્કાર લઈને ગયો. ત્યાં પણ દેહાદિને જે સંયોગ ૪૦ આતમ ઝંખે છુટકારો Page #52 -------------------------------------------------------------------------- ________________ મળ્યા તેમાં પેલી વાસનાના સંસ્કારથી જીવવા લાગ્યો. તે ચેતન હોવા છતાં જડરૂપે વર્તવા લાગ્યો. વળી, મોહની જીવના વિરુદ્ધની પ્રવૃત્તિ જુઓ. ધન, માલ, ગૃહ, સાધનો વગેરે જડ હોવા છતાં, પોતાની સાથે આવનારા નથી છતાં સાથે લઈ જવાશે ? તેવા ભ્રમમાં અંત સમય સુધી તેમાંથી આત્મબુદ્ધિનો ત્યાગ ન કર્યો. ધન માન સુત ને દારા સૌએ નષ્ટ છે થનારા સમજે બધા છતાંયે, મનથી ન કોઈ ત્યાગે. આમાં જીવની અજ્ઞાનવશ ઉત્પન્ન થયેલી મમતા કારણરૂપ છે. આ મમતાનું બીજ વડના ટેટા જેવું છે. ફાલતું ને ફાલતું જ રહે છે. અનેક વડવાઈઓ ઉપજાવતું જ રહે છે. મમતા દુઃખનું નિમિત્ત છે. તેમ જાણી એક વાર સાહસ કરી તેને ત્યજી દે. मूलं संसारदुःखस्य, देह एवात्मधीस्ततः । त्यकत्वैनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः ॥१५॥ ભવદુઃખોનું - છોડી, મૂળ છે દેહાતમથી જેહ: રુક્રેન્દ્રિય બની, અંતરમાંહી પ્રવેશ. ૧૫ અર્થ : દેહમાં આત્મબુદ્ધિ એ જ સંસારનાં દુ:ખોનું કારણ છે. પરંતુ બાહ્ય ઇન્દ્રિયોથી વિરક્ત છે તે પુરુષ દેહભાવ ત્યજીને અંતરાત્મપણાને ભજે છે. અંતરાત્મપણાનું ભાન થતાં જ જીવની દશા અને દિશા બદલાઈ જાય છે. કરેલી ભૂલ હવે પુનઃ પુનઃ કરતો નથી. તેની પ્રગટ થયેલી શુદ્ધમતિએ તેને જાગ્રત કર્યો છે. તે વિચારે છે કે : અહો ! આ માયા અને મમતા કેવી છે કે તેના પ્રભાવમાં આવી, મેં નહિ કરવા યોગ્ય માયા-છળ-પ્રપંચ કર્યાં, વિષયોમાં આસક્ત રહ્યો, સંજ્ઞાબળે દેહને મારો માન્યો, આ માયા અને મમતા તો મહા ઠગારી છે. તેણે મને ન ભૂલવાનું ભુલાવી દીધું. આજે મારું અંતર કકળી ઊઠે છે કે અનંતગુણોનો હું સ્વામી કોના પનારે પડ્યો હતો. હવે એ સર્વ પ્રપંચ છોડી મારે સાચું શરણ ગ્રહણ કરવું છે. સમાધિશતક ૪ ૪૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ તે વિચારે છે, મારી જ અજ્ઞાનતા એ આ સંસારનાં દુઃખોની જડ છે. ઇન્દ્રિયાદિ જડ હોવા છતાં તેમાં જ સુખની કલ્પના કરી ઘણો કાળ વ્યતીત થયો. જગતને રૂડું દેખાડવા અનંતકાળ ગાળ્યો. અંતે હું દુઃખ જ પામ્યો – આમ વિચારી જીવ ઇન્દ્રિયો આદિથી વિરક્ત થઈ દેહભાવ ત્યજી દે છે. પછી જે દેહ બાહ્યસુખના સંસ્કારવાળો હતો તે આત્મસાધનાનું સાધન બની ગયો. ઔદારિક આદિ પાંચ પ્રકારનાં શરીર ધારણ કરી ફુલાયો અને દુઃખ પામ્યો, માટે હવે દેહ મારો થતો નથી. લક્ષણથી જે ભિન્ન છે એવા દેહને આત્મસાધનામાં લગાવી, જરૂર પડે તો તપાવીને પણ દેહભાવથી અંતરાત્મા મુક્ત થાય છે. તે વિચારે છે કે : જીવમાત્રને પૂર્વજન્મે ગ્રહણ કરેલાં કર્મો પ્રમાણે નવા નવા જન્મો ધારણ કરવા પડે છે. જે જે જાતિમાં જન્મે છે તે ઈન્દ્રિયોને ગ્રહણ કરે છે. તે ઇન્દ્રિયો તેને સ્પર્શાદિ વિષયો પ્રત્યે મન દ્વારા સંસ્કારવશ આકર્ષણ પેદા કરે છે. તેમાં તેને ઈષ્ટ-અનિષ્ટપણું થાય છે. તે પછી ગમતા પદાર્થો વધુ મેળવવા, મળેલા જાળવવા તે આર્તધ્યાન કરે છે. આમ, કરોળિયાની જેમ પોતે જ જાળું બનાવી ફસાય છે. આમ, જૂનાં કર્મો ભોગવે નવાં બાંધીને સંસારચક્રને તે ફેરવતો જ રહે છે, અર્થાત્ સ્વયં તે ચક્રમાં ફરે છે. દરેક જન્મે નવાં દેહ-ઇન્દ્રિયોની કર્મઅનુસાર રચના કરે છે. પછી પીંજરામાં પક્ષી પુરાય તેમ બંધનમાં જકડાય છે. પરંતુ જેમ યોગાનુયોગ નિગોદમાંથી નીકળ્યો તેમ યોગાનુયોગ અથડાતો-કુટાતો – નદીકિનારે પડેલા પથ્થરો ઘણા આઘાતથી ગોળ બને છે તેમ તે પણ મનુષ્યાકાર પામ્યો, ત્યાં વળી ભાગ્યોદય થતાં કોઈ જ્ઞાની-સંતપુરુષનો સથવારો મળી ગયો અને વીજળીની જેમ તેના હૃદયમાં ઝબકારો થયો. સદગુરુએ તેને બોધ આપ્યો કે ભાઈ, તું તો પરમાત્મસ્વરૂપ છે, આ પામરતામાં ક્યાં ફસાયો ? નિગોદમાં સબડતા એવા જીવો ક્રમે કરીને સ્વરૂપને પામ્યા. તું પણ વિચાર કરી જો કે કર્મની ગતિ કેવી વિચિત્ર છે ! તેના પર વિશ્વાસ રાખવા જેવો નથી. ધર્મ ધારણ કરીને મુક્ત થા. એ ધર્મ તને ધારણ કરી દુઃખથી છોડાવશે. ધર્મ નો સથવારો પાયો, ત્યાં છે સદગુરુએ તેમના હૃદયમાં ૪૨ આતમ ઝંખે છુટકારો Page #54 -------------------------------------------------------------------------- ________________ તારો શુદ્ધ સ્વભાવ છે, તે આવરાયેલો છે. તેને જ્ઞાન અને આચરણ દ્વારા દૂર કર, કર્મોજનિત મલિનતા જાણ અને સંયમના માર્ગે ચાલી તે મલિનતાને નષ્ટ કર. તને માનવદેહ મળ્યો, સંતોનો સાથ મળ્યો છે, શાસ્ત્રનો બોધ મળ્યો છે, પરમાર્થ માર્ગે જોઈતી સર્વ સામગ્રીની કૃપા તારા પર વરસી રહે છે. તારા અંતરને શુદ્ધભાવ વડે ભરી દે, સત્પરુષાર્થમાં લાગી જા. આ સાંભળીને બહિરાત્માને પોતાની ભૂલ જણાય છે. मत्तश्चयुत्वेन्द्रियद्वारैः पतितो विषयेप्वहम् । तान् प्रपद्याऽहमिति मां, पूरा वेद न तत्त्वतः ॥१६॥ અનાદિય્યત નિજરૂપથી, રહ્યો હું વિષયાસકત; ઈન્દ્રિય વિષયો અનુસરી, જાણું નહિ હું તત્ત્વ. ૧૬ અર્થ : (અંતરાત્મદષ્ટિ થતાં પૂર્વજીવનને યાદ કરી પશ્ચાત્તાપ કરે છે.) અનાદિકાળ હું ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં રાચી આત્મસ્વરૂપથી ચુત થયો, મેં મને પોતાને આત્મસ્વરૂપે જાણ્યો નહિ. ચૈતન્યની શક્તિ પ્રાયે વિકસિત ચેતના છે. તેથી નિગોદથી માંડીને તિર્યંચ – પંચેન્દ્રિય સુધીની યાત્રા કેવળ ચૈતન્યના વિકસિત લક્ષણથી જીવ કરે છે. તેમાં સવિશેષ જે જન્મસ્થાને જે કષ્ટો મળ્યાં તે સહ્યાં. તે તેને વિકાસપંથે લઈ ગયાં. એ વિકાસ જોકે અતિઅલ્પ ગતિવાળો હોય છે. પણ માનવદેહમાં મળેલી અદ્ભુત સંકલ્પશક્તિ એ વિકાસની ફાળ ભરી શકે છે, તેથી જ્યારે બહિરાત્મપણે જીવાયેલું જીવન જાગ્રત થતાં પશ્ચાત્તાપનું ઝરણું બને છે. અંતરાત્મા પરિણતિ પ્રત્યે થયેલી દષ્ટિ તેને પ્રથમ તો ખેદ ઉત્પન્ન કરે છે કે અહો ! હું હવે ધર્મ કેમ પાળીશ ? અનંતકાળથી આજ સુધી કયાં કારણોથી રખડ્યો ? પરિભ્રમણથી મારી મુક્તિ કેમ ન થઈ ? આવા ઊહાપોહથી વ્યાકુળ થાય છે, ત્યારે તેને સમજાય છે કે પૂર્વે ઇન્દ્રિયાદિ વિષયોમાં આસક્ત થયેલો હું મારા આત્મસ્વરૂપને જાણતો ન હતો. શરીર હું, ઇન્દ્રિયો હું, મન-વાણી હું, ધનાદિ મારાં, પુત્રાદિ મારાં, યશકીર્તિ મારાં, કેવળ મારું, મારું, મારુંનું સમાધિશતક ૪૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ ઉન્મત્તપણું સેવી હું મારા શુદ્ધ સ્વરૂપથી ચુત થયો હતો, કષાયો દ્વારા પતિત થયો. હું ક્રોધથી ધમધમતો, મોહની જાળમાં ફસાયેલો મારા શુદ્ધ ગુણને જાણી જ ન શક્યો, અને તેમાં મેં કંઈ બે-ચાર દિવસ, બે-પાંચ વર્ષ, બે-ત્રણ જન્મ જ ગાળ્યા છે એવું નથી; ભાન-ભૂલેલો હું અનંતકાળમાં અનંતજન્મો લઈ ભૂલ્યો, ચારે ગતિમાં રખડ્યો. પરંતુ કોઈ સતદેવાદિની કૃપાએ મને અંશે પણ સ્વરૂપનું ભાન થતાં હું જાગ્રત થયો અને સમજાયું કે આત્મતત્ત્વ પૂર્ણ આનંદસ્વરૂપ છે. एवं त्यक्त्वा बहिर्वाचं, त्यजेदन्तरशेषतः। एष योगः समासेन, प्रदीपः परमात्मनः ॥१७॥ બહિર્વચનને છોડીને, અંતર્વચ સૌ છોડ; સંક્ષેપે પરમાત્માનો દ્યોતક છે આ યોગ. ૧૭ અર્થ : બાહ્ય વાણીના વ્યાપારનો ત્યાગ કરી પછી શેષ રહેલો અંતરંગ વાણીના વ્યાપારને ત્યાગ કરે તેવો સંક્ષેપથી પરમાત્માનો દીપક સમાન યોગ છે. બહિરાત્મ દૃષ્ટિથી જીવ જ્યારે અંતર્દૃષ્ટિ પ્રત્યે વળી અંતરાત્માને ધ્યાવે છે ત્યારે તેનાં વાણી-વર્તન પણ બદલાઈ જાય છે. હમણાં સુધી તો પદાર્થોને મારા કહેતો હતો, મારું કહેતો હતો. હવે “ન મારું' કહે છે. પ્રથમ તે સ્ત્રી, પુત્ર, ધન આદિ વિશે કંઈક ને કંઈક ઉચ્ચાર કર્યા કરતો હતો. હું દુઃખી, હું સુખી, હું ધનવાન, હું રૂપવાન” વગેરે વચનને તેણે શમાવી દીધાં છે. ત્યાર પછી તે વચનના જે સંસ્કારો હતા, જે અંતરમાં ઘૂંટાતા હતા તે પણ હવે અશેષ થયા છે. અંતરાત્માના તાત્ત્વિક વેદનવાળો સાધક હવે તુચ્છ વચનયોગને સેલતો નથી જેના દ્વારા અહં અને મમત્વનું સેવન થાય તેવી વાચાને ઉચ્ચારતો નથી અને માનસિક સંકલ્પો પણ તે તે પદાર્થોને વિશે કરતો નથી. આમ, બાહ્ય વાચા અને અંતરંગ સંકલ્પોના શમી જવાથી ४४ આતમ ઝંખે છુટકારો Page #56 -------------------------------------------------------------------------- ________________ સાધકની પરિણતિ આત્મદશામાં લીન થાય છે. તે સમાધિયોગ છે. સમાધિયોગ રૂપી સ્થિરતા આત્મસ્વરૂપ-પ્રકાશક બને છે અર્થાત વાણી સાથે વાસ્તવમાં ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં સાધક ઊર્ધ્વતા પામે છે, પરમાત્મસ્વરૂપ બને છે. ઇન્દ્રિયોના સંયમ પછી ચિત્તવૃત્તિઓની ચંચળતા શમે છે ત્યારે વાણીનો સંયમ થાય છે. સૃષ્ટિમાં વાણીનું પણ પ્રભુત્વ છે. માનવજીવનમાં શબ્દોચાર-વાણી એ વ્યવહારનું સાધન છે. તે વાણી કે જે બહારમાં કોઈની સાથેના વ્યવહાર માટે વપરાય છે તે બાહ્ય વાચા છે. જો જીવમાં સમ્યગૂ સમજ નથી તો તે મોટા ભાગના જીવો તો વાણીનો દુર્વ્યય કરે છે. આવી બાહ્ય વાચાના કારણરૂપ સંજ્ઞીજીવો મનોવર્ગણા ગ્રહણ કરી જે મનરૂપે પરિણાવે છે તેમાં જે માનસિક વિચાર છે તે અંતર વચનરચના રૂપે છે. જેમ કે, જીવ મનમાં સંકલ્પ-વિકલ્પ કરે છે કે હું હવે પછી આ કામ કરીશ, વ્યાપારમાં આમ કરીશ, કોઈની સાથે આ પ્રમાણે વાત કરીશ, જો વધુ કમાઈશ તો આમ કરીશ, શાસ્ત્રવાચન કરીને પછી લોકોને આમ સમજાવીશ – વગેરે અંતર્વાચા છે. આ અંતર્વાચાનો પ્રવાહ નદીના વહેણ જેવો છે; વહ્યા જ કરે છે. બાહ્ય વાચા અટકે ત્યારે પણ અંતર્વાચા તો વિકલ્પ રૂપે વહ્યા જ કરે છે. તેમાં ભળેલા શુભાશુભ ભાવ પ્રમાણે જીવ કર્મબંધન કરે છે. આથી સાધક બાહ્ય વાચાને ત્યજીને પછી અંતર્વાચાનો પણ વિરોધ કરે છે. ત્યારપછી આત્મા-પરમાત્મપણે દીપકની જેમ પ્રગટે છે. યોગ મોક્ષમાર્ગમાં જોડતાં પોતાનાં શુદ્ધ પરિણામ છે. સાધક અપૂર્ણ કામ કરી જપતો નથી. પવન પડી જાય તેમ તેની સાધના મુકાઈ જતી નથી. દેહમાં જ રહેલા અંતરાત્માના અવાજે તેને જગાડી દીધો છે. ઘોર નિદ્રામાં સૂતેલો પેલો જાગતો છતાં ઊંઘતો બહિરાત્મા હવે અદશ્ય થયો છે. અંતરાત્મા શ્વાસે શ્વાસે, પળેપળે પેલા પરમાત્મ સ્વરૂપ તરફ ધસી રહ્યો છે. તે હવે દેહાદિક વાસનાના વહેણથી મુક્ત છે. કેવળ જ્ઞાનાદિગુણ પ્રત્યે જ તેનું પરાક્રમ તે યોજે છે. સમાધિયુક્ત દશામાં તે રત છે. સમાધિશતક ૪૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ આત્મભાવનું નિરંતર રક્ષણ કરતો, દોષોથી સદાય જાગ્રત રહે છે. તે સંકલ્પોને વશ નથી, સ્વાધીનતાને સાધી લીધી છે. તેના પરિણામે તે અંતરાત્મા થઈ પરમાત્મા બને છે. યા ભ્રમ મતિ અબ છાંદિદો, દેખો અંતર દષ્ટિ; મોહ દૃષ્ટિ જો છોડીએ, પ્રગટે નિજગુણ સૃષ્ટિ. છંદ-૧૫ હે સુજ્ઞ ! તારી અંતર્ અને બાહ્ય વાચાનો વિરોધ કરીને તું ભગવાનની દિવ્ય વાણીનું શ્રવણ કર જેથી તારી ભ્રમિત થયેલી બાહ્યદૃષ્ટિ છૂટી જાય અને અંતષ્ટિ ખૂલે. મોહથી ગ્રસિત દષ્ટિને છોડી દે તો તારી નિજગુણરૂપ શુદ્ધ દૃષ્ટિ પ્રગટે. હે સુજ્ઞ ! તું વિચાર કર કે બાહ્યદષ્ટિથી તું કેવો ભ્રમમાં પડ્યો હતો ! જે તારું નહોતું તેને તે દીર્ઘકાળથી મારું માન્યું હતું. અને કોઈ જન્મે કોઈ પદાર્થો તારા થયા નહિ તો પણ તું ભાન ભૂલેલો તેને વળગી જ રહ્યો. છતાં સંયોગધર્મવાળા તે તે પદાર્થો તને છોડતા ગયા. તે તેના વિયોગથી રડતો જ રહ્યો અને સ્વસ્વરૂપને ભૂલી ગયો. અનેક પ્રકારની કર્મપ્રવૃત્તિઓથી વીંટળાયેલો તેને જ સ્વસ્વરૂપે માની દીર્ઘકાળ વીતી ગયો. તેમાં અંતષ્ટિને પ્રવેશ ક્યાંથી મળે ? છતાં કોઈ સગુયોગે તારા શ્રવણે જો જિનવાણી પડે તો અંતષ્ટિ જાગે. જેમ કુંભકર્ણને યુદ્ધટાણે ઢોલનગારાં વગાડીને જગાડવામાં આવતો હતો, તેમ બધિર થયેલા તારા આત્માને આવો કોઈ જગાડી દે તો તારી અંતષ્ટિ પ્રગટે. અહો ! આ ભ્રમિત મતિ તો જુઓ ! તેમાં ઊઠતી વૃત્તિરૂપી ન્સિયારાજ્યમાં તું તને સુરક્ષિત માને છે પણ ભાઈ ! એ તારો ભ્રમ છે. પળેપળે ચલિત, કરવટ બદલતી વૃત્તિઓ અને તેમાં પણ ભળેલા અહં, મમત્વ આદિ દોષો તને રક્ષિત કેમ રાખશે ? તે તને તારા આત્મરૂપનું મિલન કેમ કરાવશે ? એ મલિનતા અને આ મિલન સંભવ નથી. ક્યાંક તને રાગ ખેંચે છે, તો વળી ક્યાંક તને દ્વેષ ખેંચે છે. છતાં, તને ભ્રમ થાય છે કે જાણે એ જડ ૪૬ આતમ ઝંખે છુટકારો Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓ જ તારો સ્વભાવ છે. હે ચેતન ! આ ભ્રાંતિવાળી મતિનો ત્યાગ કર. અને અંતષ્ટિ કરી તારા આત્મધનને પ્રાપ્ત કર, એ તો અક્ષય ખજાનો છે. તું તેને રોજે ભોગવે છતાં ખૂટે નહિ. કોઈ તેને લૂંટે નહિ. તારાથી ક્યારે પણ તે છૂટે નહિ, અને એ અક્ષયપાત્ર કદી તૂટે નહિ. તું મોહદષ્ટિથી ભ્રમિત થયો છું તેથી તને એ અહમના અંધકારમાં દેખાતો નથી તે જોવા માટે આ ચર્મદષ્ટિ કામ ન લાગે. તે માટે તારે અંતરચક્ષુ ખોલવાં પડશે અને તે કોઈ સગુરુના પ્રવચનરૂપી અંજનથી ખૂલશે ત્યારે તું તારામાં રહેલું આ અક્ષયનિધાન જોઈ શકીશ. આ મોહે તને અસતમાં સતનું ભાન કરાવ્યું છે અને સમાં અસત્ ભ્રમ પેદા કર્યો છે. તું ભ્રમિત થઈને ભટક્યો છે અને માયાના બંધનમાં ફસાયેલો છે તેથી તું કોણ છું, ક્યાંથી આવ્યો છું તેનું તને ભાન કે ભેદ નથી. કર્મના ધક્કે ચાલતો જન્મમરણ આધીન રહ્યો છું. છેવટે કાળપાશમાં પડી આખરે પુનર્જન્મ ધારણ કરે છે, વળી મરણ પામે છે. જોનાર સૌ તું ગયો તેનો ક્ષોભ પામી જુએ છે, અને પોતાને અમર માને છે. આવી ઘટમાળ જાણીને સાધક આ સઘળી વિષમતામાંથી બહાર નીકળે છે અને સગુરુના બોધે જાણે છે કે પોતે તો અવિનાશી અને સ્વયંભૂ છે. મોહદષ્ટિ ત્યજીને તે અંતરંગદષ્ટિ દ્વારા પોતાનું આશ્ચર્યજનિત સ્વરૂપ જુએ છે અને દીર્ઘકાળના મંથન પછી પ્રાપ્ત થયેલા અમૂલ્ય એવા નિજ સ્વરૂપમાં લીન થાય છે, માટે ગ્રંથકાર કહે છે કે ભાઈ, હવે તું નિજસ્વરૂપમાં દષ્ટિ કરીને આ સઘળી મોહદૃષ્ટિનો ત્યાગ કરજે. જગતના જીવો પ્રત્યે તમે કર્મના વિષમપણાનો વિચાર ન કરશો, પરંતુ ચૈતન્ય લક્ષણે સર્વ જીવો સમાન છે, તેમ વિચારજો, તેમાં તમને સાચું દર્શન થશે. તે દર્શન તમારી દૃષ્ટિને નિર્મળ બનાવશે – જે મુક્તિનું કારણ છે. માટે ગોરા-કાળા, ઊંચા-નીચાની દેહદૃષ્ટિ મૂકી દેવી. અને સર્વ જીવને આત્મસ્વરૂપે જુઓ. સમાધિશતક ૪o Page #59 -------------------------------------------------------------------------- ________________ રૂપાદિક કો દેખવો, કહન કહાવન કૂટ; ઇન્દ્રિય યોગાદિકબળે એ સબ લૂંટાલૂંટ. છંદ-૧૬ હે મહાનુભાવ ! રૂપાદિક પદાર્થો જોવા, કહેવા, કોઈની પાસે કહેવરાવવા જેવી સર્વ કૂટ-તુચ્છ વૃત્તિ-પ્રવૃત્તિમાં તું કેમ પડ્યો છે ? મન, વચન અને કાયાની ક્રિયાશીલતાથી આત્મા પ્રદેશોમાં આકર્ષણ પેદા થાય છે તેથી, આત્માના ઉપયોગમાં પરભાવ, પરપદાર્થોમાં પ્રવેશ કરીને સ્વયં આત્મધનને જ લૂંટાવી દે છે. કારણ કે સ્વભાવથી ચુત થયેલો ઉપયોગ રાગાદિ તંદ્રમાં ફસાય છે, કષાયરૂપી ચોરો તેને લૂંટે છે અને આહારાદિ સંજ્ઞાઓ તો તેને જકડીને નહિ કરવા યોગ્ય કાર્ય કરાવે છે. નિંદા, ક્રૂરતા, હિંસા, અસત્ય, ચોરી, મૂછ જેવા મિથ્યાભાવ વડે તારો ખજાનો લૂંટાઈ જાય છે. પંચેન્દ્રિયની ભોગભૂમિમાં ભ્રમિત થયેલો તું કાળની ફાળમાં મરણને શરણ થઈશ તે તો મોહ તને જણાવા દેતો નથી. માટે જગતના પ્રપંચો તારી આગળ પ્રગટ કરીને સગુરુ તને કહે છે કે ચેત ભાઈ ચેત. મન-વચન-કાયાના પરિવર્તનશીલ જાળામાંથી તું બહાર નીકળ અને શુદ્ધ ઉપયોગ અને સમતાને ધારણ કર, કારણ કે અંતર્દૃષ્ટિ ખૂલતાં પહેલાં વળી તને તારામાં રહેલા સૂક્ષ્મ સંસ્કારો ડગાવી દેશે. બાહ્ય ત્યાગ તને આશ્વાસન આપશે. માનની મીઠાશ આપશે, અને મન મોહવશ ત્યાં રોકાઈ જશે. કારણ કે સાધનામાર્ગમાં તારું પુણ્યબળ જાગશે તો તને ઘણાં પ્રલોભનો ખેચી લેશે. ત્યારે તે કરેલો બાહ્ય પદાર્થોનો ત્યાગ તને અભિમાનના ખાડામાં ઉતારી દેશે. પહેલાં તું ઇન્દ્રિયોના સ્પર્શાદિના સુખને ગાતો, લોકો પાસે ગવરાવતો. હવે તું ત્યાગનું વર્ણન કરતો થઈશ એટલે જે કાર્ય નીપજવું જોઈએ તે રહી જશે અને તું લૂંટાતો રહીશ. કોઈ સદ્દભાગ્યે સરુયોગે જો તને ભાન થાય તો સમજાય છે કે ઇન્દ્રિયાદિક સુખ, બહારની યશકીર્તિ એ વ્યર્થ વ્યાપાર છે. જેને સ્વાધીન સુખ જોઈએ છે તેણે તો પરમાર્થપંથે ચાલવું પડશે, તેણે સર્વ સાંસારિક આશા-તૃષ્ણા છોડવી પડશે. ૪૮ આતમ ઝંખે છુટકારો. Page #60 -------------------------------------------------------------------------- ________________ આશા આપત્તિ છે, સ્વરૂપ સંપત્તિ છે. પ્રમાદ એ વિપત્તિ છે, અપ્રમાદ એ સંપત્તિ છે. પરભવ ભ્રમ છે, સ્વભાવ ધર્મ છે. સંસારમાં રૂપાદિકમાં મોહ પામી શું મેળવ્યું ? રૂપે મોહેલા જીવોએ નરક જેવા સ્થાનમાં કદરૂપતા જ પ્રાપ્ત કરી, વાણીમાં મોહેલા જીવો નામરૂપને જ કહેતા-કહેવરાવતા રહ્યા. વાણીને મલિન કરી, એ ઇન્દ્રિય છતાં મૂંગાપણું પામ્યા. સ્પર્શસુખથી લોભાયેલો જીવ સ્પર્શના સુખમાં આક્રાંત બની કામી બની નિગોદ સુધી પહોંચી ગયો, અને રસનાનો લોલુપ તો સ્પષ્ટ જિલ્લાથી આહાર લેવા અસમર્થ બને તેવા સ્થાનમાં ઊપજ્યો. ગંધની વિવિધતામાં રાચતો જીવ ભ્રમર બની ભટક્યો અને કામનો ભોગ બન્યો. તું જ વિચાર કે આમાં તું શું સુખ પામ્યો ? લૂંટાતો જ રહ્યો. સાવ દરિદ્રી જેવો, તારી પાસે અક્ષય ખજાનો હોવા છતાં ભીખ માગતો જ રહ્યો. પ્રભુવચનનો તેં અનાદર કર્યો, સદ્ગુરુના આશ્રયને ત્યજી દીધો અને ઇન્દ્રિયાદિક વિષયમાં એવો રાચ્યો કે જે કંઈ માનવભવમાં લાવ્યો હતો તે પણ લૂંટાઈ ગયું. જે કંઈ મેળવ્યું હતું તે ગુમાવીને ખાલી હાથે વિદાય થવાનો વારો આવ્યો. માટે હજી જે કંઈ સમય બાકી છે તેનો સદ્ઉપયોગ કરી લે. થોડું સાહસ કરી જંજીરમાંથી છૂટો થા. પછી સંતોની કૃપા તારી સાથે છે. પરમ પદ આતમ દ્રવ્યકુ, કહત સુનત કછું નાહિ; ચિદાનંદઘન ખેલ હી, નિજપદ તો નિજ માંહિ. છંદ-૧૭ પરમપદસ્વરૂપ આત્મા વચનાતીત છે. તેને કહી કે સાંભળી શકાતો નથી. એવા ચિદાનંદ-ધનરૂપ આત્માની રમણતા તો પોતાના સ્વરૂપમાં જ છે. આત્મા સ્વયંપ્રકાશક છે. તેવા આત્મા વિશે . વચન કે વિકલ્પ શું હોય ? પરમપદસ્વરૂપ આત્મા સ્વયં પ્રકાશિત છે. તેનું સુખ કહ્યું કે વર્ણવ્યું જતું નથી. તેને બહાર ધન-માનની પ્રાપ્તિ ભલે નથી, પરંતુ સમાધિશતક ૪૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ અંતરમાં ચિદાનંદરૂપ ઘન જેમ ઇન્દ્રાધાર વર્ષા વરસે તેમ વરસી રહ્યું છે. જ્ઞાનરૂપી પ્રકાશમાં તે સ્વયં પ્રકાશિત થયો છે. જ્ઞાન અને ક્રિયાનો અહીં મેળ સધાયો છે, જેવું જ્ઞાન છે તેવી ક્રિયા પણ સત્ છે. ચિદાનંદસ્વરૂપ યોગીની રમણતા નિજપદમાં છે, તેમનું સ્થાન અંતરંગમાં છે. પૂર્વના સંસ્કારો તો અંદર ને અંદર જ નષ્ટ થઈ જાય છે, જેમ જેમ નિજપદમાં રમણતા રહે છે તેમ બાહ્ય જગતના રૂપાદિ પદાર્થો અલોપ થતા જાય છે અર્થાત્ જે વાસ્તવિક સ્વરૂપ હતું તે પ્રગટ થાય છે. આ યોગીને હવે રોગ-શોક, જન્મ-મરણ, લાભ-હાનિ સ્પર્શતાં નથી, કેમ કે અવ્યાબાધ આરોગ્ય જેમાં ૨હેલું છે તે આત્મદ્રવ્ય પ્રગટ થયું છે, આત્મત્વનું અમરત્વ તેમણે અનુભવ્યું છે, જીર્ણતા પામતું શરીર તો જાણે તેમણે દેહમાં રહીને જ ત્યાગી દીધું છે. યોગી જાણે છે કે ચિત્તની રુગ્ણતા દૂર થયા પછી શરીરની જર્જરતા ચિત્તને શું હાનિ કરશે ! શુદ્ધ થયેલો આત્મા તો જીર્ણતાને પામતો નથી. સર્વ વાસના જ્યાં શમી છે ત્યાં ચિદાનંદની મસ્તી કહી કે સાંભળી જાય તેવી નથી, અલખ છે. यन्मया दृश्यते रूपं, तन्न जानाति सर्वथा । जानन्न दृश्यते रूपं, ततः केन ब्रवीम्यहम् ॥ १८ ॥ રૂપ મને દેખાય જે, સમજે નહિ કંઈ વાત; સમજે તે દેખાય નહિ, બોલું કોની સાથ. ૧૮ અર્થ : મને જે આ રૂપ-દેહ આદિ સર્વ પદાર્થો દેખાય છે તે તો અચેતન છે. એ પદાર્થ કોઈને જાણતા નથી અને ચૈતન્યસ્વરૂપ આત્મા તે આ ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી, તો કોની સાથે બોલું ? અહો ! કેવું આશ્ચર્ય છે કે જગતના પદાર્થો ઇન્દ્રિયોના સાધનથી મને દેખાય છે, તે મને જાણતા નથી અને એ પદાર્થોને જાણવાવાળો દૃશ્ય થતો નથી. તો પછી અગોચર એવો હું કોની સાથે વાણીવ્યાપાર કરું ? વળી, દેહ આદિ સર્વ પદાર્થો દૃશ્યમાન જગત છે તે અચેતન ૫૦ આતમ ઝંખે છુટકારો Page #62 -------------------------------------------------------------------------- ________________ અબોધ છે, તેને કંઈ પણ સમજાવું તો તે સમજવાના નથી. તો પછી વચન વડે તને કંઈ પણ કહેવું વ્યર્થ છે. વળી, જાણનાર એવો આત્મા દશ્ય ન હોવાથી મારે કોને કહેવું-સમજાવવું કે વચન ઉચ્ચારવાં ? માટે બાહ્ય કે અંતર્ વિકલ્પ કરવા જેવો નથી. આમ, ચિત્તનિરોધરૂપ આ સમાધિમય યોગ છે. તેવા યોગ માટે બોધ આપે છે કે રૂપી પદાર્થો જડ હોવાથી તે તને જાણતા નથી, તું તે પદાર્થો દ્વારા સુખભોગની કલ્પના કરે છે પણ તે તને કહેતા નથી કે અમને સુખ થાય છે. તે તારી સાથે કંઈ પણ ઉચ્ચાર કરતા નથી, પથ્થરની શિલા જેવા જડ તે પદાર્થો, દેહાદિ દશ્યજગત તને જાણતું નથી. તે તેના પરિણમનને આધીન છે, તો તું શાને માટે વાણીનો વ્યર્થ વ્યાપાર કરી, વિકલ્પ કરી કર્મને બાંધે છે ? જગતની રચનાનાં છ દ્રવ્યોમાં, જીવ-અજીવ, ધર્મ-અધર્મ, કાળઆકાશમાં અવરૂપ પુદ્ગલમાત્ર રૂપી છે. તે સ્પર્શ, ગંધ, વર્ણ અને શબ્દરૂપ છે, તેનામાં જ્ઞાનગુણ નથી, તે તને જાણવાના નથી. તું તે પદાર્થોમાં મોહ પામી અંતરમાં વિકલ્પ કરે છે અને સ્વરૂપને ભૂલે છે. સ્પર્શ-ગરમ-શીત એવા કોઈ પદાર્થે તને કહ્યું કે તમે મને ભોગવો, મારી પ્રશંસા કરે; રસનાના ખાટા-મધુર સ્વાદે તને કહ્યું તમે મારો સ્વાદ જાણ્યો તેથી મને આનંદ થયો; કોઈ સુગંધે તને કહ્યું કે મને સુંઘવાથી સુખ ઊપજ્યું છે – કોઈ રૂપી પદાર્થ તે જોયા તેથી નાચી ઊઠ્યું? અને શબ્દોએ તને શું પ્રતિસાદ આપ્યો ? તો પછી તારે શા માટે વ્યર્થ વિકલ્પ કરી વાચારૂપી જાળમાં ફસાવું ? આવો બોધ પરિણમન પામે તો વચન સંયમ થતાં, વિકલ્પ શમવાથી મનનો નિરોધ થવો સંભવ છે. કદાચ તને વિકલ્પ ઊઠે કે ભલે સ્પર્શાદિ ઈન્દ્રિયો આ સર્વ જાણતી નથી. પણ હું તો જાણું છું. ભાઈ, તું જેને જાણનાર કહે છે તે તને દેખાતો નથી. તો પછી જે આવો અરૂપી છે તેની સાથે શી કથા કરવી ? તું જાણે છે કે આકાશ જેવો પદાર્થ અરૂપી છે તેની સાથે વાણી-વ્યવહાર થઈ શકતા નથી. તો પછી અરૂપી સમાધિશતક ૫૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ એવા ચેતનને વળી કથા શું ? આમ વિચારવાથી વચન શાંત થશે. વચન શાંત થતાં વિકલ્પ શાંત થશે. વિકલ્પ શાંત થવાથી ચિત્ત શાંત થશે અને આખરે પરપદાર્થોનો મોહ કે અહં શમી જતાં નિર્વિકલ્પ યોગ સાધ્ય થશે જે તને પરમાત્મસ્વરૂપે પ્રગટ થવામાં કારણ છે. ભાઈ ! તને જે સપ્તધાતુનું પૂતળું દેખાય છે તેનાથી મુક્ત થવાનો ઉપાય આ યોગ છે. તેવા યોગને સાધવાને બદલે તું કેવળ આ દેહ તે હું તેમ પોપટ-રટણ શા માટે કરે છે ? દેહરૂપી પીંજરામાં પુરાવા છતાં તું તને સુખી માને છે ? ભાઈ, એ પિંજર એક દિવસ છોડવાનું છે. યોગસાધક યોગી એને ખરા સ્વરૂપે માને છે. તે જીર્ણ થાય તે પહેલાં તે દેહભાવની વાસનાને જીર્ણશીર્ણ કરી દે છે, આત્મરમણતામાં લીન બને છે. यत्परैः प्रतिपाद्योऽहं, यत्परान् प्रतिपादये । उन्मत्तचेष्टितं तन्मे, यदहं निर्विकल्पकः ॥१९॥ બીજા ઉપદેશે મને, હું ઉપદેશું અન્ય એ સૌ મુજ ઉન્મત્તતા, હું તો છું અવિકલ્પ. ૧૯ અર્થ: હું પર થકી પ્રતિષ્ઠિત થાઉં છું. અને હું પરપદાર્થોનું પ્રતિપાદન કરું છું તે મારી ઉન્મત્ત ચેષ્ટા છે, કારણ કે હું તો નિર્વિકલ્પ છું. હું આત્મા-ચૈતન્યસ્વરૂપ છું તે જાણતો નથી. ગુરુજનો મને જણાવે છે. ચૈતન્યસ્વરૂપનું પ્રતિપાદન કરે છે, અને વળી જ્યારે હું ગુરુસ્થાન પામું છું ત્યારે શિષ્યાદિકનું પ્રતિપાદન કરું છું. આમ, મોહવશ હું ઉન્મત્ત ચેષ્ટા કરું છું. પરંતુ આવા વચન પ્રતિપાદનથી મારું સ્વરૂપ અગ્રાહ્ય છે, સ્વરૂપનો બોધ થતાં તે સર્વે મને અગ્રાહ્ય છે. સ્વરૂપનો બોધ થતાં સાધક-અંતરાત્માને અસાર અને ક્લેશજનિત આ સંસારથી ઉદાસીનતા આવે છે, જન્મમરણના પરિભ્રમણનો ત્રિવિધ તાપ તેને સમજાય છે. જગતના પદાર્થોનાં પ્રલોભનો વ્યર્થ જણાય છે. અરે ! સગાં-સ્વજન પણ તેને પરજન જણાય છે. સંસારનાં આતમ ઝંખે છુટકારો પ૨. Page #64 -------------------------------------------------------------------------- ________________ સુખો તુચ્છ અને વિનશ્વર જણાય છે. આથી અંતર-બાહ્ય વિકલ્પો શમી જાય છે. પ્રાથમિક ભૂમિકામાં તેને ગુરુ આદિના ઉપદેશની આકાંક્ષા હતી. તે પણ શમી ગઈ છે. શુદ્ધાત્મા જ તેનો ગુરુ છે. વળી, બહારમાં શિષ્યોને ઉપદેશ દેવાની વૃત્તિ હતી તે પણ શમી ગઈ છે. અર્થાત્ જે જે ભૂમિકાએ જે યોગ છે તે પ્રમાણે તે આરાધે છે, જેમ જેમ બાળક આગળના ધોરણમાં જાય તેમ તેમ પાછળનાં પાઠ્યપુસ્તકો છૂટતાં જાય તેવી રીતે સાધનામાર્ગમાં પણ ભૂમિકા પ્રમાણે બાહ્ય કારણો-નિમિત્તો છૂટતાં જાય છે. અર્થાત્ નિરાલંબન સ્થિતિ થતાં પૂર્વે જે આલંબનો ગ્રહણ કર્યાં હતાં તે સહજભાવે છૂટી જાય છે. જેમ અશુભભાવથી છૂટવા શુભ આલંબન ગ્રહણ કર્યા હતાં. પરંતુ જ્યાં શુદ્ધભાવની સ્પર્શના થઈ ત્યાં શુભ આલંબન પણ છૂટી જવાનો ક્રમ આવે છે. આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, “આનંદઘન” પ્રભુ જાગે રે. નાનું બાળક ચાલતાં શીખે ત્યારે મા આંગળી પકડી ચલાવે, ઠેલણગાડી આપે. પરંતુ બાળકના પગમાં ચાલવાની ક્ષમતા થતાં ઠેલણગાડી છૂટી જાય છે. તેમ, ભૂમિકા અનુસાર આલંબન એ પણ પરાશ્રય હોવાથી તેનો ત્યાગ હોય છે. કેવળ ક્ષાયિક ભાવે જ્ઞાન-દર્શન અને ચારિત્ર જ ત્યાં પ્રગટ થાય છે यदग्राह्यं न गृह्णाति; गृहीतं नापि मुंचति । जानाति सर्वथा सर्वं, तत्स्वसंवेद्यमस्म्यहं ॥२०॥ રહે નહિ અગ્રાહ્યને, છોડે નહિ ગ્રહેલ; જાણે સૌને સર્વથા, તે હું છું નિવે. ૨૦ અર્થ : શુદ્ધાત્મા અગ્રાહ્ય પરપદાર્થોને ગ્રહણ કરતો નથી અને જ્ઞાનાદિ સ્વરૂપ સહભાવી ગુણોને ત્યજતો નથી. શુદ્ધાત્મા સર્વ પદાર્થોને સંપૂર્ણ જાણે છે, તે પોતાને પણ સંપૂર્ણપણે જાણે છે. પોતાને જાણતો શુદ્ધાત્મા સ્વસંવેદ્ય છે. સમાધિશતક Page #65 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધાત્મા સત્તાઅપેક્ષાએ અને પ્રગટ થયેલો પરમાત્મસ્વરૂપે અગ્રાહ્ય એવાં સ્ત્રી, ધન, પુત્ર આદિ પદાર્થોને ગ્રહણ કરતો નથી. ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયરૂપી વિભાવને ગ્રહણ કરતો નથી, કર્મોદયના નિમિત્ત જ્ઞાનાવરણ આદિ કર્મપ્રકૃતિને ગ્રહણ કરતો નથી, મન-વાણી કે કાયાના વ્યાપારથી યુક્ત નથી. નરકાદિ ચારે ગતિની આકૃતિને ગ્રહણ કરતો નથી. બાળ-વૃદ્ધ-યુવાન આદિ અવસ્થાથી આવૃત્ત થતો નથી. સ્ત્રી-પુરુષ જેવા લિંગથી લપાતો નથી. શુદ્ધાત્મા આવા સર્વ પરભાવો, પરવૃત્તિ અને પરપદાર્થોથી મુક્ત જ છે. પ્રજ્ઞા વડે સાધકે આવા સર્વ વિકલ્પોને નષ્ટ કર્યા છે. જોકે શુદ્ધાત્મા એક પદાર્થ હોવાથી ગુણસંપન્ન છે, તેથી પોતાના સહભાવી એવા જ્ઞાનદર્શનાદિ ગુણોને ક્યારેય પણ અગ્રાહ્ય કરતો નથી. તેમાં જ સદા રમણ કરવું તે એનું લક્ષણ છે, તે શુદ્ધાત્મા જ્યારે પૂર્ણજ્ઞાનસ્વરૂપે પ્રગટ થાય છે ત્યારે સમસ્ત વિશ્વના સર્વ પદાર્થોને જાણે છે, અને સ્વને જાણનારો તેવો તે સ્વસંવેદ્ય છે. આવો જ્ઞાનસ્વરૂપ આત્મા ક્યારેય પણ બુઝાતો નથી, તેની ચેતનાશક્તિ સનાતન સ્કુરિત છે, તે સ્વસંવેદ્ય છે. તે બાહ્ય સાધન વડે પ્રાપ્ત નથી. યોગીઓ સ્વરૂપમાં ડૂબકી મારીને જ તેને પ્રગટ કરી શક્યા છે. પ્રજ્ઞા વડે તેણે દેહાદિથી ભિન્ન પોતાને અનુભવ્યો છે, તે અબદ્ધ અને અસ્પષ્ટ છે. દેહાદિથી તેનું અસ્તિત્વ તદ્દન ભિન્ન છે. માનવદેહમાં રહેલા આ શુદ્ધાત્માને પ્રગટ થવાનો ઉપાય મળે છે. તેને ભાન થાય છે કે આ જાણનારો અને વદનારો કોણ છે ? પોતે પરપદાર્થોનો જ્ઞાતા-દ્રષ્ટા છે, કર્તાભોક્તા નથી. અરે, જાણનાર કોણ તેવા વિકલ્પો પણ શમી ગયા છે. કેવળ નિજસ્વરૂપની રમણતામાં જ મોજ માણે છે. પરપદાર્થોને ગ્રહણ કરી, પોતાના માની તેણે અનંત કાળ ગુમાવ્યો. હવે તેનો બોધ પ્રાપ્ત થતાં, પ્રથમ તો પરદાર્થોના વિકલ્પો શમી ગયા, શુદ્ધાત્માને તો હવે કંઈ ગ્રહણ કે ત્યાગપણું પણ રહ્યું " ૫૪ આતમ ઝંખે છુટકારો Page #66 -------------------------------------------------------------------------- ________________ નથી. પોતાનું હતું નહિ તેને પોતાના માની જે પદાર્થો ગ્રહણ કર્યા હતા, તે સહજભાન થતાં સ્વયં છૂટી ગયા. તેથી હવે ત્યાગનો વિકલ્પ પણ રહ્યો નથી. અને જે પોતાનું સ્વરૂપ છે તે તો ગ્રહિત છે, તેને ત્યજવાનો વિકલ્પ ન હોય. શુદ્ધાત્માને ત્યાગ અને ગ્રહણ નથી તો પછી તે શું કરે છે ? આત્માનો ગુણ જાણવાનો છે. તે સ્વને અને સર્વને જાણે છે. જાણવું તે જ તેનો સ્વભાવ-ક્રિયા છે. તે સ્વસંવેદ્ય હોવાથી પોતાને શુદ્ધાત્મા માને છે. હું સ્વતંત્ર તત્ત્વ છું. જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપ છું. ‘સોહં' જેવું પરમાત્મસ્વરૂપ છે તેવો જ હું છું, અથવા જેવું મારું શુદ્ધ સ્વરૂપ છે તેવું જ પરમાત્મસ્વરૂપ છે. અહો ! આશ્ચર્ય, એક જ સ્વરૂપે હોવા છતાં રાગ અને વીતરાગનું કેવું અંતર પડી ગયું ? પરની આશાએ મારું જાણપણું જ્ઞાન મેં ગુમાવ્યું હતું. હવે મને સ્વ-પરનો ભેદ સમજાયો અને દુઃખમુક્ત થવાનો ઉપાય મળ્યો. જગત સ્વયં પોતાના નિયમને આધીન ચાલે છે, મારે તેમાં કર્તા-ભોક્તા થવાની શી જરૂર છે ? હું કેવળ સહજાનંદસ્વરૂપ છું. આત્મા કર્તા છે ? ના.... આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે : આત્માના જ જ્ઞાનદર્શનાદિ ગુણોના સ્વભાવનો કર્તા આત્મા છે. મોહ, રાગ, દ્વેષ, વૈભવ-અજ્ઞાનભાવનો કર્તા અન્નાની આત્મા છે. અજ્ઞાની આત્મા દેહાદિ પરપદાર્થોમાં થતા રાગાદિને પોતાનું સ્વરૂપ માની તેનો કર્તા-ભોક્તા બને છે. શુભ કે અશુભ પરિણામે આત્મા શુભાશુભ પરિણામવાળો કહેવાય છે. જ્ઞાની શુદ્ધ પરિણામે રહીશુદ્ધ-પરિણામી કહેવાય. મૃત્યુને તરી જવાનો, અમૃતનો સ્વાદ લેવાનો આ અપૂર્વ અવસર છે તેમ તે જાણે છે. જ્ઞાતા હોવાથી જીવ-અજીવાદિ તત્ત્વોને સમ્યગ્ પ્રકારે જાણે છે. પરંતુ તે તત્ત્વમય થતો નથી. છ દ્રવ્યોને યથાર્થપણે જાણે છે છતાં પોતાનાં સંવેદનોને ત્યજતો નથી. અર્થાત્ વીતરાગના વચન પ્રમાણે સમાધિશતક ૫૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ ત્યજવા જેવું ત્યજી દે છે અને ઉપાદેયને આચરે છે. ભવ્ય જીવનને માણતો અપૂર્વતાને પામે છે. જ્ઞાની અજ્ઞાની પદાર્થને જાણે છે. જ્ઞાની જાણે છે પરંતુ તે તે પદાર્થોમાં એકત્વ બુદ્ધિ કરતા ન હોવાથી બંધનમુક્ત રહે છે. અજ્ઞાની જાણે છે, સાથે તે તે પદાર્થમાં આસક્ત થઈ માણે છે. આવું જ જમીન અને ગગન જેવું જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનું છે. બંધન અને મુક્તિ વચ્ચેનું છે. કોલસા અને હીરા જેવું છે. જડ અને ચૈતન્યનો ભેદ ઊકલી જાય તો બોધસ્વરૂપ આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપે છે તે જ પ્રગટ થાય છે. ગ્રહણ અયોગ્ય ગ્રહે નહિ, ગ્રહ્યો ન છંડે જેહ; જાણે સર્વસ્વભાવને, સ્વપર પ્રકાશી તેહ. છંદ-૧૮ ઉપરોક્ત શ્લોકમાં જે કહ્યું છે તેના સમર્થનમાં કહે છે, કે યોગીજનો અંતર-બાહ્ય કોઈ પણ પદાર્થ કે જે અગ્રાહ્ય છે, આત્મસ્વરૂપથી વિપરીત છે, સ્વભાવરૂપ નથી. તેને ગ્રહણ જ કરતા નથી અને જે આત્મસ્વભાવરૂપ છે તેવા જ્ઞાનાદિક તેને ક્યારેય પણ છોડતા નથી, સ્વભાવથી વ્યુત થતાં નથી. કારણ કે જડ એવા શરીરાદિ પુદ્ગલપદાર્થો, રાગાદિ ભાવો, આહારાદિ સંજ્ઞાઓ, શુભ-અશુભ લેશ્યાઓ કે કર્મજન્ય અનેક પ્રવૃત્તિને ગ્રહણ કરવાથી જીવ અનંતકાળથી રખડ્યો છે અને દુઃખ પામ્યો છે. એમ બોધ થવાથી તેવા કોઈ પદાર્થને સાધક ગ્રહણ કરવાની અલ્પ પણ આકાંક્ષા રાખતો નથી, જોકે સ્વભાવથી ભિન્ન એવા સ્પર્શાદિ પદાર્થોને શુદ્ધાત્મા ક્યારેય પણ ગ્રહણ કરતો નથી, પણ તેનો સંયોગ થતાં મારાપણાનો ભ્રમ ગ્રહણ-ત્યાગના ભાવ કરે છે. વાસ્તવમાં આત્માના સ્વરૂપનાં જે પદાર્થો કે લક્ષણ નથી તે જીવને અગ્રાહ્ય છે. તેને ક્યારેય પણ ગ્રહણ કરતો નથી. યોગી જ્ઞાનસ્વભાવને જાણે છે કે હું તો સ્વ-પર પ્રકાશી છું, કોઈ પદાર્થનો કર્તા-ભોક્તા નથી. અજ્ઞાની પરપદાર્થમાં સુખબુદ્ધિ કરીને છેતરાય છે. અને તેને ગ્રહણ કરવા મિથ્યા પ્રયત્ન કરે છે. પરંતુ ૫૬ આતમ ઝંખે છુટકારો Page #68 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવમાં સુખ પામતો નથી. એવું ભાન થતાં તે શુદ્ધ સ્વભાવને જ ગ્રાહ્ય કરે છે. તત્ત્વના આવા યથાર્થ બોધથી તે સમકિતને પામે છે. પછી તો તે સર્વ પદાર્થોના સંયોગમાં છતાં તેનાથી અલિપ્ત રહે છે. અને જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય દશામાં રહી ઉત્તમ ભાવના વડે નિર્મળ મતિ વડે ભવપાર તરી જાય છે. યોગી નિત્ય અંતર્મુખ હોય છે તેથી તેમની બાહ્ય ચેષ્ટા થતી હોય ત્યારે પણ સદા જાગ્રત હોય છે. શુદ્ધતાનું સર્જન અને અગ્રાહ્યનું વિસર્જન એવો ક્રમ સેવીને તે કાળક્રમે મુક્ત થાય છે. અંતે ગ્રાહ્ય અને અગ્રાહ્ય જેવા કંદોથી પણ તે પર હોય છે. આત્મસ્વરૂપની રમણતા જેમ જેમ વધે છે તેમ તેમ સ્પર્ધાદિ, નામરૂપના ખેલ શમી જાય છે. જ્ઞાન જેનું આવરિત થયેલું છે, તેને તો આ જગત મૃગજળની જેમ સાચું લાગે છે. યોગી સદા તેનાથી દૂર રહે છે, અરે, દેહમાં છતાં જન્મ, જરા અને મરણથી મુક્ત થયો છે. અર્થાત્ પરપદાર્થના નિમિત્તે શુભાશુભ આશ્રવને શુદ્ધાત્મા ગ્રહણ કરતો નથી અને જે સ્વરૂપ છે તેને ક્યારેય છોડતો નથી. ગાઢ આવરણના યોગે પ્રગટ ન થયેલા પણ મૂળ સ્વભાવને છોડતો નથી. જગતના સ્વરૂપને જાણે તેવો સ્વ-પર પ્રકાશી છે તે જગતના સર્વ પ્રપંચથી મુક્ત છે. માનવનું મન એવું છે કે અગ્રાહ્યને ગ્રહણ કરવા ઝંખે છે. અથવા તેણે જે ગ્રહણ કર્યું છે તેનાથી કંટાળી જાય છે. ત્યારે તે સંગ્રહ કરેલાને ત્યજી દેવા મથામણ કરે છે. આમ, માનવમન ગ્રહણ અને ત્યાગની યથાર્થતા સમજ્યા વગર તેનાથી પોતે છૂટો થઈ શકતો નથી. પરંતુ યોગી તો ગ્રહણ અને ત્યાગથી પરદશાને અનુભવે છે. તેમને બહારમાં કંઈ ગ્રહણ કરવું નથી જેથી ત્યાગનો વિકલ્પ કરવો પડે અને જે આત્મદશા ગ્રહણ છે તેનો ત્યાગ થતો નથી. उत्पन्नपुरुषभ्रान्तेः स्थाणौ यद्वद्विचेष्टितम् । तद्वन्मे चेष्टितं पूर्व, देहादिष्वात्मविभ्रमात् ॥२१॥ સમાધિશતક ૫o Page #69 -------------------------------------------------------------------------- ________________ સ્થાણુ વિશે નરભ્રાન્તિથી થાય વિચેષ્ટા જેમ; આત્મભ્રમે દેહાદિમાં વર્તન હતું મુજ તેમ. ૨૧ અર્થ : ઝાડના સૂકા ઠૂંઠામાં જેને પુરુષની ભ્રાંતિ થઈ છે, તેવા મનુષ્યની ચેષ્ટા વિપરીત હોય, તેમ દેહાદિમાં જેને આત્મસ્રાંતિ થઈ છે તેવી પૂર્વે મારી ચેષ્ટા થઈ હતી તેમ અંતરાત્મા ચિંતવે છે. જ્ઞાનીજનો જગતને સાચો માર્ગ દર્શાવવા માટે જ્ઞાનસ્વરૂપે પ્રગટ થયા પછી, વસ્તુનું સાચું સ્વરૂપ લક્ષમાં આવવાથી જણાવે છે કે અહો, જ્ઞાન પૂર્વેની ચેષ્ટાઓ કેવી ભ્રામક હતી ? સુકાઈ ગયેલા ઝાડના ઠૂંઠાને જોઈને ભ્રમ થાય કે આ પુરુષ ઊભો જણાય છે તેમ મારી માન્યતા દેહમાં આત્માની ભ્રાંતિ થવાથી હું દેહને જ આત્મસ્વરૂપ માની તેને અમર રાખવાની ચેષ્ટા કરતો હતો. શરીરની વૃદ્ધિને આત્મવૃદ્ધિ માનતો હતો. જેમ બાવળ ખાવાથી મુખમાં નીકળતા લોહીના સ્વાદને ઊંટ બાવળનો સ્વાદ માને છે, તેમ દેહની શાતા આદિમાં જીવ આત્મસુખ માનતો હોય છે. શરીરની બધી જ પ્રકૃતિને પોતાની માને છે. બાળક હતો ત્યારે બાળચેષ્ટામાં ખેલકૂદમાં સુખ માનતો હતો, યુવાન થયો, રમવાનાં સાધનો બદલાયાં, સ્ત્રી-પુત્ર-પરિવારને પોતાનાં માન્યાં. બાળક હતો ત્યારે કાષ્ઠની પૂતળીને સ્ત્રી માની તેને કોટે વળગાડતો હતો. ખવરાવતો-પિવરાવતો અને નવરાવતો હતો. લાકડાની પૂતળી હોવા છતાં તે ક્યાંક ખોવાઈ જાય તો રડતો હતો. હવે સજીવ એવા સ્ત્રી-આદિમાં એવી ચેષ્ટા કરવા લાગ્યો. તેમના સંયોગમાં રાગ અને વિયોગમાં દુઃખ માનવા લાગ્યો. અને વૃદ્ધ થયો ત્યારે ખવાતું નથી, પિવાતું નથી, ફરાતું નથી. કોઈ ખબર લેતું નથી. એમ શરીરના જ લક્ષ્ય દુ:ખી થતો રહ્યો. ક્યારેય તેણે દેહભાવની ભ્રાંતિ છોડી ન હતી. હવે તેને સદ્ગુરબોધે ભાન થયું કે, અરે ! હું તો આ સપ્તધાતુના દેહને સોનાનું રૂપાળું પિંજર માની પુરાયો હતો. તેમાં માયા કરી. એક દેહ છૂટ્યો, બીજા દેહો અનેક વાર પ્રાપ્ત કરતો ૫૮ આતમ ઝંખે છુટકારો Page #70 -------------------------------------------------------------------------- ________________ રહ્યો અને મોહપાશમાં બંધાઈને ભાન ભૂલ્યો. તેમાંથી કોઈ વાર છૂટવા પ્રયત્ન કર્યો ત્યારે મમતાના જૂના સંસ્કારોથી મને વળી ભ્રમ થયો કે દેહમાં સુખ છે. અને આવી સુખભોગની, સ્વાદ વગેરેની મારી વાસના વધતી ગઈ. એથી પ્રમાદી થઈ સ્વસ્વરૂપને ભૂલી ગયો. પરંતુ સદ્ગુરુના બોધે મનમાં મંથન થયું કે હવે આ દેહ-વાસનાના ભૂતથી ક્યારે છૂટું ? અને જિનવાણીના આધારે મને કંઈ ભાન થયું કે આ સંસારના કોઈ પણ પદાર્થો મારા હતા નહિ, છે પણ નહિ અને થશે પણ નહિ. હું કોનો સંગ કરું ? એમ મંથન કરવાથી હું જાગી ગયો, અને અજ્ઞાન છૂટી ગયું. પછી તો તેણે પરપદાર્થોની મૂછને ફગાવી દીધી. સંયમાદિ દ્વારા વિચાર અને આચરણનો મેળ કરી અજ્ઞાનતાનાં તાળાં ખોલતો જાય છે. પછી તો અંતર-બાહ્ય સઘળાં આવરણોને ટાળતો, ખાંડાની ધાર પર ચાલતો શુદ્ધિનાં સોપાન ચઢતો જાય છે. પૂર્વે જે કર્મબીજ વાવ્યાં હતાં તેને મૂળથી ઉખેડીને કાઢતો જાય છે અને બોધિબીજને વાવે છે. જન્મ-મરણ જેવા તંદ્રાત્મક અંધકારને ભેદી તે અંતરાત્મપણે રહે છે. પૂર્વેની ભૂલોનું ક્યારેય સ્મરણ કરી, તે તે ચેષ્ટાઓને જોતો પોતે કેવો હાંસીપાત્ર હતો તે વિચારે છે. કર્મપ્રકૃતિને વશ વર્તતો કેવી બાળચેષ્ટાઓ કરતો હતો ? પરંતુ આખરે જ્ઞાન થયું કે પેલો માણસ કે ભૂત જેવો દેખાતો આકાર તો ઝાડનું ટૂંઠું છે ! પોતે માત્ર ભ્રમથી ભયાદિના વિકલ્પમાં પડ્યો હતો. તેવી રીતે મેં પૂર્વે પૌગલિક પદાર્થોને મારા માની અનેક વિકલ્પોની ભ્રમજાળ ઊભી કરી હતી. વળી, સ્ત્રી-આદિને રાજી કરવા, દેહને સુખી કરવા કેટલાંય કષ્ટો વેઠ્યાં અને ક્રોધાદિનું સેવન કર્યું. કોઈના નિમિત્તથી પ્રતિકૂળતા થતાં તે તે જીવોને પણ કષ્ટ આપવા પ્રેરાતો હતો, એમ અન્યને દુઃખ આપતો હું દુઃખી થતો. કારણ કે મને મારા સ્વરૂપનું ભાન ન હતું. કેવળ દેહમાં જ આત્માની ભ્રાંતિ કરી મળેલા માનવદેહના સાધનનો વિપરીત ઉપયોગ કર્યો. આવા ઊહાપોહથી સાધકમાં દેહાદિથી ભિન્નપણાનો વિવેક આવે છે ત્યારે ભેદજ્ઞાન થાય છે. શરીરાદિમાં આત્મબુદ્ધિનો ભ્રમ દૂર થાય સમાધિશતક પ૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ છે. દેહાદિનો સાક્ષી રહે છે, આત્મસન્મુખ થઈ અંતરાત્માપણે સ્થિર થાય છે. यथाऽसौ चेष्टते स्थाणी, निवृत्ते पुरुषाग्रहे । तथाचेष्टोऽस्मि देहादी, विनिवृत्तात्म विभ्रमः ॥२२॥ સ્થાણુ વિશે વિભ્રમ જતાં થાય સુચેષ્ટા જેમ; ભ્રાન્તિ જતાં દેહાદિમાં થયું પ્રવર્તન તેમ. અર્થ : વૃક્ષના ઠૂંઠામાં પુરુષની ભ્રાંતિ કરેલી તે દૂર થતાં તેમાંથી વિકલ્પોને દૂર કરે છે. તેમ દેહાદિમાંથી આત્મસ્રાંતિ દૂર થતાં સ્વસન્મુખ થઈ જ્ઞાતાપણે મારી દૃષ્ટિ વર્તે છે. ૨૨ વૃક્ષના ઠૂંઠામાં પુરુષની માન્યતા કરી વિકલ્પો ઊઠે કે જો તે ચોર હશે તો મને લૂંટી લેશે, કોઈ સજ્જન હશે તો મને ઉપકારક થશે. પરંતુ વૃક્ષની નજીક જતાં ભાન થયું કે અહો ! આ તો સૂકું વૃક્ષ છે, પુરુષ નથી, તે જ સમયે પૂર્વે કરેલા સઘળા વિકલ્પો વિનાપ્રયાસે નષ્ટ થયા અને ભ્રાંતિવાન પોતાની કલ્પના કેવી હાંસીપાત્ર હતી તે સમજી જાય છે. તે પ્રમાણે જ્યારે દેહાદિમાંથી આત્મબુદ્ધિનો ભ્રમ દૂર થવાથી આ મને શાતાના યોગે સુખ આપનાર છે અને અશાતાના યોગે દુઃખ આપનાર છે તેવી ઉપકારક કે અપકારક બુદ્ધિ હતી તેવી ચેષ્ટાઓ દૂર થઈ. અને દેહમાં જે આત્મસ્રાંતિ હતી તે દૂર થઈ. વળી, કર્મપ્રકૃતિવશ મળેલા એકેન્દ્રિયાદિ જાતિમાં જન્મી તે પ્રમાણે ચેષ્ટા કરતો, માનવદેહધારી સ્ત્રીરૂપે મળેલા દેહમાં સ્ત્રીને યોગ્ય ચેષ્ટાઓ કરવા લાગ્યો. પુરુષરૂપે મળેલા દેહમાં પુરુષરૂપ ચેષ્ટા કરવા લાગ્યો. બાળક હતો ત્યારે બાળચેષ્ટા; યુવાન થયો ત્યારે યૌવનનો થનગનાટ, વિષયોનો તલસાટ, વાસનાનો વલવલાટ કરવા લાગ્યો; વૃદ્ધ થયો ત્યારે મૂંઝાયો, રોગ થયા, રોગી બન્યો. આવી અનેક ચેષ્ટાઓ દેહમાં આત્મબુદ્ધિથી કરી હતી. તેનો ભ્રમ દૂર થતાં આત્મભાવ જાગ્યો. આમ, દેહાદિની સ્થૂળ અને સૂક્ષ્મ ચેષ્ટાઓમાં રાચતો ઘણો કાળ નિર્ગમન થયો. તેમાં જ સુખદુઃખની કલ્પના કરી. સંસારમાં દડાની ૬૦ આતમ ઝંખે છુટકારો Page #72 -------------------------------------------------------------------------- ________________ જેમ રગડતો રહ્યો. ક્યાંયે સુખ ન પામ્યો. થાકેલો-હારેલો ક્યાંય સદ્ગરનો યોગ થતાં સ્વરૂપનું આંશિક ભાન થયું. येनात्मनाऽनुभूयेऽहमात्मनैवात्मनात्मनि । सोऽहं न तन सा नासौ, नौका न दौ न वा बहुः ॥२३॥ જે રૂપે હું અનુભવું નિજ નિજથી નિજમાંહી, તે હું નર-સ્ત્રી-ઇતર નહિ, એક બહુ-ઢિક નાહીં. ૨૩ અર્થ: હું આત્મા વડે આત્મામાં આત્માને સ્વસંવેદન દ્વારા અનુભવું છું, તેવો જ આત્મા છું. પણ હું નપુંસક, સ્ત્રી-પુરુષ નથી કે એક અથવા અનેકરૂપે નથી. પ્રથમ બહિરાત્માને જે ઇન્દ્રિયો અને મન દ્વારા બુદ્ધિના આધારે અત્યંત અલ્પમતિથી જે ભ્રમિત અને ખંડદર્શન થતું હતું તેને આવા પૂર્ણ સ્વરૂપનું શુદ્ધાત્માનું ભાન ક્યાંથી થાય ? જ્ઞાનમાં જ્યાં અહં વગેરે મલિનતા ભળી હોય ત્યાં પરને જ સ્વસ્વરૂપે માન્યતા થાય. તેમાં સ્વરૂપનું ભાન થતાં માન્યતા પલટો મારે છે. અહો ! તું તો સ્વસંવેદ્ય આત્મા છું – “સોહં' જે પરમાત્માનું સ્વરૂપ છે તે જ મારું છે, હું શરીર નથી. દેહના નિમિત્તે થતા સુખદુઃખની કલ્પના દૂર થઈ છે. કોણ કોનો પિતા, માતા, પુત્ર કે મિત્ર ? કોણ પત્ની કે પતિ ? આ સર્વ સંબંધ દેહના માધ્યમથી પૂર્વયોજિત કર્મના સંયોગો છે. કોનાં માન, કોનાં પાન, કોની મિલકત, કોનો દેશ અને કોનાં કુટુંબ ? કોની સાધનસામગ્રી ? કોના હીરા ? કોનું ઝવેરાત ? કોના ભાઈ ? કોની ભગિની ? અરે, આ દેહમાં રહેલાં હાડ-માંસ-મજ્જા પણ કોના ? અને કોણ નપુંસક ? કોણ શ્રી ? કોણ પુરુષ ? આ બધી જ મારાપણાની કલ્પના હતી. આમ, અનુપ્રેક્ષા કરતો ગયો અને બોધ પામતો ગયો, કે હું એક કે અનેક પણ નથી સ્વયં સ્વતંત્ર તત્ત્વ છું. દેહને અર્થે જે આકાંક્ષાઓ હતી તે વિરમતી ગઈ, અને ચિત્તમાં ઉદાસીનતા આવતી ગઈ, દેહના સુખને ઇચ્છવાને બદલે હવે આત્માર્થી સમાધિશતક ' ૬૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ બનતો ગયો, તેથી દેહને અર્થે આત્માને જોડતો હતો તે હવે આત્માને અર્થે દેહને સાધન માની તેના દ્વારા સાધના કરે છે. સંસારપ્રવર્તન કરવું પડે તો પણ રસપૂર્વક કરતો નથી. એવા ભેદજ્ઞાનના પ્રાદુર્ભાવે અંતરાત્મા વિચારે છે કે મારું ચૈતન્યસ્વરૂપ સર્વ પદાર્થથી પર છે. આત્મા તો કેવળ શુદ્ધ સ્વભાવી છે, ગુણ-ગુણીનો ભેદ પણ નથી તેવો એક કે અનેકરૂપે નથી. બહારમાં દેહથી એક નથી, સ્ત્રીઆદિકથી અનેક નથી. અંતરાત્મા સ્વસંવેદનમાં વર્તે છે એથી આત્મા જ સાધક, આત્મા એ જ સાધન અને આત્મા જ સાધ્ય બને છે. એથી “આ જ હું તેમ દેહથી ભિન્ન આત્મા સ્પષ્ટ અનુભવમાં આવે છે. અંતરાત્માનું ધ્યેય કેવળ બાહ્ય કે શુદ્ર નથી. તેને પૂર્વની સર્વ માન્યતાઓનો ત્યાગ કરવો પડે છે, ત્યાર પછી જ તે પરમાર્થનો પથિક બને છે. અનેક જન્મોના સંસ્કારોને તોડવા તે મહાન પર્વતને ભેદવા જેવું કઠિન છે, જેને સુખના સાથી માન્યા હતા તેવાં પ્રલોભનોને દાટી દેવાં કઠિન છે. પરંતુ મનથી જકડાયેલું દિવ્યતત્ત્વ જ્યારે પ્રગટ થાય છે, ત્યારે તે પ્રકારો સહેલાઈથી જીવને છોડી દે છે. તેને માટે મળેલા માનવજન્મનું મૂલ્ય, તત્ત્વની અપૂર્વ શ્રદ્ધા, ચિત્તની શુદ્ધિ, શુદ્ધમતિ અને તપ જેવાં આંતરિક બળને યોજવાં પડે છે, એ પ્રકારે કરેલું આત્મવિલોપન પેલી દિવ્યચેતનાને પ્રગટ કરે છે. દેહથી ભિન્ન સ્વસ્વરૂપે પ્રગટેલો શુદ્ધ ભાવ, નિર્વિકલ્પ દશામાં જેની સ્થિતિ છે તેને હવે વચનથી કહી શકાય તેમ નથી. એક શું અને અનેક શું ? એનો મોહ શો ? વિકલ્પ શો ? ભય-ચિંતા શી ? તે તો નિર્વિકલ્ય અને વચનાતીત છે. એવા આત્માને દેહભાવે જીવ બાંધીને જ આવ્યો હતો, જે જાતિમાં જન્મ્યો તે રૂપે માનતો આવ્યો હતો, જે નામકરણ થયું તે નામને જ સ્વપણે માનતો આવ્યો હતો તે સર્વ ભ્રમણાઓ હવે નષ્ટ થઈ છે. અહો ! કેટલા વિકલ્પ ? હું જૈન, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર છું? કાકા, મામા, માસી, ફઈ કે દાદી જેવા સંબંધોમાં રાચતો આવ્યો, કેટલાય મત-પંથને માનતો આવ્યો, પૃથ્વીકાયમાં જન્મ્યો, કારે કરેલું અને તપ જ કલ્ય, તરૂવને છેડો ઘર આતમ ઝંખે છુટકારો Page #74 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીરૂપે, વનસ્પતિમાં જન્મી વનસ્પતિરૂપે, કીડી-મંકોડા થઈ તે રૂપે હાથી-ઘોડા થઈ તે રૂપે માનતો જ આવ્યો. પણ પુણ્યયોગે સદ્ગુરુએ મારી સઘળી માન્યતા પર ચોકડી મુકાવી કે તું એ અવસ્થાનો સ્વામી નથી. તે તો તારા અજ્ઞાનની નીપજ છે. વારંવાર આ બોધનું શ્રવણ કરીને જીવની ઊંઘ ઊડી. તે જાગ્રત થયો અને અંતર્ અવાજ મળ્યો કે “સોહં'. હું એક શુદ્ધ શાશ્વત સ્વરૂપ છું. એક નથી કે અનેક નથી. અન્ય કોઈ મારી અવસ્થા નથી. यद्भावे सुषुप्तोऽहं, यद्भावे व्युत्थितः पुनः । अतीन्द्रियमनिर्देश्य, तत्स्वसंवेद्यमस्म्यहम् ॥२४॥ નહિ પામ્ય નિદ્રિત હતો, પામ્યો નિદ્રામુક્ત, તે નિવેદ્ય, અતીન્તિ ને અવાચ્ય છે મુજ રૂપ. ૨૪ અર્થ: શુદ્ધાત્માની પ્રાપ્તિ અને દષ્ટિ વગર હું અજ્ઞાનરૂપી ગાઢ નિદ્રામાં હતો. પરંતુ યોગાનુયોગ હું તે જ શુદ્ધાત્મભાવે જાગી ગયો ત્યારે મારું યથાર્થ સ્વરૂપ મારા અનુભવમાં આવ્યું કે હું ઇન્દ્રિયોથી અગોચર, અનિર્વચનીય અને સ્વસંવેદ્ય છું. 1 અહો ! શુદ્ધાત્મા પ્રત્યેના અજ્ઞાનથી હું રાત્રિરૂપી અંધકારમાં ગાઢ નિદ્રામાં સૂતો હતો. પરંતુ જેમ રાત્રિ પૂરી થાય અને રવિના તેજથી પ્રકાશ પ્રગટે તેમ મારી મોહનિદ્રા ટળી અને મને શુદ્ધાત્માનો અનુભવ થતાં હું જાગી ગયો. હું અતીન્દ્રિયજ્ઞાન વડે હવે અનુભવવા લાગ્યો કે હું તો ઈન્દ્રિયોને અગ્રાહ્ય એવો વચનાતીત છું. હે સુજ્ઞ ! આવા અનુપમેય તત્ત્વસ્વરૂપ તું જ છે. પરંતુ તળેટીમાં ઊભા રહી શિખર માત્ર જોવાથી, શિખરે પહોંચાતું નથી. પરંતુ તે તરફ તારા કદમને ઉઠાવ. તને ચઢવાની આદત નથી, અંતર્દષ્ટિ નથી પરંતુ તું ધીરજ અને શ્રદ્ધાના બળે કેવળ સગુરુના વચનમાં વિશ્વાસ રાખી ચઢવાનું શરૂ કર, તને લાગશે કે આવા સમયે મારો કોઈ સાથી નથી. અરે ! તે સમયે પણ તારી પ્રભુ પ્રત્યેની પ્રીત અને સદ્દગુરુથી મળેલી શીખ અદશ્યપણે તને બળ આપશે, ત્યારે તારા પોતામાં રહેલી સ્વશક્તિ જ સ્વયે તારો સહારો બની તને સમાધિશતક ૬૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ પરમ તત્ત્વ સુધી પહોંચાડશે. સ્વયં તું જ પરમાત્મપણે પ્રગટ થઈશ. અર્થાત્ શુદ્ધાત્માની ઉપલબ્ધિવાળો આત્મા જાગ્રત છે. જેને તેવી ઉપલબ્ધિ નથી તે સદાય મોહનિદ્રામાં સૂતેલો છે. શુદ્ધાત્મા જ ચિદાનંદમય સ્વરૂપને અનુભવે છે. અંતરાત્માનું મંથન ચાલે છે, કે આત્મભાન વિના હું કેવા કેવા સ્થાને રખડ્યો, રઝળ્યો, અને જન્મો વ્યર્થ ગુમાવ્યા ? બહિરાત્મદશાએ કેવળ ઊંઘતો જ રહ્યો. મોહવશ નશામાં ભાન ભૂલતો જ રહ્યો. જાગતો છતાં ઊંઘતો જ રહ્યો. સુષુપ્તિ, નિદ્રામાં આત્મઉપયોગ આવૃત્ત હતો. સ્વપ્નમાં તો ખોટું પણ સાચું માનતો હતો. ક્યાં આત્માની જાગ્રત અવસ્થા અને ક્યાં પ્રમાદી અવસ્થા ? પરંતુ આત્મભાવે જાગીને જોયું ત્યાં તો સર્વ જગતની વિસ્મૃતિ થઈ, જગતના અભિપ્રાયથી આત્માનો નિર્ણય કર્યો હતો કે હું ઊંચનીચ, કાળો-ધોળો, સ્ત્રી-પુરુષ, મતિહીન-મતિવાળો, દેવ-નારક, તિર્યંચમાનવ કે રૂપાળો-નરૂપાળો તે હવે કેવળ કલ્પના જ જણાય છે. હું તો સર્વીં ભિન્ન, તે સર્વ અવસ્થાઓને જાણનારો, પ્રગટ ચૈતન્યસ્વરૂપ છું. વળી, આવા અરૂપી તત્ત્વને મેં સ્પર્શીને, રસ દ્વારા, ગંધ દ્વારા, વર્ણ દ્વારા, શબ્દ દ્વારા કે મન દ્વારા જાણવા પ્રયત્ન કર્યો. પરંતુ રૂપી એવા એ પદાર્થો મને અરૂપીને ક્યાંથી જાણે ? જન્માંધ પ્રકાશને ક્યાંથી જાણે ? સ્વ-પ્રકાશીને કોણ પ્રકાશે ? સૂર્ય-ચંદ્રાદિ પ્રકાશને જાણવાવાળો તું, જેમ કોઈ અંધ ફાનસ લઈને નીકળે તેમ તું અન્ય પ્રકાશ દ્વારા તને જોવા લાગ્યો પણ તે વ્યર્થ થયું. કેવળ શુદ્ધ એવા સ્વઉપયોગ વડે આત્મા જણાય છે તે સમજવાથી તે ઉપયોગને અંતર તરફ વાળતાં સ્વસંવેદ્ય આત્મા અનુભવમાં આવ્યો. આવું આત્મદર્શન એ દૂરનું છે કે દુર્લભ છે તેવું નથી, પરંતુ જગતમાં · મોટા ભાગના માનવીની દૃષ્ટિ તે દિશામાં જતી નથી અને સાધનામાર્ગે નીકળે છે તે ક્યાં તો પૂજા, સત્કાર, લબ્ધિ જેવાં પ્રલોભનોમાં અટવાય છે, અને સાધકને બદલે પોતાને શક્તિમાન માની અટકી પડે છે. મુક્તિનો અભિલાષી રિદ્ધિ-સિદ્ધિનાં પ્રલોભનોમાં ૬૪ આતમ ઝંખે છૂટકારો www.jaihelftbrary.org Page #76 -------------------------------------------------------------------------- ________________ અટવાઈ જાતે જ મુક્તિનાં દ્વાર બંધ કરે છે. તો વળી કોઈ વ્યક્તિના ઉન્માદમાં અંતરમાં ઠરવાને બદલે નાચતો રહે છે. આવાં અણકથ્થાં આવરણોને જાણતો, હડસેલતો જે સાહસ કરે છે તે અંતરાત્મા આગળની સ્વરૂપસિદ્ધિને પ્રાપ્ત કરે છે. રૂપેકે ભ્રમ સીપમેં, જયું જડ કરે પ્રયાસ; દેહાતમ ભમ તે ભયો, હું તુજ કૂટ પ્રયાસ. છંદ-૧૯ સમુદ્રતીરે રવિ તેજથી ચમકતી છીપ જોઈને ચક્ષુને ભ્રમ થાય છે કે આ રૂપે છે, તેમ અજ્ઞાની જીવ જડમાં જીવને જાણવાનો પ્રયાસ કરે છે, અને દેહને જ આત્મા માની તેમાં રાચતો-માચતો રહ્યો તે તારો વિપરીત કૂટ અભ્યાસ છે. સમુદ્રતીરે ચમકતી છીપને રૂપું માની જીવ તે લેવા પ્રેરાય છે તેમ બહિરાત્મા જગતના લોભામણા દેહાદિ પદાર્થોમાં લલચાઈ રાગદ્વેષ કરે છે અને કર્મગ્રહણનું પુનરાવર્તન થયા કરે છે, તેને કારણે પુનઃ જન્મ, પુનઃ મરણ યોજાય છે, વિશ્વવ્યાપી રહેલા પૌગલિક પદાર્થોનેપરમાણુને ગ્રહણ કર્યા, છોડ્યા. પરિણામે કૂવાની રેંટની જેમ ફર્યા જ કર્યો. તે પદાર્થો મેળવવા કેટલા ક્લેશ અને કષ્ટ પામ્યો, જો તને એ સર્વ ભૂતકાળ એકસાથે જણાય તો તારા ગાત્રો શિથિલ થઈ જાય. પણ તારી પાસે એવું જાણવા જેવું ભાન કે જ્ઞાન ક્યાં છે ? તે ભલે ન હોય પણ તું શાસ્ત્રના કથન, પ્રમાણ અને યુક્તિ પર તો ભરોસો રાખ કે તે પૂર્વે કેવો ફોગટ અભ્યાસ કર્યો છે ! જેમ કાખમાં તેડેલું બાળક હોવા છતાં વિભ્રમ થવાથી માતા બૂમ મારે છે કે મારું બાળક ક્યાં ? પણ કોઈ સજ્જન તેને ઊભી રાખી સમજાવે છે કે તારું બાળક તો તારી કાખમાં છે અનને તેને ભાન થાય છે. તેમ આત્મામાં આત્મસ્વભાવનું ભાન થતાં જીવ સતને સ્વીકારે છે. મિટે રજત ભ્રમ સીપમેં જન પ્રવૃત્તિ જિમ નાહિ; નરમેં આતમ ભમ મિટે, હું દેહાદિક માંહિ. છંદ-૨૦ છીપમાં રૂપાનો ભ્રમ ટળે છે ત્યારે માણસ છીપને રૂપું માનીને સમાધિશતક ૬૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર કરતો નથી, તેમ જ્યારે માણસને દેહમાં થયેલી આત્મભ્રાંતિ ટળે છે ત્યારે તે દેહાદિકમાં આત્મબુદ્ધિ કરતો નથી. એક ભ્રમ ટળી જાય પછી જીવની દશા પરિવર્તન પામે છે. આ ઉપમાથી સમજવાનું હાર્દ એ છે કે – જેમ માણસ અંધકારમાં અટવાય ત્યારે કોઈ શસ્ત્ર લઈને અંધારાને તોડવા પ્રયત્ન કરે તો તે વ્યર્થ જાય પણ એક નાનો સરખો દીવો મૂકવાથી અંધારું દૂર થાય છે તેમ બાહ્ય જગતમાં અજ્ઞાનરૂપી અંધકારમાં ભૂલેલો જીવ પોતાના જ આત્મજ્ઞાન વડે સ્વ-પર પ્રકાશિત થાય છે ત્યારે બાહ્ય જગતમાં ઘૂમવાની જે ઉન્મત્તતા હતી, અંતરમાં લોભાદિના આવેગો હતા, માયા-પ્રપંચનાં જાળાં હતાં, અશુભ સંસ્કારોનો પુંજ હતો, અને અનેક પ્રકારની આશા-નિરાશાનો જે ઘેરાવો હતો તે સર્વે એક આત્મજ્ઞાનના આવિર્ભાવથી શમી ગયા અને આત્મા સ્વયં પ્રકાશિત થયો. ત્યાર પછી કદાચિત એવા જ્ઞાનીને સંસારમાં કાર્ય-પ્રવર્તનનો યોગ હોય તો પણ તેને માટે એ એક અભિનય છે, જેમ કોઈ શિક્ષક શાળામાં ભણાવે ત્યાં તેનો બાળક ભણતો હોય ત્યારે પણ તે શિક્ષક તો પિતારૂપે હોય છે, રાવણનો અભિનય ભજવતો સજ્જન બહાર નીકળીને પરસ્ત્રી પ્રત્યે નજર કરતો નથી, તે સજ્જન જ રહે છે, તેમ જ્ઞાનીને સંસારીજનો સાથે સંપર્ક થવા છતાં પોતે જ્ઞાનસ્વરૂપે જ રહે છે. સાંસારિક વ્યવહાર કરવા છતાં પોતે આનંદસ્વરૂપે જ રહે છે તે જ્ઞાનીના હૃદયનો મર્મ છે. તેમની અંતરશાંતિ વિક્ષિપ્ત થતી નથી, કારણ કે આત્મશાંતિને બાહ્ય સાધન કે પરિસ્થિતિ સાથે સંબંધ નથી. તેને માટે કોઈ ખાસ નિમિત્તની જરૂર નથી. સામાન્ય સંસારી જીવ આ દશાની કલ્પના પણ કરી શકતો નથી. તે તો પંખાની સ્વિચ દબાવતાં પંખો ચાલે, અને સ્વિચ બંધ થતાં પંખો બંધ થાય તેમ બહારની ગરમીથી અંદર મૂંઝાય, બહારની ઠંડીથી ધ્રૂજે. પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને વિશે ભ્રાંતિ થયેલી હોવાથી જીવ પૂર્વે સેવેલા પુદ્ગલ-વિષયોમાં સુખ મેળવવા ભમે છે, તેથી ૬૬ આતમ ઝંખે છુટકારો Page #78 -------------------------------------------------------------------------- ________________ તેને નિર્દોષ આનંદની પ્રાપ્તિ થતી નથી, પરંતુ જો એક વાર તેને આત્મજ્ઞાન થાય પછી તેનો અંધકારનો પડદો હટી જતાં તે તે પ્રસન્નતા પામે છે. ફીર અબોધસે કંઠ ગત, ચામી કર કે ન્યાય; જ્ઞાન પ્રકાશે મુક્તિ તુજ, સહજ સિદ્ધ નિરુપાય. છંદ-૨૧ જેમ કોઈ અજ્ઞાની પોતાના કંઠમાં હાર હોવા છતાં બહાર શોધે છે પરંતુ ભ્રાંતિ દૂર થવાથી પોતાના કંઠમાં હાર છે, તેવું સત્ય તેને ભાસે છે તે ન્યાયે અજ્ઞાની જ્ઞાનના પ્રકાશ વડે અનુભવાતી મુક્તિને જાણતો નથી. તેથી પૂર્વે સેવેલા કંઠસ્થ કરેલા પૌગલિક વિષયોને “મારા, મારા” એમ બોલ્યા કરે છે. પરંતુ એ ભ્રાંતિ દૂર થતાં હવે કહે છે કે “ન મારા, ન મારા”. જ્ઞાનના પ્રકાશમાં તેને પોતાનું સ્વરૂપ સ્પષ્ટ અનુભવમાં આવે છે. જેમાં તેને બાહ્ય સાધનની જરૂર પડતી નથી. વીતરાગનો જ્ઞાનમાર્ગ જ એવો છે કે તેને વ્યક્ત-અવ્યક્ત જગતનાં રહસ્યો અનુભવમાં આવે છે. ગુણવિકાસ થતાં ચિત્તશુદ્ધિની વૃદ્ધિ થાય છે. સાધનાને માર્ગે મૂળમાં તો અજ્ઞાન દૂર કરવાનું છે. તે માટે અંતરનિરીક્ષણ ચાવી છે, સ્થળાંતરથી કે વસ્ત્રાંતરથી એ કાર્ય નથી થતું. શુદ્ધ આત્મશક્તિ જ મુક્તિનો ઉપાય છે. કેવળ બાહ્ય ત્યાગ તો સામાન્ય ભૂમિકા છે. તેનાથી “મારા તારા” એવી ગ્રંથિને તોડી નહિ શકાય. પરંતુ જ્ઞાનનિષ્ઠા જ એ ગ્રંથિને તોડી શકશે. જ્ઞાનપ્રકાશના તેજથી અશુદ્ધિ, અજ્ઞાનનાં વાદળ વીખરાઈ જશે અને સહજ સિદ્ધિ પ્રગટ થશે. પરંતુ આ માર્ગે સંતોની કૃપા વગર જો રિદ્ધિ-સિદ્ધિ કે માનપૂજામાં અટવાયો તો આત્મશક્તિ ખંડિત થઈ જશે. માટે સાધનામાં જ્ઞાનપ્રકાશ અને બોધિનું માહાત્મ છે, જે વડે વસ્તુનું પારદર્શક સ્વરૂપ સમજાય છે; કે હું જેને વળગ્યો છું તે તો બધું કાલ્પનિક, અસત્ અને અસાર હતું. માયાથી છેતરાયો હતો, આથી એ સાધક સંસારની સમાધિશતક ૬૦ Page #79 -------------------------------------------------------------------------- ________________ માયાને, કૌટુંબિક આદિને સંકેલી લે છે. ત્યાર પછી અંતરંગ સાધના સહજપણે સધાય તો જ માયાથી છુટાય, નહિ તો વન-જંગલમાં પણ માયા માનવીની છાયાની જેમ સાથે જ આવે છે. માટે સાધક સાવધ રહે છે. બહારના ભયથી ડરતો નથી. પરંતુ સહજ અવસ્થા પ્રાપ્ત થતાં સુધી જાગ્રત રહે છે. સહજ સમાધિ અવસ્થા પ્રાપ્ત થતાં યોગીને ગૃહ-વન, રાત્રિ-દિવસ, સંગ-અસંગ, મૌન-અમૌન જેવા ભેદ નથી, છતાં હવે સહજ અવસ્થા જ એવી છે કે તેમને સંસારનાં કંકોમાં રુચતું નથી. તેનાથી દૂર અસંગતાને શ્રેયસ્કર માને છે. જ્ઞાનપ્રકાશ વડે પ્રગટ થયેલા આત્માનુભવમાં હવે બહારના કોઈ ઉપાયની જરૂર નથી. યા વિન તું સૂતો સદા, યોગે ભોગે જેણિ; રૂપ અતીન્દ્રિય તું છતે, કહિ સકે કહુ કેણિ. છંદ-૨૨ હે સુજ્ઞ ! એવા આત્મજ્ઞાનની પ્રાપ્તિ વગર બાહ્ય યોગ અને બહારના ભોગોમાં સદા તું સૂતો જ રહ્યો. તું સ્વયે અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ છતાં તેં જાણ્યું નહિ. હે સુજ્ઞ ! તારે માટે આત્મજ્ઞાન એ નવીન જન્મનો સુઅવસર છે. એ આત્મજ્ઞાની અતીન્દ્રિય શક્તિને કોની વાણી કથન કરી શકે ? જો તું એક વાર ચૈતન્યના રાજ્યમાં પ્રવેશ કરે પછી તું આ જડ પદાર્થોના, પાંચ ઇન્દ્રિયોના વિષયની ક્ષુદ્રતામાં રહી શકતો નથી, પૂર્ણતા પામતાં સુધી તું એ સુરાજ્યમાં રક્ષિત છે. સાકરમાં ગળપણ લાવવું પડતું નથી. મીઠામાં ખારાશ ઉપજાવવી પડતી નથી. તેમ જ્ઞાનીને હવે સહજ સમાધિનું સુખ વર્તે છે, તે બહારથી લાવવું પડતું નથી. તે સ્વરૂપનું વર્ણન થઈ શકતું નથી. પરંતુ દિશામૂઢ થયેલો રંક પ્રાણી એ જ્ઞાન વિના બાહ્ય સંયોગોને અને તેમાંથી ઉત્પન્ન થતા રાગાદિ ભાવોને પોતાના જાણી, વળી પંચેન્દ્રિયના વિવિધ વિષયોને પોતાના જાણી દીર્ઘકાળ સુધી તેમાં સુખ માનતો સૂતો જ રહ્યો. અને જેનું કથન થઈ શકે નહિ તેવા જ્ઞાનસ્વરૂપનો તે અનાદર કર્યો. તે વિકલ્પ કર્યો કે જો આત્મા જેવી ૬૮. આતમ ઝંખે છુટકારો Page #80 -------------------------------------------------------------------------- ________________ કોઈ વસ્તુ હોય તો આ સર્વ પદાર્થોની જેમ મને જણાતી કેમ નથી ? પરંતુ ઇન્દ્રિયને અગોચર એવું એ તત્ત્વ શુદ્ઘ ઉપયોગ દ્વારા અવશ્ય અનુભવમાં આવે તેવું છે. માટે તું આ યોગને ભોગની ભ્રમણા મૂક, સમતાસહિત અંતરમાં ઊંડો ઊતર ત્યારે તને અવશ્ય તારું સ્વરૂપ અનુભવમાં આવશે. હે સુજ્ઞ ! તું જે યોગમાં ને ભોગમાં સૂતો છે તેનાં લક્ષણ કે પરિણામને જાણ, તારા અર્ચિત્ય સ્વરૂપનું જો તને ભાન થાય તો તું પોતે તેને કહેવા સમર્થ નથી. માટે સાચા યોગને જાણ, ભોગ છૂટી જશે. કારણ કે તારો ભ્રમ છે કે તું ત્વચા દ્વારા સર્વ પદાર્થોને સ્પર્શે છે. વાસ્તવમાં તે સ્પર્શ નથી. પણ બાહ્ય સંયોગ છે. તું માને છે કે તને રસના દ્વારા આહારનું સુખ મળે છે, તે પણ ઇન્દ્રિયો સાથેનો સાંયોગિક સંબંધ છે. તું જાણે છે કે તું નાસિકા દ્વારા ગંધને સ્પર્શે છે, કે વર્ણને જુએ છે, કે શબ્દ સાંભળે છે પણ તે સર્વ સાંયોગિક સંબંધમાં, બાહ્ય લક્ષણોમાં તારી માન્યતા મિથ્યા છે. તું સ્વયં સ્પર્શદિરહિત છે. પછી તે યોગ વડે ભોગ કેવી રીતે માણે ? હા, પણ અજ્ઞાને તને આવરી લીધો છે તેથી તને ભ્રમણા થઈ છે. માટે યોગનું સ્વરૂપ જાણ. યોગ એટલે મન-વચન-કાયાનું આત્મઉપયોગની સ્ફુરણાથી ક્રિયાન્વિત થવું તે મનાદિ યોગ છે. મનાદિ યોગ નિરંતર ક્રિયાશીલ હોવાથી આત્મપ્રદેશોમાં સ્પંદન પેદા થાય છે, તેથી તું ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્ત થાય છે. પરંતુ આ યોગ તને બંધન કરાવે છે. માટે પરમાર્થયોગનો બોધ પામ. પરમાર્થયોગ એટલે મુક્તિના પ્રયોજનમાં, ઉપયોગમાં જોડાવું. આ યોગ જ સર્વોપરી છે. વાસના, તૃષ્ણા ભોગોને જે તપાવીને ભસ્મ કરે છે તે આ યોગમાર્ગે જઈ શકે છે, જેની વૃત્તિ કેવળ ભોગ, તૃષ્ણા અને વાસનામાં ભમે છે તેની યોગજીવનશક્તિ જીર્ણશીર્ણ થઈ જાય છે અને તેથી તે જીવ નિરંતર જન્મ-મરણ કરે છે, એટલું જ નહિ, તેનું ક્ષણે ક્ષણે ભાવમરણ થતું રહે છે. તેથી જ્ઞાની કહે છે કે તું મોહ-ભોગનિદ્રામાં સૂતો છે. સમાધિશતક ૬૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ પરંતુ જે પુરુષાર્થપૂર્વક ઉપયોગને પાછો વાળી અંતરદશા સુધી પહોંચે છે તે દેહમાં રહેલા ચેતનતત્ત્વને સ્પર્શી સ્વગ્રાહ્યને ગ્રહણ કરી પરમતત્વને પામે છે. આ યોગ એટલે બહિર્મુખતામાંથી છલાંગ મારી, પલટો મારી અંતરદશામાં ઝૂકી જવું. સર્વ પ્રકારનું આત્મવિલોપન કરી એક મુક્તિને જ અનુસરવું. આ યોગમાર્ગ સમાધિથી માંડીને નિર્વાણ સુધીનો છે. યશોવિજયજી કહે છે (લાલબત્તી ધરે છે) : એક ઉપાય બહુવિધની રચના, યોગ માયા તે જાણો રે; દ્રવ્ય ગુણ શુદ્ધ પર્યાય ધ્યાને શિવ લીયે સંપરાણો રે. આ યોગસાધનાના ઘણા પ્રકાર છે. જે સાધક હઠયોગમાં પડે છે તે તો યોગભ્રષ્ટ થાય છે. તે જડ સમાધિ છે. ભલે તેમાં લબ્ધિઓ પ્રગટ થાય પણ યોગમાયા જ છે. અર્થાત્ પૌગલિક પદાર્થોના ભોગ છોડી યોગમાર્ગે ગયો ત્યાં તે લબ્ધિઓથી ઘેરાઈ ગયો કે જે પૌદ્ગલિક છે. તેથી યોગીનું કર્તવ્ય તો કેવળ મુક્ત થવાનું છે.. વચનાતીત એવું આ પરમાત્મસ્વરૂપ અનુભવમાં આવે તેમાં યોગ પણ ગૌણ થાય છે, તે અનુભવ દેહાદિનાં સર્વ બંધનોને તોડી પ્રગટ થાય છે. ત્યારે તે સાધક પોતાના આત્મધનને સાચવવા અસંગ બને છે. યોગમાર્ગની અલ્પ પણ જિજ્ઞાસા થવી દુર્લભ છે. કર્મપ્રકૃતિની પ્રબળતા શમે છે ત્યારે જ યોગમાર્ગની રુચિ થાય છે. વારંવાર કર્મવર્ગણાનું અગ્રહણ થવું તે ક્રમે કરીને મોક્ષને પ્રગટ કરે છે. - ઘણા પ્રકારની બાહ્ય ક્રિયાઓ, આડંબરો, હઠયોગ વગેરે યોગમાયા છે. પરંતુ દ્રવ્ય જેવું શુદ્ધ છે તેવા ગુણો શુદ્ધ છે. અવસ્થા-પર્યાયમાં મલિનતા છે. તે ક્ષણવર્તી પર્યાય પણ શુદ્ધતા પામે ત્યારે ત્રણેની સમાન શુદ્ધતાથી જીવ શીઘ્રતાથી શિવ બને છે. જેનાથી જીવ બંધનથી મુક્ત થાય તે મહાયોગ છે. શાસ્ત્રનો સાર પણ બંધનથી મુક્ત થવાનો છે. too આતમ ઝંખે છુટકારો Page #82 -------------------------------------------------------------------------- ________________ સંસારરૂપી ભવસાગરમાં તરવા માટે નાવ સમાન મહાયોગ છે. એ મહાયોગથી આત્મભ્રાંતિ ટળે છે. નીલવર્ણનું દેખાતું આકાશ ભ્રમ પેદા કરે છે. આકાશ અરૂપી છે. તેને નીલવર્ણ કેમ હોય ? તેમ જીવને દેહમાં ભ્રમ પેદા થયો છે તેથી યોગરૂપી ચિત્તશુદ્ધિ કરવાથી ભ્રમ ટળે છે. દેખે ભાખે ઓ કરે, જ્ઞાની સબહિ અચંભ, વ્યવહારે વ્યવહારનું, નિશ્ચયમેં થિર થંભ. છંદ-૨૩ જ્ઞાનીને સંસારના સંયોગનો ઉદય હોય ત્યારે તેમની પ્રવૃત્તિ આશ્ચર્યજનક લાગે છે, પરંતુ વાસ્તવમાં જ્ઞાની કંઈ કરતા નથી. સર્વ સંયોગોને જાણે છે, જુએ છે પણ ભળતા નથી, વ્યવહારની અપેક્ષાએ વ્યવહાર કરતા લાગે છે, શુદ્ધ નિશ્ચિયનયે તો તે કરવા છતાં અકર્તા છે. હા, છતાં જ્ઞાનીને કોઈએ બંધનથી મુક્તિનો ઇજારો આપ્યો નથી, પરંતુ સ્વયં જ્ઞાનીનો આત્મા બોધસ્વરૂપે પ્રગટ થયો છે. જ્યારે તેઓ ગૃહસ્થ દશામાં હોય ત્યારે પણ ત્યાં મનાદિ યોગ પ્રવૃત્ત છતાં ઉપયોગ જ્ઞાનરૂપે સ્કુરિત થયેલો હોવાથી જ્ઞાની પૂર્વકર્મની નિર્જરા કરે છે, પણ પુનઃ તેવું જ કર્મ ઉપાર્જન કરતા નથી. જોકે કોઈ કર્મસંજોગે શુભાશુભ ભાવ ઊપજે તો તેટલું બંધન હોય છે, પરંતુ શ્રદ્ધા અપેક્ષાએ જે અતિ પ્રકાશ્યો છે તેવો આત્માને જાણ્યો અને સ્વીકાર્યો હોવાથી, જેટલી શુદ્ધિ અને શ્રદ્ધા વર્તે છે તેટલી તો નિર્જરા જ થાય છે. અને જે કંઈ બંધન થાય છે તે અનંત સંસારને બાંધે તેવું નથી. ચારિત્રદશા હજી વિક્સી નથી, તેટલો ઉદય ભોગવે છે. છતાં અંતરંગમાં નિશ્ચય છે કે હું પદાર્થનો જાણનાર છું, પરિસ્થિતિનો જોનાર છું; તેમાં કંઈ ફેરફાર કરી શકું તેમ નથી. વ્યવહારથી-ઉપચારથી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. તેથી એમ જણાય છે કે જીવ પરનું કંઈ કરે છે. વાસ્તવમાં કરવાના ભાવ ઊઠે છે, અને પરિણામ નીપજે છે ત્યારે નિમિત્ત હોય છે. કારણ કે કોઈ પણ કાર્ય કારણ વગર સિદ્ધ થતું નથી. કારણ વગર કાર્યની સિદ્ધિ માનવી તે પણ એક ઉન્મત્તતા છે. કેવળ કારણની મુખ્યતા સમાધિશતક ૦૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ કરવી તે અજ્ઞાન છે. કારણજોગે કારણ નિપજે રે, તેમાં કોઈ ન ભેદ, કારણ વિણ જો કારજ સાધીયે રે, એ નિજ મત ઉન્માદ. સંસારનો વ્યવહાર હો કે પરમાર્થનો વ્યવહાર હો, સમવાય કારણો વગર, વ્યવહાર-નિશ્ચયની અન્યોન્ય અપેક્ષા વગર સિદ્ધ થતાં નથી. તે તે પ્રકારની ગૌણ-મુખ્યતા હોય છે. જેમ રથનાં ચક્રો સાથે ફરે છે તેમ વ્યવહાર-નિશ્ચયનો સંબંધ છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, શુદ્ધ છે, પૂર્ણ છે, તે નિશ્ચયદષ્ટિ છે, વર્તમાનમાં અવસ્થાની અપેક્ષાએ આત્મા જન્મમરણના સંયોગવાળો, બાળવૃદ્ધાદિ અવસ્થાવાળો, રાગાદિ પર્યાયવાળો હોવાથી અનિત્ય, અશુદ્ધ અને અપૂર્ણ છે. સર્વ જીવોનું સત્તાગત સ્વરૂપ શુદ્ધ હોવા છતાં તે પૂર્ણપણે પ્રગટ ત્યારે તે પૂર્ણતા પામ્યું ગણાય, તે સમજવું, જાણવું તે નિશ્ચયના લક્ષ્યનો વ્યવહાર છે. નિશ્ચયનયથી મોલસ્વરૂપ એવા આત્માને મોક્ષસ્વરૂપે પ્રગટ થવા પરમાર્થમાર્ગની સાધના તે વ્યવહાર છે. તે જ્યાં સુધી સાધકઅવસ્થા છે ત્યાં સુધી સાધનનો વ્યવહાર ઉપાદેય છે. તે પૂર્ણ અવસ્થા પ્રગટ થયા વગર જો જીવ પોતાને પ્રગટ પરમાત્મસ્વરૂપે માને તો જ્ઞાનીજનોની વિરાધના કરવા જેવું બને છે. માટે નિશ્ચયનો લક્ષ રાખી પરમાર્થ-વ્યવહાર સાધનો યોજવાં. જેમ વ્યવહારમાર્ગ અપેક્ષિત છે, તેમ નિશ્ચયષ્ટિ પણ અપેક્ષિત છે. એકેનો નિષેધ જરૂરી નથી અને જ્યારે આત્મા સ્વયં સિદ્ધ થાય છે ત્યારે તો તે નયાતીત હોય છે. મારી અવસ્થા હજી શુદ્ધ વ્યવહારમાં પણ યોજાઈ નથી. બોલું છું શું અને કરું છું શું ? હું સતને અનુસરું છું કે અમને તેનું જ ભાન ન હોય ત્યાં આવો વાણી-વિલાસ નિરર્થક છે કે હું શું શુદ્ધ જ છું, પરમાત્મસ્વરૂપ જ છું, હું કર્તા નથી, ભોક્તા નથી. એક પદાર્થ બીજા પદાર્થનું કંઈ કરી શકતો નથી. અને પાછો કહે ખરો કે ભજિયાં ખાધાં, પેટમાં દુખ્યું; ગરમીમાં ફર્યો, પિત્ત થયું, o આતમ ઝંખે છુટકારો Page #84 -------------------------------------------------------------------------- ________________ રોગ થયો, ઔષધ લીધું પછી સારું થયું. ધનના લાભ માટે પ્રયાસ કર્યો, આવા પ્રકારમાં તો પ્રયાસ કરતો રહે છે. અને પરમાર્થમાર્ગે જે વ્યવહાર-સાધન કહ્યાં છે તે ભક્તિ-સત્સંગ આદિ તેની અવગણના કરતો રહે તો ઉસૂત્રતા છે. ભૂમિકા પ્રમાણે વ્યવહારધર્મ હોવાથી ગુણશ્રેણીનો ક્રમ તીર્થંકરે પ્રકાશ્યો છે. નિર્વાણ પછી ગુણશ્રેણીનો ક્રમ રહેતો નથી, પરંતુ તેની આગળની ભૂમિકાએ કેવળ નિશ્ચયનયને યોજવાથી ભ્રમ પેદા થાય છે. જીવ જ્ઞાનસ્વરૂપે પ્રગટ થયો છે તે કોઈ બહારની ચેષ્ટા નથી, આંતરિક અવસ્થા છે. તેથી બહારની ચેષ્ટાઓ જોઈને આશ્ચર્ય થાય, એનો અર્થ એમ નથી કે જ્ઞાનીની નકલ કરી ખોટી કલ્પના કરી ઉન્મત્ત થવું. જ્ઞાની વ્યવહારમાં પ્રવૃત્ત થાય ત્યારે પણ તે સંયોગોમાં પોતાને ભિન્ન જાણે છે, તે તે પ્રકારોમાં મમત્વ કે એકત્વ કરતા નથી. નિશ્ચયને લક્ષ્યમાં રાખી વ્યવહારને સંભાળે છે. લેખાતા નથી. વસ્તુના સ્વરૂપને તે કેવળ વાણીમાં પ્રગટ કરતા નથી, પણ આચારથી વર્તે છે, કેવળ આત્મતત્ત્વને ચર્ચાનો કે વિચારણાનો વિષય ગણતા નથી. પરંતુ શુદ્ધ આચારને ઉપાસે છે. પરમાર્થમાર્ગે ચાલવું તલવારની ધાર પર ચાલવા જેવું છે. સાચો જ્ઞાની પોતાને જ છેતરીને દંભ કરીને અનંત સંસારને શા માટે બાંધે ? તે સભાન છે કે આ જ્ઞાન એ પ્રદર્શનની વસ્તુ નથી. પણ અમૃતનો આસ્વાદ છે. તે ફોગટ દેખાવથી ગુમાવી દેતા નથી કે વિપરીત પ્રરૂપણા કરતા નથી. क्षीयन्तेऽत्रैव रागाद्यास्तत्त्वतो मां प्रपश्यतः । बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुर्न च प्रियः ॥२५॥ જ્ઞાનાત્મક મુજ આત્મા જ્યાં પરમાર્થે વેદાય, ત્યાં રાગાદિવિનાશથી નહિ અરિ-મિત્ર જણાય. ૨૫ અર્થ : જ્ઞાનસ્વરૂપ આત્માને, તત્ત્વસ્વરૂપ જાણનાર મને મારા રાગાદિ શત્રુઓ નાશ પામે છે, એવા બોધસ્વરૂપ આત્માને પછી ન કોઈ. શત્રુ છે કે ન કોઈ મિત્ર છે. - સમાધિશતક 03 Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રિય-અપ્રિયના અભાવથી આત્માને નિશ્ચયથી કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી. શત્રુ અને મિત્રના વિકલ્પને ઊભા કરનાર રાગાદિ શત્રુ આ જન્મમાં આત્મજ્ઞાન વડે નાશ પામ્યા છે. આત્મતત્ત્વને યથાર્થપણે જાણ્યો તેની વિભાવરૂપ મલિનતા નાશ પામે છે. પાણીનો સ્વભાવ શીતળતા છતાં અગ્નિના સંયોગે ઉષ્ણ બને છે, અગ્નિ ઉષ્ણ છતાં પાણીના સ્પર્શથી શીતળ બને છે. પાણી આકારરહિત છતાં પાત્રના આકારવાળું જણાય છે. તેમ આત્મા સ્વભાવે શુદ્ધ છતાં અનેક પ્રકારની વિચિત્ર કર્મપ્રકૃતિના યોગે તે પ્રકૃતિરૂપે કે પર્યાયરૂપે જણાય છે, નિશ્ચયથી તો કર્મસંયોગવાળો આત્મા સત્તા અપેક્ષાએ તો ત્યારે પણ શુદ્ધ છે, જે રાગાદિ અવસ્થા દેખાય છે તે તત્ સમયની અશુદ્ધ પર્યાય-અવસ્થા છે, જે તત્ત્વનો યથાર્થ બોધ પરિણમતાં તે દૂર થાય છે. આત્મા સ્વભાવે શુદ્ધ છે તેવો નિર્ણય અંતરાત્માને હોવાથી તેની દૃષ્ટિ પર્યાયની ક્ષણિક અવસ્થા ૫૨ ન જતાં ત્રિકાળવર્તી ધ્રુવ એવા આત્મા તરફ હોવાથી રાગાદિ શત્રુઓ દૂર થઈ જાય છે. આવી આત્મદૃષ્ટિ થવાથી તે સાધકને સર્વત્ર શુદ્ધ આત્માનું દર્શન થાય છે, એથી તેને કોણ શત્રુ હોય કે કોણ મિત્ર હોય ? શત્રુના અને મિત્રના ભાવોનું મૂળ રાગાદિ પરિણામ છે. પરંતુ અંતરાત્માને રાગાદિ ક્ષીણ થવાથી સર્વાત્મમાં સમષ્ટિ થઈ છે. અંતરાત્મપણું તો કેવું મહાન તત્ત્વ છે કે જેના દ્વારા અજ્ઞાનજનિત અનાદિના સંસ્કારો ક્ષીણ થવા પામે છે ! જીવમાત્રમાં આત્મ-ઐશ્વર્ય રહેલું છે. પરંતુ જે મોહિનદ્રામાં સૂતા છે તેમને તેનું દર્શન ક્યાંથી હોય ? એ ચમત્કાર તો જાગતાંને જ થવો સંભવ છે. માટે હે સુજ્ઞ ! સદ્ગુરુની કૃપા દ્વારા તું આત્માનો પરિચય પામે તો તારા આ સર્વ પ્રપંચ છૂટી જશે, તું સ્વયં બંધનમુક્ત થઈશ. ભાઈ ! તને જાગવાની તક કેટલી મળે છે ? દરેક કાળના આરામાં ચોવીશ તીર્થંકર, અનેક કેવળજ્ઞાનીઓ અને સંખ્યાબંધ ૪ આતમ ઝંખે છુટકારો Page #86 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિધારી જ્ઞાનીઓ થાય છે. પરંતુ સંસારની માયામાં પડેલો જીવ જરાય જાગતો નથી. તું સાંભળે છે ખરો કે કેવા કેવા જીવો જાગી ઊઠ્યા અને સંસારનો ત્યાગ કરી ચાલી નીકળ્યા ? તું પણ તેમના પંથનો પ્રવાસી થા. તેમાં તારું યથાર્થ સ્વરૂપ પ્રગટ થાય છે. માટે અંતરાત્મા તો યથાર્થ સ્વરૂપને જાણે છે, જેથી પોતાના જ શુદ્ધ જ્ઞાન વડે રાગાદિ અંતરંગ શત્રુઓ નાશ પામે છે, તેથી તેને બહાર પણ શત્રુમિત્રના વિકલ્પ શમી જાય છે. નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેનું વહેણ દરિયાનાં મોજાંમાં ભળી જાય છે. પરંતુ જ્યારે દરિયામાં મોટી ભરતી આવે છે ત્યારે તે પાણી મોજાં સાથે અફળાઈને પાછું ફરે છે અથવા શાંત થઈ જાય છે, તેમ અનાદિકાળથી જીવમાં જે ઈન્દ્રિયોના વિષયોનું તથા રાગાદિનું પૂર દેહાદિના સુખ તરફ વળેલું, પરંતુ જાગેલો આત્મા તે પૂરને શાંત કરી દે છે અને નિત્યપ્રતિ કષાયોને ઉપશાંત કરવાનો ઉદ્યમી રહે છે, ક્રમે કરીને આત્માની શુદ્ધિ થતાં અંતરાત્માપણે તે સ્થિત થાય છે. ત્યારે તેને જગતનું હૃદ્ધાત્મક સ્વરૂપ સ્પર્શતું નથી. શુદ્ધાત્મસ્વરૂપના સામર્થ્યથી રાગાદિનો નાશ થતાં શત્રુમિત્રના ભેદ રહેતા નથી. मामपश्यन्नयं लोको, न मे शत्रुर्न च प्रियः। मां प्रपश्यनयं लोको, न मे शत्रुर्न च प्रियः ॥२६॥ દેખે નહિ મુજને જનો, તો નહિ મુજ અરિ-મિત્ર; દેખે જો મુજને જનો, તો નહિ મુજ અરિ-મિત્ર. ૨૬ અર્થ: આ સંપૂર્ણ લોક મને દેખતો જ નથી, તો પછી તે મારો શત્રુ નથી અને મિત્ર પણ નથી. અને મને દેખતા જ્ઞાનીજનો તે પણ મારા શત્રુ કે મિત્ર નથી. જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ નથી તેઓ આત્માને જાણી શકતા નથી, તેવા અજ્ઞજનોને મારા પર શત્રુ કે મિત્રભાવ ક્યાંથી થાય ? વળી, લોકમાં રહેલા જડ પદાર્થો તો મને જાણતા જ નથી તેથી તેમને પણ મારા પર શત્રુ કે મિત્રભાવ ક્યાંથી થાય ? અને જેમનો સમાધિશતક o૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ આત્મા જ્ઞાનસ્વરૂપે છે, તેઓ મારા શત્રુ કે મિત્ર ક્યાંથી હોય ? કેમકે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતાં રાગાદિ ભાવો ક્ષીણ થાય છે, તેમને શત્રુ કે મિત્ર ક્યાંથી હોય ? અંતરાત્માને યથાર્થ બોધ થયો છે કે શત્રુ-મિત્ર આદિ ભાવો તો દેહના સંયોગે છે, જ્યારે હું દેહસ્વરૂપ જ નથી, અને અજ્ઞ જનો આત્માને જાણતા નથી તો પછી તે મારા શત્રુ કે મિત્ર કેમ થઈ શકે ? કોઈ પણ જીવને શત્રુ કે મિત્રના ભાવ ઊઠે છે તે તો પૂર્વસંસ્કારવશ કે વર્તમાનના સંયોગવશ ઊઠે છે, તે પણ દેહ પર આરોપ કરીને આપણે શત્રુતાનો કે મિત્રતાનો આરોપ કરીએ છીએ. અંતરાત્માને દેહબુદ્ધિ નથી તેથી તેને શત્રુ કે મિત્રના ભેદ નથી. વળી, જે જ્ઞાનીજનો મને જુએ છે તે તો દેહથી ભિન્ન એવા મારા આત્મસ્વરૂપને જુએ છે. તેથી તેઓ સાથે પણ શત્રુતા કે મિત્રતાનો ભેદ રહેતો નથી. અર્થાત્ શત્રુ-મિત્રભાવો વિભાવજનિત છે, તે સ્વભાવસ્વરૂપ જ્ઞાનીને ઊપજતા નથી. શત્રુ-મિત્ર, માન-અપમાન, રાગ-દ્વેષ જેવાં ક્ષણિક પરિણામો પરથી જ્ઞાનીની દૃષ્ટિ હટી ગઈ છે. તે જાણે છે કે હાડચામના આ શરીરમાં કોઈ નિશ્ચિતતા નથી. અને મન તો જાણે વિકલ્પનો ખજાનો. એવા અનિશ્ચિત અને ચંચળ પ્રદેશમાં આ સ્થિર આત્મત્વને પ્રગટ કરવું તે આત્મજ્ઞાન વડે જ સંભવિત છે, મોહના ગુલામો કે લોભના સેવકોનું આ કામ નથી, પરંતુ જેની પાત્રતા છે, જેનામાં સત્ પ્રત્યે સંકલ્પ છે, જેનું ચૈતન્ય જાગ્યું છે, તે અંતરાત્માનું જ આ સામર્થ્ય છે, કે કેવળ સમભાવમાં ટકી રહેવું. त्यक्त्वैवं बहिरात्मानमन्तरात्मव्यवस्थितः। भावयेत्परमात्मानं सर्वसंकल्पवर्जितम् ॥२७॥ એમ તજી બહિરાત્મને, થઈ મધ્યાત્મસ્વરૂપ; સૌ સંકલ્પવિમુક્ત થઈ, ભાવો પરમસ્વરૂપ. ૨૭ અર્થ : આ પ્રમાણે બહિરાત્માને ત્યજીને અંતરાત્મામાં વ્યવસ્થિત ૦૬ આતમ ઝંખે છુટકારો Page #88 -------------------------------------------------------------------------- ________________ થઈ, સર્વ સંકલ્પરહિત પરમાત્માની ભાવના કરવી. બહિરાત્મપણે ઘણો કાળ વ્યતીત થયા પછી સગુરુ પાસેથી તેનો ઉપાય મળતાં જીવ અંતરાત્મામાં સ્થાપિત થયો, તેને સતની સતરૂપે-પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એ સત્ સંયમરૂપ છે અને આત્માની સચ્ચાઈપૂર્વકનો દઢ મનોરથ છે. એક જ ચેતનાના આ પ્રકારો છે. નાવ અને નાવિક જેવો તારો સંબંધ દેહ અને આત્માનો થયો છે. દેહ એ નાવ છે. તું તેને જેમ ચલાવે તેમ ચાલે, પણ તું તને, તારા સ્વભાવને જ ભૂલી ગયો. પ્રમાદી બન્યો, ઇન્દ્રિયોના વિષયમાં રાચતો રહ્યો. એટલે તારી નાવ ખરાબે ચડી ગઈ. પણ સદગુરુયોગે જાગ્યો અને ખરાબે ચઢેલી નૌકાને સ્થિર કરવાનો, તારા આત્મત્વને પ્રગટ કરવાનો ઉપાય તને મળ્યો. તું સમજ્યો કે અહીં તો ક્ષણેક્ષણનો હિસાબ ચૂકવવો પડે છે. જો કંઈ વિવશ થયો તો કાળને ઝપાટે ચડી જઈશ. શ્વાસ-શ્વાસનો હિસાબ છે. ત્યાં પ્રમાદ શો કરવો ? પ્રથમ ભલે તને જ્ઞાનીજનોની વાત કોઈ જુદા મલકની લાગે. તું બિનઅનુભવી હોવા છતાં તેમને બોલાવેલું બોલજે કે “હું શુદ્ધાત્મા છું અને તેનું જ રટણ કરજે ભાઈ ! દુર્ગાનથી તું જગતની પ્રદક્ષિણા કરી આવ્યો છું, ત્યાંથી પાછો ફર. પછી પરમાર્થ માર્ગની પૂર્ણ યાત્રા તું કરી શકીશ. ચિત્તભૂમિમાં, મનના પ્રદેશમાં આત્મસ્વરૂપનું ધ્યાન કરવાથી તું જેનું ધ્યાન કરે છે તેવો પ્રગટ થાય છે. અજ્ઞાનદશામાં કર્મબીજ પર સંસારના ફળની વૃદ્ધિ થતી હતી; હવે જ્ઞાનબીજથી મુક્તિનાં ફળ પ્રગટ થશે. ગ્રંથકાર કહે છે – ભાઈ, બહિરભાવની ભ્રમણા અને વિકલ્પનો ત્યાગ કર. અનેક પ્રકારે તેમાં રહેલું અહિત તને સમજાવ્યું. તેનાં માઠાં પરિણામ તે ચાખ્યાં, હવે દેઢ નિશ્ચય કરી એ સંકુચિત કોચલામાંથી બહાર નીકળ અને કેવળ સુખસ્વરૂપ એવા તારા મહાન રાજ્યમાં પ્રવેશ કર. તેમાં વિહર અને સ્થિર થા. આમ, સદ્ગુરુબોધે બાહ્ય ઉપાધિ ટળી અને સાધકને અંતરાત્મદશા સમાધિશતક oto Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રગટવાથી આત્મભાવના શુદ્ધ થઈ, તેને સમજાયું કે અંતર્-બાહ્ય શત્રુ-મિત્ર કોણ છે ? અથવા મારે કોઈ શત્રુ-મિત્ર છે નહિ. આવા સમભાવના શિખરે પહોંચી તે ટહુકી ઊઠ્યો કે “સોહં'. ઓહ ! હું તે જ છું. પરમાત્મસ્વરૂપ છું. મારા માટે જગત સમાનભાવે છે. सोऽहमित्यात्तसंस्कारस्तस्मिन् भावनया पुनः।। तत्रैव दृढसंस्काराल्लभते ह्यात्मनि स्थितिम् ॥२८॥ તે ભાવ્ય “સોહમ્ તણા જાગે છે સંસ્કાર. તદ્ગત' દઢ સંસ્કારથી આત્મનિમગ્ન થવાય. ૨૮ અર્થ : “સોહ”, “તે જ હું – તેમ પરમાત્મપદની ભાવના કરતાં, તે સંસ્કારને વારંવાર દઢ કરતાં નિશ્ચયથી આત્માસ્વરૂપ સ્થિરતા પામે છે. આઠ કર્મના ગૂંચળામાં પુરાયેલો જીવ જ્યારે અંતરાત્મપણે જાગે છે ત્યારે તે અનુભવે છે કે જેનું હું રટણ કરતો હતો તે જ “હું છું. આઠ કર્મરહિત આઠ અનંત ગુણોથી પરિપૂર્ણ પરમાત્મસ્વરૂપ છું. આવી પરમતત્ત્વની દઢ પ્રતીતિ થતાં જીવ સ્વયં પરમાત્મસ્વરૂપ બને છે. પોતે જ પરમાત્મસ્વરૂપ છે તેવી દેઢ પ્રતીતિ થતાં સાધક સર્વ પ્રકારના સંગથી મુક્ત એવા આત્માને અનુભવે છે. પરમોત્કૃષ્ટ એવા સ્વસ્વરૂપને પામે છે. સર્વ વિકલ્પો શાંત થઈ જીવ અત્યંત સ્થિરતાસ્વસ્થતા પામે છે. ચૈતન્યનો આનંદનો અખંડ પ્રવાહ વહેતો રહે છે. જે મન જગતનાં દશ્યોની પાછળ ભમતું હતું, અને આકર્ષણ વિકર્ષણમાં મૂંઝાતું હતું. તે ક્યારેય સ્થિરતા પામ્યું ન હતું. જગતનાં દેશ્યો જ સ્વયં પરિવર્તનશીલ છે, ત્યાં મન સ્થિરતા ક્યાંથી પામે ? છતાં એ જ મનમાં જ્યારે આત્મભાવના જાગી, અંધકારપિછાડો હટી ગયો ત્યારે તો આત્મા ઝળહળ જ્યોતિ સ્વરૂપ તેને ભાસવા લાગ્યો. પછી તો લગની લાગી કે “સોહં ! સોહં' પછી પરમાત્મસ્વરૂપનું લક્ષ્ય થતાં આકર્ષણ-વિકર્ષણ ગાયબ થઈ ગયાં. હવે બાહ્ય સંયોગો બાધા પહોંચાડતા નથી. અંતરશાંતિનો ભંગ કરી શકતા નથી. કારણ આતમ ઝંખે છુટકારો Page #90 -------------------------------------------------------------------------- ________________ કે હું પરિપૂર્ણ છું તે સંસ્કાર બળવાન થયો છે. ત્યાં અપૂર્ણતાનો સ્પર્શ ક્યાંથી હોય ? અંતરંગ નિર્મલ, નિસ્તરંગ અને નિઃસંગ છે. આવું પરિપૂર્ણ પરમાત્મસ્વરૂપ તે પામે છે. જગ જાણે ઉન્મત્ત ઓ જાણે જગ અંધ; જ્ઞાનીકું જગમેં રહ્યો યું નહિ કોઈ સંબંધ. છંદ-૨૪ યોગદશા કે ધ્યાનદશાયુક્ત જ્ઞાનીનો કોઈ નિયત ક્રમ કે ચર્યા હોતી નથી. તેથી જગત તેમને ઉન્મત્ત માને છે, પણ એ જ્ઞાની તો આ જગતને વિષયો પાછળ અંધ બનેલું જાણે છે. જ્ઞાની જગતમાં રહ્યા છે પરંતુ બોધસ્વરૂપે હોવાથી જગત સાથે તેમનો કોઈ સંબંધ નથી. જ્ઞાની અને (જગતને) અજ્ઞાનીને ઘણું અંતર છે. જ્ઞાનની સર્વ ક્રિયા મુક્તિ માટે છે. અજ્ઞાનીની ક્રિયા ભોગાથે છે. વળી, જ્ઞાનીને નિજસ્વરૂપનું સુખ વર્તે છે. પૂર્વપ્રારબ્ધ સાંસારિક પ્રવૃત્તિ છતાં તેમને તેમાં કર્તાભાવ નથી. ગૃહસ્થપણે વર્તતા ચોથા-પાંચમા ગુણસ્થાનવર્તી ગૃહસ્થને ધનનો યોગ છે, કથંચિત ભોગ છે છતાં તેમાં મૂછ નથી. પત્ની છે. પરંતુ પત્નીને પણ આત્મસ્વરૂપે જાણે છે. ઉદયકર્મને ભોગવે છે. પુત્રાદિ પરિવારના પ્રસંગમાં પણ અંતરંગથી અલિપ્ત રહે છે. જગતના જીવો જ્ઞાનીની આવી દશા જાણી શકતા નથી, કારણ કે તેમની પાસે અંતરદશા જોવાની દૃષ્ટિ નથી. જ્ઞાનીનો પરિચય બાહ્ય ચેષ્ટાથી થતો નથી અને અંતરંગ ચેષ્ટા તો જણાતી નથી. યદ્યપિ જ્ઞાની બાહ્ય વ્યવહારમાં પણ જાગ્રત છે. નાન, ભોજન કરે પણ અંતરમાં લક્ષ્ય જુદું છે. પુણ્યયોગમાં ભોગવૃત્તિ ન થતાં મનમાં મૂંઝાય કે ક્યારે છૂટું ? આપત્તિમાં ચલિત થતા નથી, સંપત્તિમાં મસ્ત થતા નથી, જગતના પદાર્થોમાં આકર્ષણ રાખતા નથી, ચક્રવર્તીની રિદ્ધિ પણ તુચ્છ માને છે. માન-અપમાનમાં સમાનભાવ રહે છે, પ્રાપ્ત સાધનસામગ્રીમાં કંઈ સાર જોતા નથી, અપ્રાપ્તનો કોઈ વિકલ્પ નથી. આવો વિવેક એ જ્ઞાનીનું લક્ષણ છે. જ્ઞાનીને જગતના જીવોનું સ્વરૂપ અંધકારમય કેમ જણાય છે ? oe સમાધિશતક Page #91 -------------------------------------------------------------------------- ________________ ચર્મચક્ષુ છતાં અંધાપો ? ‘હા' જગતના ભોગેચ્છાવાળા માનવને ચક્ષુહીન કહ્યો છે. ચક્ષુથી અંધ હોય તે ક્યારે પણ આત્મવિચારણા કરી શકે પણ જેનામાં વિચારનો અંધાપો છે, તેને કોણ પ્રકાશ આપે ? સ્વરૂપના અજ્ઞાનરૂપ અંધકારથી જગત અટવાઈ ગયું છે. ભોગની પાછળ દોડતા જીવો જાણે મરવા જન્મ્યા હોય, અને જન્મે પણ જાણે મરવા માટે છતાં જાગે નહિ. આ વિચારનો અંધાપો છે. જગતના જીવો જાણતા નથી કે ચાર દિવસની ચાંદની જેવું સ્વપ્નવત્ આ પુણ્ય નાશવંત છે. તે ભોગવવા કેટલાક જીવોની ખુશામત કરે છે, ગુલામી કરે છે, છતાં પુણ્ય ક્યારે તેને હાથતાળી આપી ભાગી જાય છે ? તે જાણતો નથી કે આ દૃશ્ય જગત શું છે ? તેમાં હું કોણ છું ? આ સર્વ વળગણા-સંબંધોનો હેતુ શું છે ? આમ વિચારી જગતના પ્રપંચથી જ્ઞાનીને અરુચિ વર્તે છે. જ્ઞાની જગતને અંધરૂપ જાણે છે, કારણ કે રણ જેવી મરુભૂમિમાં વસતાં છતાં તેને તે લીલા ઉઘાન જેવા ભાસે છે. ઝાંઝવાના જળને સાચાં માની પાણી લેવા દોડે છે. ભોગમાં ભય છતાં, રોગ છતાં, કાયાનું ક્લેવર ક્ષણભંગુર હોવા છતાં તેમાં નિર્ભય થઈ વસે છે. નિત્ય રહેવાવાળું માનીને વસે છે. . અહો ! જ્ઞાનીની દશા તો જુઓ ! ધન, સંપત્તિ, સ્વજન, મિત્ર આદિ છતાં તેઓ આત્મધનને સંપત્તિ સમાન માને છે. કહે છે કે દરિદ્રીને ઘણો પરિવાર હોવા છતાં દુઃખદાયક છે, તેમ જ્ઞાનીને આ બહારના યોગ-સંયોગ દુઃખદાયક છે. આત્મજ્ઞાને વર્તતા જ્ઞાનીને એ સર્વ ક્ષણિક અને નિઃસાર જણાય છે. કેવળ જીવનમુક્ત દશાને ઇચ્છતા જ્ઞાની તત્ત્વજ્ઞાને કરીને આખરે એવા ભેદ છોડીને સમજીને અંતરમાં જ શમી જાય છે. ૮૦ આ પરછાંહી જ્ઞાન કી, નિર્વિકલ્પ તુજ રૂપમેં, જ્ઞાનીને ૫૨ પદાર્થોનો, કર્મનો સંયોગ હોય છે તેમ વ્યવહારથી કહેવાય છે; પરંતુ નિર્વિકલ્પ એવા સ્વસ્વરૂપમાં જગતના દ્વંદ્વનો ભાવ વ્યવહારે શું કહાઈ; દ્વિધાભાવ ન હોઈ. છંદ-૨૫ આતમ ઝંખે છુટકારો Page #92 -------------------------------------------------------------------------- ________________ હોતો નથી. વ્યવહારથી એમ કહેવાય છે કે આત્મા કર્મનો કર્તા છે, ભોક્તા છે, પરના સંયોગે સુખ-દુઃખ ભોગવે છે; વ્યાપાર, વ્યવહાર કરે છે. રાગાદિભાવ ઉત્પન્ન થાય છે. ક્રોધાદિની પ્રકૃતિના ઉદયમાં આત્મા ક્રોધી મનાય છે. આત્મા ખાતો-પીતો, હરતો-ફરતો જણાય છે. છતાં વાસ્તવમાં આત્મા આ ધંધોથી રહિત નિર્વિકલ્પ સ્વરૂપ છે, જે સ્વરૂપ જ્ઞાન સાથે પ્રગટતું જ રહે છે. - જ્ઞાની પ્રગટ જેવું કહે છે તેવું જ તેમના અંતરમાં છે. જ્ઞાની જેવું જ્ઞાનસ્વરૂપનું કથન કરે છે તેવો જ પોતાને જાણે છે. નિર્વિકલ્પદશામાં સ્થળ-કાળના ભેદ શમી જાય છે. સાધકદશામાં વિધિ-નિષેધ, ત્યાગ-અત્યાગ, રાગ-વિરાગના ભેદ હોય છે કારણ કે સાધના એ વિકાસનો ક્રમ છે. જ્યારે મનની દશા નિર્વિકલ્પ બને છે ત્યારે, ચૈતન્ય જ્યોતિના પ્રકાશમાં ઈચ્છા-અનિચ્છા, આકર્ષણ-વિકર્ષણના ભેદ શમી જાય છે. કેવળ શાંતદશા, નિર્મળ બોધસ્વરૂપ હોય છે. માણસ જ્યારે ઊંઘી જાય છે, ત્યારે ઇન્દ્રિયો છતાં તેનો વ્યાપાર નથી. ઘર-પરિવારનો મમતાભાવ વ્યક્ત થતો નથી. શરીર મારું છે તેનો ખ્યાલ નથી. તેમ જ્ઞાની જાગ્રત અવસ્થામાં સર્વ પદાર્થથી ભિન્ન રહે છે. શરીર છે ત્યાં સુધી બાહ્ય નિમિત્તો હોય છે, પરંતુ જ્ઞાનીને તેનું એકત્વ નથી. જગતના વિલાસ, વિનોદ, વ્યવહારમાં ચિત્તનું મિલન નથી, ઈન્દ્રજાળ જેવા જગતમાં લુબ્ધ નથી. પુણ્યઉદયમાં તેમને ચેન નથી. પાપના ઉદયમાં તે બેચેન નથી. તેઓ જાણે છે પર એવી કાયાથી માયામાં જો ફસાયો તો વિષયરૂપી ચોરો મને લૂંટશે. આવા જ્ઞાની સુભટની જેમ સાધનાકાળમાં વ્યવહારમાં છતાં શૂરવીર છે, જાગ્રત છે. જ્ઞાની જાણે છે કે જગતના સર્વ પ્રાણીઓમાં ચૈતન્ય વસેલું છે, તે મને માનવદેહમાં ધારણ થયું છે તો તેની ઉત્તમતાની વૃદ્ધિ કરું. જગતમાં વૃક્ષ, પાન, પશુ, પંખી બધાં જ ચૈતન્યને ધારણ કરીને સમાધિશતક ૮૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ જીવે છે, છતાં આ ચોર્યાશી લાખ યોનિમાં શ્વાસ લેતાં પ્રાણીઓ કરતાં મારા શ્વાસમાં કંઈ વિશેષતા છે. શ્વાસેશ્વાસે માર્ગો “સોહ' પ્રગટે છે. હું નિજસ્વરૂપ છું તેનો મને સ્વાદ મળે છે. આમ તત્ત્વજ્ઞાને કરી જ્ઞાની પરપદાર્થના વ્યવહારમાં મૂંઝાતા નથી. મારાતારાની દ્વિધામાં ફસાતા નથી. તેથી કર્મયોગે જમ્યા છતાં હવે પુનઃ જન્મવું ન પડે તેમ કરવામાં જાગ્રત છે. નિજસ્વરૂપના ભાને નિર્વિકલ્પ એવી દશાયુક્ત જ્ઞાનીની દ્વિધા ટળી ગઈ છે. બહાર સાધન-તપ-જપ આદિ ગૌણ થવા છતાં જ્ઞાની નિઃસંશય છે. તે જાણે છે કે સાધનાકાળમાં બહારનાં ઉપકરણો અંતકરણને જાગ્રત કરવા માટે છે. પછી સાધન ગૌણ થાય છે. સાધના પૂર્ણતા ભણી જવાની યાત્રા છે. ત્યાં અટકવાનું નથી. રાગાદિ ઉપયોગ રહિત, મોહનીય ભાવની પ્રકૃતિથી મુક્ત એવો ઉપયોગ નિર્વિકલ્પ છે. ચિત્તની સ્થિરતા અને બાહ્ય વિધિ-ઉપાધિ રહિત એ નિર્વિકલ્પ દશા છે, જેમાં ધર્મ-સંન્યાસ પણ થઈ જાય છે તે રીતે કે હું કેવું અનુષ્ઠાન કરું ? ક્ષમાદિ ધારણ કરું ? જનકલ્યાણનાં કાર્યો હિતાવહ છે. તેવા સર્વ વિકલ્પની જાળ. કંઈ કરવા-ન કરવાનો દ્વિધાભાવ શમી જાય છે. એવી ચિત્તની સ્થિર અને નિર્મળ દશા એ નિર્વિકલ્પતા છે. યું બહિરાતમ છાંડી કે, અંતર આતમ હોઈ; પરમાતમ મતિ ભાવિએ, જહાં વિકલ્પ ન કોઈ. છંદ-૨૬ આગળ જે જે પ્રકારો જણાવ્યા તે ગ્રહણ કરીને બહિરાત્મ ભાવને છોડીને અંતરૂ આતમભાવને આરાધી, નિર્વિકલ્પ થઈ પરમાત્મપદની ભાવના કરવી. ભાવના સર્વ કર્મને નાશ કરવામાં અગ્નિ સમાન છે. અગ્નિમાં બળેલા પદાર્થો પુનઃ ઉત્પન્ન થતા નથી તેમ શુદ્ધ ભાવનાથી નાશ પામેલાં કર્મો પુનઃ ઉત્પન્ન થતાં નથી. આગ પદાર્થોની રાખ બનાવે છે. તેમ કર્મોની રાખ શુદ્ધ ભાવના વડે થાય છે. બહિર્મુખતા વડે જીવ તૃષ્ણા અને વાસનામાં જે વ્યર્થ જન્મો ગુમાવ્યા. તેવી તૃષ્ણાની કેદમાંથી છૂટવા જ્ઞાન જ અમૂલ્ય ઉપાય છે. ૮૦ આતમ ઝંખે છુટકારો Page #94 -------------------------------------------------------------------------- ________________ જગતમાં જીવને દેહ જ સુખરૂપ લાગવાથી પશુતા આચરી બેઠો હતો. તેમાં પલટો લાવવા સગુરુનો સંગ જ સાચો ઉપાય છે. હું'ના અહંકારમાં મારાની મમતામાં, રંગરાગના કાદવમાં ખૂંચેલા બહિરાત્માનું દુઃખ કોણ વર્ણવી શકે ? કાળ આવીને ઊભો રહેશે ત્યારે ભાઈ તને કોણ બચાવી શકશે, માટે અંતરઆત્મપણાને ગ્રહણ કર અને બહિરાત્મપણું છોડી દે. વળી નિશ્ચયથી લક્ષ્ય તો તારું પોતાનું જે પરમાત્મપણાનું લક્ષણ છે તેની જ ભાવના કરવી કે જ્યાં કર્તા-ભોક્તાના, મારા-તારાના, ધર્મ-અધર્મના, ક્રિયા-અક્રિયાના વિધિ-નિષેધના કોઈ ભેદ નથી. જ્યાં સુધી સાધકદશા છે ત્યાં સુધી ભેદભેદ અવસ્થા છે. એ ભૂમિકામાં વિકલ્પ છે કે અનુષ્ઠાન કરું, હું આત્મા છું, શુદ્ધ છું વગેરે. પરંતુ જ્યાં સાધન, સાધ્ય અને સાધકની એકતા થાય છે ત્યાં પરમાત્મસ્વરૂપ પ્રગટ થતાં હવે એવા વિકલ્પ એ ભૂમિકામાં રહેતા નથી. માટે પરમાત્મપદને ધ્યાવવું. સોમૈં યા દઢ વાસના, પરમાતમ પદ હેતઃ ઈલિકા ભમરી ધ્યાનગત, જિનમતિ જિનપદ દેત. છંદ-૨૭ હું સ્વયં પરમાત્મસ્વરૂપ છું એવી દૃઢ ભાવનાથી જ જીવનું પરમાત્મપદ પ્રગટે છે, જેમ ઇલિકા-ઇયળ ભમરીના ધ્યાનથી પોતે જ ભમરીરૂપ બને છે તેમ હું સ્વયં જિન છું તેવી શુદ્ધમતિ જિનપદને પ્રગટ કરે છે. તીર્થંકરાદિ જનોએ આત્માને જેવો જાણ્યો અને બોધ આપ્યો તેવો જ હું પરમાત્મસ્વરૂપ શુદ્ધ આત્મા છું. આ દેહાદિ તો કર્મસંયોગે મળેલી ઉપાધિ છે. જેને હું સુખનાં નિમિત્તો માનું છું તે સર્વ સંબંધો મને કર્મનાં કારણો હતાં. અને હું તે સર્વ પદાર્થોથી, ક્ષેત્રથી કે કાળથી વિભિન્ન નિર્વિકલ્પ એવો શુદ્ધાત્મા છું. એકાંતે વારંવાર આવી ભાવના કરવાથી, તે ભાવનાની દઢતા માટે કેવળ “સોહં સોહ'નું જ ધ્યાન કરે છે. એવા ધ્યાન વડે આત્મસ્વરૂપનો જેમ જેમ ઉદય થાય છે તેમ બાહ્ય જગતના સંબંધો સ્વયં લય પામે છે. અને ૮૩ સમાધિશતક Page #95 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મપદનો પોતે સ્વામી બને છે. જીવનો ઉપયોગ ચિંતામણિ જેવો છે. તેમાં જેવું ચિંતન રહે છે તેવો જીવને યોગ થાય છે. દેહાદિનું ચિંતન રહે છે તે જીવને એ પ્રકારના દેહ ધારણ થાય છે. પરંતુ એવા સર્વ વિકલ્પની જાળ તોડી જ્યારે તે કેવળ આત્મપદનું ધ્યાન કરે છે ત્યારે સ્વયં આત્મસ્વરૂપે પ્રગટ થાય છે. દેહમાં છતાં નિશ્ચયથી તો ત્યારે પણ પોતે પરમાત્મસ્વરૂપ હતો પરંતુ તેને તેનું ભાન ન હતું. સદ્દગુરુયોગે ભાન થતાં નિજપદનું ધ્યાન કરવાથી પોતે સ્વસ્વરૂપે પ્રગટ થયો. ઇયળને માટીના ઘરમાં મૂક્યા પછી ભમરી વારંવાર તેને ચટકો મારે છે. ઇયળ એ ચટકાથી અને ભમરીના ગુંજારવના નિમિત્તથી સ્વયં ભમરી થઈને ઊડે છે તેમ ભમર-ઇલિકાના ન્યાયે પોતાની રાગાદિરહિત એવી જિનસ્વરૂપ શુદ્ધમતિ થતાં રાગદ્વેષને જીતીને જીવ સ્વયે જિનપદે આરૂઢ થાય છે. मूढात्मा यत्र विश्वस्तस्ततों नान्यद् भयास्पदम् । यतो भीतस्ततो नान्यदभयस्थानमात्मनः ॥२९॥ મૂઢ અહીં વિશ્વસ્ત છે, તત્સમ નહિ ભયસ્થાન, જેથી ડરે તેના સમું કોઈ ન નિર્ભય ધામ. ૨૯ અર્થ : મૂઢાત્માને જડ પદાર્થોમાં જે વિશ્વાસ છે તેના જેવું ભયસ્થાન બીજું કોઈ નથી. અને જે સ્વરૂપ છે કે જેનાથી ભય પામ્યો છે, તેવું નિર્ભયસ્થાન અન્યત્ર છે નહિ. અહો ! દિશામૂઢ થયેલા બહિરાત્માની દશા કેવી વિપરીત છે ? જડ પદાર્થમાં મારાપણાની દૃઢ માન્યતા કરી, પણ કોઈ પદાર્થ તે હજી સુધી પોતાના કરી શક્યો નથી. તે તે પદાર્થને પોતાના કરવામાં કેવળ તેણે ચાર ગતિની દુઃખદ યાત્રા જ કરી છે. કારણ કે ભવથી તે ભય પામ્યો નથી. જે દેહ મળ્યો તેમાં એકત્વ, જે જે સ્થાને જે જે સાધનો મળ્યાં તેમાં એકત્વ, એ એકત્વની વાસનાનો વિસ્તાર થયો ત્યારે હાથીપણે પાંચ સો હાથણીનો પતિ થયો ત્યારે અન્ય હાથીને ભગાડી દેતો. ૮૪ આતમ ઝંખે છુટકારો Page #96 -------------------------------------------------------------------------- ________________ અરે જંગલમાં હરણનો નેતા થયો ત્યારે સેંકડો હરણોમાં એકત્વ કર્યું. માનવસ્વરૂપે જન્મ્યો અનેક પદાર્થોમાં પોતાપણાની બુદ્ધિ કરી, દેવલોકમાં ગયો અને દેવીમાં અભિન્નપણે રાચ્યો. એ સર્વ જગાએ નિર્ભય થઈ વર્યો. ગૃહસ્થ થયો ગૃહમાં, નગરમાં, પેઢીમાં, વ્યાપારમાં અનેક અજીવ-સજીવ પદાર્થોમાં વ્યાકુળ બની સૌને પોતાના કરવા મથ્યો, પણ જ્યાં કાળ આવી ઊભો ત્યાં તેનું કોઈ થઈ શક્યું નહિ, તને જતો જોઈ થોડો સમય જોનારા રડ્યા, અંતે જોનારા પણ વિદાય થયા. આવા જગતનું દશ્ય તું જુએ છે છતાં મૂઢતાએ તને ઘેર્યો છે. તેથી દુઃખી થવાનાં સર્વ ભયસ્થાનો છતાં તું તેમાં વિશ્વાસ કરે છે. જે પરમપદની પ્રાપ્તિમાં મહાન વિદ્ધ છે. અનંત સુખનું ધામ એવા ચૈતન્યસ્વરૂપમાં તને વિશ્વાસ ન આવ્યો, અને દુઃખરૂપ એવા રાગાદિભાવ-વિષયોમાં તને વિશ્વાસ આવ્યો. આ જ કર્મની વિચિત્રતા છે. તારા સ્વભાવમાં દુઃખ નથી પણ તારી બહિર્મુખ દૃષ્ટિના વિકલ્પો દુઃખદાયી છે, તેનો વિચાર કરી નિર્ભય એવા અવિનાશી તત્ત્વની સન્મુખ થા. વિશ્વમાં શુદ્ધ સ્વરૂપ જ એક અભય સ્થાન છે. તેને પ્રાપ્ત કરવા વૈરાગ્ય એ નિર્ભયતા ટકાવવાનું બળ છે. માટે ભવભ્રમણ થાય તેવા મમત્વાદિ ભયનાં સ્થાન છોડી દે અને નિર્ભય એવા પરમપદની ભાવના કર. ' અરે માનવીની મૂર્ખતા તો જુઓ કે ક્યારેક જ બનતા સિંહ, સર્પ, વિષ કે શત્રુ આદિના સંયોગોને કલ્પનામાં કે સ્વપ્નમાં મહાન ભયજનક માને છે. પરંતુ નિત્ય એવા સાંયોગિક સંબંધોમાં થતાં અહં-મમત્વ કે જે પળેપળે બંધનકર્તા છે તેને તો ભયજનક માનતો નથી, ઈષ્ટને મેળવવા કે અનિષ્ટથી છૂટવાના નિત્ય સેવાતા આર્તધ્યાનને તો તે ભયાનક માનતો નથી (કે જેને કારણે તે મહાદુઃખ પામે છે.) વળી ભોગોથી ઈન્દ્રિયો ક્ષીણ થાય છે, દેહ રોગથી પ્રસાય છે. ધન-માલની વૃદ્ધિમાં લૂંટાવાનો ભય, ક્ષણેક્ષણે મૃત્યુનો ભય, સ્ત્રી-પુત્રાદિમાં સંઘર્ષનો ભય, અકસ્માતનો ભય, આમ અનેક પ્રકારના ભય છતાં તેને તેમાં વિશ્વાસ છે. અને જે નિર્ભયતાનું વિતરાગસ્વરૂપ પોતાનું સામર્થ્ય છે તેમાં તેને વિશ્વાસ નથી. હું ભયરહિત નિત્યચૈતન્ય-સ્વરૂપ સમાધિશતક ૮૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ છું તેવું તેને માહાલ્ય આવતું નથી. ભયજનક અંતર-બાહ્ય સંયોગોની સુરક્ષા મેળવવા તારે તારા જ નિર્ભય એવા ચૈતન્ય સ્થાનમાં સ્થિર થવું પડશે. બહિરાત્મા એવા મોહથી પ્રસાયેલા મૂઢને તો સગુરુ કે જ્ઞાનીઓનો સંપર્ક પણ ભય પેદા કરે છે. તેમની પાસે જઈશું તો તેઓ ત્યાગ, વૈરાગ્યનો બોધ આપશે, તો મારા ભોગો છૂટી જશે. ભોગ છૂટવાથી મને શું સુખ મળશે ? પરિગ્રહમાં પાપ છે એમ જણાવી મને ભય ઉત્પન્ન કરશે. દાન, શીલ અને તપ કરવાનું કહેશે. જેને કેવળ ભોગમાં રતિ છે તે જીવ આવા આત્મગુણોને લક્ષ્ય કરાવતા બોધથી ડરે છે, એટલે નિર્ભયતા કેળવાય તેવા સ્થાને તે ફરકતો નથી. અને જ્યાં ક્ષણે ક્ષણે ભાવ-મરણ અને બંધનનો ભય છે ત્યાં જ ભમ્યા કરે છે. અને તે પ્રમાણે મનને વશ થઈ જાય છે, એવી ઘરેડમાં આવી જાય છે. તેથી નિત્ય અને નિર્મળ એવા તત્ત્વ પ્રત્યે તેને રુચિ થતી નથી. આથી અંતરાત્મા તો સૌપ્રથમ આવી મનોદશામાં દઢ થયેલી વાસનાને જ દૂર કરી નાખે છે અને નિર્ભય બને છે. ભારે ભય પદ સોઈ છે, જઈ કડકુ બિસાસ; જિન સું - ઓ ડરતો ફિરે, સોઈ અભયપદ તાસ. છંદ-૨૮ જ્યાં નિરંતર ભયનો જ વાસ છે ત્યાં અબોધ એવા જીવને જડમાં સુખનો વિશ્વાસ છે, અને જેનાથી એ ડરે છે તે તો સ્વયં અભયનું જ ધામ છે. અજીવ કે સજીવ એવા પરપદાર્થોમાં જ જડતા પામેલા બહિરાત્માને તેના સંયોગમાં સુખનો ભાસ પેદા થાય છે કે જે વાસ્તવમાં બંધનનો ભય છે. અને અલખઅગોચર એવું જે સુખરૂપ સ્થાન છે ત્યાં તેની વૃત્તિ લય પામતી નથી. તેને કોઈ વાર એકાંતનો યોગ મળી જાય કે કોઈ પવિત્ર સ્થાનમાં એકલો રહે તો ડરે છે. અથવા જ્યાં તેને કેવળ પોતાના આત્મામાં જ આત્મજ્ઞાન વડે આત્મધ્યાન કરીને અનંત સુખ પ્રાપ્ત કરવાનું છે, જે સ્થાન કેવળ નિર્ભયતાનું છે ત્યાં તે ડરે છે. અરે ! જેમાં કોઈ કાળે કોઈ ભયનો સંચાર નથી તેવું ૮૬ આતમ ઝંખે છુટકારો Page #98 -------------------------------------------------------------------------- ________________ અભયસ્વરૂપ આત્મપદ છે. તે અભયપદને પ્રાપ્ત કરવા જીવે અવિનાશી તત્ત્વમાં સ્વબળ વડે ડૂબકી મારવી પડશે. તને તેની કળા સદ્દગુરુ પાસેથી પ્રાપ્ત થશે. ભયરૂપી પીંજરામાં પુરાયેલો તારો આત્મા મુક્ત પંખીની જેમ ગગનમાં વિહાર કરે તેમ તું નિર્ભયમાં વિહાર કરીશ. શરીરાદિમાં તું વિશ્વાસ મૂકે છે તે કેવળ મરણના, વૃદ્ધત્વના કે રોગના ભયથી ગ્રસ્ત છે. તું તે સર્વથી ભિન્ન છે તેવી કલ્પના કરવામાં પણ તને શાનો ડર લાગે છે ! અરે નાની સરખી માટીની કાયામાં અભયપદવાળું અવિનાશી તત્ત્વ બિરાજમાન છે. તેમાં તું તારી ચિત્તવૃત્તિઓને સ્થાપિત કર. પછી જો કે તું કેવા નિર્ભયસ્થાનમાં છું ? सर्वेन्द्रियाणि संयम्य, स्तिमितेनान्तरात्मना । यत्क्षणं पश्यतो भाति, तत्तत्त्वं परमात्मनः ॥३०॥ ઇન્દ્રિય સર્વનિરોધીને, મન કરીને સ્થિરરૂપ, ક્ષણભર જોતાં જે દીસે, તે પરમાત્મસ્વરૂપ. ૩૦ અર્થ : સર્વે ઇન્દ્રિયોનો સંયમ કરી સ્થિરતા પામેલા મન દ્વારા ક્ષણમાત્ર જોતાં, અનુભવ કરનાર જીવોને તે પરમાત્મસ્વરૂપ તત્ત્વ ભાસ્યમાન થાય છે. પરમાત્મપદની પ્રાપ્તિ તે જેનું અગ્રિમ ધ્યેય છે તેને માટે ભોગસુખની આહુતિ આવશ્યક છે. સર્વથા ત્યાગ કરનાર આ તત્ત્વનો સ્વામી બને છે. સમસ્ત ભૌતિક અવલંબનો પ્રત્યે ઝૂકેલી ઇન્દ્રિયોનો સંયમ કરનાર પરમાર્થમાર્ગનો પથિક બને છે. દીર્ઘકાળના સેવેલા સ્પર્શના આઠ પ્રકારના સુખનો જે ત્યાગ કરે છે. રસના આસ્વાદને જે ત્યજે છે, સુગંધી પદાર્થો પ્રત્યે જેની અરુચિ છે, દશ્ય જગતનાં આકર્ષણ શમ્યાં છે અને ગીતસંગીત પ્રત્યેથી જેની રતિ દૂર થઈ છે. એવો ઈન્દ્રિયો પ્રત્યેનો જેનો સંયમ છે, તે આત્મા સ્થિરતા પામે છે. તેવા સ્થિરભૂત આત્મા વડે અનાદિકાળથી જે જ્ઞાન આવરિત હતું તે ક્ષણમાત્ર શુદ્ધસ્વરૂપને અનુભવે છે, તે જ પરમાત્મસ્વરૂપ છે. સમાધિશતક ( ૮૦ Page #99 -------------------------------------------------------------------------- ________________ કિલ્યો સંયમ તાજા કરતા નથી. અમે છે, કારણ શુદ્ધ ચૈતન્યની ઊંડી ગુફામાં રહેલું પરમાત્મતત્ત્વ સર્વાગપણે પ્રકાશી ઊઠે છે, ત્યારે અંતરાત્માને ક્ષણમાત્રમાં અનુભવ થાય છે કે આ જ હું છું”, “સોહં'. ઈન્દ્રિયોના વિવિધ વિષયોનો કોલાહલ અત્યંત શાંત થવાથી ચિત્ત સ્વરૂપમાં લય પામે છે, કારણ કે બહારના વિષયો હવે આસક્તિ કરતા નથી. ભૂતકાળના વિષય-ભોગજનિત વિકલ્પો સંયમ દ્વારા શમી ગયા છે, અને ઇન્દ્રિયો જ વિશ્રામ પામી છે. આથી અસંગ એવું પરમાત્મસ્વરૂપ શુદ્ધ ઉપયોગમાં પ્રતિબિંબિત થઈ અનુભવમાં આવે છે. ત્યાર પછી તે અંતરાત્મા નિરાકુળ આનંદમાં રહે છે. તેના આનંદ કે સુખ માટે બહારના સંયોગોને સંબંધ નથી. તેના અંતરમાં જ આનંદ રહ્યો હતો તે પ્રકાશિત થયો છે. એક ક્ષણનો આ અનુભવ શાશ્વત બને છે. ઇન્દ્રિય વૃત્તિ નિરોધ કરી જો ખિનુ ગલિત વિભાવ; દેખે અંતરાત્મા સો પરમાતમ ભાવ. છંદ-૨૯ આ જીવ ઇન્દ્રિયસુખની ઇચ્છાવાળો થઈ જ્યાં જ્યાં જે જાતિ પામ્યો ત્યાં તે તે ઇન્દ્રિયોના વિષયમાં ડૂબી ગયો. વળી, તે ઈન્દ્રિયોવશ એક એક જાતિમાં અસંખ્ય વર્ષો ગાળ્યાં. એક સ્પર્શેન્દ્રિયમાં તો કલ્પનાતીત કાળ પસાર કર્યો. ત્યાર પછી રસનાનો ઉમેરો થતાં વળી એમાં લોભાયો. જેમ જેમ ઇન્દ્રિય-વિકાસ થતો ગયો તેમ તેમ તેમાં વિશેષ અનુરક્ત થયો, વળી જ્યારે ધ્રાણેન્દ્રિય પામ્યો ત્યારે તો વિવેક જ ભૂલી ગયો. વિષ્ટામાં જન્મ્યો તો ત્યાંય સુખ માન્યું. ભમર બન્યો તો પરાગમાં સુખ માન્યું. તેમાં વળી ચોથી ચક્ષુઇન્દ્રિય મળી અને દશ્યજગતમાં ચકિત થઈ ગયો. પ્રકાશ જોઈ લુબ્ધ બન્યો અને જ્યોતિમાં ઝૂકી પડતો, રૂપ જોતો અને વિકારોને વશ થતો, આખરે શ્રોત્રેન્દ્રિય પામ્યો ત્યારે શબ્દાનુરાગી બન્યો. વળી આ સર્વેમાં પ્રિય-અપ્રિયપણાની બુદ્ધિ અગ્રેસર કરી પછી તો જીવની આકુળતા અનેકગણી વધી પડી. પરંતુ સદગુરુના બોધ વડે તેને ભાન થયું કે, આ ઇન્દ્રિયોના વિષયો વ્યર્થ છે. આ ઈન્દ્રિયોના વિષયોથી પર મારામાં અતીન્દ્રિય સુખનો ખજાનો પડ્યો છે. આવું ભાન થતાં ઈન્દ્રિય-વિષયોની સર્વ ૮૮ આતમ ઝંખે છુટકારો Page #100 -------------------------------------------------------------------------- ________________ કલ્પના તૂટી ગઈ. અને ચિત્તવૃત્તિ શાંત થતાં અંતર્મજ્ઞા જાગી ઊઠી, ત્યારે તેણે જોયું કે અહો ! હું તો સ્વયં જ સુખનું ધામ છું. મારે વળી આ ઇન્દ્રિયોની પરવશતા શા કામની ? આ સમસ્ત વિશ્વનું દર્શન માટે તત્ત્વરૂપ છે, ભોગરૂપ નથી. મારા સ્વરૂપને પર એવા કોઈ પદાર્થની સુખ માટે જરૂર નથી. મારું આ નિજગૃહ જ આનંદનું ધામ છે. આમ અંતરાત્મા અનુભવ વડે પરમાત્મસ્વરૂપને પામે છે. यः परात्मा स एवाऽहं, योऽहं स परमस्ततः । अहमेव मयोपास्यो, नान्यः पश्चिदितिस्थितिः ॥३१॥ જે પરમાત્મા તે જ હું જે હું તે પરમાત્મ; હું જ સેવ્ય મારા વડે, અન્ય સેવ્ય નહિ જાણ. ૩૧ અર્થ : જે પરમાત્મા છે તે જ હું, અને હું તે જ પરમાત્મા; તેથી મારે સ્વયં તે જ ઉપાસ્ય છે. અન્ય કંઈ ઉપાસ્ય નથી. નિશ્ચયથી તો આત્મા જ સ્વયં પરમાત્મસ્વરૂપ છે ત્યાં આ ભંગાજાળ શું કરવી ? કોણ કોની ઉપાસના કરે ? સાકરને ગળપણ લેવા ક્યાં જવું પડે ? સાચા હીરાને મૂલ્ય લેવા શું કહેવું પડે ? તે પદાર્થો સ્વભાવથી જ પોતાના લક્ષણવાળા છે. તેમ આત્મા સ્વયં પરમાત્મસ્વરૂપ છે, તેને વળી આવા વિકલ્પ શા ? વિચાર શા ? કે કોણ છું ? ક્યાંથી ઉત્પન્ન થયો છું ? કોની ઉત્પત્તિ અને કોનો લય ? સ્વયંભૂ, પરમશુદ્ધ છે, મારે વળી પરમાત્વસ્વરૂપની પ્રાપ્તિ કેવી ? અપ્રાપ્તિની પ્રાપ્તિ હોય, પણ આ તો સ્વયં પ્રગટ છે, તેની પ્રાપ્તિ માટે મારે ક્યાં જવું ? અભેદસ્વરૂપ હું આવા ભેદમાં ગૂંચવાઈ ગયો. બહિરાત્મા, આત્મા અને પરમાત્મા આવા ત્રણે ભેદ સમગ્ર જીવોની ભૂમિકાની અપેક્ષાએ છે. હું સત્તાથી જ શુદ્ધ છું. મારે અન્ય સાધનોની ઉપાસના શા માટે ! પરમાત્માની ભૂમિકાએ છે, સ્વસંવેદ્ય એવા સ્વરૂપઅનુભવમાં સાધન-સાધ્ય અભેદ બને છે. પ્રાથમિક જે સદગુરુ આદિની આલંબન દશા હતી તે સ્વસંવેદ્ય એવા અંતરાત્મા નિરાલંબ સ્થિતિને પ્રાપ્ત કરે છે ત્યારે તેને અન્ય ઉપકરણ કે સાધનની ઉપાસના રહેતી નથી. સમાધિશતક ૮૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધાત્મા જ તેનું ધ્યાન કે અવલંબન છે. ગુણશ્રેણિમાં આરૂઢ અંતરાત્માને કેવળ ઉપયોગશુદ્ધિ જ સાધન છે. બુદ્ધિવશ કોઈ વિકલ્પ ન હોવાથી અભેદદશાએ ઉપાસના સ્વદ્રવ્ય એવા ધ્રુવતત્ત્વની હોય છે, તેથી અંતરાત્માને ઉપાસ્ય પણ સ્વયં શુદ્ધાત્મા છે. કારણ કે હવે તેનો અભેદસ્વરૂપમાં જ નિવાસ છે. જેમ અગ્નિમાં તપવા છતાં સોનું સુવર્ણપણાને છોડતું નથી, તેમ જ્ઞાની કર્મના ઉદયવાળા છતાં જ્ઞાનપણાને છોડતા નથી. प्रच्याव्य विषयेभ्योऽहं, मां मयैव मयि स्थितम् । बोधात्मानं प्रपन्नोऽस्मि, परमानंदनिवर्तम् ॥३२॥ વિષયમુક્ત થઈ મુજ થકી જ્ઞાનાત્મક મુજ સ્થિત, મુજને હું અવલંબું છું પરમાનંદરચિત. ૩૨ અર્થ : પાંચ ઇન્દ્રિયોના વિષયથી નિવૃત્ત થઈ મારો આત્મા મારા વડે મારામાં જ સ્થિત છે, તેથી જ્ઞાનસ્વરૂપ પરિપૂર્ણ આનંદસ્વરૂપ આત્માને હું પ્રાપ્ત થયો છું. અંતરાત્માને અત્યંતપણે ઉપાસતો પોતે પાંચ ઇન્દ્રિયોના વિષયથી ભિન્ન લક્ષણવાળો હું પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ આત્માને પ્રાપ્ત થયો છું. વિષયોમાં પર્યાયપણે ખંડ ખંડ થતા આત્માને તેમાંથી નિવૃત્ત કરી સૈકાલિક ધ્રુવસત્તાએ રહ્યો છું. બોધસ્વરૂપ આત્મામાં જ્ઞાનગુણયુક્ત પરમાનંદ વડે પરિપૂર્ણ છું. પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં આત્મા પ્રીતિ કરે છે ત્યારે તેની અવદશા થાય છે. તેમાંથી ઉત્પન્ન થતા વિકારો ચિત્તને મલિન કરે છે ત્યારે અસ્થિર થયેલું ચિત્ત આત્મસ્થિરતા પામતું નથી. ચેતના અખંડ સૈકાલિક ધ્રુવ છતાં ચંચળતાને યોગે ખંડ ખંડ થઈ જાય છે, અને આ અસ્થિરતા જ અબાધિત એવા આત્મસ્વરૂપને રૂંધે છે. પરંતુ અંતરાત્મા ચિત્તવૃત્તિનો વિરોધ કરી ઇન્દ્રિયોથી પાછો વળી, તેના વિષયોમાંથી નિવૃત્ત થાય છે. ત્યારે તેને સ્વનો સાચો અનુભવ થાય છે. પોતાની અંદર સૈકાલિક ધ્રુવસત્તાનો તેને બોધ થાય છે. તેથી પોતે પોતાના જ વડે સ્થિરતા પામે છે. GO આતમ ઝંખે છુટકારો Page #102 -------------------------------------------------------------------------- ________________ હું શુદ્ધ ઉપયોગની ભૂમિકામાં આત્મા પરમાનંદ સ્વરૂપે પરિપૂર્ણ છું. સહજ સ્વરૂપે પ્રગટ છું. यो न वेत्ति परं देहादेवमात्मानमव्ययम् । लभते स न निर्वाणं, तप्तवाऽपि परमं तपः ॥३३॥ એમ ન જાણે દેહથી ભિન્ન જીવ અવિનાશ તે તપતાં તપ ઘોર પણ, પામે નહિ શિવલાસ. ૩૩ અર્થ : આ પ્રમાણે જે અવ્યય-અવિનાશી એવા આત્માને દેહથી ભિન્ન જાણતો નથી તે જીવ ઉત્કૃષ્ટ તપ કરવા છતાં નિર્વાણ – મોક્ષને પામતો નથી. આગળ આત્માની દેહથી ભિન્ન જે જે અવસ્થાઓ જણાવી તે પ્રકારે જીવ આત્મસ્વરૂપને જાણતો નથી. તે આજ્ઞાન ભાવે ઘોર તપશ્ચર્યા કરે તોપણ મોક્ષને પ્રાપ્ત કરતો નથી. દેહલક્ષી દેહના સુખે સુખી અને દુઃખે દુઃખી થવાવાળો મૃત્યુથી પોતાનો નાશ માને છે. તેને આત્માની સૈકાલિક અખંડ સત્તાની શ્રદ્ધા નથી, તે બહિરાત્મા અનેક પ્રકારનાં તપ, જપ કે વિવિધ વ્રતાદિ કરે પણ મૂળમાં આત્માના અવલંબન વગર તે તપાદિ તેને મોક્ષના હેતુ બનતા નથી. વાસ્તવમાં તપ નિર્જરાનું કારણ હોવા છતાં તપ શાને માટે કરું છું. તેનું ભાન ન હોવાથી તથા જ્ઞાન સહિત તપ ન હોવાથી દીર્ઘકાળ સુધી તપથી તપતો તે આત્મા નિર્વાણ પ્રાપ્ત કરતો નથી. અર્થાત્ તપ-જપ સર્વ ક્રિયા આત્મસિદ્ધિ કે આત્મશુદ્ધિ માટે છે પરંતુ તપ કરવા છતાં અંતરઅભિલાષા લૌકિક સુખની હશે તો તે તપ દ્વારા તે પુણ્ય ઉપાર્જન કરી આ લોકમાં માન-સત્કાર પામશે અને પરલોકમાં દેવાદિ સુખ પામીને પુનઃ જન્મ-મરણ કરશે પણ નિર્વાણની પ્રાપ્તિ નહિ થાય. શાસ્ત્રકારોએ જીવોની ભૂમિકા-પાત્રતા તૈયાર થાય તે માટે બાહ્યતપ અને અત્યંતર તપના ભેદ બતાવ્યા છે. પ્રાયે બ્રાહ્ય તપને નિર્જરાનું કારણ માની જીવ ત્યાં અટકી જાય છે. અને અત્યંતર તપ બાહ્યતપ જેવું જ થઈ પડે છે. વાસ્તવમાં બાહ્યતપમાં આહારશુદ્ધિ સમાધિશતક ૯૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ અને દેહભાવથી ભિન્નતાનો અભ્યાસ કરે છે, તેની સમજ ન હોવાથી બાહ્યતપ થવા છતાં આહારશુદ્ધિ કે સ્વાદજય થતો નથી અને દેહને કષ્ટ આપે છે, પણ દેહથી ભિન્ન છું તે તો સમજાતું નથી. આહારશુદ્ધિમાં પાંચ ઇન્દ્રિયોના તે તે વિષયોના ગ્રહણમાં સંયમ આવશ્યક છે, કારણ કે તપમાં ઈન્દ્રિયોના વિષયોનો સંયમ ન થાય તો તપમાં પણ વિકાર પેદા થાય છે. આહાર દ્વારા કાયા અને મન પર અસર ઉત્પન્ન થાય છે. જો આહાર લેવામાં વિવેક ન રહે અને કેવળ સ્વાદની મુખ્યતા રહે તો તે તપ નિર્જરાનું કારણ બનતું નથી. તે માટે આત્મજ્ઞાનની મુખ્યતા કહી છે. જો જીવને આહારાદિનું વિવેકજ્ઞાન હોય તો તપથી સંયમ વૃદ્ધિ પામે છે. અત્યંતર તપ પણ જો આત્મશુદ્ધિ માટે ન બનતાં કેવળ બહારનું ખોખું જ રહે તો તે પણ વ્યર્થ જાય છે. ભલભલા તપસ્વી તપના મૂળ સ્વરૂપના જ્ઞાનને ન સમજવાથી દીર્ઘકાળે તપ તપીને પણ સંસાર-પરિભ્રમણને પામ્યા છે. જ્ઞાનને બદલે માનને સેવે છે, ત્યારે મોહવશ તે જાણી શક્યા નથી કે આ મારું તપ કદાચ પાપને દૂર કરશે પણ પુણ્યનો ફાંસલો તો ગળામાં વળગ્યો રહેશે. બાળજીવો તો ઉપવાસ કરીને સંસારની પ્રવૃત્તિ, મનોરંજનના સાધનોનો ત્યાગ કરતા નથી, તે બાળપ નિર્જરાનો હેતુ કેમ બને? તપ કરતો તપસ્વી આ લોકમાં કોઈ પ્રયોજન સિદ્ધ થાય નહિ ત્યારે ખેદ પામે છે. બાળ એવા અજ્ઞાની જીવો માટે તપ બાળતા જેવું નીવડે છે. ભૂખનું દુઃખ વેઠી તેની અલ્પ મતિ ક્યાં તો ધન : કે માનને ઇચ્છે છે. તેની વિચારદશા તેનાથી ઉપર ઊઠતી જ નથી કે જે તપ વડે હું આ જગતનાં માન કે ધન ઇચ્છું છું તે તો આ લોક પૂરતાં મર્યાદિત છે. અને તપ દ્વારા થતી આત્મશુદ્ધિ મને નિર્વાણનું કારણ છે. મોટા તપસ્વીઓ પણ જ્યારે અહંકારમાં અટવાયા ત્યારે તપની હૂંડીને વટાવીને કેવળ દૈહિક સુખની માગણીમાં મૂંઝાયા અને ઘોર તપ તપવા છતાં મુક્તિ ન પામ્યા. માટે કહે છે ભાઈ ! દેહદમન કરીને દેહને ગાળી નાખ્યો પણ જ્ઞાનદશા વગર તો સંસારથી મુક્ત ન થયો. ૯૨ આતમ ઝંખે છુટકારો For Private & Personal. Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણ એટલે જન્મે પણ મરે નહિ કેમકે પુનર્જન્મ નથી ત્યાં મરણ નહિ પણ નિર્વાણ છે. આત્મા આત્મજ્ઞાન વડે જાણે કે આ સંસારના ભોગ એ સુખ નથી પણ નિર્વાણસુખનું પરમ કારણ છે. સંસારની વાસના એ જ બંધનું કારણ છે. તેમાંથી જીવ જો પાછો વળે, વાસનાના સુખની શ્રદ્ધા ટળે તો મુક્તિનું કારણ સધાય. જે મુક્તિ શુભાશુભ કર્મબંધનથી રહિત છે, તે જ શુદ્ધાત્માનું સ્વરૂપ છે તેના અવલંબનથી જીવ ભવસાગર તરે છે. જીવ દૃશ્યનો દ્રષ્ટા છે, તે પોતાના સ્વરૂપને જાણે છે તે નિર્વાણને પ્રાપ્ત થાય છે. જે દૃશ્યમાં રોકાય છે તે તેનો ભોક્તા બને છે તે જન્મથી બંધાય છે. માટે એ અબોધતાનો ત્યાગ કરી સ્થિર એવી ઉત્તમ દશાને પામવા પુરુષાર્થ કરો. અને દર્શનરૂપ ઉપયોગ, દેશ્યરૂપ જ્ઞાન, દ્રષ્ટારૂપ આત્મા ત્રણેના ઐક્ય વડે પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ કરો, જેથી જેનો પ્રકાશ વિશ્વવ્યાપી છે, તેવું આત્મઐશ્વર્ય પ્રગટ થાય છે. આવું પૂર્ણજ્ઞાન પામવા જીવ પોતે જ પોતાનો વિભુ અને ગુરુ થાય છે. જેમાં કોઈ ગુરુ-શિષ્ય કે ભગત-ભગવાનનો ભેદ નથી, એવો આ અખંડ માર્ગ છે તે નિશ્ચયથી માનજો. જે જીવ મારાતારાના ભેદમાં અટક્યા છે, તે અખંડ, અવિનાશી અક્ષુબ્ધ એવા પોતાના સ્વરૂપને ખંડિત કરી જન્મમરણથી અનિત્ય ઠરે છે. અને શુભાશુભ કર્મ વડે ક્ષુબ્ધ-રુગ્ણ બને છે. ભવ્ય જીવો આવો નિશ્ચયમાર્ગ આરાધી તરી જાય છે. પરંતુ એવી દશા ન હોય અને પોતાને વિભુ કે ગુરુ સ્વરૂપે માને તો ભવજળમાં ડૂબે છે. માટે આવું વિધાન પાત્ર જીવે જ અનુસરવું, અપાત્રને તે અહિતકારી છે. માટે સદા તત્ત્વનો આભ્યાસ અને વૈરાગ્યનું સેવન કરવું, ચિત્તને નિર્મળ કરવું. જ્ઞાની પણ પૂર્ણતા પામતાં સુધી ઉદયાધીન સંયમને ધારણ કરે છે, અસંયમને ત્યજે છે, અને ઉદયકર્મમાં ઉદાસીન રહે છે. પૂર્ણતા પામતાં સુધી તેઓ જાગ્રત છે. અને સતત આત્મધ્યાનમાં મગ્ન છે. કેવળજ્ઞાન થતાં ધ્યાનાંતરદશાને પ્રાપ્ત કરી મુક્ત થાય છે. સમાધિશતક ૯૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ તેહુ; દેહાદિકનેં ભિન્નમેં, મોથે ન્યારો પરમાતમ પથદીપિકા, શુદ્ધ ભાવના એહુ. છંદ-૩૦ દેહાદિકથી સર્વ પ્રકારે ભિન્ન હું સર્વથા ન્યારો છું. આવી શુદ્ધ ભાવના પરમાતમની પ્રાપ્તિની પથદીપિકા છે. અંતરાત્મા જ્યારે જ્ઞાનસ્વરૂપ થઈ અંતરમાં ઊંડો ઊતરે છે ત્યારે તેનું અંતરદર્શન ન્યારું હોય છે. એક ક્ષેત્રે રહેલાં દેહ-ઇન્દ્રિય-મન અને વાણીને પ્રગટ લક્ષણથી જ તે ભિન્ન જાણે છે. દેહાદિકના મોહથી તેઓ સદા ભિન્ન છે. અને તેથી જ્ઞાનીનો દેહાદિક પ્રત્યેનો વ્યવહાર પણ ઔપચારિક હોય છે. જ્ઞાનસ્વરૂપમાં મગ્ન એવો શાની શ્વાસેશ્વાસે કર્મબંધનને તોડે છે. વ્યવહારાદિમાં ઉદાસીનપણે રહે છે. લૌકિક પ્રકારોમાં લીન થતો નથી. દિલમાં દાસભાવે પ્રભુગુણને જપે છે અને કેવળ મુક્તિને ઇચ્છે છે. વિવિધ અનુષ્ઠાનો કરવા છતાં તેનું લક્ષ્ય કેવળ મુક્ત થવા પ્રત્યે હોય છે. શુભાશુભ ભાવમાં તે મૂંઝાતો નથી પરંતુ તેનો પરિહાર કરીને જ્ઞાનસ્વરૂપમાં રહે છે. જ્ઞાનીને બહારમાં વિધિનિષેધનો વિવેક છે. તેથી વિકલ્પરહિત સર્વ સાધનને યોજે છે. મનની આસક્તિરહિત ભોગમાં પ્રવર્તે છે, કર્મોની પરવશતાથી ભોગમાં દેહભાવથી જોડાય છે, તેમાં આત્મબુદ્ધિ નથી. મનમાં મોક્ષ પ્રત્યે જ આકાંક્ષા છે. તેથી ભોગકાળે જ ઉદયમાં આવેલું કર્મ ક્ષીણ થતાં જ્ઞાની મુક્ત થાય છે. વૈરાગ્યભાવની વૃદ્ધિથી જ પુનઃ રાગાદિ દોષોને દૂર કરે છે. મૃત થયેલા દેડકાના શરીરના ચૂર્ણને પાણીનો યોગ થતાં પુનઃ દેડકાંઓ ઉત્પન્ન થાય છે, પરંતુ જો પ્રથમ તે ચૂર્ણને અગ્નિથી ભસ્મ કર્યું હોય તો પાણીનો સંયોગ મળવા છતાં પુનઃ દેડકાં ઉત્પન્ન થતાં નથી. તેમ શુદ્ધ ભાવનાયુક્ત જેની પાસે પરમાર્થ પથદીપિકા છે તે જ્ઞાની કર્મોને તે શુદ્ધ ભાવના જ અગ્નિની જેમ નષ્ટ કરે છે. જ્ઞાની શુદ્ધ ભાવના વડે અનાસક્તભાવની વૃદ્ધિ કરે છે, તેથી પુનઃ બંધાતાં નથી. ୧୪ આતમ ઝંખે છુટકારો Page #106 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા કષ્ટભિ નહુ લહે, ભેદજ્ઞાન સુખવંત; યાવિન બહુવિધ તપ કરે, તો ભી નહિ ભવ અંત. છંદ-૩૧ ગ્રંથકાર સાધકને મૂળ વાસ્તવિક માર્ગ દર્શાવે છે. કેવળ ક્રિયાનું જ કષ્ટ કરે અને દેહથી ભિન્ન સુખસ્વરૂપ એવા આત્માનું જેને ભેદજ્ઞાન નથી, તે કદાચ ઘણા પ્રકારનાં તપ તપે તો પણ તેના ભવનો અંત નથી. ભવાંત કરવાનો મૂળ ઉપાય તો શુદ્ધ સ્વભાવરૂપી ધર્મ છે. તે ધર્મ પામવા માટે તપ-જપ-ક્રિયાનું સાધન દર્શાવ્યું છે. પરંતુ લોકસંજ્ઞાએ જેમ અન્ય બાળજીવો કરતા આવ્યા છે તે જ ક્રિયાઓ કરે અને કરાવે. ઓઘસંજ્ઞાએ પોતે જાણતો નથી કે પોતે જે ધર્મને નામે બાહ્ય ક્રિયાઓ, ઉત્સવો, લોકમેળા કરે છે તેનાથી મને આત્મલાભ છે કે નહિ ? એક ગતાનુગતિ પ્રવાહમાં તણાય જાય છે. તે ગમે તેટલી તપાદિ ક્રિયા કરે તો પણ તેને સ્વપરની ભિન્નતાનું ભેદજ્ઞાન ન હોવાથી બાહ્ય ક્રિયાનો પોતાને કર્તા માને છે. એથી તેનું તપ નિર્જરાનું કારણ બનતું નથી. પોતે પોતાના શુદ્ધ ભાવનો કર્તા હોવાથી નિજસ્વરૂપના આનંદનો ભોક્તા છે. ૫૨૫દાર્થો તેના સુખનું કારણ નથી, પોતે પુદ્ગલનિત પદાર્થોથી લક્ષણે ભિન્ન છે, પણ એક ક્ષેત્રમાં રહેલાં મન, વાણી અને કાયાનું જેને ભેદજ્ઞાન નથી તે ગમે તેવા તપનાં અનુષ્ઠાન કરે તો પણ તે નિર્જરા કે મોક્ષનું કારણ બનતાં નથી.. એક કહે સેવિયે વિવિધ ક્રિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે; ફળ અનેકાંત ક્રિયા કરી બાપડા, ટળવળે ચાર ગતિ માંહે ચોખે. (આનંદઘનજી) કોઈ કહે છે કે તમે સમજો કે ન સમજો પણ વિવિધ પ્રકારની ઉત્સવોનો આરંભ કર્યા કરો. તેનું ફળ આમ, વિવિધ ક્રિયા કરવા છતાં ભોળા બાહ્ય ક્રિયા પૂજા, પાઠ, તમને પરલોકમાં મળશે. સમાધિશતક ૯૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ જનો ભવાંત પામતા નથી, પરંતુ ચાર ગતિમાં પરિભ્રમણ પામે છે. માટે અહીં ગ્રંથકાર કહે છે કે ભાઈ, જેમ ગળપણ વગર મીઠાઈ બનતી નથી, તેમ ભેદજ્ઞાન વગર તારો સુખદ ભવાંત થતો નથી. કોઈક અજ્ઞ ઉપદેશકો એમ માને છે કે એક વાર સર્વેને ક્રિયાધર્મ બતાવવો એમ કરતાં કરતાં જીવો ધર્મ પામશે. અહીં ગ્રંથકાર પરમાર્થમાર્ગની વાસ્તવિકતા જણાવે છે, કે પૂર્વે પણ આવાં કઠોર તપ, દીક્ષા, શાસ્ત્રાભ્યાસ, લોકઉત્સવ, અનેક પ્રકારનાં બાહ્ય અનુષ્ઠાનો જીવે અનેક વાર કર્યા છતાં પરિભ્રમણની મુક્તિ કેમ ના થઈ ? માટે મુક્તિનું સાધન કેવળ બાહ્ય ક્રિયા કે બાલતા નથી, પરંતુ મૂળમાં આત્મતત્ત્વની શ્રદ્ધા, અને ભેદજ્ઞાન આવશ્યક છે. દેવગુરુ ધર્મની શુદ્ધિ કહો કેમ રહે ? કેમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણો ? શુદ્ધ શ્રદ્ધાન વિણ ભવિક ક્રિયા કરી, છાર પર લીંપણું તે હ જાણો. (આનંદઘનજી) મૂળમાં સાધકની જે ક્રિયા છે તેમાં પ્રથમ ભૂમિકામાં જ આત્મલક્ષ્ય હોવું જરૂરી છે. તે લક્ષ્ય થવા માટે બાહ્યનિમિત્તમાં સર્વશદેવ નિર્ચથજ્ઞાની ગુરુ અને સ્વ-પર દયારૂપ શુદ્ધ ધર્મ છે. હવે જો જીવને સર્વજ્ઞના વચનમાં, નિગ્રંથના ઉપદેશમાં શ્રદ્ધા, અને જીવમાત્રમાં આત્મસ્વરૂપે જોવાની દૃષ્ટિ ન હોય, સ્વ-પર ઉભય દયાધર્મ પણ ન હોય, તો પછી તેનામાં શ્રદ્ધાતત્ત્વ પરિણામ કેવી રીતે પામે ? દેવ, ગુરુ અને ધર્મ પણ શુદ્ધ (સત્ય) હોવા જોઈએ અને શ્રદ્ધા પણ સાચી હોવી જોઈએ. તે સિવાય કોઈ પણ ભવ્યાત્મા કંઈ પણ ક્રિયા કરે તો તે છાર પર જેમ લીંપણ ચોંટતું નથી તેમ તે ક્રિયાઓ ભવાંતના ફળરૂપે થતી નથી. આનંદઘનજીએ આ સ્તવનમાં સદ્ગુરુની ભૂમિકા પણ આપી છે કે જો તેઓમાં શુદ્ધિ નહિ હોય તો તેઓ મોહભાવથી પીડાયેલા ભવભ્રમણ કરશે અને અન્યને પણ ઉસૂત્ર દ્વારા ખોટે માર્ગે દોરશે. તાત્પર્ય એ થયું કે ભેદજ્ઞાન સહિત અહિંસાદિ જે સક્રિયા છે ૯૬ આતમ ઝંખે છુટકારો Page #108 -------------------------------------------------------------------------- ________________ તેનું આચરણ જ્ઞાન-ક્રિયા ઉભયરૂપ હોય તે ભવાંત માટે કારણ બને. શાસ્ત્રજ્ઞાનને મુખપાઠ કરી જ્ઞાની મનાવે પણ શમ સંવેગાદિ ગુણોની ભૂમિકા ન હોય, અહિંસાદિ અલ્પાધિક વૃતાચરણ ન હોય, દેવ-ગુરુ ધર્મના નિમિત્તને ગ્રહણ ન કરે, ગોખેલા ભેદજ્ઞાનના કથનનો અનુભવરહિત શોરબકોર કરે, કહે કે ક્રિયા તો જડ છે માટે જ્ઞાનઆરાધન કરો, સાચું સાધન જ્ઞાન છે. આવો શુષ્કજ્ઞાની અંતરથી સ્વયં કોરો હોય છે, તેના હૈયામાં હજી સાચા જ્ઞાનનો આવિર્ભાવ થયો નથી. અને સક્રિયાને આદરતો નથી તેનો ભવાંત થતો નથી. તે ઉત્સર્ગ અને અપવાદમાર્ગ જાણતો નથી, તેથી તેનું જ્ઞાન મુક્તિનું કારણ બનતું નથી. બીજી બાજુ ક્રિયાને જ ધર્મ માનવાવાળા કોલાહલ કરી મૂકે છે. ધામધૂમ, ધમાધમ કરી ઉત્સવ કરે, કેટલાય ધનનો વ્યય કરે. પ્રસિદ્ધિ પામે, બહારના લોકમેળા અને ધમાલથી લોકોની કેવળ ઉત્સવપ્રિયતાથી તે માને છે અહો ! 'મારા વડે ખૂબ ધર્મપ્રચાર થયો, અહીં ગ્રંથકાર કહે છે ભાઈ, આ તો તારો ભ્રમ છે. ભેદજ્ઞાનરહિત શુદ્ધ ધર્મનો પ્રારંભ થતો નથી. આ સર્વ ક્રિયાનો તું કરનાર મારા વડે ઘણો ધર્મપ્રચાર પામ્યો એવું માનનાર બાહ્યક્રિયામાં રાચતા અંતરમાં તારા આત્માનું લક્ષ્ય બન્યું નહિ. અને માન-સત્કારની મીઠાશમાં તે મોહનીય કર્મની પ્રકૃતિ છે, તેમ જાણ્યું નહિ, તેં ભેદજ્ઞાનને તો સ્વીકાર્યું જ નહિ. પછી તારો ભવાંત કેમ થાય ? કેટલાક ઉપદેશકો પણ આ કળિકાળમાં એમ માનવા લાગ્યા છે કે ધનની ઊપજ જેમ વધુ થાય તેમ વધુ ધર્મ થયો મનાય. અને ભોળાં જનો હૈયામાં પાકાં હોય છે કે ધનથી જો ધર્મ થતો હોય તો પાપ કરવામાં વાંધો નથી. થોડું ધન ખર્ચીને ધર્મ ખરીદી લઈશું. અને અજ્ઞ ઉપદેશકો પણ તેમની ‘હા'માં ‘હા' કરી લે છે. આથી ધનનિરપેક્ષ શુદ્ધધર્મ, શ્રદ્ધા કે સાપેક્ષધર્મની વાત દૂર રહી જાય છે. “ધામધૂમે ધમાધમ ચલી ધર્મ રહ્યો દૂર રે.'' તવંગરોની આવી બાહ્ય ધમાલમાં ટૂંકજનો જોડાઈને સંતોષ માનવા લાગ્યા કે આ સાચો ધર્મ છે. અને એમને અનુમોદનાનો સમાધિશતક G-6 Page #109 -------------------------------------------------------------------------- ________________ ધર્મ બતાવ્યો. ક્યાંક આવી ધમાધમથી થોડો વખત દૂર રહી વળી તપનાં અનુષ્ઠાનોના વિવિધ પ્રકારો પ્રગટ કર્યા. જે તપ નિર્જરાનું કારણ હતું તે પણ બાહ્યલક્ષી બની ગયું. તેમાં ધન, માન અને ઉત્સવોની પ્રધાનતા થઈ. આવા પ્રકારો જોઈને ગ્રંથકારનું કરુણાશીલ હૃદય પોકારી ઊઠ્યું હશે ? અરે ! આ મોક્ષમાર્ગનો પ્રવાસી અનેક પ્રકારની ક્રિયા અને તપ કરવા છતાં પરિભ્રમણથી તેની મુક્તિ કેમ થતી નથી ? એનું સંશોધન કરીને તેમણે આખરે અનુભવ વડે ઉપાય શોધ્યો કે અરે, મૂળમાં જ ભૂલ પડી છે. ક્રિયા, તપ, વ્રત, જપ વગેરે બાહ્યનિમિત્ત સાધનો છે અને કેટલાક ઉપદેશકોએ અને સાધકોએ તેને જ સાધ્ય માન્યું છે. હું સાધનથી ભિન્ન સાધ્યસ્વરૂપ છું એવા ભેદજ્ઞાન વગર સઘળું કષ્ટરૂપ બન્યું. આમ, ધર્મારાધના કરતો જીવ પ્રથમ દેહ, સ્ત્રી, પુત્ર, ધન, માન, સાધનસામગ્રીના મમત્વ અને એકત્વને કારણે પોતાને તે સર્વ બાહ્યસંયોગોથી એકાકાર માનતો હતો, ધર્મની બાહ્યક્રિયા કરતો છતાં વર્તનમાં મોહને કે માનને આધીન રહ્યો, મોહાદિના નાશ થવાથી ધર્મ થાય છે તો તેણે જાણ્યું નહિ. મોહ અને માન સાથેના એકત્વથી તેણે પોતાને સ્વરૂપે જાણ્યો નહિ તેથી કથંચિત પાપથી છૂટો થયો હોય તો પણ પુણ્યને સુખરૂપ માની ત્યાં અટક્યો તેથી ભવાંત કેમ થાય ? અર્થાત્ તત્ત્વના લક્ષ્ય કે શ્રદ્ધા વગર કરેલા વ્યવહાર મોક્ષને પ્રયોજનભૂત નથી. નોંધ : તમે કહો છો કે બાહ્ય ક્રિયા કે ઉત્સવ આદિમાં ધર્મ નથી. તેની વ્યર્થતા બતાવી કે તેથી ભવાંત થતો નથી. તો પછી સામાન્ય જીવો કે જેને તત્ત્વજ્ઞાન નથી તેને ધર્મનો આધાર શો ? ક્રિયા તો જીવોને માર્ગ બતાવનાર નિમિત્ત છે. તપ ચિત્ત-શુદ્ધની સાધના છે. ભેદજ્ઞાન ન થાય ત્યાં સુધી જો આવો અભ્યાસ છોડી દે તો જીવોનો જન્મ પૂરો થઈ જાય. વળી, રાજસ પ્રકૃતિવાળો જીવ પ્રથમ ક્રિયામાર્ગને આરાધી રુચિવાળો થાય છે. સમાધાન : અહી ક્રિયાનો નિષેધ નથી પરંતુ જે શુભ ક્રિયાથી ૯૮ આતમ ઝંખે છુટકારો Page #110 -------------------------------------------------------------------------- ________________ ઊપજતા શુભભાવ અશુભથી મુકાવે છે તે શુભભાવ ભવાંતનું કારણ નથી, પરંતુ પુણ્યનું કારણ છે. તેથી સંસારનું ભ્રમણ તો ચાલુ રહે છે. માટે ક્રિયા જો જ્ઞાન સહિત હોય તો તે કર્મમુક્તિનું કારણ બને છે, તેમ કહેલું છે. નાવ નદી પાર જવા માટે છે. નદીમાં ડૂબવા કે પડ્યા રહેવા માટે નથી. તેમ શુભ ક્રિયા સંસારનું જ પ્રયોજન બને અને ત્યાં જ જીવ અટકી રહે છે. તેને આ જલદ ઔષધ બતાવી જન્મોથી ચાલી આવેલી પુણ્યના સુખની ભ્રાંતિ ટાળવાની છે. તાત્પર્ય કે ભેદશાનની ભાવના પણ શુભભાવ છે. પરંતુ તેમાં લક્ષ્ય શુદ્ધ હોવાથી કાર્યમાં કારણ જણાવ્યું છે. ગ્રંથકાર કહે છે કે અલ્પ પણ સાચો ધર્મ ભવાંત સુધી પહોંચાડે છે. અને ખોટી દિશાએ નીકળેલો પ્રવાસી સેંકડો માઇલ વાહન દોડાવે તો પણ પહોંચતો નથી. સાચી દિશાએ મંદ ગતિએ જતો યાત્રી ગંતવ્ય સ્થાને પહોંચે છે. આથી પ્રથમ ભૂમિકાએ કોઈ પણ જીવને ધર્મની પ્રાપ્તિ થાય ત્યારે સદૈવ, સદ્ગુરુ અને સદ્ધર્મની શ્રદ્ધા કારણરૂપ હોય છે. ગમે તેવા દેવાદિનું નિરૂપણ કેમ ન કર્યું ? જેની શ્રદ્ધાથી જીવને માર્ગ પકડવાનો છે તે જ તત્ત્વો જો શુદ્ધ નહિ હોય તો જીવની શ્રદ્ધામાં પણ તત્ત્વ યથાર્થપણે સ્થાપિત નહિ થાય. હવે દેવાદિ લોકોત્તર-શુદ્ધ મળ્યા પણ તારી શ્રદ્ધા ભેદજ્ઞાન સહિત ન હોય તો કરેલી ક્રિયામાં લૌકિકભાવે હોવાથી તેનું પરિણામ સંસાર છે, માટે ભેદજ્ઞાનની મુખ્યતા બતાવી. એ ભેદજ્ઞાન એટલે આત્મદ્રવ્યની, શુદ્ધતત્ત્વની મુખ્યતાનું લક્ષ્ય. જે લક્ષ્ય સાધકને પરપદાર્થના, રાગાદિ ભાવના, કે મત પંથના શુભાશુભભાવથી ભિન્નતાનું ભાન કરાવે છે. તાત્પર્ય કે જેમ મહિલા ગમે તેવાં કાર્યો કરે પણ તેનું ચિત્ત પરદેશ ગયેલા પતિ પ્રત્યે વરેલું રહે છે તેમ ધર્માત્મા બાહ્યપ્રવૃત્તિમાં વૃત્તિ કરે ત્યારે પણ અંતરપરિણામ તો સ્વરૂપ પ્રત્યે રહે છે, અર્થાત્ જ્ઞાનઉપયોગથી વ્યવહારને જાણે પણ તેમાં મગ્ન ન થાય. જેમ જીવને જે પદાર્થમાં રુચિ નથી તેવા પદાર્થો તેની સામે આવે ત્યારે પણ તે જીવ તેમાં મગ્ન થઈ શકતો નથી. તેમ જ્ઞાનીને પદાર્થના સમાધિશતક CC Page #111 -------------------------------------------------------------------------- ________________ સુખની રુચિ જ આળસી છે, તેથી તે બાહ્યવૃત્તિ છતાં, મગ્ન થતો નથી. અહીં ગ્રંથકારનું કહેવું છે કે સમાજ સાથે થતી ક્રિયા ભવાંત કરે છે. એ સમજ ભેદજ્ઞાનની ભૂમિકા છે. જેમ તમે નવકારમંત્રની માળા જપો, ત્યારે તે ક્રિયા તમને સ્વરૂપ અનુસંધાન કરાવી શકે તે શુદ્ધાત્મા એવા પંચ પરમેષ્ઠીનું આલંબન છે. એ આલંબન દ્વારા તે મંત્ર સ્વરૂપમંત્ર બને છે કે અહો ! આ તો મારી જ આવૃત્ત થયેલી શક્તિ છે. હું સર્વજ્ઞા એવો પૂર્ણજ્ઞાની છું, મારો શુદ્ધાત્મા મારો ગુરુ છે નિમિત્ત-આલંબન દ્વારા આમ જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે બાહ્ય ક્રિયા અંતરક્રિયા બને છે. બાહ્યક્રિયા બહાર રહેવા માટે નથી. પરંતુ અંતરદષ્ટિ કરવા માટે, જગત વ્યાપારથી અસંગ થવા માટે છે. જો બાહ્યક્રિયા થવા છતાં અંતર પરિણતિ પ્રત્યે દૃષ્ટિ ના ગઈ તો તેવી ક્રિયાને ગ્રંથકાર કાયક્લેશ કહે છે. ગ્રંથકાર કહે છે કે, કષ્ટ કરો સંજમ ધરો, ગાળો નિજ દેહ; જ્ઞાનદશા વિણ જીવને, નહિ દુ:ખનો છેe. જેમ સામાયિક પ્રતિક્રમણ જેવા અનુષ્ઠાન એ સાવદ્ય બાહ્યકર્મથી નિવૃત્તિ માટે છે, તેને માટે બાહ્યવિધિ કરવી આવશ્યક છે. પરંતુ તેનો મર્મ જાણવો તે સમજ છે. તે પ્રમાણેનું આચરણ તે સાચો માર્ગ છે. સામાયિક એટલે સમભાવ. સમભાવ એટલે આત્માનો શુદ્ધ સ્વભાવ કે જ્યાં રાગાદિ બહિર્ભાવ કે આકુળતા નથી. બાહ્ય કંઈ પ્રયોજન નથી. શુદ્ધ-સ્વરૂપમાં જોડાવું તે સમભાવનો યોગ છે. મંદિરના ગર્ભદ્વારમાં જવા માટે પ્રથમ રંગમંડપમાં જવું પડે તેમ અંતરપરિણતિમાં સ્થિત થવા બાહ્યવિધિનું આયોજન આવશ્યક છે. વળી, સંસારી જીવ નિરંતર આકુળ હોય છે. તે કોઈ એક દિવસના સામાયિકથી આત્મભાવમાં સ્થિર થાય તેવું બનવું કઠિન છે તેથી અભ્યાસ માટે નિરંતર તેની આવશ્યકતા જાણવી. એક દિવ તેવું બનવું tવશ્યક ૧૦૦ આતમ ઝંખે છુટકારો Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણનો અર્થ પણ સ્વપ્રતિ વળવું. જગતની યાત્રા કરવા જીવ અનાદિકાળથી બહાર જ રહ્યો છે, બહારથી પાછા વળી અંતર તરફ જવું તે પ્રતિક્રમણની વિધિ છે. આત્મભાવમાં સ્થિર થવા માટે સૂત્રોના ચિંતનનું નિમિત્ત છે. સૂત્રો આત્મસ્વરૂપ પ્રત્યે લઈ જનારાં કારણો છે. તે જાણે તો બાહ્મક્રિયા ઉપકારી છે. જેમ કે ઇરિયાવહી સૂત્ર સર્વાત્મમાં સમષ્ટિ થવા માટેની ચિંતવના છે. તસઉત્તરીસૂત્ર આત્મવિલોપન કરી શુદ્ધિ માટેનું સૂત્ર છે. અન્નત્થસૂત્ર મન-વચન-કાયાના યોગને શક્ય તેટલી બહિર્મુખતાથી પાછા ખેંચવા માટે છે. અને લોગસ્સસૂત્ર વીતરાગની સ્તુતિ દ્વારા, તેના ગુણના માહાત્મ્ય દ્વારા સ્વરૂપનો વિશ્વાસ પેદા થવા માટે છે. પ્રત્યાખ્યાન પરપદાર્થો સાથે એકત્વનો સંક્ષેપ કરવા માટે, સભાનતા માટેનું આલંબન છે. વળી, પ્રત્યાખ્યાન પાળવું હોય ત્યારે આત્મસ્મરણનો ભાવ છે. જિનભક્તિ પણ રાગદ્વેષને ક્ષીણ કરવાનું અવલંબન છે, માર્ગ દર્શાવનાર જિનનો જગતના જીવો પ્રત્યે મહાન ઉપકાર છે. તેમની ભક્તિ દ્વારા જીવ હળુકર્મી થાય છે. જીવમાં રહેલી વૈરાગ્યભાવના સંસારના પદાર્થોથી પુષ્ટ નહિ પરંતુ વીતરાગની ભક્તિ વૈરાગ્યનું બળ આપશે ત્યારે તને સંસારનું કલ્પિત સ્વરૂપ સમજાશે. આવી જિનભક્તિ તને ભેદજ્ઞાનમાં સહાયક છે. આ પ્રકારે દરેક અધ્યાત્મમૂલક ક્રિયા-સક્રિયા ભેદજ્ઞાન થવા પૂર્વેનો અભ્યાસ છે. ભેદજ્ઞાન થયા પછી તે ક્રિયાઓ વિશેષ પ્રકારે આત્મવિશુદ્ધિ કરે છે. સંસારભાવ ક્ષીણ થતો જાય છે. સ્વસ્વરૂપની જાગૃતિ થતાં વ્યવહાર છતાં સાધક મુક્તિ પ્રત્યે પ્રયાણ કરે છે. આવી સમજ સાથે થતી ક્રિયા ભેદજ્ઞાનના લક્ષ્યયુક્ત હોવાથી અભ્યાસ માટે આવશ્યક છે, આથી ગ્રંથકારે લક્ષ્ય વગરનું તીર જેમ નિશાન માટે નિરર્થક છે તેમ ભેદજ્ઞાન કે તેના લક્ષ્ય વગરની ક્રિયાને ક્લિષ્ટ, કાયક્લેશજનિત કહી છે. તાત્પર્ય કે ઘાંચીના બળદ જેવી જીવોની દશા ન થાય તે માટે સમાધિશતક ૧૦૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ કડવા ઔષધની જેમ માર્ગ સૂચવ્યો છે, ભૂમિકા પ્રમાણે ગુરુગમે બોધ થાય તો ક્રિયા અને અક્રિયાનો ભેદ સમજાય છે, ૫રમાર્થમાર્ગનો આકાંક્ષી-સાધક ગૂંચ ઊભી કરતો નથી. પરંતુ વિવેકપૂર્વક ગૂંચ ઉકેલે છે. કોઈ સમજદાર પિતા વારસો માટે વસિયતનામું બનાવે ત્યારે વારસોને મૂંઝવણ થાય તેવું ન કરે. તેમ ઉપદેશકોએ જ્ઞાનનું વસિયતનામું સાધકોને સાધનામાર્ગમાં મૂંઝવણ ઊભી ન કરે તેમ નિષ્કામભાવે બોધદાયક આપવું જોઈએ. પોતાની માન્યતા ખાતર મતમતાંતર ઊભાં કરી સંસારથી છૂટવા મથતા સાધકોને પાછો નવો સંસાર ઊભો કરવા રાગાદિનાં કારણો આપવાં ન જોઈએ, જો સર્વ સાધનો જ બંધન થશે તો તરવાનો કામી ક્યાં જઈને છૂટશે ? અને ઉપદેશક પણ કેમ છૂટશે ? આમ તરે અને તારેને બદલે ડૂબે અને ડુબાડે તેવા પ્રકારો સામે ગ્રંથકારે જાગ્રત કર્યા છે. પર પરિણતિ પોતાની માને ક્રિયા ગર્વે વહેલો; બંધ મોક્ષ કારણ ન પિછાણે, તે મૂરખમેં પહેલો. સ્વભાવે રાગાદિ રહિત શુદ્ધાત્માને ન જાણતો અજ્ઞાન-અવસ્થામાં થતા પરભાવરૂપ રાગ-દ્વેષાદિને પોતે કરે છે તેમ માને, પોતાને જ ક્રોધી માને કે માયાવી માને, તે એવો મૂંઝાય છે કે રાગાદિથી પોતે જુદો છે તે ક્ષણભર વિચારી શકતો નથી. વળી, ધર્મ અને કર્મ બંને ક્ષેત્રે બાહ્યક્રિયામાં રાચતો, અંતરમાં તેનાથી પોતે ભિન્ન છે તેવું નહિ સમજતો અહંકારમાં ફુલાય છે. તે જ્ઞાનમાર્ગને કે બંધ-મોક્ષની વ્યવસ્થાને સમજતો નથી, છતાં પોતે સમજે છે, જાણે છે તેવું અભિમાન કરી સ્વયં પોતે મૂરખમાં ખપે છે. અહીં હિતશિક્ષા એ છે ક્રિયા. પણ બોધ સહિત હોય અને જ્ઞાનશુદ્ધ આચાર સહિત હોય, તેમાં ભલે ગુણસ્થાનક પ્રમાણે સાધનની આવશ્યકતા રહે છે. પરંતુ સાધ્યનું મુખ્ય લક્ષ્ય સ્વપરિણતિ અભિપ્રેત છે. શાસ્ત્રકારો કેવળ ક્રિયાનો નિષેધ કરતા નથી. ભૂમિકા અનુસાર ક્રિયાના ભાવ જીવને થાય છે. તે ક્રિયા ભાવશૂન્ય કે જડતારૂપ હોય તો તે કેવળ વ્યર્થ પરિશ્રમ છે એમ જણાવવું છે. ક્રિયા સાથે જો ૧૦૨ આતમ ઝંખે છુટકારો Page #114 -------------------------------------------------------------------------- ________________ અંતરપરિણતિની શુદ્ધિ નથી તો તેનું ફળ સંસાર જ રહેશે. જડ કે શૂન્ય ક્રિયાનું ફળ વિનાશી અને અપૂર્ણ છે. તે મોક્ષનું સાક્ષાત્ ફળ નથી. પરંપરાએ પણ જો ક્રિયા સાથે સ્વપરિણતિની શુદ્ધિ હોય તો તે મોક્ષનું ફળ પ્રગટ થાય. મનાદિ યોગ પ્રવૃત્તમાન હોય છે તે આસ્રવનું નિમિત્ત બને છે. આથી પ્રાણી ક્રિયાને અંતે તો શુભાશુભ કર્મનો મહાસાગર જ ઉત્પન્ન કરે છે. ક્રિયારૂપ કર્મનું ફળ આવવાથી તેનો અંત નથી આવતો તે કર્મ વળી નવીન કર્મ ઉપાર્જન કરે છે. તે કર્મ શુભ હશે તો સુખપ્રાપ્તિમાં જીવને ભોગાસક્તિ થશે અને અશુભ હશે તો દુઃખથી માનવ ઘેરાઈ જશે. આમ, કર્મની વણથંભી વણઝાર તો ચાલુ જ રહે છે. જીવથી જે ક્રિયા કરાય છે તે કર્મ છે. શરીરધારી જીવ ક્રિયારહિત હોતો નથી. તે માનસિક, વાચિક કે કાયિક કોઈ ને કોઈ ક્રિયા કરતો જ હોય છે. પ્રત્યેક ક્રિયા કર્મોપાર્જન કરે છે. પરિણામે જીવ સંસારનું પરિભ્રમણ જ પામે છે. બાહ્યક્રિયાઓ પણ ફળવતી બને છે. જે જે ક્રિયા કરતા જીવના પરિણામ શુભ છે, તો તે સ્વર્ગના સુખ સુધી લઈ જશે, પરંતુ ત્યાં આયુષ્યનો અંત તો છે જ. અને ઇચ્છા ન હોવા છતાં અશુભ કર્મથી જીવ દુઃખનાં સ્થાનોમાં ઊપજે છે. ત્યાં પણ મરણઆધીન જીવન છે. અને દુઃખ તો છૂટતું નથી. આમ, ક્રિયાકાંડથી ઉપાર્જન કરેલાં કર્મ સુખ-શાંતિ આપી શકે તેમ છે નહિ. વળી, સમયે સમયે પરિવર્તન પામતા કર્મના ફળમાં નિત્ય કે અવિનાશીપણું નથી. આમ, ક્રિયા મુક્તિનું કારણ નથી તેમ જણાવી શાસ્ત્રકાર કહે છે કે મુક્તિનું બીજ ભેદજ્ઞાન છે. અને તેમાં આત્મજ્ઞાનનું પ્રયોજન છે. માટે માનવજીવનની સાર્થકતા આત્મજ્ઞાન વડે કર્મજનિત વાસનાને નષ્ટ કરવામાં છે. પરપરિણતિથી મનને પાછું વાળી સ્વપરિણતિમાં જોડવું તે આત્મજ્ઞાનનું પ્રયોજન છે. ભેદજ્ઞાનીને-આત્મજ્ઞાનીને ક્રિયાના કષ્ટ વગર પણ સુખ છે. આત્મજ્ઞાન વગર તપ તપે તોપણ ભવાંત થતો નથી. ભવાંત થવાનું સમાધિશતક ૧૦૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય કારણ આત્મજ્ઞાન છે. પરંપરિણતિ અજ્ઞાનમૂલક હોઈ બંધનું કારણ છે. સ્વપરિણતિ મોક્ષનું કારણ છે. અભિનિવેશ પુદ્ગલ વિશેષ, જ્ઞાનીકુ કહાં હોત, ગુણકો ભી મદ મિટ ગયો, પ્રગટ સહજ ઉદ્યોત. છંદ-૩૨ ક્રિયામાર્ગનાં ભયસ્થાનો દર્શાવી હિતશિક્ષા આપી હવે જ્ઞાનમાર્ગીને જાગ્રત કરી સાચો રાહ દર્શાવે છે. આત્મજ્ઞાનીને પુદ્ગલ પદાર્થો વિશે કર્તા કે ભોક્તાભાવનો આગ્રહ નથી હોતો. જ્ઞાનીને તે પદાર્થથી ભેદજ્ઞાન વર્તે છે. જેમ જેમ ઉપરની ભૂમિકામાં જાય છે તેમ તેમ વિકલ્પો શમે છે, ત્યારે જ્ઞાની પોતાને જ્ઞાની, ધ્યાની કે મુનિ માનતા નથી, ગુણોને પણ ત્યાં મદ કે આકાંક્ષા નથી. પોતાના ગુણોનું ભાન તે પણ જ્ઞાનીને પરિગ્રહ મનાય છે. તો પછી શાસ્ત્રાદિ, મોટાં આશ્રયસ્થાનોમાં કે અન્ય પદાર્થોમાં તો મારાપણાનો આગ્રહ ક્યાંથી હોય ? અંશમાત્ર તેવો મોહભાવ ચૌદ પૂર્વધર ન્યૂનને પણ નીચેની ભૂમિકાએ પટકી નાખે છે. તેથી જ્ઞાની ગુણોને ઉત્કૃષ્ટપણે સહન કરી સહજપણે વર્તે છે. તેમના આત્મજ્ઞાનનો પ્રકાશ જ અહંકાર જેવા દોષને નષ્ટ કરે છે. માટે આત્મજ્ઞાન સહિત મુનિપણાની શ્રેષ્ઠતા છે. તેમની વાણીમાં અપૂર્વતા હોય છે. સર્વસંગ-પરિત્યાગ કરવા છતાં જીવ પરપુદ્ગલ આશ્રીને તપ-જપાદિ કરે, જનકલ્યાણ કરે તો પણ તે ઉપાધિરહિત થતો નથી, કેમકે તેમની દૃષ્ટિ અભેદ એવા આત્મસ્વરૂપ પ્રત્યે ઢળી નથી. સર્વસંગ-પરિત્યાગ કરીને ક્ષેત્રમંતર થયો પરંતુ મતાંતર કે વિચારોતર ન થયો. સાધનો બદલાયાં, ચર્ચા બદલાઈ પણ પરિણતિ અંતર્મુખ ન થઈ. તેથી આત્મજ્ઞાનની મુખ્યતા કહી છે જે ભવાંતનું, પ્રારંભનું અને આખરનું સાધન છે. આત્મજ્ઞાનના લક્ષ્ય ધર્મક્રિયાને પ્રારંભ તે કંઈ કઠિન નથી. બાળવૃદ્ધ સૌને માટે સરળ છે. ફક્ત તે તરફ લક્ષ્ય કે મંતવ્ય થયું નથી તેથી કઠણ લાગે છે. પરંતુ જેને સહજ આત્મિક સ્વરૂપનો ઉદ્યોત ચિત્તમાં પ્રગટ્યો છે એવા મુનિવરો તો ક્ષણે ક્ષણે અંતરપરિણતિને જ ભજે છે. ૧૦૪ આતમ ઝંખે છુટકારો gantucation International Page #116 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ક્ષમાદિક ભી મિટે, પ્રગટત ધર્મ સંન્યાસ; તૌ કલ્પિત ભવભાવમેં, કયું નહિ હોત ઉદાસ. છંદ-૩૩ ક્રમે ક્રમે ગ્રંથકાર પોતાના અનુભવનો ઉદ્યોત જણાવે છે. સાચા જ્ઞાનસ્વરૂપનું દર્શન કરાવે છે. સૂતેલાને જાગ્રત થવાનો ઘંટારવ કરે છે. કાળનું બહાનું કાઢીને કોઈએ ધર્મના પ્રકાશ સામે પડદો નાખવાની જરૂર નથી. જેટલું સાધ્ય છે તેટલું તો કરી લો. તેનાથી પણ નીચે ન ઊતરવા માટે હવે ઉત્તમધર્મની પ્રણાલી દર્શાવે છે. જાણે ગ્રંથકારે સીમામાં બાંધી દીધેલા ધર્મને અસીમ ક્ષેત્રે ઝળકાવી દીધો હોય તેવું જણાય છે. વાસ્તવમાં શુદ્ધધર્મ, ધર્મના વાડામાં મર્યાદિત નથી, તેથી હવે આગળની ભૂમિકા બતાવે છે. - સાધકને અવસ્થાના ભેદ જ્યાં ટળે છે ત્યાં શુદ્ધ આત્મધર્મ પ્રકાશિત થાય છે. સાધકની ભૂમિકામાં કષાયોની તરતમતા પ્રમાણે ક્ષમાદિ ગુણોનો વિકલ્પ ઊઠે છે. પરંતુ જીવની દશા ક્ષયોપથમિક તરતમતાવાળી મટીને જ્યારે ક્ષાયિકભાવે પરિણમે છે ત્યારે હું જ્ઞાની-ધ્યાની, ક્ષમાવાન-દયાવાન, બ્રહ્મચારી-સદાચારી, ત્યાગી-વૈરાગી જેવા ગુણોનો વિકલ્પ શમી જાય છે. એ સર્વગુણો સહજભાવે થઈ એક આત્મજ્ઞાનમાં શમી જાય છે. આવી ઉન્નત દશામાં હવે પરભાવોની ઉન્મત્તતા ક્યાંથી હોય ? સંસારમાં હોવા છતાં તે ઉદાસીનભાવે વર્તે છે, કર્મના ઉદયમાં વિવશ ન થાય, બાહ્યવૃત્તિ દેખાવા છતાં અંતરવૃત્તિમાં તે સ્થિત છે. તેથી કલ્પિત એવા ભાવમરણરૂપ વિકલ્પમાં સદાય ઉદાસ રહે છે કે સ્વપ્નવત્ કલ્પિત પદાર્થોમાં રુચિ થતી નથી. વૈદ્યરાજ જેમ દર્દીની વય, દર્દ જોઈને, બાળાદિ દર્દીને યોગ્ય ઔષધ આપે છે તેમ ધર્મ પણ પોતાની ભૂમિકા પ્રમાણે હોય છે. એનો અર્થ એ નથી કે જીવે પ્રાથમિક ભૂમિકામાં રહેવું. પ્રથમ ભૂમિકામાં ક્ષમા, કોમળતા, કરુણા, દયા, પરોપકાર, દાન જેવા ગુણો હોય છે જેથી કર્મોની અશુભતા હણાય છે, જ્યારે જીવ આગળની ભૂમિકામાં આવે છે ત્યારે તેને ક્ષમાદિ ભાવો સહજપણે હોય છે. પરંતુ નિર્વિકલ્પ દશા યોગ્ય મુનિને તો તે ગુણો સ્વાભાવિકપણે હોવાથી તેનો વિકલ્પ નથી, તેથી સમાધિશતક ૧૦૫ - Page #117 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંન્યાસ કહ્યો છે. અર્થાત્ દયા પામવા, ક્ષમા રાખવી તેવા ભાવોના પણ તે કર્તા નથી કારણ કે તે ગુણોનું પણ શમન થઈને શુદ્ધ સ્વભાવે તેઓ સ્થિત છે. आत्म देहान्तरज्ञानजनिताल्हादनिर्वृतः । " ૩૪ तपसा दुष्कृतं घोरं भुञ्जानोऽपि न खिद्यते ॥३४॥ આતમ-દેહવિભાગથી ઊપજ્યો જ્યાં આહ્લાદ, તપથી દુષ્કૃત ઘોરને વેદે પણ નહિ તાપ. અર્થ : આત્મા અને દેહના અંતરનું ભેદજ્ઞાન થવાથી નિજાનંદ વડે તે તૃપ્ત છે. ત્યારે તે તપ દ્વારા ઘોર દુષ્કૃત્યને ખપાવતો હોવા છતાં ખેદ પામતો નથી. જ્ઞાનરહિત તપાદિ કષ્ટ, કલેશ છે, નિરર્થક છે. તેમ જણાવી હવે ગ્રંથકાર જ્ઞાન સહિતના તપની વિશેષતા દર્શાવે છે. જ્ઞાનીને સઘળી પરિસ્થિતિમાં નિજાનંદનું સુખ વર્તે છે. તે જાણે છે કે કંઈ પરવશતા છે તે જ દુઃખનું કારણ છે. અને જે સ્વાધીન એવું નિજાનંદનું સ્વરૂપ છે તે સુખદાયક છે. આવું જેને ભેદજ્ઞાન વર્તે છે તેને જગતમાં સર્વોપરી સુખ છે. પૂર્વકર્મોને ખપાવવા કે ઉદીરણા કરી લેવા જ્ઞાની-મુનિ જગતના જીવોની દૃષ્ટિએ જગતમાં દુઃખરૂપ તાપ સહે, ઘોર તપ કરે. પરંતુ જ્ઞાનીના મનમાં ત્યારે પણ કોઈ પ્રકારનો ખેદ નથી. નિજાનંદ અને ખેદ બે એકસાથે કેમ હોય ? જીવ પૂર્વસંસ્કારના બળે ઉદયમાં આવે ત્યારે યથાશક્તિ તપ આદરે છે. તપ કરતાં કોઈ પૂર્વનું અશુભ ફળ ઉદયમાં આવી જાય તો ખેદ થાય છે. અને અજ્ઞાનથી એમ માને છે કે તપ કરવાથી આવી અશાતા થઈ. પણ તપ કરવાથી આવી અશાતા થતી નથી. વળી, આવી સ્થિતિને નહિ સમજાનારા તપથી શરીર બગડે છે, તેમ મનાવી વાસ્તવિકપણે કર્મના ઉદયને નહિ સમજનારા વિપરીત માન્યતા કરે છે કે આયંબિલ કરવાથી શરીરને નુકસાન થયું. ઉપવાસ કરવાથી દરદ થયું. આમ વિચારીને તપાદિને ગૌણ કરે છે. ગ્રંથકાર કહે છે ૧૦૬ આતમ ઝંખે છુટકારો Page #118 -------------------------------------------------------------------------- ________________ કે તપના બાહ્ય નિમિત્તથી મૂંઝાઈને તેને ગૌણ ન કરવું પણ સમજ સહિત તેના વાસ્તવિક પરિણામને જાણીને ખેદરહિત થતું તપ નિર્જરાનું કારણ બને છે તેમ માનવું. रागद्वेषादि कल्लोलैरलोलं यन्मनोजलम् । स पश्यत्यात्मनस्तत्त्वं स तत्त्वं नेतरो जनः ॥३५॥ રાગાદિક-કલ્લોલથી મન-જળ લોલ ન થાય, તે દેખે ચિતત્ત્વને, અન્ય જને ન જણાય. ૩૫ અર્થ : રાગાદિ ભાવના જળરૂપ તરંગોથી જેનું મન ચંચળ થતું નથી તેનો આત્મા સ્થિરતાનો અનુભવ કરે છે. અસ્થિર વૃત્તિવાળો આત્મતત્ત્વનો અનુભવ કરી શકતો નથી. આત્મદ્રવ્ય તરંગરહિત સરોવરની જેમ સ્થિર છે. તેમનું મન રાગાદિ ભાવથી રહિત હોવાથી જનતરંગોની જેમ ચંચળતા ધારણ કરતું નથી. ત્યારે એ સ્થિર મન શુદ્ધ થાય છે. એવા સ્થિર અને શુદ્ધ મનવાળો સાધક આત્મતત્વનો અનુભવ કરે છે. જેમ સમુદ્ર ગંભીર હોવા છતાં પવનનું નિમિત્ત પામીને સમુદ્રના જળમાં તરંગો ઊઠે છે. તેમ સંસારમાં વસતા જીવોને રાગદ્વેષનાં નિમિત્તો મળ્યા કરે છે, ત્યારે મન ચંચળ બને છે. નિમિત્તાધીન જીવ આ રાગાદિને પોતાનાં માની બંધાય છે. પણ જે સાધકજીવ સદ્ગુરુના બોધે સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણે છે તે તેવાં નિમિત્તોને વશ થતો નથી પરંતુ પોતે રાગદ્વેષને જીતીને સ્વરૂપનો અનુભવ કરે છે. કુંભે બાંધ્યું જળ રહે જળ વિણ કુંભ ન હોય; જ્ઞાને બાંધ્યું મન રહે, ગુરુ વિણ જ્ઞાન ન હોય. વસ્તુ-સ્વરૂપ આવે છે. દશ્યજગતને જોઈને જેને ઇષ્ટ-અનિષ્ટપણું થતું નથી, રતિ-અરતિ ઊપજતી નથી. વળી, મિથ્યાભાવ જેનો ટળ્યો છે, તેણે જ્ઞાન કરીને પોતાનું મન વશ કર્યું છે. મન જ સ્વયં જેને જ્ઞાનાકારે બન્યું છે તેને હવે અન્ય પદાર્થોમાં રાગદ્વેષ ઊપજતા નથી. તે આનંદ-સ્વરૂપ આત્માને અનુભવે છે. ૧oo સમાધિશતક Page #119 -------------------------------------------------------------------------- ________________ રાગાદિરહિત મુક્ત મનનું આ લક્ષણ છે. તે આવરણરહિત અકારણ આનંદને અનુભવે છે. તેને બહારમાં કોઈ પદાર્થની આવશ્યકતા નથી. તે આત્માના નિર્દોષ આનંદમાં લીન થાય છે. ત્યારે જગત તેને માટે લય પામે છે. મન જળકલ્લોલ જેમ વમળ જેવું છે. જીવનના વહેતા પ્રવાહને ઉત્તેજિત કરે છે, અને સંસ્કારોથી વિકૃત કરે છે. સદાય ચંચળ રહેતા મન દ્વારા સ્થિર આત્માનો અનુભવ ક્યાંથી થાય ? મનની આ અસ્થિરતા શમે ત્યારે ચૈતન્યશક્તિ પ્રગટ થાય છે. માટે પ્રયોગ દ્વારા મનને સ્થિર કરવું, જેથી મન શુદ્ધ થતાં આત્માનો અનુભવ થાય છે. अविक्षिप्तंमनस्तत्त्वं विक्षिप्तं भ्रान्तिरात्मनः । धारयेत्तदविक्षिप्तं, विक्षिप्तं नाश्रयेत्ततः ॥ ३६ ॥ અવિક્ષિપ્ત મન તત્ત્વ નિજ, ભ્રમ છે મન વિક્ષિપ્ત; અવિક્ષિપ્ત મનને ધરો, ધરો ન મન વિક્ષિપ્ત. ૩૬ અર્થ : અવિક્ષિપ્ત મન આત્મરૂપ છે. વિક્ષિપ્ત મન તે આત્મસ્રાંતિ છે, તેથી મનને આત્મસ્વરૂપ રાખવું પણ વિક્ષિપ્ત મનનો આશ્રય ના કરવો. જેનું મન મેરુ જેવું નિશ્ચળ છે, આત્મરૂપ છે; જ્ઞાનીના મનની વૃત્તિ સદાયે નિર્મળ હોય છે. જેને મન પર અંકુશ ન હોય તેને બાહ્ય અનુષ્ઠાનોકે શાસ્ત્રાભ્યાસ પણ વ્યર્થ જાય છે. ચંચળ મન પર આધાર રાખીએ છીએ ત્યારે એ મન જ આપણને દગો દે છે. જેમકે માળાના મણકા ગણતાં ઘડીક સાધુભાવ થશે અને ઘડીક માયાના ભાવ થશે. આત્મા અને મન અત્યંત નિકટ એકમેક જેવાં છે, મન રાગાદિ વિકલ્પવાળું હોવાથી આત્માને મલિન કરે છે. તેથી મનને અંકુશમાં રાખવા સંયમાદિની આવશ્યકતા છે. તેને મનગમતા પદાર્થો કેવળ આપ્યા કરીએ તો તે આત્મભાવમાં રહેતું નથી તેથી જ્ઞાનીઓએ શમન કે દમન જેવા પ્રયોગો કર્યા. મનને મિત્ર ભાવે માનીએ તો શમન કરાય, અને મન ન માને તો શત્રુને દબાવવો પડે તેમ દમન થાય. જે પ્રકારે મન સ્વાધીન બને તેમ ભૂમિકા ૧૦૮ આતમ ઝંખે છુટકારો Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે કરવું. કોઈ બ્રાંત જનો કહે છે કે દમન કરવાથી મન વધુ પ્રબળ બને છે. ભાઈ ! તને પેટમાં દુઃખતું હોય અને ભાવતાં ભજિયાં કર્યા હોય તો તું દમન કરે કે ભાવતું ભોજન કરે ? પેટનાં દર્દ ખાતર જેમ દમન જરૂરી છે તેમ મનની વિવશતાના રોગને દૂર કરવા દમન એ એક ઉપાય છે. જેનો મન પર અંકુશ નથી તેનો વચન અને કાયા ઉપર પણ અંકુશ રહેતો નથી. અને જીવ ત્રણેથી દંડ પામતો ચારે ગતિમાં આંટા મારે છે. વિક્ષિપ્ત મન તે જ આત્મભ્રાંતિ હોઈ દુઃખનું કારણ છે. પરંતુ જે અવિક્ષિપ્ત મનવાળો (સ્થિર) છે તે તો સ્વયં આત્મરૂપ છે. મન આત્મભાવે વર્તે ત્યારે રાગદ્વેષ કોના પર કરે ? જેમ તાંબામાંથી જળકણોને ખેંચી લેવામાં આવે અને તાંબું સુવર્ણપણે પ્રગટ થાય તેમ મનના સંકલ્પ-વિકલ્પ શમે ત્યારે તે પરપદાર્થોથી અસંગ થઈ સ્વરૂપમાં શમી જવાય છે. સ્વરૂપમય થયેલું મન જ સ્વયં આત્મા છે. આવું મન મુક્તિનું કારણ છે. માટે વિક્ષિપ્ત મનનો આશ્રય ન કરવો. अविद्याभ्याससंस्कारै वशं वक्षिप्यते मनः । तदेव ज्ञानसंस्कारैः, स्वतस्तत्त्वेऽवतिष्ठते ॥३७॥ અજ્ઞાનજ સંસ્કારથી મન વિક્ષેપિત થાય; જ્ઞાન સંસ્કારે સ્વતઃ તત્ત્વ વિષે સ્થિર થાય. ૩૭ અર્થ : અવિદ્યા-અજ્ઞાનના સંસ્કારથી મન પરાધીન થઈ વિક્ષેપ પામે છે. તે જ મન ભેદવિજ્ઞાનના સંસ્કારો દ્વારા સ્વરૂપમાં સ્થિર થાય છે. અવિદ્યા : દેહ, સ્વજન પરિવાર, ધન, ઘર, વસ્ત્રો, પાત્રો - સર્વ પૌદ્ગલિક હોવા છતાં તેમાં સ્વાત્મબુદ્ધિ કરવી તે અવિદ્યા છે. વારંવાર માયિક પદાર્થોમાં મન દ્વારા વૃત્તિ અને કાય દ્વારા પ્રવૃત્તિ કરવી તે અવિદ્યા છે, તેનાથી સૂક્ષ્મ મનમાં જે છાપ પડે છે તે સમાધિશતક ૧૦૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર છે અને એ સંસ્કારો દ્વારા વિષયોમાં આસક્ત થયેલું મન વ્યાકુળતાથી વિક્ષેપ પામે છે. એ જ મનમાંથી અવિદ્યા નષ્ટ થાય, માયિક પદાર્થોમાં વૃત્તિ ન કરતાં માત્ર જ્ઞાનસ્વરૂપે ટકે તો તે મન આત્મામાં સ્થિર થાય છે. ત્યારે મનનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. અસ્થિર મન અનેક પ્રકારની કર્મણવર્ગણા ગ્રહણ કરે છે. આવા ચિત્તને વિક્ષિપ્ત મન કહ્યું છે. મનનું લિંગ તો નપુંસક છે પણ અવિદ્યાના બળે તે સમર્થ માનવોને કે સમ્રાટને વશ રહેતું નથી. ઘણું તપ તપતા મુનિઓને પણ મન ઠગી લે છે. પૂર્ણતા પામતા સુધી આવા મનને આત્મજ્ઞાન વડે બાંધી રાખવું પડે છે. તેથી સાધકને અસંગતાનો બોધ આપ્યો છે. કારણ કે મધપૂડા જેવા આ સંસારમાં કેટલાંયે પ્રલોભનો આપીને માયા-અવિદ્યાએ જીવને ભુલાવી દે છે. પરંતુ જેને જ્ઞાન વડે આત્માને બાંધ્યો છે તેવા જ્ઞાની પાસે ઇન્દ્રિયોના વિષયો, મોહજનિત કષાયો આવવાનું સાહસ કરતા નથી. છતાં કોઈ ઉદય આવી જાય તો જ્ઞાની તેની સાથે મેદાને પડી તેને હટાવીને જ જંપે છે. અગર સમાધિભાવથી નિર્લેપ રહે છે. મનની સ્થિરતામાંથી તેનું આત્મસામર્થ્ય પ્રગટે છે. આવી સ્થિરતાના અભ્યાસ માટે એકાંતસ્થાન વધુ સહાયક છે. પુરાણા સંસ્કાર લોકસમુદાય કે ભૌતિક સાધનોમાં પ્રલોભન ઊભું કરી લે છે. માટે સુર્દઢ મનથી ભેદવિજ્ઞાન, નિર્વિકલ્પતાનો અભ્યાસ કરી સહજસ્થિતિ પેદા કરવી. આત્મા સ્વયં એકપણે હોવા છતાં અવસ્થાભેદે બે પ્રકાર કહ્યા છે શુદ્ધાત્મા અને અશુદ્ધાત્મા. તેમ મન એનું એ જ છે. તેના બે ભેદ કહ્યા છે (૧) વિક્ષેપવાળું મન, (૨) અવિક્ષેપ મન. અજ્ઞાને કરીને ઊપજતા રાગદ્વેષના વિકલ્પોવાળું મન વિક્ષિપ્ત મન છે. તે મન દ્વારા ભ્રાંતિ પેદા થાય છે. એટલે માયિક સુખમાં જીવ સુખ માનતો થઈ જાય છે. ઇન્દ્રિયોના સાધન દ્વારા આત્માનો ઉપયોગ પર-વસ્તુને જાણે છે. મનોવર્ગણાથી બનેલા મનની મદદથી મનન કરે છે તે દ્રવ્યમન છે. પરંતુ વસ્તુને જાણે છતાં સંકલ્પ-વિકલ્પ ન કરે તે ઉપયોગ (ભાવમન) સ્વસ્થરૂપે રહે છે. અર્થાત્ મનોવર્ગણા ૧૧૦ આતમ ઝંખે છુટકારો Page #122 -------------------------------------------------------------------------- ________________ જડ છે તેથી મન પણ જડ કહેવાય છે. પણ તે દ્વારા જે મનન થાય છે તે આત્માનો ઉપયોગ છે તેથી ચેતનરૂપ છે. સંકલ્પ-વિકલ્પરહિત ઉપયોગ તે શુદ્ધાત્મા છે. મન-વચન અને કાયા ચેતનની ફુરણાથી પ્રવૃત્ત થાય છે, ત્યારે યોગરૂપ બને છે. અનાદિયોગની વૃત્તિ અને પ્રવૃત્તિથી ચંચળતા-વિક્ષેપ પેદા થાય છે. તેવું વિક્ષિપ્ત મન સંકલ્પ-વિકલ્પોમાં જ એકાકાર થઈ જાય છે, તે મને સાધના દ્વારા જ્ઞાનને વશ વર્તે, ત્યારે પોતે રચેલું એ જાળું જો ભેદી નાખે છે તો તેને આત્મતત્ત્વનો સ્પર્શ થાય છે. માટે સાધનાનો પ્રારંભ સત્યજ્ઞાન, તત્ત્વજ્ઞાન કે ભેદજ્ઞાન છે. જગતના સ્વરૂપને સ્ફટિકમણિની જેમ આરપાર જોઈ લે છે. તેને વિષયના વિકારો વિભ્રાંત કરતા નથી. નિમિત્તોના ત્યાગે કે ભોગે તેમનું મન અવિક્ષિપ્ત નથી થતું. સાક્ષીભાવને ગ્રહણ કરીને તેઓ કુટુંબજીવનમાં હોય તોપણ સાવધાન રહે છે. છતાં, જેને સ્વરૂપસાધના કરવી છે, અવિદ્યાનો સર્વથા નાશ કરવો છે તેણે માયાના પાશથી દૂર થવું પડશે. અવિદ્યાના સંસ્કારને આધીન મનને સ્વાધીન કરી સ્વરૂપસ્થિરતા કરવી તે સાધકનું ધ્યેય છે. મનનું ક્ષેત્ર ઘણું વિશાળ છે; જાણે કે મોટું સામ્રાજ્ય. શરીરમાં રહેલી સર્વ ઇન્દ્રિયોની પ્રવૃત્તિનું એ મહાતંત્ર છે. એ મનની અવસ્થા અનેક સમસ્યાઓ ઊભી કરે છે. અને માનવને અન્ય સુખ હોવા છતાં એ સમસ્યાઓનું સમાધાન કરી શકતો નથી. જે મન નિરંતર બદલાતું રહે છે તેનાથી સમાધાન પણ કેમ થઈ શકે ? આ મનને સમજવા તત્ત્વચિંતકોએ તેના ઘણા પ્રકારો કહ્યા છે. મુખ્યત્વે ભાવમન અને દ્રવ્યમાન બે સંયોગથી માનસિક ક્રિયાઓ થાય છે. એકલું દ્રવ્યમન કે એકલું ભાવમન કાર્યશીલ થઈ શકતું નથી. દ્રવ્યમન પૌદ્ગલિક હોવા છતાં જ્ઞાનશક્તિ તેના વગર કાર્ય કરી શકતી નથી. તો પછી સારાનઠારા વિકલ્પો કોણ કરે છે ? તેને કારણે સુખ-દુઃખ ઊભાં થાય છે તેને માટે જવાબદાર કોણ છે ! સામાન્ય રીતે એમ કહેવાય છે. એ સર્વે મનને લઈને છે. સમાધિશતક Jain Education international ૧૧૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ મન જ માનવનું શત્રુ છે, અને મન જ માનવનું મિત્ર છે. થોડા ઊંડા ઊતરીને વિચારીશું તો સમજાશે પૌગલિક મન જડ છે. તેમાં કઈ રીતે સારાખોટા ભાવ જન્મ, જડ તો હંમેશાં જડ રહે. તેથી જેને આપણે ભાવમન કહીએ છીએ કે જે ચેતન મન છે. જેને ઉપયોગ પણ કહેવામાં આવે છે. આ ઉપયોગની શુદ્ધિ-અશુદ્ધિ સાથે મનને સંબંધ છે, અને મનની પ્રવૃત્તિ સાથે ઉપયોગને સંબંધ છે. મન સંકલ્પ-વિકલ્પનો અખૂટ ખજાનો છે. એ સંકલ્પ-વિકલ્પથી મન ચંચળ બને છે. તેથી તેમાં વ્યગ્રતા હોય છે, વ્યગ્રતા શમાવવા માટે મનની એકાગ્રતા જરૂરી છે. કારણ કે સાધનાનું અપેક્ષિત સાધન મન છે. ચેતના મન સાથે જોડાયેલી છે. માટે મનને એકાગ્ર કરવાની જરૂર રહે છે. ચેતના પૂર્વસંસ્કારોથી ગ્રસિત છે. તેથી જો ચેતનાની ધારા નિર્મળ હોય તો મન પણ નિર્મળ રહે છે. ચેતનાની ધારામાં રાગાદિ ભાવ હોય તો મનમાં પણ તેવી જ મલિનતા આવે છે. પ્રાણીમાત્રમાં ચેતના સમાન છે. તેનો વિકાસ અસમાન છે. જ્ઞાનના આવરણને કારણે ચેતનાનો વિકાસ મંદ હોય છે. આવરણ ઘટે તેમ ચેતના વિકાસ પામે. માનવજીવનમાં વિચારશક્તિના સઉપયોગ દ્વારા શુદ્ધિ થાય તો જ્ઞાનનું આવરણ ઘટે. જ્ઞાનથી પ્રેરિત મન નિરંતર સમ્ય પ્રકારે વર્તે છે. આ મનનું રાજ્ય દુન્યવી રાજ્ય કરતાં પણ વધુ વ્યાપક છે. આકાશ-પાતાળ સર્વત્ર તે વિસ્તરી જાય છે. કોઈ પણ ઝડપી વાહન કરતાં મનનો વેગ વધુ છે. એક શસ્ત્ર દ્વારા જેટલી હિંસા થાય તેના કરતાં અનેકગણી હિંસા માનસિક ક્રૂરતાથી થઈ શકે છે. આ સર્વ સામે એક બીજી શક્તિ એ છે કે તે મન દ્વારા માનવ મુક્તિની સાધના કરી શકે છે. આ મન વિષમ ભાવમાં વર્તે ત્યારે અતિ ચંચળ હોય છે. વળી, મન એક, પણ તેના તરંગોમાં પરસ્પર વિરોધ હોય છે. એક વાર મન કહે છે આ પદાર્થ ખાવા જેવો છે. તરત જ એ મનનો તરંગ બદલાય છે ને કહે છે આ પદાર્થ ખાવા જેવો નથી. એક મન કહે છે કે આ વસ્ત્ર સુંદર છે. બીજો તરંગ કોઈના વસ્ત્ર સાથે ૧૧૨ આતમ ઝંખે છુટકારો Page #124 -------------------------------------------------------------------------- ________________ તેની તુલના કરે છે. અરે એક તરંગ કહે છે કે ધર્મ કરવા જેવો છે. બીજો તરંગ કહે છે કે હમણાં જરૂર નથી. કોઈ પ્રસંગે મન કહે છે કે આ માયા કરવા જેવી નથી, તરત જ બીજો વિકલ્પ હાજર થશે કે વાંધો નહિ સંસારમાં માયા-પ્રપંચ ચાલ્યા કરે. ક્યારેક કોઈ જીવને આજીવન બ્રહ્મચારી રહેવાના ભાવ થાય છે. ત્યારે કોઈ સંસ્કાર મનને કહે છે હમણાં એવી જરૂર નથી. અને જીવ અબ્રહ્મ સેવતો થઈ જાય છે. જડ અને ચેતન પદાર્થોમાં અનંત શક્તિ છે. પરંતુ જડ કરતાં ચૈતન્યની શક્તિ મહાન છે. વળી અન્ય પણ બીજી ઘણી શક્તિઓ છે. જાણવાની, જોવાની અને અનુભવવાની શક્તિ માત્ર ચૈતન્યમાં છે. આપણે આપણા જીવનનું માપ સક્રિયતા દ્વારા કાઢીએ છીએ. પણ પેલા છૂપા સંસ્કારવાળા મનને જાણતા નથી જે સમય આવે સક્રિય મનને ફગાવી દે છે. માટે મનનાં મૂળ મંતવ્યોનું કે વલણોનું પરાવર્તન જરૂરી છે. બહારથી આવતી મલિનતા પહેલાં અટકાવો પછી ભાવમન શાંત થતાં સંસ્કારિત બની ગયેલી મલિનતા પણ દૂર થશે. આમ, ચેતનાની શુદ્ધિ પૂર્ણપણે વિકાસ પામે છે. આવા મનને આત્મજ્ઞાન વડે નાથી શકાય છે. अपमानादयस्तस्य, विक्षेपो यस्य चेतसः । नापमानादयस्तस्य, न क्षेपो यस्य चेतसः ॥३८॥ અપમાનાદિ ન તેહને, જસ મનને વિક્ષેપ, અપમાનાદિ ન તેહને, જસ મન નહિ વિક્ષેપ. ૩૮ અર્થ : જેનું ચિત્ત વિક્ષિપ્ત છે તેને માન-અપમાન જણાય છે, પરંતુ જેનું ચિત્ત સમતામય છે તેને માન-અપમાન કંઈ ક્ષેપ કરતા નથી. રાગાદિ ભાવથી જેનું ચિત્ત વિક્ષિત (ચંચળ) છે, તેને બાહ્ય પરિસ્થિતિ કે સંયોગો ક્ષોભ પમાડે છે, ચિત્તની અવસ્થાના ટુકડા કરી નાખે છે. પાતળી કાચની બરણીની માફક ચિત્તમાં વ્યાકુળતાની તિરાડ પડે છે. જીવ વ્યગ્ર થઈ જાય છે. માન સમયે પોતે મોટો સમાલિશતક ૧૧૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ છે તેમ ફુગ્ગાની જેમ અહંથી ફૂલે છે. અપમાન થતાં ફુગ્ગાની જેમ તેની હવા નીકળી જાય છે અને દુઃખી દુઃખી થઈ જાય છે. આકુળ ચિત્ત તેને હિતાહિતનો વિચાર કરવા દેતું નથી. માન સમયે માન જેવો, અપમાન સમયે અપમાનરૂપે પરિણમે છે, પણ ભેદજ્ઞાન દ્વારા જાણે તો સમજે કે આ માન-અપમાનથી હું તો ભિન્ન છું. આ તો જડ પ્રકૃતિનો સંયોગ છે. હું તો સ્વભાવથી સમતાયુક્ત છું. સંસારમાં શુભાશુભ કર્મના યોગે માન-અપમાનના પ્રસંગો આવે ત્યારે વિક્ષિપ્ત ચિત્તવાળો તેમાં તણાઈ જાય છે. કોઈ વાર કંઈક પ્રયત્ન કરી ચિત્તને સમજાવે છે પરંતુ અહંકારવશ વળી ચિત્ત પાછું તે પ્રવાહમાં ખેંચાઈ જાય છે. ત્યારે જો કોઈ બોધનું શ્રવણ થયું હોય તો તે વિચારી શકે કે માન કોનાં ? અપમાન કોનાં ? હું તો કર્મપ્રકૃતિરહિત શુદ્ધનિશ્ચળ સ્વરૂપ છું, મારે આવો ક્ષોભ શો ? વિકલ્પ શો ? દેહના અધ્યાસવાળો દેહને મળેલા નામ સાથે એકમેક થઈ ગયો હોવાથી તે નામ સાથે જોડાતા ભાવોને પોતાના માની, તેમાં માન-અપમાન જાણી દુ:ખી થાય છે. દેહાદિ સંયોગોમાં અનુકૂળ થનારને તે મિત્ર માને છે. અને પ્રતિકૂળ થનારને શત્રુ માને છે. આવી માન્યતામાં રાચતું ચિત્ત જ શત્રુ કે મિત્રરૂપ છે. જે ચિત્ત તારા અંકુશમાં નથી, તે તારી પાસે અહિતનાં કાર્યો કરાવે છે, તે તારો શત્રુ છે, અને જે ચિત્ત તારા આત્મભાવને વરેલું છે તે તારો મિત્ર છે. ભાઈ ! બહાર શત્રુ-મિત્ર જોવામાં તારા પૂર્વજન્મો વ્યર્થ ગયા અને આ જન્મ પણ વ્યર્થ જશે. સમજ સમજ ઓ મૂરખ મન, છોડ પળોજણ પાગલ ના બન; આતમને તું ઓળખ બાપુ ! છોડી દે કાયાની માયા. બહાર શત્રુ-મિત્ર શોધવાની પળોજણ છોડી દે. તે તો ઘણા દૂર છે. તારા અંતરમાં સ્થાયી થયેલા કષાયરૂપી શત્રુને ઓળખ. તેને એક વાર ભગાડી દે. પછી મિત્રરૂપે રહેલું તારું ચિત્ત તને સહાય કરશે. તું વિચારી જો કે જેનું ચિત્ત ક્ષુબ્ધ નથી, જેને સહેજ સહેજમાં તિ-અરિત થતી નથી, તેઓ આત્મદૃષ્ટિથી સર્વ પ્રકારો અને પ્રસંગોને જાણે છે, તેમના ચિત્તમાં માન મીઠાશ પેદા કરતું નથી, અપમાન ૧૧૪ આતમ ઝંખે છુટકારો Page #126 -------------------------------------------------------------------------- ________________ સમાન છે. તે આત્મજ્ઞાન, ભાયું છે. કડવાશ ઉત્પન્ન કરતું નથી, જ્યારે જુઓ ત્યારે સમચિત્ત દશાવાળા જ્ઞાની આનંદમાં છે. પોતાના દેહથી જે પોતાને ભિન્ન જાણે છે તેને વળી માન-અપમાન શું કરે ! સંસારનાં યશકીર્તિનાં કોટડાં તે ઓળંગી ગયા છે. તેનો હવે તેને આદર નથી તેથી તેમનો આત્મા તે કોટડામાં પુરાઈને ક્લેશિત થતો નથી. - જ્ઞાની ભેદજ્ઞાન વડે સંસારના સર્વ પ્રકારોને નિઃસાર જાણે પછી તે તે પ્રકારોમાંથી તે સુખ કેવી રીતે માને ! માન-અપમાન જેને સમાન છે. તેને ક્ષોભ થતો નથી. તેનું આત્મદર્શન સદાય પ્રકાશિત હોય છે. આવું આત્મજ્ઞાન, ભાન કે દર્શન કોઈ અન્યત્ર સ્થાને નથી, પોતાની જ સ્વરૂપસત્તામાં રહેલું છે. જેટલી સ્થિરતા તેટલી અંતર્મુખતા વિકાસ પામે, અને અંધકારનાં તાળાં ખૂલી જાય છે. પછી એ જ્ઞાની માન-અપમાન જેવા તંદ્ધમાં મૂંઝાતા નથી એવા વહેણને તરીને પરમાર્થમાર્ગે પહોંચે છે. તેઓને સર્વ જીવો સાથે સમભાવનો અભેદ સંબંધ છે, અને આત્મશ્રદ્ધાબળે સિદ્ધ સાથે પણ અભેદ સંબંધના અભિલાષી છે. यदा मोहात्मजायेते, रागद्वेषौ तपस्विनः । तदैव भावयेत्स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ॥३९॥ યોગીજનને મોહથી રાગદ્વેષ જો થાય; સ્વસ્થ નિજાત્મા ભાવવો, ક્ષણભરમાં શમી જાય. ૩૯ અર્થ: તપસ્વીને મોહથી રાગદ્વેષાદિ ઊપજે ત્યારે સ્થિર એવા સ્વસ્થ આત્માને ભાવવો જેથી ક્ષણમાત્રમાં તે રાગાદિ ઉપશમ પામે છે. મોહનીય કર્મની પ્રકૃતિનાં મૂળ ઊંડાં છે. સ્થૂળ દોષોને ટાળ્યા પછી, અથવા અનંતાનુબંધી જેવા તીવ્ર રસ શમ્યા પછી પણ જો તેનો સૂક્ષ્મ સંસ્કાર રહી ગયો તો તે અપૂર્ણ દશામાં રાગાદિ ભાવને ઉત્તેજિત કરે છે. પૂર્વકર્મોનો સંસ્કાર જીવને પ્રેરિત કરે છે. હમણાં આ માનાદિ પૂંજાથી કંઈ વાંધો નહિ આવે. પછી જ્યારે શમાવવા હશે ત્યારે તેને શમાવી શકાશે. પણ એક વાર મલિન તત્ત્વને પગ પ્રસારવાનું મળે પછી તે પોતાની જાળ પૂરી પાથરી દે છે. માટે સમાધિશતક ૧૧૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ અહીં કહે છે કે તપસ્વીએ જ્યારે પણ એવા સૂક્ષ્મ સંસ્કારો જાગી ઊઠે ત્યારે તેને જરા પણ પોષણ ન આપતાં ઊગતા જ શમાવી દેવા. તે માટે શુદ્ધાત્મામાં સ્થિર થવા પ્રયત્ન કરવો જેથી તે રાગાદિ ભાવ ઉપશમ પામે છે. તાત્પર્ય કે તપસ્વી હજી જ્ઞાનદશાયુક્ત ન હોય તો તપથી તપે પણ રાગાદિના સંસ્કારોની સૂક્ષ્મતા જાણવામાં ન આવે ત્યારે તે ભાવો તપસ્વીને પણ નિમિત્ત મળતાં ઉત્તેજના આપે છે. ગર્વરૂપે, ક્રોધરૂપે, માનપૂજાની આકાંક્ષારૂપે વૃત્તિઓ પોષાય છે. આત્મજ્ઞાન કે ગુરુગમ વગર મહાતપસ્વીઓ પણ ભૂલ ખાઈ જાય છે. નાના સરખા વિષયમાં લુબ્ધ બની કરેલું સર્વ તપ તેમાં હોમી દે છે, એથી યમનિયમને આરાધે, વનમાં મૌન ધારણ કરે, પદ્માસન લગાવી બેસી રહે, શાસ્ત્રાભ્યાસ કરી વાદ-વિવાદ કરે તો પણ તપસ્વી મોહનીયના ઉદયમાં ભ્રમિત થઈ છેતરાઈ જાય છે. તેવે સમયે સદૂગુરુને શરણે જવું કે શુદ્ધાત્માનું ધ્યાન કરી સ્થિર થવું. જેથી રાગાદિનો ઉદય ઉપશમ પામે છે. यत्र काये मुनेः प्रेम, ततः प्रच्याव्य देहिनम् । बुद्धया तदुत्तमे काये, योजयेत्प्रेम नश्यति ॥४०॥ તનમાં મુનિને પ્રેમ જો, ત્યાંથી કરી વિમુક્ત, શ્રેષ્ઠ તને જીવ જોડવો, થશે પ્રેમથી મુક્ત. ૪૦ અર્થ : મુનિઅવસ્થામાં જો દેહમાં પ્રેમ થાય તો મુનિએ દેહમાંથી મમત્વ હઠાવીને ઉત્તમ એવા આત્મસ્વરૂપમાં પ્રેમ લગાવવો જેથી બાહ્ય દેહાદિમાં થયેલું મમત્વ નાશ પામે છે. કહ્યું છે કે જંગલમાં તપ તપે, નિરાહારી રહે, હિમાળે હાડ ગાળે, વિષયો શાંત થયા હોય પણ ક્યાંક ઊંડે રહી ગયેલો સંસ્કાર મુનિના દેહમાં પ્રેમ ઉપજાવે છે ત્યારે દેહનું લાલનપાલન કરવાની, કે ક્યાંક આહારાદિની તૃષ્ણા બળ કરી જાય છે. વળી, મોહનીય કર્મની પ્રકૃતિનું બળ એવું છે કે જીવને ખોટું હોવા છતાં તેમાં સાચાનો ભ્રમ પેદા થાય છે, અથવા મન જ મનને છેતરે કે હું ૧૧૬ આતમ ઝંખે છુટકારો Page #128 -------------------------------------------------------------------------- ________________ તો તપસ્વી-મુનિ છું. વિષયો કે દેહભાવ મને શું કરવાના છે ? જ્ઞાનીજનો કહે છે કે એવા ભ્રમમાં રહેવા જેવું નથી, પરંતુ જ્યાં દેહમાં મમત્વનો અંશમાત્ર જણાય કે તરત જ ત્યાંથી તે ભાવને જ્ઞાન-વિવેક રાખીને દૂર કરવો. અને ભાવના કરવી કે અહો, આ દેહ કરતાં તો ચિદાનંદમય આત્મસ્વરૂપી કાયા પર પ્રેમ કરવો જરૂરી છે. એમ પ્રેમનું સ્થાન કાયા નહિ પણ આત્મા છે તેમ અંતર્દષ્ટ કરવી જેથી પૂર્વે થયેલું કાયાનું મમત્વ નાશ પામે છે. અંતર્દષ્ટ વસ્તુના યથાર્થ સ્વરૂપને સુસ્પષ્ટપણે જાણે છે, જેના અભાવે તપસ્વી પણ ભ્રમમાં પડે છે. તેથી દેહભાવ શું છે ? તેનું લક્ષણ શું છે ? તેને જાણતો નથી. જ્ઞાન-વિવેકરહિત તેની સાધના ફળવતી થતી નથી. માત્ર જંગલમાં ભમવાથી કે તપ તપવાથી સ્થળાંતર થવાથી અજ્ઞાનનો નાશ થતો નથી પરંતુ આત્મા અને દેહનું યથાર્થસ્વરૂપ જાણે, તેનો ભેદ કરે તો વાસનાનો ભેદ થાય. આ દેહમાં અસ્તિત્વ ધરાવનાર મહાન ચૈતન્યસત્તા જે ચિદાનંદમય છે. માટે કાયાની માયા છોડીને કાયામાં જ રહેલા શુદ્ધ તત્ત્વ પર પ્રેમ કરવાથી, તે સ્વરૂપમાં શમાવવાથી કે તેના દર્શનથી સર્વ માયા શમી જાય છે. માટે અંતર્દષ્ટ કરી સર્વ દ્રવ્યથી મુક્ત એવા સ્વરૂપમાં જ સ્થિર થવું. आत्मविभ्रमजं दुःखमात्मज्ञानात्प्रशाम्यति । नायतास्तत्र निर्वान्ति कृत्वापि परमं तपः ॥ ४१॥ આત્મભ્રમોદ્ભવ દુઃખ તો આત્મજ્ઞાનથી જાય; તત્ર યત્ન વિણ, ઘોર તપ તપતાં પણ ન મુકાય. અર્થ : આત્મસ્રાંતિજન્ય જે દુઃખ છે તે આત્મજ્ઞાનથી નાશ પામે છે. તે ઘોરતપ કરવા છતાં આત્મજ્ઞાનના અભાવે મુક્તિ પામતો નથી. ૪૧ દેહાધ્યાયી દેહના રોગને જાણીને તે દૂર કરવા અનેક ઉપાય યોજે છે. પરંતુ આ આત્મસ્રાંતિનો દુરાધ્ય રોગ કેવો દુઃખદાયી છે તે જીવ જાણતો નથી. દેહાદિમાં આત્મબુદ્ધિ તે મહાન ભ્રમ છે. દેહરોગ તો આ શરીરની અવસ્થા સુધી સાથે રહે છે. પરંતુ આ સમાધિશતક ૧૧૦ Page #129 -------------------------------------------------------------------------- ________________ આત્મભ્રાંતિનો રોગ તો જૂનો અને જલદ છે. વળી, જન્મો સુધી સાથે રહી શકે છે. હું આવો સામર્થ્યવાન ચૈત્ય તત્ત્વ છું એવું માહામ્ય જીવને આવતું નથી. એથી આત્મભ્રાંતિનું કોઈ દુ:ખ પણ તે જાણતો નથી. તેથી ભ્રમિત થઈને ભટકે છે. વળી, જ્ઞાનરહિત યમનિયમ, તપ કે અનુષ્ઠાન કરી તે માને છે કે ધર્મ થઈ ગયો અને દેહાદિભાવ તો એવા ને એવા રહી ગયા. તેથી તેની મુક્તિ પણ થતી નથી. આત્મભ્રાંતિનો રોગ તપ કે જપથી દૂર થતો નથી કારણ કે એ મહાઅજ્ઞાનની દશા છે, તે જ્ઞાન થતાં પ્રાયે ને સદ્ગુરુના યોગથી તેમની આજ્ઞાઆરાધનથી દૂર થાય છે. આત્મભ્રાંતિ એ ક્લેશજનિત અવદશા છે. સર્વ દુઃખનું મૂળ છે. તે દૂર કરવાનો એકમાત્ર ઉપાય આત્મજ્ઞાન છે. તે આત્મજ્ઞાન આત્મભાવથી થાય છે. એ જેમ જેમ આરંભ પરિગ્રહ ઘટે છે, અસસંગનું અલ્પત્વ થાય છે, અસત્સંગનું સેવન ઘટે છે ત્યારે આત્મભાવનું બળ પ્રવર્તે છે. તે આત્મભાવના સાતત્યથી આત્મજ્ઞાન થાય છે. જે જ્ઞાને દેહાદિનો ક્ષય થઈ સહજસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તપ, જપ સર્વ ક્રિયા આત્મજ્ઞાનરહિત હોય તો તે જીવ મુક્તિ પામતો નથી. રજ્જુ અવિદ્યાજનિત અહિ, મિટે રજુ કે જ્ઞાન, આત્મજ્ઞાને હું મિટે, ભાવ અબોધ નિદાન. છંદ-૩૪ અંધકારમાં પડેલી દોરડીમાં જેમ સર્પનો ભ્રમ થાય છે તેમ અવિદ્યાના બળે દેહાદિકમાં આત્મબુદ્ધિ થાય છે. પરંતુ પ્રકાશ થતાં જાણ્યું કે દોરડીમાં સર્પનો ભાસ થયો હતો. તે તો ખરેખર દોરડી છે, તેથી ભ્રમ દૂર થતાં સર્વ ભય દૂર થયો. તેમ જ્ઞાન વડે જ્યારે જાણ્યું કે અહો જડ એવા દેહમાં મને આત્મબુદ્ધિ થઈ હતી તે જ દુઃખનું કારણ હતું. આત્મામાં આત્માનો નિર્ધાર થતાં આત્મબ્રાંતિ ટળી જવાથી આત્મા સ્વ-સ્વરૂપે પ્રકાશે છે. આત્મબ્રાંતિ થવાનાં કારણો મિથ્યાભાવ, મિથ્યાપ્રવૃત્તિ અને મિથ્થામાન્યતા છે. સરુના બોધ એ મિથ્થામાન્યતા ટળી ત્યારે ૧૧૮ આતમ ઝંખે છુટકારો Page #130 -------------------------------------------------------------------------- ________________ જીવને પ્રથમ વિચારદશાએ પ્રકાશ મળ્યો કે આ દેખાય છે તે દેહ મારું સ્વરૂપ નથી. પણ જેના દ્વારા મન-વાણી-દેહ આદિ સ્કુરાયમાન છે તેવો જ્ઞાનાદિ ગુણવાળો આત્મા હું છું. દેહભાવથી દેહને ધારણ કરી તે પિંજરામાં પુરાઈને સુખ માનું છું. વાસ્તવમાં ગગનવિહારી પંખી જેવો હું સ્વાધીન તત્ત્વ છું. તેને દેહપિંજરમાં સુખ કેવું ? રજુમાં સર્પના ભયની જેમ દેહમાં આત્મબુદ્ધિની માયા ઊભી થઈ છે. તેથી વારંવાર દેહ છોડ્યા પણ માયા છૂટી નહિ તેથી પુનઃ દેહ ધારણ થયા જ કરે છે. અને જન્મતાંની સાથે મૃત્યુની પળોનો પ્રારંભ થાય છે, છતાં પેલી માયા, મમતા, તૃષ્ણા ભરતી નથી. અને માયા ટળે નહિ ત્યાંથી પેલું ચૈતન્ય જાગ્રત થવાનું નથી. એક આત્મજ્ઞાનનું સાધન જ એ માયાને દૂર કરી શકે તેમ છે. ચિત્તશુદ્ધિ દ્વારા જ કર્મો નાશ પામે છે. - દેહાદિભાવ ટળવાનો, ક્લેશજનિત સંસારથી મુક્ત થવાનો અબોધરૂપી જડતા જવાનો એકમાત્ર ઉપાય આત્મજ્ઞાન છે. તે આત્મજ્ઞાન આરંભ-પરિગ્રહના અલ્પત્વથી, બાહ્યદૃષ્ટિની અલ્પતા સવિશેષ અંતર્મુખ થવાથી થાય છે. ધર્મ અરૂપી દ્રવ્ય કે નહિ રૂપી પરહેતા અપરમ ગુણ રાચે નહિ, યું જ્ઞાની મતિ દેત. છંદ-૩૫ જેને અરૂપી એવા આત્મદ્રવ્યના જ્ઞાનાદિ અરૂપી ધર્મ-ગુણોની પ્રાપ્તિ કરવી છે તેને પૌલિક ગુણોવાળા રૂપી પદાર્થોની પ્રાપ્તિ માટે પ્રીતિ થતી નથી. વળી, જેને ક્ષાયિક જેવા ઉત્તમ ભાવોની રુચિ થઈ છે તે અપરમ એવા ક્ષાયોપથમિક ગુણોમાં રાચતા નથી એવો જ્ઞાનીજનોનો ઉપદેશ છે. પરસ્પર લક્ષણોથી ભિન્ન એવાં તત્ત્વોને અન્યોન્ય શો ઉપકાર છે કે હેત કરે ? દેહના સપ્તધાતુનો એક ટુકડો આત્માને જો ઉપકારક હોત તો તેને શરીરમાંથી નીકળ્યા પછી સુંદર જગાએ ગોઠવી શકાય, પણ તેમ બનતું નથી અને આત્માના જ્ઞાનાદિ ગુણ-શરીર જડ હોવાથી તેને ઉપકારક નથી, પરસ્પરનો સાંયોગિક સંબંધ છે. માટે રૂપી પર - હેત કરવાથી કંઈ લાભ નથી. સમાધિશતક ૧૧૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ કદાચ શાસ્ત્રજ્ઞાનના અભ્યાસથી ક્ષયોપશમ જણાતો હોય તો પણ તે અપરમ ગુણ છે, એટલે ક્ષાયોપથમિક ભાવ છે જે કર્મ-આશ્રિત છે. તેથી તેની ભૂમિકા ક્ષાયિક ભાવ જેવી નિશ્ચળ નથી. ક્ષાયોપથમિક ભાવ પરમભાવ સુધી ટકતો નથી માટે ક્ષાયિક ભાવનું લક્ષ્ય કરવાની મતિ જ્ઞાનીજનો આપે છે. ક્ષાયિક ભાવ એ નિશ્ચયનયનો માર્ગ છે તે ભાવે ભવમુક્તિ થાય છે. અન્ય ભાવો કર્મોના ક્ષયોપશમ દ્વારા થતા હોવાથી ત્યાં અટકવું નહિ. પરંતુ ક્ષાયિક ભાવનું લક્ષ્ય કરવું કે જે ભાવ વડે કર્મપ્રકૃતિ મૂળમાંથી જ નાશ પામે અને આત્મવિશુદ્ધિ વૃદ્ધિ પામે. નૈગમનય કી કલ્પના, અપરમભાવ વિશેષ; પરમભાવ મેં મગનતા, અતિ વિશુદ્ધ નયરેખ. છંદ-૩૬ આત્મભાવની રમણતામાં નયઆશ્રિત દષ્ટિ બતાવે છે કે નૈગમનય એટલે સામાન્ય અને વિશેષ ધર્મને ગ્રહણ કરવાવાળી દૃષ્ટિ તથા ભૂત અને ભાવિનો આરોપ કરવાવાળી દૃષ્ટિ છે. વર્તમાનમાં પરમ વિશુદ્ધ સ્વરૂપ તો નથી, પરંતુ સત્તામાં રહેલા શુદ્ધ સ્વરૂપને દૃષ્ટિમાં રાખીને પુરુષાર્થ કરે તો તે ક્ષાયિક જેવા પરમભાવને પામે. અતિ શુદ્ધ એવા અનંત અક્ષય અને અવ્યાબાધ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. પરંતુ નૈગમનયની કલ્પનામાં પ્રત્યક્ષ પરમભાવની વિશેષતા નિશ્ચયનય જેવી નથી. કેવળ ભૂતભાવિની કલ્પના કરે તો કદાચ સામાન્ય શુભ ભાવોની વિશેષતા થાય. નિશ્ચયનય શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિ કરાવે છે. તે દૃષ્ટિ પરમભાવમાં લય પામે છે માટે નિશ્ચયદષ્ટિ દ્વારા તત્ત્વનો નિર્ણય કરવો. નિશ્ચયથી તો ક્ષાયિકભાવ જ આત્મરૂપ છે તે ઉપાદેય છે. અન્ય ભાવો કર્મઆશ્રિત હોવાથી ત્યાજ્ય છે. માટે પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિના આદર્શમાં નિશ્ચયનયનો આશ્રય લેવો. રાગાદિક જબ પરિહરી, કરે સહજ ગુણ ખોજ; ઘટ મેં ભી પ્રગટે તદા, ચિદાનંદ કી મોજ. છંદ-૩૭ સાધક – મુક્તિમાર્ગનો ચાહક જ્યારે રાગાદિ ભાવોનો ત્યાગ ૧ર૦ આતમ ઝંખે છુટકારો Page #132 -------------------------------------------------------------------------- ________________ કરી પોતાના સ્વાભાવિક ગુણોને અનુસરે છે, ત્યારે આ દેહમાં રહેલા આત્મામાં પૂર્ણાનંદની મોજ માણે છે. આત્માના સહજ ગુણ પર જે રાગાદિનું આવરણ-ઢાંકણ છે તેને જો જ્ઞાન અને ધ્યાન દ્વારા જીવ ખોલી નાખે તો તે જ ક્ષણે તેને ચિદાનંદસ્વરૂપ આત્માનો અનુભવ થાય છે. ત્રણે કાળને માટે આ અબાધિત નિયમ છે કે શુદ્ધ ધ્યાન દ્વારા શુદ્ધ-યોગ કરવાથી આત્માનું ઐશ્વર્ય પ્રગટ થાય છે. રાગાદિક પરિણામ યુત, મનહિ અનંત સંસાર; તેહજ રાગાદિક રહિત, જાનિ પરમ પદ સાર. છંદ-૩૮ અર્થ : રાગાદિવાળું મન તે સંસાર અને રાગરહિત મન તે સ્વયં પરમતત્ત્વ છે. મન શુદ્ધ વિષયને અવલંબીને એકાગ્ર થાય છે ત્યારે તે ઉપશાંત થાય છે. અર્થાત્ આત્મરૂપ થાય છે. અજ્ઞાનનું ટળવું તે જ મનનું લય થવું છે. રાગાદિ ભાવમાં જેટલી તાદાત્ય બુદ્ધિ છે તેટલો જીવ સ્વરૂપથી દૂર છે. જેટલું આત્મભાન પ્રગટે તેનું યથાર્થજ્ઞાન થાય તેટલો તે જીવ મોક્ષની નજીક છે. આથી રાગાદિયુક્ત મન અનંત સંસારનું કારણ છે તેમ જાણી મનને રાગાદિ ભાવથી રહિત કરવું. - મન જ્યારે આત્મસ્વરૂપમાં શાંત થાય છે ત્યારે જ્ઞાનમય આત્મા પ્રગટ થાય છે. તે કારણથી મોહરૂપી અંધકાર અને અવિદ્યા મૂળમાંથી નાશ પામે છે. આત્મજ્ઞાનના નિર્ણય વગર ક્ષણે ક્ષણે કૂદકા મારતું . અત્યંત ચંચળ મન જીવને શુદ્ધચારિત્રથી ભ્રષ્ટ કરે છે. ભવપ્રપંચ મન જાલકી બાજી જૂઠી મૂલ; ચાર પાંચદિન સુખ લગે, અંતે ધૂલ કી ધૂલ. છંદ-૩૯ અર્થ : જીવ પ્રપંચની જાળ દ્વારા ભવ ધારણ કરે છે. તેમાં પુણ્યોદયે મળતા સુખને જ જીવ સુખ માને છે પરંતુ તે સર્વે અસત્ કલ્પના છે. ચાર દિવસના ચાંદરણા જેવું એ સુખ ક્ષણિક છે. કારણ કે માટીનો આ દેહ અંતે માટીમાં મળી જવાનો છે. જેમ રેતી પીલવાથી રેતી જ નીકળે છે. તેમ દેહ અંતે રાખરૂપે પરિણમે છે. ૧૨૧ સમાધિશતક Page #133 -------------------------------------------------------------------------- ________________ જે મન ભવહેતુરૂપ છે, પ્રપંચનું કારણ છે છતાં અજ્ઞ જીવો તેને વશ વર્તે છે તે મન અનેક પદાર્થોમાં ભમીને સુખ મેળવવા ચાહે છે. પરંતુ સુખ તેનાથી દૂર રહે છે. અને આયુષ્ય પૂરું થતાં સર્વ પદાર્થો ત્યજીને તેને જવું પડે છે. જાણે આ જગત બાજીગરનો ખેલ હોય તેમ દેખાતું સર્વ દેશ્ય ભવાંતરે સમાપ્ત થઈ જાય છે. માટે એવા સર્વ જાળ અને પ્રપંચથી પાછા વળી મનને આત્મામાં સ્થિર કરવું. જો આ દેહમાં રહેલા આત્માને કંઈ પરમાર્થયોગ સધાય તો તેનું કંઈક મૂલ્ય છે, કારણ કે માનવનો દેહ તે આત્મયોગની પ્રાપ્તિ માટેનું બાહ્ય સાધન છે તેને નકારી શકાય તેમ નથી, તે માટે જ્યાં સુધી દેહમાં આત્મજ્ઞાન વર્તે છે ત્યાં સુધી આત્મયોગ-આત્મજ્ઞાન પ્રગટ કરવું. શુદ્ધ મતિ થઈને જો આ જીવ જગતના પ્રપંચથી પાછો વળે, ઝાંઝવાનાં નીરને લેવા દોડે નહિ, તો તેને સ્વાભાવિક એવો આત્મઅનુભવ પ્રગટ થાય. આ સંસારની ભવપ્રાપ્તિમાં અનેક પ્રકારની જાળ મને ઊભી કરે છે. તેમાં પણ પુણ્યયોગે મળતાં સુખોમાં તો તે જાળ વિસ્તૃત બને છે. ત્યારે તેમાં રાચનારા જીવો જાણતા નથી કે આ તો ચાર દિવસની ચાંદની છે. પછી તો એ સર્વ અમાસની રાત્રિના અંધકાર જેવું છે. જે દેહને સુખ આપવા પ્રયત્ન કર્યો હતો તે દેહ જ સ્વય માટીમાં મળી જશે. અરે ! જે યૌવને તને દીવાનો બનાવ્યો તે પણ પચાસ વર્ષે વિલાઈ ગયું – અને તે ઊભી કરેલી સર્વ મહેલાતો પણ છોડવી પડી. સગા-સ્નેહીઓ પણ સાથે ન આવ્યા. હવે તું કોને માટે રહ્યો છું ? જેમ કોઈ બાજીગર રંગમંડપ પર જુદા જુદા ખેલ બતાવે તે સર્વ નજરબંધી છે. તે પ્રમાણે આ પુણ્યનાં સુખ પણ જીવને નજરબંધીમાં રાખે છે. અથવા મૃગજળ જેવાં છે. શુભયોગ પૂર્ણ થતાં કે આયુષ્ય પૂર્ણ થતાં અંતે તું તો એકલો જ જવાનો છે. માટે ૧૨૨ આતમ ઝંખે છુટકારો Page #134 -------------------------------------------------------------------------- ________________ ચાંદરણ પર મમતા કેટલાયે . તે જમણા સમજી જા કે આ બાજી જૂઠી છે. જે જે પદાર્થોને જીવે પૂર્વે સેવ્યા હતા તે આજે તારી સાથે આવ્યા નથી. વર્તમાનમાં જે પદાર્થને સેવીશ તેમાંથી એક રજકણ તારી સાથે આવશે નહિ, અર્થાત્ સર્વે તારા શુભયોગ સુધી કે આ જન્મ સુધી રહેવાનું છે. અનંતકાળની અપેક્ષાએ તે સુખ ચાર દિવસના ચાંદરણા જેવું છે. જ્ઞાનીજનો અનુભવથી કહે છે કે એવા ક્ષણિક ચાંદરણા પર મમતા શા માટે ? જે સાથે ના આવે તેની માયા શા માટે ? આવા તો કેટલાયે દેહ તેવી ભુલભુલામણીમાં કાઢ્યા પણ તારા હાથમાં કંઈ આવ્યું નહિ. માટે તે ભ્રમણાથી મુક્ત થઈ જા. સુંદર વસ્ત્ર અને અલંકાર વડે શોભતું આ શરીર કાળ જતાં કરચલીવાળું બનશે, થોડા દિવસ પછી રાખ બની જશે. ભૂતકાળમાં થયેલા પરાક્રમી પુરુષોની આજે સ્મૃતિમાત્ર રહી છે, તે પણ ભુલાઈ જશે. વળી, શરીરનું પરિવર્તન તો જુઓ, ગયા જન્મ પશુ હતો. આ જન્મે માનવ અને આવતા જન્મે વળી પશુ કે દેવ. શરીર વધે-ઘટે, જન્મ-મરે, આમ ક્ષણે ક્ષણે પલટાય. કશું સ્થિર નહિ, તો પણ આ શરીરાદિ પર મારો કેવો વિશ્વાસ છે ? સુખના ભરોસા વગરનો ચિંતાયુક્ત આ કાંટાળો મુગટ પહેરી તું નિશ્ચિત થઈને કેમ સૂતો છે. જો તારા ચિત્તમાં ચિંતા છે તો પછી તને વન-ઉપવનમાં કેવો આનંદ આવશે ! તને ધન કેવી રીતે સુખ આપશે ? સ્ત્રી, પુત્રાદિ તને કેવાં રૂડાં લાગશે ? તારું ચિત્ત એ સર્વ પ્રકારોમાં ભય અને ચિંતામુક્ત છે તો પછી કોઈ સદુઉપાય કરીને આવેલો અવસર ઓળખી જા. બહિરાત્માની દશા કેવી વિપરીત છે ? વિષયરૂપ જાળ, વળી પિંજર જેવું બંધન, તેમાં વિશ્વાસે રહે છે કે મને શું થવાનું છે. સારવર્જિત સંસારમાં તે સુખ શોધે છે. તેની એવી ઠગારી આશાઓને કાળરૂપી દોરી કાતરે છે, વાસનાઓ ઉછેરે છે. અને જીવને ત્યાં એવો જોતરે છે તેનું બળ કંઈ ચાલતું નથી. આમ, વિશ્વનાં પ્રાણીઓ સ્વયં ઠગાઈ રહ્યાં છે. તેને આત્માનું મહત્ત્વ ક્યાંથી આવે ? સમાધિશતક ૧૨૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ કાચનો ટુકડો તેને હીરા જેવો લાગે છે તેમ સાચું તેને ખોટું જણાય છે. અને સંસારના રંગરાગ વધ્યા કરે છે. સશાસ્ત્રના બોધ વગર સમય વહ્યો જાય છે, અને જીવ પણ એ પ્રવાહમાં તણાયો જાય છે. અને નિરંતર એનાં એ જ કાર્યો તરે છે. અને તે દ્વારા તેનાં ફળ ભોગવે છે. તૃષ્ણા દ્વારા તેનો સંતોષગુણ હણાય છે. નામરૂપમાં મોહ પામીને સ્વરૂપને ભૂલી જાય છે. મોહ બાગુરી જાલ મન, તામે મૃગમત હોઉં; યા મેં જે મુનિ નહિ પરે, તાકુ અસુખ ન કોઉં. છંદ-૪૦ અર્થ : મોહરૂપી બાજીગરની જાળમાં જે મગ્ન થતો નથી તેવા મુનિ ઉત્તમ આત્માઓ પરપદાર્થમાં – સુખનો ભાવ કરતા નથી, તેથી તેમને સંસારમાં કંઈ જ દુઃખ હોતું નથી. અજ્ઞાન આત્મા મન અને ઇન્દ્રિયો સુધીના પ્રદેશથી પરિચિત છે, અને તેમાં મોહરૂપી બાજીગરની જાળમાં ફસાઈને આત્મા તેને વશ વર્તે છે. અનેક મુદ્ર વાસનામાં મગ્ન રહે છે. પરંતુ એ જાળને ભેદીને જે ઉત્તમ આત્માઓ સ્વરૂપ પ્રત્યે વળે છે, ત્યારે આત્મા મન કે ઇન્દ્રિયોને વશ રહેતો નથી. પરંતુ તેવી વાસનાઓથી ઉપર ઊઠે છે. એવા શુદ્ર કોચલામાંથી તે બહાર નીકળે છે. ત્યારે સ્વરૂપમાં રહેલી શુદ્ધતાનો તેને સ્પર્શ થાય છે. તે મુનિ જ્યારે પરભાવથી મુક્ત થઈ સ્વભાવને પામે છે. ત્યારે તેમને કોઈ પણ પ્રકારનું દુઃખ સ્પર્શી શકતું નથી. આ વિશ્વમાં માનવ માટે મોહ જેવો બીજો જાદુગર (બાગુરી) નથી. તેની જાળ એટલી વિશાળ છે કે જેનો સમસ્ત વિશ્વમાં પથારો પ્રસિદ્ધ છે. મોહજનિત સંસ્કારથી જીવ જ્યાં જન્મ પામે છે ત્યાં તે તે પ્રકારની પ્રકૃતિને આધીન થઈને જીવે છે. એટલે જીવન-ઉપયોગી કળાકૌશલ્યમાં આપણી જેટલી સાન હોય છે તેટલી પણ આ મોહના ક્ષેત્રમાંથી મુક્ત થવાની હોતી નથી. પરંતુ જે મોહરૂપી બાજીગરની જાળમાં ફસાતા નથી તેવા ૧૨૪ આતમ ઝંખે છુટકારો Page #136 -------------------------------------------------------------------------- ________________ સાધક-મુનિ તો એવા પરપદાર્થોની પરાધીનતામાંથી ઉપર ઊઠ્યા છે. તેથી તેમને કંઈ પણ દુઃખ નથી. તેમની પરમ શુદ્ધ સત્તા જાગ્રત થઈ છે તેથી તેમને આ જડની પર સત્તા વિવશ કરતી નથી. સ્વપરિણતિમાં તેઓ પરમ સુખી છે. - જ્ઞાની પુરુષો પણ જેનાથી જાગતા રહ્યા છે તેવી તૃષ્ણાની દાળ જીવને ખરેખર અંધ બનાવે છે. અને આત્મસ્વરૂપના સામર્થ્યને હણે છે, અવિવેક તો તેનો સહોદર ભાઈ છે. કોઈ ધીર જ્ઞાનીને જ તૃષ્ણા તૃણવત્ જણાય છે. તે સિવાય સુભટો પણ આ તૃષ્ણા પાસે હારી જાય છે. સંસારી તો જાણતો નથી કે આ લક્ષ્મી, અધિકાર, રાજ્ય, પરિવાર આદિ સર્વ તો નષ્ટ થનારાં છે. અરે કાયા પણ જવાની છે. તેની આસ્થા તને કંઈ હિતકારી નથી. માટે તું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું. તેવી શુભભાવના કર. જબ નિજ મન સન્મુખ હુએ, ચિતૈ ન પરગુણ દોષ; તબ બહુરાઈ લગાઈએ, જ્ઞાન ધ્યાન રસ પોષ. છંદ-૪૧ અર્થ : જ્યારે પદાર્થોમાં રમતું મન સ્વસમ્મુખ થાય છે ત્યારે ચિત્ત દોષોને ધારણ કરતું નથી માટે મનને જ્ઞાન-ધ્યાન વડે દેઢતાથી આત્મભાવમાં લગાવવું. ભાવપ્રપંચરૂપી જાળને અહિતકર સમજ્યા પછી મન જ્યારે સ્વસમ્મુખ થાય છે ત્યારે ચિત્તમાં વિકલ્પોનો જે પરગુણરૂપ દોષ હતો તે હવે ધારણ થતો નથી. એવી પાત્રતા થાય ત્યારે ઘણી દઢતાથી જ્ઞાન અને ધ્યાનનું આરાધન કરવું. કારણ કે મનની પણ બાહુલ્યતા છે. તેથી તેના પાંચ પ્રકારના ભેદ સમજાવ્યા છે. ૧. ક્ષિત મનઃ કેવળ કલ્પિત વિષયોમાં ભમતું, સુખ અને દુઃખની લાગણીવાળું, વિકલ્પોની જાળથી ગૂંચવાયેલું બહિર્મુખ મન લિપ્ત મન છે. ૨. મૂઢ મન : હિતાહિતના ભાનરહિત, કષાયોથી યુક્ત અને આત્મહિતની દિશાથી ભાન ભૂલેલું મન મૂઢ મન છે. ૩. વિક્ષિપ્ત મનઃ એક વિકલ્પથી બીજા વિકલ્પમાં ભમનારું, પાંચે સમાધિશતક ૧૨૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયોમાં આકુળ તે વિક્ષિપ્ત મન છે. ૪. એકાગ્ર મનઃ રાગદ્વેષાદિકથી શમેલું, વિકલ્પોમાંથી શાંત થયેલું, કેષ-ખેદ જેવા દોષોથી જિતાયેલું મન એકાગ્ર મન છે. ૫. નિરુદ્ધ મન : આત્મસ્વભાવમાં રમણ કરનારું, નિરાબાધપણે ટકનારું તે નિરુદ્ધ મન છે. પ્રથમ ત્રણ પ્રકાર બહિરાત્માના છે અને છેલ્લા બે પ્રકાર અંતરાત્માને હોય છે. મન સ્વયં આત્મસ્વભાવમાં લય પામે છે, ત્યારે આત્મા જ્ઞાનરૂપે પ્રકાશિત થાય છે. અને મોહરૂપી અંધકાર કે સર્વ ભંગજાળ નાશ પામે છે. જેનું મન ચંચળ છે તે આ દશા પામી શકતો નથી. માટે મનની એકાગ્રતા એ અંતરાત્માનું મુખ્ય સાધન છે. મન એટલે વિચારોનો – વિકલ્પોનો, તરંગોનો અવિરત પ્રવાહ, એ દરેક વિકલ્પો સાથે પૂર્વસંસ્કાર તો જોડાયેલો હોય, તે સંસ્કારો મનને નવા નવા આકારો આપ્યા કરે, તે આકાર વળી નવી ઇચ્છાઓ અને તરંગોને ઊભા કરે, વળી એ સર્વ ઈચ્છાઓ દૃશ્ય અને જડ પદાર્થોથી પ્રભાવિત થયા કરે. આમ, આત્મા મનથી પ્રભાવિત થાય છે. વાસ્તવમાં આ મનનું કોઈ સ્થાયી કે સત્ સ્વરૂપ છે નહિ. પરંતુ અજ્ઞાનવશ મન દ્વારા આપણા જીવનનો વ્યવહાર ચાલ્યા કરે છે. આત્મજ્ઞાન વડે જ મન વશ થાય છે, અર્થાત્ આત્મજ્ઞાન થતાં મન સ્વતંત્ર રહેતું નથી. સંસાર-વ્યવહાર છતાં જ્ઞાની લેપ છતાં લેવાતા નથી. આત્મભ્રાંતિ વર્તે છે એવા જીવને રાગ-રોગ વધવા છતાં વૈરાગ્ય થતો નથી. મરણ જેવા શોકને પણ તે મોહવશ ભૂલી જાય છે. પરિભ્રમણ કરતા જીવના જગતમાં કેટલાય જન્મો વ્યર્થ જાય છે. એનાં એ જ કર્મોનું પુનરાવર્તન કર્યું જાય છે. દેહ, ધન, સ્ત્રી, પરિવાર જેવા પદાર્થો મેળવવાની દોડમાં ધર્મને ત્યજી દે છે. અને સાંસારિક પ્રવૃત્તિમાં ભવને પૂરો કરે છે. તેને આત્મભાન ક્યાંથી થાય ? દિવસે બહાર દોડ્યો, રાત્રે ઘરમાં આવીને સૂતો, આમ તે ૧૨૬ આતમ ઝંખે છુટકારો • Page #138 -------------------------------------------------------------------------- ________________ સૂતેલો જ છે. शुभं शरीरं दिव्यांश्च, विषयानभिवाञ्च्छति । उत्पन्नात्ममतिदेहे, तत्त्वज्ञानी ततच्युतिम् ॥ ४२ ॥ દેહાતમધી અભિલષે દિવ્ય વિષય, શુભ કાય; તત્ત્વજ્ઞાની તે સર્વથી ઇચ્છે મુક્તિ સદાય. ૪૨ અર્થ : જેને દેહમાં આત્મબુદ્ધિ છે તેવો મનુષ્ય દૈવી સુખની ઇચ્છા કરે છે. એવા જ દેહમાં રહેલો અંતરાત્મા જ્ઞાની-દેહથી (જન્મમરણથી) છૂટવાની ઇચ્છા કરે છે. અભવ્ય એવો આત્મા નવરૈવેયક સુધીના દેવલોકનાં સુખ ઇચ્છ, એ સુખ મેળવવા ચારિત્ર પાળે, ઘણું કષ્ટ કરે પરંતુ તેની ઈચ્છાનું માપ આટલું જ કે મને દેવલોકનાં સુખ મળે. તેથી આગળ મોક્ષના સુખની શ્રદ્ધા જ કરતો નથી તેથી તેની ભાવના પણ ત્યાં જ સીમિત થાય છે. ધાર કે તું તો ભવ્યાત્મા છું. તો પણ ક્યાં અટક્યો છું ! કોને ભોગે તું સ્વર્ગનાં સુખ માગે છે તે જાણે છે ? બાળક સોનાની કલ્લીના બદલામાં એક પીપરમિંટથી રાજી થઈ જાય, કારણ કે તેની સુખની મર્યાદા એટલી જ છે. તેમ તારી મર્યાદા સ્વર્ગના સુખ જેટલી મર્યાદિત છે, કારણ કે તે અનંત એવા આત્મિક સુખને જાણતો નથી. એટલે તપ તપે છે. કાયાનાં કષ્ટો સહન કરે છે અને બદલામાં સ્વર્ગનાં સુખ માગે છે. - કદાચ તું મુખથી કથન કરે કે “મારે તો મોક્ષ જોઈએ છે,” પરંતુ મનમાં ઐહિક સુખોની ઝંખના તેના પરિણામને મોક્ષ સુધીની યાત્રામાં જોડતી જ નથી. દાન જેવાં સુકૃત્ય કરીને સંસારથી છૂટવાની ભાવના કરતો નથી પણ દાન પછી ધનવૃદ્ધિ ઇચ્છે છે. આથી તે સંસારમાં જ ભ્રમણ કરે છે. અંતરાત્માને ચક્રવર્તીના સુખમાં દુઃખ લાગે છે. એક તૃણને પણ ગ્રહણ કરવું તેને દુ:ખ સમજે છે. સ્વર્ગનાં સુખ તો તેમને વિષ જેવાં લાગે છે. તેઓ તપાદિ કરે છે, કેવળ કર્મોનો ક્ષય માટે. સમાધિશતક qo Page #139 -------------------------------------------------------------------------- ________________ કદાચ પુણ્યયોગે સ્વર્ગમાં જન્મ થાય તો પણ તે સુખમાં લીન નથી. તેથી તેમનાં તપાદિ પણ નિર્જરાને માટે હોય છે. સામાન્ય મનુષ્યને પ્રત્યક્ષ ઇન્દ્રિયો દ્વારા જણાતાં સુખોથી આગળની વિચારશક્તિ વિકસિત થઈ નથી તેથી તેને માટે મોક્ષનાં સુખ અપ્રત્યક્ષ જણાય છે. મોક્ષનું સુખ એ એવું અનુપમેય છે કે તેમાં શ્રદ્ધા રાખીને જ, સદ્ગુરુબોધે એ માર્ગે ચાલે તો તેની પ્રાપ્તિ થાય. તેમાં જે અંતરાય આવે તેને ધીરજ અને સમતાપૂર્વક દૂર કરતાં જવું પડે, વાસનાઓ સામે શૌર્ય દાખવવું પડે. અને પોતામાં રહેલા જ્ઞાન દ્વારા તે માર્ગે ચાલવું પડે, આમ, જ્ઞાન અને શ્રદ્ધાને સાથે રાખે તો માર્ગ સરળતાથી પ્રાપ્ત થાય છે. જ્ઞાન એટલે સાચી સમજ. પોતાનો ચૈતન્ય સ્વરૂપે દૃઢ નિર્ણય. જીવનનું રહસ્ય સમજાય અને તેવું સામર્થ્ય પ્રગટ કરે તે જ્ઞાન છે. કેવળ શાસ્ત્રજ્ઞાનની માહિતી તે જ્ઞાન નથી. જ્ઞાન તો ઝગમગતો દીવડો છે; સૂર્યસમાન તેજિકરણો વરસાવતું તત્ત્વ છે. જ્ઞાન હોય ત્યાં તેના પ્રકાશમાં જીવ માર્ગ કેમ ભૂલે ? એ જ્ઞાન સાથે શ્રદ્ધા, તે દર્શન છે અર્થાત્ સાચી દષ્ટ છે. જ્ઞાન જે બતાવે તે કરવાની ઝંખના તે શ્રદ્ધા છે. એ શ્રદ્ધા ચિત્તને સંયમમાં રાખે છે. નિર્દોષતા પ્રગટ કરે છે. ચિત્તની પ્રસન્નતા આ શ્રદ્ધામાંથી પ્રગટ થાય છે. તેના દ્વારા જીવ અખંડ માર્ગે સરળતાથી ચાલ્યો જાય છે. આવી સાધના દ્વારા એક અંશમાત્ર જો અનુભવ પ્રગટ થાય, સમ્યગ્દર્શન પ્રગટ થાય તો માનવજીવનનું મહાભાગ્ય છે. આમ સભ્યજ્ઞાન, સમ્યશ્રદ્ધા (દર્શન), સમ્મસંયમ(ચારિત્ર)ના ત્રિવેણી સંગમથી શુદ્ધાત્મા પ્રગટે છે. અહંકાર, મમત્વ, કષાય, વિષય કે ભયંકર સંજ્ઞાઓ જેવાં જીવને પછાડનારાં દુષ્ટ કારણો દૂર થાય છે. મુખ્યતાએ દેહમાં આત્મબુદ્ધિનો જ અહીં હ્રાસ થાય છે. આથી અંતરાત્માને આ જગતનાં કોઈ પ્રલોભનો રૂંધી શકતાં નથી. તેમનો માર્ગ નિષ્કંટક બન્યો છે. સરળતાથી અખંડ વૃત્તિએ અખંડ માર્ગે જીવનનો દોર સંચાર પામે છે. ૧૨૮ આતમ ઝંખે છુટકારો Page #140 -------------------------------------------------------------------------- ________________ परबाहम्मतिः स्वस्माच्युतो बंधनात्यसंशयम् । स्वस्मिन्नहम्मतिश्च्युत्वा, परस्मान्मुच्यते बुधः ॥४३॥ પરમાં નીજમતિ નિયમથી સ્વય્યત થઈ બંધાય; નિજમાં નિજમતિ જ્ઞાનીજન પરત્ર્યત થઈ મુકાય. ૪૩ અર્થ: પરમાં જે સ્વાત્મબુદ્ધિ થઈ છે તે સ્વરૂપથી શ્રુત થઈ નિયમથી કર્મ વડે બંધાય છે. પરંતુ જેને સ્વમાં જ સ્વાત્મબુદ્ધિ થઈ છે તે અંતરાત્મા પરથી મૃત થઈ કર્મથી મુકાય છે. બહિરાત્માને પરમાં સ્વાત્મબુદ્ધિની કેવી દઢતા થઈ છે તે દર્શાવવા જ્ઞાનીને ગ્રંથકારને વારંવાર એ જ કથન કરવું પડે છે. પરમાં નિજબુદ્ધિ કરવાથી તે અજ્ઞ ! તું સ્વરૂપથી શ્રુત થયેલો હતો, પૂર્વે બંધાયો હતો, વર્તમાનમાં બંધાયેલો છું અને ભવિષ્યમાં પણ બંધાયેલો રહીશ એ નિ:સંશય છે. જડ-ચેતન પરદ્રવ્યથી નિજમતિ કરી બંધાયો. પરક્ષેત્રને - ઘર આદિને મારા કરીને બંધાયો. કાળથી જીવનમરણને આધીન થઈ બંધાયો. ભાવથી વૈભાવિક પરિણામથી બંધાયો. બસ... બંધન, બંધન, બંધન.. ક્યારેક તેને ભાવ ઊઠે છે કે મારે છૂટવું છે. ત્યાં તો વૃદ્ધાવસ્થા આવી. અરે ! મરણ આવતાં સુધી તે સ્વરૂપથી શ્રુત થયેલો નિજભાવમાં આવતો નથી. તે વિચારતો નથી કે આ મીઠાં, મધુરાં, મનગમતાં સર્વે પ્રલોભનો મને ફળરૂપે તો દુઃખદાયી છે. પરંતુ પુનઃ પુનઃ એ પરમાં જ પોતાને સુખી માનવા લાગે છે. તેથી તેની ગર્ભથી માંડીને સ્મશાન સુધીની યાત્રા ચાલુ રહે છે. કોઈ વાર સદ્દગુરુના બોધશ્રવણથી વિચારે છે કે આ રાગદ્વેષ છોડવા છે, મારે શુદ્ધ સ્વરૂપમાં રહેવું છે. પરંતુ દીર્ઘકાળથી સેવેલી દેહાત્મબુદ્ધિ તેને પાછો ખેંચી જાય છે. આમ ને આમ વર્ષો અને જન્મો વીતી ગયાં, પણ સ્વથી શ્રુત થયેલો બહિરાત્મા નિજારમાં પ્રવેશ જ ન પામ્યો. તેથી નિઃસહાય તે કર્મો બાંધે છે. પરંતુ અંતરાત્મા પરથી ટ્યુત થઈને કર્મથી મુકાય છે. દેહમાં હોવા છતાં સમાધિશતક ૧૨૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ આત્મભાવમાં સ્થિર છે. આત્મજ્ઞાની પાસે એવી કઈ વિદ્યા છે ? તેમના સમ્યજ્ઞાન, શ્રદ્ધા અને સંયમ તેમને સ્વમાં જ ધારણ કરે છે. પરમાં સુખભાવ કરતા નથી. ભવાંતરે તેઓને સ્વર્ગાદિકના સુખની પ્રાપ્તિ થાય પરંતુ તેમાં તેમને પ્રિયતા નથી, તેથી તેમને તપાદિકથી શીત ચંદન જેવું સુખ ઊપજે છે, અગ્નિ જેમ વનનું દહન કરે છે તેમ તેઓ તપ વડે કર્મોનો નાશ કરે છે. તેઓનું શ્રદ્ધાબળ પણ અચળ છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળ અને ભાવથી ભિન્ન એવો અસંગ, અરૂપી, અજર, અમર અને પૂર્ણ આનંદસ્વરૂપ આત્મા છે તેવો બોધ પરિણમ્યો છે. અને દેહ પ્રત્યે તો સંયમ દ્વારા સ્વાધીનતા વર્તે છે. વાસનાઓ અને વિષયોનો વિભ્રમ વિરામ પામ્યો છે. કેવળ આત્મિક ગુણોમાં જ તેમની રમણતા છે. સદ્ગુરુબોધે અનાદિના જડ અને ચૈતન્ય વચ્ચે જે વિકલ્પોનું ઘર્ષણ હતું, તેનું મંથન કરીને શમાવ્યું છે. તેમને સ્વાનુભવથી વિષ અને અમૃત વચ્ચેનું મહાન અંતર સમજાઈ ગયું છે. એટલે હવે એક જ ઉદ્ગાર – મુક્તિ, મુક્તિ, મુક્તિ... જેમ જેમ આત્મજ્ઞાન વૃદ્ધિ પામે તેમ તેમ તેને હવે આ જંગતની મોહજનિત ઘટનાઓ આશ્ચર્ય પેદા કરતી નથી. ધન વધ્યું તો શું થયું ? પુત્રાદિ પરિવાર વધ્યો તો શું થયું ? હવે અજ્ઞાન પણ નથી કે આ સર્વ વધવાથી નરદેહ નિષ્ફળ જાય. તેમનું જ્ઞાન તેમને સદા પ્રકાશ આપતું રહે છે. પોતે ક્યાં સુખી છે અને ક્યાં દુઃખી છે તેની સ્પષ્ટ રેખા દોરાઈ ગઈ છે. શાસ્ત્રજ્ઞાનની સ્મૃતિ જેવા જ્ઞાનગુમાનના બોજાથી તે મુક્ત છે. તેમનું જ્ઞાન જીવનની સમસ્યાઓને સમાધાનમાં મૂકી દે છે. પવનના સ્પર્શરહિત દીવાની જ્યોતિની જેમ મન નિશ્ચલ છે. સરોવરનાં નીર જેમ પવનના સ્પર્શ વગર સ્થિર છે તેમ તેમનું ચિત્ત તરંગરહિત છે. સ્થિર જળમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે તેમ સ્થિર ઉપયોગમાં શુદ્ધાત્માના અનુભવમાં યોગીનો અંતરાત્મા રમણ કરે છે. ૧૩૦ આતમ ઝંખે છુટકારો Page #142 -------------------------------------------------------------------------- ________________ અહંકાર પરમેં ધરત, ન લહે નિજગુણ ગંધ, અહં જ્ઞાન નિજ ગુણ લગે, છૂટે પહિ સંબંધ. છંદ-૪૨ પરમાં હું-પણાનો અહંકાર નિજગુણને જાણવા દેતો નથી. આત્માભાવે ‘હું'ને રાખે તો નિજગુણ પ્રગટે, જેના વડે પરનો સંબંધ છૂટે છે. ગ્રંથકારની શૈલી પણ અદ્ભુત છે. મા નાના બાળકને પાણીને બદલે ‘ભૂ' પીવું છે તેમ પૂછે છે. બાળક ‘ભૂ' શબ્દથી સમજે છે. તેમ ગ્રંથકાર કહે છે. અરે ભાઈ ! તારે અહંકાર કરવો છે તો તું કર, પણ તે તારા આત્મા પ્રત્યે, તેના ગુણ પ્રત્યે કર કે, અહો ! ‘હું' આત્મા છું. જ્ઞાનાદિ નિજગુણનો ખજાનો છું. ચૈત્યસ્વરૂપે ભગવાન છું. ધ્રુવસત્તાવાળો ત્રિકાળ ટકનારો છું. સ્વભાવથી હું જ શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, સ્વયંજ્યોતિ અને અનંત સુખનું ધામ છું. હું પરનો નથી, પર મારા નથી. મારે તેમનું કંઈ પ્રયોજન નથી. હું તો સ્વઘરમાં રહેનારો, રમનારો એવો સ્વયંભૂ છું. મને કોઈ સ્પર્શ, રસ, વર્ણ, ગંધ છે નહિ. હું કેવળ જ્ઞાન-દર્શન-ગુણવાળો જ્ઞાતા-દ્રષ્ટા છું. આમ, જીવનું સ્વરૂપ અનુભવમાં આવે ત્યારે પરના મમત્વનો સંબંધ છૂટે. આમ, વારંવાર ભાવના કરીને અંતરાત્મા-જ્ઞાની નિજગુણમાં રહે છે. આત્માને ‘હું' માને છે, તેથી પરનો સંબંધ છોડીને મુક્ત થાય છે. કારણ કે અહંકારને કારણે અશુદ્ધ પરિણતિ પોષાય છે. અને અંતર્દોષ મટતા નથી. વળી અહંવૃત્તિમાં મમત્વ ભળે છે. એટલે જીવને માતા, પિતા, પુત્ર, ભાઈ વગેરેમાં પણ ‘મારા, મારા'ના ભાવ ઊઠે છે: તેથી તે નિજગુણનો અંશ પણ પામતો નથી. પરંતુ જ્ઞાન થતાં સર્વ પરના સંબંધો સમાપ્ત થાય છે. સ્વાત્મબુદ્ધિ થતાં દેહાત્મબુદ્ધિથી જીવ મુક્ત રહે છે. સમાધિશતક दृश्यमानमिदं मूढस्त्रिलिंगमवबुध्यते । મિત્વવવૃદ્ધત્તુ, નિષ્પન્ન શન્વનિતમ્ ॥૪૪॥ ૧૩૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ નિજ આત્મા ત્રણ લિંગમય માને જીવ વિમૂઢ; સ્વાત્મા વચનાતીત ને સ્વસિદ્ધ માને બુધ. ૪૪ અર્થ : દશ્યમાન એવાં સ્ત્રી-પુરુષ અને નપુંસક રૂપ ત્રણ લિંગવાળા દેહને મૂઢ, આત્મા ધારે છે. અવબોધ પામેલો અંતરાત્મા માને છે કે આત્મા ત્રિલિંગરૂપ નથી, આત્મા અનાદિથી સત્તાપણે સ્વસિદ્ધ, વચનાતીત છે. રંક એવો બહિરાત્મા ચર્મચક્ષુ દ્વારા જોવાતા દશ્યમાન જગતમાં ત્રણ લિંગના ભેદવાળા મનુષ્યાદિના દેહને જ આત્મા ધારે છે. તેથી તેમની સાથેનો વ્યવહાર પણ દેહજનિત રાગાદિ દોષવાળો હોય છે. પ્રિય-અપ્રિય, ઇષ્ટ-અનિષ્ટની બુદ્ધિવાળો હોવાથી તે નિરંતર વિકલ્પમાં મૂંઝાય છે. મૂઢ દષ્ટિવાળો આ દશ્યજગતના જડ પદાર્થોમાં જ રાચે છે. તેને સાચા માને છે. તેને અતીન્દ્રિયજ્ઞાનની શ્રદ્ધા નથી તેથી ઇન્દ્રિયજનિત વિકલ્પથી જગતને જુએ છે અને બંધાય છે. અંધકારરૂપી અજ્ઞાનમાં અને કર્મપ્રકૃતિથી ઘેરાયેલો તે જાણતો જ નથી કે આત્મસ્વરૂપ શું છે ? પ્રમાદી જીવ એ પણ જાણતો નથી કે દૃશ્યજગતને જોવામાં કેટલો કાળ ગુમાવ્યો ? કાળ ક્યારેક ઉપાડીને તારું દેશ્યજગત સમાપ્ત કરી દેશે. પરંતુ બોધસ્વરૂપ એવો અંતરાત્મા તો દશ્યજગતના લિંગભેદને જોતો નથી, એ તો પોતાના આત્માને જેવો જ્ઞાનસ્વરૂપ માને છે તેવું ચૈતન્ય તેમને સર્વત્ર જણાય છે. તેઓ અતીન્દ્રિય સુખને જાણે છે તેથી અહીં રોકાતા નથી. દુનિયાના દેશ્યમાં તે વ્યર્થ ફાંફાં મારતા નથી. પરંતુ અંતરાત્મામાં રહી પરમાત્મસ્વરૂપનાં દર્શન કરે છે. માનવજીવનમાં કરવા જેવું કોઈ ઉત્તમ કાર્ય હોય તો તે આ દર્શન” છે. અંતરાત્મા માને છે કે પોતે અનાદિસ્વભાવથી સિદ્ધસ્વરૂપ છે, સ્વાનુભવગમ્ય છે, જ્યાં વચનની ગતિ નથી કે મતિનો સંચાર નથી. દેહથી ભિન્ન કેવળ સ્વ-પરપ્રકાશક પરમ ચૈતન્યસ્વરૂપ આત્મા છું. તેથી તે તેમાં જ સ્થિરતા કરે છે. ઇન્દ્રિયોની ક્ષુદ્રતામાં તેઓ લલચાતા ૧૩૨ આતમ ઝંખે છુટકારો Page #144 -------------------------------------------------------------------------- ________________ નથી. કેવળ આત્મત્વ આરાધે છે. અર્થ ત્રિલિંગી પદ લહે, સો નહિ આતમ રૂપ; તી પદ કરી કયું પાઈએ, અનુભવ ગમ્ય સ્વરૂપ. છંદ-૪૩ દશ્યજગતના વિચિત્ર ભેદને જે જાણતો નથી તેને આ જગત દેહાકાર-પૌગલિક જણાય છે. કર્મપ્રકૃતિથી ગ્રહણ થયેલા લિંગને આત્મારૂપ માને છે. કે જે સ્ત્રી, પુરુષ, નપુંસક લિંગોરૂપ આત્મા છે નહિ. આત્મા જ દેહાદિ એકક્ષેત્રમાં રહ્યો છે છતાં પણ લક્ષણથી અત્યંત ભિન્ન છે. સ્ત્રી આદિ લિંગ એ દેહના ભેદ છે. તેવાં સ્થાનો જીવ અનેક વાર પામ્યો પરંતુ તેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી, માટે એવા ભેદમાં ભરમાયા વગર પ્રગટ અનુભવગમ્ય છે તેવા સ્વરૂપને જાણવું. આવા લિંગના ભેદરહિત આત્મસ્વરૂપ છે, તે પદની અભિલાષા રાખીને તે સ્વરૂપની પ્રાપ્તિ કરવી. આતમગુણ અનુભવતભી, દેહાદિક સે ભિન્ન; ભૂલે વિભ્રમ વાસના, સો ન ફિરે ખિન્ન. છંદ-૪૪ અંતરાત્મા નિર્જરરૂપ તપના અનુભવથી પોતાને દેહાદિકથી ભિન્ન માને છે. અનશન : આહારનો ત્યાગ સમયની મર્યાદા સહિત. ઉણોદરી : ભૂખ કરતાં ઓછું ખાવું. વૃત્તિસંક્ષેપ : ઓછા પદાર્થ ખાવા. રસત્યાગ : સ્વાદના જય માટે દૂધ, દહીં જેવા પદાર્થોનો ત્યાગ કરવો. આ ચાર બાહ્યતપ વડે સાધક આહારશુદ્ધિ દ્વારા કાયાને સંયમમાં રાખે છે. સંલિનતા કે કાયક્લેશ જેવા પ્રયોગથી દેહભાવથી પોતાને ભિન્ન અનુભવે છે. અત્યંતર તપ દ્વારા મનમાં પડેલી વાસનાઓ ક્ષય કરે છે, ધ્યાન અને કાયોત્સર્ગ દ્વારા આત્મવિશુદ્ધિને ધારણ કરે છે. વાસનારૂપી છિદ્રો પુરાઈ જવાથી સાધક પરમાર્થ માર્ગે વણથંભ્યો આગળ વધે છે. તેને વાસનાઓ ઉત્તેજિત કરતી નથી. તેથી તે તપાદિ ગુણનો આરાધક ક્યારેય પણ ખિન્ન થતો નથી. ' તપાદિ ધર્મનું ફળ રોકડું છે, આ જન્મમાં તપ કરે અને બીજા જન્મ ફળ મળે તે તો ભૌતિક ફળની વાત છે, પણ તપનો જે ૧33. સમાધિશતક Page #145 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ અનુભવ છે તે તો ઇચ્છાઓ અને વાસનાઓનું શાંત થવું છે. ઇચ્છાઓ તૃપ્ત થાય તે તપ છે. વળી, તપ દ્વારા થતી શુદ્ધિ એ કર્મનિર્જરાનું કારણ બને છે. તપ દ્વારા દેહથી ભિન્ન આત્માનો ગુણ અનુભવમાં આવે છે. जानन्नप्यात्मनस्तत्त्वं, विविक्तं भावयन्नपि । पूर्वविभ्रमसंस्काराद् भ्रन्ति भूयोऽपि गच्छति ॥४५॥ યપિ આત્મ જણાય ને ભિન્નપણે પૂર્વભ્રાન્તિ-સંસ્કારથી પુનરિપ વિભ્રમ થાય. વેદાય, ૪૫ અર્થ : અંતરાત્મા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જાણતો હોવા છતાં, પોતે દેહાદિથી ભિન્ન છે તેવી ભાવના કરવા છતાં પૂર્વસંસ્કારવશ પુનઃ ભ્રાંતિ પામે છે. પરમાત્મપણું પ્રગટ થતાં પહેલાં સાધકઅવસ્થામાં પરિણામની તરતમતા હોય છે. અંતરાત્મા પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જાણતો હોવા છતાં અને આત્માને દેહાદિથી ભિન્ન છે તેવી ભાવના કરતો હોવા છતાં મોહનીય કર્મના પૂર્વના સંસ્કારો ઉદયમાં આવે ઉપયોગ ચલિત થાય છે. અંતરાત્મપણાની ત્રણ અવસ્થાઓ છે ઃ જન્ય, મધ્યમ અને ઉત્તમ. જઘન્ય અંતરાત્મા ચોથા અને પાંચમા ગુણસ્થાનકે હોય છે. તે સાધકની અવસ્થામાં ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ થાય છે. તેનો કાળ અંતર્મુહૂર્તનો છે, તેથી મોહનીયની કષાયપ્રકૃતિનો ઉદય થાય તો જીવ ભ્રાંત થઈ પાછો મિથ્યાત્વ ગુણને સ્થાને આવે છે. ક્ષાયોપશમિક સમ્યક્ત્વનો કાળ લાંબો છે પણ તે સ્થાને પરિણામમાં મલિનતા છે. સમ્યક્ત્વ મોહનીયની પ્રકૃતિની સત્તામાં દર્શન સમકની પ્રકૃતિની અસર છે. તે સમ્યક્ત્વની હાજરી ઉદયમાં આવે ત્યારે તે અન્યરસમાં ભળી ક્ષય પામે છે, સત્તામાં હોય ત્યારે દબાય છે. આવાં ક્ષાયોપમિક સમ્યક્ત્વમાં મોહનીય પ્રકૃતિની અસર હોવાથી તે સાધક પૂર્વસંસ્કારનો ઉદય થતાં સમ્યકૃત્વથી પડે છે. ત્યારે ભ્રાંતિ થઈ વળી બહિરાત્મપણે વર્તે છે. ૧૩૪ આતમ ઝંખે છુટકારો Page #146 -------------------------------------------------------------------------- ________________ આવી દશા થાય ત્યારે સાધકે સાધુજનોના સંગમાં રહી. તેમના બોધ વડે પરવસ્તુની ભ્રાંતિને દૂર કરી પુનઃ આત્મસ્વરૂપની ભાવના કરવી. વળી, એક વાર આત્મસ્વરૂપની પ્રતીતિનો સંસ્કાર જીવને પુનઃ અંતરાત્મપણાની દશા તરફ વળે છે. માટે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થતાં સુધી સાવધાન રહેવું. अचेतनमिदंदृश्यमदृश्यं चेतनं ततः । क्वरुष्यामि क्व तुष्यामि, मध्यस्थोऽहं भवाम्यतः ॥४६॥ દશ્યમાન આ જડ બધાં, ચેતન છે નહિ દષ્ટ; રોષ કરું ક્યાં ? તોષ ક્યાં ? ધરું ભાવ મધ્યસ્થ. ૪૬ અર્થ: આ દશ્ય તે જડ છે અને અદશ્ય છે તે ચેતન છે. હવે હું કોના પર રોષ કરું અને કોના પર તોષ કરું ? માટે મારે મધ્યસ્થભાવે રહેવું યોગ્ય છે. અંતરાત્મા વિચારે છે કે આ ઇન્દ્રિય દ્વારા જે દશ્યમાન છે તે દેહ, મન, વાણી, પુત્રાદિ, ઘર, વસ્ત્ર, પાત્ર સર્વે પદાર્થો જડ છે. તેઓ સ્વયં સુખ કે દુઃખનો અનુભવ કરતાં નથી. તો પછી મારે શા માટે તેમના પર રાગ કે દ્વેષ કરીને સુખ કે દુઃખ માનવું ? તે પદાર્થોને કોઈના પ્રત્યે શત્રુ કે મિત્રનો ભાવ નથી. એ જડ પદાર્થો મારા હાથે તૂટે-ફૂટે તોપણ દુઃખી થતાં નથી. હું અલંકારોને સાચવીને કબાટમાં મૂકે તેથી તે કંઈ રાજી થતાં નથી. તો પછી મારે તેમના પ્રત્યે રાગ અને દ્વેષ શું કરવો ? વળી, આ વિશ્વમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશ અને કાળ અદશ્ય છે, અરૂપી છે. પરંતુ તે અજીવ છે. તેથી તેમનો સુખદુઃખાદિ નથી. આ દ્રવ્યો સિવાય બાકી રહ્યું તે અરૂપી દ્રવ્ય આત્મા છે. તે પણ ઇન્દ્રિય-અગોચર, અંદેશ્ય છે, તેને હું જોતો જ નથી તો પછી કોના પર રાગ કે દ્વેષ કરું ? વળી, સ્વસ્વરૂપી આત્મામાં ક્રોધાદિ છે નહિ, કર્મપ્રકૃતિને વશ એવા ભાવો ઊપજે છે તેથી કોઈ અન્ય પર પણ મારે શા માટે રોષ કે તોષ કરવો ? આમ વિચારી અંતરાત્મા મધ્યસ્થભાવને ધારણ કરે છે અને સમાધિશતક ૧૩૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ પોતાના આત્મસ્વરૂપમાં જ મગ્ન રહે છે. આ દેશ્યજગત જ્ઞાનશૂન્ય છે, તેના પર રોષ-તોષ કરવાથી શું લાભ છે ! ભલે મને હજી અતીન્દ્રિય જ્ઞાન નથી તેથી અરૂપી આત્માની અને અનુભૂતિ નથી. છતાં હું મધ્યસ્થ રહું જેથી મારા રાગદ્વેષ દૂર થાય. દેખે સો ચેતન નહિ, ચેતન નહિ દેખાય; રોષ તોષ કિનસું કરે, આપહિ આપ બુઝાય. છંદ-૪૫ અહો ! આ જગતની ઈન્દ્રજાળ કેવી છે ? જેને હું જોઈ રહ્યો છું તે ચેતન નથી, અને જે અદેશ્ય છે તે મને દેખાતું નથી, તો પછી મારે કોના પર રાગ કે દ્વેષ કરવો ? આવી વિચારણા કરવાથી જડ પદાર્થો પ્રત્યેનો આસક્તભાવ દૂર થાય છે ? આત્મજ્ઞાન થતાં પરવસ્તુની પ્રિય-અપ્રિયતા નષ્ટ થાય છે. ત્યારે મધ્યસ્થભાવે જીવ મુક્તિને પ્રાપ્ત કરે છે. જ્ઞાની પુરુષોએ દશ્યને અદેશ્ય કર્યું અને અદેશ્યને દેશ્ય કર્યું. અર્થાત્ શરીરાદિ કર્મરૂપી દશ્યનો આત્યંતિક ક્ષય કરી અદશ્ય એવી ચેતના અનાદિથી અજ્ઞાનવશ આવરાઈ હતી તેને પૂર્ણપણે પ્રગટ કરી. અંતરાત્મા આમ પોતાથી પોતે બોધ પામે છે. त्यागादाने बहिर्मूढः, करोत्यध्यात्ममात्मवित् । नान्तर्बहिरुपादानं, न त्यागो निष्ठितात्मनः ॥४७॥ મૂઢ બહિર્ ત્યાગે-ગ્રહે, જ્ઞાન અંતરમાંય; નિષ્ઠિતાત્મને ગ્રહણ કે ત્યાગ ન અંતર્બાહ્ય. ૪૭ અર્થ : મૂઢાત્મા બાહ્યપદાર્થોનો ત્યાગ અને ગ્રહણ કરે છે. પણ આત્મજ્ઞાની (અધ્યાત્મશક્તિ) તો અંતરંગમાં રહેલા રાગાદિનો ત્યાગ કરે છે અને આત્મગુણોને ગ્રહણ કરે છે. પરંતુ પરમાત્માને તો કંઈ ત્યાગ-ગ્રહણ છે નહિ. મૂઢાત્મા અજ્ઞાનવશ વિપર્યાસબુદ્ધિને કારણે ગ્રહણ-ત્યાગની યથાર્થતા સમજતો નથી તેથી વસ્તુના અભાવમાં દ્વેષ કરે છે, અને તે જ વસ્તુના સદ્ભાવમાં રાગ કરે છે. વળી, જે વસ્તુનો ત્યાગ કરે છે તેમાં કંઈ પ્રતિકૂળ થતાં તે જ વસ્તુનો દ્વેષ કરે છે. આમ, રાગદ્વેષના ચકરાવે ચઢેલો તે જ્ઞાનીજનોએ કહેલા ગ્રહણ-ત્યાગનો મર્મ સમજી ૧૩૬ આતમ ઝંખે છુટકારો Page #148 -------------------------------------------------------------------------- ________________ શકતો નથી. તીર્થકરાદિએ તત્ત્વોનો પરિચય આપતાં કહ્યું છે કે જીવને અજીવ, પુણ્ય, પાપ, આશ્ચર્ય અને બંધ હેય છે; ત્યાગ કરવા યોગ્ય છે. અને જીવ સંવર, નિર્જરા અને મોક્ષ ઉપાદેય છે; ગ્રહણ કરવા યોગ્ય છે. અંતરાત્મા આ પ્રમાણે અધ્યાત્મના ન્યાયે ગ્રહણ-ત્યાગ કરે છે. તેથી રાગાદિથી મુક્ત થાય છે. અને પરમાત્મા તો ગ્રહણ-ત્યાગનાં કાર્યોથી મુક્ત છે. બહિરાત્માને દશ્યજગતની વિશેષતા હોવાથી તે કથંચિત ધર્મમાર્ગમાં આવે તો પણ તે બાહ્યક્રિયામાં જ ધર્મ માની બાહ્યત્યાગ વગેરે કરીને સંતોષ માને છે. અને અંતરંગ ધર્મ કે જે સમ્યગદર્શનાદિને ગ્રહણ કરતો નથી, પુણ્ય એ એક સાધન છે તેને સાધ્ય માની ત્યાં અટકે છે. તેને માટે મોક્ષ પરોક્ષ છે. અને બાહ્ય ક્રિયામાં થતાં પુણ્યયોગ પ્રત્યક્ષ છે. અંતરાત્માની બાહ્ય ક્રિયા પણ અંતરંગના લક્ષ્યવાળી હોવાથી તે આશ્રવનાં કારણોનો ત્યાગ કરે છે. અને પોતાની પાત્રતા કેળવવા બાહ્યાડંબર છોડીને આત્મશુદ્ધિ પ્રત્યે વિશેષ ધ્યાન આપે છે. એટલે આશ્રવનાં જે કારણો છે તે ઇન્દ્રિયવિષયો, અનાદિ યોગનો સંયમ કરે છે. કષાયોની અત્યંત મંદતા હોય છે. વ્રતાદિમાં જાગ્રત રહીને આરાધન કરે છે તેથી આશ્રવ અંતરાત્મા માટે પ્રત્યાહાર બને છે. ત્યાગ પ્રહણ બાહિર કરે; મૂઢ કુશલ અતિ રંગ; બાહિર અંતર સિદ્ધકું, નહિ ત્યાગ ઓ સંગ. છંદ-૪૬ મૂઢાત્મા ઘણા પ્રકારે બહારમાં ત્યાગ-ગ્રહણને ધર્મ માને છે. અંતરાત્મા જ્ઞાનાવરણીયાદિ કર્મપ્રકૃતિનો ત્યાગ કરવા તરફ પુરુષાર્થ કરે છે, જેથી આત્માના આઠ ગુણોને ગ્રહણ કરે છે. અર્થાત્ અંતરાત્મા સ્વદ્રવ્ય, ગુણ અને પર્યાયને ગ્રહણ કરે છે. પરને ગ્રહણ કરતા નથી. પરમાત્મા તો ત્યાગ-ગ્રહણ-મુક્ત જ છે. युजीत मनसाऽऽत्मानं, वासायाभ्यां वियोजयेत् । . मनसा व्यवहारं तुं, त्यजेदाक्काययोजितम् ॥४८॥ ૧3o સમાધિશતક o Page #149 -------------------------------------------------------------------------- ________________ જોડે મન સહ આત્મને, વચ-તનથી કરી મુક્ત; વચ-તનકૃત વ્યવહારને છોડે મનથી સુજ્ઞ. ૪૮ અર્થ : મનને આત્મજ્ઞાન સાથે જોડવું. ત્યાર પછી જ્ઞાન વડે વાણી અને કાયાથી પણ આત્માને જુદો કરવો. પછી મન દ્વારા વચન તથા કાયાના વ્યવહારનો પણ ત્યાગ કરવો. જ્ઞાને બાંધ્યું મન રહે – જેમ જળ કુંભમાં ભરવાથી તેનું વહેણ અટકે છે તેમ મનનું સંકલ્પવિકલ્પનું વહેણ આત્મજ્ઞાન વડે રોકાય છે. આ મન તો ભલભલા મુનિઓને પણ છેતરી ગયું છે. મર્કટ જેવું ચંચળ, હાથી જેવું મદોન્મત્ત, અશ્વ જેવું વેગીલું, પવનવેગે દોડતા મનને જ્ઞાનીઓએ જ્ઞાન વડે બાંધ્યું છે. જ્ઞાન કરીને યોજેલું મન જ્યારે શાંત થાય છે ત્યારે તે દેહભાવથી અને વાણીના વ્યાપારથી પણ મુક્ત થાય છે. મન નિરંતર દેહના સુખદુઃખમાં જ આસક્ત રહે છે. દેહભાવથી મુક્ત થવા મનને આત્મભાવમાં જોડવું. જેમ માથામાં દર્દ થતું હોય પણ જો તે વખતે મનને પ્રિય વિષય મળી જાય તો મન તે વિષયમાં રોકાઈ જાય છે ત્યારે માથાનું દર્દ હોવા છતાં મનને તે વખતે સુખ ઊપજે છે. તેમ મનને આત્મજ્ઞાનમાં જોડવાથી અન્ય વિષયથી મુક્ત થાય છે. ત્યાર પછી મૌન દ્વારા વાણીનો વ્યાપાર બંધ કરવો. જો મન, કાયા અને વાણી સાથે ભળતું નથી તો વિષયો નિરસ બને છે, ત્યાર પછી જે મનાદિ યોગની પ્રવૃત્તિ કરવી પડે છે તેમાં આત્મા ભળતો નથી. જે મન બાહ્યવિષયોમાં અનુરક્ત થઈ ઈનિષ્ટ ભાવ કરતું હતું તે આત્મભાવમાં સમાઈ જવાથી સ્વયં જ્ઞાનસ્વરૂપે અભેદ થાય છે. મન અમન થઈ અંતરાત્મારૂપે રહે છે. આતમજ્ઞાને મન ધરે, વચન કાય રતિ છોડિ; તો પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવકી જોડી. છંદ-૪૭ આત્મજ્ઞાન વડે વચન અને કાયાની પ્રગતિને છોડીને મન સ્થિર થાય છે, ત્યારે શુદ્ધભાવ પ્રગટે છે. તે શુદ્ધભાવ વડે આત્મગુણનો અનુભવ થાય છે. આતમ ઝંખે છુટકારો ૧૩૮ Page #150 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયોની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ આત્મસત્તા દ્વારા ફુરણા પામે છે. સવિશેષ મનના વિકલ્પ દ્વારા ઇન્દ્રિયોને પ્રેરણા મળે છે. એ મન જ જો આત્મજ્ઞાનમાં જોડાય તો ઈન્દ્રિયો, કાયા કે વચનનું બળ હણાઈ જાય છે. એથી જો મન આત્માને વશ વર્તે તો કાયા અને વચનના વ્યાપારની નિવૃત્તિ થાય છે, કારણ કે મનાદિ યોગોની પ્રવૃત્તિ પૂર્વસંસ્કારને વશ થાય છે. તે સર્વે પૌગલિક છે. તેમાં કર્તાભાવનો વિકલ્પ મનમાં ઊઠે છે. તે મન જો આત્મભાવમાં સ્થિર થાય તો “હું કરું હું કરું'નો ભાવ શાંત થાય છે અને શુદ્ધ ભાવના પ્રગટ થાય છે. મન એ એવું વહેણ છે કે પાણીની જેમ જરા પણ ઢાળ મળે ઊતરી જાય. તે જીવની સરળતાને વૃત્તિનો વેગ આપી વિકૃત કરે છે. પાણીના પરપોટા જેવું, ક્ષણિકતામાં રહેનારા મનને શુદ્ધ આત્મજ્ઞાનમાં, ધ્રુવ અને અચલ એવા દ્રવ્યમાં લઈ જવું દુર્લભ છે. છતાં યોગીઓ તેને જ્ઞાન વડે બાંધી શક્યા છે. મન જ્ઞાન સાથે જોડાય ત્યારે ઇન્દ્રિયો, દેહ અને વચન પાંગળાં બની જાય છે. તેમના વ્યાપાર નિરસ બને છે. તેથી તેમની પ્રવૃત્તિ પણ શાંત થાય છે. ત્યારે જે આત્મામાં અનંતશક્તિ સત્તામાં રહી હતી તે પ્રગટ થાય છે. દેહભાવની દીવાલો ત્યારે તૂટે છે, અને આત્મા પૂર્ણ શાંતિ અનુભવે છે. जगदेहात्मदृष्टिनां, विश्वास्यं रम्यमेव वा। स्वात्मन्येवात्मदृष्टिनां क्व विश्वासः क्व वा रतिः ॥४९॥ દેહાતમધી જગતમાં કરે રતિ વિશ્વાસ, નિજમાં આતમદષ્ટિને ક્યમ રતિ ? ક્યમ વિશ્વાસ ? ૪૯ અર્થ: દેહાત્મદષ્ટિવાળાને જગતમાં વિશ્વાસ કરવા જેવું લાગે છે અને તેમાં રમણીયતા ભાસે છે. પરંતુ જેને સ્વાત્મબુદ્ધિ છે તેવા દૃષ્ટિવંતને આ જગત વિશ્વાસ કરવા જેવું કે પ્રીતિ કરવા જેવું ક્યાંથી લાગે ? બહિરાત્માને આ જગતનાં મોહિનીમય દશ્યોમાં અને પદાર્થોમાં સમાધિશતક www ૧૩૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસ કરવા જેવું લાગે છે. તેમાં તેને રમણીયતા જણાય છે. સપ્તધાતુના બનેલા દેહનો એક ટુકડો કાપીને હાથમાં લેતાં જુગુપ્સા થાય છે. છતાં, તે દેહમાં રમણીયતા લાગે છે. જે દેહનાં અંગોમાં નિરંતર અશુદ્ધિ વહે છે, સુંદર વસ્તુને જે વિકૃત કરે છે તેમાં તેને રમણીયતા લાગે છે. પચાસ વર્ષની ઉંમર થતાં સુધીમાં દેહને હજારો બાલ્ટી ભરીને નવરાવ્યો, સેંકડો સુગંધી સાબુ વાપર્યા. અત્તર-પૂમડાં મૂક્યાં પણ અહો ! દેહનું યંત્ર તો એ સર્વને મલિન કરીને પોતે જેવું હતું તેવું જ રહે છે. છતાં, જીવ તેમાં રમણીયતા જુએ છે. પરિવર્તનશીલ જગતમાં પદાર્થને નાશ પામતાં જુએ છે. યુવાની વૃદ્ધત્વમાં અને વૃદ્ધત્વ મરણમાં પરિવર્તન પામે છે. છતાં, જીવ તે સર્વમાં કેવો વિશ્વાસ રાખે છે ? અને નિર્ભયતા અને નિશ્ચિતતા અનુભવે છે. કે દેહ તો નિત્ય રહેવાવાળો છે. આવા વ્યર્થ વિશ્વાસથી જીવ સ્વયં હણાય છે. પરંતુ જ્ઞાનસ્વરૂપ આત્મા તો પ્રજ્ઞા વડે દેહભાવથી મુક્ત છે. તેને આ જગતના પદાર્થોમાં સુખબુદ્ધિનો વિશ્વાસ પેદા થતો નથી. જ્ઞાને કરીને જગતનું વાસ્તવિક સ્વરૂપ સમજાયા પછી જ્ઞાની જગતમાં નિરંતર પલટાતા પદાર્થોમાં કેવી રીતે વિશ્વાસ કરે ? કેવી રીતે પ્રીતિ કરે ? જગતનું એક પરમાણુમાત્રનું ગ્રહણ કરવું તે દુઃખદાયક છે તો પછી આખા લોકની મોહિનીમાં તેમને કેવું દુઃખ ભાસે ? આથી જ્ઞાની જગતના પદાર્થોમાં સ્વાત્મબુદ્ધિ કરતા નથી. आत्मज्ञानात्परं कार्यं न बुद्धौ धारयेचिरम् । - कुर्यादर्थवशात्किंचिद्वाक्कायाभ्यामतत्परः ॥५०॥ આત્મજ્ઞાન વણ કાર્ય કંઈ મનમાં ચિર નહિ હોય; કારણ વશ કંઈ પણ કરે ત્યાં બુધ તત્પર નોય. ૫૦ અર્થ : અંતરાત્મા પરભાવ કે પરકાર્યને દીર્ઘકાળ સુધી મનમાં ધારણ કરે નહિ. છતાં પ્રયોજનવશાત્ કંઈ કરવું પડે તો તે અનાસક્તભાવે કરે. ૧૪o આતમ ઝંખે છુટકારો Page #152 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની અને અજ્ઞાની બંનેના યોગ અને ઉપયોગની વર્તનામાં ઘણું અંતર છે. આત્માજ્ઞાનીને ગૃહસ્થદશામાં પરકાર્ય કરવાં પડે તો પણ તેને લાંબા કાળ સુધી ધારણ કરે નહિ. પરભાવ કે પરકાર્યનું ચિંતન એ આર્તધ્યાન છે. સામાન્ય રીતે ચિત્તની અવસ્થા આમ તો ક્ષણે ક્ષણે પલટાતી હોય છે. પરંતુ કોઈ ભોગાદિ કાર્યમાં ચિત્તને અંતર્મુહૂર્તથી વધુ આત્મજ્ઞાની રાખે નહિ. જ્ઞાનીનું ચિત્ત પ્રાયે આત્મજ્ઞાન પ્રત્યે દોરાયેલું રહે છે. જ્ઞાની જાણે છે કે પરકાર્ય કરવું તે આત્મહિત માટે નથી. તેના વિકલ્પો બંધનનું કારણ છે. તેથી પરોપકાર જેવાં કાર્યો પણ અહબુદ્ધિથી કર્તાભાવે જ્ઞાની કરે નહિ. પ્રયોજનવશાત્ કરવાં પડે તો પણ તેમાં અનાસક્તભાવે રહી કરે. આત્મા અનંત ગુણ અને શક્તિવાળો છે. અરે ! સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો ઘણો લાંબો કાળ આત્મચિંતનમાં ગાળે છે, તેમની પાસે આત્મવૈભવ જ એવો છે કે તેઓ ચિંતન કરે છે. આત્મજ્ઞાનીને જ્ઞાનસ્વરૂપ અનુભૂત થયું છે તેથી ચારિત્રના ઉદયથી વ્યવહારમાં વર્તે તો અનાસક્તભાવે પ્રવૃત્તિ કરે. સવિશેષ આત્મભાવમાં ટકી શકાય તેવા પ્રયોજનને તે સેવે છે. પ્રમાદને દૂર કરી અંતર્મુખતા કરે છે. તેમને દેહાદિ સાધન પણ પરમાર્થને માટે છે. જોકે આ સ્થિતિ ગુણસ્થાનક પ્રમાણે હોય છે. यत्पश्यामीन्द्रियैस्तन्मे, नास्ति यत्रियतेन्द्रियः। अन्तःपश्याभि सानन्दं, तदस्तु ज्योतिरुत्तमम् ॥५१॥ ઈજિદશ્ય તે મુજ નહિ, ઈન્દ્રિય કરી નિરુદ્ધ, અંતર્ જોતાં સૌખ્યમય શ્રેષ્ઠ જ્યોતિ મુજ રૂપ. ૫૧ અર્થ : ઇન્દ્રિયો દ્વારા જે જોઉં છું તે હું નથી અને અન્ય પદાર્થ પણ મારા નથી. મનનો નિરોધ કરીને અંતરમાં જોઉં છું તો આનંદમય મારું સ્વરૂપ જણાય છે. ઇન્દ્રિયો દ્વારા જે બાહ્યપદાર્થો જોઉં છું તે મારા નથી અને આ દેહને જોઉં છું તે હું નથી. બાહ્યઇન્દ્રિયો અને મનનો નિરોધ સમાધિશતક ૧૪૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ કરી જ્યારે અંતરમાં જોઉં છું ત્યારે મને મારું આનંદમય, જ્યોતિમય સ્વરૂપ અનુભવમાં આવે છે. આવું પરમ નિધાન મારા અંતરમાં પડ્યું છે અને હું તેને બહાર શોધું છું તો તે પ્રાપ્ત થવાનું નથી. અંતર્દષ્ટિ કરીને જીવ નિહાળે તો તેને શુદ્ધાત્માનું સ્વરૂપ અનુભૂત થાય. અંતર્ગલુ વગર અદશ્ય એવું આત્મસ્વરૂપ જણાય નહિ. જોકે અંતર્થક્ષુને ખોલવા પણ પરમાત્માની ભક્તિ અને સદ્ગુરુનો અનુગ્રહ ઉપકારી છે. જ્યોતિ વિના જેમ દીવાની જ્યોત પ્રગટ થતી નથી તેમ જ્ઞાનીની નિશ્રા વગર જીવને આત્મજ્ઞાનની ફુરણા થતી નથી. અંતરાત્માને ઇન્દ્રિયોના ભોગો ઈષ્ટ લાગતા નથી. આત્માનંદમાં જેઓ મગ્ન છે, તેમને આ ઇન્દ્રિયોના ભોગો આક્રાંત કરતા નથી પરંતુ ઇન્દ્રિયોનો સંયમ તેમને સુખકર લાગે છે. જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો દ્વારા જોઉં છું, સાંભળું છું, સૂવું છું કે સ્પર્શ છું તેમાં મને મારાપણાનો ભ્રમ થાય છે પણ તે હું નથી. અને જે જોઉં છું તે કોઈ પદાર્થો પણ મારા નથી. આવો બોધ થયા પછી જ્યારે સાધક બહારથી જોવાનું છોડીને અંતરમાં ડૂબકી મારે છે ત્યારે તેને આનંદપૂર્ણ પોતાનું જ સ્વરૂપ અનુભવમાં આવે છે. सुखमारब्धयोगस्य, बहिर्दुःखमथात्मनि । बहिरेवासुखं सौख्यमध्यात्म भावितात्मनः ॥५२॥ પ્રારંભે સુખ બાહ્યમાં દુઃખ ભાસે નિજમાંય; ભાવિતાત્માને દુઃખ બહિ, સુખ નિજ આતમમાંય. પર અર્થ : મનાદિયોગના આરંભીને બાહ્યમાં સુખ લાગે છે આત્મામાં દુઃખ લાગે છે. ભવ્યાત્માને બાહ્યમાં દુઃખ અને આત્મામાં સુખ લાગે છે. યોગારંભી એટલે મન, વચન અને કાયાના યોગને સાંસારિક પ્રયોજનમાં યોજનાર, આરંભ અને પરિગ્રહયુક્ત જીવનની પ્રવૃત્તિ. ૧૪૨ આતમ ઝંખે છુટકારો Page #154 -------------------------------------------------------------------------- ________________ તેમાં શુભાશુભ પરિણામ અને રાગાદિ ભાવની મુખ્યતા હોય છે, તેથી આરંભી જીવ કર્મથી બંધાય છે. મનાદિ યોગ છે અને આત્મપરિણામ તે ઉપયોગ છે. અજ્ઞાનવશ ઉપયોગ મનાદિયોગમાં પ્રવૃત્ત થઈ ચંચળતા પામે છે તેથી જીવને કર્મવર્ગણાનો સંબંધ થાય છે, એમ અનાદિકાળથી જીવ કર્મથી બંધાયેલો છે. યોગારંભી ઇન્દ્રિયસુખનો લાલચુ છે. તેથી તેને બાહ્ય પ્રકારો અને પ્રસંગમાં સુખ લાગે છે. કોઈ સંતના યોગે અંતરમાં દૃષ્ટિ કરવાનું મળે તો પ્રારંભમાં દુઃખ લાગે પરંતુ પરિણામે સુખદાયી આત્મહિતનો બોધ હોવાથી તે અંતરમાં સુખ શોધે છે. પરંતુ સિદ્ધયોગી અર્થાત જેણે યોગને વશ કર્યા છે, અંતર પરિણામને આત્મભાવમાં જ જે યોજે છે તેને અંતરમાં સુખ, દુ:ખ એવો ભેદ નથી. તે સદાય આત્મસ્વરૂપના સુખમાં જ રમણ કરે છે. જ્ઞાની પુરુષ કહે છે કે ભાઈ, આત્મસ્વરૂપમાં કે જ્યાં અનંત સુખ છે, કથંચિત ત્યાં સંયમના નામમાત્ર દુઃખની કલ્પના છે. તેમાં તું અભાવ કરે છે. અને દેહાદિના સુખ કે જે અનંત દુ:ખમય છે તેમાં કેવી પ્રીતિ કરીને અટક્યો છે ? હવે આ જનમમાં તને ઉત્તમ યોગ મળ્યા છે, તો સાવધાન થઈને ઉત્તમ એવા યોગને સિદ્ધ કરજે. યોગારંભીક અસુખ અંતર, બાહિર સુખ, સિદ્ધ યોગકું સુખહૈ અંતર, બાહિર દુઃખ. છંદ-૪૮ જે સાધક આત્માના લક્ષ્ય મન, વચન અને કાયાના યોગને ધર્મ-અનુષ્ઠાનના શુભાશુભમાં જોડે છે ત્યારે તેમને એક પ્રકારનું બાહ્ય અનુકૂળતાનું અને શુભયોગનું સુખ લાગે છે. પરંતુ જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી વાસ્તવમાં તેઓને અંતરનું સુખ નથી. પરંતુ જેણે યોગને આત્મશુદ્ધિના અનુભવનું અદ્ભુત સુખ હોય છે. બહારમાં કદાચિત્ ઉપસર્ગાદિક કે અશાતાનું દુઃખ હોય પણ તેઓને તે દુઃખ દુઃખરૂપ જણાતું નથી. યોગીને જેમ જેમ આત્મજ્ઞાનની દશા વિકસતી જાય છે તેમ તેમ તેઓને બાહ્ય સુખદુઃખાદિનો ભેદ રહેતો નથી. જ્યાં સુધી સમાધિશતક ૧૪૩ Page #155 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાનને અવરોધ છે ત્યાં સુધી જ આ બાહ્ય કે અંતર સુખ-દુઃખાદિનો ભેદ છે. આત્મસ્વરૂપ તો સિદ્ધયોગીને સ્વયંસિદ્ધ છે. મન, વચન, કાયાના યોગીની પ્રવૃત્તિ છતાં યોગી તે પ્રવૃત્તિમાં ઉદાસીન છે. એ યોગમાં પરવશતા નથી તેથી તે સિદ્ધયોગ છે. ત્યાં તો કેવળ આંતરિક સુખ છે. तद्ब्रुयात्तत्परान्पृच्छेत्तदिच्छेत्तत्परो भवेत् । येनाऽविद्यामयं रूपं त्यक्त्वा विद्यामयं व्रजेत् ॥ ५३॥ તત્પર થઈ તે ઈચ્છવું, કથન-પૃચ્છના એ જ; જેથી અવિદ્યા નષ્ટ થઈ, પ્રગટે વિદ્યા તેજ. ૫૩ અર્થ : તે જ બોલવું, તે જ પૂછવું, તેની જ ઇચ્છા કરો. તે સિવાય મિથ્યા છે, અવિઘા છે તેનો ત્યાગ કરવો, અને જ્ઞાનમય સ્વરૂપ પ્રગટ કરવું. તે જ આત્મસ્વરૂપને કહેવું, તેને વિશે જ પૂછવું, તેનું જ ધ્યાન કરવું તો જ આ અબોધતા ટળશે અને જ્ઞાનસ્વરૂપ આત્મનો પરમાનંદ પ્રગટ થશે. હે તરવાના કામી ઉત્તમ ભવ્યાત્માઓ ! તમે આ જગતના પ્રપંચની કથા, અને પૃચ્છાનો ત્યાગ કરો, અને આત્માને જ સાંભળો. તેનું જ કથન કરો. તેનું જ મનન કરો. તેનું જ નિદિધ્યાસન કરો, તો આ સર્વ અબોધતારૂપી જડતા નષ્ટ થશે અને બોધસ્વરૂપ આનંદમય આત્મા પ્રગટ થશે. કાયારૂપી પિંજરામાં પુરાયેલો આ આત્મા ગગનવિહારી મુક્ત પંખી જેવો છે, તેને ઇન્દ્રિયોનું દાસત્વ કેમ હોય ? તે તો આ કાયારૂપી પિંજરથી જુદો છે, સ્વાધીન છે. ૧૪૪ - જગતમાં અજ્ઞલોકો શરીરના સુખે સુખ માને છે તેથી દિવસ-રાત તેનું જ કથન કરે છે. તે જો શાતારૂપ હોય તો શું ખાવું અને શું પીવું તેની જ કથા કરે છે. અશાતા થઈ હોય તો શરીરના દુઃખને ગાયા કરે છે. દર્દ શમી જાય તો તેની સ્મૃતિ કરીને પણ શરીરની કથા કહ્યા કરે છે કે બે દિવસ પહેલાં માથું કે પેટ દુ:ખતાં હતાં. આમ નિરંતર શરીર સાથે બંધાયેલો તે તેની શાતા-અશાતા સાથે એકમેક રહી તેની કથા કર્યા કરે છે. આતમ ઝંખે છુટકારો Page #156 -------------------------------------------------------------------------- ________________ વળી, તેને જો કંઈ પૂછવું હોય તો તે પોતાના કે અન્યના શરીરના સુખાદિની જ વાત પૂછશે. જ્યાં ધન કેમ મળે કે વૃદ્ધિ પામે તેની લાંબી હકીકત પૂછશે. કલાકો સુધી તેની કથા-વાર્તા કે પૃચ્છા કરવામાં તેને થાક લાગતો નથી. ક્યાં તો ઘર કે નગરની ચર્ચા કરશે. આખા ગામની પંચાત કરશે. જે જાણવું વ્યર્થ છે તેવું કેટલુંયે પૂછશે. સ્ત્રી, પુત્ર, મિત્ર પરિવારની કથા કરશે. જો રાગ હશે તો ગુણ ગાશે. દ્વેષ હશે તો દોષનું કથન કરશે. કોઈ જીવો તો એવા વાચાળ હોય છે કે તમે પૂછો કે ન પૂછો તેમની કેસેટ - કથા ચાલુ થઈ જાય છે. અરે ! અન્યને કંઈ બોલવાની તક પણ આપતા નથી એટલું બોલ્યા જ કરે છે. ક્યાંક કોઈની હાંસી કરવામાં વચનનો વ્યાપ કરે છે. વળી, ક્યારેક તો પોતે જ ક્રોધાવેશમાં શું બોલે છે તેનું તેને ભાન હોતું નથી. કાં તો અન્યના આવેશને ઉત્તેજિત કરે તેવું બોલે છે. કોઈ વાર અભિમાનથી બોલે છે અગર અન્યના અહંને ઉત્તેજિત કરે છે. કાં તો માયા-કપટયુક્ત બોલે છે અથવા પોતાના લોભ જેવા દોષોને ઢાંકીને બોલે છે. અને તેના પ્રશ્ન તો કેવા હોય છે કે જેમાં સ્વપર કોઈ લાભ નથી. સંસારનાં કાર્યોમાં અહિત થાય ત્યારે તેને કંઈ પ્રશ્ન જાગતો નથી, પરંતુ જીવનમાં પરિવર્તન આવે તેવા ધર્મકાર્યમાં તેને અનેક પ્રશ્નો ઊઠે છે કે શા માટે રાત્રિભોજનનો ત્યાગ કરવો ? હવે તો વીજળી દીવામાં ઘણું અજવાળું હોય છે. મહાવીર ભગવાનના વખતમાં આવા દીવા નહિ હોય તેથી અંધારાના લીધે એવો નિયમ આપ્યો હશે. જૂના કાળમાં બટાટા જેવા વનસ્પતિના પદાર્થો જ નહોતા એટલે શાસ્ત્રમાં એવું વિધાન કેવી રીતે હોય કે બટાટા ખાવામાં દોષ છે. મંદિરો બાંધવાને બદલે માનવરૂપી ભગવાનનાં જ ઘરો વસાવો. તેમની સેવા કરો. ભાઈ ! તારે એ સમજીને કંઈ પરિવર્તન કરવાનું હોય તો સમાધિશતક ૧૪૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ જરૂર પૂછજે, તો તને સમાધાન મળશે. તે સિવાય તારો કે અન્યનો સમય વ્યર્થ ના ગુમાવીશ. માટે જેનાથી તારા આત્માને લાભ છે તેવું બોલજે. તેવા પ્રશ્નો પૂછજે, અને તેને જ ધારણ કરજે, તો તારી દીર્ધકાળની અબોધતા ટળશે અને તું સ્વયં ચિદાનંદસ્વરૂપને પ્રાપ્ત કરીશ. પરની પંચાત છોડ, પરની દીનતા છોડ. આ આત્મ સમાન કંઈ બોલવા કે પૂછવા જેવું જગતમાં કોઈ તત્ત્વ છે જ નહિ. આ જીવન પૂરું થાય તે પહેલાં આત્માને જાગ્રત કરી લે. ધારણ કરી લે. તો તું સ્વ-સ્વરૂપે પ્રગટ થઈ પરમાનંદને પામીશ. અનાદિકાળથી જીવસ્વરૂપની ભ્રાંતિને કારણે જીવ આવાં મહામૂલા માનવદેહમાં રહેલી અદ્ભુત વિચારસહિત મળેલી વાચાને વ્યર્થ વેડફે છે. “હું ને મારું'નું રટણ કે કથન કરવામાં આયુષ્ય વ્યતીત કરે છે. અને તેને ભૌતિક જગતના દેહાદિના વર્ણન કરવાના વિષયો પણ કેટલા મળે છે ? પદાર્થવિજ્ઞાનના વિકાસમાં તેણે કોઈ ધાડ મારી નથી કે કોઈ શોધ કરી નથી પણ આખો દિવસ તેની કથા કરવામાં થાકતો નથી. ધર્મક્ષેત્રે આવ્યો તો શાસ્ત્રની સ્મૃતિ દ્વારા કેવળ વાચાળતાને પ્રગટ કરશે તે આત્મતત્ત્વ વિશેના અનુભવનું કથન શું કરે ? જો કોઈ પ્રશ્ન ઊઠશે તો તે પણ પારકી પંચાતમાં પડવા જેવો હશે. કોણ ક્યાં છે અને શું કરે છે ? જેની સાથે કોઈ મેળ નથી - તેને વિશે જાણવાની ઉત્કંઠા સેવે છે. વળી, તેની ઈચ્છાઓનો તો પાર નથી. જિંદગી તો અલ્પ છે. આયુષ્ય અનિયત છે. પણ ઇચ્છાઓ તો અપાર છે. ત્યાં તેને માત્ર આત્મા પામવાની ઇચ્છા ક્યાંથી ઊઠે ? પરંતુ જ્ઞાની કહે છે ભાઈ, એ સર્વ મિથ્યા છે, નષ્ટ થવાવાળું છે, તેની કાથાવાર્તા કરવી તે અજ્ઞાન છે, તેની ઇચ્છાઓ કરવી તે મિથ્યાત્વ છે. તેમાં આસક્ત રહેવું તે અબોધતા છે. તે જડ પદાર્થોને સેવવા તે જડતા છે. પરંતુ તે આત્માને જ ધ્યાવે તો તે સર્વ ૧૪૬ આતમ ઝખે છુટકારો Page #158 -------------------------------------------------------------------------- ________________ અવિદ્યાનો નાશ થઈ, તું સ્વયં આનંદસ્વરૂપે પ્રગટ થાય છે. સો કહીએ સો પૂછીએ, તામે ધરિયે રંગ; યા તે મટે અબોધતા બોધ રૂપ હૈચંગ. છંદ-૪૯ પ્રથમ તું થોડા દિવસ અભ્યાસ કર કે મારે કથન કરવું તો આત્મા વિશે કરવું. કદાચ મને સાંસારિક જીવો મળે ત્યારે બોલવાનો પ્રસંગ આવે ત્યારે હું આત્મા વિશે બોલીશ અથવા મૌન રહીશ, અગર ક્રમે કરીને તેમનો સંગ છોડીશ. હવે આ જન્મમાં મારે આત્માની જ કથા કરી આત્મત્વની પ્રાપ્તિ કરવી છે. આવા દેઢ સંકલ્પબળ સિવાય વિસ્મરણ થયેલો આત્મા કેમ પ્રાપ્ત થશે ? રોમે રોમે એનું જ રટણ, “સોહં “સોહં થશે ત્યારે વાણી લય પામશે. અને અંતરકલ્પમાં પણ એ એક જ ભાવ સ્થિર થશે - હું શુદ્ધાત્મા છું. ખાતાં-પીતાં, જાગતાં-ઊંઘતાં, દિવસે-રાત્રે, એક જ કથા, આત્મા-આત્મા-આત્મા છું. અજ્ઞાન ટળવાનો આ ઉપાય છે. સમજણની નીપજ છે. જ્ઞાનીઓ બોધ પામીને જ સમર્થ થયા છે. પોતાના જ પરિચયની કથા છે. માટે એને વિશે જ બોલવું : અદ્દભુત છે.” ભાઈ ! તારી આ એક એક પળ લાખની જાય છે ત્યાં તું પારકી પંચાત શા માટે કરે છે ? એક જ વાત જપી લે “સોહ સોહં' આ જિંદગી ચાર દિવસના ચમકારા જેવી છે. તું ગમે તેટલી સંસારની કથા કરે પણ તેનાથી કંઈ લાભ નથી. માટે એક આત્માને જ ભજી લે અને તેનો જ મહિમા માણી લે. જીવનમાં અણમોલી આ તક મળી છે. માટે અંતરના પડળને ખોલી નાખ અને બોલી કે સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ છું. સદ્ગુરુઓ તને સૂતાને જગાડે છે કે ભાઈ ! આયુષ્ય પૂરું થાય તે પહેલાં આત્માને અત્યંત પ્રેમે ભજી લે. તેનાં જ ગીતો ગાયા કર. માયિક જગતના સુખોને તે પોતાનાં માનીને તેનાં ગીત ગાયા કરે છે, પરંતુ એ તારી અવિદ્યા છે. તારા મનની એ મિથ્યા ભ્રાંતિ છે. તેને દૂર કરવાનો આ અવસર છે માટે તું એ અચિંત્ય આત્માનાં સમાધિશતક ૧૪૦ Page #159 -------------------------------------------------------------------------- ________________ જ ગીત ગાયા કર. કદાચ તું આ જગતમાં દોડાદોડ કરીને ઘણું ધન કમાઈશ અને તેની કથા કરીશ, તો પણ તે તને આત્મહિત નહિ કરે. તને કદાચ ઘર, પરિવારની કથા ન છૂટે ત્યારે તું વિચાર કરજે, આ તો પંખીના માળા જેવું છે. સૌએ છૂટા પડવાનું છે માટે મારે એમની કથા શી કરવી ? મારે તો એક જ રટણ કે ‘સચ્ચિદાનંદ...સચ્ચિદાનંદ.’ રાગાદિભાવથી પ્રેરાયેલો તું તેની જ કથા કરે છે અને અન્યને પણ રાગાદિભાવ કરાવે છે. તું મુખથી બોલે છે કે એ સૌ મારા છે અને હું તેઓનો છું. પણ તારા હૃદયને પૂછ તો ખરો કે તેં એવું જોયું છે કે ચિરવિદાય લેનારાને તું રાખી શક્યો હોય ? કે તને તે સાથે લઈ જઈ શક્યા હોય ? જો એવું નથી બનતું તો પછી હવે ‘મારા-તારાનું' રટણ છોડ અને એક જ શબ્દ બોલ્યા કર – સહજાત્મસ્વરૂપ... સહજાત્મસ્વરૂપ. જો એક વાર આ દૃઢ નિર્ણય થયો કે હા, વાત તો સાચી છે કે હું દેહાદિ સ્વરૂપ નથી; શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. છતાં તને સાધકઅવસ્થામાં મૂંઝવણ આવશે. અને વળી પરકથામાં ચિત્ત જશે, ત્યારે તું કોઈ અનુભવી જ્ઞાની સંત પાસે દોડી જજે અને આત્મલક્ષ્યની પૃચ્છા કરજે. ભગવંત્ ! હું કોણ છું ? મારું સ્વરૂપ શું છે ? મારે મને જ પામવો છે. આ દોડાદોડ સમાવવી છે. આવા પ્રાણપ્રશ્નો ઊઠે ત્યારે તને પરમતત્ત્વની પ્રાપ્તિ થશે. - ભાઈ ! જ્ઞાનસ્વરૂપ એ તો અચિંત્ય શક્તિ છે. એ અવ્યક્ત, અવાચ્ય અને અદ્ભુત રહસ્ય છે. તે તને અનુભવી પાસેથી મળશે. જ્યાં મતિની ગતિ નથી એવું અંતિમ સ્થાન છે, જ્યાંથી પાછા ફરવાનું નથી. અનંતકાળ કેવળ જ્યાં સુખ જ છે, દીર્ઘકાળની દુ:ખદ યાત્રા અહીં સમાપ્ત થાય છે. સ્થળ-કાળથી અબાધિત કોઈ પણ સાધક પહોંચી શકે તેવું આ અંતરનું સ્થાન છે. તેની પ્રાપ્તિ માટે જ્યારે આતમ ઝંખે છુટકારો ૧૪૮ Page #160 -------------------------------------------------------------------------- ________________ જીવને પ્રાણપ્રશ્ન ઊઠે છે કે હવે તેના વગર જીવાશે નહિ ત્યારે પ્રશ્નનો ઉત્તર મેળવ્યા વગર જીવને જંપ થતો નથી. આવો પ્રશ્નકર્તા જ પરમતત્ત્વનો મર્મ પામે છે. માટે ભાઈ, હવે જ્યાંત્યાં જઈને ફોગટ પ્રશ્નોની પરંપરાને સમાપ્ત કર. અંતરમાં ઠરી જા અને અંતરને ઢંઢોળ કે તને શું પ્રાપ્તવ્ય છે ? ભૂલ સુધારવાની બાજી હજી તારા હાથમાં છે. એક સદ્ગુરુમાં - જ્ઞાનીમાં શ્રદ્ધા મૂક અને તેમના પ્રવચનનું અંજન કરી લે. તારા પ્રશ્નો તને માર્ગ બતાવશે. માટે હવે પ્રશ્ન ઊઠે તો એક જ કે અનંતકાળ થવા છતાં મારી મુક્તિ થઈ નથી. શું કરવાથી થાય ? હું આત્મત્વ ક્યારે પામીશ ? જેને મૃત્યુ નથી તેવા અમરત્વને પ્રાપ્ત કરવા જ્યારે અંતરંગથી પ્રશ્ન ઊઠે છે ત્યારે તે જ વખતે અવિદ્યા નાશ પામે છે અને અંતર પોકારે છે – “સોહં..સોહં.” અંતર જ્યારે પોકારી ઊઠે કે “તૂહી, તૂહી, તૂહી ત્યારે માનવની અભિલાષા પણ માત્ર આત્મત્વ કે પરમતત્ત્વની જ હોય. જ્યાં નશ્વર અને કલ્પિત સ્વપ્નમય ઈચ્છાઓ સમાપ્ત થાય છે, ત્યારે તેના સંસ્કારો બાહ્ય જગતને સ્પર્શતા નથી પરંતુ કેવળ આત્મામાં જ સમાઈ જાય છે. આવા અમરત્વ સ્વરૂપ આત્મત્વની પ્રાપ્તિ માટે જ તારો મૃત્યુલોકમાં જન્મ થયો છે કે જ્યાં મૃત્યુ છે પણ મૃત્યુ પછી જન્મ ન લેવાય તેવા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને મુક્તિ થાય છે, જ્યાં કેવળ આનંદમય ચેતન જ શેષ રહે છે. સતને પ્રાપ્ત કરવાની તીવ્ર જિજ્ઞાસા સત્ની નજીક લઈ જાય છે. તેને વિચારબળથી દેઢ કરવી પડે છે અને દેહાદિ મન અને ઇન્દ્રિયોને પણ તે તરફ વાળવાં પડે છે. આત્મવિલોપન અર્થાત્ સર્વ કામનાઓને ચેતનાની ધરામાં દાટી દેવી પડે છે. આવી તીવ્ર જિજ્ઞાસા-ઇચ્છા સાધકને નિરાશા, સંશય કે ભ્રમથી મુક્ત કરી આગળનો માર્ગ બતાવે છે. અને દેહાત્મબુદ્ધિનો ભ્રમ નાશ પામે છે. અજ્ઞાન, અવિદ્યાનો ત્યાગ થઈ જાય છે. મિથ્યાત્વ જેવા દોષો ટળી જાય છે. સારભૂત આત્મા જ પ્રગટ થાય છે. મારે ઉચ્ચાર કરવો છે તો આત્મા વિશે કરવો. પ્રશ્ન કે સંશય ઊઠે તો આત્મા માટે જ, સમાધિશતક ૧૪૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ અભિલાષાઓ જાગે છે તો તે પણ આત્મા માટે જ અર્થાત્ સાધકે જે કંઈ કરવું પડે તે આત્મા માટે. જેમ મેળામાં ગયેલું બાળક માની આંગળીથી વિખૂટું પડી જાય. ત્યારે તેને કોઈ ગમે તેવી લાલચ આપે ત્યારે પણ બાળક એક જ વાત પોકારે છે, “મારી મા' તેમ પરમાર્થનો સાચો અભિલાષી એક જ શબ્દ પોકારે છે – “શુદ્ધાત્મા'. શુદ્ધાત્માનું એક લક્ષ્ય જ એવું છે કે અવિદ્યાનો છેદ ઉડાવી શકે. અવિદ્યાના સંસ્કાર ઊંડા પડેલા છે. આત્માના પ્રદેશની આડે અંતરાય બનીને રહ્યા છે. માટે સર્વ પ્રકારે સત્પુરુષાર્થ કરીને આત્માને જ ધારણ કરવો. તેનું નિરંતર ધ્યાન કરવું. આત્મા કંઈ દૂરનું તત્ત્વ કે દુર્ગમ તત્ત્વ નથી. આત્માને માટે સમીપવર્તી આત્મા છે. તે સ્વરૂપમય હોવાથી સરળ છે. એક ક્ષણ માટે અળગો થતો નથી માટે સર્વત્ર છે, અને જ્ઞાન વડે અનુભવમાં આવે તેવો સુગમ છે. આવા આત્માનું ધ્યાન સદ્દગુરુઅનુગ્રહ થાય છે. માટે તેનું જ કથન, મનન અને ધ્યાન કરવું. સ્થિર ચિત્ત વડે આત્માનું ધ્યાન કરો, તે સિવાયના વાણીવિલાસને ત્યજી દેવા. शरीरे वाचि चात्मानं, संधत्ते वाक्शरीरयोः । भ्रान्तोऽभ्रान्तः पुनस्तत्त्व, पृथगेषांनिबुध्यते ॥५४॥ વચ-કાયે જીવ માનતો, વચ-તનમાં જે બ્રાન્ત; તત્ત્વ પૃથક્ છે તેમનું-જાણે જીવ નિર્ધાન્ત. ૫૪ અર્થ : વાણી અને શરીરને જે આત્મારૂપે જાણે છે, તે બ્રાંત છે. અને જે અભ્રાન્ત છે તે વાણી અને શરીરથી આત્માને પૃથ> જાણે છે. જેને આત્મભ્રાંતિનો રોગ લાગુ પડ્યો છે તે વળીવળીને આત્માથી ભિન્ન એવી વાણી અને શરીરને આત્મારૂપ માને છે. તેથી તેનો દિવસરાતનો વ્યવહાર પણ દેહજનિત હોય છે. વાણી કે દેહથી તે જુદો છે તેવું ક્ષણભર જો ભાન થાય તો તેને આત્મવૈભવનું માહાભ્ય સમજાય. ૧૫૦ આતમ ઝંખે છુટકારો Page #162 -------------------------------------------------------------------------- ________________ તું માનવ તરીકે જન્મ્યો પણ અવિદ્યાથી ઘેરાયેલો અન્ન દ્વારા, મન દ્વારા, ધન દ્વારા કે માન દ્વારા બહાર સુખ શોધતો રહ્યો અને ભ્રાંતિમાં સમય ગાળ્યો. એમાં આત્મધન લૂંટાતું રહ્યું અર્થાત્ આત્માના આનંદની પ્રાપ્તિ થાય એવાં સાધન મળ્યાં પણ શરીરમાં સુખ છે તેની ભ્રાંતિ ઘણી પુરાણી થઈ છે, તારે સાચા સુખની શોધ માટે આત્માના લોકમાં ડૂબકી મારવી પડશે. તે માટે ભ્રાંતિનું કે માયાનું આ વિષનું વમન કરી નાંખ; તો તારામાં રહેલો પ્રકાશ ઝળહળી ઊઠશે. એક વાર તું આત્મભાન કરી લે અને વાણીને તું તારી માને છે તે ભ્રાંતિનો ત્યાગ કર. તું જેમ દેહ નથી તેમ વાણી પણ નથી. તું જે કંઈ બોલે છે તે તારા વિકલ્પો છે. વિકલ્પ દ્વારા ભાષાવર્ગણાના પરપુદ્ગલો ગ્રહણ કરે છે તે શબ્દરૂપે પરિણમી શબ્દરૂપે પ્રગટ થઈ શબ્દમાં ભળી જાય છે. તેમાં તું ક્યાં હતો ? તું કેવળ શબ્દરૂપ હું છું, માટે બોલી શકું છું એવા વિકલ્પો કરનાર છું. શબ્દમાં સમાય એવો તું નથી. વચનાતીત એવા આત્મસ્વરૂપને જાણનાર ભ્રાંતિરહિત આત્મા વાણી કે દેહને આત્મરૂપે ન માનતાં તેનો માધ્યસ્થ ભાવે વ્યવહાર કરી મુક્ત રહે છે. તેઓ સદાયે નિરંજન છે, ભ્રાંતિરહિત શાંતિસ્વરૂપ છે. તેમનાં વચનાદિ સૌ લય પામે છે. તે સદાય સર્વથી ભિન્ન સ્વરૂપે છે. न तदस्तीन्द्रियार्थेषु यत् क्षेमङ्करमात्मनः । तथापि रमते बालस्तत्रैवाज्ञानभावनात् ॥ ५५ ॥ ઇન્દ્રિયવિષયે જીવને કાંઈ ન ક્ષેમસ્વરૂપ; છતાં અવિદ્યાભાવથી રમણ કરે ત્યાં મૂઢ. ૫૫ અર્થ : પંચેન્દ્રિયના વિષયમાં આત્માને ક્ષેમંકર કંઈ જ નથી છતાં બાલ એવો અજ્ઞાન જીવ તેમાં જ રમે છે. પ્રાપ્ત વિષયોમાં સુખ ભોગવી લેવામાં વાસ્તવિકપણે આત્માને સમાધિશતક ૧૫૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ કિંઈ જ ક્ષેમંકર નથી પરંતુ કાદવમાં જન્મેલા કાદવમાં જ રમતા એવા ભૂંડને કોઈ વૈક્રિયદેવ દયાભાવથી સ્વર્ગમાં લઈ જાય તો પણ તેને ત્યાં સુખ ઊપજતું નથી. તેને પેલા કાદવનું સુખ સદી ગયું છે. તેને સ્વર્ગનાં સુખ ક્યાંથી ગમે ? તે પ્રકારે દીર્ઘકાળનો ઇન્દ્રિયસુખનો સંસ્કાર તેને એવો સદી ગયો છે કે તેમાં આત્માને કંઈ પણ હિતકારી ન હોવા છતાં, ઘણી વાર દુઃખ પામવા છતાં તે અજ્ઞાની બાળજીવ વળીવળીને ત્યાં જ આકર્ષિત થાય છે. આ સર્વે પદાર્થો મારા છે, હું એમનો છું એવી એકત્વબુદ્ધિ તેને આત્મશુદ્ધિમાં બાધા પેદા કરે છે, ઇન્દ્રિયસુખની ભ્રમણામાં તે દરક્ષણે અષ્ટકર્મના દોરડાથી બંધાતો રહે છે, તે લોઢાની સાંકળથી પણ દુઃખદાયક છે પરંતુ સૂક્ષ્મ છે, તેથી તેને તેનું ભાન થતું નથી અને અશુભના યોગે દુઃખના સંયોગોમાં પણ તે દુઃખનું મૂળ વિચારી શકતો નથી; કારણ કે તેની દૃષ્ટિ જગદીશ ઉપર નથી પણ જગત ઉપર છે. અને તે જુએ છે કે જગત આખું મારી જેમ ઈન્દ્રિયોને આધીન છે. તેમ મને પણ આ પ્રાપ્ત સુખ પ્રિય છે. પરવશતામાં દુઃખ છે એ બાળજીવ વિચારી શકતો નથી. ઇન્દ્રિયાદિ ઈચ્છિત સુખો ભોગવીને ધારીશ ત્યારે છોડી શકીશ એમ બનવું કઠણ છે. વાવાઝોડાની ઘૂમરીમાં ફસાયેલો ઝપાટે ચઢી જાય છે, તેમ અજ્ઞાની જીવ વિષયોના વાવાઝોડાના ઝપાટે ચઢી જાય છે. નહિ કછુ ઈન્દ્રિય વિષય મેં, ચેતનકુ હિતકાર; લોભી જન તામેં રમે, અંધો મોહ અંધાર. છંદ-૫૦ અર્થ : ઇન્દ્રિય વિષયમાં ચેતનને કંઈ હિતકર નથી. પરંતુ ઇન્દ્રિયસુખનો લોભી તેમાં જ રહી મોહરૂપી અંધકારમાં સ્વયં અંધ બને છે. આશ્ચર્ય છે કે અંધ તો અંધાપો ભોગવે પણ દેખતો શું અંધાપો ભોગવે ? જ્ઞાનીજનો કહે છે કે ભાઈ ! આ મોહરૂપી માયાના પડળ દેખતાને પણ અંધ બનાવે છે. અંધ માનવ રાત્રિએ ફાનસ ૧૫૨ આતમ ઝંખે છુટકારો Page #164 -------------------------------------------------------------------------- ________________ લઈને નીકળે કે જેથી દેખતો માનવ તેને અથડાય નહિ. પણ દેખતો અંધને અથડાય છે. આમ દેખતો માનવ પણ મોહના પાશમાં વશ બને છે. ઈન્દ્રિયસુખનો લોભ એ મહાવિકાર છે. જેમ જેમ સાધનો મળે તેમ તેમ ઉત્તેજિત થાય છે. અને તેમાં આત્મહિત શું તેનું તો તેને ભાન જ નથી, દર્શનમોહથી, દૃષ્ટિના વિકારથી તેની બુદ્ધિમાં પણ વિકૃતિ થઈ છે તેથી તે મોહપ્રકૃતિવશ અંધકારમાં અટવાયા કરે છે. માયાના બંધનમાં પડેલો તે જાણતો નથી કે માનવજન્મ તેને આત્મહિત માટે મળ્યો છે. પૂર્વકર્મ પ્રમાણે જન્મ ધારણ થયો. યુવાની થતાં દીવાનો થયો, ધરતી પર ધમધમ કરતો ચાલ્યો ધન-યૌવનમાં રમ્યો અને વૃદ્ધત્વ આવ્યું ત્યારે પણ જાગ્યો નહિ, ત્યારે પણ ઉપાધિરહિત થયો નહિ. છેવટે કાળનો કોળિયો થઈ ઊપડી ગયો, અને મોહજનિત સંસ્કારો લેતો ગયો. આવી ઘટમાળમાં જીવ ફસાડ્યો છે, અંધ બન્યો છે. તું આવો ઉત્તમ જન્મ પામ્યો છે માટે મોહરૂપી અંધકારમાંથી બહાર નીકળ. તારી અંતરદષ્ટિને જાગ્રત કર અને જો કે તારું આત્મહિત ક્યાં છે ? સંસારના વિષમ કર્મબીજને જ્ઞાન વડે નાશ કરી દે અને પુરુષના જીવન તરફ દૃષ્ટિ કર. તેઓ શુદ્ધ ચિત્ત વડે સ્વરૂપને પામ્યા છે. માટે તું પણ તેમના માર્ગને અનુસરજે. તો તેમના જેવું પરમાનંદ સ્વરૂપ પામીશ. चिरं सुषुप्तास्तमसि, मूढात्मानः कुयोनिषु । अनात्मीयात्मभूतेषु, ममाहमिति जाग्रति ॥५६॥ મૂઢ કુયોનિમહીં સૂતાં તમોગ્રસ્ત ચિરકાળ; જાગી તન-ભાર્યાદિમાં કરે બહું મુજ'અધ્યાસ. ૫૬ અર્થ : ચિરકાલથી અંધકારમાં સૂતેલો મૂઢાત્મા નિગોદ જેવી કુયોનિમાં પડ્યો હતો. ત્યાંથી વળી યોગાનુયોગ બહાર નીકળ્યો અને સંજ્ઞીપણું પામ્યો, ત્યારે વળી અનાત્મીય પદાર્થોમાં આત્મભૂત ભાવ કરવા લાગ્યો. સમાધિશતક ૧૫૩ Page #165 -------------------------------------------------------------------------- ________________ જીવ માત્રે ચૌદરાજલોકની ચારગતિમાં ચૌદ લાખ યોનિમાં યુગો સુધી કેવી યાત્રા કરી છે ? કેવાં દુ:ખદાયી સ્થાનોમાં જન્મ્યો હતો ? નિગોદ જેવી ભયંકર કુયોનિમાં ચિરકાળ સૂતો રહ્યો. નરકનાં ભયંકર દુઃખો સહ્યાં. વળી ત્યાંથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ જેવાં સ્થાવર સ્થાનોમાં ઘણો કાળ ગુમાવ્યો. ત્યાં દટાયો, ઊકળ્યો, ઠર્યો, વાયો અને શેકાયો. ત્યાંથી વળી કીડી-મકોડા જેવી યોનિઓમાં ભટકતો રહ્યો. તિર્યંચ પંચેન્દ્રિયમાં પણ પશુપણે વન-જંગલ ભમ્યો ક્યાંય પેલા મિથ્યાત્વરૂપી અંધકારમાંથી બહાર ન નીકળ્યો. કાકતાલીય ન્યાયે મનુષ્યપણું મળ્યું. અને જાણે ન જોયેલું જોયું. જે પોતાના આત્મીય નથી તેવા સ્ત્રી-પુત્રાદિ પરિવારને “મારા છે” એમ કહી વળગી જ પડ્યો. અનાત્મભૂત એવા રાગાદિ, મોહ, મમતા, માયા એ પોતાના ભાવો છે તેમ તેમાં જ રાચ્યો. અનેક કુયોનિમાં જન્મેલા જીવમાં રહેલા મિથ્યાત્વના ગાઢ સંસ્કારો, કેવળ અંધકારદશામાં જ રહેલો. જ્યારે તેને માનવજન્મ મળ્યો ત્યારે પેલા સંસ્કારોએ અને અંધકારદશાની પ્રકૃતિ તેને ઘેરી લીધો. એટલે સુધાતુરને જ્યારે આહાર મળે ત્યારે તેના પર તૂટી પડે તેમ, જીવ જે જે સાધનો મળ્યાં તેમાં આત્મભાવે જીવન જીવવા લાગ્યો. પોતે ચૈતન્યસ્વરૂપ આત્મા છતાં અચેતન પદાર્થોમાં રાચવા લાગ્યો. ચેતનભાવને વિસ્મરણ કર્યું ઃ મોહનિદ્રામાં સૂતેલો તે માનવ છતાં વિષય-કષાયજનિત ભાવોમાં પશુપણે જીવવા લાગ્યો. આ જન્મમાં પડેલી કુટેવોનો ગુલામ બનેલો તે કુટેવો છોડી શકતો નથી. મરણિયો થઈને પણ તે ટેવોમાં રાચે છે. રોગનો ભોગ બનવા છતાં તે છોડી શકતો નથી, તેમ જીવ માનવજન્મ પામવા છતાં પૂર્વના મિથ્થા સંસ્કારોને ત્યજી શકતો નથી. કોઈ વાર સગુરુનો યોગ મળે ત્યારે તેઓ વાત્સલ્યથી સમજાવે તોપણ દિશામૂઢ થયેલો જીવ જાગતો નથી. માનસરોવરનાં મીઠાં જળ મૂકી તે મલિન ખાબોચિયાનું પાણી પીવા જાય છે. અરે, મોંઘાં મોતીનો ચારો મૂકી શંખલાને ખાવા દોડે છે. આમ, પોતાના સ્વધર્મને ચૂકીને પરધર્મ, અનાત્મભાવનામાં મૂકીને તે પુનઃ કુયોનિનાં આમંત્રણ સ્વીકારે છે. ૧૫૪ આતમ ઝંખે છુટકારો Page #166 -------------------------------------------------------------------------- ________________ पश्येनिरंतरं देहमात्मनोऽनात्मचेतसा । अपरात्मधियाऽन्येषामात्मतत्त्वे व्यवस्थितंः ॥ ५७ ॥ આત્મતત્ત્વમાં સ્થિર થઈ નિત્ય દેખવું એમ, મુજ તન તે મુજ આત્મ નહિ, પર તનનું પણ તેમ. અર્થ : જે આત્મભાવમાં સ્થિર છે, તેણે પોતાના દેહને નિરંતર અનાત્મબુદ્ધિથી જોવો, કે આ તન એ મારો આત્મા નથી. વળી અન્ય દેહને અનાત્મબુદ્ધિથી જોવા. ૫૭ શુદ્ધાત્મામાં જે સ્થિર છે તેઓએ નિરંતર પોતાના દેહને અનાત્મબુદ્ધિથી જોવો અર્થાત્ આત્મબુદ્ધિએ જોવો નહિ. જીવને દેહ પ્રત્યે જેટલું તાદાત્મ્ય છે, તેટલી અબોધતા હોય છે. પણ જે મહાત્માઓએ દેહાદિ સંયોગોને અને તેના નિમિત્તે ઊપજતારાગાદિ અવસ્થાઓને આત્મસ્વરૂપે માનતા નથી. તેઓને દેહમાં અનાત્મભાવ હોય છે. તે આત્માઓ ક્રમે કરીને તે દશાને વધુ સ્થિર કરીને ચૈતન્યની શુદ્ધિને પામીને મુક્ત થાય છે. જ્ઞાનીને પોતાના દેહને વિષે આત્મબુદ્ધિ થતી નથી, દેહના રૂપને જોઈને હું રૂપાળો, દેહને કદરૂપો જાણી હું કદરૂપો તેવો ભાવ જ્ઞાનીને થતો નથી. દેહ એ તો સંયોગ છે. તેથી તેનાં નામ, રૂપ, વર્ણ આદિને પોતે તે રૂપે છે તેમ માનતા નથી. તેઓ દેહના દુ:ખે દુ:ખી કે સુખે સુખી થતા નથી. તેથી તેઓ ભય અને ચિંતારહિત છે. અને દેહાભિમાનથી પણ મુક્ત છે. જ્યાં દેહ જ પોતાનો નથી તેવું ભાન વર્તે છે ત્યાં માન ક્યાંથી હોય ? જેની દૃષ્ટિ દ્રવ્યના મૂળ સ્વરૂપ પ્રત્યે નિશ્ચળ થઈ છે તેને દેહ જેવા પર્યાય-અવસ્થામાં આત્મભાવ ક્યાંથી આવે ? દેહની અવસ્થાને અને સંયોગને સાક્ષીભાવે જાણે છે, તેથી દેહરૂપી જંજીરમાં જકડાઈ જતા નથી. આ દેહ, વાણી, મન મારાં નથી, હું તેમનો નથી એ સર્વે મૂર્છારૂપી ગ્રંથિઓ છે. જ્ઞાની આ ગ્રંથિને ભેદીને આત્મભાવમાં સ્થિર હોય છે. જો એક આત્મસ્વરૂપ યથાર્થ સમજાય છે તો અન્યના દેહને સમાધિશતક ૧૫૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ પણ દેહરૂપે અને આત્માને આત્મારૂપે જોવા દષ્ટિ ઊઘડે છે. જનસમાજ મોટી વાતો કરે છે કે બધા આત્મા સરખા છે. પણ કૂતરું ઘરમાં આવે તો તેના શરીરને જોઈને “હટ' કહેશે. બિલાડી આડી ઊતરે તો અપશુકન ગણશે. કુંવારી કન્યા સામે મળે તો શુકન ગણશે. આવી દેહદૃષ્ટિથી જીવને રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. પરંતુ દેહને દેહરૂપે અજીવ માને તો શુકન-અપશુકન ક્યાં લાગશે ? અને તેમાં રહેલા આત્માને જુએ તો આત્મા સમતાયુક્ત છે ત્યાં રાગ-દ્વેષ કેમ ઊપજે ? જ્ઞાની આત્મસ્વરૂપે અનુભવમાં હોવાથી તે જ્યારે અન્યને જુએ છે ત્યારે દેહને જોઈને તેને દેહરૂપે જાણે છે પણ દેહને આત્મારૂપે ગ્રહણ કરતા નથી. પોતાના દેહને વિશે જેને આત્મબુદ્ધિ થતી નથી તેને અન્ય દેહમાં આત્મબુદ્ધિ, મારાપણાના ભાવ થતા નથી. તેથી જ્ઞાની આત્મસ્વરૂપમાં સ્થિર હોય છે. જ્ઞાનીને સંપૂર્ણ વિશ્વ આત્મરૂપ જણાય છે. તેથી અન્યજીવો સાથે ભેદબુદ્ધિથી વર્તીને રાગાદિ કરતા નથી, પરંતુ આત્મરૂપે તેનો સ્વીકાર કરે છે. __ अज्ञापितं न जानन्ति, यथा मां ज्ञापितं तथा । मूढात्मानस्ततस्तेषां, वृथा मे ज्ञापनश्रमः ॥५८॥ મૂઢાત્મા જાણે નહિ વણબોમ્બે જ્યમ તત્ત્વ બોમ્બે પણ જાણે નહીં, ફોગટ બોધન-કષ્ટ. ૫૮ અર્થ : જ્ઞાની વિચારે છે કે મૂઢ જીવોને ઘણું કહીએ તો પણ તેઓ મારા સ્વરૂપને જાણતા નથી. વળી જણાવીએ નહિ તો પણ જાણતા નથી તેથી તેમને બોધ આપવાનો શ્રમ નિરર્થક છે. આગળ ૧૯મી ગાથામાં ગ્રંથકારે જણાવ્યું હતું કે હું બીજાને ઉપદેશ આપું, બીજા મને ઉપદેશ આપે એવો વિકલ્પ પણ શા માટે ? અપ્રમત્ત એવા મુનિ નિર્વિકલ્પદશાના અનુભવને આમ વિચારે છે. પરંતુ જ્યારે તેથી નીચેની દશામાં સાધક-જ્ઞાનીને એમ થાય છે કે મને જેમ આત્મસ્વરૂપનું માહાસ્ય સમજાય છે, તેવું અન્યને સમજાવું. પોતે જેમ અજ્ઞાનના દુઃખથી મુક્ત થયા તેમ અન્ય જીવો ૧૫૬ આતમ ઝંખે છુટકારો Page #168 -------------------------------------------------------------------------- ________________ તેવા દુઃખથી મુક્ત થાય તેવો ભાવ-અનુકંપા આવે છે. નિર્વિકલ્પ જેવી અપ્રમત્ત દશામાં આવા ભાવ અવરોધ લાવે છે. તેથી જેની દૃષ્ટિ તત્ત્વ તરફ છે તેઓ મૌન ધારણ કરે છે. પરંતુ બહિર્મુખ ભાવનો સંસ્કાર જીવને અન્યને ઉપદેશ આપવા લલચાવે છે તેથી જ્ઞાની તેને ભાન કરાવે છે કે તારે સ્વયં ઉપદેશની જરૂર છે. તું અન્યને ઉપદેશ આપવાનો વિકલ્પ છોડી દે નહિ તો ઉચ્ચદશા પામવાનો મળેલો આ અવસર વૃથા જશે. વળી મૂઢાત્મા કે અન્નજીવને તમે જ્ઞાનીના સ્વરૂપ વિષે ગમે તેટલું સમજાવો પણ તેનાં મન અને બુદ્ધિ જડતાના તાળાથી બંધ કરેલા છે તે ખૂલતાં જ નથી અર્થાત્ તેઓને આ ભૌતિક જગતનાં સુખો સિવાય કંઈ દેખાતું નથી. હવે જો તે જીવોને તમે સ્વરૂપ વિષે કંઈ જણાવતા નથી તો તેઓ અબૂઝ એવા આત્માને જાણતા નથી. આમ કહેવા છતાં તેઓ સાંભળતા નથી અને ન કહે તો તેમને સ્વયં ભાન થવાનું નથી તેથી તેમને બોધ આપવાનો પરિશ્રમ વ્યર્થ છે. જ્ઞાની ત્યાં પણ કરુણાથી મૌન સેવે છે. જેથી તેવા જીવો જ્ઞાની પ્રત્યે તેમના વચન પ્રત્યે અભાવ કરીને વળી અંતરાયકર્મમાં વૃદ્ધિ ન કરે. यद् बोधयितुमिच्छामि, तन्नाहं यदहं पुनः । ग्राह्यं तदपि नान्यस्य, तत्किमन्यस्य बोधये ॥५९॥ જે ઇચ્છું છું બોધવા, તે તો નહિ ‘હું' તત્ત્વ; ‘હું' છે ગ્રાહ્ય ન અન્યને, શું બોધું હું વ્યર્થ ? ૫૯ અર્થ : જેને હું બોધ આપવા ઇચ્છું છું તે હું નથી. અને હું જ્ઞાનસ્વરૂપ આત્મા અન્યને ગ્રાહ્ય નથી. ત્યારે અન્યને શો બોધ કરવો ? જગતમાં આત્મસ્વરૂપ અને દેહાદિનું સ્વરૂપ એના અનેક વિકલ્પો છે. હું એક છું કે અનેક છું. જગતના જીવો સાથે મારે શો સંબંધ છે ? આવો બોધ કરવા ઇચ્છું છું તે ખરેખર હું નથી. હું તો સ્વસ્વરૂપે સ્વયં સચ્ચિદાનંદસ્વરૂપ છું. જે બોધસ્વરૂપે રહ્યો છે તેવા સમાધિશતક ૧૫૦ Page #169 -------------------------------------------------------------------------- ________________ મૂળસ્વરૂપને ઉદ્દેશીને કેવો ઉપદેશ આપવો ? વળી ઉપદેશકો જ્યારે સામાન્યપણે ઉપદેશ કરે છે ત્યારે મહદ્અંશે જગત જડ પદાર્થોની કે દશ્યજગતની વાતો વિશેષ કરે છે. તત્ત્વસ્વરૂપ દૃષ્ટિના બોધની ગૌણતા હોય છે. અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે તે વિરલા જગ જોય. અને વસ્તુનું મૂળ સ્વરૂપ છે તે તો કોઈ અનુભવી વિરલા જ પ્રગટ કરે છે. તે પણ મહદ્દઅંશે એકાંતને સેવનારા હોવાથી તેઓ બોધ આપવાનો વિકલ્પ કરતા નથી અને કોઈ ઉદયબળે તેઓ ઉપદેશાદિનું કાર્ય કરે છે તો તેવા જ્ઞાનીને સામાન્ય જનસમૂહ જાણી શકતો નથી. યોગી તો બોધ આપવાનો વિકલ્પ કરતા નથી. કારણ કે તેઓ જાણે છે કે હું તો વચન-વર્ગણાથી ભિન્ન છું. ચૈતન્યસ્વરૂપ આત્મા અન્યથી ગ્રહણ થાય તેમ નથી તો પછી બોધ કોને કરું ? પૂર્ણ સ્વરૂપે પ્રગટ થતાં પહેલાં અન્યને બોધ આપવાનું કાર્ય તલવારની ધાર પર ચાલવા જેવું છે. માન, અભિમાન જીવનું આત્મધન લૂંટી લે છે અને પોતાના જ સ્વરૂપને આવરણ થાય છે. આથી કોને બોધ આપવો તેવો ગહન વિચાર જ્ઞાની કરે છે. જો કે તેવા જ્ઞાનયોગીનું જીવન એવું પવિત્ર હોય છે કે તેમનું ગુપ્ત રહેવું કે મૌન રહેવું તે પણ પાત્ર જીવોને કલ્યાણકારી હોય છે. મૂઢાતમનું તે પ્રબલ, મોર્ડ છોડી શુદ્ધિ; જાગત હૈ મમતા ભરે, પુલમેં નિજબુદ્ધિ. છંદ-૫૧ અર્થ : મૂઢાત્માએ મોહની પ્રબળતાએ કરીને આત્માની શુદ્ધિને ત્યજી દીધી છે. જાગતો છતાં મમતાથી ભરેલો તે પૌગલિક પદાર્થોમાં મમતા કરે છે. મોહથી ગ્રસિત એવો મૂઢાત્મા માનવજન્મ પામ્યો આત્મકલ્યાણના પ્રયોજન માટે, પરંતુ જ્યાં તેણે જગતનાં દશ્યો જોયાં ત્યાં અનેક પ્રલોભનોમાં અટવાઈ ગયો. તેણે જગતની પરિવર્તનશીલતા, ક્ષણભંગુરતા, ભય, ચિંતા, રોગ, શોક, સંતાપ જોયા. છતાં ઓહ ! મોહની ૧૫૮ આતમ ઝંખે છુટકારો Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રબલતામાં પ્રચૂર થઈ ગયો. પૂર્વના સંસ્કારવશ ઈન્દ્રિયો તેને વગર કહે વિષયો પ્રત્યે આકર્ષે છે. ક્રોધાદિ કષાયો તો જાણે તેનો સાથ છોડતા જ નથી. ક્રોધી, માની, માયાવી અને લોભી બનીને તેણે બહિર્મુખતામાં પોતાની જાતને હોમી દીધી છે. આમ થવાથી શુદ્ધાત્માની શક્તિને આવરણ આવી ગયું છે. આશ્ચર્ય કે સ્વયં શુદ્ધ છતાં શુદ્ધિ જ સ્વયં તેણે છોડી દીધી છે. વળી ક્યારેક જરા જાગે છે ત્યારે પેલા મમતાના સંસ્કારો તેને પરવશ કરે છે અને દેહાદિ પદાર્થોમાં મસ્ત બનીને મહાલે છે, દેહમાં જ તેની મર્યાદા આવી જાય છે. તે જીવ મૂઢ છે, ભ્રાંત છે, તેનું સત્ત્વ અશુદ્ધિથી હીન થયું છે. એવો દિનદિશાશૂન્ય પૌગલિક પદાર્થોના પિંજરામાં પોતાને પૂરી દે છે. અને માને છે કે પોતે સુરક્ષિત છે. પરંતુ જ્યારે કાળ ઝપાટો લગાવે છે ત્યારે તેને કોઈ પદાર્થ બચાવી શકતો નથી. ધન-દોલતની માયા પણ તેને મીઠી લાગે છે, પણ એક ઘડી પછીની તેને ખબર નથી કે દેહાદિના સંયોગ રહેશે કે સમાપ્ત થશે. પોતાના જોયેલા-જાણેલા એવા ભૌતિક પદાર્થોમાં લીન થયેલો આત્મશુદ્ધિને જાણતો નથી. કોઈ સંત સમજાવે તો તે ત્યાંથી પાછો વળે છે, કહે છે કે અહીં આપણું કામ નહિ. અને જગતના લોકપ્રવાહમાં ભળીને તણાઈ જાય છે. મૂઢાત્માની દશા મોહથી અત્યંત ઘેરાયેલી હોય છે. જ્યારે દરિદ્રી હોય ત્યારે ધન ઇચ્છે. ધન મળે રાજસુખ ઇચ્છે. દેવલોકનાં સુખમળે પણ મમતા જરાય મચક ન આપે. વૃદ્ધાવસ્થા આવે. વાળ ધોળા થાય. કાન બધિર બને. આંખોનું તેજ ઘટે. ઉદર પણ ઊંધું ચાલે. નિદ્રા હણાઈ જાય પણ પેલી કાયાની માયાનો ખેલ તો જીવને નચાવે. શરીર રોગથી ભરાઈ જાય. પરિવારનું પુણ્ય હવે પરવાર્યું હોય. કોઈ સેવા ન કરે. ખાટલે પડ્યો હોય, પરંતુ હજી તેને આતમરામ ન સાંભરે ભાઈ પુગલના સંગમાં સુખબુદ્ધિ કરી શું પામીશ, વિચારી જોજે અને મૂઢતાનો ત્યાગ કરજે. સમાધિશતક ૧પ૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ તાકુ બોધ શ્રમ અફળ, જાકુ નહિ શુભયોગ. આપ આપકું બુઝાવૈ, નિશ્ચય અનુભવ યોગ. છંદ-પર જે જીવના હજી ધર્મપ્રાપ્તિના શુભયોગ પ્રગટ્યા નથી તેને બોધ આપવો અફળ છે. વાસ્તવમાં અનુભવી આત્મા સ્વયં બોધ પામે છે. તીર્થંકરાદિએ જીવની ગતિ અને પ્રગતિની વાસ્તવિક ભૂમિકાઓનું વિધાન કર્યું છે. જે જીવ ચરમાવર્તમાં આવ્યો છે, કર્મનો ભાર જેનો હળવો થયો છે, જેના કષાયો શમ્યા છે એવો શુભયોગ જેનો થયો નથી તેને આપેલો બોધ વ્યર્થ જાય છે. એ જીવનો હજી ઘણો કાળ સંસારપરિભ્રમણનો રહ્યો છે. તેથી તેને બોધસ્વરૂપ આત્મા પ્રત્યે ભાવ જાગતા નથી. વળી જેમના મન, વચન, કાયાના યોગ શુભ પ્રવૃત્તિમાં યોજાયા નથી, જેમનું મન હજી દુર્ગાનમાં જ રમનારું છે, વિચારોથી મલિન છે, જળતરંગ જેવું ચંચળ છે. તેને બોધ આપવો વ્યર્થ છે. વળી જેનો વચનયોગ સૌમ્ય નથી, નિરર્થક વાચાળતા અહિતકર છે તેમ જે જાણતો નથી. તેને પણ બોધ પરિણામ પામતો નથી. અને જેની કાયા નિરંતર પૌગલિક કાર્યો કરવામાં જ પ્રવૃત્ત છે, તેને શુદ્ધ . આત્માનો બોધ કેવી રીતે પરિણામ પામે ? જેઓ દાનાદિ ધર્મથી પોતાની પાત્રતા કેળવતા નથી તેને બોધ આપવો વ્યર્થ છે. નિશ્ચયથી અનુભવી જ્ઞાનીને તો સ્વયં સ્વરૂપનું ભાન વર્તે છે. તેઓના મન-વચન-કાયાના યોગ નિયંત્રિત છે અને ઉપયોગ જ્ઞાનસ્વરૂપ છે. તે સ્વયં બોધને ગ્રહણ કરે છે. મૂઢાત્મા જગતને જુએ છે તેમાંથી બોધ ગ્રહણ કરીને કર્મથી છૂટે છે. જ્ઞાની જગતના જીવોની વિપરીતતા જાણી મૌન ધરી પોતાના આત્માને બોધથી વાસિત કરે છે. તે નિશ્ચયથી શુદ્ધ એવા આત્માનો અનુભવ પ્રાપ્ત કરે છે. પરકો કિશો બુઝાવનો, તું પર ગ્રહણ ન લાગ, ચાહે જે મેં બુઝાવનો સો નહિ તુંજ ગુણ ભાગ. છંદ-પ૩ અર્થ : અન્યને બોધ શો આપવો ? તું જ પરમાર્થને ગ્રહણ ન કરતો, તું જાણે છે કે મેં અન્યને બુઝવ્યો પણ તે તારો સ્વભાવ નથી. ૧૬૦ આતમ ઝંખે છુટકારો Page #172 -------------------------------------------------------------------------- ________________ હે આત્મજ્ઞાની ! અન્યને બુઝવવાની તારી ભાવના પ્રભાવનાના માહાભ્યવાળી છે, છતાં જ્યાં પાત્રતા ન હોય, જેની ભવસ્થિતિ પરિપાક થઈ ન હોય, ત્યાં તું બુઝવવાનો આગ્રહ ન રાખીશ. કારણ કે પાત્ર વગર વસ્તુ ધારણ થતી નથી. મૂઢ જીવો પોતાનું હિતાહિત જાણતા નથી. હું તેમને બોધ આપવા માટે પ્રયત્ન કરે છે, ત્યારે તેમનો સ્વરૂપ પ્રત્યેનો અભાવ ધર્મ પ્રત્યે અને જ્ઞાની પ્રત્યે દ્વેષ પેદા કરે છે. તેમાં એ જીવોનો દોષ નથી પણ એ જીવની તે સમયની યોગ્યતા જ એવી છે. માટે અન્યને બુઝવવાનો આગ્રહ છોડી દે, અન્યને બોધ આપું સંસારથી મુક્ત કરું એવા વિકલ્પો ત્યજી દે. બીજી રીતે વિચારીએ તો ભાઈ પરને ખુશી કરવામાં અને તે પદાર્થોને ગ્રહણ કરવાનો લગાવ ન રાખ. તું ગમે તેટલું મથે, જગતને રૂડું દેખાડવા ગમે તેવા પ્રયત્ન કરે પણ જગત રાજી થાય તેવું નથી. તું પાંચને ખુશી કરે ને બે નારાજ થાય ત્યાં તારો પ્રયત્ન વ્યર્થ જશે. વળી તું જે જે પદાર્થો ગ્રહણ કરે છે, સંગ્રહ કરે છે તે તારે છોડીને જવું પડે છે. અને તું પૂરી જિંદગીનો દાવ કંઈ ને કંઈ ગ્રહણ કરવામાં ગાળે છે તે વ્યર્થ જાય છે. કદાચ પુણ્યયોગે કોઈ તને અનુકૂળ થાય અને તું માને કે – મેં સૌને ખુશી કર્યા, પત્નીને હીરાથી શણગારી, પુત્રાદિને ઘણું ધન આપ્યું, મિત્રોને જમણ આપ્યું. સગાં-સ્વજનોને ભેટ આપી. થોડા દિવસ પછી તું જાહેર કરે કે હું સ્વયં દરિદ્રી થઈ ગયો છું. તારી પાસે હવે શેષ રહ્યું નથી. પછી જોજે કે તને કોણ પૂછવા આવે છે ? માટે જગતને રાજી રાખવા એ તારું કર્તવ્ય કે ગુણ નથી. તને મળેલો આ માનવજન્મ આત્મહિતમાં ગાળજે તો ભલું થશે. તું યોગી નથી, જગત વ્યવહારમાં છું ત્યાં સુધી તારે ગુણવૃદ્ધિ માટે મૈત્રી આદિ ભાવનાથી બળ મેળવવાનું છે. ગુણી પ્રત્યે મધ્યસ્થી રહેવાથી તો તું પ્રભુના માર્ગનો અપરાધી બને છે. દીન-દુઃખિયાં પ્રત્યે લાગણીશૂન્ય રહેવાથી તે જીવરૂપ હોવા છતાં અજીવપણે જીવે સમાધિશતક ૧૬૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ છે. અને કેવળ અજીવ એવા તારા દેહમાં સુખબુદ્ધિ કરી તું કર્મના સામ્રાજ્યમાં દુઃખનો અધિકારી બને છે. જેમ હિંસાને પાપ માને છે તેમ અન્યનું સુખ ન ઇચ્છવું તે પાપજનક છે. માટે જો તું હજી જગતવ્યવહારમાં હોય તો અન્ય જીવો સાથે મૈત્રીભાવનાથી ભરપૂર રહેજે. बहिस्तुष्यति मूढात्मा, पिहितज्योतिरन्तरे । तुष्यत्यन्तः प्रबुद्धात्मा, बहिावृत्तकौतुकः ॥६०॥ અંતર્શાન ન જેહને, મૂઢ બાહ્યમાં તુષ્ટ; કૌતુક જસ નહિ બાહ્યમાં, બુધ અંતઃસંતુષ્ટ. ૬૦ અર્થ : અંતરપ્રકાશ આવિરત હોવાથી મૂઢાત્મા બાહ્ય સંયોગમાં આનંદ માને છે. અને પ્રબુદ્ધાત્મા બાહ્ય કુતૂહલનો ત્યાગ કરી અંતરમાં સંતોષ માને છે. અંતરપ્રકાશ, અંતરપરિણતિ અતીન્દ્રિયજ્ઞાનનો વિષય હોવાથી મૂઢાત્માને તે ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી તેથી તે પરોક્ષ અને પરાધીન એવા ઇન્દ્રિયોના સંયોગમાં મળતા વિષયોમાં આનંદ માને છે. મીઠાની ગુણ પર જીવન ગાળી જેણે ખારાશમાં જ મીઠાશ માણી છે તેવી કીડીને સાકરની ગુણ પર મૂકવામાં આવે તો તેને સાકરની મીઠાશમાં સુખ ક્યાંથી ઊપજે ? તેમ મૂઢાત્માને જે સુખની કલ્પના જ નથી તો પછી તેમાં શ્રદ્ધા તો ક્યાંથી જ આવે ? પુણ્યયોગે મળેલી ભૌતિક સુખસામગ્રીમાં તેણે માન્યું કે આનાથી વિશેષ સુખ જગતમાં શું હોઈ શકે ? આપણે ભાઈ મોજ છે, આનંદ છે. મૂઢાત્માનું જીવન તૃષ્ણાના તારે તારે વીંટળાયેલું છે. મનગમતું મળે છે, છતાં સંતોષ નથી. હીરા જેવા તત્ત્વને ગુમાવી કાયારૂપી કાચનો ટુકડો મેળવી ખુશ થાય છે. અને ભોગ સૌ રોગમાં પરિણમ્યા ત્યારે મૂંઝાયો. તે તો માનતો હતો આ કર્મ-ધર્મને મારે શું લેવાદેવા ? પણ ઔષધ કામ ન લાગ્યાં. વૈદ્યો પણ હાથ ઊંચા કરી ઊભા રહ્યા. કોઈ ઉપાય ન રહ્યો. પેલી ચાર દિવસ માણેલી મોજ તો ૧૬૨ આતમ ઝંખે છુટકારો Page #174 -------------------------------------------------------------------------- ________________ દર્દની પીડામાં ખાખ થઈ ગઈ. . જગતનાં આવાં વિચિત્ર દૃશ્યો અને સંયોગોમાં પ્રબુદ્ધાત્મા ચિતવે છે કે આ સારવર્જિત સંસારથી સર્યું. મારા પોતાના અંતરની ગુફામાં સુખ છે. બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. મોક્ષના સુખ પ્રત્યેની સમ્યગુ સમજથી અને શ્રદ્ધાથી તેમનો અંતરપ્રકાશ ઝળહળતો છે, તેથી બાહ્ય કુતૂહલ શમી ગયું છે. અર્થાત્ બહાર કોઈ સાધનસામગ્રી સુખ આપશે તેવી અપેક્ષારહિત છે. આત્મિક સુખના અનુભવે તે સંતુષ્ટ છે. બહિરાત્મપણું ટળતાં જ્યારે જીવનમાં અંતરાત્મપણું પરિણામ પામે છે ત્યારે તેની વિચારની ચાલ જ બદલાઈ જાય છે. જે દેહાદિમાં તે નિત્ય વગેરે બુદ્ધિ થતી હતી તે હવે વિચારે છે કે શરીર સંયોગોથી ઉત્પન્ન થતું હોવાથી આદિવાળું છે માટે અંતવાળું છે, છતાં જીવને તેના પ્રત્યે મમતા અને અહંતા વર્તે છે, ત્યાં સુધી તે આત્માના વૈભવનો કે સ્વરૂપનો અંશમાત્ર સભાવ થતો નથી કે આત્મા જ અનાદિ છે, અનંત છે અને અરૂપી હોવાથી શુદ્ધ છે, નિત્ય છે. પરંતુ હવે દશા અને દિશા બદલાઈ જવાથી તેને આત્મ પ્રત્યે પ્રેમનો સદૂભાવ થાય છે. આત્મા પ્રત્યેના સદૂભાવથી સ્વભાવ પ્રગટે છે, સ્વભાવમાં રહે તો પરભાવ કંઈ જીવને આમંત્રણ આપતો નથી. સ્વભાવ પ્રગટ થાય ત્યારે જીવનાં પુણ્ય પણ પ્રગટે છે. સર્વોચ્ચ પદ સુધીની પ્રાપ્તિ સ્વભાવને આધારે છે. પરભાવ વધે દુઃખ વધે અને તુચ્છકાર પામે માટે સ્વભાવમાં રહેવું સુખદાયક છે. ન ગાનિત્તિ શરીરાશિ, સુવાચવુદ્ધયઃ | निग्रहाऽनुग्रहधियं, तथाप्यत्रैव कुर्वते ॥६१॥ તન સુખ-દુઃખ જાણે નહીં, તથાપિ એ તનમાંય, નિગ્રહ ને અનુગ્રહ તણી, બુદ્ધિ અબુધને થાય. ૬૧ અર્થ : શરીરાદિ સુખદુઃખ જાણતા નથી. તો પણ અજ્ઞાની તેમાં નિગ્રહ-અનુગ્રહ-બુદ્ધિ કરે છે. શરીર સુખદુઃખ જાણતાં નથી તેનો કદાચ તને વિશ્વાસ બેસતો ન હોય તો એક પ્રયોગ વિચારી જોજે કે કોઈ સ્વજનનો પ્રાણ સમાધિશતક ૧૬૩ Page #175 -------------------------------------------------------------------------- ________________ નીકળી ગયા પછી દેહ તો જેવો છે તેવો પડ્યો હોય છે. તેને જે ભોજન પૂર્વે ગમતાં હતાં તે પદાર્થો તેની સામે મૂકી જુઓ, તેને મનગમતાં વસ્ત્રો તેના શરીર પર મૂકી જુઓ, સુંદર ગીતોના સ્વર-તાર છેડો, એ શબને એમાંથી શું ગમશે ? શું ખાશે ? તું પોતે જ વિચારી જો. અરે ! અગ્નિસંસ્કાર આપે ત્યારે શબ બળી જાય તો પણ મુખમાંથી એક ચિત્કાર ન કાઢે. શું કારણ છે આનું? સમજાયું ? ભાઈ ! શરીરને કંઈ સુખદુ:ખ નથી. તું ખોટી પીડામાં પડ્યો છું. શરીરને નહિ સાચવું તો દુઃખી થશે. સાચવીશ તો સુખી થશે અને તેથી તેને દુ:ખ પડે તેવા સંયોગોમાં કંઈ નિગ્રહનો વિચાર ઊઠે છે. અર્થાત્ શરીરને ગરમી ન લાગે તેવો નિગ્રહ કરે છે. અને ઠંડક પહોંચાડવાનો અનુગ્રહ કરે છે. પણ સમય આવે તારી આ બુદ્ધિ એને કંઈ કામ લાગતી નથી. તેને તો અગ્નિની અર્પણતા કરવી પડે છે. આ કાયાનું પિંજર પ્રાણપંખેરું ઊડી ગયા પછી શબ થઈને રહે છે, અને જીવ વિચાર કરે છે કે અરે, જીવનભર ભેળા રહ્યા અને હવે આ શું થયું ? કાયા જણાવે છે કે ભાઈ ! હું તો જડ, તું ચેતન - લક્ષણે જુદા હતા. એક ક્ષેત્રમાં રહ્યા એટલે તને ભ્રમ પેદા થયો કે આપણે એક જ છીએ. અને તેથી તે અનુગ્રહ કરીને, પ્રેમ કરીને હીર-ચીર પહેરાવ્યાં. મેવા-મીઠાઈ જમાડ્યાં. પણ આ પુદ્ગલ તો અગ્નિસંસ્કારે રાખ થવાનું અને અમારે માટીના પૂતળાને માટીમાં મળી જવાનો કંઈ અફસોસ નહિ. આમ છતાં અજ્ઞાની એવો દેહાભિલાષી કંઈ બોધ પામતો નથી. स्वबुद्धया यावद् गृह्णीयात्कायवाक्चेतसां त्रयम् । संसारस्तावदेतेषां, भेदाभ्यासे तुं निवृत्तिः ॥६२॥ જ્યાં લગી મન-વચન-કાયાને આતમરૂપ મનાય, ત્યાં લગી છે સંસાર ને ભેદથકી શિવ થાય. ૬૨ અર્થ ? જીવ જ્યાં સુધી મન-વચન-કાયાના યોગને સ્વાત્મબુદ્ધિએ ૧૬૪ આતમ ઝંખે છુટકારો Page #176 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરે છે ત્યાં સુધી સંસાર છે. અને તે મન-વચન-કાયાના યોગથી નિવૃત્તિ કરે છે ત્યારે મુક્તિ છે. મન-વચન-કાયા એ પૌલિક છે. તે આત્મફુરણા વડે સક્રિય બને છે, ત્યારે યોગ કહેવાય છે. એ ત્રિયોગની પ્રવૃત્તિથી આત્મપ્રદેશો કંપાયમાન થવાથી જીવને કર્મવર્ગણાનો સંબંધ થાય છે. એ કર્મસંબંધ એ જીવનો સંસાર છે. આ મન-વચન-કાયાના યોગ તેરમા ગુણસ્થાનક સુધી જીવ સાથે સંયોગ ધરાવે છે. પરંતુ તે અવસ્થામાં ઉપયોગ શુદ્ધ હોવાથી આ યોગથી ઈર્યાપથક્રિયા હોય છે, જે સમયવર્તી છે. અઘાતી કર્મનો યોગ હોય છે, પરંતુ તેથી નવું બંધન ઉત્પન્ન થતું નથી. આવેલો ઉદય નિર્જરી જાય છે. વળી જ્યારે આયુષ્ય પૂર્ણ થવાનું હોય ત્યારે એ કેવળી ભગવંતો આ ત્રણે યોગોનો નિરોધ કરી નિર્વાણ પામે છે.' સંસારી જીવ આ ત્રણે યોગ સાથે ઘણું એકત્વ ધરાવે છે. મનથી કેટલાય ઘાટ ઘડે છે અને છોડે છે. કેટલીય વિદ્યાઓમાં પારંગત થાય છે. કેટલાંયે શાસ્ત્રોના પાઠ ધારણ કરે છે. કેટલાંય ભાષણો કરી પંકાય છે. શરીર માટે તો કેટલાય શણગાર સજે છે, એ સર્વમાં આત્મબુદ્ધિએ એકાકાર થયેલો તે સંસારનું બંધન કરે છે. યોગ તો તેરમા ગુણસ્થાન સુધી રહે છે. પણ જેને આત્મજ્ઞાન છે તેને તો આ જગતનાં દ્રવ્યોનું અને તેના ગુણપર્યાયોનું જ્ઞાન છે. પર્યાય પ્રત્યેની દૃષ્ટિને હટાવી તે જ્ઞાની દ્રવ્યનો બોધ પામે છે. વિભાવથી ભેદજ્ઞાન વડે ભિન્ન જાણી દ્રવ્યદૃષ્ટિમાં દઢ રહે છે. એ ભેદજ્ઞાન વડે તે સર્વ કર્મોથી, યોગોથી આત્માને ભિન્ન માને છે. નિરંતર તેનો પ્રયોગ કરી વિભાવજનિત અજ્ઞાનનો નાશ થતાં તે મુક્ત થાય છે. સયોગી કેવળી યોગનો નિરોધ કરી સર્વથા મુક્ત થાય છે. કારણ કે યોગ પણ સ્વરૂપજનિત નથી પણ સંયોગ છે. આયુષ્ય પૂર્ણ થતાં દેહાદિક સર્વ અવસ્થાઓ સમાપ્ત થાય છે. જબલી પ્રાણી નિજમતે, ગ્રહે વચન-મન-કાય.' તબલોં હૈ સંસાર સ્થિર, ભેદજ્ઞાન મિટિ જાય. છંદ-૫૪ સમાધિશતક ૧૬૫ Page #177 -------------------------------------------------------------------------- ________________ અર્થ : જ્યાં સુધી જીવ મન-વચન-કાયાને નિજબુદ્ધિએ ગ્રહણ કરે છે ત્યાં સુધી તેનો સંસાર પણ ચિરકાળ રહે છે. પરંતુ જો તેને ભેદજ્ઞાન પ્રાપ્ત થાય તો સંસાર સમાપ્ત થાય છે. ‘તત્ત્વાર્થસૂત્ર'માં કહ્યું છે કે ‘યોગઃ સાશ્રવઃ યોગ એ કર્મોને આવવાનાં કારણ છે. શરીર, વાણી અને મન આ આત્માને શરીરમાં રહેવાનાં સાધનો છે. ત્રણે યોગની પ્રવૃત્તિમાં શુભાશુભ પરિણામ થવાથી જીવને શુભાશુભ આશ્રવ થાય છે. આશ્રવના કારણે આવેલી કર્મરજો આત્મપ્રદેશો સાથે એકમેક થાય છે તે બંધ અર્થાત્ સંસાર છે. મન-વચન-કાયાના યોગો તેરમા ગુણસ્થાનક સુધી રહે છે. છતાં કેવળજ્ઞાની તે યોગથી બંધાતા નથી કારણ કે તેમને આ યોગમાં મમતારૂપી નિજબુદ્ધિ થતી નથી. તે યોગોની પ્રવૃત્તિ કેવળ સમયવર્તી હોય છે, જે નિર્જરાનું કારણ બને છે. તેથી નીચેના ગુણસ્થાનકે યોગ છે. પરંતુ શ્રેણીમાં આરૂઢ મુનિને બુદ્ધિવશ પ્રવૃત્તિ નથી તેથી યોગ દ્વારા આશ્રવ નથી. તેથી નીચેની ભૂમિકાએ યોગોની પ્રવૃત્તિ હોવાથી યોગાશ્રવ છે. પરંતુ ભેદજ્ઞાનની હાજરીમાં તે યોગો સાથે એકત્વ નથી. તેથી સંસાર સંક્ષેપ પામે છે. અને તેથી નીચેની ભૂમિકાએ જો જીવ સાધનામાર્ગમાં છે તો તેને ઇરિયાવહી સૂત્ર દ્વારા કાયોત્સર્ગની ક્રિયાથી કે યોગોની સમિતિ કે ગુપ્તિ દ્વારા અનંત સંસાર અટકે છે. યોગ દ્વારા શુભાશુભ આશ્રવ છે. અશુભથી દૂર થવા પ્રથમ ભૂમિકામાં શુભાશ્રવ હોય છે. પરંતુ તેને હેયરૂપ જાણી સાધક તેમાં એકત્વ કરતો નથી. પણ ભેદજ્ઞાનની ભૂમિકાએ પહોંચી ગુણસ્થાનકની યોગ્યતા પ્રમાણે યોગથી નિવૃત્ત થતો જાય છે. અને ચૌદમે ગુણસ્થાનકે સર્વથા મુક્ત થઈ નિર્વાણ પામે છે. શુભાશ્રવથી વળી પાછો અશુભમાં ન જાય પણ શુદ્ધ તરફ જાય તે માટે તેણે શુભાશ્રવમાં અટકવાનું નથી તે અપેક્ષા છે. ૧૬૬ घने वस्त्रे यथाऽऽत्मानं, न धनं मन्यते तथा । घने स्वदेहेप्यात्मानं, न घनं मन्यते बुधः ॥ ६३ ॥ આતમ ઝંખે છુટકારો Page #178 -------------------------------------------------------------------------- ________________ સ્કૂલ વસ્ત્રથી જે રીતે સ્થૂલ ગણે ન શરીર, પુષ્ટ દેહથી જ્ઞાનીજન પુષ્ટ ન માને જીવ. ૬૩ અર્થ : જ્ઞાની જાડું વસ્ત્ર પહેરવાથી શરીરને જાડું માનતા નથી તેમ શરીર જાડું હોવાથી જ્ઞાની આત્માને જાડો માનતો નથી. શરીર પર પહેરેલું વસ્ત્ર શરીરથી ભિન્ન હોવાથી તે જાડું હોય તો શરીર જાડું મનાતું નથી. વસ્ત્ર એ શરીરની શોભાનું કે રક્ષણનું એક સાધન છે, પણ તે શરીરરૂપે નથી. બંને પદાર્થો સ્પર્શાદિ લક્ષણથી હોવા છતાં આકૃતિ ભેદે પ્રકૃતિનો ભેદ થાય છે. જીવ માનવ-શરીર ધારણ કરે છે. ત્યાં સુધી તેને વસ્ત્રાદિની બાહ્ય જરૂરિયાત છે. શરીરની આકૃતિ વસ્ત્રને ધારણ કરે છે. વસ્ત્ર શરીરને ઢાંકે છે. છતાં બંને ભિન્ન છે તેથી જાડા વસ્ત્રથી શરીર જાડું બનતું નથી. જ્ઞાની જાણે છે કે તે પ્રમાણે શરીર જાડું, હૃષ્ટપુષ્ટ હોવાથી જીવ જાડો થતો નથી કે તેનામાં રહેલી બુદ્ધિ-વિચારશક્તિ પણ જાડી થતી નથી. જો શરીર પુષ્ટ હોવાથી આત્મા પુષ્ટ થાય અને શરીરના કૃશ થવાથી આત્મા કૃશ થાય તો શરીર એ જ આત્મા એવું ઠરશે. પણ દેહ એ આત્મા નથી તેથી કૃશ શરીર હો કે પુષ્ટ શરીર હો – આત્મા પોતાના જ્ઞાનના ક્ષયોપશમ અનુસાર જ્ઞાન-વિચાર ધરાવે છે. અર્થાત્ દેહ પ્રત્યે વસ્ત્રનો જેવો ભેદસંબંધ છે તેવો દેહ પ્રત્યે આત્માનો સંબંધ જ્ઞાની અનુભવે છે. જેમ તરવારના આકારની દેખાતી મ્યાનમાં તરવાર હોવા છતાં મ્યાન અને તરવાર જુદાં છે, તેમ દેહ અને આત્મા એક ક્ષેત્રમાં એકાકાર દેખાવા છતાં બંનેનો ભેદસંબંધ જ્ઞાની યથાર્થપણે જાણે છે. जीर्णे वस्त्रे यथाऽऽत्मानं, न जीर्णं मन्यते तथा । जीर्णे स्वदेहेऽप्यात्मानं, न जीर्णं मन्यते बुधः ॥६४॥ જીર્ણ વસ્ત્રથી જે રીતે જીર્ણ ગણે ન શરીર, જીર્ણ દેહથી જ્ઞાનીજન જીર્ણ ન માને જીવ. ૬૪ અર્થ : ધારણ કરેલું વસ્ત્ર જીર્ણ થતાં શરીર જીર્ણ થતું નથી તેમ શરીર જીર્ણ થતાં આત્મા જીર્ણ થતો નથી તેમ જ્ઞાની જાણે છે. સમાધિશતક ૧૬o Page #179 -------------------------------------------------------------------------- ________________ જૂનાં વસ્ત્રો ધારણ કરવાથી યુવાન વૃદ્ધ દેખાતો નથી, કે સૌંદર્ય છુપાતું નથી. બહિરાત્મા માને છે કે આ શરીર જીર્ણ થવાથી હું વૃદ્ધ થયો કે મને રોગ થયો છે. તેથી વળી તેને પુષ્ટ કે નીરોગી કરવા ઔષધ ખાય છે. કૃશ ન થયું હોય તો પણ ભયથી તે વસાણાં ખાય છે કે ભવિષ્યમાં કૃશ ન થાય. પણ અશાતાનો ઉદય હોય તો વસાણાં કામ લાગતાં નથી. અને વૃદ્ધાવસ્થા આવતાં કદાચ ધોળા વાળને કાળા કરે, સુંદર ફેઇમવાળા ચશ્માં પહેરે, શણગાર કરે, જરીનાં વસ્ત્રો પહેરે પણ હાય આ વૃદ્ધાવસ્થાને ઢાંકી શકાતી નથી. અને યૌવન પાછું લાવી શકાતું નથી. જીર્ણ વસ્ત્રો બદલ્યું પણ બચી શકાતું નથી. પણ તેને સમજ પેદા થાય કે જીર્ણશીર્ણ થવું તે શરીરનો ધર્મ છે. તેના કૃશ થવાથી મારો આત્મા ક્ષીણ થતો નથી. આત્મા શરીરના ધર્મથી પર છે. જ્ઞાની જાણે છે કે જો સાચા ધર્મનો રંગ લાગ્યો હશે તો આત્મા સુકાઈ જવાનો નથી. દરિયાનું બિંદુ દરિયામાં રહે ત્યાં સુધી દરિયાની ઉપમા પામે છે. તેમ જ્ઞાની જ્ઞાનસ્વરૂપના વિકાસને જ આત્મા માને છે. શરીર કુશ થવાથી આત્મા કૃશ થતો નથી તેથી તપાદિથી દેહભાવને શમાવે છે. સાગરનું બિંદુ સાગરની દોસ્તી છોડી દે તો સ્વયં નષ્ટ થઈ જાય છે. પરંતુ સાગર તો સાગર જ રહે છે. તેમ શરીર છૂટી જવાથી શરીર નષ્ટ થાય છે, પરંતુ આત્મા તો ચૈતન્યસ્વરૂપ જ રહે છે. સુખ દુઃખ જીરને નવૈ, ક્યું કપરે હું દેહ, , તાતે બુધ માને નહિ, અપની પરિણતિ તેહ. છંદ-૫૫ અજ્ઞાની નવાં વસ્ત્ર ધારણ કરવામાં સુખ અને જીર્ણ વસ્ત્ર ધારણ કરવામાં દુઃખ માને છે. બુધજનો દેહને ધારણ કરવો પોતાનો સ્વભાવ નથી તેમ માને છે તેથી દેહની જીર્ણતાથી આત્માને જીર્ણ થયેલો માનતા નથી. આદિ અને અંતવાળા દેહને જન્મ્યો ત્યારથી ક્ષીણતા લાગી છે. જન્મ-મરણના બે માળખા વચ્ચે આત્માની નિયતા ઢંકાઈ ગઈ છે. તેથી વૃદ્ધાવસ્થા આદિને પોતાની જ અવ થા માને છે. તેથી અબુધ મૂંઝાય છે. જીર્ણ અવસ્થા શરીરની છે, કારણ કે શરીર ૧૬૮ આતમ ઝંખે છુટકારો Page #180 -------------------------------------------------------------------------- ________________ તેવા ધર્મવાળું છે. તેવું નહિ જાણનારો મૂઢ વૃદ્ધાવસ્થામાં યુવાનીનાં સ્વપ્ન જુએ છે. અને દુઃખી થાય છે. કેવળ જેને ભેદજ્ઞાન પ્રાપ્ત થાય છે તે શરીરની અવસ્થાને પોતાની માનતા નથી, જ્ઞાની તો સ્વભાવની શુદ્ધ અવસ્થાને પોતાની માને છે. દેહ સુખદુઃખ અનુભવતો નથી. તેથી જીર્ણ થવું તે શરીરની અવસ્થા છે. બુધજનો તેમાં પોતાની પરિણતિ માનતા નથી. સહસ્ર રશ્મિયુક્ત સૂર્ય વાદળાંઓથી ઢંકાઈ જાય તો પણ તેની સ્વગત જ્યોતિ નષ્ટ થતી નથી. તેનો પ્રકાશગુણ તો જેવો હતો તેવો જ રહે છે. વાયુના ઝપાટાથી તે વાદળાં વિખરાઈ જતાં સૂર્યનાં સહસ્ર કિરણો ઝળકી ઊઠે છે. તેમ જ્ઞાની કહે છે કે ભાઈ, રાગાદિનાં પ્રબળ વાદળાં વડે આત્માના જ્ઞાનાદિ ગુણો આવરણ પામ્યા છે. છતાં આત્મા જ્ઞાનસ્વરૂપે સ્વભાવમાં પ્રકાશી રહ્યો છે તેના તરફ દૃષ્ટિ કર. રાગાદિ ટળી જતાં જ્ઞાનાદિ ગુણો પ્રગટ થશે. જૈસે નાશ ન આપ કો, હોત વસ્ત્રકો નાશ, તૈસે તનુ કે નાશસે, આતમ અચલ અનાશ. છંદ-૫૬ સામાન્ય માનવ પણ જાણે છે કે વસ્ત્રનો નાશ થવો, બળી જવું વગેરે થાય તો તેમાં પોતાના શરીરનો નાશ થતો નથી, તો પછી શરીરનો નાશ થવાથી આત્માનો નાશ ક્યાંથી થાય ! જ્ઞાની એમ જાણે છે, અનુભવે છે કે શરીરના નાશથી મારો આત્મા નાશ . પામતો નથી. તે અચલ, ધ્રુવ અને અવિનાશી છે. જેને આદિ નથી તેનો અંત ન હોય. તેથી તેઓ મૃત્યુના ભયરહિત નિઃશંક છે. બાહ્ય પદાર્થોની હાનિથી તેઓ આત્માને ગ્લાનિ કરતા નથી. આ લોક-પરલોકના સુખાદિના ભયરહિત છે. કોઈ પ્રકારે જ્ઞાનીનો આત્મા પરપદાર્થના પરિવર્તનથી આકુળ થતો નથી. ભેદજ્ઞાની જાણે છે કે હું તલભાર પણ રોગી કે ભોગી નથી. દેહમાં વસેલો, મયાના પાશથી બંધાયેલો અબુધ પોતાને રોગી, ભોગી માને છે અને સંસારનું ભ્રમણ કરે છે. પરના સંગે પોતાનું જ સમાધિશતક • ૧૨ ૧૬૯ Page #181 -------------------------------------------------------------------------- ________________ વિસ્મરણ કર્યું. પણ ભાઈ ! તને આ કર્મના ક્ષયોપશમથી માનવજન્મ મળ્યો અને તેં નહિ ધારેલું કે માગેલું તને મળ્યું માટે હવે પૂર્ણ સુખને સાધ્ય કરી લે. તને વિચારવાથી પણ સમજાશે કે આ જન્મનો જે દેહ તે ધારણ કર્યો છે તેને પૂર્વ કોઈ ક્રિયાની સ્મૃતિ થતી નથી કે મને કાલે પેટમાં દુખ્યું હતું. પરંતુ તે દેહની તે તે ક્રિયાને જાણું છું. જોકે હાલ હું કર્મોથી આવરાયેલો હોવાથી મારું એ જ્ઞાન પણ અજ્ઞાનમૂલક છે. પરંતુ એ અનુભવ વડે પણ તું ખાતરી રાખ કે તું સ્વયં જ્ઞાનસ્વરૂપ છું. હાલ મારા એ જ્ઞાનાદિ અપૂર્ણ છે, પરંતુ કર્મોનાં વાદળાં દૂર થતાં મારું મૂળ સ્વરૂપે પ્રગટ થશે. આત્મા અચલ - ધ્રુવ સ્વભાવે પ્રગટ થશે. नष्टे वस्त्रे यथाऽऽत्मानं, न नष्टं मन्यते तथा । नष्टे स्वदेहेऽप्यात्मानं न नष्टं मन्यते बुधः ॥६५॥ વસ્ત્રનાશથી જે રીતે નષ્ટ ન ગણે શરીર, દેહનાશથી જ્ઞાનીજન નષ્ટ ન માને જીવ. ૬૫ અર્થ : વસ્ત્રનાશથી શરીરનો નાશ નથી તેમ દેહનાશથી જ્ઞાનીઓ આત્માનો નાશ માનતા નથી. જીવ ગમે તેટલો બુદ્ધિહીન હોય પણ તે એટલું તો જાણે છે કે વસ્ત્રનો નાશ થવાથી શરીર નાશ પામતું નથી. પરંતુ વસ્ત્રાદિનું મમત્વ જીવને વસ્ત્રનાશથી કે ખોવાઈ જવાથી દુ:ખદાયક થાય છે. વળી દેહ અને જીવને મમતાને કારણે તે એકરૂપ જાણે છે, અને તેથી તેની સર્વ ક્રિયા પણ દેહાત્મબુદ્ધિથી થાય છે. જેમ દેહ સાથે મમત્વનું એકત્વ છે તેમ જીવને તેના મનગમતા સર્વ પદાર્થો પર એકત્વ છે તેથી તેની વર્તના પરમાં સ્વબુદ્ધિયુક્ત હોય છે. અબુધ જીવ જાણતો નથી કે આ સર્વ દેહાદિની ક્રિયા છે, જન્મ-મરણ આદિ છે, ધન કે પરિવાર આદિ છે, સુખ-દુઃખાદિ છે. તેને હું જાણું છું પણ પરપદાર્થરૂપે હું છું નહિ. અનાદિનો મિથ્યાભાવ તેને પરપદાર્થમાં પોતાપણાના ભાવથી મૂંઝવે છે. એટલે દેહના નષ્ટ ૧૦૦ આતમ ઝંખે છુટકારો. Page #182 -------------------------------------------------------------------------- ________________ થવાથી તે મૂંઝાય છે. જોકે પોતાના દેહને મરેલો જોવા જ તે રહેતો નથી. પરંતુ અન્યના દેહનો નાશ જોઈને આત્માનો નાશ માને છે. જડ અને ચૈતન્ય બંને લક્ષણથી ભિન્ન છે. આત્મા તે પંચભૂત પદાર્થોથી ઉત્પન્ન થયો નથી, કે જેથી સંયોગોના નાશ થવાથી નાશ પામે. તે તો નિત્ય અને શાશ્વત છે. આવી જેને પ્રતીતિ વર્તે છે તેવા જ્ઞાની જડ પદાર્થો પ્રત્યે સાક્ષીભાવે વર્તે છે. અને કાયાની માયા મૂકી સમભાવે વર્તે છે. દેહ, વસ્ત્ર, પાત્ર, જડ પદાર્થો સંયોગથી ઉત્પન્ન થાય છે. તે નિત્ય ટકવાવાળા નથી. આત્મા કેવળ ચૈતન્યસ્વરૂપે એક જ અવસ્થાવાળો નિત્ય છે. આત્મામાં અજ્ઞાનવશ ઉત્પન્ન થતા રાગાદિભાવ પણ અનિત્ય છે. પરંતુ આત્મા સ્વભાવે અનિત્ય નથી. રાગાદિ નાશ થતાં આત્મા સ્વયં વીતરાગ સ્વરૂપે પ્રગટ થાય છે. પરંતુ દેહના નાશથી તેનો નાશ થતો નથી. પરંતુ દેહપાશથી એવો બંધાયેલો છે કે તેને દેહની ક્ષણિકતાનું ભાન થતું નથી. જો તેને ભાન થાય કે પૂર્વે આવા કેટલા દેહ ધારણ કર્યા અને છોડ્યા. મને શું મળ્યું ? એક દેહને બચાવી ન શક્યો કે ન સાથે લાવી શક્યો. કેવળ મમત્વ કરી દુઃખી જ થયો. સુખ ન પામ્યો. તો એને આ દેહની જાળમાંથી છૂટવાનું સૂજે. માનવીના મનની પણ કેવી જટિલતા છે કે જે વસ્તુ તેના અહિતમાં હોય, તે જેનાથી દુઃખ પામે તેનાથી છૂટવાનું પણ વિચારી શકતો નથી. એ મનના પ્રપંચ, માયા અને મલિનતા સમજાય તો તેમાંથી નીકળવાનો ભાવ આવે કે એ મલિનતા સર્વનાશનું કારણ છે. અમર આત્માને આ મલિનતા ક્ષણે ક્ષણે ભાવમરણ કરાવે છે. હું નાશરહિત છું. જ્ઞાની આમ બોધને ગ્રહણ કરી આત્માનું શાશ્વતપણું માને છે. रक्तवस्त्र यथाऽऽत्मानं न रक्तं मन्यते तथा । रक्ते स्वदेहेऽप्यात्मानं न, रक्तं मन्यते बुधः ॥६६॥ સૂજે અને તેનાથી છૂટકે વસ્તુ તેની સમાધિશતક ૧૦૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ રક્ત વસ્ત્રથી જે રીતે રક્ત ગણે ન શરીર, રક્ત દેહથી જ્ઞાનીજન રક્ત ન માને જીવ. ૬૬ અર્થ : લાલ વસ્ત્રના ધારણ કરવાથી માણસ પોતાને લાલ વર્ણવાળો માનતો નથી. તેમ શરીરના લાલ થવાથી જ્ઞાની આત્માને લાલ માનતા નથી. દેહભાનવાળાં એમ તો બુદ્ધિમાન છે. તેણે લાલ વસ્ત્ર પહેર્યું હોય અને કોઈ મિત્ર કહે કે “ઓહો ! આ જ તો તમે કંઈ લાલ જણાઓ છો ને ?' લાલ વસ્ત્રવાળી વ્યક્તિ તરત જ ભવાં ચડાવીને કહેશે કે “મારું વસ્ત્ર લાલ છે. હું લાલ નથી.” આવો બુદ્ધિમાન માનવ દેહના રૂપે રૂપાળો, યુવાનીમાં કાંતિ શક્તિવાળો માનીને વૃદ્ધની વાત સાંભળવા તૈયાર નથી કે તેઓ એક દિવસ તારા જેવા જ હતા. તે તો માને છે કે હમણાં હું જેવો દેખાઉં છું તેવો જ રહેવાનો છું. કોઈ કહે કે “ઓહો ! હમણાં તો લાલ ટામેટા જેવા લાગો છો !' તો મનમાં ખુશ થાય. પણ એ લાલ ક્યારે પીળું બનશે તે તો તેની સમજમાં નથી. બુદ્ધિમાન જેમ લાલ વચ્ચે પોતાને લાલ માનતો નથી તેમ જ્ઞાની શરીરની કોઈ પણ ક્રિયા કે અવસ્થાને પોતાની માનતા નથી. દેહનું મૂળ સ્વરૂપ તેઓ જાણે છે કે તે સપ્તધાતુનું બનેલું અશુચિયુક્ત છે. તેમાં રાચવા જેવું નથી. ગમે તેવા સુંદર પદાર્થોને વિકૃત કરવાનું કારખાનું છે. તેને શુદ્ધ કરવા છતાં થવાનું નથી, રહેવાનું નથી. - કરેલો પરિશ્રમ વ્યર્થ જવાનો છે, તો પછી મૂળમાં શુદ્ધ છે, તેને લાગેલી મલિનતા એક સંયોગ છે. આવું સ્પષ્ટ ભાન વર્તે છે તેવા જ્ઞાની દેહના કોઈ દેખાવથી રાજી થતા નથી. સૌનો પ્રગટ અનુભવ છે કે દેહ સાચવ્યો સચવાતો નથી. પ્રાણ જતાં તેને રાખી શકાતો નથી. તે લાલ હોય તો શું ને ગોરો હોય તો પણ શું ? વસ્ત્રની જેમ દેહ નાશવંત છે પણ દેહની જેમ આત્મા નાશવંત નથી, સંસારમાં ભવ ધારણ કરે છે. પરંતુ તે સ્વભાવથી તો અજન્મા છે. વળી જો દેહદૃષ્ટિ ટળે તો યુવાનીનો ઘમંડ અને વૃદ્ધાવસ્થાનું દુઃખ પણ ટળે. હું વૃદ્ધ નથી પણ આત્મા ૧૦૨ આતમ ઝંખે છુટકારો Page #184 -------------------------------------------------------------------------- ________________ છું. એમ માની પુરુષાર્થ કરવા માટે ઉત્સુક રહે. જ્ઞાની પુરુષનું જ્ઞાન પ્રકાશિત છે, તેઓ આત્માની, નિત્યતાની અપૂર્વ શ્રદ્ધાવાળા છે, તેથી નાશવંત એવા શરીરમાં મમતા ધારણ કરતા નથી. આથી દેહનાં પરિવર્તનો તેમને ચલિત કરતાં નથી. તેમનો દઢ નિશ્ચય વર્તે છે કે દેહને તપાવીને પણ આત્માને જ પ્રગટ કરવો. આવું નિશ્ચય બળ કંઈ એકાએક આવતું નથી. પણ આત્મસ્વરૂપને એકાંતે ચિંતનમાં લો, નિત નિત એનું ધ્યાન કરો, તો જરૂર સ્વરૂપ અનુભવમાં આવશે. મમતા ઘટશે, સમતા ધારણ થશે. એટલે શરીરના દુઃખે દુઃખ રહેતું નથી. પરંતુ જેનો સ્વભાવ જ સુખમય છે આત્મિક આનંદથી પરિપૂર્ણ છે, તેને દેહાદિનાં તુચ્છ સુખોમાં કંઈ સાર જણાતો નથી. પૂર્વે જોયેલા, જાણેલા, સુંઘેલા, ઉત્પાદ અને વ્યયવાળા તે પદાર્થો ઈન્દ્રિયોને પ્રિય હો કે અપ્રિય હો, જ્ઞાની એવા ઢંઢના રંગથી રંગાતા નથી. એ તો અવર્ણ એવા ધર્મવાળા આત્માના રંગે રંગાયેલા છે. यस्य सस्पन्दमाभाति, निःस्पदेन समं जगत् । अप्रज्ञमक्रियाभोगं, स शमं याति नेतरः ॥७॥ સક્રિય જડ જેને દીસે અક્રિય અણભોગ, તે જાણે નહિ આત્માને, અન્ય નહિ તદ્યોગ. ૬૭ અર્થ : નિરંતર પરમાણુઓથી સ્પંદિત જગત (દેહાદિ) જેને નિઃસ્પંદન અર્થાતુ નિશ્ચેષ્ટ, અચેતન, અક્રિય અભોગ લાગે છે, તે જ્ઞાની સમતારૂપ અમૃતને પામે છે. તેવું સુખ અબોધ પુરુષ ચાખી શક્તો નથી. સર્પદ એટલે હાલતા-ચાલતા એવા શરીરાદિ રૂપમાં કે જગતના પદાર્થોમાં જીવો ચેતનનો ભ્રમ માને છે. પરંતુ જ્ઞાની શરીરાદિ પદાર્થોમાં સ્વયં સ્પંદનની શક્તિ જોતા નથી. ચેતનાનો સંચાર તે હલનચલનમાં નિમિત્ત છે. શરીરાદિરૂપ જગત તો સ્પંદનરહિત જડ છે, દ્રવ્યમાત્ર સ્વમાં પરિણમનની ક્રિયાવાળા છે પરંતુ અન્ય પદાર્થો માટે અક્રિય છે. જગતની રચનામાં દરેક પદાર્થો નિમિત્ત-નૈમિત્તિક સમાલિશતક - ૧૦૩ Page #185 -------------------------------------------------------------------------- ________________ ન્યાયે રહેલા છે. તે પદાર્થો જડ હોવાથી તેનામાં ભાવરૂપ ચેતના નથી તેમાં સુખાદિનો ભોગ-અનુભવ નથી. તે પદાર્થોમાં જ્ઞાનસ્વરૂપ વિવેક જ્ઞાન નથી. આવો જ્ઞાનીને નિશ્ચય છે તે પુરુષ મૌન થાય છે, સમતાસ્વરૂપે રહે છે. દેહમાં રહેલા પરમાણુઓના સ્કંધોનું સ્પંદન-હલનચલન છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિ તે ક્રિયા છે. પંચેન્દ્રિયો દ્વારા જે વિષયાનુભવ થાય છે તે ભોગ છે. છતાં જ્ઞાની દેહના મમત્વને, એકત્વને ત્યાગી, યોગ-ક્રિયારહિત ઇન્દ્રિયોના ભોગરહિત સ્થિર ચિત્તવાળા છે. તે પોતાના સમતા સ્વરૂપને પુનઃ પુનઃ અનુભવ કરે છે અને આત્મિક સુખને પામે છે. તેવું અનુપમેય સુખ અબોધ જીવો પામી શકતા નથી તેઓ નિરંતર પરપદાર્થોથી પ્રભાવિત થાય છે. જ્ઞાન-ધ્યાન-તપ-શીલ-સમ્યક્ત્વાદિ ગુણથી પણ વિશેષ સમતાગુણ છે. સમતા એ જ આત્મા છે. ક્ષયોપશમ ભાવ પરંપરાએ નિરાવરણ એવા ક્ષાયિકભાવનું નિમિત્ત બને છે. પરંતુ કષાયના અભાવથી જે ચારિત્ર પ્રગટ થાય છે તે શુદ્ધ યથાખ્યાત ચારિત્ર છે, એ સમતાનું જ સ્વરૂપ છે. તેથી સમતાસ્વરૂપ આત્માને ભાવવો. જે મહાત્મા પુરુષો આત્મસિદ્ધિને વર્યા કે ભવિષ્યમાં તેને પ્રાપ્ત કરશે તે સૌ આત્માભિમુખતાથી જ આત્મસિદ્ધિને પ્રાપ્ત થયા છે. તપ, જપ, શીલ, આદિ જો આત્મસિદ્ધિ માટે ન થયા તો તે વ્યર્થ છે. આત્માભિમુખ ન થવું તે પણ જીવનો પ્રમાદ છે, પાણીમાં રહેલું માછલું તરસ્યું રહે ? જળરહિત મીન પ્યાસી માની શકાય ? મનુષ્યને સન્દેવાદિ મળે અને અમૃતને પ્રાપ્ત ન કરે તો તેમાં દોષ પોતાના જ પ્રમાદનો છે. પરવશ દીનતા કરીને ઘણું રખડ્યો, પરપરિણતિમાં રાચિને પ્રાપ્ત રિદ્ધિઓને ફેંકી દીધી. સંસારની મોહિની કદાચ તને ભ્રમ પેદા કરે તો અંતરનું બળ વાપરીને તું કોઈ સદ્ગુરુ પાસે પહોંચી જજે. અને સદ્ધર્મનો મર્મ ગ્રહણ કરજે. તેઓ જે માર્ગ બતાવશે તે તારા હિતમાં હશે. દૃઢ મનોબળથી તું પ્રયત્ન કરજે. તો વિજયમાળા તને વરશે. ૧૦૪ આતમ ઝંખે છુટકારો Page #186 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીને જગત પ્રત્યે જોવાની દૃષ્ટિ અને જગતને જ્ઞાની તરફ જોવાની દૃષ્ટિમાં તફાવત છે. આત્મભાવમાં લીન એવા અંતરાત્મા કે જેને ભેદજ્ઞાન પ્રવર્તે છે. તેથી તેમને જગત તત્ત્વદૃષ્ટિ એ ભ્રાંત લાગે છે. છતાં નેત્રે અંધ જેવું જણાય છે. સ્વસ્વરૂપના સુખને ત્યજીને સંસારના ખારા જળ પ્રત્યે પ્યાસ છિપાવવા દોડતું જણાય છે. અને આત્મહિત બુદ્ધિરહિત ગાઢ નિદ્રામાં સૂતેલું જણાય છે. હિતાહિતના વિચાર વગરનું જાણે અસંજ્ઞીપણું પામ્યા હોય તેવા જીવો જણાય છે. પરાધીનતાની ફાંસીના માંચડે લટકેલા હોય તેવા વ્યાકુળ દેખાય છે. પરંતુ જ્ઞાની યોગી તો સ્વરૂપમાં મસ્ત છે, કોઈ વરદાન આપો કે શ્રાપ આપો. શરીરમાં શાતા હો કે અશાતા હો, અને શરીરને કોઈ તાડન-પીડન કરે કે લેપ કરે તો પણ તે આત્મસ્વરૂપથી ચલાયમાન થતા નથી. તેમનું સ્વરૂપચિંતન જ તેમને ટકાવે છે. તેઓ વિચારે છે કે ચક્રવર્તીથી માંડીને ઇન્દ્ર સુધીના સર્વ મરણને આધીન છે. તેમનું ઐશ્વર્ય કર્મને આધીન છે. જેનો લોકો મદ કહે છે તેવા ધન, માન, સત્કાર, બળ, જ્ઞાન, રૂપ સર્વ પુણ્યને આશ્રીને ટકે છે. બાકી તો તે સર્વે સુખ પોલા ઢોલ જેવાં છે. આમ સર્વત્ર અસારતાથી વૈરાગ્ય પામી તેમને એક સ્વરૂપ જ નિર્ભયસ્થાન જણાય છે. નિરંતર સ્પંદિત પરિવર્તનશીલ જગતના પદાર્થો જ્ઞાનીને અભોગ્ય છે. તેથી તેઓ સમતા ધારણ કરે છે. જંગમ જગ થાવર પરે, જ઼ારૂં ભાâ નિત્ત, સૌ ચાખે સમતા સુધા, અબર નહિ જચિત્ત. છંદ-૫૭ અર્થ : સામાન્ય રીતે જંગમનો અર્થ મહાત્માઓનો નિવાસ કે નિશ્રા છે. અને સ્થાવર એટલે તીર્થનાં પવિત્ર સ્થાનો છે. પરંતુ અત્રે ગ્રંથકારે કોઈ નવું જ રહસ્ય દર્શાવ્યું છે. જંગમ એટલે જડરૂપે જે શરીર તે જ્યારે થાવર એટલે કાષ્ટ કે પાષાણની જેમ સ્થિર લાગે ત્યારે સાધક-યોગી દેહાધ્યાસથી મુક્ત થાય છે. તેથી તેને દેહમાં રહેલા નિત્ય-શાશ્વતા ચૈતન્યનું ભાવભાસન થાય છે. હું ચૈતન્ય સ્વરૂપ છું તેવો અનુભવ થાય છે. સમાધિશતક ૧૫ Page #187 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યની ફુરણાથી સક્રિય એવું શરીર જેને કાષ્ટ પાષાણ જેવું સ્થિર લાગે છે. અને તેથી તે પ્રત્યે તેમને સુખાદિ ભોગની વૃત્તિ થતી નથી. પરંતુ સમતારૂપ સુધાનું તેઓ રસપાન કરે છે. વળી અહર્નિશ આત્મભાવનાનું ભાવન કરતા હોવાથી જડરૂપ જે જંગમ-શરીર તેમને કાષ્ટ જેવું લાગે છે. અર્થાત્ દેહ પણ એવી સ્થિરતા પામે છે કે જો તે શરીરને કોઈ તાડન પીડન કરે તો પણ તેઓ ચલિત થતાં નથી. અનુપમ સમતાના પરિણામે તેઓ મુક્તિને સુલભતાથી પ્રાપ્ત કરે છે. शरीरकंचुकेनात्मा, संवृतज्ञानविग्रहः ।। नात्मानं बुध्यते तस्माद्, भ्रमत्यतिचिरं भवे ॥६५॥ તનકંચુકથી જેહનું સંવૃત જ્ઞાનશરીર, તે જાણે નહિ આત્માને, ભવમાં ભમે સુચિર. ૬૮ અર્થ : જ્ઞાનરૂપી કાયાવાળો આત્મારૂપી શરીરના કંચુકથી ઢંકાઈ ગયો છે. તેથી તે પ્રત્યક્ષ એવા આત્માને જાણતો નથી તેથી તે જીવ ચિરકાલ ભવમાં ભમે છે. શરીર ઇન્ડિયાદિ વડે ઓળખાય છે. દર્પણમાં દેખાય છે. પણ એ શરીરમાં રહેલો આત્મા જ્ઞાન સ્વરૂપે ઓળખાય છે અને શુદ્ધ ઉપયોગમાં તેનાં દર્શન થાય છે. આથી જ્ઞાન એ જ આત્માની કાયા છે. પરંતુ દેહવાસનાથી પોતાને શરીર માને છે, તેથી તેમાં બંધાઈ ગયો છે. પરંતુ જેમ સર્પ કાંચળી ત્યાગ કરીને પોતે નાશ પામતો નથી તેમ ભાઈ ! શરીરનો નાશ થવાથી તું નાશ પામતો નથી. જેમ કાંચળીનો સંબંધ સર્પ સાથે હોય ત્યારે જેમ સર્પ ચાલે તેમ કાંચળી ચાલે. તેની સર્વ ક્રિયા સર્પને આધીન છે. સર્પ કાંચળી ત્યજી દે પછી તેની કોઈ ક્રિયા કાંચળી કરી શકતી નથી, કાંચળી અને સર્પનો માત્ર સાંયોગિક સંબંધ હતો, તેમ દેહજીવ પૂર્વકર્મના સંસ્કારવશ જે ક્રિયાઓ કરે છે તેમ તેનું હલન-ચલન વગેરે ક્રિયા થાય છે. દેહ તો જાણતો પણ નથી કે આ ક્રિયાથી તેને શો ફાયદો થાય છે. અને જીવને તે ક્રિયાથી કંઈ લાભ પણ નથી. એ દેહનો વિયોગ ૧૦૬ આતમ ઝંખે છુટકારો Page #188 -------------------------------------------------------------------------- ________________ થતાં તે દેહ સાથેનો સંબંધ સમાપ્ત થાય છે. જો સદગુરુયોગે આવી કોઈ વિચારણા કરે તો તેને દેહજીવના એકત્વનો જે ભ્રમ પેદા થયો છે તે ટળી જાય. આત્મા અરૂપી છે છતાં જ્ઞાન દ્વારા પ્રગટ લક્ષણવાળો છે. જાણવા-જોવાની સર્વ ક્રિયા આત્માની પ્રેરણાથી બને છે. એવું આત્મભાન થાય અને પોતાને જ્ઞાનસ્વરૂપે જાણે તો સ્વયં જ્ઞાનને પ્રગટ કરી મુક્તિ પામે. જો આવો બોધ ન પામે તો ચિરકાળ સુધી ભવભ્રમણ ચાલુ રહે. કંચુકીને નિરર્થક જાણી સર્પ તેનો ત્યાગ કરે છે, મોહ રાખતો નથી, કારણ કે કંચુકી તેને આવરણ કરનાર છે, તેમ જીવને કાર્પણ શરીરરૂપી કંચક લાગ્યું છે તે અજ્ઞાનરૂપી અંધકારમાં લઈ જનાર છે, તેમ જાણે તો તેનાથી છૂટવાનું કંઈક વિચારે. મુક્તિના અભિલાષી, આગમના જ્ઞાતા પણ જો આત્માનુભવને જાણતા નથી તો તેઓ ભ્રષ્ટ થાય છે, જેમ રોગીને મીઠાઈ હાનિ કરે છે તેમ આત્મસ્વરૂપથી અજ્ઞાન પંડિતોને શાસ્ત્રોનો અભ્યાસ વિપરીત પરિણામ લાવે છે. વ્યવહારમાં શુદ્ધ આચાર અને પરમાર્થથી અંતરમાં શુદ્ધાત્મામાં સ્થિરતા કરનાર પૂર્ણ પદને પામે છે. તે સિવાય આત્મજ્ઞાન વગર અજ્ઞાની જીવ ચિરકાળ ભમે છે. પોતાના સ્વરૂપને જાણવારૂપ જ્ઞાન જ કર્મોથી મુક્ત કરે છે, એ એક જ સાધન દ્વારા જીવ સહજ સમાધિને પામે છે. અને તેની સાથે અન્ય અનેક ગુણો પ્રગટ થાય છે. તેથી જગતના કોઈ પણ સુખ કરતાં આત્મિક સુખને સુગમ કહ્યું છે. प्रविशद्गलतां व्यूहे, देहेऽणूनां समाकृतौ । स्थितिभ्रान्त्या प्रपद्यन्ते, तमात्मानमबुद्धयः ॥६९॥ અસ્થિર અણુનો ભૂહ છે સમ-આકાર શરીર; સ્થિતિધ્યમથી મૂરખજનો તે જ ગણે છે જીવ. ૬૯ અર્થ : મૂઢાત્માઓ દેહમાં વિખરાતા અને પ્રવેશતા પરમાણુઓના સમૂહરૂપ આ દેહને પોતાનો માને છે. એક ક્ષેત્રમાં સમાન આકારે રહેલા આત્માને જોઈને દેહને પોતાનો માને છે, પરંતુ આત્માને ૧oo સમાધિશતક Page #189 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્વરૂપે માની શકતા નથી. દેહ એટલે પુદ્ગલ. પુદ્ગ = ભરાવું, ગલ = ગળવું. આમ, નિરંતર દેહમાં પરમાણુ ભરાય છે અને ખાલી થાય છે. એવા પરમાણુઓના સમૂહરૂપ દેહને મંદબુદ્ધિ જીવો આત્મા માને છે. શરીરમાં એક ક્ષેત્રે રહેલા વળી શરીરાકારે દેખાતા આત્માને દેહ માને છે. જેમ તરવાર મ્યાનમાં હોય ત્યારે તે મ્યાનના આકારે જણાય છતાં મ્યાન તરવારથી ભિન્ન છે, તેમ દેહાકારે દેખાતો આત્મા દેહથી ભિન્ન છે. પરંતુ તે અરૂપીને ભેદજ્ઞાનરહિત જીવ જાણતો ન હોવાથી તેને ભ્રમ પેદા થાય છે. અને તેથી મન-વચન અને કાયાના યોગને સંસારના પ્રયોજનમાં યોજી આસવને સેવે છે. એમ નિરંતર કર્મને ગ્રહણ કરતો પરિભ્રમણ પામે છે. બાળક મટી યુવાન થયો, શું વધ્યું ! આત્મા તો વધતો નથી, પણ દેહના પરમાણુઓ વધ્યા. જીવે માન્યું કે હું વધ્યો. જો શરીર કૃશ થતાં પરમાણુઓ ઘટ્યા તો જીવે માન્યું કે હું કૃશ થયો. અરે ભાઈ ! આહારાદિથી પુગલો ભરાયા, આહારાદિ ઘટતાં પુદ્ગલો ઘટ્યા. વાસ્તવમાં શરીરમાં નિરંતર પરિવર્તન થયા જ કરે છે. તે દિવેલના દીવાની જ્યોતિ જોઈ હશે. તે દરેક ક્ષણે તેલમાંથી પોષણ મેળવે છે, દીવાની જ્યોતિથી તેલ ગરમ થઈ ગેસ બની પ્રકાશે છે. તે દરેક સમયે કેટલાક પરમાણુ પ્રકાશિત થઈ પછી શ્યામ ધુમાડારૂપે આકાશમાં ફેલાઈ જાય છે. આમ નિરંતર પરમાણુઓનું પરિવર્તન થયા જ કરે છે. શરીરમાં પણ એ જ પ્રમાણે સમયે સમયે પરમાણુઓની ક્રિયા થયા કરે છે. પણ તે આપણને સ્કૂલ દષ્ટિએ જણાતું નથી. અરે ! જન્મ્યા પછી એ જ શરીરના પરમાણુ થોડાં વર્ષોમાં આ શરીરને ત્યજી દે છે, છતાં આપણે એમ જાણીએ છીએ કે મારું શરીર એનું એ જ છે. પરિવર્તનશીલ પરમાણુના પુજનો શરીરરૂપે આત્મા સાથે સાંયોગિક સંબંધ છે. તે સ્વભાવે ચૈતન્યથી તદ્દન ભિન્ન છે, કેવળ દેહનો ત્યાગ થઈ મરણ થાય ત્યારે જ ભિન્ન છે તેમ ન માનવું, પણ ચૈતન્ય ૧o૮ આતમ ઝંખે છુટકારો Page #190 -------------------------------------------------------------------------- ________________ પરમાભાઈ ! તું જાણે છે. પણ છે. ભૂકવરૂપ * સ્વભાવથી શરીર જ ભિન્ન છે, તેથી તે મારું કેમ થઈ શકે ? તેમ વિચારીને દેહનું મમત્વ ત્યજીને આત્મભાવનાને દેઢ કરવી. વિશ્વમાં અનંતા-અનંત પુદ્ગલો છે. તે દરેક પુદ્ગલ પરમાણુઓને જીવે જન્મથી સ્પર્શેલા છે. એ સઘળા પરમાણુઓ આકાશમાં ઘૂમ્યા કરે છે, અને નિર્લેપ એવા આકાશમાં એ પરમાણુઓ રંગ, રૂપ, વર્ણ અને સ્પર્શના અનેક પ્રકારોથી વીખરાય છે, જોડાય છે, છતાં સર્વે જડ છે. તેમની એ નિરંતર ચાલતી ક્રિયા પાછળ પેલું ચૈતન્ય રહેલું છે. તે તેનાથી ભિન્ન આનંદસ્વરૂપ છે. એનો અનુભવ યોગીઓ કરે છે. પરંતુ અબોધ જીવ તેનો સ્પર્શ પણ પામતો નથી, કારણ કે આનંદસ્વરૂપ તત્ત્વને ઇન્દ્રિયો, મન કે વાણી સ્પર્શી શકતાં જ નથી. તેથી મૂઢ જીવ આત્માનું અસ્તિત્વ સ્વીકારી શકતો નથી. પરંતુ જો તેનો આ દર્શન-મોહ દૂર થાય, તેની દૃષ્ટિમાંથી મોહનો વિકાર શમે તો આ ચૈતન્યનો આનંદસ્વરૂપે અનુભવ થાય. પરમાણુના પુજના દેહને ચૈતન્યસ્વરૂપ આત્મા માનીને જીવ ભ્રમણા સેવે છે. ભાઈ ! તું ચીકણા લૂખા પદાર્થોને સ્પર્શ કરીને જાણે છે. આહારાદિને સ્વાદ વડે જાણે છે. પુષ્પને સુવાસથી જાણે છે. રૂપને ચક્ષુથી જાણે છે. શબ્દને શ્રવણથી જાણે છે. ભૂતકાળનાં કાર્યોનું સ્મરણ કરે છે. તે સર્વને જાણનારાં તત્ત્વોનો તું જ્ઞાનસ્વરૂપે સ્વીકાર કરી લે તો તને તું આત્મા જ છે તેવો નિર્ણય થશે. गौरः स्थूलः कृशो वाऽहमित्यङ्गेनाऽविशेषयन् । आत्मानं धारयेनित्यं, केवलज्ञप्तिविग्रहम् ॥७०॥ હું ગોરો કુશ ધૂલના, એ સૌ છે તેનભાવ, એમ ગણો, ધરો સદા આત્મા જ્ઞાનસ્વભાવ. ૭૦ અર્થ : ગોરો, જાડો કે કુશ તે હું છું તેવું જીવો માને છે. પરંતુ જ્ઞાનીએ આત્માને કેવળજ્ઞાનસ્વરૂપ ધારણ કરવો. દેહ બાહ્ય દેખાવે ગોરો, જાડો કે કૃશ હોય તે હું છું તેમ ન માનવું. પરંતુ આત્માને પૂર્ણ કેવળજ્ઞાનસ્વરૂપ ધારણ કરવો. નિરંતર એવી ભાવના ભાવવાથી પ્રથમ જીવ ભેદજ્ઞાન પામે છે. તે ભેદજ્ઞાન સમાધિશતક ૧૦૯ Page #191 -------------------------------------------------------------------------- ________________ વડે રાગદ્વેષ ક્ષીણ થાય છે, ત્યારે આત્મા શુદ્ધરૂપે સ્વયં પ્રગટ થાય છે. સામાન્યપણે સંસારી જીવ શરીર દર્પણ સામે રાખીને માન્યતા કરે છે કે હું ગોરો છું, જાડો છું કે કૃશ છું. પરંતુ દર્પણમાં આત્મા તો દેખાતો નથી તો પછી કોણ ગોરો કે જાડો છે ? તું જેના વડે જાણે છે ગોરો, જાડો વગેરે તે કોણ છે ? જે જાણનાર છે તે આત્મા છે. એ આત્મા પરને બદલે પોતાના લક્ષણને જાણે તો તેને સ્વરૂપજ્ઞાન થાય. પરંતુ આત્માના સઘળા જ્ઞાનને તું પરમાં પૂરી દે છે તેથી તે જ્ઞાન વિપરીત કે અજ્ઞાનપણે પ્રગટ થાય છે. જ્યાં જ્યાં વર્ણ, સ્પર્શ, ગંધ અને રસના પ્રકારો છે, તેમાં ચૈતન્ય કેવી રીતે હોઈ શકે ? અને જ્યાં જ્ઞાનાદિ ગુણ છે તેમાં શરીર કેવી રીતે હોઈ શકે ? એક ક્ષેત્રમાં બંનેનો સંયોગ છે. પરંતુ બંને લક્ષણથી ભિન્ન સ્પષ્ટપણે જણાય છે. પિત્તળ ઉપર સોનાનો ઢોળ ચઢાવ્યો હોય તો તે વાસણ સોનાનું લાગે, પરંતુ કસોટી કરતાં તે પિત્તળ છે તેમ જણાય ત્યારે તેનું મૂલ્ય તુચ્છ થઈ જાય છે. તેમ સદ્દગુરુયોગે તને જણાય કે આ દેહમાં રહેલો હું તો ચૈતન્યતત્ત્વ છું, પૂર્ણજ્ઞાનસ્વરૂપ છું ત્યારે દેહભાન છૂટીને જીવ સ્વસ્વરૂપને આરાધે છે. તેને તેનું માહાલ્ય સમજાય છે. ક્ષણે ક્ષણે વિણસતો તેવો દેહ, પ્રાણ નીકળી ગયા પછી માટી થવા સર્જાયેલો આ દેહ, ક્યારે કેટલા રોગ તેમાં થાય તેની ખબર નથી. તેવા દેહના દેખાવમાં રોકાઈ જવાથી કંઈ લાભ નથી. હવે સદ્દગુરુનો યોગ મળ્યો. તેમણે પ્રગટ લક્ષણવાળો આત્મા તને બતાવ્યો. દેહનો આત્યંતિક નાશ થાય તોપણ આત્મા સિદ્ધપણે રહેવાનો છે. ત્યારે અનંત ગુણોની કાયા એ જ સિદ્ધનો દેહ છે. એક વાર આત્માને ચૈતન્યસ્વરૂપે માનવાથી દેહનું મમત્વ છૂટી જાય છે અને આત્માનું સાચું ભાન થાય છે. માટે પૂર્ણજ્ઞાનસ્વરૂપ આત્માનું ધ્યાન કરવું. અરે આ માનવદેહની પર્યાયનું પળેપળનું મૂલ્ય સમજી લેજે. ૧૮૦ આતમ ઝંખે છુટકારો Page #192 -------------------------------------------------------------------------- ________________ એક શુદ્ધ પળ અનંત કર્મોને નષ્ટ કરવાની તાકાત ધરાવે છે. તેવી અમૂલ્ય પળો વ્યર્થ ગુમાવતો નહિ. નિરંતર એક જ ધૂન લગાવ, બોલવું પણ એ જ, ગાવું પણ એ જ “હું કેવળજ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ સચ્ચિદાનંદ છું.” હૃદયથી, ભાવથી, ત્રિવિધયોગથી કેવળ આત્માને જ ભજું. કેવળજ્ઞાનનો જ મહિમા કરું. मुक्तिरेकान्तिकी तस्य, चित्ते यस्याऽचलाधृतिः। तस्य नैकान्तिकी मुक्तिर्यस्य नास्त्यचला धृतिः ॥७१॥ જો નિશ્ચળ ધૃતિ ચિત્તમાં, મુક્તિ નિયમથી હોય; ચિત્તે નહિ નિશ્ચળ ધૃતિ, મુક્તિ નિયમથી નો'ય. ૭૧ અર્થ : જેના ચિત્તમાં અચલ ધૃતિ છે તેની એકાંતે મુક્તિ છે, જેના ચિત્તમાં અચલ ધૃતિ નથી તેની એકાંતે મુક્તિ નથી. - ધૃત્તિ : ધારણાઃ જેને જે વસ્તુ ઈષ્ટ જણાય છે તેની તેને ધારણા રહે છે. વારંવાર તે વસ્તુ તેને આકર્ષણ પેદા કરે છે. અંતરાત્માના ચિત્તમાં દઢપણે આત્મસ્વરૂપની ધારણા છે તેથી તેની એકાંતે અવશ્ય મુક્તિ છે. ' ધારણા એ મતિજ્ઞાનનો સંશયરહિત ચોથો ભેદ છે. ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય વિષય પ્રથમ તો અવ્યક્તપણે ઉપયોગમાં આવે છે. પછી તે શું છે તેની જિજ્ઞાસા પ્રગટે છે. અને તે પદાર્થના લક્ષણથી નિર્ણય થાય છે કે આ આકૃતિ ગાયની છે. ત્યાર પછી જ્યારે જ્યારે ગાય જોવામાં આવે ત્યારે ધારણા થઈ હોવાથી ત્યાં સંશય પેદા થતો નથી કે તે ગાય છે કે બળદ ? તેમ જેણે શુદ્ધ ઉપયોગ વડે આત્મસ્વરૂપને દઢપણે જાણ્યું છે તેવા સાધકને આત્મસ્વરૂપની ધારણા ટકી રહે છે, આત્મભ્રાંતિ કે વિસ્મૃતિ થતી નથી. તેથી તેની અવશ્ય મુક્તિ થાય છે. અષ્ટાંગયોગમાં ધારણા છઠું અંગ છે. ત્યાર પછી જીવને સહજ ધ્યાનદશા હોય છે. (૧) યમ દ્વારા જીવ વ્રતમાં આવે છે. (૨) નિયમ દ્વારા દઢતા કરે છે. (૩) આસન દ્વારા કાયાની સ્થિરતા કેળવે છે. (૪) પ્રાણાયામ દ્વારા શ્વાસના અવલંબનથી મનની સ્થિરતા સમાધિશતક ૧૮૧ Page #193 -------------------------------------------------------------------------- ________________ કરે છે. (૫) પ્રત્યાહાર દ્વારા સર્વ ઇન્દ્રિયોને વિષયથી પાછી વાળે છે. (૬) આવી સ્થિતિએ પહોંચ્યા પછી સાધક સ્વરૂપની ધારણામાં દેઢ થાય છે. (૭) ત્યાર પછી સહજ ધ્યાન-અવસ્થાને પામી સમાધિયોગમાં જાય છે. વાસ્તવમાં આવી શુદ્ધ ધૃતિ આરંભી જીવોને હોતી નથી. ત્યાગ-વૈરાગ્યના સેવનવાળા સાધક મુનિઓ આ દશાને પ્રાપ્ત કરે છે. અહો ! જેના હૃદયમાં મુક્તિની પ્રાપ્તિ વિશે અચળ-નિઃસંશયઉત્કૃષ્ટપણે શુભમતિ છે તેની મુક્તિ એકાંતે નિશ્ચયથી છે જ. મુમુક્ષુની એકમાત્ર અભિલાષા મુક્તિની હોય છે. સાંસારિક પદાર્થોની ઇચ્છા જ્યારે શાંત થાય છે ત્યારે મુમુક્ષુભાવની નિર્મળતા થાય છે. તેવી નિર્મળ બુદ્ધિવાળો માત્ર મુક્તિની જ ભાવના કરે છે અને જેમ જેમ તેને મુક્તિ વિશેની અંતરપ્રેરણાની વૃદ્ધિ થાય છે, તેમ તેમ તેને નિરામય આનંદની પ્રાપ્તિ હોય છે. વળી તે દિશાનો તેનો પુરુષાર્થ પણ વધતો જાય છે. જેનું ચિત્ત સંકલ્પ-વિકલ્પમાં ભટક્યા કરે છે, તેને ક્ષણ માત્ર પણ સુખ ક્યાંથી હોય ? તે ચલચિત્તવાળો રતન ધૂળથી ઢંકાઈ જાય તેમ સંકલ્પ-વિકલ્પથી ઢંકાઈ ગયો છે તે મુક્તિને પામતો નથી. પરંતુ જે નિરાકુળ છે. તેની ધૃતિ અચલ છે. તે મુક્તિને પામે છે. જેના કષાય-વિષયો શાંત થયા છે. તેને શમાવવાની જેની દશા છે તેને જ મુક્તિની અભિલાષા થાય છે, તે સાધક સાંસારિક પ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે. અને અંતરમાં નિરંતર આત્મસ્વરૂપને ધ્યાવે છે. તે માટે તે સત્શાસ્ત્ર અને સદ્ગુરુના બોધને ધારણ કરે છે. એની દશા આવ્યા પછી અંતરશુદ્ધિ દ્વારા ગુણશ્રેણીને પ્રાપ્ત કરી અવશ્ય મુક્તિ પામે છે. | મુમુક્ષુદશામાં રહીને રાગદ્વેષની ગ્રંથિનો છેદ કરી સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી દેશવિરતિને આરાધે છે. તેની વૈરાગ્યભાવનાનું બળ વધે છે, ત્યારે તે જીવ સંસારમાં રોકાઈ શકતો નથી. સંસારનો ત્યાગ કરી મુનિપણે અચલ ચિત્તથી મુનિના પંથે પ્રયાણ કરે છે. ૧૮૨ આતમ ઝંખે છુટકારો Page #194 -------------------------------------------------------------------------- ________________ છેવટે ઘાતકર્મનો નાશ કરી પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અચલ ધારણાયુક્ત મુનિ અપ્રમત્તદશાએ આત્મભાવમાં હોય છે. અને પ્રમત્તદશામાં આવે ત્યારે પણ પુરુષાર્થ કરી પુનઃ પુનઃ અપ્રમત્તદશામાં આવે છે. આવી દશા અચલ ધૃતિથી જ શક્ય છે. જેને સંસાર એકાંતે દુઃખમય જણાયો છે તે જ આવી દેઢ ભાવનામાં ટકી શકે, જેને ભવભ્રમણની ભીરુતા છે, અજ્ઞાનના અંધકારનો ભય છે, કુટુંબાદિ તો કારાગૃહ જેવા લાગે છે. માન-કીર્તિ તો જેને શરીરના મેલ જેવી લાગે છે, લોકસંજ્ઞા કે લોકમેળા જેને મીઠા હોવા છતાં દુઃખદાયી અવલંબન જણાય છે – તેવો ઉત્તમ સાધક અચલ ધૃતિ દ્વારા મુક્તિને નિઃસંશય પ્રાપ્ત કરે છે. શુદ્ધ ઉપયોગની સ્થિરતા વગર મુક્તિનો અન્ય ઉપાય નથી. આવા શુદ્ધ માર્ગનું આરાધન જ્ઞાની પુરુષો પ્રત્યે દેઢ શ્રદ્ધા દ્વારા સુલભપણે થવા યોગ્ય છે. ક્ષણે ક્ષણે પલટાતા ઉપયોગને સ્થિર કરવો તે બાળકનો ખેલ નથી તેથી પ્રારંભની દશામાં જ્ઞાની પુરુષના બોધના આધારનું અવલંબન ઉપદેશ્ય છે. ભૂમિકારહિત સ્વ-કલ્પનાએ માર્ગ આરાધવા જતાં મુનિઓને પણ પડવાનાં નિમિત્તો આવે છે. માટે નીચેની ભૂમિકાએ જીવોને દુર્લભ એવો આ માર્ગ જ્ઞાનીઓની કૃપા વડે સુલભ હોય છે. મુક્તિ પોતાનું જ સ્વરૂપ હોવા છતાં દુર્લભ કેમ છે? હે ભવ્યાત્મા ! જ્યાં જીવને મુક્તિમાં અચલ ધૃતિ કે શ્રદ્ધા જ નથી ત્યાં તેની પ્રાપ્તિ કેમ સંભવ હોય ? બહિરાત્મા એમ માને છે કે આ પ્રાપ્ત સુખો દેશ્ય છે તેમ મુક્તિનું સુખ અને દેશ્ય નથી, તો તેમાં હું કેવી રીતે વિશ્વાસ રાખું ? મારે તો બાવાના બે બગડે. મળેલું ગુમાવું અને સંયમનું કષ્ટ વેઠું, પછી મુક્તિ ન મળે તો આ પ્રાપ્ત સુખ ગુમાવવું પડે. આવા સંશયથી તે જીવ મુક્તિ પ્રત્યે અચલ ધારણા કરતો નથી તેથી તેની મુક્તિ પણ થતી નથી. પગથિયાં ચઢવા માટે પ્રથમ પગને પહેલા પગથિયે મૂકી પછી બીજો પગ ઉપાડવો પડે છે. તેમ આ માર્ગે જીવે પ્રથમ સંસારમાંથી સમાધિશતક ૧૮૩ Page #195 -------------------------------------------------------------------------- ________________ સુખની કલ્પના છોડવી પડશે, જીવને વિશ્વાસ ન આવે તો તું મહાપુરુષોના જીવન પ્રત્યે દૃષ્ટિ કર કે એ ચક્રવર્તીઓને ઇન્દ્રિયોનાં સુખોમાં શું ઓછપ હતી ! રૂપ નહોતું ? સુંદર સ્ત્રી નહોતી ? ધનઝવેરાત નહોતું ? માનકીર્તિ નહોતાં ? પુત્ર-પરિવાર નહોતા ? મહેલાતો નહોતી ? આ સર્વ સામગ્રી વિપુલ પ્રમાણમાં હતી. તો શું ખૂટ્યું ? કોઈ ગુણસેન જેવા રાજાઓ, કે ધન્નાજી – શાલિભદ્ર જેવા ધનાઢ્યો, તેમની પાસે કયા પદાર્થની ખોટ હતી ? તેમને ખોટ લાગી તો શાની લાગી ? એક આત્મસ્વરૂપ – મુક્તિની લાગી. શા માટે ? તેમની પાસે શુદ્ધમતિ હતી કે આ સંસાર કારાગૃહ છે, તેમાં રહેવું અને મોક્ષ થવા કહેવું તે સંભવ નથી. આથી તેમને મળેલી વિપુલ સુખની સામગ્રી પળવારમાં છૂટી ગઈ. જેની આવી અચળ ધૃતિ નથી તેમને મુક્તિ પામવાનો વિચાર પણ ક્યાંથી આવે ? અને મુક્તિ થાય પણ કેમ ! કષાય-વિષયથી ઘેરાયેલો, કેવળ બહારમાં સુખ શોધવામાં રાચેલો. મિથ્યાત્વના ભાવથી ગ્રસિત, સંજ્ઞાઓથી પ્રભાવિત, કર્મથી વિવશ તેને આવી અનુપમેય મુક્તિની અભિલાષા ક્યાંથી થાય ? મમતા અને તૃષ્ણાના ફાંસલામાં ફસાયેલો નિરંતર ભવભ્રમણને પામે છે. આ શરીરાદિથી તે એવો બંધાયેલો છે કે તેનાથી ભિન્ન કોઈ અચિંત્ય તત્ત્વ છે તે મતિમાં આવતું નથી. શરીરરૂપી કોચલાથી પોતે જુદો છે તેમ તે માની શકતો નથી. જેની મુક્તિ પ્રત્યે અચલ શ્રદ્ધા કે ધૃતિ નથી તેને મુક્તિ કેવી રીતે વરે ? માટે ચિત્તને સ્થિર રાખવું તે મુક્તિનું સાધન છે. આત્મા પ્રત્યે ચિત્તને જોડવું તે ધૃતિ-ધારણા છે. મનમાં અનેક વિકલ્પો ઊઠે ત્યારે તેને સમાવીને ઉત્તમ ધ્યેયમાં જોડી રાખવું. આત્મગુણોના ચિંતનમાં રોકી રાખવું. શુદ્ધ સ્વરૂપની ધારણા કરી તેમાં જોડી રાખવું. મનની ચપળતાને રોકવા અનેક સ્થાનોમાંથી પાછું વાળી એક જ લક્ષ્યમાં રાખવું તે ધારણા છે. તે ધારણામાં મન સ્થિર થાય તે ધ્યાન છે. ૧૮૪ આતમ ઝંખે છુટકારો Page #196 -------------------------------------------------------------------------- ________________ મુગતિ દૂર તાજું નહિ, જાકું સ્થિર સંતોષ, દૂર મુગતિ તાÉ સદા જાÉ અવિરતિ પોષ. છંદ-૫૮ હે ભવ્યાત્મા ! તારે મુગતિની નજીક રહેવું અવશ્યનું છે, હજી ભવનું ભવિતવ્ય છે ત્યાં સુધી આત્માર્થીને મુક્તિથી દૂર જવું પોષાય નહિ. મુક્તિની નજીક રહેવા માટે આત્મભાવમાં સ્થિરતા કરવી. અને તૃષ્ણા, ઇચ્છા કે વાસનાનો ત્યાગ કરી સંતોષ રાખવો. તૃષ્ણા આદિમાં ભમતા જીવના પરિણામ ચંચળતા પામે છે. તેથી મુક્તિ તેનાથી દૂર રહે છે. ઈચ્છાઓનું શાંત થવું. ચિત્તવૃત્તિનો નિરોધ થવો તે તાત્ત્વિક સંતોષ છે, તાત્ત્વિક સંતોષ તાત્ત્વિક સુખ પ્રત્યે લઈ જાય છે. જે જીવો મુક્તિની નજીક રહી શકતા નથી તેઓ મમતા અને તૃષ્ણા જેવા દોષથી પીડા પામે છે. તે પછી ભલે ચક્રવર્તી, ઈન્દ્ર, નાગેન્દ્ર હોય પણ તેને સંતોષ નથી તો તે પણ દુઃખી છે. તત્ત્વરૂપ દ્રવ્યદૃષ્ટિથી વિચારતા જીવ જ્યાં સુધી વ્રત કે વૈરાગ્યને સેવતો નથી ત્યાં સુધી તેને તાત્ત્વિક સંતોષ હોતો નથી. માટે ભલે વર્તમાન અવસ્થા નબળી હોય પરંતુ વિરતિ કે વૈરાગ્યભાવના પ્રત્યે ઉદ્યમ રાખવો, જેથી જીવનું પરિણામ લંગર સંસાર સાથે બંધાયેલું ન રહેતાં મુક્તિ સાથે બંધાયેલું રહે. અર્થાત્ મુક્તિની નજીક રહેવું એટલે દર્શનાદિ ગુણોની મુખ્યતા કરી તેના પરિણામમાં સ્થિર થવું. જેથી મુનિ મુક્તિ સમીપગામી બને છે. ___ जनेभ्यो वाक् ततः स्पंदो, मनसश्चित्तविभ्रमाः। भवन्ति तस्मात्संसर्ग, जनैोगी ततस्त्यजेत् ॥७२॥ જનસંગે વચનસંગ ને તેથી મનનો અંદ, તેથી મન બહુવિધ ભમે, યોગી તજે જનસંગ. ૭ર અર્થ : લોકના સંસર્ગથી વચનની પ્રવૃત્તિ થાય છે. તેથી ચિત્તમાં ચપળતા થાય છે. માટે યોગીજનોએ લોકસંસર્ગ તજી દેવો જોઈએ. સામાન્યપણે જેને કંઈ શાસ્ત્રજ્ઞાન કે ક્ષયોપશમ જ્ઞાન હોય તેને ' લોકોને ઉપદેશ આપવો કે લોકો સાથે સંપર્ક રાખવો રુચતો હોય સમાધિશતક ૧૮૫ 13 in Education International Page #197 -------------------------------------------------------------------------- ________________ છે. વળી જો તેમાં લોકો રાજી થાય કે લોકો કંઈ પણ બોધ પામે તો ઉપદેશક ખુશી થાય છે. આવાં કાર્યો પરોપકારાર્થે હોવા છતાં અહીં તો યોગસાધનાનું શ્રેષ્ઠ સોપાન ચઢવાનું છે, તેમાં પરલક્ષી આનંદ કે ખુશી આત્મજ્ઞાનની ધારામાં બાધા કરે છે. યોગી એકાંતે આત્મભાવના કરી અત્યંત સ્થિરચિત્ત થઈ કર્મોનો ક્ષય કરે છે. ભલે વચનની શુભ પ્રવૃત્તિ હોય તો પણ તે શુભભાવયુક્ત હોય તો શુભ કર્મ બાંધે છે. અને જો તેમાં સ્વાર્થ, માન કે મોહ જેવા ભાવો થાય તો તે અશુભ કર્મ બાંધે છે. અર્થાત્ શુભાશુભ આશ્રવ થવાથી બંધ થયા કરે છે, તે યોગીને કેમ હોય ? લોકસંપર્કથી અન્યોન્ય વચનયોગ થાય. તેના વડે વિકલ્પ ઊઠે. ચિત્ત ચંચળ થાય, તેથી યોગીએ એકાંતમાં રહેવું. કદાચ કંઈ પણ સંપર્કમાં આવવું થાય ત્યારે નિરર્થક વાતો કરવી નહિ. ઉપદેશ આપવો પડે તો ઉદાસીનપણે તે પ્રવૃત્તિ કરવી. પુદ્ગલાનંદી મનુષ્યોનો સંપર્ક ત્યજી દેવો. સામાન્ય સાધકદશામાં પણ જીવને નિમિત્ત મળતાં વિકલ્પો ઊઠે છે. તેથી પ્રથમ અશુભ નિમિત્તો કે જેનાથી ખોટા સંસ્કારો જાગે તે ત્યજી દેવા. શુભ નિમિત્તો પણ કેવળ આત્મજ્ઞાનની જાગૃતિ સહિત મેળવવા અને આખરે કેવળ પરમાર્થમાર્ગમાં જ પ્રવૃત્ત થવું. જગતના જીવો નિમિત્ત આધીન થઈ વર્તે છે, હર્ષનું નિમિત્ત મળે હર્ષ પામે છે. શોકનું નિમિત્ત મળતાં હર્ષ નષ્ટ થઈ જાય છે. અને જીવ શોક કરે છે. નિમિત્તે કરીને રાગ ઉત્તેજિત થાય છે અને તે નિમિત્તો ફરી જતાં જીવને દ્વેષ પેદા થાય છે. નિમિત્તથી જીવને ઇન્દ્રિયવિકારો જાગે છે, આહારાદિ સંજ્ઞાઓ પ્રબળ બને છે. માટે લોકમેળા અને લોકસંપર્ક ત્યાગી યોગી આત્માનંદને ભજે છે. લોકસંપર્ક દ્વારા જીવને આત્મતત્ત્વની મુખ્ય પરિણતિ ટકતી નથી, પરંતુ બહારના સંયોગો અને તેમાંથી ઉત્પન્ન થતા રાગાદિભાવમાં ચિત્ત વિક્ષેપ પામે છે. માટે યોગીએ અસંગ થવું, યોગીને સંગ એ દુઃખદાયક છે. એકાંતમાં યોગી સુખી છે. ૧૮૬ આતમ ઝંખે છુટકારો Page #198 -------------------------------------------------------------------------- ________________ હોત વચન મન ચપલતા, જન કે સંગ નિમિત્ત જન સંગી હોવૈ નહિ, તાતે મુનિ જગમિત્ત. છંદ-૫૯ અર્થ : જનસંપર્કના નિમિત્તથી પરસ્પર વાર્તાલાપ થવાથી મન ચંચળ બને છે, તેથી મૌની-મુનિ જનસંગી થતા નથી તે મુનિ જગતના મિત્ર છે. જોકે વિશ્વમાં ભાષા એ જગવ્યવહારનું એક અંગ છે. ભાષારહિત પરોપકાર જેવાં કાર્યો પણ સંભવિત થતાં નથી. મનુષ્યને વિચારશક્તિ સહિત વાચા મળી છે. પરંતુ ક્રમે કરીને મુનિ જેમ આગળની ભૂમિકાએ જાય છે તેમ તે મૌન બને છે. જેમને પોતાનું જ્ઞાનસ્વરૂપ અનુભવમાં આવ્યું તેમને અન્યને ઉપદેશાદિ આપવાના ભાવ થતા નથી. જેને શરીર સાથે સ્નેહ છૂટ્યો તે જગતના વ્યાપાર પ્રત્યે ઉદાસીન રહે છે. સામાન્ય જીવોને પવિત્રાત્માઓના સૂક્ષ્મ અંતરંગના પ્રવાહોનું જ્ઞાન નથી તેઓ એમ જાણે છે કે વચનના વ્યવહાર વગર મુનિઓ જગતના જીવોનું કલ્યાણ કેમ કરી શકે ? ભાઈ ! તું બગીચામાં જાય છે ત્યારે પુષ્પો બોલતાં નથી. છંટાયેલું જળ બોલતું નથી. ધરા બોલતી નથી. એ પોતાના લક્ષણથી પ્રગટ છે. પુષ્પ તને સુવાસ અને જલ તને શીતલતા આપે છે. જો એકેન્દ્રિય જીવોના લક્ષણથી પણ તું આનંદ કે શીતલતા પામતો હોય તો, ચૈતન્યની શુદ્ધતા-નિર્મળતા જ્યાં પ્રગટ થઈ છે તેની અસર કેવી ઊપજે ? તેઓની નિશ્રામાં હિંસક પ્રાણીઓ અહિંસક પરિણામી થઈ જાય. આક્રમક થવાને બદલે શાંત થઈ જાય. અરે તેમની સાથે દષ્ટિ મેળવનારાની દૃષ્ટિનાં વિષ મટી જાય. આથી મૌન મુનિ સાચા અર્થમાં જગતના મિત્ર છે, બાંધવ છે, માત છે, તાત છે. - જનસંપર્ક ઘટી જતાં મુનિની ભાવના શુદ્ધ અને સૂક્ષ્મ બને છે. તેથી તેમને વાચાથી કામ કરવું પડતું નથી. પરંતુ કેવળ તેમની નિશ્રા જ જીવોના કલ્યાણમાં સહજપણે ઉપદેશનું કાર્ય કરે છે. જો પશુઓમાં તેમની નિર્મળતા પરિવર્તન લાવે છે તો ભાઈ ! તું તો સમાધિશતક ૧૮૦ Page #199 -------------------------------------------------------------------------- ________________ સમજદાર બુદ્ધિમાન છે, તને કેવી ઉત્તમતા પ્રાપ્ત થાય. કદાચ ત્યાં તારી બુદ્ધિ બાધા પહોંચાડતી હોય તો ત્યાં બુદ્ધિને બાજુ પર રાખજે અને કેવળ નિશ્ચિત થઈને બેસજે, તને પણ મુનિના મૌનનું રહસ્ય સમજાશે. માટે મુનિ કલ્યાણમિત્ર કહેવાય છે. પવિત્રાત્માઓની પવિત્રતા પ્રવાહિત રહે છે. તે નિશ્રાથી કે દૃષ્ટિથી પણ કાર્યાવિત બને છે. તેમાં પણ જો પાત્ર કે શ્રદ્ધાવાન જીવને એનો યોગ મળે તો પોતે જેના પ્રત્યે અચળ શ્રદ્ધા કરી છે, પ્રેમાર્પણ થયો છે, તેમના જેવો પોતે સ્વયં પ્રગટ થાય છે. ग्रामोऽरण्यमिति द्वेधा, निवासोऽनात्मदर्शिनाम् । दृष्टात्मनां निवासस्तु, विविक्तात्मैव निश्चलः ॥७३॥ અનાત્મદર્શ ગામ વા વનમાં કરે નિવાસ; નિશ્ચળ શુદ્ધાત્મામહીં આત્મદર્શીનો વાસ. ૭૩ અર્થ : મનુષ્ય ગામ અને અરણ્ય એ બે સ્થાનોને પોતાનાં જાણે છે કારણ કે તે પોતાના શુદ્ધ નિવાસને જાણતો નથી. પરંતુ જ્ઞાનીને તો પોતાનો શુદ્ધાત્મા જ નિવાસસ્થાન છે. સમાન્ય રીતે મનુષ્ય ગામ-નગર કે વનમાં રહેતો હોય છે. તે જ્યાં વસે છે તેવો પોતાને માને છે. નગરમાં વસે છે તો પોતાને નગરવાસી માને છે. વનમાં વસે તો વનવાસી માને છે. પરંતુ વાસી મટીને પોતાને શુદ્ધ માનતો નથી. ગૃહમાં વસે છે તો પોતાને ગૃહસ્થ માને છે. આશ્રમમાં વસે છે તો પોતાને આશ્રમવાસી માને છે, દરેક સ્થાનને તે પોતાનાં માનીને મમત્વ કે અહમને સેવે છે. તે વિચારતો નથી કે ઘરવાસ કે વનવાસ કોનો છે ? કેટલા સમય માટે છે ? નગરમાં રહેનારો માને છે કે વનમાં રહેનારા કેવા કષ્ટ વેઠે છે. વનમાં રહેનારા માને છે કે નગરમાં રહેનારા કરતાં અમે કંઈક ત્યાગી છીએ. નગરમાં રહેનારો નગરપંચાયત કરે છે. વનમાં રહેનારો છોડેલા પદાર્થોના બાહ્ય ત્યાગની પ્રશંસા કરે છે. વાસ્તવમાં ત્યાગગ્રહણ તે બાહ્ય ભૂમિકા છે. જ્ઞાની એકાંતને સેવે છે. બાહ્યઅત્યંતર બંને પ્રકારે તેમણે ૧૮૮ આતમ ઝંખે છુટકારો Page #200 -------------------------------------------------------------------------- ________________ જનસંપર્કનો સંગ છોડ્યો છે. જ્ઞાની નગરમાં કે વનમાં વસતા નથી; તેમનું નિવાસસ્થાન શુદ્ધાત્મા છે. શરીરને પણ તેઓ આત્માને રહેવાનું સ્થાન માનતા નથી. તેઓ જાણે છે કે આત્માનું નિવાસસ્થાન અસંખ્યાત પ્રદેશ છે. એ દરેક પ્રદેશમાં અનંત જ્ઞાનાદિ ગુણો રહેલા છે. પોતાના જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી શુદ્ધ અસંખ્યાત પ્રદેશી શુદ્ધ આત્મા જ જ્ઞાનીનું નિવાસસ્થાન છે. જો તેઓ વનમાં એકાંતે રહે છે તોપણ આ લક્ષ્યથી રહે છે. ઉદયબળે નગર કે ગૃહમાં રહે છે તો પણ લક્ષ્ય એ જ છે. આથી તેઓ સર્વ પરદ્રવ્યોથી અસંગ છે. પોતાના જ દ્રવ્યમાં સ્થિત છે, ક્ષેત્રથી શરીરના અવગાહનમાં હોવા છતાં સ્વક્ષેત્રમાં હોવાથી ભિન્ન છે, કાળથી તેઓ બદ્ધ નથી પણ ભિન્ન છે. ભાવથી નિર્વિકલ્પ છે. આમ હોવાથી તેઓને બહારની પરિસ્થિતિમાં ઈચ્છાનિષ્ટ ભાવ થતા નથી. શરીર છે એટલે બહાર કંઈ પણ વસવું થાય છે. તેનાથી જ્ઞાની નિર્લેપ છે. સંસારી સંયોગ સંબંધે થયેલા નિવાસને પોતાનું ક્ષેત્ર માને છે. એ મિથ્યા માન્યતાથી દેહ ધારણ કરતો રહે છે. જ્ઞાની દેહને જ પોતાનું સ્થાન માનતા નથી તેથી મુક્ત થાય છે. વાસ નગર વનકે વિષે, માન દુવિધ અબુદ્ધ, આતમ દરશીકું વસતિ, કેવલ આતમ શુદ્ધ. છંદ-૬૦ અબુધ જનો જે જાતિ કે કુળમાં જન્મ્યા તેવો જ પોતાને માને છે, તેમ જો નગરમાં વસે તો પોતાનો નગરવાસી અને વનમાં વસે તો પોતાને વનવાસી માને છે. નગરનો ત્યાગ કરી વનમાં વસે ત્યારે માને છે મેં તો કેટલોય ત્યાગ કર્યો હવે હું વનવાસી થયો. જ્ઞાની કહે છે નગરાદિ તારાં હતાં નહિ, પછી તારે ત્યાગવાનું શું હોય ? અને વન પણ તારું નથી કે તારે વનવાસી બનવાનું હોય ! તું તારા શુદ્ધાત્મામાં વસનારો છું. હે ભવ્યાત્મા ! તું કંઈ કાચના ટુકડા જેવો નથી કે જરામાં ફૂટી જાય. તું અનંતગુણનો અક્ષય ખજાનો, તારે તે વનમાં જઈને મેળવાનો છે તેમ નથી. વનનું એકાંત એક બાહ્ય પરિસ્થિતિ છે જે સમાધિશતક ૧૮૯ Page #201 -------------------------------------------------------------------------- ________________ આત્મરામી સાધકોને અનુકૂળ નિમિત્ત માત્ર છે. તારે જો તારા જ અવિનાશી તત્ત્વની પ્રાપ્તિ કરવી હશે, તો તારી અંદર પડેલા શુદ્ધાત્મામાં જ વસવું પડશે. આ સુંદર દેખાતી કાયા એમાં પણ તારો વાસ નથી, કાયા તો કાળનો કોળિયો છે, યમલોકનો યાત્રી છે, અર્થાત તું જેમાં વસે છે તે તારો જ પ્રદેશ છે. સાધનામાં એક ભૂમિકા એવી આવે છે કે તેને બહારમાં એકાંતની વનવાસની આવશ્યકતા રહે છે. પરંતુ જે યોગીને નગર કે વનનો ભેદ નથી, તે અભેદ દશામાં સ્થિત છે. તેને માટે તો તે જ્યાં હોય ત્યાં એક જ લક્ષ્ય છે કે અંતરમાં ડૂબકી મારવી. કારણ કે નગર કે વન જ્યાં હોય ત્યાં તેમને અજ્ઞાનથી દૂર રહેવાનું છે, જ્ઞાન વડે આત્મશક્તિની વૃદ્ધિ કરવાની છે. પહાડ ઉપર રહીને પણ હૃદય તો પૂર્ણ શુદ્ધ કરવાનું છે. તેથી જ્ઞાનીઓ યોગીઓ જ્ઞાનસ્વરૂપ આત્મામાં વસે છે. નગરમાં વસે તો સમિતિ ગુપ્તિ પાળીને રહે છે. વનમાં રહે તો શુદ્ધ ચારિત્રને આરાધે છે. યોગીને કેવળ એકાંતનો આગ્રહ નથી. તેને વન અને નગર સમાન છે. તેઓ ભવસાગરને પાર કરે છે. માટે દુર્ઘટ આ સંસારમાં તેવા પુરુષનું અનુસરણ કરી આત્માને નિર્મળ કરવો કે જે આત્માનું સ્વયં ગુરુપદ છે. જેમ જળ સ્થિર હો કે કલોલવાળું હો. સોનાની લગડી હો કે બંગડી હો. વાયુ વાદળથી બંધાયેલો હો કે મુક્ત હો કિંઈ ભેદ નથી. જળ તે જળ છે. સોનું બધી અવસ્થામાં સોનારૂપે છે. વાયુ વાયુરૂપે રહે છે. તેમ શુદ્ધાત્મા સ્વયં પરમાત્મસ્વરૂપે કે ગુરુસ્વરૂપે છે. પર્યાયષ્ટિએ બદલાતી અવસ્થાનો ભેદ જણાય છે. જીવનમુક્ત દશાવાળા મહાત્માને અભેદદશા વર્તે છે. देहान्तरगते/जं, देहेऽस्मिन्त्रात्मभावना । बीजं विदेहनिष्पत्तेरात्मन्येवात्मभावना ॥७४॥ દેહે આતમ-ભાવના દેહાન્તરગતિ-બીજ; આત્મામાં નિજ-ભાવના દેહમુક્તિનું બીજ. ૭૪ ૧૯૦ આતમ ઝંખે છુટકારો Page #202 -------------------------------------------------------------------------- ________________ અર્થ : દેહમાં આત્મબુદ્ધિ કરવી તે દેહાંતરપ્રાપ્તિનું બીજ છે. આત્મામાં આત્મભાવના કરવી તે વિદેહપદનું બીજ છે. દેહાંતર – એક દેહ ત્યજી બીજો દેહ ધારણ કરવો. દેહ અને આત્માનો સાંયોગિક સંબંધ છે. આયુષ્ય પૂર્ણ થયે અવશ્ય તેનો વિયોગ થવાનો છે. જ્યાં સુધી આત્માને દેહમાં આત્મબુદ્ધિ છે, કે દેહવાસના છે ત્યાં સુધી દેહાંતર થઈને પણ આત્મા બીજો ભવ ધારણ કરે છે. કારણ કે ભવાંતરનું બીજ દેહવાસના છે તે મિથ્યાત્વ છે; આત્મજ્ઞાન વગર મિથ્યાત્વ જતું નથી. આત્માને જ્યાં સુધી દેહભાવે વિષયોની આસક્તિ છૂટતી નથી, ત્યાં સુધી કર્મથી રંજિત આત્મા પુનઃ જન્મ ધારણ કરે છે. આત્મજ્ઞાન આત્મભાવના વગર પ્રગટ થતું નથી. જીવને જ્યાં સુધી દેહવાસના છે, ત્યાં સુધી શરીર ધારણ કરવાં પડે છે. આરંભ-સમારંભરૂપ અને પરિગ્રહની મૂચ્છ છે, ત્યાં સુધી આત્મવિચાર થતો નથી. અંતરનિરીક્ષણ થતું નથી કે આ પરિગ્રહની વૃદ્ધિ તો થઈ પણ પછી શું ? જેમ જેમ આરંભ સમારંભ અને પરિગ્રહની મૂર્છાનું અલ્પત્વ થાય છે તેમ તેમ આત્મવિચારનો સદ્દભાવ થાય છે. અને ત્યારે આત્મા જાગ્રત થાય છે કે આ દેહ તે હું નથી. જો આત્મા આત્મભાવમાં રહે તો તેને મમતાની મલિનતા લાગતી નથી. અને સમતામાં આવેલા જીવને કર્મબીજની વૃદ્ધિ થતી નથી, તેથી આત્મભાવે તેનો સંસાર ક્ષય થાય છે. પરપ્રસંગમાં કે અસત્સંગમાં આત્મવિચાર આવરણ પામે છે, તેથી જીવને ભવાંતરે જવું પડે છે. જો પરપ્રસંગના મોહાદિ ભાવ ટળે તો મુક્તિબીજની પ્રાપ્તિ થાય. જે ઇન્દ્રિયાદિ ઉપર વિજય મેળવે છે તે પુનઃ પ્રાણોને ધારણ કરતો નથી. પુદ્ગલના દેહભાવની બધી જ દશા અને દિશા અવદશા કરનારી છે. તે શુભાશુભરૂપે હોય તોપણ ભવાંતર તો થાય છે. ભલે શુભથી દેવાદિ ગતિ મળે. અને અશુભથી નરકાદિગતિ મળે. જ્યારે શુભાશુભ બંનેનો અભાવ થાય છે ત્યારે જીવ ચાર ગતિના બીજનો નાશ કરી સમાધિશતક ૧૯૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ પંચમગતિને પ્રાપ્ત કરે છે. જેને સદ્ગુરુથી આવો બોધ પરિણામ પામ્યો છે તે અંતરાત્મા જ્ઞાન ધ્યાન અને વૈરાગ્યમય ભાવનાઓને સેવે છે. તે નિર્વિકલ્પતાને અનુભવી મુક્ત થાય છે. જેને એવી આત્મષ્ટિ થાય છે તેને કાળનો ભય જન્મ, મરણ કે ભવાંતરનો ત્રાસ છૂટી જાય છે. માટે પંચમગતિરહિત જીવને ક્યાંય સુખ નથી તેવો દેઢ આત્મવિચાર કરવો. દેહાર્થમાં આત્મશક્તિને યોજવાથી વિનય અને વિદ્યા નષ્ટ થાય છે. વનનાં પુષ્પ જેમ સુવાસ આપતાં નથી તેમ દેહાર્થમાં યોજેલું કળા કૌશલ્ય વ્યર્થ જાય છે. આત્મભાવમાં જે સ્થિર છે તેનો વિરોગ ટળે છે. માટે આત્મભાવના કરવી કે મારા પ્રાણ જાય, આયુષ્ય અલ્પ હો પણ મારે આ અનર્થમય દેહનો આશરો ત્યજવો છે, હું કોઈનો નથી, કોઈ મારું નથી, એવો દેઢ નિશ્ચય કરી આત્મભાવના કરવી. આપ ભાવના દેહમેં, દેહંતર ગતિ હેત, આપ બુદ્ધિ જો આપમેં, સો વિદેહપદ દેત. છંદ-૬૧ અર્થ : દેહમાં આત્મભાવના કરવાથી, દેહને આત્મારૂપ માનવાથી બીજો ભવધારણ કરવાનો હેતુ બને છે. જો આત્માર્થી આત્મામાં આત્મબુદ્ધિ કરે છે તો તે વિદેહપદનો હેતુ થાય છે. એ માટે આત્માર્થીએ નિરંતર વિચારવું કે : પુદ્ગલ-દેહ અવિનાશી છે. આત્મા અવિનાશી છે. - દેહ અશુચિમય છે. આત્મા શુચિવાળો છે. દેહ જન્મમરણવાળો છે, આત્મા અમર છે. જે નિરંતર સાથે રહે છે તેવા આત્માની જ ભાવના કરવી. આત્મભાવના દેઢ થવાથી મમતા ઘટે છે, સમતા વધે છે. જેમ જેમ આત્મા સમતારસથી ભરપૂર થાય છે તેમ તેમ વિદેહીપદને પ્રાપ્ત કરવાને સાધક સમર્થ બને છે. नयत्यात्मानमात्मैव, जन्म निर्वाणमेव च । गुरुरात्मात्मनस्तस्मानान्योऽस्ति परमार्थतः ॥७॥ ૧૯૨ આતમ ઝંખે છુટકારો Page #204 -------------------------------------------------------------------------- ________________ જીવ જ પોતાને કરે જન્મ તથા નિર્વાણ; તેથી નિજ ગુરુ નિશ્ચયે જીવ જ, અન્ય ન જાણ. ૭૫ અર્થ : આત્મા જ આત્માના જન્મ અને નિર્વાણનું કારણ છે. તેમાં નિશ્ચયથી આત્મા જ આત્માનો ગુરુ છે. તીર્થંકરાદિએ સમસ્ત વિશ્વનું સ્વરૂપ બે પ્રકારે નિરૂપ્યું છે, એક વ્યવહારદષ્ટિ, બીજી નિશ્ચયર્દષ્ટિ. બંને દૃષ્ટિ રથનાં બે ચક્ર જેવી છે. રથના બંને ચક્રોની ગતિ સાથે થાય છે. તેમ આ બંને દૃષ્ટિની ગૌણતા મુખ્યતા થાય છે, છતાં બંને સાથે રહેલ છે. પરમાર્થની પૂર્ણતામાં આત્મદશા નયાતીત હોય છે. તે પહેલાંની ભૂમિકામાં બંને દષ્ટિ અન્યોન્ય અપેક્ષા રાખે છે. વ્યવહારષ્ટિથી રાગદ્વેષનાં પરિણામ બંધાતાં કર્મથી આત્મા જન્મ ધારણ કરે છે. નિશ્ચયથી આત્માને રાગદ્વેષનાં પરિણામ સ્વભાવથી નથી, અને તે જડ પદાર્થો જીવને રાગદ્વેષ કરવાનું કહેતા નથી. પરંતુ અજ્ઞાનવશ રાગદ્વેષના ભાવ આત્માની વર્તમાન અવસ્થામાં થાય છે તે પૂર્વજન્મના કર્મના સંસ્કારનું કારણ છે. પરંતુ સ્વયંબોધ પામે છે ત્યારે તે કર્મોને જીર્ણ કરવા ઉદ્યમ કરે છે ત્યારે કર્મો ટળે છે. અજ્ઞાનજનિત વિષમતા ટળી જતાં જીવ અનંત સુખ પામે છે. વ્યવહારનય વસ્તુના વિવિધ ભેદો દ્વારા આત્મામાં થતી પર્યાયનો કે અવસ્થાનો બોધ કરાવે છે કે આત્મા સ્વભાવે શુદ્ધ છતાં વર્તમાનમાં રાગાદિ દોષવાળો છે. તેને તે રીતે જાણવો અને આત્મા સ્વભાવે શુદ્ધ છે, તેવું નિશ્ચયથી લક્ષ્ય કરી તેને આરાધવો. કેવળ વ્યવહારદૃષ્ટિથી આત્માની કર્મભનિત ખંડ ખંડ અવસ્થાને જ માનવાથી આત્મા અખંડ માર્ગને પામતો નથી, અને શુદ્ધદશા પ્રગટે નહિ ત્યાં સુધી નિશ્ચયથી શુદ્ધ છું મને રાગાદિભાવ નથી તેમ માની લે તો પણ શુદ્ધ માર્ગ સાધી શકતો નથી. માટે નિશ્ચયર્દષ્ટિથી આત્મલક્ષ્યને ધારણ કરી તેમાં સ્વરૂપની દઢતા કરી, શુદ્ધ વ્યવહારધર્મને આરાધવો, જેનાથી પરમાર્થ પમાય, શુદ્ધતા પ્રગટ થાય તે નિશ્ચયથી અખંડ માર્ગ છે. વ્યવહારદૃષ્ટિ જીવને અવસ્થાભેદે બોધ આપે છે. ચારે ગતિનું ૧૯૩ સમાધિશતક Page #205 -------------------------------------------------------------------------- ________________ વર્ણન કરી સમજાવે છે કે તું તારા અવળા પુરુષાર્થથી નરકાદિ ગતિને પામે છે. સત્ પુરુષાર્થ વડે મુક્તિને પામે છે. જન્મમરણાદિ કર્મનું સર્જન કરનાર આત્મા છે, અને વિસર્જન કરનાર પણ તે જ આત્મા છે. વ્યવહારદષ્ટિ કર્મની પ્રકૃતિભેદે જીવને બંધનયુક્ત માને છે. તે કર્મપ્રકૃતિનો નાશ થતાં જીવ મુક્ત થાય છે. જન્મ પામેલો ફરી જન્મે નહિ ત્યારે તે નિર્વાણ પામે છે. તે સિવાય વૃક્ષ, જંતુ, હરણ, સસલા અને હાથી સર્વે જન્મ પામે છે અને મરે છે વળી જન્મે છે. અને તને નરભવ મળવા છતાં તારી દશા પણ એમ જ થાય તો તારામાં અને પશુમાં શું અંતર રહેશે ? માટે આત્મજ્ઞાન વડે મનને વશ કરવું તેમાં નરભવની યથાર્થતા છે. માટે સદગુરુયોગે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી લે તો જીવ્યું ધન્ય થઈ જાય. સામાન્ય જીવો અરૂપી આત્માનું સ્વરૂપ સમજી ન શકે તેથી તેને વ્યવહારધર્મ દર્શાવી આત્મદષ્ટિ પ્રત્યે દોરે છે. એ વ્યવહાર પણ પરમાર્થમૂલક છે. શુદ્ધ તત્ત્વનું જ્ઞાન કરાવનાર નિશ્ચિત દૃષ્ટિ છે. એ સૂક્ષ્મ દૃષ્ટિ ગુરુગામે પ્રાપ્ત થાય છે. સ્વકલ્પનાએ નિશ્ચયને સ્વીકારનાર સ્વચ્છંદપણે વર્તે તો શુદ્ધ માર્ગ પામે નહિ. મુખથી શુદ્ધાત્માની વાત કરે અને સંસારભાવ તો છૂટ્યો ન હોય તે નિશ્ચયાભાસી પણ અખંડ માર્ગને પામતો નથી. વાસ્તવમાં અશુભ માર્ગને ત્યજી આત્મસમાધિ વડે મુક્ત થવાય છે. નિશ્ચયનું લક્ષ્ય કરી શક્યનો આરંભ કરવો. નિશ્ચયનય તત્ત્વનું ધ્યેય કરાવે છે. વ્યવહારનય તે ધ્યેય સુધી પહોંચવાનાં સાધનો બતાવે છે. માટે ભૂમિકા પ્રમાણે બોધ ગ્રહણ કરવો, તે પ્રમાણે આરાધના કરવી. નિશ્ચયને લક્ષ્યમાં રાખી ભૂમિકા પ્રમાણે બાહ્ય સાધનો અને અંતરંગભાવને ગ્રહણ કરવા. સામાન્ય રીતે માનવનું મન જ કર્મબંધનું અને કર્મથી મુક્તિનું કારણ છે. જો એ મન-(ભાવ, પરિણામ, ચિત્ત) આત્મભાવમાં રહે છે તો કર્મબંધ થતો નથી અને એ મન રાગાદિ વડે વિષયોમાં ભમે છે, તો કર્મબંધ થાય છે. આમ પોતાના જ દ્વારા જો બંધ-મુક્તિ હેતુભૂત થતી હોય તો આત્મા જ આત્માનો ગુરુ થઈ શકે, તેને ૧૯૪ આતમ ઝંખે છુટકારો Page #206 -------------------------------------------------------------------------- ________________ બહાર કોઈ ગુરુની જરૂર ન રહે, છતાં એવી પાત્રતા ન હોય તેને આત્મજ્ઞાની ગુરુના આશ્રય અને સેવા દ્વારા માર્ગનો બોધ મળે છે. જ્યારે પણ જીવ પ્રથમ પરમાર્થની રુચિ કરે છે ત્યારે તેના સંસ્કારમાં જ્ઞાનીજનોનો આદર હોય છે. જેમ ડોક્ટર થનાર પ્રારંભમાં અભ્યાસ કરે છે. પછી પોતે કોઈ અનુભવી પાસે વધુ કેળવણી લે છે. પછી સ્વતંત્રપણે પોતાનું કાર્ય કરે છે, તેમ ભવ્યાત્મા ગુરુગમે અમુક ભૂમિકામાં આવ્યા પછી સ્વતંત્રપણે પોતાના માર્ગને આરાધે છે. છતાં કહેવાનું પ્રયોજન એ છે કે જો તું કર્મ બાંધવામાં કોઈ ગુરુની સહાય લેતો નથી, તેમ કર્મમુક્તિ માટે પણ તું સ્વતંત્ર છું. તું જ તારો ગુરુ છું. અર્થાત્ આત્મા સ્વસમ્મુખ થાય ત્યારે તેને અંત:પ્રેરણા મળતી રહે છે. સ્વસમ્મુખ થયેલા ભવ્યાત્મા સંસારથી વિમુખ થાય છે. તેને બાહ્ય પદાર્થો દ્વારા ઐશ્વર્ય જણાતું નથી, પણ પોતાના જ આત્મગુણોનો વૈભવ અનુભવમાં આવે છે. જેમ જેમ તેનો આત્મવિકાસ થાય છે તેમ તેમ અચળ શ્રદ્ધા વડે પોતાના ત્રિકાળી ધ્રુવસ્વરૂપમાં અધિષ્ઠિત થઈ પોતે પોતાનો જ ગુરુ બને છે; કારણ કે આત્મજ્ઞાન એ કોઈ પરાશ્રય નથી. પરંતુ સ્વાધીન સાધન છે. પોતાના આત્મસ્વરૂપમાં સમાયેલો જ મુક્તિને પ્રાપ્ત કરે છે. છતાં સદ્દગુરુ લાલબત્તી ધરે છે. અંતરંગ રિદ્ધિ પ્રગટ થતાં કોઈ ચમત્કારના મોહમાં પડે છે. કોઈ ભક્તિના નશામાં ઉન્મત્ત બને છે. તે જીવ પોતાને પરમાત્મસ્વરૂપે માનીને સ્વચ્છંદ સેવે છે. માટે ભ્રમમાં ન રહેવું પણ જ્ઞાનીને માર્ગે ચાલવું. અજ્ઞાન જ આ સર્વ બંધન છે, તે જ રાગ-રંગ ભોગને ઇચ્છે છે. જો તે અજ્ઞાનભાવ ટળે તો ભોગાદિ વાસના ટળે, તો ભવરોગનું બીજ ટળે. કેવળ જાણેલું આત્મજ્ઞાન ભવબીજને ટાળતું નથી. પણ વૈરાગ્યયુક્ત આત્મજ્ઞાન ભવબીજને નષ્ટ કરે છે. ભવિ શિવપદદે આપકુ, આપ હિ સમ્મુખ, તો તે ગુરુ હૈ આત્મા, આપનો ઔર ન કોઈ. છંદ-૬૨ સમાધિશતક ૧૫. Page #207 -------------------------------------------------------------------------- ________________ જે ભવ્યાત્મા સ્વસમ્મુખ થાય છે તે સ્વયં શિવપદને પ્રાપ્ત કરે છે. માટે આત્મા જ આત્માનો ગુરુ છે, બીજો કોઈ ગુરુ નથી. આત્મા સ્વયં શિવસ્વરૂપે છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે છે, તેને કયા ગુરુની જરૂર હોય ? સંસારમાં ધનાઢ્ય ગૃહસ્થને કોના ધનની જરૂર હોય ? જેની પોતાની પાસે અઢળક અલંકાર છે તેને શુભ પ્રસંગે અન્યના અલંકારની જરૂર પડતી નથી. જેને પોતાના આત્માના ઐશ્વર્યનું ભાન છે તેને બહાર ગુરુ શોધવાની જરૂર નથી. બોધસ્વરૂપ આત્મા જ્યારે સ્વયં બોધ પામતો નથી ત્યારે તેને બહાર સદ્દગુરુની આવશ્યકતા રહે છે. પરંતુ જેમ કોઈ શિલ્પકાર પોતે વિદ્યા સાધ્ય કરી લે છે, ત્યારે પોતે જ મહાન શિલ્પી બને છે. તેમ જીવ જ્યારે સ્વયં બોધ પામે છે ત્યારે પોતાનો ગુરુ બને છે. તેને અન્ય ગુરુની જરૂર પડતી નથી. સગુરુયોગે જ્ઞાનની પ્રાપ્તિ થતાં ભવ્યાત્મા સ્વસમ્મુખ થાય છે ત્યારે પોતાની જ આત્મફુરણા તેનો ગુરુ રહે છે. તેવો જીવનમુક્ત પુરુષ જ્ઞાનસ્વરૂપે સુખને અનુભવે છે. સત્ પુરુષાર્થ વડે પૂર્વકર્મોને નષ્ટ કરી શિવપદને પામવા માટે આત્મવિકાસનો સતત પુરુષાર્થ કરે છે. જ્યાં સુધી આત્માને પોતાની અનંત શક્તિનું સામર્થ્ય આવતું નથી, ત્યાં સુધી તે કષાયજનિત લેશ્યાઓ પર સંયમ મેળવતો નથી, ત્યારે પોતે સંસારનાં દુઃખ પામે છે. પરંતુ જ્યારે તેને આત્મસ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે તે સ્વયં સ્વભાવસમ્મુખ થઈ સત્ પુરુષાર્થ આદરે છે ત્યારે રાગાદિભાવથી મુક્ત થઈ પરમપદને પામે છે. दृढात्मबुद्धिर्देहादाबुत्पश्यन्नाशमात्मनः। मित्रादिभिर्वियोगं च, बिभेति मरणाद् भृशम् ॥७६॥ દેખી લય પોતાતણો, વળી મિત્રાદિવિયોગ, દઢ દેહાતમબુદ્ધિને મરણભીતિ બહુ હોય. ૭૬ અર્થ: પોતાના દેહમાં દઢ બુદ્ધિવાળો પોતાના શરીરના-નાશને (મરણને, જાણીને તથા મિત્રાદિના મરણથી થતા વિયોગને જાણીને ૧૯૬ આતમ ઝંખે છુટકારો. Page #208 -------------------------------------------------------------------------- ________________ ભય પામે છે. દેહમાં જેને મમત્વથી એકત્વ થયું છે તેવા દેહાત્મ-બુદ્ધિવાળો પોતાના દેહનો વિયોગ થશે પોતાનું મરણ થશે તેથી કલ્પનામાત્રથી ભય પામે છે. આ ભવનું વર્તમાન જગત તેને જ્ઞાત છે, મરણ પછી ક્યાં જવાનું થશે તે એ જાણતો નથી. તેથી પોતાનું જેને માન્યું છે તે છોડી દેવું પડશે તેનો ભય તેને સતાવે છે. અને નવો જન્મ ક્યાં થશે તે ખબર ન હોવાથી મૃત્યુથી તે ભય પામે છે. વળી સ્ત્રી, પુત્ર કે મિત્રાદિ કોઈનું મરણ થશે તેવું જાણીને તેના વિયોગે પોતાનું શું થશે ? તેવી કલ્પના કરીને પણ તે જીવ ભય પામે છે. અજ્ઞાનવશ જીવ અનેક પ્રકારના ભયથી ગ્રસિત છે. તેમાં મૃત્યુનો ભય જીવને વધુ પીડાકારી છે. આ જગતમાં મારા કરેલા સર્વ પદાર્થોને ત્યજી દેવા પડશે તેની મૂંઝવણ જીવ વધુ અનુભવે છે. તીર્થંકરાદિ સર્વેને માટે આ કાળનો નિયમ અબાધિત છે. ઋષભદેવાદિ યોગીઓ પણ એ દેહને બચાવી શક્યા નથી. તેમણે તેવો વ્યર્થ પ્રયત્ન કર્યો નથી. પરંતુ જ્યાં સુધી આત્મા દેહમાં હતો ત્યાં સુધી તેની સાથેનું મમત્વ છેદી, સમત્વ ધારણ કર્યું અને કાળનો પરાજય કરી નિર્વાણ પામ્યા. સામાન્ય જંતુથી માંડીને હાથી જેવાં મહાકાય પ્રાણીઓ કે દરિદ્રીથી માંડીને મોટા સમ્રાટો કે ઇન્દ્રોને પણ આયુષ્યકર્મ પૂરું થયે કાળ જીવને બળદની જેમ નાથીને સમયસર લઈ જાય છે. આંખની પલક જેવા સમયનો પણ તેમાં ફેરફાર કરી શકાતો નથી. ગમે તેવું મૂલ્ય આપીને પણ કાળને પાછો રવાના કરી શકાતો નથી. જો કે મૃત્યુથી ભય પામેલા છતાં જીવો સંસારના પ્રવાહમાં જાણે નિર્ભય થઈને જીવતા હોય તેવું જણાય છે. અગર તો પોતાને અમર જાણીને જીવે છે. સમસ્ત વિશ્વનાં પ્રાણીમાત્ર મરણ પાસે અશરણ છે, તેમાં તું ગમે તેટલું રક્ષણ કરે તો પણ કાળથી બચી શકવાનો નથી. પોતાના જ ભુજબળે મેળવેલી છ ખંડની પૃથ્વીનો કોઈ ભાગ જીવને બચાવી શકતો નથી. હજારો શસ્ત્રોથી સજ્જ આયુધશાળાનું એક ચક્રરત્ન પણ સમાધિશતક ૧૯o. Page #209 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તીને કાળથી છોડાવી શક્યું નથી અને વનમાં થતી સઘળી ઔષધિ ચૂર્ણ પણ મૃત્યુથી જીવને રક્ષણ આપી શક્યું નથી. વૈદ્યો હકીમો પણ જ્યાં હાર પામ્યા છે ત્યાં આ કાળને સૌ આધીન છે. અરે સ્વયં વૈદ્યો હકીમો પણ કાળને ઝપાટે ચડી ગયા છે. ડાભની અણી પર રહેલા ઝાકળના બિંદુના જેવું જીવનું આયુષ્ય છે. જળમાં ઊઠતા પરપોટા જેવા આયુષ્યનો ભરોસો વ્યર્થ છે. શ્વાસે-શ્વાસે ક્ષીણ થતાં આયુષ્યને ધન, ઔષધિ કે સૈન્ય જેવા સાધનથી બાંધી શકાતું નથી. આ વિશ્વના દરેક ખૂણે સર્વત્ર કાળનું સામ્રાજ્ય પ્રવર્તે છે, ત્યાં ભાઈ ! તું ક્યાં જઈને છુપાઈશ ? જ્યારે કોઈનું મરણ સાંભળે છે કે જુએ છે ત્યારે જીવ ઘડીભર ભય પામે છે. પરંતુ વળી પાછો દેહાભિમાની થઈને ફરે છે. જે દેહ પર તું ભરોસો રાખે છે તે તો પાતળા કાચની બરણી જેવો છે, જરા આંચકો લાગ્યો કે બરણીના ટુકડા થઈ જાય છે તેમ તારો દેહ ક્ષણમાં વિણસી જાય તેવો છે. કાળને ઝપાટે ક્યાંય ફેંકાઈ જાય તેવો છે. માટે ભય રાખે તો સાચો ભય રાખ કે જેથી કાળ તારો કિંકર થઈને રહે. શરીરના વિશ્વાસે તને અનંતવા૨ મરણના ભયનો માર પડ્યો છે. મિત્રાદિ દેશ્યજગત પણ સ્વપ્નવત્ છે. જેમ તું અમર નથી તેમ તે સઘળા પણ કાળને આધીન છે. છતાં દેહને કાયમ રાખવા તું મથે છે. તે કેવા ઠગારા છે ? રોજે જીર્ણ થતા દેહમાં તું શું શ્રેષ્ઠતા જોઈ રહ્યો છું ? મરણનો ભય પામવાને બદલે સુજ્ઞજનો મરણને પ્રાપ્ત થતા એવા દેહની વાસનાથી ભય પામે છે. તેથી તેમને મૃત્યુનો ભય રહેતો નથી. અજ્ઞાનથી સ્વસ્વરૂપને નહિ જાણતા બહિરાત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તેથી તે મરણથી ભય પામે છે. પરંતુ અંતરાત્મા જ્ઞાની તે બ્રાંતિને-ભયને ટાળીને પોતે અવિનાશી સ્વરૂપમાં લીન થઈને નિર્ભય રહે છે. સંસારાભિમુખ અજ્ઞાની જીવ શરીરને આત્મા માનવાની બુદ્ધિથી રોગ સમયે અત્યંત પીડા પામે છે અને મરણ સમયે તો જાણે પોતાનો જ નાશ થશે તેમ માની મૂંઝાય છે. વળી એ મૃત્યુના ભય આતમ ઝંખે છુટકારો ૧૯૮ Page #210 -------------------------------------------------------------------------- ________________ કરતાં પણ પોતાનાં માનેલાં સ્ત્રી, પુત્ર કે મિત્ર આદિના વિયોગની પીડાથી વધુ મૂંઝાય છે. આથી જે સંસારમાં આસક્ત છે તેને મૃત્યુનો ભય છે, પરંતુ જેને આત્માના અવિનાશીપણાનું ભાન છે તેને મરણનો ભય નથી. પરંતુ ભવભ્રમણના ભયથી આત્મજ્ઞાન વડે તેઓ મુક્તિને સાધે છે. મિત્રાદિના મરણનો ભય દેહમાં આત્મબુદ્ધિથી થાય છે. સૌ પ્રથમ દેહમાં “હું'પણાથી જીવ બંધાય છે. એ “હું”નો વિસ્તાર પછી સ્ત્રી આદિમાં “મારાથી થાય છે. ત્યાર પછી તેનો વિસ્તાર કુળાદિ સુધી થાય છે. દેહમાં આત્મબુદ્ધિના વિસ્તારથી ભય ઉત્પન્ન થાય છે. જ્યાં બહારમાં આવો વિસ્તાર છે ત્યાં વિષમતા છે. પ્રાણીમાત્ર જન્મ ધરીને છેવટે મરણને શરણ થાય છે. પગલે પગલે દુઃખને સહે છે. છતાં કેવો નિર્ભય થઈને ફરે છે. અને મરીને વળી જન્મે છે. પુણ્યયોગે કંઈ સુખ ભોગવતો જણાય છે. પરંતુ વાસ્તવમાં તે મોહજનિત વિકારના પ્રકારોને સેવે છે. વારંવાર પવનના ઝપાટે ચડતું વૃક્ષ જેમ ક્ષીણ થાય છે તેમ પુનઃ પુનઃ ભોગ દ્વારા શરીર તો ક્ષીણ થાય છે પરંતુ આત્મશક્તિનો પણ ઘાત થાય છે. તે બહિરાત્મા જાણતો નથી, મરણનો ભય હોવા છતાં મરણથી નિર્ભય કેમ રહેતો હશે ! आत्मन्येवात्मधीरन्यां, शरीरगतिमात्मनः। मन्यते निर्भयं त्यक्त्वा, वस्त्रं वस्त्रान्तरग्रहम् ॥७७॥ નિજમાં નિજધી આત્મથી માને તન-ગતિ ભિન્ન, અભય રહે, જ્યમ વસ્ત્રને છોડી ગ્રહે નવીન. ૦૭ અર્થ : આત્મા જ આત્મબુદ્ધિવાળો શરીરની ગતિ (મરણ)થી પોતાને ભિન્ન માને છે. અને મરણને વસ્ત્રને ત્યજવાની જેમ દેહનો ત્યાગ જાણી નિર્ભય રહે છે. આત્મામાં જેણે અમર એવું આત્મપદ જાણ્યું છે તેને કાળ શું કરે ? દેહ રહેવો હોય તો રહે જવો હોય તો જાય, દેહ આયુષ્યકર્મને આધીન છે, જ્ઞાની જાણે છે કે મારો આત્મા દેહથી ભિન્ન છે, તે સમાધિશતક ૧૯૯ Page #211 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યકર્મને આધીન નથી. જીર્ણ વસ્ત્ર ત્યજી દેતાં દેહને કંઈ દુઃખ નથી કેમકે વસ્ત્ર અને દેહ ભિન્ન છે, તેમ જડ દેહના છૂટી જવાથી જ્ઞાનીને કંઈ ખેદ કે ભય નથી. જગતના પદાર્થમાત્ર ઉત્પાદ અને વ્યયવાળા છે, છતાં તે સર્વે મૂળ દ્રવ્યસ્વરૂપે તો ધ્રુવપણે રહ્યા છે. આત્મા દેહાંતર કરે છે છતાં પોતે તો ધ્રુવપણે રહે છે. તેની અવસ્થાઓ બદલાય છે. જ્ઞાની આવું જાણે છે તેથી તેમને દેહ છૂટવા સંબંધી ભય નથી. પરંતુ જ્યાં સુધી તેઓ દેહમાં છે ત્યાં સુધી દેહને બાહ્ય સાધન જાણી તેમાં મમત્વ કે અહં કરતા નથી અને આયુષ્ય પૂર્ણ થતાં તે જીર્ણ વસ્ત્રની જેમ તેને ત્યજી દે છે. વિશ્વમાં મૂળ દ્રવ્યો સ્વભાવે અવિનાશી છે, તેમ આત્મા અવિનાશી છે. તેવી દેઢ શ્રદ્ધા હોવાથી જ્ઞાનીને મરણનો ભય નથી. કોઈ સંયોગોથી આત્મા ઉત્પન્ન થયો નથી માટે તે કોઈ નિમિત્તથી નાશ પણ પામતો નથી. વિનાશી દેહ સાથે તેનો સંયોગ-સંબંધ છે, તેથી તેના સંબંધે આત્મા નાશવાન બનતો નથી. જેમ સૂર્ય પૃથ્વીને પ્રકાશ છે. તેનાં કિરણોથી પૃથ્વી પ્રકાશિત થતી જણાય છે. પણ સૂર્યનું એક પણ કિરણ પૃથ્વીમય થતું નથી. તેમ જ્ઞાનસ્વરૂપે સમસ્ત વિશ્વને જાણવા છતાં જે વિશ્વરૂપ થતો નથી. તેમ દેહમાં રહેવા છતાં આત્મા દેહમય થતો નથી, નાશવંત થતો નથી. જ્ઞાની જાણે છે કે દેહમાં આત્મબુદ્ધિ થવાથી દેહ ધારણ કરવાની પરંપરા સર્જાય છે. તેથી તેઓ દેહમાં રહેવા છતાં અનાત્મભાવે રહે છે. તેઓ વિચારે છે, પૂર્વે પણ દેહ ધારણ કર્યા હતા. તેને મારા માન્યા હતા. પણ અત્યારે એ ક્યાં છે ? તો પછી આ દેહ પણ ક્યાં રહેવાનો છે ? તેથી વસ્ત્રત્યાગની જેમ દેહને આત્માથી ભિન્ન જાણી દેહાવસ્થામાં પણ તેની ભિન્નતા જાણે છે. જ્ઞાની દેહાંતે પણ દેહમાં “હુંપણાનો ભાવ કરતા નથી. જેમાં અમરત્વનો સ્વભાવ છે તે ક્યારે પણ મૃત્યુ ન પામે. પર્યાયના ભેદે તેમાં ઉત્પાદ વ્યય થતો રહે છે, તેમાં નિત્ય તત્ત્વ છુપાયેલું છે, જ્ઞાની તે તત્ત્વને જાણે છે તેથી તે રોગ, વૃદ્ધાવસ્થા કે મરણથી ૨૦૦ આતમ ઝંખે છુટકારો Page #212 -------------------------------------------------------------------------- ________________ ભય પામતા નથી તે સર્વે દેહની અવસ્થા છે તેમ જાણી તે તેનાથી ભિન્નભાવે રહે છે. આવી ભિન્નતાનો બોધ આત્માને નિર્ભય રાખે છે. દરેક અવસ્થામાં તેઓ અનુભવે છે કે હું મરતો નથી. દેહ બદલાય છે અને અંતે એક વાર દેહમુક્તિ અવશ્ય છે. જ્ઞાની શરીરની ઉત્પત્તિથી આત્માની ઉત્પત્તિ માનતા નથી. તેથી શરીરનો નાશ થતાં મારો નાશ થશે તેવો ભય સેવતા નથી. વળી તેઓ જાણે છે કે જેમ ધનનો નાશ થતાં શરીરનો નાશ થતો નથી, કારણ કે બંને દ્રવ્યો ભિન્ન છે, તેમ શરીરનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. તેથી જ્ઞાનીને મરણના ભયની કોઈ આકુળતા થતી નથી. જ્ઞાની જાણે છે કે આ શરીર સાધનાને યોગ્ય નહિ હોય ત્યારે તેનો સંયોગ દૂર થશે અને સાધના માટે નવું શરીર મળશે. ક્રમે કરીને શરીર પણ સર્વથા દૂર થશે. રોગ અને કષ્ટવાળા શરીરના દુ:ખથી મુક્ત કરનાર મૃત્યુ ઉપકારી છે. મૃત્યુના ભયથી મૂંઝાતો નવો જન્મ ધારણ કરે છે. માટે જ્ઞાની મરણના ભયરહિત આત્મભાવના વડે સમાધિ-મરણ કરે છે. ક્રમે કરીને દેહથી આત્યંતિકપણે મુક્ત થાય છે. व्यवहारे सुषुप्तो यः, स जागांत्मगोचरे । जागर्ति व्यवहारेऽस्मिन्, सुषुत्पोश्चात्मगोचरे ॥७॥ સૂતો જે વ્યવહારમાં, તે જાગે નિજમાંય; જાગૃત જે વ્યવહારમાં, સુષુપ્ત આત્મામાંય. ૭૮ અર્થ : જે વ્યવહારમાં સૂતેલો છે. તે આત્મવિષયમાં જાગતો છે અને જે વ્યવહારમાં જાગે છે તે આત્માના વિષયમાં સૂતેલો છે. વ્યવહારમાં જાગતો એટલે દેહભાવમાં રાચતો. વિશ્વની જીવસૃષ્ટિનાં પ્રાણીમાત્ર પોતાની કક્ષામાં પ્રવૃત્ત છે. અતિપ્રવૃત્ત છે. વનસ્પતિ પણ પોતાની સંજ્ઞાઓ દ્વારા જીવનપોષણ માટે પ્રવૃત્ત છે, જંતુ વગેરે પણ જીવનપોષણ માટે પ્રવૃત્ત છે, પશુ-પંખી પણ દિવસરાત સક્રિય હોય છે. અને માનવની પ્રવૃત્તિની કોઈ સીમા નથી. એટલે જાગતો જણાતો સમાધિશતક ૨૦૧ 7 Page #213 -------------------------------------------------------------------------- ________________ છતાં તે ઊંઘતો છે. અર્થાત્ ઊંઘતો ન હોવા છતાં ઊંધેલો છે. વ્યવહારમાં જાગતો એટલે આત્મભાનરહિત મોહનિદ્રામાં રાચતો. દેહના સુખમાં જ પ્રવૃત્ત છે તે જાગતો છતાં સૂતેલો છે. અહોરાત્ર પંચેન્દ્રિયના વિષયમાં આસક્ત ખુલ્લી આંખ હોવાથી જાગતો છે, પરંતુ આત્મભાનરહિત હોવાથી તે આત્મવિષયમાં ઊંઘતો છે. મન વડે અનેક સંકલ્પો-વિકલ્પોનાં વમળોમાં અટવાતો, વચન વડે નિરંતર વ્યાકુળતા સેવતો, શરીર વડે સંસારનાં પ્રયોજનોમાં રહેતો સક્રિય અને જાગતો છતાં આત્મવિષયમાં સૂતેલો છે. ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ સંસારના પ્રકારો અને પ્રસંગોમાં તેને સુખનું પ્રયોજન ભાસે છે. તેમાં સુખદુઃખાદિની લાગણીઓનાં મોજાં ઊછળે છે, તેની મોહમાયામાં રહેતો જીવ આત્મવિષયમાં ઊંઘતો છે. વ્યવહારમાં સંસારમાં આસક્ત જીવને પુદ્ગલના પ્રપંચમાં વૃત્તિ છે. પુદ્ગલોને ગ્રહણ કરવામાં, તેમાં જ પ્રવૃત્ત રહેવામાં તે જૂના કાળથી આદતવાળો છે. તેથી તેને તેનાથી છૂટવું પણ કઠણ છે. તેથી તેને આત્મભાન થતું નથી. વ્યવહારમાં કુશળ એવો તે માને છે કે મારે આત્મભાનની જરૂર શી છે ? તે ઊંઘતો છે. વ્યવહારે-સંસારભાવે મળેલું આ શરીર કારાગૃહ છે, તેમાં તને કેમ ગમી ગયું છે ? એમ જે વિચારે છે. મન, વચન અને કાયાના યોગની પ્રવૃત્તિમાં જાગ્રત છે, તે કદાચ વ્યવહારમાં શિથિલ લાગે પણ તે આત્મભાન સહિત છે. સર્પના ૨ાડા પાસે કે સિંહની ગુફા પાસે રાતવાસો ગાળવાનો આવે તો કેવો સાવધાન રહે ? તેમ જ્ઞાની વ્યવહારમાં પ્રવૃત્ત છતાં જાગૃત છે. સત્ પુરુષના વ્યવહારને અનુસરીને ભવનો છેદ કરે છે. જ્ઞાનીના જ્ઞાનમય સ્વરૂપમાં આ વિશ્વ જેવું છે તેવું જણાય છે, તેમનું ચિત્ત નિર્મળ હોવાથી વ્યવહારિક કાર્યોમાં સાક્ષી રહે છે, પરંતુ માયાપ્રપંચનાં પડળ તેમને અજ્ઞાન તરફ દોરી જતાં નથી. તે સદાય જાગૃત છે. વ્યવહારમાં કમળની જેમ નિર્લેપ છે. દુર્ધટ એવા આ સંસારથી સદાય સાવધાન રહે છે. ૨૦૨ આતમ ઝંખે છુટકારો Page #214 -------------------------------------------------------------------------- ________________ ચિત્તની ચાર અવસ્થાઓ કહી છે : નિદ્રા, સુપન, જાગૃતિ અને તુરિયાવસ્થા (આત્મજાગૃતિ). નિદ્રા એ શરીરને આરામદાયી છતાં ચિત્ત માટે તે આવરણતમ છે. નિદ્રા સમયે જીવને જીવસ્વરૂપનું ભાન નથી રહેતું. વળી સ્વપ્નદશામાં તો નિદ્રા કરતાં પણ જીવને ખોટામાં પણ સાચાની ભ્રાંતિ પેદા કરે છે. સ્વપ્નમાં સિંહ દેખાય તો ભયથી ધ્રુજવા માંડે. જાગ્રત અને બાહ્ય પ્રવૃત્તિમાં એકાકાર થવું એ જાગૃતિ ઘણા આવેગ અને અસ્થિરતાવાળી છે. આથી નિદ્રામાં સૂતેલો કે સ્વપ્નમાં રાચતો જીવ ઊંઘતો છે. અને વ્યવહારમાં પ્રવૃત્ત છે તે પણ આત્મા પ્રત્યે અબોધ છે. કેવળ જેની ઉજાગર, તુરિયાવસ્થા છે, તે આત્મભાનની ઉત્કૃષ્ટ જાગૃતિવાળો છે. અર્થાત્ વ્યવહારમાં એટલે મોહાદિ પ્રપંચમાં જે નિવૃત્ત છે, સૂતેલો છે, કર્તા-ભોક્તાપણે વર્તતો નથી તે આત્માના વિષયમાં જાગ્રત છે. અર્થાત્ તે આત્મસ્વરૂપના બોધવાળો છે, પણ જે વ્યવહારની સંસારની અનેક વિષમતામાં રહેવાવાળો છે. પાંચમાં પુછાતો બુદ્ધિમાન હોય તો પણ તે આત્મવિષયમાં અભાન હોવાથી ઊંઘતો છે. જે સંસારના વિષયાદિને જાણે છે પરંતુ સેવતો નથી તે જાગતો છે. ‘નિદ્રા સુપન જાગર ઉજાગરતા તૂરિયાવસ્થા આવી. નિદ્રા સુપન દશા રિસાણી જાણી ન નાથ મનાવી.” શ્રી આનંદઘનજી સોવત હૈ નિજ ભાવમે, જાગે જે વ્યવહાર, સૂતો આતમભાવ મેં, સદા સ્વરૂપ આધાર. છંદ-૬૩ જેને સ્વસ્વરૂપનું ભાન નથી તેને દુનિયાનો વ્યવહાર સત્ રૂપે જણાય છે. તેને મનમાં જેવી દુનિયા દેખાય છે તેવી માને છે. પુણ્યયોગે ઝગારા મારતા સંયોગને પોતાનું જીવન માને છે. અને ઝળહળ જ્યોતિ સ્વરૂપ જે પ્રગટ નિધાન છે તેને તે જાણતો નથી તે સૂતેલો છે. વ્યવહારમાં તેની કીર્તિ વડે પંકાતો હોય તો પણ તે અજાગ્રત છે. આત્મસ્વરૂપના જ્ઞાન વગરનો માનવ બુદ્ધિ-ચાતુર્યમાં આ જગતમાં સમાધિશતક ૨૦૩ Page #215 -------------------------------------------------------------------------- ________________ નામાંકિત હોય તો પણ તે પરમાર્થમાર્ગ પામતો નથી. કારણ કે ચર્મચક્ષુ વડે તે સ્વરૂપ પ્રાપ્ત કરી શકતો નથી, અંતરચક્ષુના આધાર વડે સ્વરૂપની પ્રાપ્તિ હોય છે. પોતાની નિર્વિકલ્પ દશારૂપ અવસ્થાના ભાન વગરનો જીવ સૂતો છે, અજ્ઞાન છે, શુભની પ્રવૃત્તિ કરવાની અને અશુભની નિવૃત્તિ, વિધિ કે નિષેધના નિરંતર વિકલ્પવાળો જીવ મોક્ષના પ્રયોજનના સાધનમાં સૂતો છે, વિકલ્પયુક્ત વ્યવહારથી આત્મજ્ઞાન થતું નથી. જ્ઞાનીને ભક્તિના શુભભાવ આવે પરંતુ તેમનો પુનઃ પ્રયાસ નિવૃત્તિનો છે, તેઓ સદા આત્મસ્વરૂપની ભાવનાવાળા હોય છે. રાગનો ઉદય આવતાં જો ભક્તિઆદિ ન કરે તો અશુભરાગ થાય, તેથી તે છોડવા માટે જ ભક્તિનું પ્રયોજન છે. મોક્ષમાર્ગમાં તે બાહ્યકારણભૂત છે. પરંતુ તે ભાવમાં અટકી જતાં નથી પરંતુ શુદ્ધ ઉપયોગને માટે ઉદ્યમવંત રહી પરમપદને પામે છે. आत्मानमन्तरे दृष्ट्वा दृष्ट्वा देहादिकं बहिः । तयोरन्तर विज्ञानादभ्यासादच्युतो भवेत् ॥७९॥ અંદર દેખી આત્મને, દેહાદિકને બાહ્ય, ભેદજ્ઞાન-અભ્યાસથી શિવપદં-પ્રાપ્તિ થાય. ૭૯ અર્થ : આત્માને અંતરચક્ષુ વડે જાણે અને દેહાદિકને પર જાણે છે તે અંતરજ્ઞાન વડે મુક્ત થાય. સાધક જ્યારે અંતરચક્ષુ વડે સ્વરૂપનું દર્શન કરે છે ત્યારે અંતરમાં રહેલા સુખનો અનુભવ કરે છે. તેને આ જગતના બાહ્ય સ્થાવર અને ચલિત પદાર્થો સ્વપ્ન જેવા ભાસે છે. સૂર્યના ઉદય અને અસ્તની જેમ તે પ્રાણીઓના જન્મ અને મરણને જુએ છે, ત્યારે બાહ્ય દષ્ટિ કરીને મૂંઝાય છે. તે જાણે છે કે વિષયો એ જ વિષમતા છે, અને હું તો સમતાસ્વરૂપ છું. જગત રાગ-દ્વેષ, હર્ષ-શોક, રતિ-અરતિ અને સુખદુઃખના કંઠવાળું છે. હું તો કંઢાતીત સ્થિર-ધ્રુવ અને અચલ છું. બહારના ચળકાટને જ્ઞાની કાચનો ચળકાટ જાણે છે. અમાસની રાત્રે ચંદ્ર અંધકારને કેવી ૨૦૪ આતમ ઝંખે છુટકારો Page #216 -------------------------------------------------------------------------- ________________ રીતે દૂર કરે ! તેમ અંતરનો અંધકાર આત્માના અજ્ઞાનને કેવી રીતે દૂર કરે ! બહારમાં દેહાદિકને જુએ છે ત્યારે તેની ક્ષણિકતાનું દર્શન કરે છે. આથી, જેમ અગ્નિથી દેહ જલે તેમ જ્ઞાની તૃષ્ણાના વિચારને પણ સહી શકતા નથી. બહારમાં દેખાતા વૈભવને તેઓ વિજળીના ઝબકારા જેવો માને છે. પ્રભુતા-માનને પતંગના કાચા રંગ જેવો માને છે. યૌવનને તો જળના પ્રવાહ જેવું માને છે. રોગ, વૃદ્ધાવસ્થા, મરણને તો દેહનો ધર્મ જાણે છે. એથી જગતના અનર્થકારી ખાડામાં તેઓ કૂદી પડતા નથી પરંતુ લોકાગ્રે સિદ્ધશિલા પર પોતાનો વાસ ઇચ્છે છે કે જ્યાં જન્મમરણનું હૃદ્ધ નથી. આધિ, વ્યાધિ, ઉપાધિનો ત્રિવિધ તાપ નથી. ભયનું જ્યાં રાજ્ય નથી. અંતરમાં આત્મસ્વરૂપનું આવું દર્શન કરી જ્ઞાની મુક્ત થાય છે. અનાદિ કાળથી ચર્મચક્ષુ વડે, બહિર્મુખ દૃષ્ટિ કરીને જીવે બહાર શું જોયું ? પળે પળે પલટાતા અસ્થિર પદાર્થો જોયા, અને સંસારમાં ભમ્યો. અંતરચક્ષુ વડે જ્યારે તેણે ચિદાનંદને જોયો ત્યારે ચકિત થઈ ગયો. અને ત્યાં જ ઠરી ગયો. સ્વ-પર-પ્રકાશક એવા જ્યોતિસ્વરૂપ આત્મામાં નિમગ્ન થતાં ત્યાં તેણે અપાર આનંદ અનુભવ્યો. જ્ઞાની પુરુષોના આચરણને સાધક અનુસરે છે, અને દેહાદિક બહારના દેશ્યને ગૌણ કરે છે. આત્માનું નિર્મળપણું હોવાથી જગત તેમાં પ્રતિબિંબિત થાય છે. તે વાસ્તવમાં જ્ઞાનસ્વરૂપનો પ્રતિભાસ છે. તેથી જ્ઞાની આત્માને આત્મારૂપે જાણી, જગતને કેવળ શેયરૂપ માની તેનો વિકલ્પ કરતા નથી. તીર્થકરાદિએ ભેદજ્ઞાનના ઉપાયમાં જગતના પદાર્થોને ત્રણ પ્રકારે દર્શાવ્યું. શેય, ઉપાદેય અને હેયના સવિચારથી આત્માને વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જણાય છે. વારંવાર તેનો અભ્યાસ કરવાથી ચંચળ ચિત્ત સ્થિર થાય છે. કર્તાભોક્તાભાવ શમે છે. ભોગ રોગ સમ જણાય છે. કેવળ શેયને જાણે છે અને સ્વમાં ઠરે છે. આત્મહિતનાં કારણોને ત્યજે છે, આત્માને ઉપાદેય માને છે. અંતરાત્મા ઉપયોગને બહારના વિષયોમાંથી ખેંચીને સ્વ પ્રત્યે વાળે છે ત્યારે તે ઉપયોગની શુદ્ધિ અંતરના વૈભવનો અનુભવ કરે ૨૦૫ સમાધિશતક Page #217 -------------------------------------------------------------------------- ________________ છે. એવા ભેદજ્ઞાનનો પુનઃ પુનઃ અભ્યાસ કરી સાધક પોતાની શક્તિ અંતરશુદ્ધિમાં પ્રયોજે છે. તે શક્તિ મુક્તિમાં પરિણમે છે. ભેદ વિજ્ઞાન એ મોક્ષનું મૂળ સાધન છે. માટે તેનો અભ્યાસ દઢ કરી જ્ઞાનોપયોગને પરપુદ્ગલથી હઠાવીને સ્વસમ્મુખ કરવો. આત્માનુભૂતિનું કારણ પણ ભેદ વિજ્ઞાન છે. અંતર ચેતન દેખિકે, બહાર દેહસ્વભાવ, તાકો અંતર જ્ઞાનવેં, હોઈ અચલ દઢ ભાવ. છંદ-૬૪ બહારના દશ્યમાન દેહાદિક અને આત્માના અંતરંગ અદશ્યમાન ઐશ્વર્યમાં અંતર છે. માટે અંતરદૃષ્ટિ કરી આત્માનું લક્ષ્ય કરો, તેમાં દઢતા કરો કે હવે આ આત્મદર્શન સિવાય મને કંઈ અપેક્ષા નથી. આત્મજ્ઞાન-દર્શન વગર તપ જપ આદિ કરવાથી શું વળશે ? બાહ્ય પ્રયોજનથી તું ન્યારો છું. સર્વ પ્રકારના અન્યભાવથી આત્મા રહિત છે. આત્મભાવે સ્વયં પ્રકાશિત છે. જગતના શેય પદાર્થોને જાણનારો, જ્ઞાનસ્વરૂપે તું છે, આથી એમ જણાય છે, સર્વને જાણતાં છતાં તું સર્વથી ન્યારો છું. આવા ભેદજ્ઞાન વડે સ્વરૂપમાં સ્થિતિ થાય છે. આત્માનો ઉપયોગ જ્યારે સમ્યમ્ જ્ઞાનદર્શન ચારિત્રરૂપે પરિણમે ત્યારે તે સાચું દર્શન પામે છે. તેથી હવે તેને પરપુગલની ચાકરી છૂટી જાય છે. અને પોતે પોતાના જ સામ્રાજ્યનો સ્વામી બને છે. બહારનો પંચેન્દ્રિયનો પ્રભાવ મીણની જેમ ઓગળી જવાથી જે વાસના અને તૃષ્ણાની પકડ હતી તે છૂટી ગઈ છે. તેથી સાધક હવે અંતરાત્મામાં દૃઢતાથી આગળ વધે છે. અને પોતાના જ સ્વાનંદમાં ઝૂલે છે. તેને હવે ક્યાંયે આનંદપ્રાપ્તિ માટે તડપવું પડતું નથી. જેને ત્રણે કાળને વિષે દેહાદિકથી સંબંધ નથી એવું અસંગ આત્મસ્વરૂપનું જ્ઞાન થતાં જ્ઞાની હવે ક્ષણમાત્ર પણ ત્યાંથી ખસતા નથી એવો અચલ દઢભાવ હોય છે. पूर्व दृष्टात्मतत्त्वस्य, विभात्युन्मत्तवज्जगत् । स्वभ्यस्तात्मधियः पश्चात्, काष्ठपाषाणरूपवत् ॥५०॥ ૨૦૬ આતમ ઝંખે છુટકારો Page #218 -------------------------------------------------------------------------- ________________ સ્વાત્મદર્શીને પ્રથમ તો જગ ઉન્મત્ત જણાય; દૃઢ અભ્યાસ પછી જગત્ કાષ્ઠ-દૃષદવત્ થાય. ८० અર્થ : યોગાભ્યાસની પ્રાથમિક ભૂમિકામાં અંતરાત્માને જગત ઉન્મત્તવત્ દેખાય છે, અને જ્યારે તે યોગાભ્યાસ વડે જુએ છે ત્યારે જગત પાષાણવત્ જણાય છે. યોગાભ્યાસી-આત્મદર્શન પ્રાપ્ત થયું છે તેને જગતના વ્યવહારો પાગલ જેવા જણાય છે. પરંતુ જ્યારે તેમની દશા પરિપક્વ થાય છે ત્યારે જાણે આ જગત તેમને પથ્થર જેવું કે જડ જેવુંભાસે છે. પાગલ અર્થાત્ વિકલ્પોના સમૂહથી ઉન્મત્ત લાગે છે. અને જ્યારે પોતે ઉદાસીનતા ધારણ કરે છે ત્યારે જગત તેમને કંઈ પણ અસર ઉપજાવતું નથી તેથી નિશ્ચલ લાગે છે. જેણે મુક્તિમાર્ગને વિષે પોતાના ભાવને જોડ્યા છે. તેને દેહ અને આત્માનું ભેદજ્ઞાન થાય છે. ત્યારે તેવી પ્રાથમિક ભૂમિકામાં તેને જગત જાણે પાગલખાનું હોય તેવું જણાય છે. છતાં હજી પૂર્ણ વીતરાગદશા ન હોવાથી જગત પ્રપંચોવાળું, પંચેન્દ્રિયના વિષયમાં આક્રાંત થયેલું, ત્રિવિધ તાપથી એકાંતે દુઃખી, અસમાં સુખ શોધવાની દોડ, જન્મથી સુખી, મરણથી દુ:ખી, આવા પ્રકારથી પ્રારંભના યોગાભ્યાસીને જગત ઉન્મત્તવત્ જણાય છે. અને તેથી જગતના જીવોને બોધ આપવાના વિકલ્પો ઊઠે છે. કરુણાભાવથી તે જીવોને જોઈને તેમના સુખ માટે બાહ્ય પ્રયોજન કરે છે. સત્યાસત્ય, હિતાહિતની બુદ્ધિ વગરના જીવોને જોતાં, મોહાધીન જીવન-પ્રવૃત્તિને જોતાં, આત્માનું માહાત્મ્ય વીસરતું જોતાં, શાસ્રના બોધમાં અરુચિ, વિનાશવંત પદાર્થોમાં સુખની અભિલાષા, કાળના પરિબળે સૌ જીવો જડના પ્રવાહમાં તણાય છે ત્યાં પ્રારંભયોગી જીવોને સુખની પ્રાપ્તિ માટે બોધ આપવા પ્રયાસ કરે છે. આવી ઉન્મત્તભાવ દશા પ્રમાણે આવે છે. અરે ! સત્સમાગમ અને સત્સંગ વગર આ જીવો કેવું દુઃખ પામે છે ? લાખના હીરાને વગર મૂલ્યે ફેંકી દે છે. નામ અને સમાધિશતક ૨૦૦ Page #219 -------------------------------------------------------------------------- ________________ રૂપમાં રાચતા આ જીવો કેવા દુઃખી થાય છે ? અરે ચક્રવર્તી પણ પૃથ્વીના વિકારમાં ફસાય છે, કલ્પિત સુખના માહાભ્ય જીવોને ઘેરી લીધા છે. અને સ્વરૂપના જ્ઞાનને ભૂલી ગયા છે, કેવળ દેહાથે આત્મશક્તિને લૂંટાવી રહ્યા છે. દેહસુખના લોભનો થોભ નથી. તેઓને આત્મસ્વરૂપનું જ્ઞાન કરાવવા જ્ઞાનીને પ્રારંભની દશામાં વિકલ્પ ઊઠે છે. જગતના જીવોને કેમ ઉગારું એવો ઉન્મત્તભાવ આવે છે. સાધક પોતે જ્યારે પરના સુખદુ:ખાદિના કર્તાભાવથી નિર્લેપ થાય છે. સર્વ દ્રવ્યભાવથી ઔદાસિન્ય વૃત્તિ થાય છે, પોતાનો દેહ જ જેને માત્ર સંયમહેતુ માટે જ જામ્યો છે. તેને આ જગતમાં કંઈ પણ કરવાનો વિકલ્પ છૂટી જાય છે. નિયમથી તો આવી દશા તેરમા ગુણસ્થાનકે કેવળજ્ઞાનીની છે, તેમને જેવું પોતાનું સ્વરૂપ સ્થિર જણાય છે તેવું જગત પણ તેમને જાણે કાષ્ટની જેમ થંભી ગયેલું અર્થાત્ પદાર્થમાત્ર સ્વપરિણમનયુક્ત જણાય છે. તેવા જગતના જીવોના સ્વરૂપને જાણે છે પરંતુ તેનો વિકલ્પ કરતા નથી. અર્થાત્ કેવળજ્ઞાનમાં ત્રણે લોક પ્રકાશિત થાય છે, શું જ્ઞાની ટી.વી.ની જેમ જગતનાં દશ્યોને જોતા હશે ? “ના” ભાઈ ! આ તો કેવળજ્ઞાનની શક્તિનું માહાભ્ય જણાવ્યું છે. કેવળજ્ઞાનમાં જગત પ્રતિબિંબિત થાય છે, પણ જ્ઞાનીનો ઉપયોગ પોતાના આત્મસ્વરૂપમાં લીન હોવાથી, જોવાનો વિકલ્પ હોતો નથી, તેથી તેમને માટે જગત કાષ્ટમય છે. અર્થાત્ તેમને જગતનાં કોઈ દશ્યો અસર કરી શકતાં નથી. સંસાર બહારની સમૃદ્ધિથી સમજાય છે. અધ્યાત્મમાં જ્ઞાનથી સુખ સમજી શકાય છે. જ્ઞાનમાર્ગમાં શ્રદ્ધા તે સાધકનો ભાવ છે, તે અનુભવસિદ્ધ છે. આઠ કર્મવાળો જીવ ભલે હો પરંતુ તેમાં કેવળજ્ઞાન છુપાઈને રહ્યું છે. શારીરિક જીવનનો નિર્વાહ કરવા પ્રવૃત્તિ છે, પરંતુ પરમતત્ત્વની પ્રાપ્તિ માટે નિવૃત્તિ આવશ્યક છે, પ્રવૃત્તિવાળો જીવનનાવ ચલાવી શકે પરંતુ તે સંસાર તરવાનું સાધન બની શકે નહિ. સંસારસાગર તરવાનું સાધન નિવૃત્તિમાં સમ્યગૂ કે શુદ્ધ પ્રવૃત્તિ છે. નિવૃત્તિ એ પ્રમાદ નથી, જગતના જીવોનું તેવું જણાય છે. પરંતુ ૨૦૮ આતમ ઝંખે છુટકારો. Page #220 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીને તો આ જગતમાં રાગદ્વેષની વિષમતા જ ઉન્મત્તતા જણાય છે. અથવા ચેતનને ભૂલી જડતામાં જીવતા જીવોનું જગત કાષ્ટવત્ જણાય છે. ભાસૈ આતમજ્ઞાન રિ, જગત ઉન્મત્ત સમાન, આગે દૃઢ અભ્યાસ તેં, પત્થર તૃણ સમાન. છંદ-૬૫ આત્મજ્ઞાનીને પ્રાથમિક ભૂમિકામાં જગતનું દૃશ્ય પાગલની દોડ જેવું જણાય છે. જેમ ચાલતી ચક્કીમાં દાણા પિસાતા જોઈને કબીરજીની આંખો અશ્રુથી ભીંજાઈ ગઈ. તેમણે વિચાર્યું કે આ સઘળું વિશ્વ રાગદ્વેષની ચક્કીમાં પિસાઈ રહ્યું છે. કોઈ બચી શકતું નથી. અને તેથી તેઓ જીવોને ઉપદેશ આપતા, ‘કહત કબીર સુન ભાઈ સાધો સંસાર દો દિનકા મેલા, ચકાચકીકા ખેલા.' ઉપદેશ આપવાની ભાવનાથી ઋષિઓ મુનિઓ પોકારીને કહેતા : મહાનુભાવો જાગો, વીતેલો સમય પાછો નહિ આવે. ગયેલો અવસર પુનઃ પ્રાપ્ત નહિ થાય. વળી જગતના જીવો જ્યારે બોધ પામતા નથી ત્યારે તેઓ દુઃખી થાય છે, પરંતુ જેમ જેમ તેમની જ્ઞાનદશા વિકસતી જાય છે તેમ તેમ અંતર્મુખ થઈ એકાંતે વસે છે. મૌન થાય છે. નિર્વિકલ્પ થાય છે. અસંગ થાય છે. પોતાના આત્મસુખના વૈભવ પાસે તેમને આ સમસ્ત જગત ભેટ ધરવામાં આવે તો પણ તેઓ તેને તૃણવત્ માને છે. ચક્રવર્તીના પદ તો તેમને માથે ઉપાડેલા કાષ્ટના ભાર જેવું જણાય છે. તેમાં કદાચ થોડો પુણ્યયોગ હોય તો પણ તે તેમને ગર્દભે ઉપાડેલા ચંદનના ભારા જેવો લાગે છે. સાગનાં લાકડાં હો કે ચંદનનાં લાકડાં હો, ગર્દભને તો બંને ભારરૂપ છે. તેમ જ્ઞાનીને જગતમાં પુણ્યના યોગ હો કે પાપના યોગ હો, લાકડાના ભારા સમાન લાગે છે. આત્મજ્ઞાની જ્યારે આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે તેને રાગાદિ અનેક વિકલ્પોથી યુક્ત જગત જાણે ગાંડાની જેમ દોડતું જણાય છે. અને જ્યારે તેઓ અત્યંત ઉદાસીનભાવે જગતને જુએ ત્યારે તેમને જગતના પ્રકારો કે પ્રપંચો કંઈ અસર કરતા નથી ત્યારે સમાધિશતક ૨૦૯ Page #221 -------------------------------------------------------------------------- ________________ તેમને માટે જગત કાષ્ટવત્ જણાય છે. श्रृण्वन्नप्यन्यतः कामं, वदन्नपि कलेवरात् ।। नात्मानं भावयेद् भिन्नं, यावत्तावन्न मोक्षभाक् ॥११॥ બહુ સુણે ભાખે ભલે દેહભિન્નની વાત; પણ તેને નહિ અનુભવે ત્યાં લગી નહિ શિવલાભ. ૮૧ અર્થ : અન્ય પાસેથી આત્મસ્વરૂપનું શ્રવણ કરવાથી, અથવા અન્યને કહેવા છતાં જ્યાં સુધી આત્માને શરીરાદિથી ભિન્નતાનો અનુભવ નથી થતો ત્યાં સુધી આત્મા મોક્ષને પાત્ર થતો નથી. કોઈ વ્યક્તિ એવા પ્રદેશમાં રહે કે જ્યાં ડાંગર થતી જ ન હોય પણ તેણે એક વાર તે પ્રદેશના કોઈ ખેડૂત પાસે સુંદર ચોખાનું વર્ણન સાંભળ્યું, તે ખુશ થયો. તેણે અન્યને પણ તે ચોખાનું વર્ણન સંભળાવ્યું, તેને ખુશ કર્યો. પણ ભાઈ તને ચોખાના સ્વાદની ખબર છે ? “ના” જેને પોતાને તેના સ્વાદનો અનુભવ નથી તેના કહેવાથી શું લાભ છે ? તેમ જીવે ઘણી કથાઓ સાંભળી, પૂરી પૃથ્વીનાં તીર્થોમાં ફર્યો, મંદિરે મંદિરે આરતી ઉતારી, શાસ્ત્રો ભણ્યો, યોગાભ્યાસ કર્યો, ભક્તિના ભાવમાં ઉન્મત્ત થયો. શાને માટે ? “આત્માના આનંદ માટે.” તને આત્માના આનંદનો અનુભવ થયો ? “ના” આ સર્વ આનંદ બહારનાં નિમિત્તોને આધીન હતો, પણ તારા આત્માને તો જાણ્યો જ નહિ એટલે વળી પાછો જ્યાં સંસારના વ્યવહારમાં ગૂંથાયો કે પેલી યાત્રાદિમાં કરેલો આનંદ છૂમંતર થઈ ગયો. કારણ કે તેને તે પ્રસંગોમાં આત્માનું કોઈ લક્ષ્ય કર્યું જ ન હતું. મુમુક્ષુઓ સત્સંગમાં જાય ત્યારે સાંભળે કે “તું દેહથી ભિન્ન છું.” સ્ત્રી આદિક મારાં નથી. આ સઘળા સંયોગ-સંબંધ છે. હું શુદ્ધ ચૈતન્યઘન અવિનાશ એવો આત્મા છું' આવું સાંભળે છે ત્યારે ઉત્સાહમાં બોલે, ૨૧૦ આતમ ઝંખે છુટકારો Page #222 -------------------------------------------------------------------------- ________________ હા જી'...છું. આહાહા. અને સત્સંગમાંથી ઊઠે અને મિત્રો મળે તો તેમને સત્સંગની વાતો એવી રસપ્રદ કરીને સંભળાવે કે સાંભળનાર પણ કહે “બરાબર” સમજ્યો, શું ? દેહ અને આત્મા જુદા છે. એક દ્રવ્ય બીજાનું પરિણમન કરી શકે નહિ; પરંતુ જ્યાં વ્યવહારના પ્રસંગમાં આવ્યો કે માયા-પ્રપંચ ના છૂટે. લોભની મિત્રતા ટળે નહિ. દેહને ભાવતા ભોજન આદિ ગમે, સ્ત્રી આદિમાં અહંકાર કરે. જ્યાં સુધી પ્રસંગે પ્રસંગે, વર્તને વર્તને, કાર્યો કર્યો પ્રજ્ઞા વડે આત્માને તે પ્રસંગોથી આત્મા ભિન્ન છે તેવી ભાવના દેઢ ન કરે ત્યાં સુધી મુમુક્ષતા ટકતી નથી તો પછી મોક્ષ ક્યાંથી થાય ? સત્સંગમાંથી તે સાંભળેલું તત્ત્વ સાચું છે, પણ તે કેવળ શાબ્દિક ન હોય તેવી ભાવનાથી આચરણમાં ટકવું જોઈએ. તે માટે તારે જગતની પ્રદક્ષિણા કરવાની કે શાસ્ત્રોની સ્મૃતિનો ભાર ઉપાડવાની જરૂર નથી. આત્મધર્મ તે તે સ્થાનોમાં નથી. આત્મધર્મનો મર્મ જ્ઞાનીની નિશ્રામાં પ્રાપ્ત થાય છે. માટે આ ખોટી દોડાદોડી છોડી જ્ઞાનીની નિશ્રામાં અંતર્મુખ થઈને રહે તો આત્મઅનુભવ થવા સંભવ છે. શ્રવણનું સુખ તો પવનના સ્પર્શ જેવું છે. સત્સંગના બોધનું ચિંતન થાય તો ચિત્ત ઉપર તેની છાપ ઊઠે કે હું શુદ્ધ આત્મસ્વરૂપ છું. એ છાપનું ઊંડાણ વધે. આત્મભાવના દેઢ થાય ત્યારે નિદિધ્યાસન થઈ આત્મઅનુભવ થાય તે જીવ ક્રમે કરીને મુક્ત થાય. કેવળ પોપટની જેમ આત્મા છું આત્મા છું એમ કથન કરે શું થાય ? સાકર મુખમાં મૂક્યા વગર સ્વાદ કેમ આવે ? તેમ તત્ત્વના ચિંતન વગર, આત્મભાવના વગર આત્મભૂતિ કેમ થાય ? જો આત્મભાવે વર્તે તો ચિદાનંદમય આત્મા પ્રગટ થાય. આત્માનો શુદ્ધ સ્વભાવ તે જ ધર્મ છે, જે વડે કર્મો નાશ પામે છે. નિજશુદ્ધતા તે જ વાસ્તવમાં મોક્ષ છે માટે શ્વાસે શ્વાસે સમાધિશતક ૨૧૧ Page #223 -------------------------------------------------------------------------- ________________ તેનું જ રટણ કર તે સિવાય તારું જીવ્યું વૃથા થાય છે. સ્થિર જળમાં જેમ ચંદ્રનું બિંબ પ્રકાશે છે તેમ તારા નિર્મળ ઉપયોગમાં આત્મા પ્રકાશિત થાય છે, અનુભવાય છે. જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાન વડે જ અનુભવાય છે. શ્રવણનો શ્રીખંડ સ્વાદ ન આપે તેમ કેવળ આત્મકથાનું શ્રવણ અનુભવ ન આપે. કથનનું મનન અને ચિંતન કરવાથી અનુભવ થાય છે. સંસારના પરિભ્રમણનો નિવેડો શાસ્ત્રની સ્મૃતિથી થતો નથી. શાસ્ત્રમાર અવિવેકીને અહંકાર પેદા કરે છે. દેહદૃષ્ટિ મનને ચંચળ કરે છે. તેથી ચિત્તમાં અનેક વિકલ્પો ઊઠે છે. અને તારી કથા ઘણી પુરાણી છે. તું જાણે છે કે બાળક પણ એકના એક રમકડાને જોઈને અણગમો કરે છે અને તેને ત્યજી દે છે. અને તે બુદ્ધિમાન છતાં આ જૂનું કેમ છોડતો નથી. એકની એક જ દેહદૃષ્ટિને તું મોહવશ ત્યજતો નથી. માટે હવે વિચાર અને આચારને મેળ કરતો જા. तथैव भावयेद् देहाद् व्यावृत्यात्मानमात्मनि । यथा न पुनरात्मानं, देहे स्वप्नेऽपि योजयेत् ॥१२॥ નિજને તનથી વાળીને, અનુભવવો નિજમાંય; જેથી તે સ્વપ્નેય પણ તનમાં નહિ જોડાય. ૮૨ અર્થ : અંતરાત્માએ દેહથી આત્માને પાછો વાળી એવી આત્મભાવના કરવી કે જેથી ફરીને સ્વપ્નમાં પણ આત્માને દેહભાવ ન ઊપજે. અહો ! અનાદિથી જીવે અનંત પ્રકારના દેહ ધારણ કર્યા હોવાથી તેની દેહમાં આત્મબુદ્ધિ અત્યંત દૃઢ થઈ છે. શાસ્ત્રપ્રમાણથી વિચાર કરતાં જણાશે કે નિગોદમાં અને સ્થાવરપણામાં એકેન્દ્રિયપણે ફક્ત એક શરીર-સ્પર્શેન્દ્રિયના સંબંધમાં અનંતકાળ ગાળ્યો હતો. ત્યાંથી વિકલેન્દ્રિયમાં પણ કેવળ શરીરમાં દેહબુદ્ધિએ જ રહ્યો હતો, એ દેહભાવનો સંસ્કાર ગાઢ છે, ઘેરો છે, નિરંતર મન તેમાં જ જોડાયેલું રહે છે. ૨૧૨ આતમ ઝંખે છુટકારો Page #224 -------------------------------------------------------------------------- ________________ માનવજન્મમાં કંઈક વિચારવાની શક્તિ મળી ત્યારે બહિરાત્મપણે પૂર્વકર્મનો સંસ્કાર દેહભાવની પ્રાધાન્યતા કરે છે. એટલે “દેહ તે હું એવી માન્યતા દેઢ થઈ હોવાથી જીવ દેહના સુખે સુખી અને દુઃખ દુઃખી થાય છે. પરંતુ જેને સદ્ગુરુના બોધે વાત સમજાઈ છે કે હું દેહ નથી. ઇન્દ્રિય નથી. મન કે વાણી પણ નથી પરંતુ દેહક્ષેત્રમાં રહેલો અસંખ્યાતપ્રદેશી ચૈતન્યસ્વરૂપ આત્મા છું, તેણે નિરંતર એવી ભાવના કરવી કે સ્વતંત્ર, નિશ્ચલ, નિષ્કામ, નિર્વિકલ્પ, સ્વયંભૂ, અવિનાશી એવો જ્ઞાતા દ્રષ્ટાસ્વરૂપ આત્મા છું. જગતના વ્યવહારના પ્રકારો અને પ્રસંગોમાં પણ ઉપયોગમાં સાવધાન રહી અન્ય પદાર્થોથી ભિન્ન આત્મસ્વરૂપને લક્ષ્યમાં રાખવું. તે તે પ્રસંગોમાં સ્વરૂપમાં સ્થિર રહી નિશ્ચય રાખવો કે હું આ સર્વ પ્રપંચોથી ભિન્ન છું. મારે મોહ શો ? ક્ષોભ શો ? વિકલ્પ શો ? હું તો નિર્વિકલ્પ છું. આ અભ્યાસ એવો દઢ કરવો કે સ્વપ્નમાં પણ દેહભાવ ન આવે. અર્થાત્ સ્વપ્નમાં સર્પ જુએ અને ભયથી ચંચળ ન બને, સ્વપ્નમાં સ્ત્રી જુએ ને વિકાર ન જાગે, સ્વપ્નમાં આહારના પદાર્થો જુએ ને આરોગવામાં ઉપયોગ ન જોડાય. પ્નમાં કોઈ હારતોરા પહેરાવે મનમાં માન ન ઊઠે. આ સર્વ સ્વપ્નની દુનિયા છે, વળી તે દર્શનાવરણ છે. યોગી-સાધકે જાગ્રત અવસ્થામાં ઉપયોગને અત્યંત સાવધાન રાખવો. દેહાદિભાવથી ભિન્ન રાખવો કે જેથી તેનો સંસ્કાર જીવને સ્વપ્નમાં દેહભાવમાં એકમેક કરી ન મૂકે. આ અભ્યાસ તે મોક્ષમાર્ગ પ્રત્યે જવાનો અભ્યાસ છે. જેની દશા આવી નિશ્ચયવાળી હોય છે તે સાચો સાધક કે ધર્માત્મા છે. સામાન્યજન તો નિરંતર વિકલ્પવાળો હોય છે, જેનો સંસારભાવ ઘટે છે, અને આત્માભાવની મુખ્યતા થાય છે તે જ સત્ ધર્મમાં પ્રવૃત્ત થાય છે. તેને પછી જગતની માયામાં કે પ્રપંચમાં રુચતું નથી. આવો આત્મા ક્રમશઃ સાધ્ય પ્રત્યે આગળ વધી મુક્તિ પામે છે. પ્રત્યક્ષપણે જોતાં પણ જણાશે કે દેહ સપ્તધાતુનું બનેલું અશુચિનું સમાધિશતક ૨૧૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ સ્થાન છે. ગમે તેટલો પ્રિય લાગે તોપણ આ દેહનો એક નાનો ટુકડો કાપીને હાથમાં મૂકીને જોવો કે સુંઘવો ગમતો નથી, એવો દેહ કેવળ અનેક અંગઉપાંગ અને ઇન્દ્રિયોનો સમૂહ છે, છતાં જીવને દીર્ઘકાળ સુધી તેના રોમેરોમે પ્રિયતા થઈ છે. તેનો સમજપૂર્વક ત્યાગ કરવાનો આ માનવદેહમાં મળેલો એક અવસર છે તે સમજી લેવું. જીવો દેહમાં વિવિધ પ્રકારે બુદ્ધિ કરીને રોકાય છે, કે હું રૂપાળો કે કદરૂપો, હું, હું શ્રીમંત-મોટો વગેરે, પરંતુ ભાઈ ! એવાં તો કેટલાંય રૂપો ધારણ કરીને છોડ્યાં, તારા હાથમાં કંઈ આવ્યું નથી માટે સમજ અને વિચાર કર કે આ જડ પરમાણુઓનો બનેલો દેહ તે હું નથી, આ તો મારી કર્મજનિત અવસ્થા છે. ક્યાં મારા આત્માના જ્ઞાનદર્શનાદિ અનંતગુણો અને ક્યાં આ અનંત પરમાણુઓનો બનેલો પત્તાના મહેલ જેવો દેહ ? પુદ્ગલના સંયોગથી નિર્માણ થયેલા દેહને તો તેનો સંબંધ પૂરો થતાં તેનો વિયોગ નિશ્ચયથી છે માટે મારે એક આત્મા જ ઉપાદેય છે. આ દેહના લક્ષણથી હું સ્વભાવે જુદો છું. છતાં જ્યારે મને માનવદેહ રૂપી સાધન મળ્યું છે, તો હું તેમાં રહેલા ચૈતન્યસ્વરૂપે આત્માની ઉપાસના કરું, જેથી મને સ્વપ્ન પણ દેહ સાથે એકતા ન થાય. જ્યાં સુધી હું પરભાવથી મુક્ત ન થાઉં ત્યાં સુધી મારે આવું ભેદજ્ઞાન નિરંતર ભાવવાનું છે. જેથી જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાનમાં સ્થિર થાય. દેહભાવથી મુક્ત થઈ ઉપયોગ જ્ઞાનમાં સ્થિત થાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ પરભાવ છૂટી જાય છે. હે ચેતન ! તારો અનુભવ નથી કે કોઈને પણ કાયા પોતાની થઈ જ નથી છતાં હું તેને મારી માનીને કેવી મૂર્ખતા કરી રહ્યો છું ? સમય આવે જેનો વિયોગ થવાનો છે. રાખ્યું રહેવાનું નથી. તેના અહીં પડી રહ્યા પછી તું ભવાંતરે જવાનો છું. તેને આટલું ગાઢ મમત્વ શા માટે ! વિચારવાન જાણે છે કે જે કાયા પોતાની થવાની નથી તેનું ૨૧૪ આતમ ઝંખે છુટકારો Page #226 -------------------------------------------------------------------------- ________________ આવું મમત્વ શા માટે ? દેહ જ મારો થતો નથી તો સ્ત્રી, પુત્રાદિ ઘર તો તેનાથી દૂર છે તે મારાં કેમ થશે ? હું કેવા મોહમાં સૂતો હતો. સદૂગરબોધે મને સમજાયું કે દેહ તારો નથી, કે અન્ય પદાર્થો તારા નથી. એ ભાવનાને દઢ કરી હું ભેદજ્ઞાન વડે આત્મામાં સ્થિર થાઉં કે જેથી સ્વપ્ન પણ મને દેહભાવ ચલિત ન કરે. વિચારવાન આવા શુભભાવો વડે દેહભાવને ત્યજી દે છે. આવા વિચારબળથી મૂઢ જીવો પણ જાગ્રત બને છે, તેઓ ઉત્તમ ભાવના વડે મોક્ષમાર્ગે પ્રવર્તે છે. જેને દેહથી ભિન્નતાનો વિચાર પણ ફુર્યો નથી તેનું ચિત્ત ભ્રાંતિમાં છે, માટે એવી વિચારહીન દશાનો ત્યાગ કરી ભેદજ્ઞાન વડે એ મૂર્છાને ત્યજી દેવી. સર્વ પદાર્થથી અને સર્વ ભાવથી આત્માને ભિન્ન જાણવાનું સાધન માત્ર જ્ઞાનયુક્ત વૈરાગ્ય છે, વૈરાગ્યભાવ અને રાગરહિત દશા-જ્ઞાન સ્વ-પરના ભેદને બરાબર જાણીને સ્વરૂપમાં સ્થિર થવા પ્રયત્ન કરે છે તેનું કારણ જ્ઞાન સહિત વૈરાગ્ય છે. તેથી સ્વપ્ન પણ દેહભાવના ઉત્પન્ન થતી નથી. દેહાદિનું નિર્મમત્વ જ સાધકને સ્વપ્ન પણ કાયાની માયા થવા દેતું નથી. આવા નિર્મમત્વભાવ માટે જગતમાં કોઈ પદાર્થ મેળવવા શ્રમ કરવો પડતો નથી. કોઈને રીઝવવા પડતા નથી. ધનાદિની આવશ્યકતા નથી. કોઈ પ્રકારનો કાયક્લેશ કરવો પડતો નથી. કોઈ ઉપદ્રવનો ભય નથી કેવળ અંતરમુખ રહી, જગત પ્રત્યે ઉદાસીન થઈ જે રહે છે તેને સ્વપ્ન પણ કાયાની માયા થતી નથી. ભિન્ન દેહ તેં ભાવિયે, હું આપહિ મેં આપ, ર્યું સ્વપ્નહિ મેં નહિ હૂએ, દેહાતમ ભ્રમ તાપ. છંદ-૬૬ હે ભવ્યાત્માત ! જો તમે વાસ્તવમાં સ્વતત્ત્વને પ્રાપ્ત કરવા અભિલાષા રાખતા હોવ તો દેહથી ભિન્ન એવા તમારા આત્મામાં આત્મભાવ કરો, તે આત્મભાવના એવી દઢ કરો કે તમે સ્વપ્નમાં પણ ભૂલી જાવ કે તમે દેહ છો. પરમાર્થરહિત કેવળ સાંસારિક પ્રવૃત્તિમય જાગૃતિ તે ખુલ્લી આંખનું સમાધિશતક ૨૧૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન છે કે જેમાં જીવ સ્વસ્વરૂપને વીસરી જાય છે. સ્વપ્નમાં બંધ આંખે સ્વરૂપનું વિસ્મરણ થાય છે. સ્વપ્નમાં જ્યારે કંઈ સુખ-દુ:ખનાં દશ્યો આવે છે ત્યારે જીવ દેહભાવને કારણે સ્વપ્નમાં પણ સુખ-દુઃખની કલ્પના કરે છે. આથી જાગતા કે ઊંઘતા જીવના ઉપયોગમાં દેહનું એકત્વ વત્ય કરે છે. માટે જ્ઞાની પુરુષો કહે છે કે એકાંતમાં ભાવના કર કે હું દેહ નથી પણ દેહથી ભિન્ન એવો નિજાનંદસ્વરૂપ આત્મા છું. જેમ જેમ આત્મવિચાર દઢ થાય છે તેમ તેમ અજ્ઞાનરૂપી અંધકાર દૂર થતાં પદાર્થો તાદૃશ્ય થાય છે. સૂર્યના પ્રકાશથી જેમ અંધકાર દૂર થતાં પદાર્થો તાદૃશ્ય થાય છે. તેમ અજ્ઞાનજનિત દેહભાવની ભ્રાંતિ ટળી જતાં આત્મદશા પ્રગટ થાય છે. અને સંસારના ભ્રમણની વિષમતા ટળી જાય છે. જીવ પુગલસંગી દીન છે. આત્મસંગી દીનાનાથ છે. જીવ દેહધારીપણાનો ભાવ ત્યજી ચૈતન્યભાવમાં જ્યારે વિષમતાથી વિશ્રામ કરે છે ત્યારે અહો આ જગતથી તે અસંગતા અનુભવે છે. સ્પર્ધાદિને જાણવાનું છોડીને તેથી ભિન્ન એવા આત્મસ્વરૂપને તે જાણે છે. પછી તેનું વિસ્મરણ સ્વપ્ન પણ થતું નથી. अपुण्यमव्रतैः पुण्यं, व्रतैर्मोक्षस्तयोर्व्ययः। अव्रतानीव मोक्षार्थी, व्रतान्यपि ततस्त्यजेत् ॥१३॥ પુણ્ય વ્રતે, અઘ અવ્રત, મોક્ષ ઉભયનો નાશ; અવ્રત જેમ વ્રતો તણી કરે શિવાર્થ ત્યાગ. ૮૩ અર્થ : અવ્રતથી પાપ થાય છે. વ્રતથી પુણ્ય થાય છે. પરંતુ મોક્ષ થતાં તે બંનેનો વ્યય થાય છે માટે મોક્ષાર્થીએ અવ્રતની પેઠે વ્રતને પણ ત્યજવાં. અપુણ્યઃ પાપ. તે અવ્રત અર્થાતુ હિંસાદિ પાપ છે. અને હિંસાદિક પાંચે અવ્રતથી વિરમવું તે પુણ્ય છે. મોક્ષ તો કેવળ આત્માનો શુદ્ધ સ્વભાવ છે. તે પાપ અને પુણ્ય બંનેના વ્યય થવાથી થાય છે. કારણ કે પાપ પથ્થરનું વજન ઊંચકવા જેવું છે. અને પુણ્ય પુષ્પોની ગાંસડી ઉપાડવા જેવું છે. એકનું વજન દુઃખદાયી છે. ૨૧૬ આતમ ઝંખે છુટકારો Page #228 -------------------------------------------------------------------------- ________________ બીજાનું વજન સુગંધી અને હળવું હોવાથી સુખદાયી છે, છતાં બંને વજન-ભાર છે. પુણ્ય અને પાપ બંને દ્વારા સંસારની યાત્રાનું સાતત્ય ટકે છે. જીવો પાપથી દુઃખ ભોગવે છે પુણ્યથી ભૌતિક સુખ ભોગવે છે. બંને નાશવંત છે. પાપના ઉદયથી જીવ તડકે ચાલવા જેવું દુઃખ ભોગવે છે, અને પુણ્યથી છાંયે ચાલીને સુખ અનુભવે છે, પરંતુ સંસારમાં તડકાછાંયાનું પરિવર્તન થયા કરે છે. તેથી એક પ્રકારે સુખ નથી. માટે બંનેની અપેક્ષારહિત, વિષમતારહિત સમતારૂપ શુદ્ધદશામાં રહેવું. હિંસાદિ પાપોનું મૂળ કારણ મિથ્યાત્વ કે અજ્ઞાન છે. અઢાર પાપસ્થાનકમાં ૧૮મું પાપ મિથ્યાત્વને શલ્યરૂપ જણાવ્યું છે. અર્થાત્ ૧૭ પાપનો સરવાળો ૧૮મા પાપસ્થાનકમાં જણાવ્યો છે. આ મિથ્યાત્વ આત્માને મોક્ષરૂપે બોધ થવામાં અંતરાય કરે છે. પાપના ઉદયમાં તો મિથ્યાત્વ મૂંઝવે છે, પરંતુ પુણ્યના ઉદયમાં પણ જીવને સુખની કલ્પના ઊભી કરી મૂંઝવે છે. પાપનો ભાર સાગના લાકડા જેવો છે અને પુણ્યનો ભાર ચંદનના લાકડાના ભાર જેવો છે. બંને ભાર છે. તેમાં કેવળ સુખદુઃખની કલ્પના છે. મિથ્યાવરૂપી દોષથી-પાપથી જીવને વિપરીત રૂચિ-શ્રદ્ધાન થાય છે. પાપમાર્ગમાં પ્રવર્તે છે, છતાં તેને કંઈ તાપસંતાપ કે ઉત્તાપ પેદા થતા નથી. સાંસારિક સઘળી પ્રવૃત્તિ પાપમૂલક છે, હીન પુણ્ય પણ પાપને અનુસરે છે તેથી જીવને પુણ્યપાપ બંનેના વ્યયથી મુક્તિ દર્શાવી છે. ધર્મસ્થાનો કે અનુષ્ઠાનોમાં પુણ્યજનિત પ્રવૃત્તિ થતી દેખાય છે, પરંતુ ત્યાં જીવની આકાંક્ષા સંસારસુખની હોય તો ઉદય પુણ્યનો ને બંધ પાપનો થાય છે તેમાં જીવને કંઈ આત્મલાભ નથી. તેથી જ્ઞાની પુરુષો બંનેનો વ્યય કરી મોક્ષમાર્ગની શુદ્ધભાવ દ્વારા રુચિ કરાવે છે. હિંસા મૃષા આદિ પાપોથી જીવ દુઃખ પામે છે, તેને રોકવા , ૨૧ સમાધિશતક Page #229 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિ પાલન કરી જીવો પાપને રોકે છે અને પુણ્ય બાંધે છે. તેમાં કિંઈક શાતા અનુભવે છે. છતાં પણ બંધનું કારણ છે. કારણ કે અસંયમી અશુભભાવમાં વર્તે છે, સંયમી શુભભાવમાં વર્તે છે. બંને વિકલ્પાત્મક અવસ્થા છે. તે બંનેનો ત્યાગ કરી સહજ સ્વભાવમાં મોક્ષાર્થી પ્રવર્તે છે, ત્યારે તે પરમપદની પ્રાપ્તિ કરે છે. ઇન્દ્રિયાદિ વિષય થકી સુખની પ્રાપ્તિ થતી નથી કારણ કે તેમાં દ્રવ્ય અને ભાવ હિંસા બંને દોષ આવે છે અને તેથી અવતનું સેવન થાય છે. તે ઈન્દ્રિયાદિથી હું કેવળ ભિન્ન આત્મા છું તેવું ભાન થવાથી પાપજનિત વૃત્તિ ટળે છે. વળી વ્રતાદિ કરવાથી પુણ્ય થાય છે. પરંતુ શુદ્ધાત્મા શુભાશુભ બંને ભાવથી રહિત છે, માટે તેનું અવલંબન લઈ મોક્ષના પરમપદનું સેવન કરવું. વ્રતાદિનો ત્યાગ ગુરુગમથી પ્રાપ્ત કરવો, અને શુદ્ધાત્માને જાણવો. તો જ મોહાદિ વિકલ્પો શમે છે. ભવ્ય જીવો વિવેકથી ક્રમે અવ્રત અને વ્રતનો ત્યાગ કરે છે. વિવેકરહિત જીવ જેમ અવ્રતમાં સ્વચ્છંદને સેવતો હતો તેમ વ્રતનો ત્યાગ કરીને સ્વચ્છંદને સેવતો થઈ જાય માટે મોક્ષમાર્ગ ગુરુગમે આરાધવો. પુણ્ય પાપ વ્રત અવતે, મુગતિ દોઉ કે ત્યાગ, અવતપરે વ્રતભી તર્જ, તાતેં ધરી શિવ રાગ.છંદ-૬૭ પુણ્યપાપરૂપ કર્મપ્રકૃતિ અને મુક્તિના ભાવરૂપ સહજ પ્રવૃત્તિમાં ગગન-પાતાળ જેવું અંતર છે. એ અંતરનો ભેદ જ્ઞાની જાણે છે તેથી તે પાપને તો ત્યજે છે પણ પુણ્યને પણ ત્યજે છે. મુક્તિ માર્ગે ચાલવા માટે શુભ પ્રવૃત્તિના શુભભાવ કેવળ બાળકને આંગળી પકડાવી દોરવા જેવા છે. બાળક સ્વતંત્રપણે ચાલતો થાય ત્યારે આંગળી છોડી દે છે તેમ અશુભથી દૂર થવા શુભનો આધાર છે. જેનો ત્યાગ થવાથી જીવ મોક્ષમાર્ગને પામે છે. અન્ય કંકોની જેમ પુણ્ય-પાપ પણ કંઠ છે. જેમ દિવસ-રાત, જન્મ-મરણ એકબીજા સાથે જોડાયેલાં છે તેમ પુણ્ય-પાપ પણ જોડાયેલાં છે. તેથી જ્યારે શુદ્ધભાવ પ્રગટે છે ત્યારે જ્ઞાની તે બંને કંઠથી આતમ ઝંખે છુટકારો ૨૧૮ Page #230 -------------------------------------------------------------------------- ________________ મુક્ત થાય છે. અને આત્માના અમૃતને પ્રાપ્ત કરે છે. પરંતુ પુણ્યના ઉદયમાં પાપ બંધાય છે, તેવું કોઈ જ્ઞાની જ જાણે છે, તેથી તે સંસારથી ખેદ પામે છે. પુણ્યથી પણ સંસારમાં જન્મવું પડે છે તેથી તેઓ મોક્ષપ્રાપ્તિના હેતુને ગ્રહણ કરે છે. સન્માર્ગની ઉપાસના કરતાં જાણે અજાણે જે ભાવ થાય છે તે શુભભાવથી પુણ્ય થાય છે. તેના પરિણામે જીવ સંસારનાં સુખ અને શાતા પામે છે. છતાં તે સુખ અને શાતા સમુદ્રના ફીણ જેવાં છે. સમુદ્રનું પાણી ખારું છે. મોજાં ઉપરનું ફીણ સફેદ હોવાથી દરિયો શોભાયમાન થાય છે. તેથી કંઈ પાણીની ખારાશ ટળી જતી નથી. તેમ પુણ્યથી મળેલાં સુખશાતા પાછળ ડોકિયાં કરતું દુઃખ ટળી જતું નથી. તેથી પુણ્ય પણ એક પ્રકારનો બંધ છે, જે મોક્ષમાર્ગમાં વિઘ્નરૂપ છે. તેથી ભૂમિકા પ્રમાણે નિર્વિકલ્પ દશામાં ટકવા શુભ વિકલ્પોને પણ ત્યજવા યોગ્ય કહ્યાં છે. જ્ઞાની ઉદયને આધીન અવ્રતને ત્યજી વ્રતને આદરે છે. છતાં એ શુભાશુભભાવમાં વિકલ્પ નથી; ઉદાસીન છે. अव्रतानि परित्यज्य, व्रतेषु परिनिष्ठितः । त्यजेत्तान्यपि संप्राप्य, परमं पदमात्मनः ॥१४॥ અવ્રતને પરિત્યાગીને વ્રતમાં રહે સુનિષ્ઠ, વ્રતને પણ પછી પરિહરે લહી પરમ પદ નિજ. ૮૪ અર્થ : અવ્રતાદિ-હિંસાદિને ત્યજીને વ્રતોને ગ્રહણ કરવાં, અને જ્યારે વીતરાગમય પરમપદની પ્રાપ્તિ થાય ત્યારે વ્રતોને ત્યજી દેવાં. - હિંસા, મૃષા, ચોરી, મૈથુન, પરિગ્રહાદિ પાપપ્રવૃત્તિ દુઃખદાયી છે. તેથી જીવ તે અશુભ પ્રવૃત્તિ ત્યજી શુભ પ્રવૃત્તિમાં રહે છે, છતાં દીર્ઘકાળના સંસ્કારો મનને પાપપ્રવૃત્તિ તરફ દોરી જાય છે. પરંતુ સન્માર્ગે જતો જીવ બળ કરીને પાપવૃત્તિથી પાછો વળે છે. અને પોતાની વિષયકષાયાદિની વૃત્તિને જોઈને ખેદ પામે છે, વળી શુભ અવલંબન ગ્રહણ કરી આત્માને તેમાં જોડે છે. ' આમ વારંવાર પુરુષાર્થ કરી અવ્રતાદિને ત્યજી વ્રતોને ગ્રહણ સમાધિશતક ૨૧૯ Page #231 -------------------------------------------------------------------------- ________________ કરી, સહજ સ્વભાવની વર્તના થયે તે વ્રતાદિનો વિકલ્પ ત્યજીને નિર્વિકલ્પ દશામાં રહે છે. વ્રતાદિ ગ્રહણ કરવા છતાં અશુભ વિકલ્પોના સંસ્કાર જીવમાં અનાયાસે સ્ફુરી આવે છે તેમ જ્ઞાનદશા પ્રાપ્ત થયા પછી પણ જીવને વ્રતાદિના સંસ્કારોને કારણે શુભ વિકલ્પો અર્થાત્ ભક્તિ આવે છે, તે અપ્રમત્ત દશા થયે ટળી જાય છે. નિર્વિકલ્પ દશા કે સહજ અવસ્થામાં તો તે ભક્તિ આદિ વિકલ્પો છૂટી જાય છે. શુભ પ્રવૃત્તિના વિકલ્પો આત્માની સહજ દશામાં વિઘ્નરૂપ છે તેથી ઉપયોગને શુભ પ્રવૃત્તિમાં રોકવો તે એ દશામાં યોગ્ય નથી. એ દશામાં જગતના પદાર્થોનું, વિસ્મરણ કરી કેવળ સ્થિરતા કરવાની છે, સાધુને તે અવસ્થામાં પ્રતિક્રમણ આદિ વિકલ્પો છૂટી જાય છે, તેવી દશામાં શુભભાવના વિકલ્પો પણ પ્રમત્ત દશાનું કારણ બને છે. પરંતુ મુનિને અપ્રમત્ત દશાનું અનુસંધાન હોવાથી તે વારંવાર તે દશાને ભજે છે. વાસ્તવમાં શ્રેણિએ આરૂઢ થયા પછી જ્યારે વીતરાગદશા પ્રગટે છે ત્યારે પરમપદની પ્રાપ્તિના પ્રયાણ અર્થે ક્ષમાદિ ધર્મો કે અહિંસાદિના વિકલ્પરહિત થઈ જાય છે. પરમભાવ પ્રાપતિ લગે, વ્રત ધાર અવ્રત છોડિ. પરમભાવ રતિ પાય કે વ્રતભી ઇનમેં જોડિ. છંદ-૬૮ અર્થ : પરમ પદની પ્રાપ્તિ થાય ત્યાં સુધી અવ્રત ત્યજી વ્રતને ધારણ કરવું, અને પરમભાવ પ્રાપ્ત થતાં વ્રતનો પણ ત્યાગ કરવો. જગતના જીવો વિષયના વિકારોમાં અવ્રતને સેવે છે, અવ્રતનું સેવન દુઃખમય છે, અને દુઃખનું કારણ હિંસાદિ પાપ છે, તે પાપ રોકવા માટે વ્રતાદિ શુભભાવનું પ્રયોજન છે. તે જ્યાં સુધી પરમપદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને હોય છે. જીવને જ્યાં સુધી શુદ્ધાત્માના સ્વરૂપમાં સ્થિરતા ન આવે ત્યાં સુધી અજ્ઞાનવશ થતી પાપપ્રવૃત્તિઓને રોકવા જિનાજ્ઞા અનુસાર આવશ્યક ક્રિયાઓ કરવી, કારણ કે તેમ કરવામાં આત્મવિશુદ્ધિના પરિણામની પાત્રતા થાય છે. ક્ષાયોપમિક ભાવવાળાને દર્શનજ્ઞાનાદિનું ૨૨૦ આતમ ઝંખે છુટકારો Page #232 -------------------------------------------------------------------------- ________________ અવલંબન રહે છે. ત્યાર પછી આગળની ભૂમિકાએ નિરાલંબન થઈ સ્વસ્વરૂપમાં સ્થિતિ થાય છે ત્યારે પૂર્વભૂમિકામાં સેવેલા વ્રતાદિના વિકલ્પો છૂટી જાય છે. દહન સમે જ્યું તૃણ દહી, હું વ્રત અવ્રત છેદિ, ક્રિયા શક્તિ જીનમેં નહીં, જા-ગતિ નિશ્ચય ભેદિ. છંદ-૬૯ તૃણમાં લાગેલો અગ્નિ તૃણને બાળીને સ્વતઃ સમાઈ જાય છે. તેમ વ્રત અવ્રતને છેદીને સ્વયં વિલય પામે છે. તૃણ વગર અગ્નિ બળતો નથી તેમ વ્રત કર્યા વિના અવ્રત ટળતાં નથી. નિશ્ચયદૃષ્ટિ થયા વગર વ્રતના વિકલ્પ શમતા નથી. અવ્રત કે વ્રતની કોઈ બાહ્ય ક્રિયા કરવાની શક્તિ-વૃત્તિ જે દશામાં નથી તે નિશ્ચયદૃષ્ટિનું સ્વરૂપ છે. નિશ્ચયનયથી જોતાં અવ્રતને છેદવાની શક્તિ વ્રતમાં નથી પરંતુ બાહ્ય કે અત્યંતર હિંસાદિ પ્રવૃત્તિઓ આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ થતાં નષ્ટ થાય છે. વાસ્તવમાં શુભાશ્રવ કે અશુભાશ્રવ બંનેથી આત્મસ્વરૂપ ભિન્ન છે, આત્મા સ્વસ્વરૂપમાં તન્મય રહે છે ત્યારે બંને આશ્રવનો છેદ થાય છે. यदन्तर्जल्पसम्पृक्तमुत्प्रेक्षाजालमात्मनः । मूलं दुःखस्य तन्त्राशे, शिष्टमिष्टं परं पदम् ॥८५॥ અંતર્જક્ષે યુક્ત જે વિકલ્પ કેરી જાળ; તે દુઃખમૂળ, તસ નાશથી ઇષ્ટ-પરમ-પદ લાભ. અર્થ : અંતરમાં ચાલતી અવ્યક્તની વાચાની જાળ તે દુ:ખનું મૂળ છે. તેનો નાશ થતાં આત્મા પરમપદને પામે છે. ૮૫ અંતરમાં ચાલતી અવ્યક્તની વાચા પણ વિકલ્પની જાળ છે, પવન વડે જેમ અગ્નિ ફેલાય છે તેમ વિકલ્પ દ્વારા ભાવ ઊપજે છે, અંતરમાં ઊઠતા તરંગો એ અવ્યક્ત વાચા છે. એને અંતર્જલ્પ કહે છે. જે શેખચલ્લીના વિચારો જેવા છે. દરિદ્રી માનવ નિરંતર ધનાદિની પ્રાપ્તિના વિકલ્પ કરતો હોય છે. તેના અંતરમાં તરંગો ઊઠે છે કે જો લોટરી લાગે તો ઘણું સમાધિશતક ૨૨૧ Page #233 -------------------------------------------------------------------------- ________________ ધન મળે. એ ધન વડે મારું ઘર ભરી લઉં. પછી સુંદર સ્ત્રીને પરણું. તેનાથી મને બાળકો થશે, અને જાણે એ ઘરમાં રહીને સુખ જ ભોગવીશ. ધની હોય તે ધનની વૃદ્ધિના વિચાર કરે કે જાણે દેશદેશાવર ધંધો કરું. ખૂબ કમાઉં, એરોપ્લેનમાં ફરું, દુનિયાની અજાયબી જોઉં. એ સર્વે સુખસામગ્રીને ભોગવું. નવકારને બદલે નાઈન સ્ટાર હોટેલમાં રહું. ધર્મમાર્ગમાં પ્રવેશ કરનારના અંતર્જલ્પ પ્રારંભમાં એવો હોય છે કે આ ધર્મ કરીને પરલોકમાં દેવલોકનાં સુખ ભોગવીશ. જ્ઞાનમાર્ગવાળાને અંતર્જલ્પ એવો થાય કે લોકોને તત્ત્વનો બોધ આપીશ. આત્મા વિશેનું જ્ઞાન આપીશ. ધ્યાનમાર્ગવાળો લબ્ધિ પ્રગટ થતાં આકાશમાર્ગે જઈશ. જમીનથી અધ્ધર રહીશ વગેરે વિકલ્પો સેવે, આ સર્વે અંતર્જલ્પ દુઃખનું મૂળ છે. કારણ કે તેમાં સ્વભાવગત્ સ્થિરતા ન હોવાથી, વિકલ્પોની ચંચળતા છે. માટે એવા તરંગોથી રહિત આત્મશાંતિને પ્રાપ્ત કરવી. પ્રગટ વાચા કે અપ્રગટ વાચા તે શુભાશુભભાવ સહિત હોવાથી કર્મબંધનું કારણ બને છે. માટે અંતરવાચાને પણ શમાવીને ચિત્તને આત્મભાવમાં સ્થિર કરી પરમપદની પ્રાપ્તિ કરવી. મહાયોગીઓએ પોતાની આત્મશક્તિ દ્વારા અનંત કલ્પનાઓને ક્ષણમાત્રમાં શમાવીને પરમપદની પ્રાપ્તિ કરી છે. તદ્દભવ મોક્ષગામી ચક્રવર્તીઓ ઉદયને આધીન અનેક પ્રકારના વૈભવ ભોગવવા છતાં, તીર્થકરો રાજવૈભવમાં જન્મ્યા છતાં તેઓ જગતના તે તે પ્રકારો પ્રત્યે ઉદાસીન હતા. સામાન્ય માનવી અતિ અલ્પ સામગ્રીના સુખને ત્યજી શકવા સમર્થ થતો નથી. જ્યારે આ મહાત્માઓ અઢળક વૈભવને ક્ષણમાત્રમાં ત્યજીને ચાલી નીકળ્યા અને પરમપદને પામ્યા. તેનું મૂળ અંતર્મુખી સાધના છે. સંસારના પરિભ્રમણનું, તેમાં ઊપજતા દુઃખાદિનું કારણ જ આ મનમાં ઊઠતા તરંગો છે. જે અજ્ઞાનજનિત સંસ્કારમાંથી ઉદ્દભવે છે. ૨૨૨ આતમ ઝંખે છુટકારો Page #234 -------------------------------------------------------------------------- ________________ એ તરંગોને શમાવાનો ઉપાય માત્ર જ્ઞાન છે. જ્ઞાન વડે મન વિલય પામે છે, ત્યારે તરંગો પણ શમે છે. સાગરની ગંભીરતા પ્રસિદ્ધ છે. પરંતુ પવનના નિમિત્તથી સાગરમાં તરંગો ઊઠે છે, તેમ આત્માનો સ્વભાવ ધ્રુવ-અચલ છે પરંતુ અંતર-બાહ્ય વિકલ્પનો યોગ પામી ચિત્તમાં તરંગો ઊઠે છે. મનની ચપળતા શમી જતાં આત્મા સહજ સ્વરૂપમાં સ્થિર થાય છે તે તેનું સ્વાભાવિક સ્વરૂપ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે તેથી એ જ્ઞાનઆશ્રયી આત્માની પ્રતીતિ થાય છે. જે કોઈ સાધક આત્મા અને જ્ઞાનના આ અભેદ સંબંધને જાણે છે, એ જ આત્માના સંયમ અનુષ્ઠાનો સમ્યફ હોય છે. તે સિવાયના વિકલ્પિત અનુષ્ઠાનો પુણ્યાનુબંધનું કારણ છે. જ્યાં જ્યાં સંકલ્પ-વિકલ્પ છે. કલ્પના-જલ્પના છે, ત્યાં વિકળતાઆકુળતા હોય છે તેથી તે દુઃખદાયી છે, શુભ કે અશુભ સર્વ પ્રકારના વિકલ્પનું શમી જવું તે પરમપદની આરાધના છે. માટે હું ચૈતન્ય માત્ર સ્વભાવમય છું એમ સ્વીકારી જ્ઞાન વડે ચિત્તનો નિરોધ કરે તો વિકલ્પની જાળ શમે. અને આત્મા સ્વસંવેદનમાં આવે છે. अव्रती व्रतमादाय, व्रती ज्ञानपरायणः । परात्मज्ञानसम्पन्नः, स्वयमेव परो भवेत् ॥८६॥ અવ્રતી-જન વ્રતને ગ્રહે, વ્રતી જ્ઞાનરત થાય; પરમ-જ્ઞાનને પામીને સ્વયં પરમ થઈ જાય. ૮૬ અર્થ : અવ્રતીએ વ્રત ગ્રહણ કરવાં, વ્રતીએ જ્ઞાનપરાયણ થવું અને અનુક્રમે પરમાત્મજ્ઞાન સંપન્ન થઈ સ્વયમેવ સિદ્ધ થવું. સંસારના આરંભ-સમારંભમાં વસતા જીવો અવ્રતી-અસંયમી રહી નિર્ભય થતા નથી. તે જીવો ભવભ્રમણના ભયવાળા છે. હિંસાદિ પાપાચરણ સહિત જીવે પ્રથમ તે પાપાદિથી નિવર્તવા માટે વ્રત-સંયમને ગ્રહણ કરવાં. કારણ કે હિંસાદિ પ્રવૃત્તિ વિકલ્પયુક્ત આકુળતાવાળી છે, તેથી સંયમને ગ્રહણ કરી તે પાપમૂલક વિકલ્પોને શમાવવા. ત્યાર પછી વ્રતને ગ્રહણ કરવાં. નદી પાર થવા માટે જેમ ૨૨૩ સમાધિશતક Page #235 -------------------------------------------------------------------------- ________________ નાવની જરૂર રહે છે તેમ અવ્રતને છોડવા વ્રતનો આશ્રય છે, છતાં વ્રત પણ વિકલ્પવાળા છે. વિધિનિષેધયુક્ત વિકલ્પ છે. હિંસા ન કરું, અહિંસા પાળું, અસત્યાદિ આચરું નહિ, સત્યાદિનું સેવન કરું, આજે ઉપવાસાદિ કરું, કાલે આહારાદિ ગ્રહણ કરીશ. તીર્થાટન કરું. અમુક માળા ગણું. અમુક સામાયિક કરું. આવા શુભભાવ સાધકને આવે છે. પરંતુ વિકલ્પરહિત આત્મદશાને તે બાધક છે. તેથી ભૂમિકાનુસાર વ્રત-સંયમના વિકલ્પને ત્યજીને જ્ઞાનસ્વરૂપ આત્માનું ધ્યાન કરવું. જોકે એ દશાનો પ્રારંભ વિકલ્પવાળો છે, પરંતુ ધ્યાનદશા આવતાં સહજપણે સાધક જ્ઞાનસંપન્ન થાય છે. તે જ્ઞાનસ્વભાવમાં લીન થતાં વ્રતાદિના વિકલ્પો શમી જાય છે અને સહજદશાનું સર્જન થાય છે, તે આત્મા સ્વયં સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત થાય છે. પરમાર્થમાર્ગનો રુચિવાળો સાધક વ્રત નિયમને દઢતાપૂર્વક પાળે છે. જો તેવી શક્તિ ન હોય તો તે આકુળ ન થતાં ક્રમે કરીને શક્તિને કેળવે છે. અવિરતિ હોવા છતાં મંદકષાયી શક્તિને કેળવે છે. પછી દેશવિરતિને ગ્રહણ કરી મંદ કષાયી થયો હોવાથી હિંસાદિ પાપજનિત કષાયોના વિકલ્પ તેને શમી જાય છે. વિશેષ આત્મશુદ્ધિ માટે તે સન્શાસ્ત્રોનું અધ્યયન કરે છે. અને ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થઈ વીતરાગતાની વૃદ્ધિ કરી સર્વવિરતિ ગ્રહણ કરે છે. આમ આત્મ સન્મુખ રહી તે અંતરાત્મા કષાયને ક્ષણ કરી, અપ્રમત્તદશામાં પ્રવેશ કરે છે. ત્યારે યોગ્યતાનુસાર શ્રેણિ માંડી કષાયનો ક્ષય કરી પરમાત્માપણે પ્રગટ થાય છે, ત્યાર પછી તેઓ સ્વયં સિદ્ધ થાય છે. દશા પ્રમાણે અવ્રતી કે વ્રતીને શુભાશુભ વિકલ્પો હોય છે. પરંતુ તેમની પાસે ભેદવિજ્ઞાન હોવાથી તે શુભાશુભ વિકલ્પોમાં અટકતા નથી, કારણ કે શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિમાં તે વિકલ્પો અસ્થિરતાં પેદા કરે છે. તેથી તેઓ તેને ભૂમિકાનુસાર છોડે છે, આથી એટલે અંશે જ્ઞાનાદિ છે તેટલે અંશે બંધ નથી અને જેટલા રાગાદિભાવ છે તેટલો બંધ છે. શુભરાગ મોક્ષનું કારણ થતો નથી. શુદ્ધભાવ મોક્ષનું કારણ છે. ૨૨૪ આતમ ઝંખે છુટકારો Page #236 -------------------------------------------------------------------------- ________________ વ્રત ગુણ ધારક અવતી, વ્રતી જ્ઞાન ગુણ દોઈ, પરમાતમ કે જ્ઞાન તે, પરમ આતમા હોઈ. છંદ-૭૦ વ્રતીને સ્વર્ગ, સ્વર્ગથી અધિક ફળ જ્ઞાનીને છે, વ્રત એ સન્માર્ગનું પ્રવેશદ્વાર છે. ત્યાં સાધક અટકતો નથી. પરમાર્થમાર્ગની રુચિ થતાં જીવ જે તદ્દન નિમ્ન કોટિમાં હતો ત્યાંથી સુધારણા માટે સંયમ-વ્રતની ભૂમિકામાં આવે છે. ક્રમે કરીને જ્યારે તે જ્ઞાનસ્વરૂપમાં લીન થાય છે ત્યારે પાપ-પુણ્યના, વ્રત-અવ્રતના, સંયમ-અસંયમના ભેદ ભૂંસાઈ જાય છે, જ્ઞાનાગ્નિથી વિકલ્પોનો ભેદ દૂર થતાં ચિત્ત શુદ્ધ થાય છે, ક્રમે કરીને વિકલ્પાત્મક પ્રવાહની શૃંખલા તોડીને તે પરમપદને પામે છે. મન એ વિકલ્પનો ખજાનો છે, અસંખ્ય વિકલ્પો ઊઠે છે અને પરપોટાની જેમ શમે છે. અવ્રતી એ પ્રમાણે મનનો માર્યો દુ:ખી છે, જ્યારે મનનાં આ વમળો ટળે છે ત્યારે આત્માની જ્ઞાનશક્તિ પ્રગટ થાય છે ત્યારે મનની તમામ જાળને તોડીને આત્મા જ્ઞાનસંપન્ન થાય છે. જ્ઞાનસ્વરૂપ આત્મા પરમપદને પ્રાપ્ત થાય છે, ત્યારે સાધકનું સાધ્ય સિદ્ધ થાય છે. लिङ्गं देहाश्रितं दृष्टं, देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मात्ते ये लिङ्गकृताग्रहाः ॥८७॥ તનને આશ્રિત લિંગ છે, તન જીવનો સંસાર; તેથી લિંગાગ્રહી તણો છૂટે નહિ સંસાર. ૮૭ અર્થ : લિંગ દેહને આશ્રિત છે. દેહ સ્વયં આત્માનો સંસાર છે, તેથી લિંગના આગ્રહી છે તે પુરુષો સંસારથી મુક્ત થતા નથી. = લિંગ – સ્ત્રી, પુરુષ, નપુંસકનું ચિહ્ન કે આકૃતિ, વળી મુનિવેશમાં નગ્નતા કે અનગ્નતા એ લિંગ સર્વે દેહઆશ્રિત છે, દેહ સ્વયં સંસાર છે. તેથી દેહઆશ્રિત લિંગનો આગ્રહ તે સંસાર છે, લિંગ આશ્રયી આગ્રહ રાખનાર સાધક મુક્તિ પામતો નથી. કારણ કે મોક્ષ લિંગઆશ્રયી નથી. પરંતુ જ્ઞાનસ્વરૂપ આત્મઆશ્રયી છે, તેથી જ્ઞાનમય શુદ્ધ પરિણતિ મોક્ષનું કારણ છે. આત્મા સ્વયં મોક્ષરૂપ છે, તેથી તેમાં જાતિ, વેશ કે લિંગનો ભેદ ન હોય. શરીર એ બાહ્ય સાધન સમાધિશતક ૨૨૫ Page #237 -------------------------------------------------------------------------- ________________ છે. જ્ઞાનમય શુદ્ધ પરિણતિ અંતરંગ સાધન છે. લિંગ દેહ આશ્રિત રહે ભાવકો કારણ દેહ, તાર્તેિ ભવ છેદત નહી, લિંગ પક્ષરત જેહ. છંદ-૭૧ લિંગનો આગ્રહ કરનારા કહે છે કે અમુક લિંગ મુક્તિનું કારણ છે, તેવા વિકલ્પો દેહાધ્યાસના છે, તે જીવને ઉન્માર્ગે ચઢાવે છે. માટે ભવ્યજીવોએ લિંગનો આગ્રહ છોડી દેવો. કારણ કે લિંગ તો દેહઆશ્રિત છે. જગતવ્યવહારની વ્યવસ્થા છે. દેહ ભવાંતરનું કારણ છે, તેવા દેહને આશ્રીને લિંગનો આગ્રહ રાખે તેના ભવનો છેદ ન થાય. લિંગઆગ્રહ ત્યજી જે આત્માના સ્વભાવને સ્વીકારે છે તે મુક્તિ પામે છે. जातिदेहाश्रिता दृष्टा, देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मात्ते ये जातिकृताग्रहाः ॥१८॥ તનને આશ્રિત જાતિ છે, તો જીવનો સંસાર; તેથી જાત્યાગ્રહી તણો છૂટે નહિ સંસાર. ૮૮ અર્થ : જાતિ શરીરને આશ્રિત જોવામાં આવે છે, અને દેહમાં આત્મ બુદ્ધિ એ જ સંસાર છે, તેથી મુક્તિમાર્ગમાં જાતિનો હઠાગ્રહ રાખે તે સંસારથી મુક્ત થતાં નથી. પ્રશ્ન : જો જાતિ કે લિંગ ભેદ નથી તો નારક, તિર્યંચ દેવ ગતિમાં રહેલા સંજ્ઞી જીવોનો મોક્ષ કેમ થતો નથી ? આ ત્રણે ગતિમાં સંજ્ઞીપણું છે, પરંતુ જ્ઞાનસ્વરૂપ બોધ પરિણામ પામે તેવાં અન્ય કારણોનો અભાવ છે, અહિંસાદિ ધર્મો, વ્રત પચ્ચખાણ, વૈરાગ્ય જેવાં જે મુક્તિમાર્ગનાં નિમિત્તો છે તેનો ત્યાં અભાવ છે. વળી જાતિ એટલે જન્મજાત મળેલી જાતિ. અમુક જાતિથી મોક્ષ થાય તે માન્યતા મોહજનિત છે. જાતિ દેહ આશ્રયી છે, દેહ તો સંસારનું પરિણામ છે. માટે જાતિમાં જ રાચનારા મુક્તિ સાધી શકતા નથી. જે કુળ કે જાતિમાં જન્મ થયો તે જાતિથી દેહાશ્રયી જીવ ઓળખાય છે. જાતિ પ્રમાણે આત્માના ગુણ હોય તેમ નથી ૨૨૬ આતમ ઝંખે છુટકારો Page #238 -------------------------------------------------------------------------- ________________ તેથી જાતિની ઉચ્ચતા કે નીચતા સાથે આત્માના બંધમોક્ષની વ્યવસ્થા નથી. જાતિ દેહ આશ્રિત, રહે ભવ કો કારણ દેહ, તાતે ભવ છેદે નહિ, જાતિ પક્ષ રતિ જેહ. છંદ-૭ર માનવ કોઈ ને કોઈ જાતિમાં કે કુળમાં જન્મ લે છે. તે જાતિ દેહઆશ્રિત છે. અને ભવનું કારણ છે. તેથી તેનું અભિમાન કરવા જેવું નથી કે ઉચ્ચ જાતિથી મોક્ષ થાય. મોક્ષને અને જાતિને કોઈ સંબંધ નથી. મોક્ષ આત્મિક અવસ્થા છે. જાતિ દેહની અવસ્થા છે. દેહાત્મબુદ્ધિના આવા આગ્રહો જીવને પરમાર્થમાર્ગથી દૂર રાખે છે. તેનું ભવભ્રમણ ટળતું નથી. जातिलिंगविकल्पेन, येषां च समयाग्रहः। तेऽपि न प्राप्नुवन्त्येव, परमं पदमात्मनः ॥८९॥ જાતિ-લિંગ-વિકલ્પથી આગમ-આગ્રહ હોય; તેને પણ પદ પરમની સંપ્રાપ્તિ નહિ હોય. ૮૯ અર્થ : જે શાસ્ત્રનો આધાર લઈને જાતિ કે લિંગના વિકલ્પો ઉપજાવી, આગ્રહને ગ્રહણ કરે છે, તે પણ પરમપદને પ્રાપ્ત કરતા છે. વાસ્તવમાં સત્ શાસ્ત્રોના આધારે મોક્ષાદિ સ્વરૂપ નિરૂપ્યું છે, પરંતુ અન્ય શાસ્ત્રોના આધારે વિકલ્પો કરી જાતિવેશની જે પ્રધાનતા કરે છે. કે ઉચ્ચ જાતિથી કે અમુક વેશથી મોક્ષ છે તેઓ અજ્ઞાન વડે એવું સમજે છે અને સમજાવે છે. જીવના આધ્યાત્મવિકાસ માટે આગમ ઉપકારી છે. સશાસ્ત્રના સ્વાધ્યાયથી પરમાર્થનું જ્ઞાન થાય છે. તેવા સતુશાસ્ત્રને બદલે અન્ય શાસ્ત્રનો આધાર લે, તો તેને જ્ઞાન પ્રાપ્ત ન થાય. જે આગમમાં જાતિના વેશના આગ્રહ છે તે આગમને માન્ય કરે તો પરમપદની પ્રાપ્તિ ન થાય. માટે સશાસ્ત્ર આધારિત સિદ્ધાંતને પ્રમાણ માનવા. આત્મા અને દેહ જુદા છે. બંનેનાં લક્ષણો જુદાં છે, જ્ઞાનાદિની વૃદ્ધિ તે મુક્તિનું કારણ છે. વેશની શોભા કે અશોભા તે દૈહિક ધર્મો છે. વેશાદિના આગ્રહો સંસારવૃદ્ધિનું કારણ છે આથી લિંગ સમાધિશતક ૨૨o. Page #239 -------------------------------------------------------------------------- ________________ અને વેશનો આગ્રહ રાખનારની મુક્તિ થતી નથી. જાતિ લિંગ પક્ષમેં, જિનકે હૈ દઢરાગ, મોહ જાલમેં સો પરે, ન લહે શિવસુખ ભાગ. છંદ-૭૩ કુળપરંપરાએ મળેલી જાતિમાં કે લિંગમાં જેનો દઢાગ્રહ છે, તેઓ મોહજનિત અજ્ઞાનની જાળમાં ફસાયેલા છે, તેઓ શિવસુખની પ્રાપ્તિ કરી શકતા નથી. મોક્ષમાર્ગ તત્ત્વના યથાર્થ શ્રદ્ધાળુણથી સાધ્ય બને છે. સતદેવ, સતગુરુ અને સશાસ્ત્રની તેમાં મુખ્યતા છે. ભવ્યાત્મા તે શ્રદ્ધાશ્રિત મોક્ષમાર્ગમાં પુરુષાર્થ કરે છે, તેમાં જાતિ અને વેશના ભેદ નથી. કારણકે મોક્ષ આત્મજ્ઞાન આશ્રયી છે. વળી જાતિમાં પણ રૂઢિગત માન્યતાનો આગ્રહ હોય છે. તે સર્વ વિકલ્પોની જાળ છે. એવા વિકલ્પોના અજ્ઞાનથી જીવનો સંસાર વૃદ્ધિ પામે છે. માટે સાચા સાધકે આવા વિકલ્પો કે આગ્રહમાં પડવું નહિ પરંતુ આત્મશુદ્ધિની જ વૃદ્ધિ કરવી. લિંગ દ્રવ્ય ગુણ આદરે, નિશ્ચય સુખ વ્યવહાર, બાહ્યલિંગ હઠ નય ગતિ, કરે મૂઢ અવિચાર. છંદ-૭૪ સાધુ-મુનિની આપેક્ષાએ દ્રવ્યલિંગ અને ભાવલિંગના અવસ્થાભેદ છે. દ્રવ્યલિંગપણું એ બાહ્યવેશ હોવા છતાં ત્યાગમાર્ગનો હેતુ છે. નિશ્ચયથી તો ભાવલિંગ પરમાત્મપદનું કારણ છે. બાહ્યલિંગમાં આગ્રહ રાખનાર પરમપદને પામતો નથી. ભાવલિંગ એ આત્મગુણોને આશ્રયી છે, દ્રવ્યલિંગ એ બાહ્ય સાધન છે. જે કેવળ બાહ્ય સાધનરૂપ દ્રવ્યલિંગને આશ્રયી ધર્મ માને છે તે બહિરાત્મા જાણવો. વળી ગૃહસ્થલિંગમાં મુક્તિ માનવી તે પણ અયુક્ત છે. સંસારત્યાગીને પણ ભાવલિંગી રહેવું કઠણ છે તો પછી ગૃહવેશમાં મોહનો ત્યાગ કરવો અતિ દુષ્કર છે. ગૃહસ્થપણે ધર્મ ક્યાં નથી થતો એમ માનનાર મોહથી મૂઢ છે. કોઈ અપવાદરૂપે બનેલા પ્રસંગો બન્યા હોય પણ પછી તો તે ઉત્સર્ગમાર્ગને અનુસરે છે. મહાજનો યેને ગત સપંથા: ૨૨૮ આતમ ઝંખે છુટકારો Page #240 -------------------------------------------------------------------------- ________________ બાહ્યત્યાગ અંતર્વાંગનું કારણ બને છે. તેથી ત્યાગમાર્ગ મોક્ષની સાધના માટે પ્રયોજનભૂત છે, ઘણા આરંભાદિ હિંસાયુક્ત કાર્યો છૂટી જાય છે. તેથી મોહ ઘટે છે, અને સાધનામાં અનુકૂળતા રહે છે. છતાં અંતર્વાંગ-વૈરાગ્ય ન આવ્યો તો બાહ્ય ત્યાગ વૃથા છે. દ્રવ્યલિંગપણું સ્વીકારીને ભાવલિંગ યુક્ત જે જ્ઞાનદર્શનાદિ ગુણને આદરે છે તેને માટે દ્રવ્યલિંગ વ્યવહાર કારણ બને છે. કેવળ બાહ્યવેશનો આગ્રહ તે અવિચાર છે. મૂઢતા છે, જે પરમપદની પ્રાપ્તિની વિરુદ્ધ છે. ભાવલિંગ જાતે ભયે, સિદ્ધ પનરસ ભેદ, તાતેં આતમકું નહિ, લિંગ ન-જાતિ ન વેદ. છંદ-૭૫ ભાવલિંગી અર્થાત્ જેનામાં સમ્યગ્ જ્ઞાનાદિની વૃદ્ધિ થઈ છે, પરમ વીતરાગતા પ્રગટી છે તેની પૂર્વાવસ્થાના કારણે પંદર ભેદથી સિદ્ધપણું દર્શાવ્યું છે. વાસ્તવમાં સિદ્ધપણું અભેદ છે, આત્માને જ સ્વયં કોઈ લિંગ, ભેદ કે વેદ છે નહિ તો પછી ભાવલિંગીને તેવા ભેદ ક્યાંથી હોય ? ભાવલિંગ આત્માના ગુણસ્વરૂપ છે, માટે બાહ્યવેશાદિકનો મોહ કે આગ્રહ રાખવો અયુક્ત છે. જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાનને આશ્રયે મુક્ત થાય છે. ભાવલિંગનો આગ્રહ ગ્રહી દ્રવ્યલિંગનો અસ્વીકાર કરવો યોગ્ય નથી પરંતુ ભાવલિંગના સહયોગ માટે દ્રવ્યલિંગની અવસ્થા કહી છે. બાહ્યવેશમાં રોકાઈ જાય તે પણ મુક્તિ પામતો નથી. यत्त्यागाय निवर्त्तन्ते, भोगेभ्यो यदवाप्तये । प्रिति तत्रैव कुर्वन्ति, द्वेषमन्यत्र मोहिनः ॥९०॥ જે તજવા, જે પામવા, હઠે ભોગથી જીવ, ત્યાં પ્રીતિ, ત્યાં દ્વેષને મોહી ધરે ફરીય. ૯૦ અર્થ : જેના ત્યાગ અર્થે અને જેની પ્રાપ્તિ અર્થે ભોગથી પાછા હઠે છે, છતાં મોહવશ જીવો તે જ દેહના પ્રકારોમાં પ્રીતિ કરી અન્યત્ર દ્વેષ કરે છે. પરમપદની પ્રાપ્તિ માટે. દેહની મમતાનો ત્યાગ કરે છે, વળી સમાધિશતક ૨૨૯ Page #241 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી, પુત્ર, ધનાદિથી પણ નિવૃત્ત થઈ તપ કરી ક્લેશને સહન કરે છે. દેહાધ્યાસ, સુખસામગ્રી, સાતાશીલતાનો પણ ત્યાગ કરે છે, પરંતુ મોહનીય કર્મના ઉદયની વિચિત્રતા કેવી ભયંકર છે ? એવા ત્યાગ પછી એ જીવ જાતિ, વેશ અને અન્ય માન્યતાઓના આગ્રહમાં પડી ચારિત્રમાં શિથિલતા સેવે છે. સંયમ પ્રત્યે દ્વેષ કરે છે. પ્રારંભની ભાવનાઓ મંદ પડી જતાં ત્યાગ કે સંયમનું લક્ષ્ય ચૂકી જાય છે, અને દેહાધ્યાસમાં પડી, દંભનું સેવન કરી મહત્તા, માન-પૂજાના પ્રલોભનોમાં પડે છે, અને દર્શન-જ્ઞાનાદિ સાધના પ્રત્યે અરુચિ થાય છે. એથી જેને માટે સંયમ ગ્રહણ કર્યો હતો તેનો તો લોપ થાય છે. દર્શન મોહ જેનો ઉપશમ પામ્યો નથી તેવા મોહી કે અજ્ઞાની જીવો અધર્મને ધર્મને જાણી સેવન કરે છે. અને પરમાત્મ સ્વરૂપ પ્રત્યે અભાવ કરે છે. જેને કારણે પરિભ્રમણ પામે છે. બાહ્યાડંબરોમાં કે ઉત્સવમાત્રને ધર્મ સમજી તેવા ધર્મમાં જ પ્રવૃત્ત રહે છે જે વાસ્તવિક ધર્મ નથી. તેમાં એક કે બીજા પ્રકારે દેહના મમત્વનું માનાદિ વડે પોષણ થાય છે. આમ જીવ ભ્રમિત થઈને ભટકે છે. શાને માટે સંયમ લીધો હતો તે તો જાણે સ્વપ્ન બની જાય છે. મોહના નશામાં ચકચૂર થઈ મુક્તિથી દૂર થાય છે. જૈન દર્શનનો યોગ મળવા છતાં, વીતરાગદેવ, નિગ્રંથગુરુ અને સશાસ્ત્રોનો બોધ મળવા છતાં દર્શન મોહનીયના ઉદયમાં તત્ત્વની વિપરીત માન્યતાથી સમજણ પણ વિપરીત થાય છે. લોકોત્તર માર્ગની પ્રાપ્તિ માટે દેહાદિનો, સુખસામગ્રીનો ત્યાગ કર્યો હતો, પરંતુ લૌકિક માન્યતામાં જઈ અન્યને પણ તેમાં દોરી જવાનો આગ્રહ થાય છે. અને તેમાં આ કાળે મોક્ષ નથી માટે આ ધર્મ છે એવો બોધ કેટલાક આપે છે. પુણ્યથી મોક્ષ નથી માટે સ્વર્ગનાં સુખ ભોગવો. મોહવશ જીવ એમ નથી જાણતો કે એક વાર અધર્મના માર્ગે ચડ્યા પછી આવો લોકોત્તર માર્ગ મળવો દુષ્કર છે. માટે ધર્મ મોડો સમજાય તો ભલે પણ અધર્મ ન સેવવો. આ કાળ પંચમકાળ છે. છતાં વીતરાગનું શાસન પ્રવર્તે છે, ૨૩૦ આતમ ઝંખે છુટકારો Page #242 -------------------------------------------------------------------------- ________________ સાચા ધર્મનો મર્મ મળે તેવો છે, સમ્યગ્ દર્શન જેવા સ્થાનકોની પ્રાપ્તિ આ કાળમાં પણ સંભવ છે. અર્થાત્ મોક્ષમાર્ગના સાધનની કે પુરુષાર્થની આજે પણ શક્યતા છે, માટે હીનપુરુષાર્થી થવું નહિ, તેવો ઉપદેશ ન કરવો. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આશ્રયી માર્ગની જ્યાં સુધી સંભાવના છે તેનો યથાર્થ ઉપદેશ આપવો. આ જન્મના દેહાદિકના સુખનો ત્યાગ કર્યો છે તે મિથ્યાત્વ સહિત દેવલોકમાં જવા કર્યો નથી. સુવર્ણના બદલામાં કોડી મેળવવા જેવી મૂર્ખાઈ કરવી નથી, કારણ કે દેવલોકનાં સુખ પણ કાળને આધીન છે. પછીનો જન્મ ધર્મની પ્રાપ્તિ જ ના થાય તેવો ભયંકર હશે. અથવા પુણ્યાશ્રયી ધર્મનો સ્વીકાર કરી સ્ત્રી, પુત્રાદિના સ્નેહનો ત્યાગ કરી ધર્મક્ષેત્રે અન્યત્ર પદાર્થોમાં કે શિષ્યો આદિમાં મમત્વ કરે તો તે કેવળ મમત્વનું ભાવાંતર થશે પણ જીવમાં વૈરાગ્ય નહિ હોય. ઊલટાનું વૈરાગ્યનો અભાવ થશે, તો સદ્ગતિ પણ દુર્લભ થશે. '' વળી ત્યાગમાર્ગે જતાં માનપૂજા સત્કારનો મોહ લાગ્યો તો તેની મીઠાશ પરમપદ પ્રત્યે અભાવ કરાવશે અને જેને માટે ત્યાગ કર્યો હતો તે વાત તો સાવ વિસ્તૃત થશે, આ જન્મની બાજી પૂરી હારમાં ફેરવાઈ જશે. અને જીવ તો ભ્રમમાં રહેશે કે હું તો ધર્માત્મા છું. લોકોત્તર માર્ગે છું, ત્યાગી છું. હે ભવ્યાત્મા ! આવો ભ્રમ મોક્ષમાર્ગને અવરોધક છે. अनन्तरज्ञः सन्धत्ते, दृष्टि पङ्गोर्यथाऽन्धके । संयोगात् दृष्टिमङ्गेऽपि, संधत्ते तद्वदात्मनः ॥९१॥ અજ્ઞ પંગુની દૃષ્ટિને માને અંધામાંય; અભેદજ્ઞ જીવદૃષ્ટિને માને છે તનમાંય. ૯૧ અર્થ : પંગુ અને અંધનો તફાવત નહિ જાણનાર ભ્રમમાં પડી પંગુની દૃષ્ટિને અંધપુરુષમાં આરોપે છે, તેમ દેહ અને આત્માનો સંયોગ નહિ જાણનાર આત્મદૃષ્ટિને દેહમાં આરોપે છે. પંગુ ચાલી શકતો નથી પણ જોઈ શકે છે. અંધ જોઈ શકતો સમાધિશતક ૨૩૧ Page #243 -------------------------------------------------------------------------- ________________ નથી પણ ચાલી શકે છે. બંને ભેગા મળી માર્ગ કાપે છે, પંગુ અને અંધના આ સંયોગનો તફાવત નહિ જાણનાર એમ માને છે કે ચાલનાર અંધ નથી માર્ગ જોઈને ચાલે છે, તેમ દેહાત્મબુદ્ધિવાળો જીવ ઈન્દ્રિયથી દેખાતા દશ્યજગતમાં આત્મબુદ્ધિ કરે છે દેહમાત્ર સંયોગ છે. તે દૃશ્યમાન સર્વે જડ છે એ બંનેનો સંયોગ છે તેમ અજ્ઞાની જીવ જાણતો નથી તેથી તે દેહદૃષ્ટિમાં રાચે છે. દેહ સ્પષ્ટપણે સપ્તધાતુનું છે, આત્મા ચૈતન્યસ્વરૂપ છે. માટે દેહબુદ્ધિ ત્યજી દેવી, કારણ કે દેહ તો કાષ્ટ જેવું જડ છે, તેમાં અસ્તિત્વ ધરાવતું ચૈતન્ય તે તારું સ્વરૂપ છે, દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ ટળે તો તું દુઃખમુક્ત થશે. આવું આત્મધન શોધવાને બદલે જગતના જીવો દેહનું મમત્વ સેવે છે અને સ્વરૂપને વિસ્તૃત કરે છે. દેહાદિક સુખનું મમત્વ કેવું થઈ ગયું છે કે ત્યાગ તપશ્ચર્યા પછી પણ સંસ્કારો દેહાભ્યાસમાં દોરી જાય છે. જે યોનિમાં જન્મે ત્યાં એ દેહ એ જાણે તેનું કાયમનું સ્થાન હોય તેમ ત્યાં મસ્ત બનીને જીવે છે. પૂર્વ દેહનો લય થાય નવો દેહ પાછો મેળવી લે છે. આમ દેહભાવને કારણે જીવ આત્મદષ્ટિ ચૂકી જાય છે. દેહ અને આત્માના સંયોગથી જે પ્રવૃત્તિ દેખાય છે તેમાં શરીરની ક્રિયાને અજ્ઞાની જીવની ક્રિયા માને છે. જેમ પંગુની દૃષ્ટિ અને અંધની ગતિ વચ્ચે સાંયોગિક સંબંધ છે. બંને એક નથી તેમ દેહ અને આત્માનો સંયોગ છે, બંને એક નથી. ક્રિયા વગેરેમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. તેવો તફાવત તે જાણતો નથી. दृष्टिभेदो यथा दष्टिं पनोरन्धे न योजयेत् । तथा न योजयेदेहे, दृष्टात्मा दृष्टिमात्मनः ॥१२॥ વિશ ન માને પંગુની દૃષ્ટિ અંધામાંય, નિજજ્ઞ ત્યમ માને નહીં જીવદૃષ્ટિ તનમાંય. ૯૨ અર્થ : જે દૃષ્ટિભેદને યથાર્થપણે જાણે છે તે જે પંગુની દૃષ્ટિને અંધમાં આરોપતો નથી તેમ અંતરાત્મા આત્મદષ્ટિને દેહમાં આરોપતો નથી. ૨૩૨ આતમ ઝંખે છુટકારો Page #244 -------------------------------------------------------------------------- ________________ જે પંગુની દૃષ્ટિ અને અંધની ચાલને યથાર્થપણે જાણે છે તે અંધમાં દૃષ્ટિનું આરોપણ કરતો નથી તેમ ભેદજ્ઞાનની યથાર્થતાવાળા અંતરાત્મા દેહમાં આત્મબુદ્ધિ કરતા નથી. દેહમાં રહેવા છતાં તેઓ નિર્લેપ રહે છે, ઉદયાધીન વ્યવહાર કરતા છતાં ઉદાસીન રહે છે. ઇન્દ્રિયસુખો કે વૈભવ ભોગવતા જણાય છે, પરંતુ તે ભોગમાં તેમની આત્મભાવે સુખબુદ્ધિ નથી, પરંતુ પોતાના જ્ઞાનદર્શનાદિ ગુણોમાં તન્મય રહે છે. જ્ઞાનીને દેહાદિ સાથે તન્મયતા નથી, તે જાણે છે કે દેહને સુખ આપવા અનંત જન્મો ગાળ્યા છે, પણ દેહનો જડ સ્વભાવ સુખ માણવાનો નથી, માટે હવે દેહનો જ્યાં સુધી સંયોગ છે ત્યાં સુધી આ દેહ વડે ધર્મયોગ્ય કરણી કરી દેહાધ્યાસ ત્યજી માત્ર આત્માને ઉપાદેય કરવો. દેહ અને આત્માની ભિન્નતાને જાણનાર અંતરાત્મા અન્યોન્ય દ્રવ્યને એકબીજામાં “હું પણાનો ભાવ કરતા નથી. જેને અંતર્ભેદ દષ્ટિ થઈ છે તે દેહને સ્પર્શાદિ લક્ષણવાળો જાણી તેમાં ચૈતન્યમય દષ્ટિ કરતા નથી. જેમ સોની લગડીમાંથી અલંકાર ઘડે છે ત્યારે તેની નજર ઘાટ પર નથી પણ સોનામાં છે. નટીમાં મોહ પામેલો નટ જ્યારે દોરડા પર ખેલ કરે છે ત્યારે તેની નજર લોક સમક્ષ છે પણ તેનું ચિત્ત દોરડા ઉપર છે. તેમ જ્ઞાનીની દૃષ્ટિ સર્વ સંયોગોમાં આત્માના ગુણોમાં હોય છે. પંગુ દૃષ્ટિ જ્યુ અંધર્મે, દષ્ટિભેદ નહુ દેત આતમ દૃષ્ટિ શરીરમેં, હું ન ધરે ગુણ હેત. છંદ-૭૬ અંધ માણસ પંગુની દૃષ્ટિથી અળગો રહે તો તે યથાર્થ માર્ગે જઈ શકતો નથી. તેમ દેહદૃષ્ટિ યુક્ત જીવ આત્મષ્ટિને પામી શકતો નથી, સપુરુષ દૃષ્ટિવાન મળવા છતાં પણ જીવ તેમનો આત્મબોધ ગ્રહણ ન કરતાં દેહના સુખમાં અંધ રહે છે. તે પ્રમાણે જ્ઞાન આરાધક જીવો માટે પરમાર્થમાર્ગને અનુરૂપ સમાધિશતક ૨૩૩ Page #245 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક ક્રિયા ભૂમિકા અનુસાર જરૂરી છે, અને ક્રિયાની માન્યતાવાળા માટે તત્ત્વબોધરૂપ જ્ઞાન જરૂરી છે. પંગુ અને અંધના ન્યાયે જ્ઞાનક્રિયાની ઉપાદેયતા જાણી જે બંનેને યથાર્થપણે આરાધે છે, તે પરમાર્થમાર્ગ પામે છે, માત્ર દેહથી કે ધનાદિ જડ વસ્તુથી ધર્મ થાય છે તેમ માનવું નહિ. આત્મારહિત જેમ દેહનું મૂલ્ય નથી તેમ ભેદજ્ઞાન વગર ધર્મનું ફળ નથી. શરીરમાં રહેલી દરેક ઇન્દ્રિયોનો ઉપયોગ થાય તેવો શુભભાવ આવે છે પરંતુ તે ધર્મરૂપ નથી. પરંતુ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનું ધ્યાવન કરે, ચિંતવે તો ઉપયોગ શુદ્ધ સ્વભાવરૂપે પરિણમે તે ધર્મ છે. જ્ઞાની દેહને સુખનું સાધન માનતા નથી પણ આત્માને જ સુખનું ભાજન માને છે. વૃત્તિ-પરિણામ જેટલા શુદ્ધ તેટલી આત્મરૂપ ધર્મદષ્ટિ હોય છે. જ્ઞાનીની દૃષ્ટિ આકાશની જેમ નિર્વિકારી અને નિર્લેપ હોય છે, આકાશમાં ગમે તેટલો વંટોળ ઊઠે પણ આકાશનો એક ખૂણો મલિન થતો નથી, અરે આકાશમાં અતિવૃષ્ટિ થાય તોપણ આકાશનો એક ખૂણો ભીનો રહેતો નથી. અરે આકાશમાં કોઈ વિષ્ટા ફેકે આકાશને અસુખ થતું નથી. ભડભડતી આગની આંચ આકાશને લાગતી નથી. આવું નિર્લેપ સ્વરૂપ આત્માનું છે. તેવું જ્ઞાની જાણે છે. વ્યવહારમાં વિષમતાઓમાં જ્ઞાનીના ચિત્તમાં વંટોળ ઊઠતો નથી. શુભયોગમાં સુખબુદ્ધિ નથી. શુભાશુભ બંને સંયોગથી ભેદજ્ઞાની લેપાતા નથી. આત્મદૃષ્ટિનું આવું અનુપમ સુખ છે, પછી જ્ઞાનીને દેહમાં સુખબુદ્ધિ ક્યાંથી ઊપજે? सुप्तोन्मत्ताद्यवस्थैव, विभ्रमोऽनात्मदर्शिनाम् । विभ्रमोऽक्षीणदोषस्य, सर्वावस्थाऽऽत्मदर्शिनः ॥१३॥ માત્ર મત્ત નિદ્રિત દશા વિશ્વમાં જાણે અશ; દોષિતની સર્વે દશા વિભ્રમ ગણે નિજજ્ઞ. ૯૩ અર્થ : જેમને આત્મસ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન નથી તેવા બહિરાત્માને સુખ-નિદ્રાવસ્થા અને ઉન્મત્તદશા આદિ સર્વ અવસ્થાઓ વિભ્રમવાળી આતમ ઝંખે છુટકારો ૨૩૪ Page #246 -------------------------------------------------------------------------- ________________ છે, જેના મિથ્યાત્વાદિ દોષો દૂર થાય છે તેવા આત્મદર્શીને બહિરાત્માની આવી અવસ્થાઓ વિભ્રમજનિત જણાય છે, અથવા આત્મદર્શીને નિદ્રાવસ્થા કે ઉન્મત્તદશા હોય તો તે વિભ્રમવાળી નથી. અગાઉ જણાવ્યું હતું તેમ મોહનિદ્રામાં જાગેલો પણ સૂતો છે, ગમે તેવો કાર્યકુશળ હોય તો પણ તે પ્રમાદી છે તેમ બહિરાત્મા નિદ્રામાં ભોગપરાયણ વૃત્તિ અને મિથ્યાભાવને કારણે પાપનું બંધન કરે છે. બહિરાત્માને ભક્તિ આદિના ઉન્મત્તભાવ થાય તો પણ તેમાં તેનો ભ્રમ છે. કારણ કે ઉન્મત્તદશા એ જાગ્રત દશા નથી. જ્યારે આત્મજ્ઞાનીને નિદ્રાવસ્થામાં પણ દોષ નથી કારણ કે ભેદજ્ઞાનની ધારા તેમને નિદ્રામાં જાગ્રત રાખે છે, આત્મજ્ઞાનને કારણે તેમને વિપર્યાસબુદ્ધિ થતી નથી. નિદ્રા એટલે અભાન અવસ્થા છે, નિદ્રિત માનવને ઊંઘમાં પોતાપણાનું ભાન નથી હોતું. ઉન્મત્ત દશામાં પણ જીવને વ્યસનીની જેમ વિકળતા હોય છે. આ બંને દશા ભ્રમવાળી હોય છે. હિતાહિતના ભાનરહિત છે. આત્મદર્શીનું આત્મગુણના પ્રભાવે નિદ્રા જેવી દશામાં સ્વરૂપ સંવેદન નષ્ટ થતું નથી. માણસ જ્યારે ઊંઘી જાય છે, ત્યારે શરીરના અહં કે મમત્વનું ભાન રહેતું નથી. શત્રુ કોણ કે મિત્ર કોણ તેનું ભાન નથી રહેતું. તેમ જ્ઞાની જાગ્રત અવસ્થામાં અહં અને મમત્વ વગર રહે છે. તેમની સહજ સ્વરૂપમાં સ્થિરતા છે. સ્વપ્ન વિકલતાદિક દશા ભ્રમ માને વ્યવહાર, નિશ્ચય નયમે દોય ક્ષય, વિના સદા ભૂમાચાર. છંદ-૭૭ અર્થ : અજ્ઞાની જીવ સ્વપ્નતુલ્ય ભૌતિક ભોગોમાં સુખની કલ્પનાથી વ્યવહાર કરે છે, પરંતુ નિશ્ચયનયથી જેને શુદ્ધ સ્વરૂપ સમજાયું છે તેમને સાંસારિક સુખ કે દુઃખ બંનેનો ક્ષય છે. તે સિવાય સર્વ ભ્રમ છે. નિદ્રાધીન મનુષ્યને સ્વપ્નમાં કંઈ સુખ કે દુઃખદ પ્રસંગ ઊપજે તો તે ભ્રમ જ હોય છે. તેમ જાગ્રત અવસ્થામાં પણ જે ક્ષણિક ૨૩પ સમાધિશતક Page #247 -------------------------------------------------------------------------- ________________ સુખ છે, તેને વ્યવહારદષ્ટિવાળો એમ માને છે કે ઈન્દ્રિયો અને મન દ્વારા મને સુખદુઃખનો અનુભવ થાય છે, પણ તે ભ્રમ છે. નિશ્ચયનયમાં તો જગતમાં સુખ અને દુ:ખ બંને કલ્પિત છે, આત્માને ઈન્દ્રિયો દ્વારા કે ભૌતિક પદાર્થો દ્વારા સુખ થાય તે કેવળ ભ્રમ છે, ચૈતન્યસ્વરૂપ આત્મા જડ ઇન્દ્રિયોથી સુખ કેમ પામે ? આત્માનું સુખ તો આત્માની સમશ્રેણીમાં રહ્યું છે, તે બહારથી પ્રાપ્ત થતું નથી. વળી જગતમાં કોઈ કોઈને સુખદ કે દુઃખ આપી શક્યું નથી. આપતા જણાય છે તે વ્યવહારકથન છે, નિશ્ચયનયથી તો આત્માને કોઈ પણ પૌગલિક આશ્રીને સુખ નથી અને દુઃખ પણ નથી. આત્મવિમુખતા તે દુઃખ છે. અને સ્વરૂપસન્મુખતા એ સુખ છે. કલ્પિત સુખદુઃખના ભ્રમને ટાળ્યા વગર ભ્રમ-મિથ્યાભાવ ટળતો નથી. આત્મદર્શી વિચારે છે કે સંસારમાં સુખ શું છે ? જીવો જનમમરણથી ગ્રસિત છે ત્યાં સર્વત્ર દુઃખ જ છે. તેવું જીવન પણ અસાર છે. અને ભોગની જાળ તો પાપરૂપ છે. પુણ્યથી સુખ જણાય છે તે તો મનની કલ્પના છે. અથવા મોહની પરવશતા છે. બહિરાત્મા અજ્ઞાનવશ ભોગનાં પ્રલોભનોમાં ભ્રમ ઊભો કરે છે. અને વિવેકને ચૂકી જઈ જીવ દુર્દશા પામે છે. માટે નિશ્ચયદેષ્ટિનો સ્વીકાર કરી સુખદુઃખ બંને ભાવને ત્યજી ભ્રમથી મુક્ત થવું. નિશ્ચય = દ્રવ્યદૃષ્ટિ – તત્ત્વદૃષ્ટિ. અર્થાત્ નિશ્ચયષ્ટિ સ્વ-આશ્રયે હોય છે. જે દ્રવ્યનું જે લક્ષણ હોય તેને જ તેમાં સ્થાપન કરવું, પરંતુ અંશમાત્ર પણ પરની કલ્પના ન કરવી. જેથી અનાદિના અન્ય પદાર્થના એકત્વરૂપ અજ્ઞાનનો નાશ થઈ ભેદજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને સર્વ પદાર્થથી ભિન્ન એવી શુદ્ધ દશાનો અનુભવ થાય છે. ભેદજ્ઞાનરહિત અન્ય ઉપાસના મુક્તિનું કારણ બનતી નથી. માટે નિશ્ચયદૃષ્ટિનું લક્ષ્ય આવશ્યક છે. વ્યવહારદૃષ્ટિ = ઉપાચારદૃષ્ટિ જે પરપદાર્થ સાથે સાંયોગિક સંબંધ છે તે વ્યવહાર છે. કંઈ પાપરૂપ છે. તેનું જીવન જનમ આતમ ઝંખે છુટકારો ૨૩૬ Page #248 -------------------------------------------------------------------------- ________________ પણ નિમિત્તથી એક દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં આરોપ કરવો તે વ્યવહારઉપચાર કથન બને છે. અન્ય પદાર્થ સાથેનું તાદાભ્યપણું છે તે સંસારદશા છે તેમ જાણવું. તે સંસારના કારણરૂપ જે આશ્રવ તથા બંધ છે, તેને જાણીને સંવર નિર્જરામાં પ્રવૃત્ત થવું તે વ્યવહાર છે. એવા વ્યવહારના સાધનને છોડીને જે અશુભ આચરણમાં જોડાય છે તે સંસારના પરિભ્રમણનું દુઃખ ભોગવે છે. સદ્વ્યવહારને જાણ્યા વગર શુદ્ધઉપયોગની ઇચ્છા રાખે તે પાપાચરણમાં પડે છે. સંસાર કોઈ બહારના પદાર્થમાં નથી. આત્માના પરિણામનું સ્વરૂપથી વિમુખ થવું તે અને શરીરાદિ સાથે એકત્વપણાની શ્રદ્ધા તે સંસાર છે, સંસારથી મુક્ત થવા માટે નિશ્ચયનું લક્ષ્ય આવશ્યક છે. શુદ્ધનયથી સન્મુખ થવું તે મુક્ત થવાનો ઉપાય છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, કર્મના સંયોગથી જ્ઞાન સ્વભાવ આવરણ પામ્યો છે તેથી જીવ અશુદ્ધ આત્માને અનુભવે છે. તે જો નિર્મળ બુદ્ધિ વડે કર્મ અને આત્માને ભિન્ન જાણે તો શુદ્ધાત્મા પ્રગટ થાય છે. શુદ્ધનય વડે એ ભિન્નતા સમજાય છે. સવ્યવહાર : એ છે કે જાણનાર, જોનાર અને પ્રવર્તનાર આત્મા છે તેમ શ્રદ્ધા કરી નિજસ્વરૂપને જાણવું. અસદુવ્યવહાર : કર્મના વિચિત્રપણાને કારણે ચૈતન્યસ્વરૂપ આત્મા દેવ-મનુષ્ય, તિર્યંચ કે નારક કહેવાય છે. પરંતુ અજ્ઞાની તે તે અવસ્થાઓને સ્વપણે માને છે. જીવ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપ દર્શન, જ્ઞાન અને ચારિત્રના પરિણામરૂપ મોક્ષમાર્ગને નહિ જાણતો, તત્ત્વાદિની શ્રદ્ધા-બોધરૂપ, વ્યવહારમાં દર્શન, જ્ઞાન, ચારિત્રને મોક્ષમાર્ગ માને છે, તે મોક્ષમાર્ગ નથી. તે સાધન છે, સાધ્ય પોતાના પરિણામ છે. કેવળ નિશ્ચયના પક્ષપાતી થઈ રત્નત્રયરૂપ વ્યવહારનો ત્યાગ કરે તો ધર્મતીર્થનો અભાવ થાય. અને વ્યવહારનો એકાંતે પક્ષપાતી થાય તો શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ ન થાય માટે વ્યવહાર નિશ્ચયની યથાર્થતા જાણી તેને અંગીકાર કરવા, જ્યાં જ્યાં જે જે સમાધિશતક ૨3o Page #249 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય છે તેનું આચરણ કરવું. વ્યવહારનયની પ્રણાલિ એવી છે કે તે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના ભાવોને અને કારણકાર્યને અન્યોન્યમાં આરોપિત કરી નિરૂપણ કરે છે, જેમ કે અજ્ઞાની જીવ કર્મનો બંધ કરે છે. અહીં જીવનો અને કર્મનો અન્યોન્ય સંબંધ બતાવી એક દ્રવ્ય બીજા દ્રવ્યને (કર્મને) ગ્રહણ કરે છે તેમ બતાવ્યું છે તે વ્યવહારનયનું કથન મિથ્યા છે માટે નિશ્ચયદૃષ્ટિએ તે છોડવાનું છે. નિશ્ચયનય અન્યોન્ય દ્રવ્યને કોઈનામાં મેળવતો નથી, જેમ કે જીવ કર્મ બાંધતો નથી, પણ જાણે છે. તે નિશ્ચયનયની મુખ્યતા છે. વ્યવહારનયની અપેક્ષાએ તે ઉપચારકથન છે. શાસ્ત્રકારોએ જ્યાં જ્યાં અન્યોન્ય દ્રવ્યોનો સંબંધ દર્શાવ્યો છે તે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સાધકદશામાં ભૂમિકાનુસાર આવો સંબંધ હોય છે, પરંતુ વ્યવહારનય અનેક પ્રયોજનવાળો અને દેહાદિ મન પર આધાર રાખવાવાળો હોવાથી પરાધીન છે. તેમાં શુભાશુભ ભાવની વિષમતા છે. શુદ્ઘનિશ્ચયનય સ્વાધીન છે, સ્વાત્માના આશ્રયે પ્રગટ થાય છે. માટે સદ્ભૂત વ્યવહારનો સ્વીકાર કરી નિશ્ચયને આરાધવો. विदिताशेषशास्त्रोऽपि न जाग्रदपि मुच्यते । देहात्मदृष्टिर्ज्ञातात्मा सुप्तोन्मत्तोऽपि मुच्यते ॥९४॥ તનદૃષ્ટિ સર્વાગી જાગ્રત પણ ન મુકાય; આત્માદૃષ્ટિ ઉન્મત્ત કે નિદ્રિત પણ મુકાય. ૯૪ અર્થ : દેહદૃષ્ટિ બહિરાત્મા કથંચિત શાસ્રનો જ્ઞાતા હોય, વળી જાગ્રત હોય તોપણ ભેદજ્ઞાનરહિત કર્મબંધનથી છૂટતો નથી. અને ભેદજ્ઞાની અંતરાત્મા ઊંઘતો કે જાગતો કર્મની નિર્જરા કરે છે. ભેદજ્ઞાનીને ભૂમિકા પ્રમાણે કર્મના ઉદય અને બંધ હોય છે, પરંતુ જ્ઞાની દૃઢ અભ્યાસ અને વૈરાગ્યને કારણે દેહધર્મથી નિદ્રા લેતા હોય તો પણ તેમને નિર્જરા થાય છે, કારણ કે આત્મસ્વરૂપનો નિર્ણય, શ્રદ્ધાયુક્ત ભેદજ્ઞાન હોવાથી જ્ઞાનીને દર્શનાવરણના ઉદયે નિદ્રા હોય છે, પરંતુ તે કર્મ નિર્જરા પામે છે, પુનઃ એવું ને એવું કર્મ ૨૩૮ આતમ ઝંખે છુટકારો Page #250 -------------------------------------------------------------------------- ________________ બંધાતું નથી. તેવી રીતે જાગ્રત અવસ્થામાં થતી બાહ્ય ચેષ્ટાઓમાં પણ કર્તાપણાની બુદ્ધિ ન હોવાથી તે તે બાહ્ય વ્યવહારરૂપ પ્રવૃત્તિ નિર્જરાનું કારણ બને છે. દેહદૃષ્ટિયુક્ત બહિરાત્મા કથંચિત્ શાસ્ત્રજ્ઞાન ધરાવતો હોય છે, પણ શાસ્ત્રજ્ઞાનથી મુક્તિ નથી કે સંસારનો નિવેડો નથી. અનુભવજ્ઞાનથી મુક્તિ છે. શાસ્ત્ર જીવોને ઉપકારી છે. સદ્ગુરુની અનુપસ્થિતિમાં બોધપ્રેરક છે, શાસ્ત્ર માર્ગનો અંગુલીનિર્દેશ કરી શકે, શાસ્ત્રજ્ઞાન લયોપશમ જ્ઞાન કે સ્મૃતિજ્ઞાન છે, અનુભવજ્ઞાન અધ્યાત્મ સહિત હોવાથી પરમાર્થમાર્ગનું સાધન છે. શાસ્ત્રજ્ઞાનવાળો પણ ભેદજ્ઞાનરહિત હોય તો કર્મથી છૂટતો નથી. જો શુભભાવવાળો હોય તો પુણ્ય સુધી પહોંચે અને શાસ્ત્રજ્ઞાન સાથે ગર્વ થયો તો પુણ્યથી પણ વેગળો રહે. પછી ત્યાં મુક્તિ તો અસંભવ હોય. બહિરાત્મા ભલે કદાચ જાગતો એટલે શાસ્ત્રજ્ઞાનમાં નિપુણ હોય, વિધિવિધાનમાં સક્રિય હોય પણ જો પ્રજ્ઞાવંત ન હોય તો મતિકલ્પનાથી શાસ્ત્રોને સમજે-સમજાવે. માનાદિ કષાયરહિત ન હોય અને પોતાને જ્ઞાની માને તો તે કર્મબંધનથી છૂટે નહિ. અવિવેકીને શાસ્ત્રજ્ઞાન ભારરૂપ છે, દેહદૃષ્ટિને દેહ જ બંધનરૂપ છે. માટે ભેદજ્ઞાન એ મુક્તિનું મુખ્ય સાધન છે. ગુરુગમરહિત અધ્યાત્મશાસ્ત્રોનો અભ્યાસ કે ઉપદેશ ખાંડાની ધાર પર ચાલવા જેવો છે, વિપરીત માન્યતાનું પોષણ થઈ સંસારવૃદ્ધિ કરનારો છે. શાસ્ત્ર વાંચીને કહે કે અમે ઘણું જાણીએ છીએ, સદ્ગુરુબોધની હવે જરૂર નથી, એમ જ્ઞાનીનો અનાદર કરે તે પણ કર્મબંધનનું કારણ છે. બહિરાત્મા શાસ્ત્રના કથનોને ધારણ કરે પણ આત્માર્થનું રહસ્ય ન જાણે તો સ્વચ્છંદતા ટળે નહિ, પરંતુ જીવને જો કષાયાદિ ક્ષીણ થયા હોય, સત્સંગનું માહાભ્ય આવ્યું હોય, સદ્દગુરુનો બોધ ગ્રહણ કરતો હોય તો સતશાસ્ત્રના અભ્યાસથી આત્મલાભ થવા કે કર્મનિર્જરા થવાનો સંભવ છે. ભેદજ્ઞાની જેને જીવ અને જગતનો ભેદ સમજાયો છે, જેણે દેહથી ભિન્ન એવા આત્મા પ્રત્યે લક્ષ્ય છે, આ આત્મભાવ છે અને સમાધિશતક ૨૩૯ Page #251 -------------------------------------------------------------------------- ________________ આ અન્યભાવ છે, એવી પ્રતીતિ જેને વર્તે છે, જગતના પદાર્થો પ્રત્યે જે ઉદાસીન છે, તે કદાચ ઘણાં શાસ્ત્રોમાં પારંગત ન હોય તો પણ વસ્તુસ્વરૂપ યથાર્થપણે સમજાયું હોવાથી તે મુક્તિને પામે છે. ભેદજ્ઞાની અંતરાત્મા ઊંઘે તે સુખ માટે ઊંઘતો નથી, શરીરનો ધર્મ જાણી તેને ન્યાય આપે છે, તેથી ઊંઘમાં સ્વપ્નજગતમાં તદ્રુપ થઈ કર્મબંધન થતું નથી. વળી વ્યવહારક્રિયામાં ક્યાંય શિષ્યોના હિત માટે કે જનકલ્યાણ માટે વિકલ્પ આવે તો પણ તેમાં કર્તાપણાનો મિથ્યાભાવ નથી તેથી જ્ઞાનીને કર્મબંધન થતું નથી. શાસ્ત્રજ્ઞાન અને અનુભવજ્ઞાનમાં ઘણું અંતર છે પરંતુ કોઈ વાર અજ્ઞાનીની વાણીમાં પ્રભાવ હોય તો આ અંતરનો સૂક્ષ્મ ભેદ સમજાતો નથી તેથી અજ્ઞાનીનું જ્ઞાન પણ બોધરૂપ જણાય છે, અને મુગ્ધ જીવો તે વાણીથી પ્રભાવિત થાય છે, પરંતુ તેથી કર્મ નિર્જરાનું કારણ થતું નથી. શાસ્ત્રજ્ઞાનનો હેતુ આત્મસન્મુખ થવાનો છે, બાહ્ય દેખાવ માટે નથી. વાસ્તવમાં અવિચાર તે નિદ્રા છે, અને આત્મભ્રાંતિ સમ દેહભાવ ઉન્મત્તદશા છે, અવિચાર એ વૈભાવિક મલિન દશા છે. અને ઉન્મત્તદશા એ નશા જેવી છે, જે જ્ઞાની છે તે આત્મવિચારે કરી જાગ્રત છે. આત્મભાન સહિત હોવાથી દેહાદિ ક્રિયામાં રત દેખાવા છતાં દેહભાવથી મુક્ત છે. છૂટે નહિ બહિરાતમા, જાગતભા પઢિ ગ્રંથ, છૂટે ભવથે અનુભવી, સુપન નિકલ નિગરંથ. છંદ-૭૮ અર્થ : જેની વૃત્તિ નિરંતર બહારમાં આક્રાંત છે. તે કદાચ સંસારના પદાર્થો મેળવવા અને ભોગવવા ભલે જાગ્રત હોય કે ઘણા શાસ્ત્રોનો તેણે અભ્યાસ કર્યો હોય તો પણ તેનો સંસારથી મુક્ત થવાનો સંભવ નથી. કારણ કે સંસારનો કોઈ પદાર્થ એવો નથી કે તેને મુક્તિના માર્ગે દોરી શકે. ધારો કે તમારા કોઈ સ્વજનનું અચાનક અણધાર્યું મૃત્યુ થયું. તમે કેટલાય વિકલ્પો કરશો અમુક ઔષધ કર્યું હોત, કોઈ નિષ્ણાત ૨૪૦ આતમ ઝંખે છુટકારો Page #252 -------------------------------------------------------------------------- ________________ ડોક્ટરની સારવાર લીધી હોત તો સારું થાત ! વગેરે. તેવા સમયે તમારા સગાસ્નેહીઓ આવીને તેમાં તેમનો સૂર પૂરે કે “હા” ખરી વાત છે, જો વેળાસર સારવાર થઈ હોત તો કદાચ તેઓ બચી જાત. ત્યાં વળી તમને કોઈ જ્યોતિષીનો મેળાપ થાય તે કહેશે. જો આ ઘાતમાંથી તેઓ બચ્યાં હોત તો દશપંદર વરસ આરામથી જીવન નભી જાત. ત્યાં વળી ડોક્ટર આવે તે કહેશે ફક્ત બે કલાક પહેલાં સારવાર મળી હોત તો કદાચ દર્દી બચી જાત. - ઓહોહો કેટલા વિકલ્પ ? આ વિકલ્પની કેસેટ હોય તેમ તમે પણ એ જ વાતનું રટણ દિવસો સુધી કર્યા કરો ત્યાં તમારા પુણ્યયોગે કોઈ મહાત્મા તમારે ત્યાં પધાર્યા તેમણે કંઈ જુદી જ વાત કહી કે : જે બનનાર છે તે ફરનાર નથી. ગયેલા સ્વજનો કોઈ પાછા આવ્યા નથી. આ વૈભવમાંથી કંઈ લઈ જઈ શક્યા નથી. અને અન્યત્ર પોતાના કરેલા શુભાશુભ કર્મ પ્રમાણે તેમનો જન્મ થઈ ચૂક્યો છે. તમારે પણ એક દિવસ આમ જ જવું પડશે માટે જાગો, ચેતો, અને આત્મકલ્યાણને માટે પ્રયોજન કરો પણ તમારી પેલી કેસેટ વાગતી જ રહેશે. અને મુક્તિ દૂર રહે છે. પરંતુ અનુભવી તો વિચારે છે કે ભલે હાલ હું દેહધારી હોઉં, કર્મથી વિકલ હોઉં પરંતુ જ્ઞાનવડે હું આ કર્મનો નાશ કરી શકું છું. દેહ હોવાથી ભલે તેઓ નિદ્રા વગેરે દેહનો ધર્મ પાળે પરંતુ તેઓ અંતરમાં તેનાથી મુક્ત છે, તેમણે દેહભાવની ગ્રંથિ તોડી નાંખી છે. તેથી દેહધર્મ પાળવા છતાં કર્મની નિર્જરા કરે છે. કારણ કે કર્મના નાશની યુક્તિ તેમને પાસે છે તેઓ મુક્તિ પ્રત્યે જઈ રહ્યા છે. પઢી પાર કરે પાવનો, મિટ્યો ન મનકો ચાર, રૂં કૌલુકે બૈલકું, ઘર હી કોસ હજાર. છંદ-૭૯ અર્થ : જેના મનના વિકારો શમ્યા નથી તે કદાચ શાસ્ત્રપારંગત સમાધિશતક ૨૪૧ Page #253 -------------------------------------------------------------------------- ________________ થાય તો પણ તેનું સંસારપરિભ્રમણ શમતું નથી. જેમ ઘાંચીની ઘાણીનો બળદ હજાર ગાઉ ગોળ ગોળ ફરે તો પણ જ્યાંનો ત્યાં હોય છે. શાસ્ત્રજ્ઞાન વાદવિવાદ માટે નથી. પરંતુ અન્ય સાથે શાસ્ત્રાર્થ કરવાથી જો આત્મલાભ થતો હોય તો તેમાં કંઈ બોધ મળે છે. જેમ કોઈ પણ બાહ્ય ક્રિયાથી સંસાર પાર પમાતો નથી. તેમ કેવળ શુષ્ક શાસ્ત્રજ્ઞાનથી સંસારાન્ત થતો નથી. સાધ્યશૂન્ય દશાવાળો ન્યાય વ્યાકરણાદિ ગમે તેવા પઠનપાઠન કરે પરંતુ તેના મનોગત વિકલ્પ ટળતા નથી. મનના વિકલ્પો ટાળવાનો એક માત્ર ઉપાય આત્મજ્ઞાન છે. માણસની આંતરપ્રજ્ઞા જાગ્રત ન થાય ત્યાં સુધી શાસ્ત્રજ્ઞાન હિતકારી નથી. આંતરપ્રજ્ઞાની પ્રબળતા કેવળ સ્મૃતિજ્ઞાનથી પ્રગટ થતી નથી. એ પ્રજ્ઞા ચિત્તની શુદ્ધિ દ્વારા પ્રબળ બને છે. यत्रैवाहितधीः पुंसः, श्रद्धा तत्रैव जायते । यत्रैव जायते श्रद्धा, चित्तं तत्रैव लीयते ॥१५॥ જેમાં મતિની મગ્નતા, તેની જ થાય પ્રતીત; થાય પ્રતીતિ જેહની, ત્યાં જ થાય મન લીન. ૯૫ અર્થ : જેની બુદ્ધિમાં જ્યાં હિત લાગે ત્યાં તેનું ચિત્ત લીન થાય છે. કોઈ વિષયમાં જ્યારે જીવની બુદ્ધિ ઠરે છે. ત્યાં તેને પોતાનું હિત લાગે છે. અને જ્યાં હિત લાગે ત્યાં તે વિષયમાં શ્રદ્ધા થાય છે અને જે વિષયમાં તેને શ્રદ્ધા થાય છે ત્યાં તેની પ્રિયતા કે. રુચિ થાય છે, વળી જ્યાં રુચિ થાય ત્યાં તે શ્રદ્ધાવાન થાય છે. વળી જે વિષયમાં શ્રદ્ધા થાય ત્યાં ચિત્તને વારંવાર આકર્ષણ થવાથી ચિત્ત તે વિષયમાં લીન થાય છે. શુદ્ધ વિષયમાં લીન થયેલા ચિત્તમાં માનવની આંતરપ્રજ્ઞા જાગ્રત થાય છે, ત્યારે તેનું ચિત્ત સ્વસ્થ અને સ્વાધીન બને છે. જેમ બાળકને જે કામ ગમે છે તે એ કામ રુચિપૂર્વક કરે છે, તે કામ તે અલ્પ પરિશ્રમે શીખે છે. તેમ સાધકને પ્રથમ ધર્મઅનુષ્ઠાનની કે સત્પુરુષોના જીવનચરિત્ર વાંચવા વગેરેની રુચિ થાય ૨૪૨ આતમ ઝંખે છુટકારો Page #254 -------------------------------------------------------------------------- ________________ છે, પછી આત્મવિચાર ઉદ્ભવે છે. અને ક્રમે કરીને મોક્ષમાર્ગ પ્રત્યે તેનો પુરુષાર્થ જાગે છે. જેમ મોક્ષમાર્ગની શ્રદ્ધા વૃદ્ધિ પામે છે, તેમ તેમ તેને સંસારની પ્રવૃત્તિમાં મંદતા થાય છે. અને તેનું ચિત્ત વારંવાર સ્વરૂપસન્મુખ થાય છે. ચંચળ ચિત્ત પવનની જેમ ભમ્યા કરે છે. તેને પ્રથમ કોઈ સત્કાર્યમાં રોકવાથી રુચિ વધે છે. પછી જેમ બાળક મોટું થાય અને રમકડાં ત્યજી દે છે તેમ ચિત્ત બહારના વિષયને ત્યજી સત્કાર્ય દ્વારા શ્રદ્ધામાર્ગમાં આવે છે. ત્યાર પછી સગુરુના બોધ દ્વારા ચિત્ત શાંત થાય છે. તે સિવાય દુર્ગમ અને દુસ્તર એવી આ મનની માયાને શમાવવી કઠણ છે. અરે મુનિઓ પણ ત્યાં પાછા પડે છે. પૂરા દરિયાને પી જનાર, મેરુને ડગાવનાર, અગ્નિને ઠારી દેનાર લબ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે પણ આ મનને વશ રાખવું આત્મજ્ઞાન સિવાય સંભવ નથી. તે મને આગમધરને છેતર્યા છે. મુક્તિની અભિલાષાવાળા પણ ત્યાં લબ્ધિમાં ફસાઈ ગયા છે. અને મુક્તિ જ મુલતવી રહે છે. જિહાં બુદ્ધિ થિર પુરુષ કી તહેં રુચિ તહે મન લીન, આતમ મતિ આતમ રુચિ, કહો કૌન આધીન. છંદ-૮૦ અર્થ : જે પુરુષની બુદ્ધિ જ્યાં સ્થિર થાય છે, ત્યાં તેની રુચિ વધે છે. જો તેને આત્મબુદ્ધિ આત્મરુચિ પ્રત્યે વળે છે તો મન તેને આધીન વર્તે છે. જેને આત્મહિતની બુદ્ધિ થઈ છે તેની રુચિ સ્વાભાવિકપણે ત્યાં જ લાગે છે, તેને અન્ય પદાર્થમાં સભાવ થતો નથી. જેનું ચિત્ત આત્મભાવમાં લય પામ્યું છે, એવો પુરુષ અન્ય પદાર્થને આધીન વર્તતો નથી. અર્થાત્ તે રાગદ્વેષ કે અજ્ઞાનને આધીન વર્તતો નથી. પરંતુ સ્વપરિણતિમાં પ્રવર્તે છે, ક્રમે કરીને તે મુક્ત થાય છે. માટે જીવે આત્મબુદ્ધિ વડે આત્મરુચિ કરવી. કારણ કે આત્મની રિદ્ધિ, નવ નિધાન પોતાના આત્મામાં જ રહ્યા છે. તેને બહાર શોધવા વ્યર્થ છે. આત્મજ્ઞાન અણમોલ સાધન છે. જ્ઞાન સહિત મન મેરુ જેવું સ્થિર બને છે, પરંતુ જે જીવ બહાર તૃષ્ણાવશ ચંચળતાને કારણે પરાધીન બને છે માટે સમતા અને ધીરજ વડે ચિત્તને સમાધિશતક ૨૪૩ Page #255 -------------------------------------------------------------------------- ________________ આત્મરુચિ પ્રત્યે પ્રેરવું, અભ્યાસ દ્વારા તે લય પામશે, તેને અવરોધ કરતા વિષયકષાયને ત્યજી દેવા. ચિત્ત સ્વરૂપમાં લય પામતું નથી ત્યાં સુધી ભય કે દુઃખ છે. પરંતુ સશાસ્ત્ર અને સદ્ગુરુબોધે ચિત્ત જ્યારે શાંત થશે ત્યારે રાગદ્વેષ અજ્ઞાન ટળી જશે, અને જીવ સન્માર્ગને પામશે. આત્મધનને લૂંટી જનાર બહાર નથી; અંતરની ઊંડી ગુફામાં તે મોહાદિરૂપે અસ્તિત્વ ધરાવે છે, તેનો નાશ કેવળ આત્મજ્ઞાન વડે જ થાય છે, માટે બુદ્ધિને આત્મશ્રેયની રુચિમાં સ્થિર કરવી. આત્મબુદ્ધિવાળો જીવ સ્વાધીન હોય છે. यत्राना हितधीः पुंसः श्रद्धा तस्मानिवर्त्तते । यस्मानिवर्त्तते श्रद्धा, कृतश्चियत्तस्य तल्लयः ॥९६॥ જ્યાં નહિ મતિની મગ્નતા, તેની ન હોય પ્રતીત; જેની ન હોય પ્રતીત ત્યાં કેમ થાય મન લીન? ૯૬ અર્થ : જે વિષયમાં મનુષ્યની બુદ્ધિ સ્થિરતા કરતી નથી ત્યાં તેને શ્રદ્ધા થતી નથી. અર્થાત્ ત્યાંથી શ્રદ્ધા પાછી ફરે છે. તેથી તે વિષયમાં ચિત્તની લીનતા થતી નથી. સવિશેષ આ યુગમાં બુદ્ધિની પ્રધાનતા છે, આથી જે વિષય બુદ્ધિમાં ન સમજાય તે વિષયમાં શ્રદ્ધા થતી નથી. જગતના વ્યવહારમાં પણ આવું જ જોવામાં આવે છે તો પછી પરમાર્થમાર્ગનાં ગૂઢ રહસ્યો બુદ્ધિમાં ન ઊતરે તો પછી શ્રદ્ધા તો ક્યાંથી થાય ? છતાં ભાઈ ! બધા જ ઉકેલ કંઈ બુદ્ધિથી સમાધાન પામતા નથી. શ્રદ્ધાયુક્ત બુદ્ધિ વડે તેવી સમસ્યાના સમાધાન થાય છે. માનવનું મન-ચિત્ત-બુદ્ધિ દરેક વિષયના ગુણ કે આકારથી પ્રભાવિત થઈ તેની પાછળ દોડે છે, તેમાં ક્યાંક તે સુખ કે દુઃખના ભાવ કરી ચંચળતા પામે છે. તે આત્મભાવમાં લીન થતું નથી. તે જે વિષયથી આકર્ષાય છે તેની પાછળ પડે છે, જો આ ચંચળતા શમે અને ચિત્ત શાંતરસભરપૂર ચૈતન્યસ્વરૂપ આત્મામાં લીન થાય પછી તેને પાર્થિવ જગતની ઇચ્છા, તૃષ્ણા, આકાંક્ષાઓ પીડા આપતી ૨૪૪ આતમ ઝંખે છુટકારો Page #256 -------------------------------------------------------------------------- ________________ નથી. ભય કે જુગુપ્સાથી ચિત્ત ઉદ્વેગ પામતું નથી. રતિ-અરતિ જેવા ભાવો ચિત્તશાંતિનો ભંગ કરતા નથી. આત્મભાવમાં લીનતા પામેલું ચિત્ત અંતર પવિત્રતામાં પોઢી જાય છે, પરમશાંતિ પામે છે, અને એ ચિત્ત વ્યવહારમાં પ્રયોજાય છે ત્યારે કરુણા, કોમળતા આદિ ગુણો ખીલી ઊઠે છે. તેથી જ્ઞાની ઊંઘતા-જાગતા કર્મની નિર્જરા કરે છે. કારણ કે તેમની શ્રદ્ધા આત્મવિષયમાં છે. મનુષ્યની બુદ્ધિમાં જે વિષયવસ્તુ રુચિ પેદા કરે છે તે પદાર્થ મેળવવા તે ભારે પરિશ્રમ ઉઠાવે છે. જગતમાં મહાન ચમત્કારિક શોધો પાછળ પૂરું જીવન વ્યતીત કરે છે. ઘણી વાર તો આત્મબલિદાન આપે છે, મરણિયો રણમેદાનમાં રોળાઈ જાય છે. એ બુદ્ધિને જો આત્મસંશોધનમાં પ્રયોજાય તો બુદ્ધિ સ્વયં પ્રજ્ઞાણે પ્રગટી આત્મપ્રદેશ પ્રદેશે પ્રગટ થાય છે, પરંતુ જ્યાં બુદ્ધિ સ્થિરતા ન પામે ત્યાંથી શ્રદ્ધા પાછી ફરે છે. આવા આત્મસંશોધન માટે માનવે શારીરિક ટેવોને બદલવી પડશે, છોડવી પડશે. મનના આગ્રહો અને વલણોને છોડવા પડશે, ચેતનાના વિભાવોને ત્યજવા પડશે, પ્રારંભમાં તો અતિ દુષ્કર લાગશે, જાણે અતિ કડવું ઔષધ પીવા જેવું લાગશે, પરંતુ પુનઃ પુનઃ અભ્યાસ કરવાથી, મનના વલણને બદલવાથી એક ક્ષણવાર પણ મનને આત્મસંશોધનમાં યોજવાથી જે આનંદનો અનુભવ થશે તે ક્ષણ જીવ માટે શાશ્વતી બની જશે. પછી તે સ્વયં સામર્થ્યને પામીને પરમપદને પ્રાપ્ત કરીશ. પરંતુ જો તારી બુદ્ધિમાં એ પરમપદનું મહત્ત્વ આવ્યું નહિ હોય તો તને શ્રદ્ધા થશે નહિ. અથવા શ્રદ્ધા પાછી ફરશે. જ્યાં અહિત જણાય ત્યાં બુદ્ધિ જતી નથી કે રુચિ થતી નથી, તો પછી જ્યાં દૈહિકભાવમાં તારું હિત નથી ત્યાં બુદ્ધિ વારંવાર કેમ જાય છે ? ધર્મમાર્ગમાં પણ જીવ ભ્રાંતિમાં પડે છે તો કલ્યાણ થતું નથી. માટે સદ્ગુરુના બોધ દ્વારા માર્ગની રુચિ કરી પુરુષાર્થ કરવો. સત્ય સમજાવાથી શ્રદ્ધા પણ સાચી થાય છે. પછી શ્રદ્ધા પાછી ફરતી નથી. સમાધિશતક ૨૪૫ Page #257 -------------------------------------------------------------------------- ________________ મિરાત્માનમુપાયાત્મા, પરો, મવતિ તાદૃશઃ. वर्तिीपं यथोपास्य, भिन्ना भवति तादृशी ॥१७॥ ભિન્ન પરાત્મા સેવીને તત્સમ પરમ થવાય; ભિન્ન દીપને સેવીને બત્તી દીપક થાય. ૯૭ અર્થ : આત્મા પોતાથી ભિન્ન એવા પરમાત્માની ઉપાસના કરે છે, તે પરમાત્મા સમાન થાય છે. જેમ દીપકથી ભિન્ન એવી વાટ દીપકની ઉપાસનાથી પોતે દીપકસ્વરૂપ થાય છે. આત્માને ઉપાસ્ય શુદ્ધાત્મા છે, પોતે ઉપાસક છે. ઉપાસ્યને સિદ્ધ કરવા ઉપાસના કરે છે. પરમાત્મા પ્રગટ શુદ્ધાત્મા છે, અને વર્તમાનમાં ઉપાસકની અવસ્થા અશુદ્ધ છે. તેનું ધ્યેય પરમાત્માસ્વરૂપે પ્રગટ થવાનું છે. ભલે પરમાત્મતત્ત્વ પોતાના આત્માથી ભિન્ન છે, પરંતુ મૂળ લક્ષણ સમાન છે. તેથી પરમાત્માને ભજીને, ધ્યાવન કરીને જીવ પોતે પરમાત્મસ્વરૂપ થાય છે. ઉપાસક જેને ઉપાસ્ય કરી ઉપાસના કરે છે તે અભેદ એવા સ્વરૂપને પામે છે. પ્રગટ શુદ્ધાત્મા અરિહંત અને સિદ્ધ છે. તે પોતાના આત્માથી ભિન્ન દ્રવ્ય છે. પરંતુ જ્યાં સુધી જીવ સ્વયં પરમાત્મપણે પ્રગટ થતો નથી ત્યાં સુધી પ્રથમ ભૂમિકા સાલંબનની હોવાથી તેણે પરમાત્મપદની ઉપાસના કરવી આવશ્યક છે, જે જીવ જેનું ધ્યાન નિરંતર કરે છે તે તેના જેવો થાય છે. જેમ પ્રગટ થયેલા દીવાથી ભિન્ન એવો અન્ય દીવો કે વાટ તે દીવાની જ્યોતને સેવીને પોતે જ્યોતિપણે પ્રગટ થાય છે. ભલે અપ્રગટ સો દીવા વાટ સાથે પડ્યા હોય પણ એક પ્રગટેલા દીવાથી અન્ય દીવા પ્રગટે છે. તેમ જીવ પોતે શિવસ્વરૂપ છે. તેનું પરમાત્મપણું પોતાનામાં જ રહ્યું છે, પરંતુ અરિહંતાદિના અવલંબનરહિત તેમના ગુણોની ઉપાસનારહિત જીવ શિવસ્વરૂપે પ્રગટ થતો નથી. પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય, જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધોઅંધ પલાય જીનેશ્વર. ૨૪૬ આતમ ઝંખે છુટકારો Page #258 -------------------------------------------------------------------------- ________________ પોતામાં રહેલા પરમશુદ્ધ તત્ત્વની શોધ કરવા નીકળેલો મનુષ્ય જગતની ગમે તેટલી પ્રદક્ષિણા કરે પણ તે તત્ત્વની પ્રાપ્તિ તેને બહારથી થતી નથી. કારણ કે એ પરમ તત્ત્વ જેમાં પ્રગટ થયું છે તેવા પરમાત્માની ઉપાસનાથી તે પ્રાપ્ત થાય છે. બહારમાં પોતાના સ્વરૂપને શોધવા નીકળેલા મનુષ્યની દશા અંધોના જેવી થાય છે. પાંચસાત અંધો મુસાફરીએ નીકળ્યા હતા, તેઓ અન્યોન્ય હાથ પકડીને ચાલવા લાગ્યા. પ્રથમ અંધે ખોટી દિશાએ ચાલવા માંડ્યું, તેના ખભા પર હાથ રાખી તેની પાછળના સઘળા અંધોએ અનુકરણ કર્યું, અને તે સર્વે દિશામૂઢ થઈ ભટકી ગયા. તેમ જીવ પોતાની મતિકલ્પના કે કોઈ ભળતા અજ્ઞાનીને સહારે પરમાર્થમાર્ગની યાત્રા કરે તો ભટકી પડે. માટે જેમ દીવે દીવો પ્રગટે છે તેમ ભૂમિકા પ્રમાણે સદ્ગુરુ આજ્ઞાએ આલંબન લઈ ઉપાસના કરવી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવથી જે અસંગ છે એવા તથા ઘાતી કર્મોનો નાશ કરી જે પરમાત્મસ્વરૂપ થયા છે, તેમની પૂરણ પ્રેમે ઉપાસના કરીને જીવને તેમાં અપૂર્વ માહાત્મ્ય આવે તો પોતે જ તે પદ પામવાનો અધિકારી છે. વાસ્તવમાં જેને સંસાર અસાર લાગ્યો છે, બંધનથી જે છૂટવાનો કામી છે તેણે તો શુદ્ધ ભાવે નિરંતર તે પદની ઉપાસના કરવી. સદ્ગુરુના યોગ વગર આવો મહાન પરમાર્થમાર્ગ જીવ પોતાની સ્વચ્છંદતાથી આરાધે તો તેને પરમાર્થમાર્ગની પ્રાપ્તિ થતી નથી. અજ્ઞાનરૂપી અંધકાર ટળતું નથી. કારણથી કાર્યની સિદ્ધિ થાય છે. કુળપરંપરાએ મળેલા સંસ્કારોવશ વિવિધ અનુષ્ઠાનો જીવે અનેક વાર કર્યા છે, પરંતુ મૂળ જે લક્ષ્ય કરવાનું હતું તે રહી ગયું, તેથી જીવ સંસારથી મુક્ત થયો નથી. દૃઢપણે મોક્ષની ભાવના કરી નથી, પરંતુ સંસારસુખની વાંછા કરી હોવાથી તપજપાદિ કરવા છતાં સંસારનું પરિભ્રમણ છૂટ્યું નથી. માટે હવે જીવે પરમાત્મસ્વરૂપ પ્રત્યે સમર્પણ ભાવે, સમ્યક્ પ્રકારે શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવી જેથી અજ્ઞાન ટળી જતાં જીવ પરમાત્મસ્વરૂપ પામે છે. દીર્ઘકાળનો સંસારભાવ છૂટી, સ્વચ્છંદતા ટળી, મિથ્યાત્વની ગ્રંથિ સમાધિશતક ૨૪૦ Page #259 -------------------------------------------------------------------------- ________________ તોડવી, કે અજ્ઞાનરૂપી અંધકાર ટાળવો દુષ્કર છે. સગુરુયોગે જ્યારે માર્ગનો મર્મ મળે છે ત્યારે જીવે સંસારના સઘળા સાનુકૂળ સંયોગોને ત્યજવા પડે છે, માત્ર બુદ્ધિથી આ માર્ગની યાત્રા સંભવ નથી. બુદ્ધિ સાથે રુચિ અને શ્રદ્ધાને જોડવાં પડે છે. વળી આ ઉપાસનામાં તન, મન અને ધનને જોડવાં પડે છે. જ્યાં સુધી સમગ્રપણે આ પરમતત્ત્વનો પ્રેમ ન આવે ત્યાં સુધી સંસારભાવનું પરિવર્તન થતું નથી. તેથી પરમ પદ પ્રત્યે અચળ પ્રેમ થતો નથી. વળી આ માર્ગે જતાં અંતરંગની ગુફામાં જમાવ કરીને બેઠેલા દીર્ઘકાળના લોભાદિ સંસ્કારો પરમતત્ત્વ પ્રત્યે અખંડધારાને ટકવા દેતા નથી. વચમાં કેટલાયે અંતરાય નાંખે છે. આ માર્ગની યાત્રામાં તે ધાડપાડુની જેમ તૂટી પડે છે, અને અચિંત્ય એવા પરમ પદથી જીવ વંચિત રહી જાય છે. એવા દુર્ઘટ પદની યાત્રામાં પ્રથમ સત્પુરુષોનો સથવારો-કૃપા જરૂરી છે. સતપુરુષો નદી તરવાની સહાય માટે નાવ જેવા છે, કિનારે પહોંચી નાવ છૂટી જાય છે, તેમ સાધક જ્યારે સ્વ-આશ્રયી સાધનાને યોગ્ય થાય છે ત્યારે સદગુરુના બોધના ગ્રહણને લક્ષ્યમાં રાખી પોતાની સાધના કરે છે. અને સ્વરૂપને પ્રાપ્ત કરે છે. પરમાત્મપદની પરમ પ્રેમે ઉપાસના કરીને સ્વયં પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. સેવત પર પરમાતમાં લહૈ ભવિક તસ રૂપ. બતિયાં સેવત જ્યોતિયું, હોવત જ્યોતિસ્વરૂપ. છંદ-૮૧ જે ભવ્યાત્મા પરમાત્માને પૂર્ણ પ્રેમે પ્રશસ્તભાવે સેવે છે, તેમના ગુણોમાં લીન થાય છે, ત્યારે તેનો ઉપયોગ તે જેની ઉપાસના કરે છે તેના ગુણમય પરિણમવાથી ક્રમે કરીને તે સ્વયં પરમાત્મસ્વરૂપ થાય છે. દીવાની વાટને જ્યોતિનો સ્પર્શ થવાથી વાટ સ્વયં જ્યોતિરૂપે પ્રગટે છે. એ ન્યાયે ભવ્યાત્મા પરમપદને ત્યજીને પરમાત્મા જેવો થાય છે. उपास्यात्मानमेवात्मा, जायते परमोऽथवा । मथित्वाऽऽत्मानमात्मैव, जायतेऽग्निर्यथा तरुः ॥१८॥ ૨૪૮ આતમ ઝંખે છુટકારો Page #260 -------------------------------------------------------------------------- ________________ અથવા નિજને સેવિને જીવ પરમ થઈ જાય; જેમ વૃક્ષ નિજને મથી પોતે પાવક થાય. ૯૮ અર્થ : જ્ઞાનયોગી જેવા મહાત્માઓ પોતાના આત્માની ઉપાસના કરીને પરમાત્મા થાય છે, જેમ વાંસના ઝાડ અન્યોન્ય ઘર્ષણ પામીને અગ્નિરૂપ થાય છે. આત્મા સ્વયં સત્તાપણે સિદ્ધ-પરમાત્મા સમાન છે, જે યોગીજનો આત્માના આ સ્વરૂપસામર્થ્યને જાણે છે, તે પોતાના જ પરમશુદ્ધાત્માની ઉપાસના કરે છે, અને સ્વયં પરમાત્મસ્વરૂપે પ્રગટ થાય છે, જે સાધક બહાર જતાં ઉપયોગને સાવધાન થઈને આત્મસ્વરૂપમાં જોડે છે, તે ક્રમે કરી પૂર્ણ શુદ્ધસ્વરૂપને પામે છે. તે માટે શુદ્ધાત્મામાં પ્રદેશે પ્રદેશે રહેલા અનંત ગુણમય શક્તિમાં ઉપયોગને સ્થિર કરવો. સાધક આત્માને આત્મસ્વરૂપે જાણે છે ત્યારે તે આત્માનો ઉપયોગ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે, જેમ ઉપયોગની સ્થિરતા વધે તેમ તેમ આત્મશક્તિ વિકસિત થાય છે. આ સાધના સ્વાશ્રયી છે, તેમાં જ્ઞાનની મુખ્યતા છે, પોતાના સ્વપુરુષાર્થ વડે ગુણો પ્રગટે છે, તે ગુણોનું અવલંબન લઈ સાધક ગુણશ્રેણિએ આરૂઢ થાય છે, પછી પૂર્ણતા પામે છે. આવો જ્ઞાનમાર્ગ સ્વાવલંબી હોવાથી દુર્ગમ છે. આ માર્ગે જવામાં અહંકાર જેવાં પડવાનાં અનેક કારણો છે. જેમ અભ્યાસની સૂક્ષ્મતા વધે તેમ સંદેહ અને સૂક્ષ્મ વિકલ્પો પેદા થાય છે. આથી જીવ વારંવાર પાછો પડે છે. કોઈ પૂર્વના આરાધક જીવ બળ કરીને ત્યાં ટકે છે, ત્યારે તે જીવ કૃતકૃત્ય થાય છે. આ કારણથી વિરલ જીવોને બાદ કરતાં આ માર્ગે જતાં જીવો કોઈ વાર ભ્રષ્ટ થાય છે, જ્ઞાનમાર્ગ કે ધ્યાનમાર્ગમાં તે તે યોગ સિદ્ધ થતાં લબ્ધિઓ પ્રગટ થાય છે ત્યારે જીવ તેના આહ્લાદમાં કે પ્રયોગમાં રોકાઈ જાય છે અને નિર્વિકલ્પ સ્વરૂપને ભૂલી જાય ' છે, પરંતુ ઉત્તમ યોગીઓ એવાં કારણોને ઉલ્લંઘીને આગળ વધે છે, તે જ્ઞાનમાર્ગને આરાધી શીઘ્ર સ્વયં પરમાત્મસ્વરૂપે પ્રગટ થાય છે. સમાધિશતક ૨૪૯ Page #261 -------------------------------------------------------------------------- ________________ જંગલમાં સૂકા વાંસ અન્યોન્ય ઘર્ષણ પામીને અગ્નિરૂપે પ્રગટ થાય છે તેમ આત્મા સ્વયં શુદ્ધ ઉપયોગ વડે આત્માને ઉપાસીને પરમાત્મા થાય છે. પૂર્વના આરાધનાના સંસ્કારની પ્રબળતા સહજપણે જીવને જ્ઞાનના ક્ષયોપશમ દ્વારા આંતરિક ફુરણા કરે છે. તેથી જીવ બાહ્ય આલંબનરહિત અંતરના જ્ઞાન વડે જ મુક્ત થાય છે. પોતાના ગુણો જ સ્વપુરુષાર્થ વડે પ્રગટે છે તેની વિશેષતા કરી પૂર્ણતા પામે છે. આવી યોગ્યતા જ્ઞાનયોગીને માટે છે, તેથી નીચેની ભૂમિકાએ ભલે અવલંબનની આવશ્યકતા હો. આત્મા સ્વયં સિદ્ધ સમાન છે તેવા દઢ નિર્ણય વડે આત્મા ચિદાનંદસ્વરૂપ આત્માને ઉપાસી પરમાત્મસ્વરૂપ બને છે. માટે પરદ્રવ્યમાંથી પોતાના ઉપયોગને પાછો વાળી પોતાના સ્વરૂપમાં જોડવો. આત્મામાં અનંત ગુણો છે તેનો મહિમા જાણી ગુણસ્વરૂપ આત્માનું ધ્યાન કરવું. ધ્યાન દ્વારા જ્યારે દઢતા થાય ત્યારે સ્વાનુભવ દ્વારા આત્માનો અનુભવ થાય છે. દેહમાં આત્મબુદ્ધિ હોવાથી આત્મા નિરંતર તેની જ ઉપાસના-વિચાર કરે છે. અને ત્યાં સુધી તે જન્મ-મરણનાં ગોથાં ખાવાનો છે, સંસારી જીવને દેહમાં અહં અને મમત્વનો ભાવ દઢપણે પડેલો છે તેથી તેને આત્મા આત્માપણે જણાતો નથી પરંતુ જ્ઞાનયોગીને આત્માભાવના ગુણો અને તેના અંશો દૃઢ થયેલા છે તે દેહભાવ પ્રત્યે ચેતનાને જાગ્રત રાખે છે, ઉપરની ભૂમિકામાં લઈ જાય છે. તેથી તે યોગી દેહસ્થ હોવા છતાં પણ આત્મભાવથી જાગ્રત છે. આ પ્રમાણે તે પરમાત્માના શિખર સુધી પહોંચે છે. આપ આપમેં સ્થિર હુએ, તરુથે અગનિ ઉદ્યોત, સેવત આપહિ આપકે હું પરમાતમ હોત. છંદ-૮૨ અર્થ : જ્યારે આત્મા આત્મા વડે આત્મામાં સ્થિત થાય છે ત્યારે જેમ તરુની શાખા, શાખા સાથે ઘસાઈને અગ્નિરૂપે પ્રગટ થાય છે તેમ આત્મા પોતાને ઉપાસીને પોતે પરમાત્મસ્વરૂપે થાય છે. સ્વાનુભૂતિનો આનંદ અનુપમેય છે. તે આ જગતના ભૌતિક ૨૫૦ આતમ ઝંખે છુટકારો Page #262 -------------------------------------------------------------------------- ________________ સુખના કોઈ આનંદ સાથે સરખાવી શકાય તેવો નથી. બાળકનો આનંદ નિર્દોષ કહેવાય છે. છતાં તે પરિવર્તન પામે છે તેથી તેને પણ આ આનંદની સાથે સરખાવી શકાય તેમ નથી. આવો આનંદ કંઈ વાટેઘાટે કે હાટે મળતો નથી. તે દરેક ચૈતન્યના ઘટ ઘટમાં છે. વળી કોઈ ત્યાગીની પાટે કે ભોગીની ખાટે પણ મળતો નથી. જે કોઈ શુદ્ર આનંદમાં રાચે છે તે મૂર્ખ છે. જગતનાં ભૌતિક સુખોનો આનંદ દોષજનક છે, વળી ભક્તિ જેવાં સ્થાનોએ ઉન્માદપણામાં મળતો આનંદ પણ સાચો નથી. મંદબુદ્ધિ માનવ ત્યાં પણ અટકે છે. સાચો આનંદ જ્ઞાનયોગીના આત્માની રમણતામાં રહ્યો છે. એ આનંદ કંઈ સૂકો કે લુખો નથી પણ ભવના ભયને ટાળનારો છે, અને શાશ્વતપણે નિત્ય રહેવાવાળો છે. આ સપ્તધાતુના શરીરમાંથી જ્યાં સુધી સુખબુદ્ધિ ન ટળે ત્યાં સુધી આત્મજ્ઞાનનો અંશ પ્રગટે નહિ. મોહવશ દૈહિક સુખમાં પડી જીવ ચેતનાના આનંદને ભૂલી જાય છે. અને ઇન્દ્રિયોની વિષય-માંગ તો વૃદ્ધિ પામતી જાય છે. આત્મા તેને વશ થાય તો ચૈતન્યનું સામર્થ્ય પ્રગટ થતું નથી પણ આત્મજ્ઞાન-બોધ વડે તેને વશ કરવી તે જ જ્ઞાનયોગીને સાધના છે. જ્ઞાનયોગી આત્મભાવમાં જ વસે છે. પ્રથમ ભલે ગુરુગમથી સાધનાનો બોધ પામી પછી સ્વાવલંબનથી જ્ઞાનયોગી સ્વરૂપનું ધ્યાન ધરે છે. જ્યારે તે ધ્યાન આત્માથી અભિન્નભાવે થાય છે ત્યારે આત્મા પરમાત્માસ્વરૂપ થાય છે. માટે આત્મા વડે આત્માનો જ વિચાર કરવો. આ જગતમાં ઉપાસવા જેવું તત્ત્વ આત્મા જ છે, સર્વ પૌદ્ગલિક પદાર્થોથી અત્યંત ભિન્ન, ત્રણે કાલ ધ્રુવ અને શુદ્ધ, પોતાની સ્વસત્તામાં અખંડપણે રહેનારો પ્રગટ લક્ષણવાળો છે. તે ભેદજ્ઞાન દ્વારા પ્રગટે છે, માટે આત્માને આત્મામાં જ આત્મા વડે જાણવો, શોધવો. આવા જ્ઞાનયોગીનું સામર્થ્ય એવું છે કે તેમને મૃત્યુલોકનો કોઈ સ્પર્શ થતો નથી. કારણ કે તેમનું મરણ પણ મૃત્યુ પામ્યું છે, ભલે હજી તે માનવદેહમાં છે પરંતુ દેહભાવથી ભિન્ન છે. કારણ કે તેમણે સમાધિશતક ૨૫૧ Page #263 -------------------------------------------------------------------------- ________________ વિષયકષાયોને જીત્યા છે. સતત ભાવમરણ કરવાવાળા અને અંતે કાળને વશ થનારા નિમિત્તોને યોગીએ વશ કર્યા છે. આવા જ્ઞાનયોગીને જે ચિદાનંદની પ્રાપ્તિ થાય છે તે દેવોને પણ દુર્લભ છે. આત્મજ્ઞાન-આત્મદર્શન એ કંઈ દૂરનું તત્ત્વ નથી; પરંતુ સ્વથી પ્રાપ્ત થતું સમીપવર્તી તત્ત્વ છે. ફક્ત તેમાં અંતરદૃષ્ટિ વડે લીનતા કરવાની છે, મનને વિકલ્પરહિત અમન કરવાથી તે બહાર જતું નથી. પરંતુ સન્મુખ થઈને વર્તે છે, ત્યારે યોગી સ્થિરતા વડે આત્મભાવમાં લીન થઈ પરમાત્મસ્વરૂપને પામે છે. इतीदं भावयेनित्यमवाचांगोचरं पदम् । स्वतएव तदाप्नोति, यतो नावर्त्तते पुनः ॥९९॥ એમ નિરંતર ભાવવું પદ આ વચનાતીત; પમાય જે નિજથી જ ને પુનરાગમન રહિત. ૯૯ અર્થ : આ પ્રકારે ભેદ કે અભેદરૂપે આત્મસ્વરૂપની નિરંતર ભાવના ભાવવી. એમ કરવાથી તે અનિર્વચનીય પરમાત્મપદ સ્વતઃ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ત્યાંથી પાછા સંસારમાં આગમન થતું નથી. સાધકદશાની સાધના ભેદભેદ કે ભિન્નભિન્ન હોય છે, જેમ કે સાધકનું ધ્યેય મુક્તિ છે. જે પોતાનું જ અભેદ સ્વરૂપ છે. પરંતુ સાધક અવસ્થા જ્ઞાનદર્શનાદિ કારણોવાળી હોવાથી ભેદસ્વરૂપ છે. આત્મા પોતાના સ્વરૂપથી તો અભેદ જ છે પરંતુ સાધનામાં જે વિકલ્પાત્મક દશા છે તે ભેદવાળી છે, ત્યાં સુધી સાધક, સાધન અને સાધ્ય ભિન્ન છે, પરંતુ જ્યારે આત્મા અભેદ દશા પામે છે ત્યારે ત્રણેની સમાપ્તિ હોય છે. ભક્તિયોગવાળો ભક્તિના ભાવમાં જે કંઈ કરે છે તે ભગવાનથી તેની ભેદરૂપ સાધના છે. ભક્ત અને ભગવાન જુદા છે. પરંતુ ભક્તિના ભાવથી જ્યારે નિર્મળ બને છે, અને તે નિર્મળ પરિણતિ આત્મભાવ તરફ વળે છે, ત્યારે ભક્ત સ્વયં ભગવાન સ્વરૂપે બને છે. આથી ભક્ત સાધના સમયે ભગવાનથી ભેટવાળો છે પરંતુ ર૫૨ આતમ ઝંખે છુટકારો Page #264 -------------------------------------------------------------------------- ________________ જ્યારે સ્વયં ભગવાનસ્વરૂપે થાય છે ત્યારે અભેદ બને છે. વળી સાધક નિર્વિકારદશામાં પોતાના આત્માને આશ્રયી સાધના કરે છે ત્યારે પોતાના સ્વરૂપથી તે અભેદ હોય છે. પરંતુ જ્યારે અવલંબનયુક્ત સાધના હોય છે ત્યારે તે સવિકલ્પ દશામાં ભેદસ્વરૂપે હોય છે, વળી ક્રમે કરીને નિરાલંબન દશામાં આગળ વધતા પોતાના જ આત્મા વડે આત્માની ઉપાસના કરી અભેદ સ્વરૂપને પામે છે, માટે ભૂમિકા પ્રમાણે સાધના ભિન્ન અભિન્ન કહી છે. અરિહંત સિદ્ધ આદિના સ્વરૂપને યથાર્થપણે જાણી પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવાથી અનિર્વચનીય પરમાત્મપદ પ્રાપ્ત થાય છે. આત્મા સંસારથી સર્વથા મુક્ત થાય છે. એહિ . પરમ પદ ભાવિયે વચન અગોચર સાર, સહજ જ્યોતિ તો પાઈ મેં, ફિરિ નહિ ભવ અવતાર. છંદ-૮૩ જે પદ કેવળી ભગવંતોના જ્ઞાનમાં પ્રગટ થવા છતાં તેનું કથન તો વચનાતીત છે, પરંતુ તે અનુભવાત્મક છે. એથી ઉપાદેય પણ છે. માટે નિરંતર આત્મસ્વરૂપની ભાવના દૃઢ કરવી. જેના કારણે પરમ પદની પ્રાપ્તિ થાય છે. તેનો સંસાર સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. પુનઃ ત્યાંથી પાછું સંસારમાં આગમન થતું નથી. આવું પૂર્ણ પદ જે પામે છે તેનું નામ યમદેવની યાદીમાંથી પણ નીકળી જાય છે. તેથી જન્મ-મરણના આંટા પણ ટળી જાય છે. અહો ! જીવ કેવી અદ્વિતીય નિરાંત અનુભવે છે ? ચૌદરાજની ચાર ગતિના ચોરાશી લાખ યોનિના ચક્કરમાંથી છુટકારો મળ્યો. અનંત પ્રકારનાં દુઃખો, તાપ, ઉત્તાપ, સંતાપથી મુક્તિ મળી, અને અનંત અવ્યાબાધ શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ. શુદ્ધ આલંબન દ્વારા ભિન્ન ઉપાસના કે આત્મરમણતારૂપ અભિન્ન ઉપાસના એ મોક્ષમાર્ગની ઉત્કૃષ્ટ સાધના છે, ઇન્દ્રિયાદિ વિષયોનું શાંત થઈ જવું અને સ્વરૂપમાં સમાઈ જવું તે મહાન તપ છે. તે વડે નિર્જરા થઈ અંતે સંપૂર્ણ કર્મનો ક્ષય થાય છે. પરમાત્મસ્વરૂપને જે પામ્યા છે, પરદૃષ્ટિથી સંપૂર્ણપણે અસંગતાને સમાધિશતક ૨૫૩ Page #265 -------------------------------------------------------------------------- ________________ જે પામ્યા છે તેમના શુદ્ધ સ્વરૂપમાં પોતાની પરિણતિને જોડવી, જેથી પોતાની આત્મશુદ્ધિ પ્રગટ થાય છે. અને ભાવના કરવી કે મારું સ્વરૂપ પણ સત્તાપણે પરમાત્મસ્વરૂપ જેવું અભેદ છે. વર્તમાનમાં આવરણયુક્ત હોવાથી ભેદ જણાય છે. આમ ભેદભેદ સ્વરૂપને વિચારીને અભેદપણાની સાધના કરવાથી જીવ શિવરૂપે પ્રગટ થાય છે. ભેદ સાધના-પરાશ્રયી, આલંબન, ક્રિયાયોગવાળી, ધ્યેય સાથે સભાવવાળી, ભક્તિ જેવા યોગવાળી, અપેક્ષાએ કહી શકાય. અભેદ્ય સાધના-સ્વાશ્રયી નિરાલંબન, અંતર્મુખતા ધ્યેય સાથે એકરૂપ જ્ઞાનયોગની પ્રધાનતાવાળી અપેક્ષાએ કહી શકાય. અનાદિકાળથી પોતાનું સ્વરૂપ અપ્રગટ રહ્યું છે, તે આત્મસ્વરૂપ પરથી ભિન્ન અને સ્વથી અભિન્નપણે પ્રગટ થયું તે જ તેનું મૂળ સ્વરૂપ છે. માટે મનુષ્યજન્મમાં અન્યત્ર દાસત્વ કરવાને બદલે આ પરમપદનું દાસત્વ કરી તેને પામવું તે માનવનું કર્તવ્ય છે. કાખમાં છુપાયેલા અગ્નિને અગ્નિની આંચ મળતાં અગ્નિરૂપે પ્રગટ થાય છે. તેમ પોતામાં રહેલા જ્ઞાનાદિ ગુણોને જો આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર કરે તો, અર્થાત્ પ્રગટ પરમાત્મસ્વરૂપનું ધ્યાવન કરી સ્થિર કરે તો અનાદિકાળથી અપ્રગટ રહેલું સ્વરૂપ સહેજમાં પ્રગટે. માટે જીવે પુનઃ પુનઃ આ શુદ્ધ સ્વરૂપની ભાવના કરવી. अयत्नसाध्यं निर्वाणं, चित्तत्त्वं भूतजं यदि । अन्यथा योगतस्तस्मान, दुःखं योगिनां क्वचित् ॥१०॥ ચેતન ભૂતજ હોય તો મુક્ત અયત્ન જ હોય, નહિ તો મુક્તિ યોગથી, યોગીને દુઃખ નો'ય૧૦૦ અર્થ : ચેતના લક્ષણવાળો જીવ એ જો ચાર ભૂતથી ઉત્પન્ન થયો હોય તો મોક્ષ યત્નથી સાધવાનું પ્રયોજન ન રહે, અથવા શારીરિક યોગક્રિયાથી નિર્વાણની પ્રાપ્તિ થતી હોય તો તેનાથી સ્વરૂપમાં રમતા યોગીને દુઃખ ન હોય. કોઈ એક દર્શનના મતવાદી એવું માને છે કે પૃથ્વી, પાણી, ૨૫૪ આતમ ઝંખે છુટકારો Page #266 -------------------------------------------------------------------------- ________________ વાયુ અને અગ્નિ આ ચાર તત્ત્વના સમૂહથી ચેતના ઉત્પન્ન થાય છે, આવી માન્યતા એ વસ્તુના સ્વરૂપનું અપૂર્ણ દર્શન છે. પ્રાણી માત્રનું શરીર ચાર તત્ત્વ કે સપ્ત ધાતુનું બનેલું છે, તેમાં સ્વકર્મ પ્રમાણે આત્મા અપેક્ષાએ જન્મ ધારણ કરે છે. અને આયુષ્યકર્મ પૂરું થતાં દેહને ત્યજી દે છે, જો આ ચાર ભૂતથી ચેતન ઉત્પન્ન થાય તો ચાર ભૂત યુક્ત શરીર પડ્યું રહે અને તેમાંથી ચેતના નીકળી જાય તેવું બને નહિ. આ ચાર તત્ત્વરૂપ ચેતના હોય તો શરીરને અગ્નિસંસ્કાર આપીને નષ્ટ કરી શકાય નહિ. શરીર પડ્યું રહે છે અને તેમાંથી જે તત્ત્વ ચાલ્યું જાય છે તે તેનાથી ભિન્ન છે, તેનાં લક્ષણ ભિન્ન છે. જો ચેતના ચાર તત્ત્વથી ભિન્ન ન હોય તો તેના લાગેલા કર્મોને નાશ કરીને મોક્ષપ્રાપ્તિનું પ્રયોજન પણ રહેતું નથી. પૃથ્વી આદિ ચાર તત્ત્વો પણ સૂક્ષ્મ જીવોનાં શરીર છે, તે દરેકમાં ઉત્પન્ન થતા જીવોનું એ સ્વતંત્ર શરીર છે, પૃથ્વીકાય એ પૃથ્વીમાં ઉત્પન્ન થતા જીવોનું શરીર છે. દરેક જીવનાં શરીર સ્વતંત્ર છે, તે સૌને ભેગાં કરવાથી કોઈ શરીર કે આત્મા ઉત્પન્ન થાય નહિ. તે તે શરીરનાં લક્ષણો જડ છે, અને આત્મા જ્ઞાનદર્શનાદિ ગુણવાળો છે. વળી કોઈ એક મત પ્રમાણે જો આત્મા સહજ સિદ્ધ છે, તો પછી તેની મુક્તિ કે મુક્તિના ઉપાયની પણ આવશ્યકતા નહિ રહે, વળી જો આત્મા માત્ર સર્વ અવસ્થામાં સહજ શુદ્ધ હોય તો વિશ્વમાં જીવ માત્રની રાગાદિ વિભાવોની વિચિત્રતા પણ ન હોય. આત્મા સ્વભાવે શુદ્ધ હોવા છતાં વર્તમાનમાં રાગાદિ અવસ્થા સૌને અનુભવમાં આવે છે તે તેની વર્તમાનની અશુદ્ધ અવસ્થા છે, તેથી શુદ્ધિ અર્થે સત્પુરુષાર્થનો બોધ કહ્યો છે. વળી ચિત્તવૃત્તિના નિરોધ માટે યોગ કહ્યો છે તે અભ્યાસ કર્તવ્ય છે. કોઈ કહે છે કે ચિત્તનિરોધનો માર્ગ કષ્ટજન્ય છે. જે જીવોને સંસારનાં દુઃખજનિત સુખોમાં સુખબુદ્ધિ છે તેને મનની વૃત્તિઓને શાંત કરવી. ઇન્દ્રિયોના વિષય-ભોગોનો ત્યાગ કરવો. રાગાદિ ભાવ પર સંયમ રાખવો કઠણ લાગે છે. વળી દીર્ઘ કાળથી ચિત્તવૃત્તિઓ સ્વચ્છંદવિહારી છે, તેને સંયમમાં રાખવી દુર્લભ લાગે તેથી તેઓ સમાધિશતક ૨૫૫ Page #267 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગના ઉપાયોમાં કષ્ટ માને છે. પરંતુ જગતનાં ભૌતિક સુખો મેળવવા માટે ભોગી મનુષ્ય કષ્ટ જ વેઠે છે. તેનો તેને ખ્યાલ નથી. ધન પુણ્યથી પ્રાપ્ત થાય તો પણ તે મેળવવા અને રક્ષણ કરવા પરિશ્રમ ઉઠાવવો પડે છે. કેવી મજૂરી કરવી પડે છે ? કેટલાય સાહેબોની ખુશામત અને ગુલામી કરવી પડે છે. પતિ-પત્ની અન્યોન્ય સુખ આપવા કષ્ટો વેઠે છે. અરસપરસ ખુશ રાખવા માનસિક અને શારીરિક કષ્ટ વેઠે છે, ઘરમાં સુખ માને છે તો તેને માટે પરિશ્રમ ઉઠાવવો પડે છે, કારણ કે તેમાં સુખની આશા, તૃષ્ણા અને અપેક્ષા છે. હવે જેને સંસારને પૂર્ણપણે દુ:ખરૂપ જોયો છે તેવા યોગીઓને સન્માર્ગની સાધનામાં ક્યાંયે દુઃખ હોતું નથી. મોક્ષમાર્ગમાં તેમનું જોડાવું-(યોગ) તે તેમના માટે સુખરૂપ છે. કથંચિત તે માર્ગે જતાં પ્રારંભમાં અંતરમાં સંસ્કારો જાગે ત્યારે યોગી જાગ્રતપણે તે સંસ્કારોને સુભટ થઈને ભગાડે છે, બહારમાં કોઈ ઉપસર્ગ જેવાં કષ્ટ પડે તો તેમાં કર્મનાશનો ઉપાય જાણી શૂરવીર થઈને તેને સમતાથી સહન કરે છે. ભાઈ ! તું ભોગી કે રોગી આ યોગીના સ્વરૂપને શું જાણે ? યોગી ચિત્તવૃત્તિઓનો નિગ્રહ કરી પોતાના પરમાત્મસ્વરૂપમાં એવા લીન હોય છે, કે તે સમયે તેઓ દેહભાવથી મુક્ત એવા નિજસ્વરૂપના સુખમાં વર્તે છે. તે સમયે કથંચિત દેહને કંઈ પ્રતિકૂળતા થાય, ઉપસર્ગ થાય ત્યારે તેના વડે તેઓ દુ:ખ પામતા નથી. અર્થાત્ યોગસ્વરૂપ યોગીને કંઈ દુઃખ હોતું નથી. મોક્ષસ્વરૂપ સ્વાત્મામાં જેના પરિણામ-યોગ જોડાયા છે. તેવા યોગીને અનંતગુણસ્વરૂપ સુખમાં રમણતા છે ત્યાં આત્માથી ભિન્ન એવા દેહનું કલ્પેલું દુ:ખ કેવી રીતે કષ્ટ આપે ? યોગના નિરોધથી યોગીને કોઈ પણ અવસ્થામાં દુઃખ ન હોય. જ્ઞાનીકું દુઃખ કુછ નહીં, સહજ સિદ્ધ નિર્વાણ, સુખ પ્રકાશ અનુભવ ભયે, સબહી ઠૌર કલ્યાણ. છંદ-૮૪ આતમ ઝંખે છુટકારો ૨૫૬ Page #268 -------------------------------------------------------------------------- ________________ યોગી અને ભોગીનું સૂરત-લક્ષણ જ ભિન્ન છે. સાધુ સાધક અવસ્થામાં કર્મના સંસ્કારોને નાશ કરવામાં પ્રવૃત્ત છે. અંતરંગ નિરંતર સોહં'ના જાપમાં લીન રહે છે. જ્ઞાનધારાયુક્ત અભ્યતર ભાવમાં રહે છે, તેથી આ પંચભૂતનો જે ભ્રમ છે તે તો સર્વથા નષ્ટ થયો છે. અને પંચભૂતની ઉપર છઠ્ઠ જે શાશ્વત ચૈતન્ય છે તેના જ્ઞાનસ્વરૂપમાં સમાઈને મુક્ત થઈ જાય છે. પછી પુનઃ સંસારનું આવાગમન તેમને નથી. જ્ઞાનીનું ચિત્ત વિકારવિહીન હોવાથી તેમને દુઃખનું કંઈ જ કારણ નથી. કારણ કે ચિત્તની નિર્દોષ અવસ્થા જ સુખનું કારણ છે. કર્મ સહિત અને ક્લેશરહિત જીવ હોવાથી સંસારની ચારે ગતિમાં ભમે છે. કર્મરહિત નિષ્કષાયી હોવાથી પંચમ ગતિમાં વાસ કરે છે. જ્યાંથી પાછા ફરવાનું નથી. યોગીને આ સંસારના કોઈ સુખની સ્પૃહા નથી. જ્ઞાનીને જ્ઞાનસ્વરૂપમાં કોઈ ઉપાધિ વળગતી નથી. યોગી સર્વ અવસ્થામાં, સંયોગોમાં, ન્યારો રહે છે. યોગીને આશ્રવનાં નિમિત્તો પણ સંવરરૂપે પરિણમે છે, કારણ કે તેમણે યોગ દ્વારા ઇન્દ્રિયોના વિષયો અને કષાયોનો પરાજય કરેલો છે. તેથી તેના દ્વારા થતા આશ્રવો તેમને સંવરરૂપે પરિણમે છે. યોગીને જ્ઞાનયોગથી નિજસ્વરૂપનું સુખ વર્તે છે તેનું કથન વચનાતીત છે. જાણે છે તે જ માણે છે. યોગમાર્ગ સંપૂર્ણ વૈરાગ્યનો છે. ત્યાં કોઈ આશાતૃષ્ણા ફરકતી નથી. પરાધીન દશામાંથી જેને સ્વાધીન થવું છે, જેને પોતાના સહજ સ્વરૂપને પામવું છે. તેને માટે આ યોગમાર્ગ છે. આ માર્ગમાં કોઈ સંશય કે અનઅધ્યવસાય નથી, તદ્દન નિશ્ચિત અને પ્રત્યક્ષ માર્ગ છે. યોગમાર્ગમાં જ્ઞાન સાથે અંતરંગ સક્રિયાનું અનુસંધાન છે તેથી તે સ્વાનુભૂતિ સુધી લઈ જઈ મુક્તદશાને પ્રગટ કરે છે. स्वप्ने दृष्टे विनष्टेऽपि, न नाशोऽस्ति यथात्मनः । तथा जागरदृष्टेऽपि, विपर्यासाविशेषतः ॥११॥ સમાધિશતક ૨૫o Page #269 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન દષ્ટ વિનષ્ટ હો પણ જીવનો નહિ નાશ; જાગૃતિમાં પણ તેમ છે, ભ્રમ ઉભયત્ર સમાન. ૧૦૧ અર્થ : સ્વપ્નદશામાં પ્રત્યક્ષ જોવામાં આવેલા દેહાદિકનો નાશ જોયો હોય છતાં આત્માનો નાશ થતો નથી, તેમ જાગ્રતાવસ્થામાં દેખાતા દેહાદિકનો નાશ થતા આત્માનો નાશ થતો નથી. બંને અવસ્થામાં જે જે વિપર્યાસ જણાય છે તે ભ્રમ છે. વિચારવાન જ્યારે વાસ્તવિકપણે વિચારે છે ત્યારે તેને સમજાય છે કે મનુષ્યનું બંધ આંખે જોયેલું સ્વપ્ન ગમે તેવું સુખદ હોય કે દુઃખદ હોય પણ તે આંખ ખૂલતાં સમાપ્ત થાય છે. સ્વપ્નમાં આરોગેલો ભોજનનો થાળ આંખ ખૂલતાં સમાપ્ત થાય છે અને ઉદરની સુધા તો જેવી હતી તેવી રહે છે, અથવા સ્વપ્નમાં કોઈ સ્વજનનું અવસાન જોઈ રડી ઊઠ્યો હતો, પણ આંખ ખૂલતાં મજાનો હસતો ઊઠે છે. આમ સ્વપ્નની દુનિયા આંખ ખૂલતાં સમાપ્ત થાય છે. એ પ્રમાણે આ જન્મથી આયુષ્ય સુધીની જિંદગી આંખ બંધ થતાં સમાપ્ત થાય છે. આ જન્મમાં ઘણા પરિશ્રમથી મેળવેલા સુખનાં સાધનો આંખ બંધ થતાં આ દુનિયા સમાપ્ત થાય છે. અને એ સુખનાં સાધનો અહીં જ પડી રહે છે. અથવા આ જન્મના વિયોગના શોક વડે ભોગવેલાં દુઃખો આ જન્મ સમાપ્ત થતાં એ હર્ષ-શોક વગેરે અહીં છૂટી જાય છે. આમ પ્રાણીમાત્રની જિંદગી સ્વપ્નવત્ મનાઈ છે. બંધ આંખે જોયેલું સ્વપ્ન આંખ ખૂલતાં સમાપ્ત અને ખુલ્લી આંખે જોયેલું જીવંત સ્વપ્ન આંખ બંધ થતાં સમાપ્ત થાય છે. સ્વપ્નમાં કે જાગતાં જે કંઈ સુખદુઃખ અનુભવાય છે તે ભ્રમ છે. સ્વપ્નમાં માનવને જોવામાં આવે કે અહો, પોતે મરણ પામ્યો છે, તેની નનામી નીકળી છે. પત્ની કલ્પાંત કરે છે. બાળકો ધ્રુસકાં લે છે. મોટો માણસ છે માટે મોટી સ્મશાનયાત્રા નીકળી છે. પ્રિય એવી કાયા કાષ્ટમાં જલી રહી છે, આ સર્વ જોઈ એવો ભય વ્યાપી જાય છે કે જાણે પોતે મૃત્યુ પામ્યો. પરંતુ જ્યાં આંખ ખૂલે ત્યાં તે અનુભવે છે કે તે પોતે જીવતો છે. અર્થાત્ સ્વપ્નમાં જોયેલું મૃત્યુ એ નર્યો ભ્રમ જ હતો. ૨૫૮ આતમ ઝંખે છુટકારો Page #270 -------------------------------------------------------------------------- ________________ આત્માનો નાશ થયો નથી અને નિરાંતે પાછો કાર્યરત થઈ જાય છે. આ પ્રમાણે માનવને જાગ્રત અવસ્થામાં અન્યના મરણનો પ્રસંગ જોતાં તેને ભ્રમ થાય છે કે જાણે તે મિત્રાદિ મરણ પામ્યા, પરંતુ તેમાં આત્માનો નાશ થતો નથી. બંને અવસ્થામાં દેખાતું મૃત્યુ તે દેહનું લક્ષણ છે, પણ આત્મા તો ત્યારે પણ તે સ્વસ્વરૂપે પોતાનું અસ્તિત્વ ધરાવે છે. પરંતુ મૃત્યુનો ભ્રમ સેવી માનવ દુઃખ અનુભવે છે. આત્મા એ સ્વયંભૂ અવિનાશી અને શાશ્વત પદાર્થ છે. તેની કોઈ સંયોગથી ઉત્પત્તિ નથી માટે તેનો નાશ સંભવ નથી. કેવળ જ્યાં સુધી જીવ આયુષ્યકર્મને આધીન દેહ ધારણ કરે છે ત્યાં સુધી દેહનો વિયોગ થાય છે. જીવ ભ્રમથી આત્માનો નાશ માને છે. દેહના બદલવાથી કે નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. જાગ્રત અવસ્થામાં હો કે નિદ્રા અવસ્થામાં હો આત્મા ઉભય અવસ્થામાં નિત્ય ટકવાવાળો છે. જ્ઞાની આ વાસ્તવિકતા જાણે છે તેથી તેઓ દેહાદિ પદાર્થના નાશથી કે છૂટી જવાથી દુઃખ માનતા નથી. કારણ કે દેહાદિ પદાર્થો પ્રત્યે જ્ઞાનીને સ્વપ્નમાં કે જાગૃતિમાં મોહ કે કંઈ સ્પૃહા નથી. ગ્રંથકાર અત્રે બોધ આપે છે કે હે ભવ્ય ! તું સ્વપ્નમાં ઘરનો નાશ થતો જોઈને ગભરાઈને રડે છે. અને આંખ ખૂલતાં ઘરને જેમ છે તેમ જોઈને નિરાંત અનુભવે છે, અને કહે છે કે આ તો સ્વપ્નમાં મને ઘર-નાશ થયાનો ભ્રમ થયો હતો તે પ્રમાણે વિચાર કરવો કે દેહનો નાશ થવાથી આત્માનો નાશ થવાનો નથી, સંસારી જીવોને તેવો ભ્રમ થાય છે તેથી દુઃખી થાય છે. પરંતુ બંને અવસ્થામાં આત્મા અવિનાશીપણે જ રહે છે. સુપન દૃષ્ટિ સુખ નાશ, મ્યું દુઃખ લહે ન લોક, વાગર દૃષ્ટિ વિનષ્ટમેં, હું બુધÉ નહિ શોક. છંદ-૮૫ અર્થ : સ્વપ્નમાં જાણેલા સુખનો આંખ ખૂલતાં નાશ થયેલો જોઈ કોઈને દુઃખ થતું નથી, તેમ પૌગલિક પદાર્થના ક્ષણિક સુખનો નાશ થતાં જ્ઞાનીને કંઈ દુઃખ કે શોક થતાં નથી. સમાધિશતક ૨૫૯ Page #271 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીને માટે આ વિશ્વની સર્વ રચના નિયમને આધીન સત્વરૂપે પરિણમે છે, અર્થાત્ પોતાના સ્વરૂપમાં ટકીને પરિવર્તન પામે છે. કોઈ પદાર્થ મૂળમાંથી નાશ પામતો નથી. પદાર્થની પરિવર્તનશીલતાની ક્ષણિકતા જોઈ જ્ઞાનીને કોઈ પદાર્થના નષ્ટ થવાથી શોક થતો નથી. પરંતુ જે સંસારી જીવ છે તે તો અજ્ઞાનવશ પદાર્થને નષ્ટ થતાં જોઈ દુઃખ પામે છે. આત્મસ્વરૂપના જ્ઞાનનો બોધ જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ જ્ઞાની જગતના રૂપાત્મક પદાર્થોની વિનષ્ટતાનો બોધ પામે છે, તેથી તેમને તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં રતિ-અરતિ ઊપજતી નથી. તેઓ જગતના બદલાતા નામ રૂપાત્મક અવસ્થાને સ્વપ્ન સમાન માને છે. સ્વપ્નમાં જોયેલા પેંડાથી ઉદર ભરાતું નથી. તેમ માનવ સ્વપ્નદશાનો નશો પૂરો થતાં પેંડાનું સુખ ગયાનો અફસોસ કરતો નથી. જ્ઞાની જાગ્રત દશામાં સર્વ પદાર્થોથી ન્યારા રહે છે. સ્વપ્નમાં જોયેલા સુખને જાગ્રત થતાં નષ્ટ થયેલું જોઈને લોકો કંઈ દુઃખ પામતા નથી, કે હાય ! સ્વપ્નમાં મેં જોયેલું કે મારે માથે હીરાનો મુગટ હતો તે જાગ્રત થતાં ગુમ થઈ ગયો, મારું સુખ જતું રહ્યું. તેમ જેણે પૂરી સૃષ્ટિના પુદ્ગલોમાં જ ક્ષણિકતા જાણી છે તેવા જ્ઞાનીને જગતનાં કોઈ પરિવર્તનો ક્ષોભ પમાડતા નથી. કાયા પ્રત્યે મોહિત થયેલો તે વિચાર કે તે પોતે જ રોગથી અને મરણથી શા માટે કરે છે ? કોના રોગ અને મરણ થવાનાં છે ! છતાં વૃદ્ધાવસ્થા આવતાં ખાનપાનની ઈચ્છાઓ વધે છે. ખાય છે તો પચતું નથી એટલે વળી બળાપો કરે છે. ભલભલા સમ્રાટો, સુભટો કે વનવાસીઓને પણ આ વૃદ્ધાવસ્થાએ ચિંતિત કર્યા છે. મરણની પહેલાં જ્યારે વૃદ્ધાવસ્થા રોગના સૈન્ય સાથે આવે છે ત્યારે જીવનો પેલી યુવાનીનો ઉન્માદ તો ક્યાંય અદૃશ્ય થઈ જાય છે. અને એ જ જીવ વૃદ્ધાવસ્થાથી કંપે છે. માટે જ્ઞાનીજનો કાયામાં કારાગૃહ જુએ છે અને દેહમાં આત્મબુદ્ધિનો સ્વપ્ન પણ ભ્રમ કરતા નથી તેથી તેમને કોઈ શોક સંતાપ થતા નથી. ૨૬૦ આતમ ઝંખે છુટકારો Page #272 -------------------------------------------------------------------------- ________________ ભય કે શરીર તો જડ છે. મને શું થવાનું अदुःखभावितं ज्ञानं, क्षीयते दुःखसन्निधौ । तस्माद्यथाबलं दुःखैरात्मानं भावयेन्मुनिः ॥१०२॥ અદુઃખભાવિત જ્ઞાન તો દુઃખ આવ્યું ક્ષય થાય; દુઃખ સહિત ભાવે સ્વને યથાશક્તિ મુનિરાય. ૧૦૨ અર્થ : જે જ્ઞાન દુઃખ વિના ભાવવામાં આવે છે તે જ્ઞાન આવતાં નષ્ટ થાય છે. માટે મુનિએ-યોગીએ પોતાની શક્તિ અનુસાર કાયાકલેશાદિ દુ:ખોથી આત્મ-ભિન્ન છે તેવી પ્રયોગાત્મક ભાવના ભાવવી. કથંચિત શરીરના શતાવેદનીય જેવા સુખના સમયમાં કે કોઈ શુભયોગના સંયોગમાં કેવળ ભાવના કરી રાખી હોય કે અશાતાના ઉદયમાં દેહ જ યાદ નહિ રાખું. મને શું થવાનું છે ? હું તો આત્મા છું. શરીર તો જડ છે. ધનાદિ ન હોય તો પણ મને કંઈ ભય કે દુઃખ નથી. પરંતુ અશુભયોગની પરિસ્થિતિ થતાં પેલું કેવળ કાલ્પનિક બળ ટકતું નથી. પરંતુ આત્મજ્ઞાન સહિત કરેલી ભાવનાનું બળ ગમે તેવી પરિસ્થિતિમાં પણ ટકે છે. કોઈ પ્રકારના તપ દ્વારા કાયાને કેળવવાનો પ્રયોગ કર્યા વગર જ જીવ કલ્પના કરે કે ગમે તેવી શારીરિક વેદના હશે તો પણ ટકી જવાશે, માટે હમણાં સુખશીલતામાં રહેવાથી કંઈ બાધ નથી, અને એકાંતમાં ભાવના પણ કરે કે હું આ શરીર નથી, આત્મા શરીરથી ભિન્ન છે, વેદના તો શરીરનો ધર્મ છે. આત્માને રોગ શોક નથી. પણ તપાદિના પ્રયોગ વગર આવું પોપટિયું જ્ઞાન ખરે સમયે છટકી જાય છે. સાધકે ઉપસર્નાદિ કે પ્રતિકૂળતામાં ટકી જવાય તે માટે યથાશક્તિ દેહને કેળવવો. સુધા, તૃષા, ગરમી ઠંડી જેવા પ્રકારોમાં સહન કરવાની ટેવ પાડવી તો પ્રસંગ આવે જીવની સમતા ટકે. કાળક્રમે સાધક-મુનિને સમાધિમરણની પ્રાપ્તિ સંભવે. જે સાધક પૌલિક સુખના સમયે તેમાં સુખબુદ્ધિ કે ભોગવૃત્તિ નથી કરતો, તેવા સંયોગોમાં પણ સુખશીલતાને પોષતો નથી. વળી સમાધિશતક ર૬૧ Page #273 -------------------------------------------------------------------------- ________________ રોગાદિના પ્રસંગે આકુળ ન થતાં દેહને જુદો જાણી સમભાવે રોગાદિને સહન કરે છે તે ક્રમે કરીને સમાધિ અવસ્થામાં આવે છે. પરંતુ જેણે કેવળ કલ્પના કરી છે કે દેહથી આત્મા જુદો છે તે દેહની વેદનાને જાણનારો છે, પણ તે તે વેદનામય થતો નથી એવું શ્રવણનું જ સુખ માન્યું છે. વળી તેણે વિચાર્યું છે કે દેહ તો કાચી માટીના કૂંડા જેવો છે. માટીમાં મળી જવાવાળો છે. અગ્નિસંસ્કારને પામવાવાળો છે, દેહ કંઈ આપણો સાચવ્યો સચવાતો નથી. માટે તેના પ્રત્યે અહં કે મમત્વ કરીને શું કરવું છે ? આવું ઘણું વિચારવા છતાં જીવનમાં એવો પ્રયોગ કર્યા વગર કંઈ ખરે સમયે જીવ ટકતો નથી. આત્માને અનેક પ્રકારનાં કર્મનો સંયોગ છે. તેમાં વેદનીય કર્મ જીવને અનુભવમાં આવે છે. ત્યારે ટકી શકતો નથી. બીજાં કર્મના ઉદયમાં જીવ ગમે તેમ નિભાવી લે છે. જેમ કે જ્ઞાનાવરણને કારણે સ્મૃતિ ન રહેતી હોય. મોહનીય કર્મના ઉદયે રાગાદિ ભાવ થતા હોય તો તેનું કંઈક સમાધાન શોધી લે છે પરંતુ શરીરમાં થતી પીડાને ભોગવતાં મૂંઝાઈ જાય છે, તે સમયે વાસ્તવિક ભેદજ્ઞાન થયું હોય તો દેહની વેદનાને શાંતિથી ભોગવી લે છે. તે સિવાય તો જીવ તેવા પ્રસંગે આત્મશાંતિ ટકાવી શકતો નથી. જ્ઞાની-યોગી પ્રથમથી જ મનને કેળવી લે છે, તેને બરાબર સમજાવી દે છે કે આ દેહ ને આત્મા એક નથી. પ્રથમ ઔદારિક શરીરના એકત્વને શમાવે છે, વળી તેજસ શરીર અને કર્મણ શરીરથી ભિન્નતાનો અભ્યાસ કરે છે. આમ ઉપયોગને શરીરથી પર એવા આત્મતત્ત્વના નિરીક્ષણ દ્વારા ચિંતન દ્વારા ભિન્નપણે અનુભવમાં લે છે તેથી જ્ઞાની ઉપસર્ગ જેવા સંયોગમાં ચલિત થતા નથી. સુખ ભાવિત દુઃખ પાયકે ક્ષય પાવે જગજ્ઞાન; ન રહે સો બહુ તાપસે, કોમલ ફૂલ સમાન. છંદ-૮૬ અર્થ : જે સુખની પાછળ દુઃખનો અનુભવ થાય છે, તેવા સુખોમાં જેણે સુખની જ કલ્પના કે ભાવના કરી છે તે જીવો જ્યારે ર૬૨ આતમ ઝંખે છુટકારો Page #274 -------------------------------------------------------------------------- ________________ કંઈ પ્રતિકૂળતા આવે ત્યારે તેમના સુખનાં સાધનો તેમને દુઃખરૂપ જણાય છે. જેમ કે કોઈ બીમાર માણસને હોસ્પિટલમાં રહેવું પડે ત્યારે તેની સામે પત્ની, પુત્રાદિ પરિવાર ઊભા હોય. રૂપાની થાળીમાં ભોજન જમવા આપે, ધંધાના વિકાસની કે ધનની વૃદ્ધિની વાત કરે તોપણ તે તેને દુ:ખરૂપ જણાય છે. જ્યારે તે તંદુરસ્ત હતો ત્યારે તે જ સંયોગો તેના જ્ઞાનમાં સુખરૂપ જણાતા હતા તે જ સંયોગો તેને હવે દુઃખરૂપે અનુભવમાં આવે છે. 0 માણસ તે જ છે. 0 બહારનાં સાધનો તેના તે જ છે. છે તેનું શરીર પણ તે જ છે. 0 મન પણ તે જ છે. O પુત્રાદિ પરિવાર પણ તે જ છે. તેનું જ્ઞાન પણ તે જ છે પરંતુ શારીરિક વેદના સમયે જે જે વસ્તુઓ તેના મનમાં સુખરૂપ જણાતી હતી તે હવે દુઃખરૂપ જણાય છે. અરે સમય દર્શાવતી ઘડિયાળ પણ સ્થગિત થઈ ગયેલી જણાય છે. જેમ કોમળ પુષ્પ ગમે તેવું સૌંદર્યવાળું હોય તો પણ તાપ પડવાથી કરમાઈ જાય છે, તેમ દુઃખ જ્યાં સુધી અનુભવમાં આવ્યું નથી ત્યાં સુધી કોઈએ કેવળ ચિંતન કર્યું હોય કે ગમે તેવા દુઃખમાં હું ટકી જઈશ. કારણ કે હું દેહથી ભિન્ન છું તે જાણું છું. મને જ્ઞાન છે કે મારા દેહમાં જે કંઈ થશે તે મારા આત્માને થવાનું નથી પરંતુ જ્ઞાની કહે છે ભાઈ, અનુભવાત્મક પ્રયોગ કર્યા વગર કેવળ કલ્પિત જ્ઞાન દુઃખ પડે ત્યારે ટકતું નથી. દુઃખ પરિતાપે નવિ ગલે, દુ:ખભાવિત મુનિ જ્ઞાન; વજ ગલે નવિ દહનમેં કંચનકે અનુમાન. છંદ-૮૭ જેમ લોઢું જલદ ભઠ્ઠીમાં બળવા છતાં ઓગળી જતું નથી પરંતુ શુદ્ધ બને છે. જેમ સુવર્ણ પણ અગ્નિમાં તપીને શુદ્ધ બને છે. તેમ મુનિ જેમને ઉપસર્ગો કે પરિષદો સહન કરવાની સમજ સહિત સંસારનાં સુખોનો ત્યાગ કર્યો છે તે મુનિઓ ઉપસર્ગો કે પરિષદ સમાધિશતક ૨૬૩ Page #275 -------------------------------------------------------------------------- ________________ સમયે દુઃખ પામતા નથી પરંતુ તેવા સંયોગોમાં ઉપસર્ગો કે પરિષહોને સમતાપૂર્વક સહીને પોતાના આત્માને શુદ્ધ કરે છે. જે મુનિઓએ આત્માને જુદો જામ્યો છે, તેઓ દેહની પીડાથી ચલિત થતા નથી. તેમને દુઃખ વિશેનું સાચું જ્ઞાન છે તેથી દુઃખના પરિતાપથી તેઓ પીડા પામતા નથી. તાતેં દુઃખસુ ભાવિયે, આપશક્તિ અનુસાર, તો દઢતર થઈ ઉલસે, જ્ઞાન ચરણ આચાર. છંદ-૮૮ કોઈએ ઘોડાને ખવરાવી પીવરાવી પુષ્ટ કર્યો પણ પલોટ્યો ન હોય તો રણમેદાને તે કામ ન આવે, પાછો પડે. તેમ મુનિઓ શાતાના ઉદયમાં પણ તપ, લોચ, ગરમી, ઠંડીને સહી લે છે. અશાતા ઉદયમાં આવ્યા પહેલાં આ પ્રયોગો દ્વારા કષ્ટને સામેથી આમંત્રણ આપે છે, કે જેથી દેહ ખરે સમયે સાધનામાં પાછો પાડી ન દે. તપ દ્વારા સુધાવેદનીયથી ભિન્નતાનો અનુભવ કરે છે. લોચ દ્વારા શારીરિક વેદનાથી પોતે ભિન્ન છે તેવું જ્ઞાનમાં અનુભવે છે ગરમી કે ઠંડીમાં રક્ષણ ન મેળવતા તેના વડે દેહનો અધ્યાસ છોડે છે. આમ અનેકવિધ પ્રયોગ કરી યથાશક્તિ મુનિ દેહને કેળવે છે, જેથી તે મૃત્યુ સમયે આત્મભાવનામાં ટકે છે અને સમાધિમરણ પામે છે. તપાદિ દરેક પ્રકારોમાં દઢ થઈ સઉલ્લાસ જ્ઞાન અને ચારિત્રનો આચાર શુદ્ધપણે પાલન કરે છે. તેવા મુનિઓનું જ્ઞાન અને ચારિત્રના આચાર એકપણે વર્તે છે. ભાઈ ! તું વિચાર કરજે આ નરભવ ભોગાથે મળ્યો નથી. ઘણી કિંમત ચૂકવીને મળેલા નરદેહને મોક્ષાર્થે યોજવાનો છે. જો તારો સંસાર જ વધતો રહેશે તો નરદેહ હારી જઈશ. આપત્તિ અને વિપત્તિરૂપ આ સંસારમાં તું સંપત્તિ મેળવવામાં રોકાઈ ગયો. અને સમય તો વહેતો જાય છે, એક પળ પણ પાછી મળવાની નથી. સંસારમાં સુખની આશા રાખવી વ્યર્થ છે. એવું વિરલા જીવને સમજાય છે. ભોગસુખની આસ્થા શમે ત્યારે ભોગાથે રુચતો નથી. પરંતુ આત્માર્થની રુચિ થાય છે. ર૬૪ આતમ ઝંખે છુટકારો. Page #276 -------------------------------------------------------------------------- ________________ प्रयत्नादात्मनो वायुरिच्छाद्वेषप्रवर्तितात् । वायोः शरीरयंत्राणि, वर्तन्ते स्वेषु कर्मसु ॥१०३॥ ઈચ્છાદિજ નિજ યત્નથી વાયુનો સંચાર; તેનાથી તનયંત્ર સૌ વર્તે નિજ વ્યાપાર. ૧૦૩ અર્થ : જીવવીર્યની ફુરણાથી જેમ રાગાદિ ભાવ ઉત્પન્ન થાય છે તેમ વાયુનો સંચાર થાય છે. અર્થાત્ જીવ સ્વયં પર્યાપ્તિ દ્વારા વાયુને પેદા કરે છે. તે પાંચ પ્રકારના વાયુ શરીરમાં રહે છે. જેમ રાગાદિભાવ આત્માના પ્રયત્નથી પ્રવર્તે છે, તેમ તે તે પ્રકારના વાયુથી શરીરનાં યંત્રો પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. જેમ માનવનું બનાવેલું કોઈ રમકડું અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે, તેમ વાયુના ધક્કાથી અને જીવની ફુરણાથી શરીરરૂપી રમકડું-યંત્ર અનેક ક્રિયા કરે છે. પરંતુ બહિરાત્મા શરીરની આ પ્રકારે થતી ક્રિયાનો પોતાને કર્તા માને છે. અને તે પ્રમાણે પ્રવર્તે છે. જ્યારે અંતરાત્મા શરીરાદિનો નિમિત્ત સંબંધ જાણે છે અને તેમાં આત્મબુદ્ધિ કરતા નથી. જીવ માત્રનું શરીર કાયાદિ યોગવાળું છે. તે કાયાદિની પ્રવૃત્તિમાં જીવની ફુરણા નિમિત્ત થાય છે ત્યારે તે કાયાદિની પ્રવૃત્તિ થાય તેને કાયયોગાદિ કહે છે. જેમ કે જીવની ફુરણા પામીને જ્યારે મન વિચાર કરે છે ત્યારે તે મન યોગરૂપે પરિણમે છે. તે પ્રમાણે વચન જ્યારે વ્યક્ત થાય છે. ત્યારે તે વચન યોગરૂપે પરિણમે છે અને શરીરની જે કંઈ પ્રવૃત્તિ થાય છે ત્યારે તે કાયયોગરૂપે પરિણમે છે. આમ મન, વચન અને કાયાના યોગો નિરંતર પ્રવૃત્ત રહે છે, તે પ્રવૃત્તિથી આત્મામાં વિભાવદશાને કારણે રાગદ્વેષના પરિણામ થાય છે, દેહમાં રહેલા વાયુના સંચારથી તે કાયાદિ યંત્રો કર્મ કરવા પ્રવર્તે છે. અને તે યંત્રોની પ્રવૃત્તિ આસવનું નિમિત્ત બને છે. આમ રાગાદિભાવ અને યોગનું નિમિત્ત પામી આસવ થાય છે. આ વિશ્વમાં જડ પણ સૂક્ષ્મ કાર્મણ વર્ગણા ઠાંસીને ભરી છે. એવનું નિમિત્ત , કર્મ કરવા થોનું નિમિત્ત સમાધિશતક ૨૬૫ ૧૮ Page #277 -------------------------------------------------------------------------- ________________ જીવના વિભાવ પરિણામનું નિમિત્ત પામીને તે વર્ગણા આત્મપ્રદેશો પ્રત્યે આકર્ષણ પામે છે. અને તે આત્મપ્રદેશોમાં ગ્રહણ થાય છે. તે જ કર્મબંધ છે. અનાદિ યોગની ક્રિયાઓનું મૂળ જીવની વૈભવિક રાગદ્વેષની પરિણતિ છે. તેને સહાય કરનાર દેહમાં રહેલા વાયુનો સંચાર છે. જ્યારે જીવમાં વિકલ્પ ઊઠે ત્યારે ચેતનાનું વીર્ય પ્રવૃત્ત થઈ જ્ઞાનતંતુઓને ફુરણા આપે છે તેથી મન મનોવર્ગણા ગ્રહણ કરી વિચારરૂપે પરિણાવે છે, તે વિચાર વ્યક્ત થાય છે. તેવી રીતે આત્માની જ્યારે ફુરણા દ્વારા વીર્ય પ્રગટ થાય ત્યારે બોલવાની ઈચ્છા થાય છે. ચેતનાની શક્તિ જ્યાં વચનયોગના સ્થળે સ્કુરાયમાન થાય છે, ત્યાં કંઠ, જીભ, નાભિ, ફેફસાં જેવાં સ્થળે વાયુનો વેગ મળે છે ત્યાં રહેલા પુદ્ગલો જે વચન વર્ગણાથી બનેલા છે. તે અવાજ ઉત્પન્ન કરે છે. તે પ્રમાણે શરીરની ચેષ્ટા કરવાના રાગાદિ ભાવ જ્યારે આત્માને થાય છે ત્યારે હાથ પગ આદિ સ્થાનોમાં વાયુનો વેગ ધક્કો આપે છે. તેથી શારીરિક ક્રિયાઓ થાય છે. આમ મનાદિ ત્રણે યોગ નિરંતર પ્રવૃત્ત રહે છે. યોગની પ્રવૃત્તિ વડે આત્મપ્રદેશોમાં કંપ થવાથી કર્મોને આકર્ષણ થાય છે, અને આત્મપ્રદેશો સાથે તે જોડાય છે. આ પ્રમાણે કર્મ ઉપાર્જન થાય છે. કર્મની પ્રકૃતિ આદિ પ્રમાણે શુભાશુભ કર્મો ઉદયમાં આવે છે. જીવને મળતાં સુખદુઃખ તે કર્મને આધીન હોય છે. પરંતુ જીવ પોતે અહંકારને કારણે એ કર્મના ઉદયને પોતે કરે છે, અને ભોગવે છે. તેવી કલ્પના કરે છે. આવી મિથ્યા ભાવનાથી વળી પુનઃ કર્મ બાંધે છે. અને અનાદિકાળથી સંસારમાં રખડે છે. માટે આખરે યોગનિરોધની ક્રિયા દ્વારા જીવ સર્વથા મુક્ત થાય છે. માટે વિચારવું કે રાગદ્વેષના પરિણામથી જીવને ભ્રમણ છે. તેનું જોર અજ્ઞાનવશ વર્તે છે. જેથી આઠ કર્મનું એ ચક્ર ચાલ્યા કરે છે. એ ચક્રને છેદી નાખવું. કર્મપ્રકૃતિને વશ ઉદયના પ્રવાહમાં તણાઈ જવાને બદલે તેને નાશ કરવા માટે સમર્થ થવું. યોગનિરોધ પહેલાનો અભ્યાસ ચિત્તનિરોધનો છે, જો ચિત્તના વિકલ્પો શમે છે, તો રાગાદિ ૨૬૬ આતમ ઝંખે છુટકારો Page #278 -------------------------------------------------------------------------- ________________ શકે છે. રાગાદિ શમી જતાં આત્માને પરભાવની ફુરણા થતી નથી. तान्यात्मनि समारोप्य, साक्षाण्यास्तेऽसुखं जडः । त्यक्त्वाऽरोपं पुनर्विद्वान्, प्राप्नोति परमं पदम् ॥१०४॥ જડ નિજમાં તનયંત્રને આરોપી દુખી થાય; સુજ્ઞ તજી આરોપને લહે પરમપદ-લાભ. ૧૦૪ અર્થ: બહિરાત્મા ઇન્દ્રિયો સહિત તે શરીરયંત્રને આત્મામાં આરોપી દુઃખી થાય છે. કિન્તુ જ્ઞાની અંતરાત્મા દેહાદિકમાં આત્માનો આરોપ છોડીને પરમપદ પામે છે. બહિરાત્મા જેનું મન ઇન્દ્રિય રાગી છે, નિરંતર બાહ્યપદાર્થોમાં સુખને મેળવવા પ્રયત્નશીલ છે, તે શરીરમાં રહેલી ઇન્દ્રિયો અને મન વચન કાયાના યંત્ર-યોગ એ જ આત્મા છે એમ માની કર્મભનિત દુ:ખો ઊભાં કરે છે. પરંતુ અંતરાત્મા જ્ઞાની છે, તે જાણે છે કે સુખ અંતરની સમતામાં રહેલું છે. બહાર તો કેવળ વ્યાકુળતા છે, તેથી દેહથી આત્મા ભિન્ન છે તેવો દઢ નિર્ણય ધરાવે છે. તે ઇન્દ્રિયોમાં કે અનાદિ યોગમાં સ્વાધીનપણે વર્તે છે. તેમાંથી આત્મબુદ્ધિનો ત્યાગ કરી આત્મામાં જ આત્મપણાનો નિર્ણય કરી પરસ્વભાવને પરહરી પરમપદને પામે છે. અર્થાત્ દેહાદિકમાં આત્મબ્રાંતિ કે વિપર્યાસપણું એ સંસારનું કારણ છે. છતાં અજ્ઞાનવશ સંસારી જીવો કેવા નિર્ભયપણે હરે-ફરે છે, ખાય છે, પીએ છે, અને ઊંઘે છે કે લહેર કરે છે. તે રકજીવો જાણતા નથી કે આમાં સર્વે શુભના યોગની બાદબાકી થઈ રહી છે. જ્યારે જ્ઞાની નિરંતર જાગતા રહે છે કે રખેને ઊંઘતા રહીએ અને આ ઈન્દ્રિયો આદિ દ્વારા લૂંટાઈ જઈએ ? એ તો કેવી મૂર્ખાઈ કે ઠંડીથી બચવા માટે માણસ ઝૂંપડી સળગાવી તાપણું કરે અને સુખ માને ? પૂરો આત્માને જ વિસ્મરણ કરી દેહાદિકથી સુખ માનવાની મૂર્ખાઈ કરવા જેવું આ સુખ છે. જ્ઞાની તો સર્વ દ્રવ્ય, ક્ષેત્રથી કાળથી અને ભાવથી અસંગ રહે છે. સ્વાત્માને સંગે તેઓ અન્યભાવથી સર્વથા મુક્ત છે. તે અંતરાત્મા સમાધિશતક ૨૬o Page #279 -------------------------------------------------------------------------- ________________ ત્રણે કાળને વિશે દેહાદિના સંબંધથી મુક્ત થઈ પરમપદને પામે છે. કષાય અને વિષયોરૂપી તસ્કરો જીવનના વિવેકરૂપી રત્નને લૂંટી લે છે. મૂર્ખ જીવ ખુલ્લી આંખે તે જુએ છે. પણ મોહમદિરાથી અભાન તે કંઈ ઉપાય યોજતો નથી. જ્ઞાનીજનો આવા સંસારણમાં શૂરવીર થઈને તાપને વેદતા નથી. વળી એક મુઠ્ઠી રાખ બનવા સર્જાયેલી આ કાયા આત્માના રત્નત્રયને મલિન કરે છે. સમર્થ એવો સમ્યગ્દષ્ટિ જ્ઞાની એ કાયાની માયાને વિસારીને અને સ્વસ્વરૂપમાં સમાય છે. બહિરાત્મા ઇન્દ્રિયોની લોભામણી નગરીમાં ભૂલો પડી જાય છે. અને તે વિષયોમાં સુખ માને છે. વળી મન વચન કાયાના યોગોની પ્રવૃત્તિને આત્મારૂપ માને છે, ત્યાં જ તે ભ્રમ સેવીને દુ:ખી થાય છે. જેમ કોઈ બાઈ અજ્ઞાન વડે ચંદનનાં લાકડાં બાળીને રસોઈ બનાવીને સુખ માને છે, પણ કીમતી લાકડાંનો વ્યય થયો તેનું તેને ભાન નથી. તેમ બહિરાત્માને આત્મા વડે સુખ પ્રાપ્ત થાય છે, તે છોડીને ઇન્દ્રિયોમાં સુખ મેળવવા આત્મશક્તિનો વ્યય કરે છે. ઇન્દ્રિય વિષયથી થતું સુખ નિર્દોષ નથી. તે બંધના હેતુરૂપ છે, વિષયસુખની શ્રદ્ધા નષ્ટ થયે સંસારનું બંધન છૂટે છે. અંતરાત્મા ઇન્દ્રિયોમાં જતી વૃત્તિઓને રોકીને શુદ્ધિ કરતાં જાય છે. એટલે મનાદિ યંત્રની ચંચળતા શમતી જાય છે, ઇન્દ્રિયોની મનાદિયોગની પ્રવૃત્તિ છતાં સાક્ષીભાવે વ્યવહાર કરે છે. વળી કષાયાદિના સંઘર્ષનો અભાવ થવાથી મન પણ ઉપશાંત થાય છે, તે બાહ્ય અને અંતર બંને પ્રકારોમાં જાગ્રત રહે છે. દોર ઉપર નાચતો નટ જેમ જાગૃત રહે છે તેમ અંતરાત્મા સાધક અવસ્થામાં સદાયે જાગૃત રહે છે, અને તે પરમપદની પ્રાપ્તિનાં સોપાન ચઢતો જાય છે. પોતાના મનની શુદ્ધિ દ્વારા અંતરાત્મા દેહાદિકના પ્રપંચથી મુક્ત થઈ પોતાની ઊંડી ગુફામાં ડૂબકી મારે છે. ત્યારે તેને પોતાની શુદ્ધચેતનાના મહાસાગરનું ભાન થાય છે, તેથી તેઓ વધુ અંતર્મુખ ૨૬૮ આતમ ઝંખે છુટકારો Page #280 -------------------------------------------------------------------------- ________________ થઈ અંત:કરણને વધુ નિર્મળ કરતા જાય છે, અને અંતે પરમશુદ્ધ દશાને પામે છે. અત્યાર સુધી જે શુદ્ધ ચેતનાનો પ્રવાહ આવરાઈને રહ્યો હતો તે આવરણો હવે ભૂદાઈ જાય છે અને શુદ્ધ સ્ફટિક જેવું ચૈતન્ય સર્વ પ્રદેશ પ્રકાશી ઊઠે છે. જ્ઞાની કહે છે ભાઈ ! આ પરમતત્ત્વ કોઈ ગગનમાં કે ધરામાં પડેલું નથી. તું સ્વયં એ જ્યોતિનું સુખદ ધામ છે. જેમ ખાણમાંથી નીકળેલો હીરો પહેલ પાડ્યા વગર ચમકતો નથી તેમ આ દેહાદિકમાં પડેલો ચેતન હીરો શુદ્ધિના પહેલા પડ્યા વગર પ્રકાશી ઊઠતો નથી. પરંતુ જ્યાં ચિત્ત વિશુદ્ધ થઈ, વૃત્તિઓ અંતર્મુખ થતાં જ એ શુદ્ધ તત્ત્વ પ્રગટ થઈ જાય છે. તે જ પરમપદની પ્રાપ્તિ છે. मुक्त्वा परत्र परबुद्धिमहंधियं च, संसारदुःखजननी जननाद्विमुक्तः। ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्ठ - स्तन्मार्गमेतदधिगम्य समाधितन्त्रम् ॥१०५॥ જાણી સમાધિ તંત્ર આ-જ્ઞાનાનંદ-ઉપાય, જીવ તજે હું બુદ્ધિને દેહાદિક પરમાંય; છોડી એ ભવજનનીને, થઈ પરમાતમલીન, જ્યોતિર્મય સુખને લહે, ધરે ન જન્મ નવીન. ૧૦૫ અર્થ : સંસારની ઉપાધિથી મુક્ત થવાના ઉપાયરૂપ આ “સમાધિતંત્ર શાસ્ત્રનું અધ્યયન કરીને, સંસારના દુઃખની જનની એવા દેહાદિ પરપદાર્થોમાં અહંબુદ્ધિનો ત્યાગ કરીને પરમાત્મપદની ભાવનામાં નિષ્ઠાવાળો અંતરાત્મા સંસારથી મુક્ત થઈ સત્યસુખને પ્રાપ્ત કરે છે. જેના વડે મુક્તિને અવરોધ થાય તેવા સંસારસુખમાં આત્મબુદ્ધિનો ભ્રમ ટાળવા આ “સમાધિતંત્ર ઉપાયદર્શક છે. આવા સશાસ્ત્રનું અધ્યયન કરી, સ્વ-પરનો ભેદ યથાર્થપણે જાણી અંતરાત્મા દેહાદિકમાંથી આત્મબુદ્ધિનો ત્યાગ કરે છે. પ્રસ્તુત ગ્રંથમાં બહિરાત્માની દશાનું આલેખન કરી ઉપદેશ આપ્યો છે કે જ્યાં સુખ નથી ત્યાં સુખની શોધ કરીને નિરંતર દુઃખ જ સમાધિશતક ૨૬૯ Page #281 -------------------------------------------------------------------------- ________________ ' પામ્યો છે. મધુબિંદુના ક્ષણિક સુખમાં સુખ માની માનવભવનું મૂલ્ય ગુમાવી રહ્યો છે. જ્ઞાની જનો તેને બોધ આપે છે છતાં મોહના નશામાં દિશામૂઢ થયેલો તે બોધનો સ્વીકાર કરી શકતો નથી અને પુનઃ પુનઃ જન્મ ધારણ કરી મરે છે. પાછો જન્મે છે. વળી ક્યારેક યોગાનુયોગ કોઈ સદ્ગુરુનો યોગ થતાં મોહનિદ્રામાંથી જાગે છે. આવા ગ્રંથોનું સેવન કરે છે ત્યારે તેને અંશે ભાન થાય છે કે પોતે આજ સુધી ભ્રાંતિમાં જીવ્યો હતો. પુનઃ પુનઃ સત્સંગાદિના પરિચયથી તે દેહાદિક અભિમાનથી પાછો વળે છે. અને જેમ જેમ અંતરમાં વિચારે છે તેમ તેમ તે સભાન થતો જાય છે. અંતર્મુખ થતાં તેને સ્વપરનો ભેદ સમજાઈ જાય છે ત્યારે હવે તે સંસાર પ્રત્યેથી વિમુખ થઈ અંતરાત્માપણે વિશેષ શુદ્ધિ માટે સંસારનાં પ્રયોજન ત્યજી દઈ અસંગ થતો જાય છે. તે અંતરાત્મા જ્ઞાનયોગીપણે વર્તતો શુદ્ધિની વૃદ્ધિ કરતો આત્માના આશ્રયે આત્મભાવમાં રમણ કરી પરમાર્થપણે પ્રગટ થાય છે. સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં જીવોની અવસ્થાના પ્રકાર દર્શાવી બહિરાત્માપણું ટળતાં જીવનું કેવું ઉત્થાન થાય છે, તેનું અંતરાત્માના ભાવથી નિરૂપણ કર્યું છે. અંતરંગની શુદ્ધિનો સ્પર્શ જીવને પતનથી પાછો વાળે છે, અને શ્રેષ્ઠ તત્ત્વનું ભાન કરાવી સ્વસ્વરૂપમાં સ્થિતિ કરાવે છે. રનમેં લરતેં સુભટ જ્યું ગિનૈ ન બાન પ્રહાર, પ્રભુ રંજન કે હેત ત્યું - જ્ઞાની અસુખ પ્રચાર. છંદ-૮૯ રણમેદાને લડતો સુભટ બાણના પ્રહારનો માર ગણતો નથી કે યુદ્ધમાંથી ભાગી જતો નથી તેમ જ્ઞાની સંસારના મેદાનમાં કર્મના પ્રહારને દુ:ખ ગણતા (પ્રચાર) નથી, કે અંતરંગ શત્રુથી ગભરાઈને ભાગતા નથી. મિથ્યાત્વાદિ પ્રકૃતિજનિત મોહનીય કર્મના સુભટો સામે લડતાં જ્ઞાની ખેદ પામતા નથી. પરંતુ તે મોહનીય કર્મનો પરાજય કરી રત્નત્રયની પ્રાપ્તિ કરે છે, રત્નત્રયના સાધન વડે આત્મા સ્વરૂપમાં ૨૦૦ આતમ ઝંખે છુટકારો Page #282 -------------------------------------------------------------------------- ________________ રમણતા કરી મુક્ત થાય છે. અર્થાત્ મોહનીય કર્મથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર અંતર્મુખ દૃષ્ટિયુક્ત આત્મજ્ઞાન છે, શુદ્ધપણે આત્માનો અનુભવ થતાં સર્વમોહજનિત વિકલ્પ સમાઈ જાય છે. સંસારભાવ શમી જાય છે. આત્મભાવ પ્રગટતો રહે છે. તે જીવ અમૃતનું પાન કરી અમર બને છે. રણમેદાને પડેલો સુભટ દેહના મમત્વને ત્યજી જીવસટોસટના દાવ લડે છે. તેમ જ્ઞાની દેહધારીપણું ભૂલીને ચૈતન્યમાં જ મનને જોડે છે, ત્યારે જ્ઞાનરૂપ આત્મા પ્રગટ થાય છે. તેવા શુદ્ધાત્મારૂપ પ્રભુ મોહાદિક શત્રુનો નાશ થવાથી રંજિત થાય છે. આત્મા સ્વયં રીઝે ત્યારે અનંત ગુણોનું પ્રદાન થાય છે તે જ મોક્ષનો સાચો ઉપાય છે. વ્યાપારી વ્યાપારમેં સુખકાર માને દુઃખ; ક્રિયા કષ્ટ સુખમેં ગિને, ન્યૂ વંછિત મુનિ સુખ. છંદ-૯૦ વ્યાપારી વ્યાપારમાં સુખ માનીને ઘણાં કષ્ટો સહન કરે છે, તેમ મુનિ ચારિત્રમાર્ગને પાળતાં જે કષ્ટો આવે તે સુખેથી સહન કરે છે. અને પોતાના આત્માને આત્માભાવનાથી ભૂષિત કરે છે. વળી મુનિ જાણે છે કે આ દુનિયાનાં સુખો દુ:ખે કરીને પ્રાપ્ત કરવા છતાં ટકતાં નથી. પરંતુ થોડું કષ્ટ સહન કરીને જો આત્માને આરાધ્યો હશે તો સાચું સુખ મળવાનું છે. કારણ કે દેહાદિક રહો કે ન રહો પણ આત્મા તો સદા રહેવાવાળો છે. એક વાર એ આત્માના સુખમય પ્રદેશમાં હું પ્રવેશ કરું પછી મને દુઃખ કે ચિંતાનો કોઈ ભય છે નહિ, આથી મુનિ ચિતવે છે કે હે જીવો ! તમે જુઓ કે જગતના જીવો મોહવશ દુઃખી થઈ રહ્યા છે. અને માને છે કે હિંસાદિક કરવામાં કંઈ દુઃખ નથી. પરિગ્રહમાં કોઈ પાપ નથી તેથી સંસારના કાર્યમાં મન, વચન અને કાયાથી દઢપણે પ્રવૃત્તિ કરે છે. ધનવૃદ્ધિ માટે વ્યાપાર કરવા ભૂખ-તરસ વેઠે છે. પરિવારનો વિયોગ સહે છે. ઠંડી ગરમીને પણ સહન કરે છે. શરીરને ઘણું સમાધિશતક ૨o૧ Page #283 -------------------------------------------------------------------------- ________________ કષ્ટ આપે છે, કારણ કે તેણે ધનવૃદ્ધિમાં સુખ માન્યું છે. વળી ધર્મક્ષેત્રમાં જઈને વિવિધ પ્રકારની બાહ્યક્રિયામાં રાચ્યો રહે છે, પણ આત્મદષ્ટિ જાગે નહિ, તો ભલે તે શાસ્ત્રવેત્તા થાય તો પણ તેની મુક્તિ થતી નથી. કરેલું કષ્ટ વ્યર્થ જાય છે. માટે મુનિપણાને વિશે સદા જાગ્રત રહી એકાંતે અંતરદૃષ્ટિ સાધી આત્મભાવના દિઢ કરવી. જગતવાસી જીવો ! શુભયોગમાં મળતી સામગ્રીની ચમક જોઈ ચમકે છે કે અહો હું કેવો સુખી છું. પરંતુ તેના અંતરદાહને તો તે પોતે જ જાણે છે. ધનના નફામાં અને યશકીર્તિથી તે સુખ માને છે, અને તે મેળવવા દુઃખ સહન કરે છે. પરંતુ આ મુનિજનોની વાત તો ભાઈ ન્યારી છે. તેઓ જંગલમાં મંગલ કરનારા છે. આપત્તિને સંપત્તિ માનનારા છે, વળી તેઓ દરેક પરિસ્થિતિમાં આનંદમાં રહે છે. ક્રિયાયોગ અભ્યાસ હૈ, ફલ હૈ જ્ઞાન અબંધ, દોનુÉ જ્ઞાની ભજે, એક મતીતે અંધ. છંદ-૯૧ ગ્રંથકારે અસંખ્ય પ્રકારના યોગ કહ્યા છે, આત્માર્થે કે મોક્ષાર્થે થતાં બધા પરિણામ યોગ છે, સાધક અવસ્થા મેદવાળી છે. તેમાં જ્ઞાન અને ક્રિયા મળી જીવની મોલોત્પત્તિ થાય છે. ક્રિયા યોગની ફળશ્રુતિ જ્ઞાન છે. સાધક જેમ જેમ આધ્યાત્મિક વિકાસની શ્રેણીએ આગળ વધે છે તેમ તેમ ક્રિયાનો પ્રકાર બદલાતો રહે છે અને સૂક્ષ્મ થતો જાય છે. બાહ્ય ક્રિયાઓ ગૌણ થતી જાય અને અંતરંગ ક્રિયાની વૃદ્ધિ થતી જાય છે. બાહ્ય ક્રિયા એટલે બહારથી જણાય તેવા ભક્તિ, સત્સંગ, તીર્થાટન, વગેરે. અંતરંગ ક્રિયા એ ધર્મધ્યાનરૂપ છે. અંતર નિરીક્ષણ, અંતર્મુખતા, તત્ત્વચિંતન તે અંતરંગ ક્રિયાઓ છે. જે ચિત્તની શુદ્ધિ કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવે છે. બાહ્ય ક્રિયા શુભભાવનું કારણ છે. અંતરંગ ક્રિયા મોક્ષાભિમુખ કરનારી છે, અંતમાં ક્રિયા પણ રહેતી નથી ઉપોયોગ સ્વરૂપમાં લીનતા પામે છે. આખરે યોગનિરોધ થઈ જીવ મુક્ત થાય છે. ૨૦૨ આતમ ઝંખે છુટકારો Page #284 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગ મોક્ષનું અનંતર કારણ છે. તેથી તેનો મહિમા અનંત છે, જ્ઞાન સહિતની ક્રિયા એટલે સમિતિ અને ગુપ્તિરૂપ સંયમ છે, ક્રિયાયોગ પ્રમાદ ટાળવાનો અભ્યાસ છે. અને તેનું ફળ જ્ઞાન છે. જ્ઞાનનો મહિમા વર્ણવતા ગ્રંથકાર કહે છે કે ક્રિયા ખજૂઆના પ્રકાશ જેવી છે. ટમટમતા દીવા જેવી છે, અને જ્ઞાન સૂર્યના પ્રકાશ જેવું છે. ‘નાણ ભાણ સમ જોય'. આ કલિયુગમાં બાહ્ય ક્રિયાનો પથારો એટલો વિસ્તાર પામ્યો છે કે કોઈ વિરલા જ ક્રિયા અને જ્ઞાનનું અંતર સમજે છે, કે તે તે સ્થાને તેનું માહાત્મ્ય જાણે છે. અગ્નિસ્પર્શથી દાઝી જવાય છે તેવું જ્ઞાન અગ્નિથી બચાવે છે. ઝેરથી મૃત્યુ થાય છે તેવું જ્ઞાન ઝેરથી દૂર રાખે છે, વાસ્તવમાં અજ્ઞાન જ જીવનનું ઝેર છે. જ્ઞાનરહિત ગમે તેવા હઠયોગ કરે, ત્યાગ કરે અને તપસ્યા આદરે, મૌન રહે કે જંગલ સેવે. પદ્માસન કે પ્રાણાયામ સાધે, શાસ્ત્ર કંઠસ્થ કરે, પરંતુ જ્ઞાનરહિત એ સર્વ મુક્તિનું કારણ ન બન્યું, પૂર્વે પણ એવાં સાધનો કરવા છતાં જીવ મુક્તિ પામ્યો નહિ. વળી જ્ઞાન પણ જો શુદ્ધ ચારિત્ર રહિત છે તો તે પણ શુષ્ક છે. જ્ઞાનનું ફળ વૈરાગ્ય છે. વિરતિ છે, શાસ્ત્રજ્ઞાનમાં પારંગત હોય પણ જો વૈરાગ્ય ન હોય તો તે જ્ઞાન પણ જીવને આત્મસ્વરૂપે પરિણમતું નથી. આથી આત્મા આશ્રવથી છૂટે, સંવર નિર્જરાનું આરાધન કરે તો તે સમ્યગ્ ક્રિયા છે, વળી નવતત્ત્વનું યથાર્થ જ્ઞાન કરી ઉપયોગને આત્મસન્મુખ કરે તો તે જ્ઞાનનું ફળ છે. આ ક્લેશરૂપ અને દુઃખરૂપ સંસારથી મુક્તિનો ઉપાય એક માત્ર આત્મજ્ઞાન છે. તે જ્ઞાનને અનુરૂપ જે અભ્યાસ છે તે ક્રિયાયોગ છે, બાહ્ય વહેતી વૃત્તિને સ્વરૂપ પ્રત્યે વાળવી તે ક્રિયાયોગ છે, તેની પાત્રતા માટે આવશ્યકાદિ ક્રિયાઓનું નિરૂપણ કર્યું છે. યોગના અભ્યાસરૂપ ક્રિયા તે મોક્ષસાધક છે. એ યોગ મુખ્યત્વે સમ્યગ્ જ્ઞાનદર્શન અને ચારિત્રના પરિણામ છે, વળી ઇચ્છાયોગ, શાસ્રયોગ, અને સામર્થ્ય યોગનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. સમાધિશતક ૨૦૩ Page #285 -------------------------------------------------------------------------- ________________ જગતના પદાર્થ માત્ર ક્રિયાશીલ છે. નિષ્ક્રિયતાનો અર્થ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે પરિણમતું નથી. યોગ નિરોધ સુધીનો જે સાધકનો ક્રિયાયોગ છે તે અજ્ઞાનાદિને ટાળવાનો છે. જ્ઞાન પ્રગટ થતાં જીવ બંધનથી મુક્ત થાય છે. માટે જ્ઞાની જ્ઞાન અને ક્રિયા બંનેનો સ્વીકાર કરે છે. કેવળ એકાંત સેવન તે મતિનો અંધકાર છે. બાહ્ય ક્રિયાથી જીવ ધર્મ માને તો તે પણ અજ્ઞાન છે. અને કેવળ શાસ્ત્રજ્ઞાનને ધર્મ માની લે અથવા માને કે શાસ્ત્રજ્ઞાન કરવાથી આત્મજ્ઞાન પ્રગટ થશે તો તે પણ અજ્ઞાન છે. રાગદ્વેષ અજ્ઞાન ટળવાનો સર્વ ક્રિયાયોગ એ અભ્યાસ છે. તે ભૂમિકા પ્રમાણે હોય છે. તેથી જ્ઞાની બંનેને સ્વીકારે છે. જ્ઞાન અને ક્રિયા બંને મુક્તિનું વિધાન હોવા છતાં એકલા જ્ઞાનનો કે એકલી ક્રિયાનો આગ્રહ કેમ થઈ જાય છે ? કેટલાંક શાસ્ત્રો કેવળ જ્ઞાનદષ્ટિયુક્ત હોય એટલે તેમાં જ્ઞાનનો મહિમા જ આવે અને ક્રિયાથી ગૌણતા જ બતાવે. અને જે શાસ્ત્રો ક્રિયાની મુખ્યતા બતાવે તે જ્ઞાનને નિઃસાર માને. વળી જીવમાં અજ્ઞાન વર્તતું હોય અને એવા ઉપદેશકોનો યોગ મળે ત્યારે તે ક્યાં તો શુષ્કજ્ઞાની કે ક્યાં ક્રિયા જડપણે વર્તવા લાગે આથી જે દોષો છે તે વધુ પુષ્ટ થાય છે. આથી જ્યારે તે જ્ઞાનનો મહિમા સાંભળે ત્યારે શુભક્રિયામાં પણ પ્રમાદી બને એટલે તેને ભાગ્યે અશુભ ક્રિયા ઊભી રહેવાની અને જ્યારે ક્રિયાનો મહિમા સાંભળે ત્યારે અજ્ઞાનવશ જ્ઞાનસ્વરૂપને ગૌણ કરવાવાળો બને છે. યોગાનુયોગ તેની સાચી જિજ્ઞાસા બળે યોગ્ય ઉપદેશક મળી જાય તો તે જ્ઞાનક્રિયાની વાસ્તવિકતા સમજીને સાધના કરે તો સ્વરૂપને પામે. જ્ઞાની અજ્ઞાની બંને સંસારમાં વસે છે. પરંતુ જ્ઞાની સંસારસાગરમાં છે છતાં નાવમાં બેઠા છે, તેથી તરીને પાર ઊતરશે. અજ્ઞાની સાગરમાં ડૂબતો છે. તેનો મોટા મસ્યરૂપ રાગાદિ નાશ કરે છે. ગ્રંથકાર કહે છે કે યોગ અસંખ્ય પ્રકારના છે. પાત્રતા પ્રમાણે સગરુ સાધકને યોગધર્મ આપે છે. જેમ કુશળ વૈદ્ય દર્દીને જોઈને રોગની માત્રા પ્રમાણે ઔષધ આપે છે. તેમ સાધુજીવનને યોગ્ય ર૪ આતમ ઝંખે છુટકારો Page #286 -------------------------------------------------------------------------- ________________ અને શ્રાવક જીવનને યોગ્ય ભૂમિકા પ્રમાણે નિશ્ચય વ્યવહારની ગૌણતા મુખ્યતાથી ઉપદેશ આપે છે. ગૃહસ્થજીવનમાં જ્યાં પાપોનું સેવન થયા કરે છે પરિગ્રહાદિનો સંબંધ છે તેને આવશ્યક ક્રિયા અને દાનાદિ ધર્મોનો ઉપદેશ આપે છે. અનુક્રમે દેશવિરતિ અને સર્વવિરતિ લોકોત્તર ધર્મમાં તે જોડાય છે, તે યોગ છે. યોગ = વિશિષ્ટ એવો ધર્મયુક્ત સ્વાભાવિક પરિણામ. સમ્યકત્વ રહિત વ્રતાદિ કે ક્ષમાદિ ગુણોથી આત્મિક લાભ થતો નથી. પરંતુ જ્યારે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે ત્યારે તેના પ્રભાવથી જ્ઞાન-ચારિત્રનો જે યોગ થાય છે તે આત્માને મોક્ષના પ્રયોજનભૂત યોગ છે. અર્થાત્ રત્નત્રયીનું આત્મામાં પ્રગટવું તે નિશ્ચયથી યોગ છે. સત્ ક્રિયાની પ્રવૃત્તિ અને અસત્ ક્રિયાની નિવૃત્તિ થાય તેવા પરિણામ તે અધ્યાત્મયોગ છે. આ અધ્યાત્મ મોહનો નાશ કરે છે. રત્નત્રયીનાં જે નિમિત્તો છે ગુરુવિનયાદિ તથા શાસ્ત્રશ્રવણ, સંયમાદિ સાથે આત્માનો યોગ થવો તે વ્યવહારનયથી યોગ છે. આ યોગનો વિકાસક્રમ સધાયા પછી જીવ અયોગી બને છે. સાધકોની પાત્રતા પ્રમાણે યોગ સિદ્ધ થાય છે. (૧) અપુનબંધક, (૨) ગ્રંથિભેદ (૩) સમ્યકત્વ પ્રાપ્તિ (૪) દેશવિરતિ (પ) સર્વવિરતિ ચારિત્ર (૬) ક્ષપક શ્રેણી (૭) વિતરાગ અવસ્થા (૮) કેવળજ્ઞાન (૯) અયોગી અવસ્થા. અયોગી અવસ્થા પછી કોઈ યોગ વિશેષની આવશ્યકતા નથી. ત્યાં સુધી યોગનો આવો ક્રમ હોય છે. - યોગીની નિષ્ક્રિયતા જ સક્રિય છે. યોગી જીવનની શુદ્ધતાનો સ્રોત જગતના જીવોને અદશ્યપણે ઉપકારક થાય છે. તેમની ઉપસ્થિતિ જીવોને શાંતિ આપે છે, તેમની દૃષ્ટિમાંથી કરુણાની વૃષ્ટિ થતાં જીવોના શોક સંતાપ શમે છે. તેમની વાણી સમતા રસભર હોવાથી તેમનો બોધ જીવોને સંસારસમુદ્ર તરવાની નાવરૂપ બને છે. ભાવ જેટલો શુદ્ધ, વધુ સૂક્ષ્મ તેટલું યોગીનું યોગબળ પ્રગટ થાય છે. અને જેણે સંસારત્યાગ કર્યો છે તેને તો પ્રથમથી મહાવ્રતાદિ, ઉત્તમ યતિધર્મ, સમાધિશતક ર૦૫ Page #287 -------------------------------------------------------------------------- ________________ અને સત્ ક્રિયાનું આલંબન ઉપદેશે છે. ગુણ શ્રેણીએ આરૂઢ મુનિને ધર્મસંન્યાસ હોય છે, અથાત ક્ષમાદિનો વિકલ્પ કે બાહ્ય ક્રિયા હોતી નથી. અંતરંગની શુદ્ધિ અને ઉપયોગ સ્થિરતા માટે દ્રવ્યાદિનું સૂક્ષ્મ ચિંતન હોય છે. ઘાતિકર્મનો નાશ થતાં કેવળજ્ઞાન પ્રગટે છે. તે સયોગી કેવળીને ઈર્યાપથક્રિયા હોય છે. આયુષ્ય પૂર્ણ થવા સમયે યોગનિરોધ કરી તે ક્રિયાથી પણ વિરમે છે. અને સર્વથા સર્વ ક્રિયાથી મુક્ત થાય છે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી મનાદિ યોગ છે, યોગને આધારે ક્રિયા છે. સયોગી અવસ્થામાં ક્રિયામુક્તિ નથી. ક્રિયા બદલાય છે. અસત્-બાહ્ય ક્રિયા છૂટી સત્ ક્રિયા-અંતરંગ શુદ્ધિની ક્રિયા હોય છે. તે અવસ્થા પણ સહજ બને છે. એથી જ્ઞાન ક્રિયા ત્યાં મુક્તિની યુક્તિ ગ્રંથકારે જણાવી છે. સંસારી જીવ કાંઈ શ્રેણીની અવસ્થાવાળો નથી. વળી એ અવસ્થા અંતમુહૂર્તની છે, અને સંસારીનું જીવન તો આયુષ્યને આધીન છે. અર્થાત્ સમયયોજિત છે. તેથી સંસારી જીવને અસત્ ક્રિયાથી બચવા સત્ ક્રિયાનો આશ્રય લેવાનો છે, એ સત્ ક્રિયા પણ ભૂમિકા પ્રમાણે શુભયોગવાળી હોય છે. પરંતુ તેનું લક્ષ્ય સમ્યમ્ દર્શનાદિ પરિણામવાળું છે તેથી તેની શુભક્રિયા પણ તેને આગળને માર્ગે જવા સહાયક છે. અનાદિનું અશુભ છૂટવાનું જ્યાં સામર્થ્ય આવ્યું તેવા સાધકને શુભ છૂટવાનું સામર્થ્ય હોય છે, તેવાં દૃષ્ટાન્તો આપણે જાણીએ છીએ. શુદ્ધના પક્ષનો શુભભાવ કે ક્રિયા જીવને મોક્ષમાર્ગનો ભોમિયો બને છે. કારણકે તે સાધકને ભેદજ્ઞાન વડે વસ્તુના સ્વરૂપનો દઢ નિર્ણય હોય છે. તેથી જ્યાં જે અવસ્થામાં જે ઉચિત છે તે આદરે છે. ઇચ્છા શાસ્ત્ર સમર્થના ત્રિવિધ યોગ છે સાર, ઇચ્છા નિજ શક્તિ કરી, વિકલ યોગ વ્યવહાર. છંદ-૯૨ આત્મ સન્મુખ થયેલા પરિણામ તે યોગ છે, તેના અભ્યાસરૂપ ક્રિયા મોક્ષસાધક છે. યોગ અસંખ્ય ભેટવાળા છે. મન વચન કાયાના યોગ છે. જે જીવની ફુરણાથી પ્રવૃત્તિમાન ૨૬ આતમ ઝંખે છુટકારો Page #288 -------------------------------------------------------------------------- ________________ થાય છે, પરંતુ તે યોગાશ્રવ છે. પાતંજલ યોગશાસ્ત્રમાં યમનિયમાદિ અષ્ટાંગયોગનો ક્રમિક વિકાસ આપ્યો છે. તે સમાધિ સુધી લઈ જાય છે. મોક્ષને પ્રયોજનભૂત અહિંસાદિ, સમિતિ આદિ ક્રિયાને ક્રિયાયોગ કહ્યો છે. સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ જે પરિણામ તે સાધનયોગ છે, આત્માની નજીક લઈ જતાં પરિણામ તે આધ્યાત્મિક યોગ છે. આ છંદમાં ગ્રંથકાર ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગને મંદિર ઉપરના કળશની જેમ શ્રેષ્ઠ કહે છે. ઇચ્છાયોગ : ધર્મમાર્ગમાં પ્રવર્તવાની રુચિ થવી. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી શ્રુતનું જ્ઞાન રુચે છે, મોક્ષ અભિલાષી થયો છે. ભલે તેની ધર્મક્રિયા ત્રુટિવાળી હોય તો પણ તે તરવાને કામી છે. શાસ્ત્રયોગ : ધર્મશાસ્ત્રના સૂત્રાર્થને શ્રદ્ધાપૂર્વક જાણનાર કથન કરનાર છે, જ્ઞાનઆરાધનના દોષને જાણે અને તે દૂર કરવાના પ્રયત્નવાળો છે. આગમ-જિનવાણીની પ્રતીતિવાળો નિઃસંશય છે. સામર્થ્યયોગ : શાસ્ત્રમાં સ્વરૂપના કથનની મર્યાદા હોય છે. કારણ કે જે અનુભવજ્ઞાન છે તે વચનાતીત છે. એટલે કથંચિત જે કથનો શાસ્ત્રોમાં ન આવતાં હોય પણ સામર્થ્યયોગીને અનુભવમાં આવે. આ યોગો ગુણસ્થાનકની ભૂમિકા પ્રમાણે હોય છે. શાસ્ત્રયોગ ગુણ ઠાણકો, પૂરન વિધિ આચાર, પદ અતીત અનુભવ કહ્યો, યોગ તૃતીય વિચાર. છંદ-૩ શાસ્ત્રયોગ ચોથા ગુણસ્થાનકેથી પ્રારંભ થાય છે. તેનો આચાર નિરતિચાર નથી. ત્રુટિવાળો છે, પરંતુ તે તૂટીને દૂર કરવાના ઉદ્યમવાળો છે. તેથી ઇચ્છાયોગીમાં જ્યારે બોધનું પરિણમન થાય છે ત્યારે તે શાસ્ત્રયોગને પાત્ર થાય છે. તે છઠ્ઠ તથા સાતમું ગુણસ્થાનક પ્રાયઃ હોય છે ત્યાર પછી જ્યારે ગુણ શ્રેણિએ આરૂઢ થાય છે ત્યારે આચારથી પર હોય છે. ધર્મસંન્યાસ નામનો યોગ હોય છે. જે કહી શકાય નહિ તેવી અનુભવગોચર અવસ્થા છે, તે સામર્થ્યયોગ સમાધિશતક ૨eo : Page #289 -------------------------------------------------------------------------- ________________ છે. તે યોગી ક્રમે કરીને સર્વજ્ઞ પદની પ્રાપ્તિ કરે છે. રહે યથાબલ યોગમેં ગહે સકલ નય સાર, ભાવે જૈનતા સો લહૈ, ચહૈ ન મિથ્યા ચાર. છંદ-૯૪ અર્થ : અગાઉ જણાવેલી પોતાની ભૂમિકા અનુસાર યોગસાધના કરે તે સકળ નયનો સાર ગ્રહણ કરે છે, જેને ભાવથી જૈનપણું છે તે મિથ્યાચારને સેવતો નથી. પૂર્વભૂમિકામાં દઢ થયો ન હોય અને પોતે આગળના યોગમાં છે તેવી કલ્પના કરે, તો તે ભ્રમિત થાય છે, જેમકે જ્ઞાનાવરણીયના લયોપશમથી કંઈ શાસ્ત્રાર્થ જાણતો હોય, વળી તે શાસ્ત્રની વિશેષ ભાવના કરતો હોય પરંતુ હજી તે શાસ્ત્રનો મર્મ તેને બોધરૂપે પરિણમ્યો ન હોય અને કેવળ વાદ માટે જ તેનો ઉપયોગ કરે તો તે યથાર્થ ન કહેવાય, પણ ગુરુગમથી શાસ્ત્રાર્થને જાણીને યથાશક્તિ યોગમાં આગળ વધે તો તે સામર્થ્ય યોગીને સકલ નયનો સાર ગ્રહણ થાય છે, તેને ભાવથી અર્થાત્ વાસ્તવિક જૈનપણું હોય છે, તે ક્યારે પણ મિથ્યાચાર સેવતો નથી. આનંદઘનજીએ કહ્યું છે કે નામ અધ્યાત્મ, ઠાણ અધ્યાત્મ, અને દ્રવ્ય અધ્યાત્મને જાણી લીધા હવે ત્યાં અટકો નહિ, તે ત્રણ પ્રકાર અધ્યાત્મ માટે પૂર્વઅવસ્થા છે, માટે તે ત્રણેને છોડીને હવે ભાવ અધ્યાત્મને ગ્રહણ કરો, મોહાદિ ભાવોનો ત્યાગ કરી વીતરાગ પરિણતિમાં દેઢ થવું. રાગદ્વેષ જીતવા જેવા છે. એમ કહેવું તે નામ માત્ર જૈન છે, રાગાદિ છોડવાથી કેવો લાભ થાય તેમ કહેવું ઠાણ (સ્થાપના) જૈન છે, રાગાદિ છોડવાથી કોઈ જીવો તરી ગયા તેમ કહેવું તે દ્રવ્ય અધ્યાત્મ છે, અને રાગાદિનો ત્યાગ કરી સ્વયં વૈરાગ્ય પામવો તે ભાવ જૈનપણું છે. માટે પોતાની યોગમાર્ગની જેવી પાત્રતા છે તે પ્રમાણે આગળ વધતો રહે તે સર્વજ્ઞાનના સારને ગ્રહણ કરી લે છે, તે સાધક ભાવલિંગીની જેમ ભાવ જૈનપણું પાળીને મિથ્યાચારને ત્યજી સમ્ય Do૮ આતમ ઝંખે છુટકારો Page #290 -------------------------------------------------------------------------- ________________ આચારને સેવે છે. યોગમાં પોતાના જેવી પ્રગતિ છે, તે પ્રમાણે યોગને આરાધે છે. અને જ્યાં જે નયનો આચાર છે, તે સેવે છે. તેવો સાચો જૈન કોઈ એકાંત નયનું સેવન કરીને મિથ્યાચારને સેવતો નથી. મારગ અનુસારી ક્રિયા, છેદે સો મતિ હીન, કપટ ક્રિયા બલ જગ ઠગે, સોભી ભવજલ મીન. છંદ-૯૫ મોક્ષમાર્ગ એક જ છે, તેને અનુસરનારી ક્રિયામાં જીવોની ભૂમિકાનુસાર ભેદ હોય છે. પોતે જે ભૂમિકાએ હોય તે ભૂમિકાએ મોક્ષમાર્ગમાં સ્થિર કરનારી ક્રિયાનો છેદ કરે તે મતિહીન છે, કોઈને બાહ્ય જ્ઞાનાદિથી સામાન્ય ક્ષયોપશમ થયો હોય અને તેના બળે કપટથી જગતને ઠગે તો તે પણ સંસારસમુદ્રમાં માછલાની જેમ પરિભ્રમણ પામે છે. મોક્ષમાર્ગ જેવો શુદ્ધ અને સૂક્ષ્મ છે તેવા કેટલાય પડવાના ભયસ્થાનોવાળો છે, જો કે મોક્ષમાર્ગ સ્વયં તો નિર્ભય છે. પરંતુ તેના સાધનાકાળમાં સવિશેષ યોગમાર્ગીને કેટલીક લબ્ધિઓ રિદ્ધિ કે સિદ્ધિઓ પ્રગટ થતી હોય છે, તેવા સમયે જો ગુરુગમ કે યથાર્થબોધ પરિણમ્યો ન હોય તો તે રિદ્ધિ આદિના કારણે સાધક ચમત્કારોનું પ્રદર્શન કરી માન-સત્કારમાં ભૂલો પડી જાય છે, તેથી તેની ક્રિયા માર્ગથી વિપરીત થઈ જાય છે.. મોક્ષમાર્ગમાં સ્થિતિ કરાવનારી ક્રિયા ગૃહસ્થ અને મુનિને પોતાની ભૂમિકા પ્રમાણે હોય છે. તેને બદલે ગૃહસ્થ મુનિપણાની કલ્પના કરી આવશ્યકાદિ ક્રિયા ન કરે, જિનભક્તિ જેવાં અનુષ્ઠાનો ન કરે, પાપની આલોચના ન કરે તો તે મતિહીન છે. અને મુનિ પોતાના ગુણસ્થાનકને છોડીને ગૃહસ્થને કરવાનાં ધર્મકાર્યો કરે, આરંભ કરે, ધનની વ્યવસ્થા સંભાળે તો તે ક્રિયા પણ પોતાના ગુણસ્થાનથી ભ્રષ્ટ કરવાવાળી છે. વળી યોગ માર્ગે જતાં કોઈ રિદ્ધિઓ પ્રગટ થાય તેમાં પોતાનો સમાધિશતક ૨૭૯ Page #291 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થ સાધવા, યોગી છતાં મોહવશ ચમત્કારો જેવા પ્રકારથી કપટ કરી, ખોટા દેખાવ કરી જગતને ઠગે તો તે સ્વયં એવો ઠગાય છે તે સંસારસમુદ્રનો પાર પામી શકતો નથી. તે મુનિ હોય તો પણ તે જગતને ઠગીને પોતે જ ભવજળમાં ડૂબે છે. નિજ નિજ મતમેં લરિ પરે, નયવાદી બહુરંગ, ઉદાસીની પરિણમૈ, જ્ઞાનીકું સરવંગ. છંદ-૯૯ નય અનેક પ્રકારના છે. દરેક પોતપોતાના મતને સાચો ઠરાવવા આગ્રહ રાખે છે, પરંતુ જ્ઞાનીને તો આવા ઝઘડા જોઈ સવગે ઉદાસીનતા આવે છે. નય વસ્તુના મર્યાદિત સ્વરૂપને જાણવાનો જ્ઞાનનો અંશ છે. નય અનેક પ્રકારના છે, તેમાં સામાન્ય માનવ તો ગૂંચાઈ જાય છે, પરંતુ પંડિતો શાસ્ત્રાદિનો અભ્યાસ કરીને પોતાના મતને સાચો ઠરાવવા માટે અન્યનું ખંડન અને પોતાના મતનું ખંડન કરે છે, તેમાં તેના આત્માને કંઈ લાભ નથી, શાસ્ત્રજ્ઞાનના ક્ષયોપશમનો વ્યય છે. રાગાદિ ભાવની ઉત્તેજના છે. વસ્તુના બોધ માટે ચર્ચા વિનિમય કરે તો તેમાં વાંધો નથી. પણ અન્યોન્ય આગ્રહમાં પડે છે તે જોઈ જ્ઞાનીઓને અત્યંત ઉદાસીનતા વર્તે છે કારણ કે દરેક આત્માઓ પોતપોતાના પરિણામ પ્રમાણે વર્તે છે. તેમાં કોઈને કંઈ પણ વિરોધ કરવાનું પ્રયોજન નથી તેથી ઉત્તમ આત્માઓ તેમાં ઉદાસીનપણે વર્તે છે. દોઉ લરે તિહાં એક પરે, દેખનમેં દુઃખ નાહિ, ઉદાસીનતા સુખ સદન, પર પ્રવૃત્તિ દુઃખ છાંહિ. છંદ-૯૭ ક્યારે પણ કોઈ સંયોગમાં જ્યારે બે વ્યક્તિને પરસ્પર વાદ કે ઝઘડા થાય ત્યારે કોઈ એકની તો હાર થાય છે. તેમાં માર્ગે જતાં જોનારને શું દુઃખ હોય ? પરંતુ જે જેના પક્ષમાં હોય તેને રાગાદિ કારણથી હર્ષશોક થાય છે. પરંતુ જેને પર પ્રવૃત્તિમય આવા પ્રકારોમાં ઉદાસીનતા વર્તે છે, તેવા જ્ઞાનીને પરના આવા ઝઘડા જોઈ પરવૃત્તિમાં જવું દુઃખદાયક લાગે છે. તેથી તેઓ એવા પ્રસંગોમાં ઉદાસીનતા સેવીને સ્વરૂપના સુખમાં રહે છે. ૨૮૦ આતમ ઝંખે છુટકારો. Page #292 -------------------------------------------------------------------------- ________________ ઉદાસીનતા સુરલતા, સમતારસ લ ચાખિ. પરપેખનમેં મત પરે, નિજમેં ગુણ નિજ રાખિ. છંદ-૯૮ ઉદાસીનતા એ આત્માની ઉચ્ચ દશા છે, તે દશા ઉત્તરોઉત્તર વિકસતી રહે તેવી સુરલતા-વેલડી છે, ઉદાસીનતાને જે સેવે છે તે ઉત્તમ આત્મા આત્મસ્વરૂપના સમતારસને અનુભવે છે, ઉદાસીનતા અધ્યાત્મભાવની જનેતા છે. મુનિઓને માટે પણ એ દશા દુર્લભ છે. પર-પ્રવૃત્તિમાંથી વૃત્તિને ખેંચીને કેવળ નિજ સ્વરૂપમાં સ્થિર કરવી તેવી ઉદાસીનતાનો ભાવ એ વૈરાગ્ય કે અનાસક્તિને અભિપ્રેત છે. તેની ફળશ્રુતિ સમતારસનું અનુપમ સુખ છે. ઉદાસીનતાની સુરવેલડીનું સુખ, કે સમતારસનો આસ્વાદ જેને પ્રાપ્ત થયો છે તે પરની પ્રવૃત્તિ કે પ્રસંગોની પળોજણમાં પડતો નથી. પરપ્રવૃત્તિમાં વૃત્તિ એ રાગાદિ ભાવની ઉત્તેજના કરે છે. તેથી જ્ઞાની પરપ્રવૃત્તિને ત્યાગીને નિજસ્વરૂપમાં ઉપયોગને સ્થિર કરે છે. જ્ઞાનીને આત્માના જ્ઞાનપ્રકાશની રમણતા જ એવી છે કે તે પર પદાર્થને પરખવામાં પડતા નથી. પોતાના ગુણસ્વરૂપ ચેતનામાં રહેવું તે તેમનું પ્રયોજન છે. ઉદાસીનતા શાન ફળ, પરપ્રવૃત્તિ હૈ મોહ, શુભ જનો સો આદરો, ઉદિત વિવેક પ્રરોહ. છંદ-૯૯ જ્ઞાન વસ્તુસ્વરૂપને જેમ છે તેમ જાણવું. વિકલ્પથી રહિત થવું. સ્વસ્વરૂપમાં ઉપયોગને જોડવો તે જ્ઞાન છે. · સ્વ-પર તત્ત્વને યથાર્થપણે જાણી, તેમાં ઉપાદેય તત્ત્વોને આચરવાં તે આચરણનું ફળ વૈરાગ્ય અને ઉત્કૃષ્ટતાએ ઉદાસીનતા છે. અન્ય પદાર્થ અને અન્ય ભાવથી જ્યારે જીવને ભેદજ્ઞાન થાય છે ત્યારે અનુક્રમે જીવમાં ઉદાસીનતા આવે છે. તે જીવ ઉદયાધીન વર્તવા છતાં ન્યારો રહીને નિજસ્વભાવમાં રહે છે. અર્થાત્ ઉદય કર્મમાં વિવેકથી વર્તવું, પરપ્રવૃત્તિને મોહરૂપે જાણી નિવર્તવું આ બંનેમાંથી ભૂમિકા પ્રમાણે જે યોગ્ય હોય તેને આચરો. સમાધિશતક ૧૯ ૨૮૧ Page #293 -------------------------------------------------------------------------- ________________ દોધિક શત કે ઉધ્ધર્યું, તંત્ર સમાધિ વિચાર, ધરો એહ બુધ કંઠમેં, ભાવ રત્નકો હાર. છંદ-૧૦૦ આ સમાધિશતક રૂપ આત્મહિતકારી દુધારૂપ અક્ષરતંત્રની ગ્રંથસ્થ કરેલી આ રચના છે, તેને હે ભવ્યાત્માઓ તમે કંઠસ્થ કરજો. તેને ભાવરત્નનો હાર જાણી કંઠમાં ધારણ કરજો. સમાધિતંત્રના ગ્રંથને આ દોષિક છંદ દ્વારા વિસ્તારથી પ્રકાશિત કર્યું છે. તેને આત્મવિચાર યુક્ત હિતકર જાણી ગ્રંથસ્થ થયેલી આ રચનાને કંઠસ્થ કરજો. સ્ત્રીનો કંઠ જેમ રત્નજડિત હારથી શોભે છે તેમ મનુષ્યનું શીલ આ ભાવરત્નના હારથી શોભે છે, માટે આ સમાધિશતકના છંદને ભાવથી ધારણ કરજો. સમાધિશતકમાં આત્મહિતકારી જે ગુણો છે તે અધ્યાત્મભાવરસિક મુનિઓના હૃદયનો મર્મ છે. જ્ઞાન વિમાન ચારિત્ર પવી, નંદન સહજ સમાધ, મુનિ સુરપતિ સમતા શચી, રંગે રમે અગાધ. છંદ-૧૦૧ જ્ઞાનરૂપી વિમાન જેનું આસન છે, જેની પાસે શુદ્ધ ચારિત્રનું બળ છે. તેવા નંદનવનરૂપ સહજ સમાધિભવનમાં બિરાજે છે, તે ઇન્દ્ર સમાન મુનિ સમતારૂપી (શચી) ઇન્દ્રાણી સાથે અવ્યાબાધ સુખમાં રમણતા કરે છે. જ્ઞાન = આત્મજ્ઞાન, વિમાન નિજભવન. ચારિત્ર તે તેમની ઉદાસીનતા, વૈરાગ્યરૂપ ઉત્તમ અવસ્થા છે. એવા મુનિઓને આત્મસ્વરૂપી જે નંદનવન છે, તેમાં સમાધિનું સુખ વર્તે છે. તેની શું ઉપમા આપવી ? જ્યાં ઉપમા વ્યર્થ જાય તેવા મુનિનું સમતારસથી ભરપૂર સુખ છે. સમતા એ આત્માની શુદ્ધ પરિણતિ છે, તેવી મુનિની અંતરંગ દશા છે. સમતાનું કાર્ય જ પરમતત્ત્વની પ્રાપ્તિનું છે. અનાદિકાળથી વિષમતામાં વર્તી જીવે પરિભ્રમણ કર્યું છે. તેને સમતાએ બળદની જેમ નાથીને નિજઘરમાં મૂક્યો છે. જ્ઞાનથી તત્ત્વસ્વરૂપનો વિવેક જન્મે છે અને તત્ત્વનો યથાર્થ બોધ થવાથી વૈરાગ્ય પ્રગટે છે. જ્ઞાન-વૈરાગ્ય દ્વારા રાગદ્વેષથી નિવૃત્ત થાય ૨૮૨ આતમ ઝંખે છુટકારો Page #294 -------------------------------------------------------------------------- ________________ છે. ત્યારે આત્મા સ્વયં સમતા સ્વરૂપે પ્રગટ થાય છે. ભલે કર્મનો ઉદય છે છતાં સંવરભાવને કારણે કર્મથી મુક્ત થતાં જાય છે. સર્વ અવસ્થામાં તે સમતામાં જ રહે છે. તેમના સુખનું વર્ણન વચનાતીત છે. કવિ જશ વિજયે એ રચ્યો, દોધિક શતક પ્રમાણ, એહ ભાવ જો મન ધરે, સો પાવે કલ્યાણ. છંદ-૧૦૨ સમાધિતંત્રને છંદબદ્ધ કરી કવિ મહામહોપાધ્યાય શ્રી જશવિજયે જૈનદર્શન-જિનશાસનની મહાન સેવા કરી છે. વળી ધર્મજિજ્ઞાસુઓ કે શાસ્ત્રબોધના પિપાસુઓ પર કરુણા કરી છે. વાચકવર્ગને સરળતાથી આત્મસ્વરૂપ સમજાય છે તેવી સરળ ભાષામાં રચના કરી છે. જે ભવ્યાત્માઓ આ ગ્રંથને ભાવ ધરીને ગાશે, વાંચશે, વિચારશે કે આચરશે તે જરૂર કલ્યાણ પામશે. બહિરાત્મભાવ ત્યજી અંતરાત્મપણે દેહમાં રહેલા આત્માને પરમાત્મારૂપ માની શુદ્ધાત્માનું સ્મરણ કરવું. જ્ઞાનાદિ ગુણધારક હું છું તેવી ભાવના કરવી. જ્ઞાની સવિકલ્પથી આગળ વધી યોગાભ્યાસ દ્વારા નિર્વિકલ્પ સમાધિને સાધ્ય કરી પરમાત્મારૂપે આત્મા સ્વયં પ્રગટ થાય છે તેનું અદ્દભુત નિરૂપણ ગ્રંથકારે કર્યું છે. આત્માથી પરમાત્મ સ્વરૂપની યાત્રાની સફળતાનું સાધન ભેદજ્ઞાન છે, જે કોઈ આત્માઓ સિદ્ધ થયા એ આ ભેદજ્ઞાનથી થયા છે. જે સંસારનું પરિભ્રમણ કરે છે તે જીવો આ ભેદજ્ઞાનના અભાવે કરે છે. અંતર્મુખ થવું તે માત્ર ધર્મ છે. જે વડે ભવમુક્તિ થાય છે. જ્ઞાન અભ્યાસ વડે આત્મા જ આત્માને છોડાવે છે, અને પરવૃત્તિ વડે આત્મા આત્માને બાંધે છે. પરની આશાનો ત્યાગ કરી જો તું સ્વભાવનો આશ્રયી થાય તો આશા જ તારી દાસી થઈને રહેશે. મોહ-અજ્ઞાન જેવા ચોરો તારા ગુણને લૂંટશે જો તેમનો નાશ કરે તો તે યોગી છું. પુદ્ગલી સર્વ આશાઓથી તું ભિન્ન છું તેમ માનજે. એ સર્વ વિનાશી છે. તું અવિનાશી છું. માટે યોગીએ અધ્યાત્મયોગમાં પ્રમુખ થઈ આત્મસાધનામાં સ્થિર રહેવું. જેથી પૂર્ણ સમાધિદશા પ્રાપ્ત થાય. આવા ભાવોનું સેવન કરે તો આત્મકલ્યાણ થાય. સમાધિશતક ૨૮૩ Page #295 -------------------------------------------------------------------------- ________________ સારાંશ (ગ્રંથના ખાસ વિષયોની વિશેષતા) ૧. આત્માની ત્રણ અવસ્થાઓ ૨. નયનું અવલંબન ૩. યોગની વિશેષતા ૪. ભેદજ્ઞાનનું સ્વરૂપ આત્માની ત્રણ અવસ્થા બહિરાત્માનું સ્વરૂપ : ચૌદ રાજલોકમાં સઘળા જીવોની અવસ્થાભેદે જીવ-અજીવ, નિત્યઅનિત્ય, રૂપી-અરૂપી, એક-અનેક વગેરેમાં વહેંચણી થઈ શકે છે, તેમ સમસ્ત જીવોની અંતરંગદશાને ભેદે બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા એમ ત્રણ પ્રકાર તીર્થકરે પ્રકાશ્યા છે. ચૌદરાજલોકમાં દ્રવ્યો-પદાર્થો પોતપોતાના નિયમથી પરિણમન કરે છે. જીવનું સત્તા અપેક્ષાએ સ્વમાં પરિણમન હોવા છતાં બાહ્ય અવસ્થામાં અનિયમથી વર્તે છે. તેને નિયમમાં – સંયમમાં લાવવા જ્ઞાનીજનોએ સંશોધન કરી તેના ઉપાય માટે શાસ્ત્રોની રચનાનું નિર્માણ કર્યું છે. કસ્તૂરીમૃગના ઘૂંટામાં રહેલી કસ્તૂરીની સુગંધથી મૃગ પ્રભાવિત થાય છે, અને તે કસ્તૂરીની શોધમાં તે વ્યાકુળ થઈ જંગલમાં ભમે છે. એ ન્યાયે જીવ પોતાના ચૈતન્યમાંથી નીકળતા સુખના વેદનને બહારના વિષયોમાં શોધવા દોડે છે. બહારમાં સુખ નથી પણ ભ્રાંતિગતપણે તેને તેમાં સુખબુદ્ધિ થઈ હોવાથી તે પૌગલિક પદાર્થમાં સુખનો આરોપ કરી ત્યાં સુખ મળે છે તેમ ભ્રાંતિ સેવે છે. અજ્ઞજન જાણતો જ નથી કે જે સુખ મેળવવા માટે આકુળતા કરવી પડે છે, મળ્યા પછી ક્ષણિક હોય છે તેવું સુખ અસત્, વિનાશી કે અપૂર્ણ હોય છે. અજ્ઞાનવશ જીવ રાગ, દ્વેષ અને મોહની ૨૮૪ આતમ ઝંખે છુટકારો Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓને આધીન વર્તે છે. અને પૌદ્ગલિક અજીવ પદાર્થોમાં સ્વરૂપબુદ્ધિ કરી તેને આનંદરૂપ માને છે. બહિરાત્મપણે અજ્ઞાનને વશ જીવ સંસારના સ્વરૂપને જાણતો નથી કે નિરંતર દરેક ક્ષણે પરિવર્તનશીલ સંસાર સર્યા જ કરે છે. એક ઇચ્છા પરથી બીજી ઇચ્છા ઉપર, આજે એક વ્યક્તિમાં રાગથી વળી કાલે અન્ય વ્યક્તિમાં રાગ, આ જન્મ પછી નવો જન્મ. એમ અનેક પ્રકારે સર્યા કરે છે. અને દરેક સ્થાને દુ:ખ ભોગવ્યા કરે છે. તેવા જીવની ગતિ છે પણ પ્રગતિ નથી. ગુણસ્થાનના ભેદથી બહિરાત્મા પ્રથમ ગુણસ્થાનકે હોય છે. રાગાદિભાવયુક્ત તેની મનોદશા છે. દેહાદિકના સુખ માટે અધર્મ આચરતાં પાછો પડતો નથી. જે કર્મપ્રકૃતિનો ઉદય છે તેને વશ વર્તી તેમાં ખુશી માને છે, તેને આત્મા, પરમાત્મા, સગુરુ, શાસ્ત્રો પ્રત્યે અપ્રીતિ હોય છે. બહિરાત્મા ગૃહસ્થપણે ધર્મ નહિ આચરનારો ગૃહસ્થસંસારી છે. દેહભાવથી દેહસંસારી છે. અને મોહથી ઘેરાયેલો મોહસંસારી છે. પરિગ્રહવાળો હોવાથી પરિગ્રહસંસારી છે, આમ અનેક પ્રકારના વિષમય સર્પોથી વીંટળાયેલો બહિરાત્મા સ્વરૂપ સન્મુખ કેવી રીતે થાય ? તેને માટે એ ક્ષેત્ર વણખેડાયેલું જ રહે છે, તે આત્મા અને શરીરના એકક્ષેત્રીપણામાં ભેદ પાડી આત્મા અને દેહની ભિન્નતા સમજી શકતો નથી, કે જાણી શકતો પણ નથી. જ્યારે તે અનુકૂળ ભોગને અનુભવે છે ત્યારે વાસ્તવમાં તે અશુદ્ધ આનંદને અનુભવે છે. છતાં સુખ માને છે. આવો ભ્રમ તેના જન્મમરણના પરિભ્રમણનું કારણ છે. બંધમોક્ષની યથાર્થતા સમજવા તથા નિર્વાણમાર્ગની ભૂમિકામાં પ્રવેશ કરવા જ્ઞાનીજનોએ જીવના ત્રણ પ્રકાર સમજાવ્યા. વિશ્વવ્યાપી દરેક દ્રવ્યો નિયમથી સ્વભાવમાં રહે છે. પરંતુ સંયોગાધીન જીવ બહિરાત્મપણે સ્વભાવથી શ્રુત થયેલો છે, તેને સ્વભાવ સન્મુખ કરવા સંયમ વગેરે દર્શાવ્યા છે. પુદ્ગલરૂપી દશ્યજગતમાં બહિરાત્મા સુખ શોધવા મથે છે, અને ત્યાં આત્મભ્રાંતિ વડે સુખની શ્રદ્ધા કરે છે. દેહભાવમાં રાચનારા, શરીરની જ મુખ્યતા કરનારા ઘણા દોષોના સમાધિશતક ૨૮૫ Page #297 -------------------------------------------------------------------------- ________________ ભોગ બને છે. બહિરાત્મા પરમાં સ્વાત્મબુદ્ધિ કરી સુખની પાછળ દોટ મૂકે છે. તે સુખ અસત્, અનિત્ય અને વિનાશી છે. કેવળ વાસના અને તૃષ્ણાનો ભંડાર છે. જેના વડે રાગદ્વેષનો પ્રવાહ નિરંતર વહેતો રહે છે. પરિણામે જીવ દુઃખ જ પામે છે. દેહમમત્વમોચન એ બહિરાત્માના ભ્રમને દૂર કરવાનો ઉપાય છે. તે પરમાત્મસ્વરૂપને જાણતો ન હોવાથી તેનો આ ભ્રમ ભાંગતો નથી. તેથી પોતાના જ સ્વરૂપથી તે વિમુખ રહે છે, બહિરાત્માને મન, શરીર અને વચન સર્વેમાં આત્મબુદ્ધિનો ભ્રમ છે. તે પોતાને મન, વચન કે કાયારૂપે જાણે છે. બહિરાત્માને ઔદયિકભાવનું ગાઢ આવરણ છે. જગતના પદાર્થોને જાણીને તેનામાં આકર્ષણ વિકર્ષણ પેદા થાય છે. તેની દૃષ્ટિ દશ્યાકારે થઈને આસક્તિ પેદા કરે છે. તે પોતાના ગુણ કે દોષને જાણતો નથી. બહિરાત્મા ઇન્દ્રિયોની અનુકૂળ ભોગસામગ્રીને ભોગવું છું તેમ માને છે. પરંતુ તે સમયે તે પોતાના અશુદ્ધ આત્માને સેવી રહ્યો છે તેવું જાણતો નથી. આવી અજ્ઞાનતા તે જ તેનો મહાદોષ છે. બહિરાત્મપણું એટલે સપ્તધાતુના શરીરના પોટલામાં આત્મબુદ્ધિ કરવી. ધનાદિ જડમાં ચૈતન્યભાવને રૂંધી રાખવો. સ્ત્રી-પુત્રાદિ પરિવારમાં મમત્વથી એકત્વ માનવું. જગતના ભૌતિક વૈભવમાં સુખની શ્રદ્ધા રાખવી. પરમાત્મસ્વરૂપ એવા આત્માની ચૈતન્યશક્તિનો આદર ન થવો. તે સ્વરૂપમાં શ્રદ્ધા ન થવી, આવું મૂઢપણું છે. યોગાનુયોગ આવો ભૌતિકવાદી જીવ-સુખ પછી દુ:ખનાં પરિબળોને જોઈને જ્યારે અંતરમાં સંશોધન કરે છે અથવા કોઈ સદ્ગુરુના સમાગમમાં આવે છે ત્યારે તેની દષ્ટિ કંઈ અંતર્મુખી થાય છે. પછી તો તે અંતરના દોષોને જાણતો થાય છે. અને તેને સાચા સ્વરૂપનું ભાન થાય છે. સગુરુ તેને સમજાવે છે કે કાયાને ગમે તેટલી પાળો-પોષો તો પણ તે જીવની સાથે જવાની નથી. નથી જતી તે પણ સારું છે. જો બધી જ કાયા જીવ સાથે લઈ જાય તો હજારો ૨૮૬ આતમ ઝંખે છુટકારો Page #298 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીઓને જાળવવા જેવી તેની દશા થાય. એક સાજી થાય બીજી રોગી થાય. એક કાળી ને એક ધોળી હોય. પાણીના પરપોટા જેવી આ કાયાને તજવાની છે તો પછી તે કાયાનો ઉપયોગ કરી લેવો. જેમ લાકડું દરિયામાં તણાતું જાય છે તેમ આ જન્મ ભવસાગરમાં તણાઈ રહ્યો છે. માટે સમજી જા કે આ કાયા તારી નથી તું એ કાયાનો નથી. તેના વિશ્વાસે રહેવાથી તું માર ખાતો જ આવ્યો છું. એવી ઠગારી કાયાનું મમત્વ ત્યજી દે. અંતરાત્મદશા : . દીર્ઘકાળથી બહિરાત્મભાવમાં ખૂંપી ગયેલો જીવ કોઈ સદ્ગુરુના બોધે અને તત્ત્વના અભ્યાસથી આંતરનિરીક્ષણ કરે છે. પોતાના સ્વરૂપનું ભાન થતાં તે અંતરંગસ્વરૂપ પ્રત્યે વળે છે. ત્યારે પ્રથમ તેનામાં પરમાર્થમાર્ગની, ધર્મભાવનાની રુચિ થાય છે. પ્રાથમિક ભૂમિકામાં તે પરોપકારવૃત્તિ, અહિંસા, ત્યાગ, સંતોષ જેવા ગુણોનો રાગી થઈ દોષોને ઘટાડે છે. કર્મની તીવ્રતા ઘટવાથી તે અંતર્મુખ થાય છે. જો કે હજી તેને સ્વરૂપ પ્રાપ્તિ થઈ નથી. પરંતુ તે સત્યમાર્ગનો યાત્રી થયો છે, તેથી સંસારના રંગમંચમાં તેને હવે તીવ્ર આસક્તિ નથી. અંતરનિરીક્ષણ કરવાથી તે સમજતો જાય છે કે આ જે દેહનું હું મમત્વ કરતો હતો તે અને આત્મા ભિન્ન છે, સ્ત્રી આદિમાં હું જે મારાપણાનો આરોપ કરતો હતો તે તો રાગનાં બંધન હતાં, હું તેનાથી મુક્ત એવો આત્મા છું. અને જે જે પદાર્થોને ભોગને યોગ્ય ગણતો હતો તે તો ક્ષણિક હતા. આમ દૃષ્ટિપરિવર્તન થવાથી તેને સાચા સુખની અભિલાષા થાય છે. તેથી તેને સંત-સાધુઓ પ્રત્યે ભક્તિ જાગે છે. અને બોધમાં યથાર્થ શ્રદ્ધા થવાથી તેનું પરલક્ષી મંતવ્ય બદલાય છે, ત્યારે તેનો દર્શનમોહ ટળી તે અંતર્મુખ થાય છે. આ ભૂમિકાએ તેનો અનંતાનુબંધી કષાયભાવ દૂર થતાં તે સમ્યગ્રષ્ટિ બને છે. સમ્યગૃષ્ટિ આત્માને આત્મસુખની અંશે પ્રતીતિ થવાથી પોતાના સમાધિશતક ૨૮o Page #299 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્યની સિદ્ધિ માટે વિશેષ શુદ્ધિ કરતો જાય છે. જોકે ગૃહસ્થપણે હોવા છતાં બાહ્ય વ્યવહારો અને નિમિત્તો છે, પરંતુ તેની અંતરથી માંગ નથી. તેની દૃષ્ટિ તો પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રત્યે છે. તેથી આત્મવિશુદ્ધિના પંથે આગળ ધપતો જાય છે. વળી વૈરાગ્યના બળે સર્વસંગ પરિત્યાગ કર્યા વગર તે રહી શકતો નથી. આ પ્રમાણે અંતરાત્મપણે વિકાસપંથે આગળ વધે છે. આ અવસ્થા જઘન્ય અંતરાત્માની છે. ચોથાથી બારમા ગુણસ્થાનકનાં સોપાન તે વણથંભ્યો ચડી જાય છે. અંતરાત્માની ભૂમિકા સ્વાધીન છે. કર્મના ઉદય છતાં તેમાં સુધારો કરે છે અને સ્વરૂપે સન્મુખ ટકવા માટે આરાધનાની સહાય લે છે. દેહ સાધનાનું બાહ્ય સાધન હોવાથી સાધક મમત્વ રહિત દેહને યોગ્ય જરૂરિયાત આહાર, વસ્ત્ર, ઔષધિ આપે છે. છતાં તે પોતાની સ્વાભાવિક શુદ્ધતાનો બોધ પામેલો છે અને વર્તમાન અવસ્થામાં રહેલી અશુદ્ધિને પણ જાણે છે; શુદ્ધતાનો સ્વીકાર કરી અશુદ્ધતાને ટાળવા તે પ્રયત્નશીલ છે. તે જાણે છે કે મારાં કરેલાં કર્મોને હું ભોગવું છું. પણ મારે પુનઃ બંધાવું નથી, કારણ કે કર્મકૃત ભાવો મારું સ્વરૂપ નથી. હું તે સર્વથી ભિન્ન છું. બુદ્ધિનું કામ શરીરાદિને જોઈને તેમાં સુખ મેળવવાનું છે. પરંતુ પ્રજ્ઞા વડે જોતાં આત્મા છે તેવો જણાય છે, એવું જ્ઞાન અંતરાત્માને હોય છે, પરમાત્માના ગુણ પ્રત્યે પ્રીતિ, પોતાના દોષ પ્રત્યે જાગૃતિ અંતરાત્માને હોય છે. એથી લક્ષ્યમાં પરમાત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે, જેથી દોષદષ્ટિ ટળે છે, જીવ લઘુકર્મી થઈ અંતરાત્મપણું પામે છે, તે સમ્યગ્દષ્ટિ અવિરત કે દેશવિરત હોય છે. સુખ અને આનંદને સ્વક્ષેત્રે સ્વલક્ષ્યથી શોધે અને અનુભવે તે અંતરાત્મા છે. તે સંસારના સુખમાં તુચ્છતા જુએ છે. દુઃખથી મુક્ત થવા માટે સ્વસમ્મુખ થાય છે. દુઃખમાંથી જન્મનાર અને દુ:ખમાં જ અંત પામનાર સુખને તેઓ સુખ માનતા નથી. પ્રજ્ઞા જ્ઞાનસ્વરૂપ છે, અને શુભાશુભભાવથી સુખદુઃખ ઉભયની લાગણી ઊઠે છે, તે વિરૂપ છે. અંતરાત્મા તે ભેદને જાણે છે. અને તેનાથી ભિન્ન એવા ૨૮૮ આતમ ઝંખે છુટકારો Page #300 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ સ્વરૂપમાં સ્થિતિ કરે છે. ત્યારે સર્વસંગપરિત્યાગી થઈ મધ્યમ અંતરાત્મપણે હોય છે. જ્યાં દેહાત્મબુદ્ધિ સ્વપ્ન પણ નથી થતી. સર્વ અવસ્થામાં દેહથી ભિન્ન એવું શ્રદ્ધાન નિરંતર રહે છે. જડ-ચેતન પદાર્થો પ્રત્યે પ્રિયતા અપ્રિયતા રહિત સમાનતાનો ભાવ છે. ઉદાસીનતા જેમની અંતરંગ દશા છે તે અંતરાત્મા છે. સર્વ કામનાઓથી મુક્ત, કેવળ જે આત્મામાં જ સંતુષ્ટ છે. તેમને મોહાદિ નડતા નથી, તે મધ્યમ અંતરાત્મા છે. બહિરાત્મપણું ટળ્યા પછી અંતરાત્મદશાની અવસ્થાઓના પણ ભેદ પડે છે. છતાં અંતરાત્મા જ્ઞાનદશાની દોરને ચૂકતા નથી. વ્યવહારમાં હોવા છતાં નિર્લેપ રહે છે. અને ઉચ્ચ ભૂમિકામાં તો તે વ્યવહારથી નિવૃત્ત થઈ જાય છે. એકાંતે અંતરખોજ દ્વારા પૂર્વકર્મકૃત રહેલા સૂક્ષ્મ સંસ્કારોને સુભટની જેમ નાશ કરે છે. જગતમાં પ્રપંચથી નિરાળા અને પોતાની દશામાં જ લય પામીને સ્વરૂપમાં રમણ કરે છે. શ્રેણીમાં આરૂઢ થયેલા ઉત્કૃષ્ટ અંતરાત્મા છે. અંતરાત્માનું જીવન યોગક્રિયાયુક્ત હોય છે. પ્રથમ દશામાં વ્રતાદિનો વિકલ્પ હોય છે. પરંતુ યોગદશામાં અંતરશુદ્ધિનો વિકાસ હવે વ્રતાદિના વિકલ્પને બદલે સહજ દશામાં જે તપાદિ થાય તે થાય છે. કેવળ જ્ઞાનસ્વરૂપ આત્માનું ધ્યાન એ જ તેમનું કર્તવ્ય શેષ રહે છે. અંતમાં ગ્રંથકારે જગતના જીવના ઉત્થાન અને પતનના પ્રકારો દર્શાવી પ્રસ્તુત ગ્રંથમાં રાજમાર્ગ આપ્યો છે. આત્મસ્વરૂપની ગહનતાને વિશદતાથી વિચારતાં મનુષ્યજન્મનું કાર્ય કેવું અદ્ભુત છે તે સમજાય છે. સંસારની ચારે ગતિમાં નરક, તિર્યંચ અને દેવભૂમિમાં કેવળ ભોગદશા છે, તેમાં દુ:ખ હોય કે સુખ પણ તે ભોગભૂમિ છે. મનુષ્યની ભૂમિ ભોગભૂમિ હોવા છતાં સવિશેષ કર્મભૂમિ છે. એટલે કર્મનો નાશ થઈ શકે તેવું માનવદેહનું પ્રદાન છે. પરંતુ જો માનવને ઉત્તમતા સ્પર્શે નહિ તો તે પાછો નીચેનાં સ્થાનોમાં જાય છે. માટે ગીતાર્થજનો માનવના દેહમાં રહેલી કર્મો કરવાની અને કર્મોને નાશ સમાધિશતક ૨૮૯ Page #301 -------------------------------------------------------------------------- ________________ કરવાની શક્તિનું ભાન કરાવે છે કે કર્મો કરવાં તો એવાં કરવાં તે સ્વયં નષ્ટ થઈ જાય. અર્થાત્ પ્રવૃત્તિધર્મથી નિવૃત્ત થઈ નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ સમ્યમ્ પ્રકારે કરવી કે જે આવરણને ટાળવા સહાયક બને. નિરાવરણ જ્ઞાન પ્રગટે અને જીવ પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે. પરમાત્માનું સ્વરૂપ : કર્મની બાહુલ્યતાથી બહિર્મુખ એવા જીવને યોગાનુયોગ સંતોનો યોગ થાય છે અને સ્વરૂપ લક્ષ્યની રુચિ થાય છે તે જ આત્મા ક્રમે કરી અંતરાત્મપણે સ્થિત થાય છે, જેણે અંતરદશામાં રહેલા શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કર્યું, પ્રતીતિ કરી અને પ્રજ્ઞા વડે અનુભવ કર્યો તે હવે કાર્યની સિદ્ધિ કર્યા વગર જંપીને બેસતો નથી. પરમાત્મસ્વરૂપની પૂર્ણતાને તેણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારી છે. તે અંતરાત્મા ગુણશ્રેણિના સોપાન પર આરૂઢ થઈ તેરમે દેહધારી સયોગી અને ચૌદગુણસ્થાને દેહરહિત અયોગી પરમાત્માપણે પ્રસિદ્ધ થાય છે. તેમનું જ્ઞાન નિરાવરણ બને છે. હવે જ્ઞાન, જ્ઞાતા અને શેયનો ભેદ નથી. ત્રણેની સમાપત્તિ થઈ પૂર્ણજ્ઞાનસ્વરૂપે નિર્વિકલ્પ દશા પ્રગટે છે. ક્રમિક જ્ઞાન અને સ્વરૂપનો વિકાસ હવે ક્રમથી અબાધિત થાય છે. સાધક અવસ્થામાં વિકાસનો ક્રમ હોય છે. પૂર્ણ વીતરાગતા એ પરમાત્માનું સ્વરૂપ છે, જેમાં જ્ઞાનાદિ સર્વ ગુણો પૂર્ણપણે પ્રગટે છે. તે પોતાના સ્વરૂપમાં જ તન્મય છે. પૂર્ણ સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂક્યા છે. જે પોતાના શુદ્ધ સ્વરૂપને નિરંતર અનુભવે છે જાણે છે અને અન્યના સર્વ ભાવોને જાણે છે તે પરમાત્મા છે, સ્વયં સર્વ પરભાવથી સર્વથા મુક્ત છે. પરમાત્માના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા થતાં સાધક પોતાના પરમાત્મસ્વરૂપનો સ્વીકાર કરે છે. અને અંતરાત્મપણે સ્થિરતા અને શુદ્ધિમાં રહી સ્વયં પરમાત્મસ્વરૂપે પ્રકાશે છે. જે જીવની સ્વાભાવિક દશા છે. પૂર્ણ દશા એટલે ન કંઈ ઘટે, ન કંઈ વધે. પરમાત્મસ્વરૂપની પૂર્ણતામાં કંઈ ઘટતું નથી, અને તેમાં કશું ઉમેરવાનું નથી. આખરે ૨૯૦ આતમ ઝંખે છુટકારો Page #302 -------------------------------------------------------------------------- ________________ તે દશા મતિની ગતિરહિત વચનાતીત છે. નયનું અવલંબન નિશ્ચયનય સ્વભાવને આધારે તત્ત્વ જાણે છે. જેમકે આત્મા સ્વભાવે શુદ્ધ છે. અને તેના આશ્રયે પ્રયોગ કરે તો નિશ્ચયદૃષ્ટિ પરિણત થાય છે. વ્યવહારનય, પરના આધારે સ્વની ઓળખાણ આપે જેમકે આત્મા કર્મોના આવરણથી મલિન છે. વ્યવહારનયથી મલિનતા જાણે અને નિશ્ચયનયથી મલિનતાને છૂટી પાડવાનો પ્રયોગ કરે, તો અશુદ્ધ દૃષ્ટિ ટળે. શુદ્ધ દૃષ્ટિનું બળ વધે, તેમ તેમ આત્મા વધુ શુદ્ધતા પામી સંપૂર્ણપણે સ્વાશ્રયી થઈને મુક્ત થાય. વ્યવહારે લખ દોહિલા, કાંઈ ના આવે હાથ રે, શુદ્ધ નય સ્થાપના સેવતાં, નહિ રહે દુવિધા સાથ રે. નિશ્ચય કાળ અને સ્થળથી અબાધિત એવી શુદ્ધ દશાનું ભાન કરાવે છે. વ્યવહાર વર્તમાન અવસ્થા જણાવે છે. માટે નિશ્ચયનયથી નિર્ણય કરે, અને વ્યવહારનયથી જાણેલી અશુદ્ધિને ટાળે તો જિનાજ્ઞાનું માહાત્મ્ય સમજાય. અને પરમાર્થ પામી શકાય. આત્માર્થી જ્ઞાનીના વચન અનુસાર જ્યાં જે યોગ્ય છે તેને આરાધે છે. એકાંતથી આત્મહિતને ત્યજતા નથી. નિશ્ચયને લક્ષમાં રાખી સાધક સંપૂર્ણ શુદ્ધતામાં પરિણમે નહિ ત્યાં સુધી વ્યવહારદૃષ્ટિ ત્યજી દેતા નથી. સાધનાકાળમાં બંને કાર્યકારી છે. એક જનય આત્મહિતમાં બાધક છે. શુદ્ધાત્માની ઓળખાણ થવામાં દેવ, ગુરુ, શાસ્ત્ર, સત્સંગ, સસ્મરણ આદિ સાધનો છે, શુદ્ધાત્મામાં લય થતાં પહેલાં આ સાધનો છોડી દે તો તે અજ્ઞાન છે. સાચો સાધક કાર્ય થયા પહેલાં કારણને છોડી ન દે. નિશ્ચયદૃષ્ટિ હૃદે ધરીજી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશે જી, ભવસાગરનો પાર. ભલે અશુદ્ધ નયથી જોતાં આત્મા અશુદ્ધ જણાય, પરંતુ શુદ્ધ દૃષ્ટિથી જોતાં વિરલા જીવોને જ શુદ્ધ ચિદ્રૂપનો અનુભવ થાય છે. સમાધિશતક ૨૯૧ Page #303 -------------------------------------------------------------------------- ________________ માટે સાધક પરમાર્થને ઉચિત તેવા સદ્ભુત વ્યવહારને સેવે છે, તત્ત્વદૃષ્ટિ વડે બોધ પામી શુદ્ધાત્માપણે પ્રગટ થાય છે, માટે નિશ્ચયદૃષ્ટિનું લક્ષ્ય એ પરમાર્થમાર્ગનું ઘોતક છે. અસદ્ વ્યવહારની મુખ્યતા કરીને જે તત્ત્વદૃષ્ટિને અવગણે છે તેનો સંસાર વધે છે. બાહ્યદૃષ્ટિએ જોતાં, અસર્વ્યવહારરૂપ બાહ્ય ક્રિયાઓ દ્વારા લાગે કે ધર્મ પામું છું. વાસ્તવમાં તે ક્લેશ અને કષ્ટને પામે છે. જ્યારે શુદ્ધનયમાં કોઈ આપત્તિ નથી. જો તું આત્મસ્વરૂપને પામ્યો છું તો તારે શિષ્યવૃંદની ઉપાધિ, શાસ્ત્રોનું સંગઠન કે લોકમેળાની જરૂર નહિ રહે. ફક્ત પરમાર્થદૃષ્ટિયુક્ત વ્યવહારનું અવલંબન લઈ નિશ્ચયદૃષ્ટિને અવલંબે છે તે શુદ્ધાત્માને પામે છે. તત્ત્વજ્ઞાની જ્યારે શુદ્ધ આત્મસ્વરૂપથી ચલિત થાય છે ત્યારે વ્યવહારનું આલંબન લે છે, પરંતુ જ્યારે ધ્યાનદશામાં લીન થાય છે ત્યારે વ્યવહારનું અવલંબન મૂકી દે છે, મુકાઈ જાય છે અને કથંચિત ધ્યાનદશા છૂટી જાય તો સ્વાધ્યાય આદિનું સત્ અવલંબન રાખે છે. જો આ પ્રમાણે સાધના ના કરે તો પૂર્ણતા પામતાં પહેલાં પડવાનાં અનેક સ્થાનકો આવે છે. જિનાજ્ઞારૂપ માર્ગ જ એ છે કે નિશ્ચયદૃષ્ટિ સત્ સાધન દ્વારા સાધવા યોગ્ય છે, તેમાં કારણ વ્યવહારનય છે, કારણ વગર કાર્ય નીપજતું નથી. સર્વ્યવહારના અવલંબનથી નિશ્ચયની પ્રાપ્તિ થાય છે. માટે એકેયનો એકાંતે આગ્રહ ન કરતાં આત્મહિત સાધ્ય થાય તેમ બંને નયને સાપેક્ષ ગ્રહણ કરવા તો નયનું અવલંબન હિતકારી છે. બંને નય આંખ-પાંખ જેવા છે, તત્ત્વજ્ઞાની અંતરમાં નિશ્ચયનો આદર રાખે છે પરંતુ પૂર્ણતાએ પહોંચવા માટે સત્ ક્રિયાને વ્યવહાર સમજીને કરે છે. તેથી તે પરમાર્થ પૂર્ણપણે પામે છે. સોનાની શુદ્ધ અને અશુદ્ધ બંને અવસ્થાને લક્ષ્યમાં લઈ તેની શુદ્ધિનો પ્રયોગ કરવામાં આવે છે. તેમ બંને વ્યવહાર માટે છે. યોગની વિશેષતા (પરમતેજ ગ્રંથના આધારે) : ગ્રંથકારે યોગના અસંખ્ય ભેદ કહ્યા છે, માર્ગમાં જોડતા પરિણામને ‘યોગ' કહ્યો છે. છે, તે શુભાશુભ આસ્રવનું કારણ છે. ૨૯૨ યોગ જોડાવું. મોક્ષમનાદિયોગ પ્રવૃત્તિજનક પણ અહીં ગ્રંથકારે જે = આતમ ઝંખે છુટકારો Page #304 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ દર્શાવ્યો છે, તે તો મોક્ષના બીજરૂપ છે. જેમાંથી મોક્ષરૂપી ફળ નીપજે છે. યોગની ભૂમિકાને અનુસરીને શાસ્ત્રકારે ત્રણ વિશિષ્ટ યોગનું નિરૂપણ કર્યું છે. ૧. ઇચ્છાયોગ, ૨. શાસ્ત્રયોગ, ૩. સામર્થ્યયોગ. આ ત્રણે યોગ તાત્ત્વિક ધર્મની પ્રવૃત્તિસ્વરૂપ છે. તે ભૂમિકા અનુસાર હોય છે. ઇચ્છાયોગ = ધર્મપ્રવૃત્તિની ઇચ્છાની મુખ્યતા શાસ્ત્રયોગ = શાસ્ત્રશ્રવણ-અધ્યયનની મુખ્યતા સામર્થ્યયોગ = જેમાં આત્મસામર્થ્યની મુખ્યતા ઇચ્છાયોગઃ સાધક પ્રારંભની ભૂમિકામાં શુદ્ધ ધર્મનું પાલન કરી શકતો નથી. સર્વજ્ઞકથિત તાત્ત્વિક ધર્મ ધારણ થતો નથી. શુદ્ધ સ્વભાવમાં સામર્થ્ય ટકતું નથી. પરંતુ તે જ્યારે ધર્મમાર્ગમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંશય, અસ્થિરતા, નૂટિઓ મોહજનિત કષાયો, રાગાદિ ભાવો હોય છે. છતાં તેની ધર્મ કરવાની પ્રબળ ઈચ્છાની મુખ્યતા ગણી તેની ધર્મસાધનાને ઇચ્છાયોગ કહ્યો છે. ધર્મ કરવાની ઇચ્છાવાળો અને આગમશ્રવણવાળો તત્ત્વનો આદરણીય જ્ઞાની છતાં પ્રમાદને લીધે જે ત્રુટિવાળી ધર્મપ્રવૃત્તિ છે એને ઈચ્છાયોગ કહે છે.” ઇચ્છાયોગની ભૂમિકામાં ધર્મપ્રવૃત્તિના ચાર પ્રકાર છે. ૧. કોઈ આશંસા વિના જ કર્મના ક્ષયોપશમથી ધર્મ કરવાની ઇચ્છા. ૨. તે ધર્મની યથાર્થતાવાળું આગમનું કરેલું શ્રવણ. (શ્રુતજ્ઞાની) ૩. તે શ્રવણથી સર્વજ્ઞકથિત ધર્મના તત્વનું જ્ઞાન. (સમ્યગ્દષ્ટિ) ૪. વિકથાદિ પ્રમાદવશ ખામીવાળી ધર્મસાધના. આ ઈચ્છાયોગની ભૂમિકા સમ્યગ્દષ્ટિવંતની હોય છે. એથી સમજાશે કે ઇચ્છાયોગ પણ ઉચ્ચ કોટિનો યોગ છે. જ્યાં પર પદાર્થોની ઇચ્છાઓ શમી જાય છે. અને માત્ર મોક્ષને વિશેનો સમાધિશતક ૨૯૩ Page #305 -------------------------------------------------------------------------- ________________ અભિલાષ હોય છે. આશંસા : ધન, માન કે આલોક-પરલોકના સુખની આશા-અપેક્ષારહિત કેવળ શુદ્ધ ધર્મની ભાવના છે, સર્વજ્ઞકથિત ધર્મમાં જ પ્રવૃત્ત, તે સિવાય કોઈ અન્ય ધર્મના ફળની ઇચ્છારહિત આ ઇચ્છાયોગ છે. ધર્મક્રિયા દંભથી કરે, કે અન્ય તેને ધર્મી કહે તેવી ઇચ્છાથી કરે, તે સર્વ ઔદિયભાવની ધર્મપ્રવૃત્તિ છે, તેના વડે સંસાર– પરિભ્રમણ વૃદ્ધિ પામે છે. પરંતુ આ સાધક રાગાદિ ભાવને મંદ કરે છે ક્રોધાદિ કષાયોને શમાવે છે, પરપદાર્થની સુખબુદ્ધિને ઘટાડી અને શુભભાવની વૃદ્ધિ કરે છે, તેવા ક્ષયોપશમભાવે ધર્મ કરવાની ઇચ્છા તે ઇચ્છાયોગ છે. ધર્મ એ મોક્ષનું સાધન છે. તેમ જાણીને નિષ્કપટભાવે, નિર્દભ થઈ, સંસારસુખનાં ફળની આકાંક્ષારહિત સાચી અંતરંગ ઇચ્છા થવી તે આ ઇચ્છાયોગનું માહાત્મ્ય છે. જીવને જેમાં હિત લાગે તેની પ્રથમ ઇચ્છા થાય છે તેમ સાધકને પ્રથમ ધર્મપ્રવૃત્તિની ઇચ્છા થાય છે. આવશ્યક ક્રિયાના સૂત્રમાં પણ આ ઇચ્છાયોગનો નિર્દેશ મળે છે. ઇચ્છામિ, ઇચ્છકાર, ઇચ્છાકારેણ. આ સૂત્રોથી જણાય છે કે સાચી ઇચ્છા કે તીવ્ર જિજ્ઞાસા વગર સાધક ધર્મપ્રવૃત્તિમાં ટકી શકે નહિ. વળી ધર્મ પામવાની દૃઢતાવાળા સાધકને શ્રુતજ્ઞાન હોવું જરૂરી છે. અજ્ઞાનરૂપી અંધકારને નષ્ટ કરવા શ્રુતજ્ઞાન દીપકને સ્થાને છે. અધ્યાત્મમાર્ગ આમ અનેક વૈભવવાળો હોય છે. ૨. શ્રુતજ્ઞાન = ધર્મરૂપ આગમનું શ્રવણ જન્મમરણનો અંત લાવનાર જે તાત્ત્વિક ધર્મ છે, તેની રુચિ થવી તે સાધકની ઉત્તમ ભાવના છે. પરંતુ જેમ સંસારના કેવળ કોઈ પ્રયોજનનો વિચાર કરવાથી તે કાર્ય સિદ્ધ થતું નથી. પરંતુ તે વિચાર પ્રમાણે કાર્ય થવામાં જ્ઞાનની જરૂર પડે છે. તેમ ધર્મપ્રાપ્તિની ભાવના થાય ત્યારે તે ધર્મ યથાર્થપણે થાય, પાત્રતા કેળવાય, સંસ્કારો દૃઢ થાય. રુચિની વૃદ્ધિ થાય તે માટે આગમ-શાસ્ત્રનું શ્રવણ જરૂરી છે. ૨૯૪ આતમ ઝંખે છુટકારો Page #306 -------------------------------------------------------------------------- ________________ તેનું જ્ઞાન પર.રૂપી સારી છે. તત્વની શ્રવણથી ઘર્મતત્ત્વનું જ્ઞાન આગમનું શ્રવણ સદગુરુની નિશ્રામાં થયેલું હોવું જોઈએ. પોતે પોતાની મતિકલ્પનાથી કરે તો કોઈ વાર આરાધના વિરાધના થઈ જાય. સદ્દગુરુ મુખે શ્રવણ કરીને વિધિનિષેધનો વિવેક કરે તો કર્મની નિર્જરા થાય છે. શાસ્ત્રશ્રવણમાં તેના સિદ્ધાંતો અને તત્ત્વની સમજ કેળવવી જોઈએ. શ્રવણ પણ અવધાનપૂર્વક કરવું જોઈએ. સદ્ગુરુએ આપેલો બોધ પરિણામ પામે તો શાસ્ત્રશ્રવણથી જીવ પાત્ર થઈ શ્રુતજ્ઞાની થાય. ૩. ઘર્મતત્ત્વનું જ્ઞાન – સમ્યગુજ્ઞાન - શ્રુતજ્ઞાન વડે સાધક – ઈચ્છાયોગી આત્મજ્ઞાનની પાત્રતાને યોગ્ય બને છે. શાસ્ત્રબોધ વડે તત્ત્વ પરિણામ પામીને જીવ સમ્યગદર્શનને પ્રાપ્ત કરે છે. એથી તેનું જ્ઞાન પણ સમ્યગ્રજ્ઞાન હોય છે. અધ્યાત્મશાસ્ત્રનો – આગમશાસ્ત્રનો અભ્યાસ કરીને શાસ્ત્રરૂપી સાગરનું મંથન કરીને ઇચ્છાયોગી તત્ત્વને પામે છે. તે સમ્યદૃષ્ટિ આત્મા છે. તત્ત્વની શ્રદ્ધાથી ધર્મની ભાવના દઢ કરે છે. એ શ્રદ્ધા સાધકને આગળના માર્ગે નિર્વિને લઈ જાય છે. ૪. વિકગાદિ પ્રમાદવશ ખામીવાળી સાધના , પૂર્ણતા પામતાં સુધી સાધકે પ્રાપ્ત જ્ઞાનની શુદ્ધિ અને વૃદ્ધિ કરવાની છે. ધર્મની ઇચ્છા થાય, શાસ્ત્રશ્રવણ કરે, જ્ઞાન પ્રાપ્ત કરે પરંતુ તેને અનુરૂપ સતુપ્રવૃત્તિ-આચરણ ન કરે તો તે ઇચ્છાયોગની પૂર્તિ થતી નથી. જેમ કે ધર્મરુચિ થયા પછી તેણે શાસ્ત્રશ્રવણ કર્યું કે અહિંસા પાળવી, સત્ય આચરવું, અચૌર્ય પાળવું, સદાચારી રહેવું, પરિગ્રહની મંદતા કરવી, પરંતુ આચરણ સમયે કંઈક નબળો પડે. મનને મનાવી લે તો તે સાધનામાં ત્રુટિ રહે છે. વળી જો વર્તમાનમાં સાધક પ્રાપ્ત જ્ઞાનને વિપરીતપણે પરિણમાવે તો ભવિષ્યમાં તેને કેમ જ્ઞાનની પ્રાપ્તિ થાય ? ધર્મસાધનાની રુચિ છતાં પૂર્વના અજ્ઞાનવશ સેવેલા સંસ્કારો, સમાધિશતક ૨૯૫ Page #307 -------------------------------------------------------------------------- ________________ મોહનીય કર્મની પ્રબળતા, શ્રદ્ધાને ડગાવી દે છે. અને વિકથા આદિ પ્રમાદ સેવાઈ જાય છે. આથી ધર્મપ્રવૃત્તિમાં અરુચિ, કંટાળો, ઉદ્વેગ, ચંચળતા જેવા પ્રકારો સાધકને ધર્મક્રિયામાં પાછો પાડે છે. જે કંઈ ધર્મક્રિયા કરે તેની વિધિમાં અનુપયોગ કે અનાદર થઈ જાય. કંઈ પણ અંતરાય આવતાં ધર્મભાવના મંદ થાય છે. માટે ઇચ્છાયોગીએ આગળના યોગમાં પ્રવૃત્ત થવા અધ્યાત્મયોગ સુધી જવા માટે પ્રમાદના આ સર્વ પ્રકારોને જ્ઞાન દ્વારા, જાગૃતિ અને ધીરજપૂર્વક દૂર કરવા નિરંતર પ્રયાસ કરવો. મોક્ષમાર્ગ સમજ પછી સરળ છે, પરંતુ અનાદિના સંસ્કારવશ તે દુર્ગમ થઈ પડ્યો છે. આથી પ્રમાદાદિ ત્રુટિવાળી ધર્મપ્રવૃત્તિ ઇચ્છાયોગમાં હોય છે. દર્શનમોહ જવા છતાં ચારિત્રમોહનો હજી ઉદય રહે છે તેથી શુદ્ધ દશા હોતી નથી. આ યોગમાં પ્રમાદનો સંભવ હોવાથી ત્રુટિ રહે છે. અતિચાર લાગે છે. જો કે ઇચ્છાયોગી સામાન્ય સંસારી જેવો પ્રમાદી નથી. મંદ કષાયી છે. તેનો પુરુષાર્થ પ્રમાદ દૂર કરવા પ્રત્યે છે. તે ધર્મનો સાચો જિજ્ઞાસુ છે. ૨. શાસ્ત્રયોગ શાસ્ત્રનો અર્થ અત્રે કેવળ ગ્રંથોને ભણવા-વાંચવા એટલો જ અભિપ્રેત નથી. પરંતુ શાસ્ત્રનાં રહસ્યો અને બોધને જે ગ્રહણ કરે છે તેને શાસ્ત્રજ્ઞાનનો મર્મ આત્મજ્ઞાનરૂપે પરિણમે છે. તે સાધક યથાશક્તિ પ્રમાદરહિત હોય છે. સ્વસંવેદનાત્મક શ્રદ્ધાવાળાને તીવ્ર બોધને કારણે આગમપ્રમાણિત યોગરૂપ શાસ્ત્રયોગ હોય છે. યોગશાસ્ત્રમાં શાસ્ત્રયોગનું આવું સ્વરૂપ કહ્યું છે. (પરમ તેજ) શાસ્ત્રયોગની પ્રણાલિ ૧. યથાશક્તિ અપ્રમાદી ૨. તથાવિધ મોહનાશથી સ્વસંવેદનાત્મક શ્રદ્ધાવાન ૩. તીવ્ર બોધની ભૂમિકા ૪. શાસ્ત્રનાં અખંડ વિધાનો જાળવીને ધર્મપ્રવૃત્તિ કરે ૨૯૬ આતમ ઝંખે છુટકારો Page #308 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છાયોગથી હવે આગળની ભૂમિકા શાસ્ત્રયોગની છે. ઈચ્છાયોગ પ્રમાદ સહિત હોવા છતાં સમ્યગૃષ્ટિપણું છે તે અવિરતિ સમ્યગૃષ્ટિ દેશવિરતિ સમ્યગૃષ્ટિ અને સર્વવિરતિ સમ્યગૃષ્ટિ એમ કક્ષા પ્રમાણે હોય છે. પ્રસ્તુત શાસ્ત્રયોગમાં હવે પ્રમાદનાં જે લક્ષણો હતાં – નિદ્રા, વિકથા, ચંચળતા, સંશય અનુપયોગ, વિસ્મરણ વગેરેને આત્મશક્તિને આધારે દૂર કરવાનો પુરુષાર્થ કરે છે. શાસ્ત્રયોગી મનાદિયોગમાં સ્થિરતાવાળો હોય છે. ધર્મસાધનામાં શુભલેશ્યાવાળા અધ્યવસાય હોય છે. શુદ્ધ સૂત્રઉચ્ચારણ, યથાર્થ ક્રિયાવિધિ, શાસ્ત્રઅધ્યયન, નિરતિચાર, પાલન, ધારાવાહી ઉપયોગવાળો હોય છે. અપવાદમાર્ગને સેવે છતાં કંઈ ત્રુટિ હોતી નથી. આવી અપ્રમત્તદશા શાસ્ત્રાયોગીનું મુખ્ય લક્ષણ છે. શાસ્ત્રયોગી જાણે જ્ઞાનયોગીપણે પ્રગટ થયો છે. શાસ્ત્રયોગી જ્વલંત શ્રદ્ધાવાન હોવાથી અપ્રમાદી હોય છે. અત્યંત ઉત્સાહપૂર્વક સર્વ ક્રિયામાં પ્રવર્તે છે. તે સ્વસ્વરૂપમાં સ્થિત હોવાથી તે કષાય, વિષય, વિકથા, રાગદ્વેષ જેવા પ્રકારોથી મુક્ત છે. શુદ્ધ આત્મપદમાં રમણતા હોવાથી પ્રમાદ ત્યાં ફરકી શકતો નથી. નિગ્રંથમુનિની એવી અપ્રમત્તદશા છે. યથાશક્તિ અર્થાત અપ્રમાદી એવા મુનિ પોતાની સર્વ શક્તિ વડે અથવા અનુષ્ઠાનને યોગ્ય જેટલો પુરુષાર્થ યોજવો પડે તેવી રીતે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરે છે. પાંચ મહાવ્રત, પાંચ આચાર, પાંચ ઇન્દ્રિયના વિષયોનો સંયમ વગેરેનું ઉત્તમ પાલન કરે છે. દર્શનમોહ તો તેમણે નષ્ટ કર્યો છે, પરંતુ ચારિત્રમોહને નાશ કરવા તે ઉદ્યમવંત છે. આવી અપ્રમત્તદશા કોઈ વિરલા જીવો જ પ્રાપ્ત કરે છે. આગમધર હોય તોપણ મોહનીય કર્મનો ઉદય પ્રમાદનું આચરણ કરાવી દે. તેથી મુનિ સદાય જાગ્રત અને અપૂર્વ ઉલ્લાસથી પુરુષાર્થ કરે છે. અસત્ નિમિત્તા અને પતનનાં સ્થાનોથી તેઓ દૂર જ રહે છે. સમાધિશતક ૨૦ Page #309 -------------------------------------------------------------------------- ________________ અને તત્ત્વપરિણતિ, વૈરાગ્ય, ક્ષમાદિ ગુણ તથા ઉત્તમ ભાવનાઓથી ચિત્તને વાસિત રાખે છે. રખેને કોઈ છૂપો નિકાચિત કર્મનો ઉદય કંઈ ઓચિંતી ધાડ પાડી ન દે. તેથી યથાશક્તિ તપ, ધ્યાન, દેહમમત્વમોચન વગેરે દ્વારા અપ્રમત્તદશામાં રહે છે. છતાં જ્યારે તેમાં પ્રમત્તભાવ આવે ત્યારે પણ ભક્તિ, અધ્યયન, શાસ્ત્રશ્રવણ જેવા પ્રકારોમાં રહી અપ્રમત્તદશા પ્રત્યે જ પોતાનું વલણ રાખે છે. ૨. શ્રદ્ધાવાન : અપ્રમત્તભાવથી મોહનો નાશ થવાથી મુનિ સ્વસંવેદનાત્મક શ્રદ્ધાવાન હોય છે. સમ્યફ પ્રતીતિયુક્ત, અંતરઅનુભવથી કરેલી શ્રદ્ધા, જેની ધારા અખંડપણે વર્યા કરે. ઇચ્છાયોગમાં ઉત્તમ સાધના હોય પણ તે સ્થાને સ્પષ્ટ અંતરઅનુભૂતિ ન હોય. પાપના દુઃખથી બચવા માટે તે સાધના પરાશ્રયી હતી. શાસ્ત્રાયોગીની સાધના સહજ હોય છે. અંતરપરિણતિ આત્મસ્વરૂપાકારે ટકતી હોય, પૂરું જીવન જ તાત્ત્વિક ધર્મપ્રવૃત્તિયુક્ત હોય. તેને સ્વસંવેદનયુક્ત શ્રદ્ધા કહે છે. આવી શ્રદ્ધા પ્રાપ્ત થવી દુર્લભ છે. સર્વજ્ઞ પુરુષના વચનમાં વિશ્વાસ હોય તેને આ શ્રદ્ધા હોય છે. જિનાજ્ઞા પ્રમાણે તે ધર્મપ્રવૃત્તિ કરે છે. તેથી તેની ધર્મપ્રવૃત્તિ શુદ્ધાત્માના લક્ષ્યવાળી હોય છે. તે સિવાય આ જગતના કોઈ પદાર્થની સ્પૃહા હોતી નથી. સમ્યફ શ્રદ્ધાના બળે શાસ્ત્રયોગી સહજસ્વરૂપમાં સ્થિત રહેવા પ્રયત્નશીલ હોય છે. ૩. તીવ્રબોધ : સભ્યશ્રદ્ધા જ સાધકને પથગામી બને છે. સર્વજ્ઞના વચનની શ્રદ્ધા સાધકને તીવ્રબોધરૂપે પરિણમે છે. શાસ્ત્રમાં દર્શાવેલા સૂક્ષ્મ ભેદપ્રભેદને જાણે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જ્યાં જ્યાં જે જે પ્રવૃત્તિ ઘટે તે શુદ્ધિપૂર્વક કરી શકે છે. શાસ્ત્રો દ્વારા જે જાણ્યું તે આત્મસાત્ થતું જાય છે. પુનઃ પુનઃ તે માટે પ્રયાસ કરવો પડતો નથી. ચિત્તમાં નિરંતર તેના રટણ-ચિંતનની ધારા ચાલતી રહે છે. - શાસ્ત્રયોગી શાસ્ત્રને સંસારભાવથી રક્ષણ કરવાવાળું સાધન માને ૨૯૮ આતમ ઝંખે છુટકારો Page #310 -------------------------------------------------------------------------- ________________ છે. કારણ શાસ્ત્ર એટલે સાક્ષાત્ જિનવાણી છે. તેના રહસ્યો સમજવા દુર્ગમ છે. એટલે ગુરુગમની ત્યાં મુખ્યતા દર્શાવી છે. શાસ્ત્રનાં ગૂઢ રહસ્યો જે ભવમુક્તિનું કારણ છે તે ગુરુગમથી સમજાય છે. શ્રદ્ધામાં આવે છે. શાસ્ત્રીય તત્ત્વોનો વિશાળ બુદ્ધિપૂર્વક અને ગંભીરતાપૂર્વકનો બોધ હોય છે. શાસ્ત્ર દ્વારા હેય, શેય, ઉપાદેયનો વિવેક જાણે છે એથી દ્રવ્યદ્યુત તેમને ભાવદ્યુતપણે પરિણમે છે. અર્થાત્ શુદ્ધ આત્મજ્ઞાનરૂપે પરિણમે છે. એવા અપ્રમત્તદશાવાળા મુનિની ધર્મચર્યા પણ સહજ અને અભુત હોય તેમાં આશ્ચર્ય શું ? ૪. સ્વાભાવિક ધર્મપ્રવૃત્તિ ઃ શાસ્ત્રાયોગીની ધર્મસાધના નિરતિચાર હોય. ગુરૂઆશાને આધીન છતાં સ્વપરિણતિમાં સ્વાધીન રહે. ક્રમે ક્રમે શેષ રહેલા કષાયોના રસને તોડતા તોડતા, દોષોનો હ્રાસ કરતા કરતા આગળ વધે છે. અને દોષ થાય ત્યારે જપીને બેસે નહિ. ગુરુજનો પાસે પ્રાયશ્ચિત્ત દ્વારા તે દોષથી મુક્ત થઈ જાય. આગમપ્રણીત ધર્મવિધાનોને ઉત્સર્ગમાર્ગે આરાધીને, ગુરુજનોની નિશ્રામાં મુનિધર્મનું શ્રેષ્ઠ પાલન કરે છે. અને યોગ્ય સમયે એકાંતે સાધનામાં રહી આગળની ભૂમિકામાં પ્રવેશ કરે છે. અપવાદમાર્ગ પણ ઉત્સર્ગમાર્ગને અવલંબતો હોય પણ ઉન્માર્ગનું સેવન ન જ કરે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાનની આ મુનિદશા અનુક્રમે સંયમની દૃઢતા વડે અપ્રમત્તદશા વડે વિકસતી જાય છે. તે મુનિ સામર્થ્યયોગને પામે છે. સામર્થ્યયોગ : શાસ્ત્રમાં સામાન્યપણે યોગના જે ઉપાયો બતાવ્યા હોય તેની શાસ્ત્રથી પણ વિશેષ પોતાની અંતરંગ શક્તિ-અનુભવ અને વિશિષ્ટ ધર્મવ્યાપાર તે સામર્થ્યયોગ છે. ૧. શાસથી સામાન્ય ઉપાયો : જેમાં આત્માના સામર્થ્યની પ્રધાનતા છે તે સામર્થ્યયોગ છે. તેના પરિણામે શાસ્ત્રયોગથી દ્વેષરહિત થયેલો શુદ્ધ શ્રદ્ધાવાન સાધક મુક્તિ પ્રાપ્ત કરે છે. એ સામર્થ્યયોગને સમાધિશતક ૨૯૯ Page #311 -------------------------------------------------------------------------- ________________ કેમ સાધ્ય કરવો તે શાસ્ત્રથી સામાન્યપણે જાણી શકાય. વિશેષપણે તો અનુભવથી સમજી શકાય. કારણ કે અપ્રમત્તદશા પછીની અનંતગુણી આત્મવિશુદ્ધિમાં કેવાં સંવેદનો આવે, અનુભૂતિ થાય તે કથનમાં જ્ઞાની પણ કેવી રીતે લાવી શકે ? છતાં વાણીધર્મમાં તેનો કંઈક નિર્દેશ કહ્યો છે, કે અપૂર્વ શ્રદ્ધા, સમ્યગ્રદર્શનની નિર્મળતા, સંયમની વિશેષ શુદ્ધિ, સ્વપરિણતિયુક્ત આત્મરમણતા, નિરંતર તત્ત્વોનું ગહન ચિંતન, તપ, અનુષ્ઠાન, ધર્મધ્યાનની પ્રબળતા, આ સર્વ શુક્લધ્યાનના ઉપાયોનું કથન કહ્યું. પરંતુ તે સમયની સાધકની આંતરિક નિર્મળતા, સ્થિરતા અને સ્વરૂપરમણતા વગેરે દશા તો કેવળ અનુભવનો વિષય છે. તેને સામર્થ્યયોગ કહે છે. એ પ્રબળ પુરુષાર્થયુક્ત ધર્મવ્યાપાર છે. ૨. શાસ્ત્રકથનથી પણ વિશેષ ઉપાયો : સાધકને શાસ્ત્રમાં દર્શાવેલા સામાન્ય ઉપાયોથી દિશાસૂચન મળી રહે. પરંતુ સામર્થ્યયોગની પોતાની આત્મશક્તિ વડે જ તે માર્ગના સ્વરૂપને જાણી લે છે. જેમ પક્ષીનું બચ્ચું ઊડતાં શીખી લે પછી પોતાની મેળે ગગનવિહાર કરે છે. તેમ સામર્થ્યયોગીને મુક્તિનો માર્ગ સ્વયં પ્રત્યક્ષ જણાય છે. તે પહેલાંની અવસ્થામાં જે માર્ગ દૂરવર્તી જણાતો હતો તે સામર્થ્યયોગીને નિકટવર્તી લાગે છે. તેથી તે સ્વયં નિર્ભય, અને નિશંકપણે સ્વભુજાબલે એક પછી એક શિખર ઉલ્લંઘતો જાય છે. અને શિખરની ટોચે પહોંચી જાય છે. ૩. આત્મશક્તિની પ્રબળતા : શાસ્ત્રોક્ત વિધિયુક્ત, જિનાજ્ઞાને આધીન, પ્રબલ શ્રદ્ધાબળે, અપ્રમત્તદશા વડે સામર્થ્યયોગમાં પ્રવેશ કર્યા પછી તે યોગીને સ્વયં પોતાની જ આત્મશક્તિ વિપુલપણે પ્રગટ થાય છે. તે શક્તિના આશ્રયે તે આવો વિરાટ ભવસમુદ્ર તરી જાય છે. માટે સામર્થ્યયોગ શ્રેષ્ઠ છે, યોગશિરોમણિ છે અને શીધ્રપણે-અનંતર મુક્તિનું કારણ છે. ૪. સેવન : શાસ્ત્રની મર્યાદાથી પણ આગળના ઉપાયોનું વિશેષપણું. સમ્યગ્ગદર્શનાદિ મોક્ષનાં સાધનો શાસ્ત્રથી જાણી શકાય એ કારણે શાસ્ત્ર ઉપકારભૂત છે. છતાં શાસ્ત્રની મર્યાદા છે. દ્રવ્યદ્યુત ઉપકારી આતમ ઝંખે છુટકારો ૩૦૦ Page #312 -------------------------------------------------------------------------- ________________ છે. તેની મર્યાદા પૂરી થતાં તે જ્ઞાન ભાવઠુતરૂપે-આત્મજ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે યોગીને સામર્થ્યયોગનું અવલંબન રહે છે. તે સહજ અનુભૂત હોવાથી કૈવલ્યપદની પ્રાપ્તિ કરાવે છે. સામર્થ્યયોગ કેવળ શાસ્ત્રનો વિષય નથી, પરંતુ આત્મશક્તિનો, સ્વસંવેદનનો આત્મઅનુભવનો વિષય છે. શાસ્ત્રમાં કથંચિત ન દર્શાવ્યા હોય તેવા આંતરિક શક્તિ દ્વારા પ્રગટ થતા અનુભવો અને ઉપાયોનું સહજ સેવન સામર્થ્યયોગીને હોય છે. શાસ્ત્રયોગથી કૈવલ્યદશા સુધી જ્ઞાન હોવા છતાં કેવળજ્ઞાન કે મોક્ષ તરત થઈ જતો નથી. અર્થાત્ આ બંને વચ્ચેની જે સાધના છે તે સામર્થ્યયોગ છે. જે કેવળ આંતરિક શુદ્ધ દશાનું જ સામર્થ્ય છે. જે યોગીને સ્વાનુભવથી સ્વસંવેદનથી જણાય છે. એવો સામર્થ્યયોગ ક્ષપકશ્રેણીમાં ધર્મરૂપ છે. સારાંશ : વાસ્તવમાં આ યોગનું શ્રવણ કરવું, અધ્યયન કરવું સમજવું, પણ સામાન્ય જીવો માટે દુષ્કર છે. શાસ્ત્રવેત્તા વગર તેનું લેખન પણ અધિકાર બહારની વાત છે. છતાં ઉત્તમ કોટિનાં શાસ્ત્રોનાં આવાં વિધાનો જાણવાં તે મહતું પુણ્ય છે. શાસ્ત્રના આધારે અત્રે સંક્ષેપમાં ઉદ્ધત કર્યું છે. વિશેષપણે તો તે પરમતેજ જેવાં શાસ્ત્રો દ્વારા જાણવું. મહાવનમાં ભૂલો પડેલો પ્રવાસી મૂંઝાઈ જાય, વન્ય પશુઓના અવાજથી ગભરાઈ જાય અને તેને અદમ્ય ઈચ્છા જાગે કે આ વનમાંથી ક્યારે છૂટું ! અને છૂટવા માટે કોઈ માર્ગદર્શકને મેળવવા તડપે, તેમ ઇચ્છાયોગી સંસારરૂપી ભયંકર વનમાં ભૂલો પડ્યો હોય, વિષય કષાયોથી ગભરાઈ ઊઠ્યો હોય અને તેને છૂટવાની તીવ્ર જિજ્ઞાસા જાગે, અને કોઈ સદ્ગુરુ મળે ત્યારે તેમની નિશ્રામાં શ્રદ્ધાપૂર્વક સદગુરુ બતાવે તે માર્ગે ચાલે છે. * સદ્ગુરુના બોધ દ્વારા ઇચ્છાયોગી ધર્મમાર્ગમાં પ્રવૃત્ત થાય ત્યારે તેને શાસ્ત્રજ્ઞાનનો યોગ મળે છે. ત્યારે અપ્રમત્તપણે તે શાસ્ત્રોક્ત વિધિવિધાનો દ્વારા આગળ વધે છે. શાસ્સે કરેલા નિર્દેશ પ્રમાણે આગળ વધતાં યોગીને પોતાનું સામર્થ્ય પ્રગટ થાય છે. જાણે વન સમાધિશતક ૩૦૧ Page #313 -------------------------------------------------------------------------- ________________ વટાવી પથિક રાજમાર્ગ પર આવ્યો હોય તેમ સશાસ્ત્રના આધારે, અપૂર્વબળે અને અંતરની શુદ્ધિ વડે અપ્રમત્તદશાયુક્ત અપૂર્વયોગ પ્રત્યે અવિરત ગતિએ પહોંચે છે. અને આત્મશક્તિનો ગજબનો પ્રભાવ પ્રગટ થાય છે. તે સામર્થ્યયોગી હવે તો સ્વભુજાબળે આત્મસામર્થ્યના પ્રભાવે કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે શ્રેણિએ આરૂઢ થઈ જાય છે. ત્યાં પ્રથમ જે આગળની દશાના ક્ષયોપશમભાવના ક્ષમાદિ ધર્મ હતા તે પણ સહજપણે શમી જાય તેવો ધર્મસંન્યાસ કરતો આયુષ્ય પૂર્ણ થવાના સમયે યોગનિરોધ કરી યોગસંન્યાસને સાધી પૂર્ણ મુક્ત થાય છે. ઈચ્છાયોગી – સમ્યગૃષ્ટિવંત શાસ્ત્રયોગી – અપ્રમત્તમુનિ સામર્થ્યયોગ – ગુણશ્રેણિ આરોહણ. ભેદજ્ઞાનનું સ્વરૂપ કાષ્ઠને ચીરતું કરવત કાષ્ઠને વૃક્ષથી જુદું કરે છે. અગ્નિ સુવર્ણાદિકના મેલને દૂર કરી માટીથી ભિન્ન કરે છે. સાબુ જેવા પદાર્થો મલિન વસ્ત્ર-પાત્રનો મેલ દૂર કરે છે. ખટાશ દૂધ-પાણીને ભિન્ન કરે છે. તલને પીલવાથી તલમાં રહેલું તેલ જુદું પડે છે. શેરડીને યંત્રમાં પીલવાથી તેનો રસ જુદો થાય છે. પણ મીઠાની ખારાશ, આમલીની ખટાશ, ગોળનું ગળપણ કેવી રીતે જુદું પાડવું ? : ભાઈ ! જે પદાર્થો લક્ષણથી, સ્વભાવથી કે ગુણથી ભિન્ન છે તે ભિન્ન થવા કે રહેવા સર્જાયા છે, પરંતુ જે પદાર્થોનાં જે લક્ષણો છે તે ક્યારે પણ ભિન્ન થતાં નથી. તે ન્યાયે જે સાધકની પ્રજ્ઞા જાગ્રત થાય છે, અર્થાત્ જેને ભેદજ્ઞાન થાય છે તેને દેહાદિથી ભિન્ન ૩૦૨ આતમ ઝંખે છુટકારો Page #314 -------------------------------------------------------------------------- ________________ એવા શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. સુવર્ણ અને માટી, મેલ અને વસ્ત્ર, દૂધ અને પાણી સ્વભાવે ભિન્ન છે તેથી તેને યોગ્ય ઉપાય વડે જુદા પાડી શકાય છે. તેમ આત્મા અને અનાત્મા સ્વભાવે ભિન્ન, લક્ષણે ભિન્ન, અવસ્થાએ ભિન્ન હોવાથી જુદાં પાડી શકાય છે. વાસ્તવમાં ભિન્ન જ છે. પરંતુ દેહ સાથે એકક્ષેત્રીપણું હોવાથી જીવને એકત્વનો ભ્રમ પેદા થયો છે. તે ભ્રમ પ્રજ્ઞા વડે દૂર થાય છે. ભેદજ્ઞાન થતાં જ્ઞાની આત્માને શરીરાદિથી ભિન્ન જાણી સ્વરૂપના સુખને અનુભવે છે. પરપદાર્થના સ્મરણમાત્રથી મન ચંચળ થાય છે. માટે જ્ઞાની હંમેશાં ભેદજ્ઞાનની ઉચ્ચ ભાવના વડે પોતે સર્વ પદાર્થથી ભિન્ન છે તેનું નિરંતર સ્મરણ રાખે છે. ઘર, પરિવાર, સ્વજન, દેશ, જ્ઞાતિ વગેરે તથા મન, વચન કાયાના યોગોના નિમિત્તે ઊઠતા ભાવોને, રાગાદિ પરિણામને સંકલ્પવિકલ્પથી પોતાને ભિન્ન જાણી જ્ઞાની પોતાના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરે છે. હજી દશા અપૂર્ણ હોવાથી જ્ઞાનીના બોધના નિમિત્તથી પોતાના સ્વરૂપ સન્મુખ થાય છે, ત્યારે સર્વ દેહાદિ પ્રકારોથી પોતાને ભિન્ન સ્વીકારે છે, પોતે અનંત જ્ઞાન-દર્શન આદિ આત્મગુણોનો સ્વામી છે. પરમાત્મસ્વરૂપ તે જ હું છું તેવી ભાવના કરે છે. અનાદિકાલીન ઘાતીકર્મના ડુંગરો સ્વરૂપની વચ્ચે અવરોધ પેદા કરતા હતા તેને ભેદજ્ઞાનની સુરંગ લગાડીને ચૂરેચૂરા કરી દીધા છે તેવો ભેદજ્ઞાની સર્વ વિકલ્પની જાળને જંજાળ સમજી દૂર કરી આત્મજ્ઞાન દ્વારા નિરંતર આત્માનું ધ્યાન કરે છે. ભેદજ્ઞાનીનાં તપવ્રત સર્વે આ ધ્યાનમાં સમાઈ જાય છે. પ્રથમ તો જીવને શુદ્ધાત્મામાં રુચિ થાય છે ત્યારે તેને તેવા શુભયોગો મળે છે. ત્યાર પછી તેને શાસ્ત્રયોગ અને તેનો બોધ પ્રાપ્ત થાય છે, જેથી આત્મભાવના દૃઢ થતી જાય છે. જ્ઞાની પુરુષની નિશ્રા મળી જતાં પોતાનો પુરુષાર્થ ઊપડે છે ત્યારે સ્વયં જ્ઞાનદશા સમાધિશતક 303 Page #315 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થાય છે. દુર્લભ, દુર્ગમ અને દુસ્તર એવું ભેદજ્ઞાન પ્રગટ થાય છે. આ ભેદજ્ઞાનનું કાર્ય શું ? આ ભેદજ્ઞાન તે જીવ અને જડની ભિન્નતાનું જ્ઞાન છે. દેહ અને આત્માની ભિન્નતાનું ભાન છે. દ્રવ્યકર્મ ભાવકર્મ આદિ વિભાવથી ભિન્નતાનું ભાન છે. સદ્ગુરુ દ્વારા અંતરમાં સદ્ધોધની રુચિ થતાં જડ અને ચૈતન્યને તદ્દન ભિન્નરૂપે જાણવાની જાગૃતિ તે ભેદજ્ઞાન. શરીરની ક્રિયા સમયે પોતાને શરીરમય થવા ન દે. વચનયોગ વખતે વચનનો કર્તા થવા ન દે. મનના વિકલ્પ સાથે એકત્વ ન થતાં ભિન્નપણે એ સર્વ ક્રિયા જાણે પરંતુ એકરૂપ ન થાય તે ભેદજ્ઞાન છે. આ ભેદજ્ઞાન વડે સાચી સંવર અને નિર્જરા થાય છે. પરિણામે સર્વ કર્મોનો ક્ષય થતાં મોક્ષરૂપ આત્મા પ્રગટ થાય છે. મોક્ષનું અનન્ય કારણ આ ભેદજ્ઞાન છે. માટે તેને નિરંતર પ્રયોગો દ્વારા આરાધવું, પ્રગટ કરવું, ભેદજ્ઞાન એ આ સૃષ્ટિની રચનાના જડ અને ચેતન પદાર્થોનું ભિન્નપણું સાક્ષાત્ આત્મસાત્ થાય તેવું રહસ્ય છે. માનવને તેવા નિયમને આધીન રહેવું પડે છે. કોઈ વિરલ જીવ આ ગૂઢ રહસ્ય પામે છે. ધૂળના ઢગલાને વાયુ રજકણમાં ફેરવી દે છે. ગરમી દ્વારા ચાંદીમાંથી મેલ જુદો થતાં ચાંદી શુદ્ધ ધાતુ બને છે. જળ વડે વસ્ત્ર-પાત્રનો મેલ જુદો પડે છે. રવૈયો છાશ અને માખણ જુદાં પાડે છે. તેમ ભાઈ તારી પાસે નિર્મળતા હોય, પ્રજ્ઞા હોય કે તત્ત્વદષ્ટિ હોય તો તે વિભાવ-આશ્રવ-પરભાવથી છૂટો થઈ સ્વભાવમાં આવી શકે. ઉપરના પદાર્થો પણ સાધન અને ઉપાય વડે છૂટા પડે છે. તેમ તું તારા પોતાના જ અંતરંગ સાધન નિર્મળતા કે પ્રજ્ઞા વડે પરભાવ આદિથી ભેદજ્ઞાન કરી શકે છે. આત્મા અને દેહના મમત્વરૂપ એકત્વથી છૂટા પડવું તે ભેદજ્ઞાન છે. ૩૦૪ આતમ ઝંખે છુટકારો Page #316 -------------------------------------------------------------------------- ________________ અન્ય પદાર્થોમાં સ્વપણાનું ભાન રાખવાથી મન આત્માથી વિમુખ બને છે, સ્વજન, કુટુંબ, પરિવાર, ઘર, ક્ષેત્ર, વ્યાપાર, સગાં, સ્નેહી તે સૌના સંબંધો વિકલ્પની જાળ ઊભી કરે છે. જીવ તેમાં ફસાય છે. તે તે પદાર્થોનો કર્તા બને છે. આવી દશામાં જો કોઈ સદ્બોધ દ્વારા ભેદજ્ઞાનનું રહસ્ય સમજાઈ જાય કે હું શુદ્ધ ચિત્તૂપ આત્મા છું. અન્ય કંઈ પણ મારું થઈ શકે તેમ નથી. જે મારું છે તેને જો આરાધું તો મને મારું અવ્યાબાધ સુખ મળે તેમ છે. ભેદશાની જગતના પદાર્થોમાંથી આવું રહસ્ય શોધે છે. અને પછી ઉપાય યોજે છે. ભેદજ્ઞાન વજ્ર જેવું છે. કર્મર્સમૂહને છેદવા તે સમર્થ છે. મોહની જાજ્વલ્યમાન ગુફાને પણ તે ભેદી શકે છે. જગતમાં જીવો મોહવશ સાંસારિક પદાર્થોમાં મૂંઝાઈ જાય છે. પુણ્યયોગથી પોતાને સુખી માને છે, જાણે આ ભવ એ સુખમાં સફળ થયો માને છે, મોહનું કામ જીવને પરપદાર્થોમાં રોકવાનું છે, પરંતુ જ્યારે સદ્ગુરુ પાસેથી ભેદજ્ઞાનની ચાવી મળે છે, ત્યારે જીવની દશા કંઈ ઓર થાય છે. એ ભેદજ્ઞાન એ જ આત્મજ્ઞાનની ઉષા છે. જે મોહરૂપી રાત્રિના અંધકારને હણે છે. અને વીતરાગસ્વરૂપે પ્રગટ થાય છે. અનાદિથી આજ સુધી સંસારની દીર્થ યાત્રા અવળી મતિથી થઈ છે. ભેદ પાડવાનો છે ત્યાં દેહાદિ, વિભાવ સાથે અભેદરૂપે વર્તે છે, અને જ્યાં સ્વરૂપ સાથે પરિણામનો અભેદ જરૂરી છે ત્યાં ભેદરૂપે વર્તે છે, જો આવી અવળી ચાલ બદલી સવળી કરે તો આ ભેદજ્ઞાન અગ્નિરૂપે થઈ કર્મોના ઈંધણને બાળીને ખતમ કરી દેશે. જેમ સંસારના વ્યવહારમાં સાચા હીરાની દુકાનો ઓછી હોય કારણ કે તે મૂલ્યવાન વસ્તુ છે, તેમ ભેદજ્ઞાનીની સંખ્યા જનસમૂહમાં અતિ અલ્પ હોય તોપણ તે વસ્તુ જગતમાં છે. તે જ તેનું મૂલ્ય છે. પરમતત્ત્વનો વિશ્વાસ પણ એ જ વ્યક્તિઓ પાસેથી મળે છે. સામાન્યપણે વિપરીત શ્રદ્ધા જીવની તિને અવળે માર્ગે લઈ જાય છે. સ્વમાં એકત્વબુદ્ધિ કરવાને બદલે પરમાં એકત્વબુદ્ધિ થઈ સમાધિશતક ૩૦૫ Page #317 -------------------------------------------------------------------------- ________________ છે. પરથી છૂટા પડવાનું છે. તે પ્રયોગમાં અઘરું એટલા માટે લાગે છે કે દીર્ઘકાળથી પરમાં કર્તાભાવ કર્યો છે, પોતે જાણનારો જુદો છે તેવો ભાવ કર્યો નથી. પોતાના અંતરમાં એ ભાવ કરીને સ્વ પ્રત્યે વળવાનું છે. પરમાર્થમાર્ગના સાધકે પ્રારંભમાં જ જ્ઞાતાનું લક્ષ્ય કરવું, તેમાં ટકવા માટે શાસ્ત્રાદિનો મહાવરો રાખવો, સદ્ગુરુનાં વચનને હૃદયપૂર્વક ધારણ કરવા. અને નિરંતર આત્મસન્મુખ રહેવાનો પુરુષાર્થ કરવો. કારણ કે અનાદિકાળથી જીવ આસવ સાથે એકમેક થયેલો છે. આશ્રવ અને સ્વભાવનો ભેદ કર્યો નથી. તેથી આકુળતા જ પામ્યો છે. માટે નિરાકુળ એવા શુદ્ધાત્માને ભાવવો. પરપદાર્થ સાથેનું તાદાભ્યપણું તે આસવનું મૂળ છે. સર્વ વિભાવનું મૂળ પણ આસ્રવ જ છે. બુદ્ધિથી તત્ત્વ ગ્રહણ કર્યું હોય પણ જો આ એકત્વ ન તૂટે તો ભેદજ્ઞાન થાય નહિ. એક વાર રાગાદિથી છૂટો પડે તો અને અખંડ દ્રવ્યનું લક્ષ્ય કરે તો ચૈતન્યમાં રહેલી શુદ્ધ પર્યાયો પ્રગટ થાય પરંતુ એકાંતે માની લે કે હું સ્વભાવે શુદ્ધ છું મારે કંઈ કરવાનું રહેતું નથી. તેને ભેદજ્ઞાન થતું નથી. વર્તમાન અવસ્થાની અપૂર્ણતાને સ્વીકારે, સાથે અખંડ દ્રવ્ય પર દૃષ્ટિ-લક્ષ્ય કરે અને પુરુષાર્થ ઉપાડે તો સાધકદશા વૃદ્ધિ પામે અને ત્યાર પછી વીતરાગદશા પ્રગટે. - સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરે તો તત્ત્વનો નિર્ણય થાય. ભલે પ્રથમ શાસ્ત્ર દ્વારા તત્ત્વનો નિર્ણય કરે, પરંતુ પછી એકાંતે બેસી તેના વિશે ઊંડું ચિંતન કરે. જ્ઞાનસ્વરૂપ આત્માની ભાવના કરે, પછી તેનું માહાસ્ય આવે. હું તો આવું શુદ્ધ ચૈતન્ય તત્ત્વ છું. આવું સ્વરૂપ સ્થૂલ ઉપયોગમાં ન આવે માટે સૂક્ષ્મ ઉપયોગ કરી ચિંતન કરવું, તેવું વાચન વગેરે કરવાં, બહારના પદાર્થો સાથે જેટલું તાદામ્ય ઘટે તેટલો ઉપયોગ સૂક્ષમ બને. દ્રવ્યદૃષ્ટિના બળના આધારે પ્રયોગ કરે તો ભેદજ્ઞાન થાય. ભલે ગૃહસ્થ હો પરંતુ તારે પરમાર્થમાર્ગે જવું છે તો નિવૃત્તિ લઈ પ્રયોગ કરે તો અભ્યાસ થાય. તે અભ્યાસમાં તેને જણાય કે રાગાદિમાં ૩૦૬ આતમ ઝંખે છુટકારો Page #318 -------------------------------------------------------------------------- ________________ મને ઐક્ય થાય છે, ત્યારે જ તેને અંદરથી ફુરણા થવી જોઈએ કે હું રાગરૂપ નથી રાગને જાણનારો છું, કરનારો નથી. કારણ કે રાગાદિ ભાવ તો કર્મઆધારિત અને આકુળતાવાળા છે. હું તો નિરાકુળ છું. આવો પ્રયોગ સ્નાન સમયે આવે કે સ્નાન કરું છું તે શરીરથી જુદો છું, તેમાં મને સુખ શું હોય ? તે પ્રમાણે ભોજન સમયે પેલી પ્રયોગની વિચારધારા ચાલવી જોઈએ કે આ શરીરથી, આહારથી હું જુદો છું. પછી મને આ ક્રિયામાં ગમોઅણગમો થાય છે તે કલ્પના છે. આ આહાર જે ઉદરમાં પડે છે, તે કંઈ મારો આત્મા નથી. તેથી હું જુદો છું. અન્ય પ્રકારો અને પ્રસંગોમાં પણ પુરુષાર્થની નબળાઈ હોવાથી રાગાદિ આવે ત્યારે પણ પેલી વિચારધારાથી પ્રયોગ કરે કે હું આવા વિભાવરૂપ કે રાગાદિથી છૂટો છું. વિભાવ મને ભવભ્રમણ કરાવનારા છે અને હું તો વીતરાગસ્વરૂપ છું. શરીરમાં રોગ થાય તેની પીડા થાય ત્યારે પણ આ વિચારધારા ટકે તો રોગાદિમાં આકુળતા ન કરે અને શાંતિથી પોતે જુદાપણાનો ભાવ કરે, પ્રારંભમાં કઠણ લાગશે પરંતુ અભ્યાસથી અને ગુરુગમથી ધીરજપૂર્વક પુરુષાર્થ કરવો. ધર્મઅનુષ્ઠાન વખતે પણ તારી પરિણતિ ક્યાં છે તેને સૂક્ષ્મપણે જાણવું. અશુભભાવથી છૂટે ત્યારે શુભભાવનો વિકલ્પ ટકે છે, ત્યારે કષાયોની મંદતાથી એમ લાગે કે હું શાંતિ અનુભવું છું, પણ તે આત્મશાંતિ નથી. કષાયોની મંદતામાં જણાતી શાંતિ નિર્વિકલ્પદશા નથી. પરપદાર્થો સાથેનું તાદાભ્ય તૂટે, અને પોતે સર્વથી જુદો છે, જાણનારો છે તે ભાવ ટકે તો સત્યનું જ્ઞાન થાય અને મિથ્યાભાવ ટળે. ત્યારે આત્મશાંતિનું ભાવભાસન થાય. ભેદજ્ઞાનની ભાવના : આ દેહ તે આત્મા નથી અને આત્મા તે દેહ નથી. અજ્ઞાનથી ઊપજતા રાગાદિભાવ મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન વીતરાગસ્વરૂપ છું. કર્મોને આધીન મારો આત્મા નથી. હું સર્વ કર્મોને જાણનાર સમાધિશતક 300 Page #319 -------------------------------------------------------------------------- ________________ અને છેદનાર છું. અર્થાત્ સર્વ અન્યભાવથી હું રહિત છું. વ્યવહારિક પ્રકારો અને પ્રસંગો એ નિમિત્તો છે. હું તેનાથી ન્યારો છું એમ ભાવના કરવી. સર્વ દ્રવ્યથી અસંગ છું, એક છું, અનન્ય છું. સર્વ ક્ષેત્રથી હું અસંગ છું, મુક્ત છું. સર્વ કાળથી અબાધિત છું. સર્વ અન્ય ભાવથી રહિત સ્વભાવયુક્ત છું. જન્મમરણ જેવાં કંધોથી મુક્ત છું. હર્ષ, શોક, માન-અપમાનનો મારામાં અભાવ છે. આકાશ જેવો નિર્લેપ છતાં શુદ્ધ ચૈતન્ય છું. અર્થાત્ સર્વ પ્રકારે સર્વથી ભિન્ન છું. કેવળ શુદ્ધ આત્મસ્વરૂપ છું. માત્ર સ્વસંવેદ્યયુક્ત છું. માટે નિજસ્વરૂપમાં જ રહ્યું. જેને હવે અન્ય કંઈ પ્રયોજન નથી તેવા ભેદજ્ઞાની પુરુષે પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ માટે અખંડ વૃત્તિએ નિરંતર આ ભેદજ્ઞાનની ભાવના અને પ્રયોગ કરવા. જેથી સર્વ કર્મોના, દુઃખોના ક્ષય કરનારું આત્મજ્ઞાન પ્રગટ થાય. અનાદિના અંધકારને ઉલેચવા માટે આ ભેદજ્ઞાન એ પ્રકાશ છે. ત્યાર પછી સ્વાનુભૂતિ થાય છે, જે શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન કરાવનારો દીપક છે. અરે દિવ્ય નેત્રો છે. અને દિવ્ય વિચાર છે. જેમાં કેવળ આત્મસ્વરૂપનો ચળકાટ જ ઝબકારા મારે છે. અંતે પૂર્ણસ્વરૂપે પ્રકટ થઈ જ્ઞાની કૃતકૃત્ય થાય છે. ભેદજ્ઞાન માટે સાધકે પ્રથમ બુદ્ધિપૂર્વક નિર્ણય કરવાનો છે. કે હું જ્ઞાતા છું, ત્યાર પછી અંતરમાં શ્રદ્ધા થાય કે હું જ્ઞાતા છું, આમ બુદ્ધિના નિર્ણય પછી શ્રદ્ધા દ્વારા જ્ઞાતાભાવને ગ્રહણ કરી જો પુરુષાર્થ ઉપાડે તો જ્ઞાતા મૂળ સ્વભાવે ગ્રહણ થાય છે, જ્યાં સ્વભાવ ગ્રહણ થયો કે આત્મા નિરામય શાંતિ પામે છે. આ પ્રકારની શાંતિના વરદાનનું મૂળ ભેદજ્ઞાન છે. પ્રથમ વિભાવ અને સ્વભાવને ૩૦૮ આતમ ઝંખે છુટકારો Page #320 -------------------------------------------------------------------------- ________________ સમજીને વિભાવથી ભિન્ન છું તેવો અભ્યાસ હોય છે. અભ્યાસને પરિણામે સ્વભાવ પ્રગટ થતાં ભેદજ્ઞાન સહજ વર્તે છે. હજી અધૂરી દશા હોવાથી ઉપયોગ ચંચળ બને, અનેક તરંગો ઊઠે, તો પણ ભેદજ્ઞાનના પ્રભાવે આત્મા ન્યારો રહી શકે છે. ભેદજ્ઞાનની સહજતામાં આત્માને સ્વાનુભૂતિ થાય છે. માટે પુનઃ પુનઃ ભેદજ્ઞાનની ભાવના કરવી. જીવની જ્યાં રુચિ થાય છે ત્યાં બુદ્ધિ સ્થિર થાય છે. એ રુચિ એવી પ્રબળ હોય કે જીવને ઊઠતા-બેસતાં, ખાતાં-પીતાં એક જ લગની લાગે કે મારે એક આત્મા જ ઉપાદેય છે. પછી તેના પરિણામની થોડી અલ્પાધિકતા થાય પરંતુ પરિણતિનું જોર દ્રવ્ય ઉપર લાગ્યું રહે છે. તેમાં તેને શાસ્ત્રબોધ કે સદ્ગુરુનો યોગ મળે છે એટલે ભાવના વધુ દૃઢ થાય છે. પછી જેમ જેમ વિભાવથી છૂટો પડી સ્વભાવ પ્રત્યે વળે છે તેમ તેમ ભેદજ્ઞાનની ધારા વૃદ્ધિ પામી સહજપણે વર્તે છે. આ ભેદજ્ઞાન આત્મજ્ઞાનની પૂર્ણતા સુધી ધારાવાહી હોય છે. માટે ભેદજ્ઞાનની ભાવનાને દઢ કરવી. ભેદજ્ઞાન એ જ ચમત્કૃતિ છે. બીજા ચમત્કારો પૌગલિક છે. જે સંસારની વૃદ્ધિનું કારણ છે. અશુભથી છૂટે છે તેનું કારણ પણ તત્ત્વદૃષ્ટિ છે. તત્ત્વદૃષ્ટિ થતાં જીવને અશુભભાવ ક્યાંથી ઊપજ ? પૂર્વસંસ્કારે ઊપજે તોપણ તેમાં એકત્વ ન થાય. જે તત્ત્વદૃષ્ટિથી અશુભ છૂટે છે તે શુભમાં રોકાતો નથી. શુભનો સઉપયોગ થઈ તે પણ સહજ છૂટે છે અને જીવ શુભાશુભ બંને આશ્રવથી મુક્ત થઈ શુદ્ધસ્વરૂપને પામે છે તેના મૂળમાં ભેદજ્ઞાન છે માટે તેની દૃઢ ભાવના કરવી. IT I સમાધિશતક ૩૦૯ Page #321 -------------------------------------------------------------------------- ________________ 390 આ. શ્રી પ્રભેન્દુ તથા શ્રી પ્રભાચંદ્ર રચિત સમાધિતંત્રના મૂળ સંસ્કૃત શ્લોક येनात्माऽबुध्यतात्मैव, परत्वेनैव चापरम् । अक्षयाऽनन्तबोधाय तस्मै सिद्धात्मने नमः ॥१॥ , जयन्ति यस्याऽवदतोऽपि भारती, विभूतयस्तीर्थकृतोऽप्यनीहितुः ॥ शिवाय धात्रे सुगताय विष्णवे, जिनाय तस्मै सकलात्मने नमः ॥२॥ श्रुतेन लिंगेन यथात्मशक्ति समाहितान्तः करणेन सम्यक् । समीक्ष्य कैवल्यसुखस्पृहाणां विविक्तमात्मानमथाभिधास्ये ॥ ३॥ बहिरन्तः परश्चेति, त्रिधात्मा सर्व देहिषु । उपेयात्तत्र परमं मध्योपायाद्बहिस्त्यजेत् ॥ ४ बहिरात्मा शरीरादी, जातात्मभ्रान्तिरान्तरः । चित्तदोषात्मविभ्रान्तिः परमात्माऽतिनिर्मलः ॥५॥ , निर्मलः केवलः शुद्धो, विविक्तः प्रभुरव्ययः । परमेष्ठी परात्मेति, परमात्मेश्वरो जिनः ॥६॥ बहिरात्मेन्द्रियद्वारै, रात्मज्ञान पराङ्गमुखः । स्फुरितः स्वात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ॥७॥ नरदेहस्थमात्मानमविद्वान् मन्यते नरम् । तिर्यञ्चं तिर्यगङ्गस्थं सुराङ्गस्थं सुरं तथा ॥ ८॥ नारकं नारकांगस्थं, न स्वयं तत्त्वतस्तथा । अनन्तानन्तधीशक्तिः, स्वसंवेद्योऽचल स्थितिः ॥ ९ ॥ આતમ ઝંખે છુટકારો Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી છોટાલાલ ગુલાબચંદ ગાંધી રચિત ગુજરાતી પદ્યાનુવાદ (હરિગીત) નમું સિદ્ધ પરમાત્માને, અક્ષય બોધસ્વરૂપ; જેનો આત્મા આત્મરૂપ, પર જાણ્યું પરરૂપ. બોલ્યા વિણ પણ ભારતી-દ્ધિ જ્યાં જયવંત, ઇચ્છા વિણ પણ જેહ છે તીર્થકર ભગવંત, વંદું તે સકલાત્મને શ્રી તીર્થેશ જિનેશ, સુગત તથા જે વિષ્ણુ છે, બ્રહ્મા તેમ મહેશ. આગમથી ને લિગથી, ને આત્મશક્તિ અનુરૂપ, હદયતણા ઐકાઅથી, સમ્યક્ વેદી સ્વરૂપ, મુક્તિસુખ-અભિલાષીને કહીશ આતમરૂપ, પરથી, કર્મકલંકથી, જેહ વિવિક્ત સ્વરૂપ. આત્મ ત્રિધા સૌ દેહીમાં-બાહ્યાંતર-પરમાત્મ; મધ્યોપાયે પરમને ગ્રહો, તજો બહિરાત્મ. આત્મભાનિ દેહાદિમાં કરે તેહ બહિરાત્મક આન્તર' વિભમરહિત છે, અતિનિર્મળ “પરમાત્મ'. નિર્મળ, કેવળ, શુદ્ધ, જિન, પ્રભુ વિવિક્ત, પરાત્મ, ઈશ્વર, પરમેષ્ઠી અને અવ્યય તે પરમાત્મ. ઇન્દ્રિય દ્વારા વિષયમાં બહાર ભમે બહિરાત્મ; આતમજ્ઞાનવિમુખ તે માને દેહ નિજાત્મ. નરદેહે સ્થિત આત્મને નર માને છે મૂઢ, પશુદેહે સ્થિત પશુ, સુરદેહે સ્થિત સુર; નરક તને નારક ગણે, પરમાર્થે નથી એમ, અનંત ધી-શક્તિમયી અચળરૂપ નિવેદ્ય. ૩૧૧ સમાધિશતક Page #323 -------------------------------------------------------------------------- ________________ स्वदेहसदृशं दृष्ट्वा , परदेहमचेतनम् । परात्माधिष्ठितं मूढः, परत्वेनाध्यनस्यति ॥१०॥ स्वपराध्यवसायेन, देहेष्वविदितात्मनाम् । वर्त्तते विभ्रमः पुंसां, पुत्रभार्यादि गोचरः ॥११॥ अविद्यासंज्ञितस्तस्मात्संस्कारो जायते दृढः । येन लोकोऽङ्गमेव स्वं पुनरप्यभिमन्यते ॥१२॥ देहे स्वबुद्धिरात्मानं युनक्त्येतेन निश्चयात् । स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनं ॥१३॥ देहेष्वात्मधिया जाता पुत्रभार्यादिकल्पनाः। सम्पत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं जगत् ॥१४॥ मूलं संसारदुःखस्य, देह एवात्मधीस्ततः । त्यक्त्वैनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः ॥१५॥ मत्तश्च्युत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम् । तान् प्रपद्याऽहमिति मां, पूरा वेद न तत्त्वतः ॥१६॥ एवं त्यक्त्वा बहिर्वाचं, त्यजेदन्तरशेषतः। एष योगः समासेन, प्रदीपः परमात्मनः ॥१७॥ यन्मया दृश्यते रूपं, तन्न जानाति सर्वथा । जानन दृश्यते रूपं, ततः केन ब्रवीम्यहम्॥१८॥ यत्परैः प्रतिपाद्योऽहं, यत्परान् प्रतिपादये । उन्मत्तचेष्टितं तन्मे, यदहं निर्विकल्पकः ॥१९॥ यदग्राह्यं न गृहाति; गृहीतं नापि मुंचति; जानाति सर्वथा सर्वं, तत्स्वसंवेद्यमस्म्यहं ॥२०॥ उत्पत्रपुरुषभ्रान्तः स्थाणौ यद्वद्विचेष्टितम् । तद्वन्मे चेष्टितं पूर्व, देहादिष्वात्मविभ्रमात् ॥२१॥ ૩૧૨ આતમ ઝંખે છુટકારો Page #324 -------------------------------------------------------------------------- ________________ નિજ શરીર સમ દેખીને પરજીવયુક્ત શરીર, માને તેને આતમા, બહિરાતમ મૂઢ જીવ. વિભમ પુત્રરમાદિગત આત્મ-અજ્ઞને થાય, દેહોમાં છે જેહને આતમ-અધ્યાવસાય. આ ભમથી અજ્ઞાનમય દઢ જામે સંસ્કાર; અન્યભવે પણ દેહને આત્મા ગણે ગમાર. દેહબુદ્ધિ જન આત્માને કરે તે દેહ સંયુક્ત; આત્મબુદ્ધિ જન આત્મને તનથી કરે વિમુક્ત, દેહે આતમબુદ્ધિથી સુત-દારા કલ્પાય; તે સૌ નિજ સંપત ગણી, હા ! આ જગત હણાય. ભવદુઃખોનું મૂળ છે દેહાતમધી જેહ; છોડી, રુદિય બની, અંતરમાંહીં પ્રવેશ. અનાદિષ્ણુત નિજરૂપથી, રહ્યો હું વિષયાસક્ત; ઈન્દ્રિય વિષયો અનુસરી, જાણ્યું નહિ “હું તત્ત્વ. બહિર્વચનને છોડીને, અંતર્વચ સૌ છોડ; સંક્ષેપે પરમાત્માનો દ્યોતક છે આ યોગ. રૂપ મને દેખાય છે, સમજે નહિ કંઈ વાત; સમજે તે દેખાય નહિ, બોલું કોની સાથ. બીજા ઉપદેશે મને, હું ઉપદેશું અન્ય; એ સૌ મુજ ઉન્મત્તતા, હું તો છું અવિકલ્પ. ગ્રહે નહિ અગ્રાહ્યને, છોડે નહિ ગ્રહેલ; જાણે સૌને સર્વથા, તે હું છું નિવેદ્ય. સ્થાણુ વિશે નરભ્રાન્તિથી થાય વિચેષ્ટા જેમ; આત્મભ્રમે દેહાદિમાં વર્તન હતું મુજ તેમ. ૨૧ સમાધિશતક ૩૧૩ Page #325 -------------------------------------------------------------------------- ________________ यथाऽसौ चेष्टते स्थाणी, निवृत्ते पुरुषाग्रहे। तथाचेष्टोऽस्मि देहादौ, विनिवृत्तात्म विभ्रमः ॥२२॥ येनात्मनाऽनुभूयेऽहमात्मनैवात्मनात्मनि । सोऽहं न तन सा नासौ, नैको न द्वौ न वा बहुः ॥२३॥ यद्भावे सुषुप्तोऽहं, यद्भावे व्युत्थितः पुनः । अतीन्द्रियमनिर्देश्य, तत्स्वसंवेद्यमस्म्यहम् ॥२४॥ क्षीयन्तेऽत्रैव रागाद्यास्तत्त्वतो मां प्रपश्यतः। बोधात्मानं ततः कश्चिन मे शत्रुर्न च प्रियः ॥२५॥ मामपश्यन्नयं लोको, न मे शत्रुर्न च प्रियः । मां प्रपश्यत्रयं लोको, न मे शत्रुर्न च प्रियः ॥२६॥ त्यक्त्वैवं बहिरात्मानमन्तरात्मव्यवस्थितः। भावयेत्परमात्मानं सर्वसंकल्पवर्जितम् ॥२७॥ सोऽहमित्यात्तसंस्कारस्तस्मिन् भावनया पुनः। तत्रैव दृढसंस्काराल्लभते ह्यात्मनि स्थितिम ॥२८॥ मूढात्मा यत्र विश्वस्तस्ततों नान्यद् भयास्पदम् । यतो भीतस्ततो नान्यदभयस्थानमात्मनः ॥२९॥ सर्वेन्द्रियाणि संयम्य, स्तिमितेनान्तरात्मना । यत्क्षणं पश्यतो भाति, तत्तत्त्वं परमात्मनः ॥३०॥ यः परात्मा स एवाऽहं, योऽहं स परमस्ततः। अहमेव मयोपास्यो, नान्यः कश्चिदितिस्थितिः ॥३१॥ प्रच्याव्य विषयेभ्योऽहं, मां मयैव मयि स्थितम् । बोधात्मानं प्रपन्नोऽस्मि, परमानंदनिर्वृतम् ॥३२॥ यो न वेत्ति परं देहादेवमात्मानमव्ययम । लभते स न निर्वाणं, तप्त्वाऽपि परमं तपः ॥३३॥ ३१४ આતમ ઝંખે છુટકારો Page #326 -------------------------------------------------------------------------- ________________ ર૩ ૨૫ ૨૬ ૨૭ સ્થાણું વિશે વિભ્રમ જતાં થાય સુચેષ્ટા જેમ; ભ્રાન્તિ જતાં દેહાદિમાં થયું પ્રવર્તન તેમ. જે રૂપે હું અનુભવું નિજ નિજથી નિજમાંહી, તે હું નર-સ્ત્રી-ઈતર નહિ, એક બહુ-હિક નાહિ. નહિ પાયો નિદ્રિત હતો, પાગ્યે નિદ્રામુક્ત, તે નિવેદ્ય, અતીન્દ્રિ ને અવાચ્ય છે મુજ રૂપ. જ્ઞાનાત્મક મુજ આત્મ જ્યાં પરમાર્થે વેદાય, ત્યાં રાગાદિવિનાશથી નહિ અરિ-મિત્ર જણાય. દેખે નહિ મુજને જનો, તો નહિ મુજ અરિ-મિત્ર, દેખે જો મુજને જનો, તો નહિ મુજ અરિ-મિત્ર. એમ ત્યજી બહિરાત્મને, થઈ મધ્યાત્મસ્વરૂપ; સૌ સંકલ્પવિમુક્ત થઈ, ભાવો પરમસ્વરૂપ. તે ભાવ્ય “સોહમ્ તણા જાગે છે સંસ્કાર; તગત દઢ સંસ્કારથી આત્મનિમગ્ન થવાય. મૂઢ અહીં વિશ્વસ્ત છે, તત્સમ નહિ ભયસ્થાન, જેથી ડરે તેના સમુ કોઈ ન નિર્ભય ધામ. ઇન્દ્રિય સર્વ નિરોધીને, મન કરીને સ્થિરરૂપ, ક્ષણભર જોતાં જે દીસે, તે પરમાત્મસ્વરૂપ. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મ; હું જ સેવ્ય મારા વડે, અન્ય સેવ્ય નહિ જાણ. વિષયમુક્ત થઈ મુજ થકી જ્ઞાનાત્મક મુજસ્થિત, મુજને હું અવલંબું છું પરમાનંદ રચિત. એમ ન જાણે દેહથી ભિન્ન જીવ અવિનાશ; તે તપતાં તપ ઘોર પણ, પામે નહિ શિવલાસ. ૨૮ ૨૯ ૨૧ 32 ૩૩ સમાધિશતક ૩૧૫ Page #327 -------------------------------------------------------------------------- ________________ आत्म देहान्तरज्ञानजनिताल्हाद निर्वृतः । तपसा दुष्कृतं घोरं भुञ्जानोऽपि न खिद्यते ॥ ३४ ॥ रागद्वेषादि कल्लोलैरलोलं यन्मनोजलम् । स पश्यत्यात्मनस्तत्वं स तत्त्वं नेतरो जनः ॥ ३५॥ अविक्षिप्तंमनस्तत्त्वं विक्षिप्तं भ्रान्तिरात्मनः । धारयेत्तदविक्षिप्तं विक्षिप्तं नाश्रयेत्ततः ॥ ३६ ॥ ? अविद्याभ्याससंस्कारै रवशं क्षिप्यते मनः । तदैव ज्ञानसंस्कारैः स्वतस्तत्त्वेऽवतिष्ठते ॥३७॥ अपमानादयस्तस्य, विक्षेपो यस्य चेतसः । नापमानादयस्तस्य न क्षेपो यस्य चेतसः ॥ ३८ ॥ " यदा मोहात्प्रजायेते, रागद्वेषौ तपस्विनः । तदैव भावयेत्स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ॥ ३९ ॥ यत्र काये मुनेः प्रेम, ततः प्रच्याव्य देहिनम् । बुद्धया तदुत्तमे काये, योजयेत्प्रेम नश्यति ॥४०॥ आत्मविभ्रमजं दुःखमात्मज्ञानात्प्रशाम्यति । नायतास्तत्र निर्वान्ति कृत्वापि परमं तपः ॥४१॥ , शुभं शरीरं दिव्यांश्च विषयानभिवाञ्च्छति । उत्पन्नात्ममतिर्देहे, तत्त्वज्ञानी ततच्युतिम् ॥४२॥ परत्राहम्मतिः स्वस्माच्युतो बध्नात्यसंशयम् । स्वस्मिन्नहम्मतिश्च्युत्वा, परस्मान्मुच्यते बुधः ॥ ४३ ॥ दृश्यमानमिदं मूढस्त्रिलिंगमवबुध्यते । इदमित्यवबुद्धस्तु, निष्पन्नं शब्दवर्जितम् ॥४४॥ जानन्नप्यात्मनस्वत्त्वं, विविक्तं भावयन्नपि । पूर्वविभ्रमसंस्काराद् भ्रान्ति भूयोऽपि गच्छति ॥४५॥ . १६ આતમ ઝંખે છુટકારો Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૩૫ ૩૬ ૩૮ આતમ-દેહવિભાગથી ઊપજ્યા જ્યાં આલાદ, તપથી દુષ્કત ઘોરને વેદ પણ નહિ તાપ. રાગાદિક-કલોલથી મન-જળ લોલ ન થાય, તે દેખે ચિતત્ત્વને, અન્ય જને ન જણાય. અવિક્ષિપ્ત મન તત્ત્વ નિજ, ભ્રમ છે મન વિક્ષિપ્ત અવિક્ષિપ્ત મનને ધરો, ધરો ન મન વિક્ષિપ્ત. અજ્ઞાનજ સંસ્કારથી મન વિક્ષેપિત થાય; જ્ઞાન સંસ્કારે સ્વતઃ તત્ત્વ વિશે સ્થિર થાય. અપમાનાદિ ન તેહને, જસ મનને વિક્ષેપ, અપમાનાદિ ન તેહને, જસ મન નહિ વિક્ષેપ યોગીજનને મોહથી રાગદ્વેષ જો થાય; સ્વસ્થ નિજાત્મા ભાવવો, ક્ષણભરમાં શમી જાય. તનમાં મુનિને પ્રેમ જો, ત્યાંથી કરી વિયુક્ત, શ્રેષ્ઠ તને જીવ જોડવો, થશે પ્રેમથી મુક્ત. આત્મભ્રમોભવ દુઃખ તો આત્મજ્ઞાનથી જાય; તત્ર યત્ન વિણ, ઘોર તપ તપતાં પણ ન મુકાય. દેહાતમધી અભિલષે દિવ્ય વિષય, શુભ કાય; તત્ત્વજ્ઞાની તે સર્વેથી ઇચ્છે . મુક્તિ સદાય. પરમાં નિજમતિ નિયમથી સ્વય્યત થઈ બંધાય; નિજમાં નિજમતિ જ્ઞાનીજન પરટ્યુત થઈ મુકાય. નિજ આત્મા ત્રણ લિંગમય માને જીવ વિમૂઢ; સ્વાત્મા વચનાતીત ને સ્વસિદ્ધ માને બુધ. યદ્યપિ આત્મ જણાય ને ભિન્નપણે વેદાય, પૂર્વભ્રાન્તિ-સંસ્કારથી પુનરપિ વિભ્રમ થાય. દશ્યમાન આ જડ બધાં, ચેતન છે નહિ દષ્ટ; ४१ ૪૩ ४४ ૪૫ સમાધિશતક ૩૧ Page #329 -------------------------------------------------------------------------- ________________ अचेतनमिदंदृश्यमदृश्यं चेतनं ततः। क्वरुष्यामिक्वतुष्यमि, मध्यस्थोऽहं भवाम्यतः ॥४६॥ त्यागादाने बहिर्मूढः, करोत्यध्यात्ममात्मवित् । नान्तर्बहिरुपादानं, न त्यागो निष्ठितात्मनः ॥४७॥ युजीत मनसाऽऽत्मानं, वामयाभ्यां वियोजयेत् । मनसा व्यवहारं तुं, त्यजेद्वाशययोजितम् ॥४८॥ जगद्देहात्मदृष्टिना, विश्वास्यं रम्यमेव वा। स्वात्मन्येवात्मदृष्टिनां क्व विश्वासः क्व वा रतिः ॥४९॥ आत्मज्ञानात्परं कार्यं न बुद्धौ धारयेचिरम् । कुर्यादर्थवशात्किंचिदाक्कायाभ्यामतत्परः ॥५०॥ यत्पश्यामीन्द्रियैस्तन्मे, नास्ति यत्रियतेन्द्रियः । अन्तःपश्याभि सानन्दं, तदस्तु ज्योतिरुत्तमम् ॥५१॥ सुखमारब्धयोगस्य, बहिर्दुःखमथात्मनि । बहिरेवासुखं सौख्यमध्यात्म भावितात्मनः ॥५२॥ तब्रुयात्तत्परान्पृच्छेत्तदिच्छेत्तत्परो भवेत् । येनाऽविद्यामयं रूपं, त्यक्त्वा विद्यामयं व्रजेत् ॥५३॥ शरीरे वाचि चात्मानं, संधत्ते वाक्शरीरयोः । भ्रान्तोऽभ्रान्तः पुनस्तत्त्वं, पृथगेषांनिबुध्यते ॥५४॥ न तदस्तीन्द्रियार्थेषु, यत् क्षेमङ्करमात्मनः । तथापि रमते बालस्तत्रैवाज्ञानभावनात् ॥५५॥ चिरं सुषुप्तास्तमसि, मूढात्मानः कुयोनिषु । अनात्मीयात्मभूतेषु, ममाहमिति जाग्रति ॥५६॥ पश्यनिरंतरं देहमात्मनोऽनात्मचेतसा । अपरात्मधियाऽन्येषामात्मतत्त्वे व्यवस्थितः ॥५७॥ ૩૧૮ આતમ ઝંખે છુટકારો Page #330 -------------------------------------------------------------------------- ________________ રોષ કરું ક્યાં ? તોષ ક્યાં ? ધરું ભાવ મધ્યસ્થ. મૂઢ બહિર્ ત્યાગે-ગ્રહે, જ્ઞાની અંતરમાંય; નિષ્ઠિતાત્મને ગ્રહણ કે ત્યાગ ન અંતર્બાહ્ય. જોડે મન સહ આત્મને, વચ-તનકૃત વ્યવહારને દેહાતમધી જગતમાં કરે તિ વિશ્વાસ; નિજમાં આતમદૃષ્ટિને ક્યમ રતિ ? ક્યમ વિશ્વાસ ? આત્મજ્ઞાન વણ કાર્ય કંઈ મનમાં ચિર નહિ હોય; કારણવશ કંઈ પણ કરે ત્યાં બુધ તત્પર નોય. ઇન્દ્રિર્દશ્ય તે મુજ નહીં, ઇન્દ્રિય કરી નિરુદ્ધ, અંતર્ જોતાં સૌખ્યમય શ્રેષ્ઠ જ્યોતિ મુજ રૂપ. પ્રારંભે સુખ બાહ્યમાં દુઃખ ભાસે નિજમાંય; ભાવિતાત્મને દુઃખ બહિર્, સુખ નિજ આતમમાંય. તત્પર થઈ તે ઇચ્છવું, કથન-પૃચ્છના એ જ; જેથી અવિદ્યા નષ્ટ થઈ, પ્રગટે વિદ્યાતેજ. વચ-કાયે જીવ માનતો, તત્ત્વ પૃથક્ છે તેમનું ઇન્દ્રિયવિષયે જીવને વચ-તનથી કરી મુક્ત; છોડે મનથી સુજ્ઞ. વચ-તનમાં જે ભ્રાન્ત; જાણે જીવ નિર્ભ્રાન્ત. ક્ષેમસ્વરૂપ; ત્યાં મૂ. ચિરકાળ; મૂઢ યોનિમહીં સૂતાં સૂતાં જાગી તન-ભાર્યાદિમાં કરે ‘હું-મુજ’અધ્યાસ. કાંઈ ન છતાં અવિદ્યાભાવથી રમણ કરે તમોગ્રસ્ત સમાધિશતક આત્મતત્ત્વમાં સ્થિત થઈ નિત્ય દેખવું એમ, મુજ તન તે મુજ આત્મ નહિ, પર તનનું પણ તેમ. ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૧ ૫૨ ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૩૧૯ Page #331 -------------------------------------------------------------------------- ________________ अज्ञापितं न जानन्ति, यथा मां ज्ञापितं तथा । मूढात्मानस्ततस्तेषां, वृथा मे ज्ञापनश्रमः ॥५८॥ यद् बोधयितुमिच्छामि, तनाहं यदहं पुनः । ग्राह्यं तदपि नान्यस्य, तत्किमन्यस्य बोधये ॥५९॥ बहिस्तुष्यति मूढात्मा, पिहितज्योतिरन्तरे । तुष्यत्यन्तः प्रबुद्धात्मा, बहिावृत्तकौतुकः ॥६०॥ न जानन्ति शरीराणि, सुखदुःखान्यबुद्धयः । निग्रहाऽनुग्रहधियं, तथाप्यत्रैव कुर्वते ॥६१॥ . स्वबुद्धया यावद् गृणीयात्कायवाक्चेतसां त्रयम् । संसारस्तावदेतेषां, भेदाभ्यासे तुं निवृतिः ॥६२॥ घने वस्त्रे यथाऽऽत्मानं, न घनं मन्यते तथा । घने स्वदेहेप्यात्मानं, न घनं मन्यते बुधः ॥६३॥ जीर्णे वस्त्रे यथाऽऽत्मानं, न जीर्ण मन्यते तथा । जीर्णे स्वदेहेऽप्यात्मानं, न जीर्ण मन्यते बुधः ॥६४॥ नष्टे वस्त्रे यथाऽऽत्मानं, न नष्टं मन्यते तथा । नष्टे स्वदेहेऽप्यात्मानं न नष्टं मन्यते बुधः ॥६५॥ रक्ते वस्त्रे यथाऽऽत्मानं न रक्तं मन्यते तथा । रक्ते स्वदेहेऽप्यात्मानं न, रक्तं मन्यते बुधः ॥६६॥ यस्य सस्पन्दमाभाति, निःस्पन्देन समं जगत् । अप्रज्ञमक्रियाभोगं, स शमं याति नेतरः ॥६७॥ शरीरकंचुकेनात्मा, संवृतज्ञानविग्रहः । नात्मनं बुध्यते तस्माद्, भ्रमत्यतिचिरं भवे ॥६॥ प्रविशद्गलतां व्यूहे, देहेऽणूनां समाकृतौ । स्थितिभ्रान्त्या प्रपद्यन्ते, तमात्मानमबुद्धयः ॥६९॥ આતમ ઝંખે છુટકારો Page #332 -------------------------------------------------------------------------- ________________ મૂઢાત્મા જાણે નહીં વણબોમ્બે જ્યમ તત્ત્વ; બોમ્બે પણ જાણે નહીં, ફોગટ બોધન-કષ્ટ. જે ઇચ્છું છું બોધવા, તે તો નહિ હું તત્ત્વ; “હું છે ગ્રાહ્ય ન અન્યને, શું બોધું હું વ્યર્થ? અંતર્શાન ન જેહને, મૂઢ બાહ્યમાં તુષ્ટ; કૌતુક જસ નહિ બાહ્યમાં, બુધ અંતઃસંતુષ્ટ. તન સુખ-દુઃખ જાણે નહીં, તથાપિ એ તનમાંય. નિગ્રહ ને અનુગ્રહ તણી બુદ્ધિ અબુધને થાય. જ્યાં લગી મન-વચન-કાયને આતમરૂપ મનાય, ત્યાં લગી છે સંસારને ભેદ થકી શિવ થાય. સ્કૂલ વસ્ત્રથી જે રીતે સ્થૂલ ગણે ને શરીર, પુષ્ટ દેહથી જ્ઞાનીજન પુષ્ટ ન માને જીવ. જીર્ણ વસ્ત્રથી જે રીતે જીર્ણ ગણે ન શરીર, જીર્ણ દેહથી જ્ઞાનીજન જીર્ણ ન માને જીવ. વસ્ત્રનાશથી જે રીતે નષ્ટ ન ગણે શરીર, દેહનાશથી જ્ઞાનીજન નષ્ટ ન માને જીવ. રક્તવસ્ત્રથી જે રીતે રક્ત ગણે ન શરીર, રક્તદેહથી જ્ઞાનીજન રક્ત ન માને જીવ. સક્રિય જગ જેને દીસે જડ અક્રિય અણભોગ, તે જ કહે છે પ્રશમને, અન્ય નહિ તદ્યોગ. તનકંચુકથી જેહનું સંવૃત જ્ઞાનશરીર, તે જાણે નહિ આત્મને, ભવમાં ભમે સુચિર. અસ્થિર અણનો વ્યુહ છે સમ-આકાર શરીર; સ્થિતિધ્યમથી મૂરખજનો તે જ ગણે છે જીવ. ૩૨૧ સમાધિશતક Page #333 -------------------------------------------------------------------------- ________________ गौरः स्थूलः कृशो वाऽहमित्यने नाविशेषयन् । आत्मानं धारयेन्नित्यं, केवलज्ञप्तिविग्रहम् ॥७०॥ मुक्तिरेकान्तिकी तस्य, चेत्ते यस्याचलाधृतिः। तस्य नैकान्तिकी मुक्तिर्यस्य नास्त्यचला धृतिः ॥७१॥ जनेम्यो वाक् ततः स्पन्दो, मनसश्चित्तविभ्रमाः । भवन्ति तस्मासंसर्ग, जनैयोगी ततस्त्यजेत् ॥७२॥ ग्रामोऽरण्यमिति द्वेधा, निवासोऽनात्मदर्शिनाम् । दृष्टात्मनां निवासस्तु, विविक्तात्मैव निश्चलः ॥७३॥ देहान्तरगते/जं, देहेऽस्मिन्नात्मभावना । बीजं विदेहनिष्पत्तेरात्मन्यवात्मभावना ॥७४॥ नयत्यात्मानमात्मैव, जन्म निर्वाणमेव च । गुरुरात्मात्मनस्तस्मानान्येऽस्ति परमार्थतः ॥७॥ दृढात्मबुद्धिर्देहादाबुत्पश्यन्नाशमात्मनः । मित्रादिभिर्वियोगं च, विभेति मरणाद् भृशम् ॥७६॥ आत्मन्येवात्मधीरन्यां, शरीरगतिमात्मनः । मन्यते निर्भयं त्यक्त्वा, वस्त्रं वस्त्रान्तरग्रहम् ॥७७॥ व्यवहारे सुषुप्तो यः, स जागात्मगोचरे । जागर्ति व्यवहारेऽस्मिन्, सुषुत्पश्चात्मगोचरे ॥७॥ आत्मानमन्तरे दृष्ट्वा देहादिकं बहिः । तयोरन्तरविज्ञानादभ्यासादच्युतो भवेत् ॥७९॥ पूर्वं दृष्टात्मतत्त्वस्य, विभात्युन्मत्तवजगत् । स्वभ्यस्तात्मधियः पश्चात्, काष्टपाषाणरूपवत् ॥८॥ श्रृण्वन्नप्यन्यतः कामं, वदन्नपि कलेवरात् । नात्मानं भावयेद् भित्रं, यावत्तावत्र मोक्षभाक् ॥११॥ ૨૨ આતમ ઝંખે છુટકારો Page #334 -------------------------------------------------------------------------- ________________ હું ગોરો કુશ ધૂલ ના, એ સૌ છે તેનભાવ, - એમ ગણો, ધારો સદા આત્મા જ્ઞાનસ્વભાવ. જો નિશ્ચળ ધૃતિ ચિત્તમાં, મુક્તિ નિયમથી હોય; ચિત્તે નહિ નિશ્ચળ ધૃતિ, મુક્તિ નિયમથી નોય. જનસંગે વચસંગ ને તેથી મનનો સ્પંદ, તેથી મન બહુવિધ ભમે, યોગી તજો જનસંગ. અનાત્મદર્શ ગામ વા વનમાં કરે નિવાસ; નિશ્ચળ શુદ્ધાત્મામહીં આત્મદર્શીનો વાસ. દેહે આતમ-ભાવના દેહાન્તરગતિ-બીજ; આત્મામાં નિજ-ભાવના દેહમુક્તિનું બીજ. જીવ જ પોતાને કરે જન્મ તથા નિર્વાણ; તેથી નિજ ગુરુ નિશ્ચયે જીવ જ, અન્ય ન જાણ. દેખી લય પોતાતણો, વળી મિત્રાદિવિયોગ, દઢ દેહાતમબુદ્ધિને મરણભીતિ બહુ હોય. નિજમાં નિજથી આત્મથી માને તન-ગતિ ભિન્ન, અભય રહે, જ્યમ વસ્ત્રને છોડી ગ્રહે નવીન. સૂતો જે વ્યવહારમાં, તે જાગે નિજમાંય; જાગૃત - જે વ્યવહારમાં, સુષુપ્ત આત્મામાંય. અંદર દેખી આત્મને, દેહાદિકને બાહ્ય, ભેદજ્ઞાન-અભ્યાસથી શિવપદ-પ્રાપ્તિ થાય. સ્વાત્મદર્શને પ્રથમ તો જગ ઉન્મત્ત જણાય; દેઢ અભ્યાસ પછી જગતું કાષ્ઠ-દષરવત્ થાય. બહુ સુણે ભાખે ભલે દેહભિન્નની વાત; પણ તેને નહિ અનુભવે ત્યાં લગી નહિ શિવલાભ. ૩૨૩ સમાધિશતક Page #335 -------------------------------------------------------------------------- ________________ तथैव भावयेद् देहाद् व्यावृत्यात्मानमात्मनि । यथा न पुनरात्मनं, देहे स्वप्नेऽपि योजयेत् ॥ ८२ ॥ अपुण्यमव्रतैः पुण्यं व्रतैर्मोक्षस्तयोर्व्ययः । अव्रतानीव मोक्षार्थी, व्रतान्यपि ततस्त्यजेत् ॥ ८३ ॥ > अव्रतानि परित्यज्य, व्रतेषु परिनिष्ठितः । त्यजेत्तान्यपि संप्राप्य, परमं पदमात्मनः ॥ ८४ ॥ यदन्तर्जल्पसम्पृक्तमुत्प्रेक्षाजालमात्मनः । मूलं दुःखस्य तन्नाशे, शिष्टमिष्टं परं पदम् ॥८५॥ अव्रती व्रतमादाय, व्रती ज्ञानपरायणः । परात्मज्ञानसम्पन्नः, स्वयमेव परो भवेत् ॥ ८६ ॥ लिङ्गं देहाश्रितं दृष्टं, देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मात्ते ये लिङ्गकृताग्रहाः ॥८७॥ जातिर्देहाश्रिता दृष्टा, देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मात्ते ये जातिकृताग्रहाः ॥८८॥ जातिलिंगविकल्पेन, येषां च समयाग्रहः । तेऽपि न प्राप्नुवन्त्येव परमं पदमात्मनः ॥ ८९ ॥ यत्त्यागाय निवर्त्तन्ते, भोगेभ्यो यदवाप्तये । प्रीतिं तत्रैव कुर्वन्ति, द्वेषमन्यत्र मोहिनः ॥ ९०॥ अनन्तरज्ञः सन्धत्ते, दृष्टि पङ्गोर्यथाऽन्धके । संयोगात् दृष्टिमङ्गेऽपि, संधत्ते तद्वदात्मनः ॥९१॥ दृष्टिभेदो यथा दृष्टि पङ्गोरन्धे न योजयेत् । तथा न योजयेद्देहे, दृष्टात्मा दृष्टिमात्मनः ॥९२॥ सुप्तोन्मत्ताद्यवस्थैव, विभ्रमोऽनात्मदर्शिनाम् । विभ्रमोऽक्षीणदोषस्य, सर्वावस्थाऽऽत्मदर्शिनः ॥९३॥ ३२४ આતમ ઝંખે છુટકારો Page #336 -------------------------------------------------------------------------- ________________ ૮૨ નિજને તનથી વાળીને, અનુભવવો નિજમાંય; જેથી તે સ્વપ્નેય પણ તનમાં નહિ જોડાય. પુણ્ય વ્રત, અઘ અવતે, મોક્ષ ઉભયનો નાશ; અવ્રત જેમ વ્રતો તણો કરે શિવાર્થી ત્યાગ. અવતને પરિત્યાગીને વ્રતમાં રહે સુનિષ્ઠ, વ્રતને પણ પછી પરિહરે લહી પરમ પદ નિજ. અંતર્જન્મે યુક્ત જે વિકલ્પ કેરી જાળ; તે દુખમૂળ, તસ નાશથી ઈષ્ટ-પરમ-પદ લાભ. અવતિ-જન વ્રતને ગ્રહે, વતી જ્ઞાનરત થાય; પરમ-જ્ઞાનીને પામીને સ્વયં પરમ થઈ જાય. તનને આશ્રિત લિંગ છે, તેને જીવનો સંસાર; તેથી લિંગાગ્રહી તણો છૂટે નહિ સંસાર. તનને આશ્રિત જાતિ છે, તેને જીવનો સંસાર; તેથી જાત્યાગ્રહી તણો છૂટે નહિ સંસાર. જાતિ-લિંગ-વિકલ્પથી આગમ-આગ્રહ હોય; તેને પણ પદ પરમની સંપ્રાપ્તિ નહિ હોય. જે તજવા, જે પામવા, હઠે ભોગથી જીવ, ત્યાં પ્રીતિ, ત્યાં દ્વેષને મોહી ધરે ફરીય. અજ્ઞ પંગુની દૃષ્ટિને માને અંધામાંય; અભેદજ્ઞ જીવદૃષ્ટિને માને છે તનમાંય. વિજ્ઞ ન માને પંગુની દૃષ્ટિ અંધામાંય, નિજજ્ઞ ત્યમ માને નહી જીવદૃષ્ટિ તનમાંય. માત્ર મત્ત નિદ્રિત દશા વિભ્રમ જાણે અજ્ઞ; દોષિતની સર્વે દશા વિભ્રમ ગણે નિજs. સમાધિશતક ૩૫ Page #337 -------------------------------------------------------------------------- ________________ विदिताशेषशास्त्रोऽपि न जाग्रदपि मुच्यते । देहात्मदृष्टिातात्मा सुप्तोन्मत्तोऽपि मुच्यते ॥९४॥ यत्रैवाहितधीः पुंसः, श्रद्धा तत्रैव जायते । यत्रैव जायते श्रद्धा, चित्तं तत्रैव लीयते ॥९॥ यत्रानाहितधीः पुंसः श्रद्धा तस्मानिवर्त्तते । यस्मानिवर्तते श्रद्धा, कृतश्चियत्तस्य तल्लयः ॥१६॥ भिन्नात्मानमुपास्यात्मा, परो, भवति तादृशः । वर्तिीपं यथोपास्य, भिन्ना भवति तादृशी ॥१७॥ उपास्यात्मानमेवात्मा, जायते परमोऽथवा । मथित्वाऽऽत्मानमात्मैव, जायतेऽग्निर्यथा तरुः ॥९॥ इतीदं भावयेन्नित्यमवाचांगोचरं पदम् । स्वतएव तदाप्नोति, यतो नावर्त्तते पुनः ॥१९॥ अयत्नसाध्यं निर्वाणं, चित्तत्त्वं भूतजं यदि । अन्यथा योगतस्तस्मात्र, दुःखं योगिनां क्वचित् ॥१०॥ स्वप्ने दृष्टे विनष्टेऽपि, न नाशोऽस्ति यथात्मनः। तथा जागरदृष्टेऽपि, विपर्यासाविशेषतः॥१०१॥ अदुःखभावितं ज्ञानं, क्षीयते दुःखसनिधौ । तस्माद्यथाबलं दुःखैरात्मानं भावयेन्मुनिः ॥१०२॥ प्रयत्नादात्मनो वायुरिच्छाद्वेषप्रवर्त्तितात् ।। वायोः शरीरयंत्राणि, वर्तन्ते स्वेषु कर्मसु ॥१०३॥ तान्यात्मनि समारोप्य, साक्षाण्यास्तेऽसुखं जडः । त्यक्त्वाऽरोपं पुनर्विद्वान्, प्राप्नोति परमं पदम् ॥१०४॥ मुक्त्वा परत्र परबुद्धिमहंधियं च, संसारदुःखजननी जननाद्विमुक्तः। ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्ठ - स्तन्मार्गमेतदधिगम्य समाधितन्त्रम् ॥१०॥ ૩૨૬ આતમ ઝંખે છુટકારો Page #338 -------------------------------------------------------------------------- ________________ ૯૫ ૯૮ ૯૯ તનદૃષ્ટિ સર્વગમી જાગ્રત પણ ન મુકાય; આત્મષ્ટિ ઉન્મત્ત કે નિદ્રિત પણ મુકાય. જેમાં મતિની મગ્નતા, તેની જ થાય પ્રતીત; થાય પ્રતીતિ જેહની, ત્યાં જ થાય મન લીન. જ્યાં નહિ મતિની મગ્નતા, તેની ન હોય પ્રતીત; જેની ન હોય પ્રતીત ત્યાં કેમ થાય મન લીન ? ભિન્ન પરાત્મા સેવીને તત્સમ પરમ થવાય; ભિન્ન દીપને સેવીને બત્તી દીપક થાય. અથવા નિજને સેવીને જીવ પરમ થઈ જાય; જેમ વૃક્ષ નિજને મથી પોતે પાવક થાય. એમ નિરંતર ભાવનું પદ આ વચનાતીત; પમાય જે નિજથી જ ને પુનરાગમન રહિત. ચેતન ભૂતજ હોય તો મુક્ત અયત્ન જ હોય, નહિ તો મુક્તિ યોગથી, યોગીને દુઃખ નોય. સ્વપ્ન દેખ વિનષ્ટ હો પણ જીવનો નહિ નાશ જાગૃતિમાં પણ તેમ છે, ભ્રમ ઉભયત્ર સમાન. અદુઃખભાવિત જ્ઞાન તો દુઃખ આવ્યું ક્ષય થાય; દુઃખ સહિત ભાવે સ્વને યથાશક્તિ મુનિરાય. ઇચ્છાદિજ નિજ યત્નથી વાયુનો સંચાર; તેનાથી તનયંત્ર સૌ વર્તે નિજ વ્યાપાર. જડ નિજમાં તનયંત્રને આરોપી દુઃખી થાય; સુજ્ઞ તજી આરોપને લહે પરમપદ-લાભ. જાણી સમાધિતંત્ર આ–જ્ઞાનાનંદ-ઉપાય, જીવ તજે હું બુદ્ધિને દેહાદિક પરમાંય; છોડી એ ભવજનનીને, થઈ પરમાતમલીન, જ્યોતિર્મય સુખને લહે, ધરે ન જન્મ નવીન. ૧00 ૧૦૧ ૧0૨. 03 ૧૦૪ ૧૦૫ સમાધિશતક ૩૨ Page #339 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી રચિત સમાધિ-શતક દોધક (દુહા, છંદ પ્રણમી સરસતિ ભારતી, પ્રણમી જિન જગબંધુ; કેવલ આતમ બોધકો, કરસું સરસ પ્રબંધ. કેવલ આતમબોધ છે પરમારથ શિવપંથ; તામેં જીનકું મગ્નતા, સોઈ ભાવનિગ્રંથ. ભોગજ્ઞાન ક્યું બાલકો બાહ્યજ્ઞાનકી દર; . તરૂણ ભોગ અનુભવ જીસ્યો, મગનભાવ કછુ ઔર. આતમ જ્ઞાને મગનતા સો સબ પુદ્ગલ ખેલ; ઈદ્રજાલ કરી લેખવે, મિલે નહીં મન મેલ. જ્ઞાન વિના વ્યવહાર કો કહાં બનાવત નાચ; રત્ન કહૌ કો કાચમું અંત કાચ સો કાચ. રાત્રે સાચે ધ્યાનમેં જા વિષય ન કોઈ; નાચે માર્ચ મુગતિરસ, આતમજ્ઞાની સોઈ. બાહિર અંતર પરમ આતમ પરિણતિ તીન; દેહાદિક આતમભરમ, બહિરાતમ બહુદીન. ચિત્તદોષ આતમભરમ, અંતર આતમ ખેલ; અતિનિમલ પરમાત્મા, નાહિ કમ કો ભેલ. નરદેહાદિક દેખકે આતમજ્ઞાને હીન, ઈન્દ્રિયબલ બહિરાતમા, અહંકાર મન લીન. અલખ નિરંજન અકલ ગતિ, વ્યાપી રહ્યો શરીર; લખે સુજ્ઞાને આતમા, ખીર લીન ક્યું નીર, અરિ પુત્રાદિક કલ્પના, દેહાતમ અભિમાન; નિજ પરતનું સંબંધ મતિ, તાકો હોત નિદાન. દેહાદિક આતમભ્રમી કલ્પ નિજાર ભાવ આતમજ્ઞાની જગ લો, કેવળ શુદ્ધ સ્વભાવ. ૧૨ ૩૨૮ આતમ ઝંખે છુટકારો Page #340 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ૧૪ ૧૫. ૧૬ ' ૧૮ ૧૯ સ્વપરવિકલ્પે વાસન ! હોત અવિઘારૂપ; તાતે બહરિ વિકલ્પમય, ભરમજાલ અન્ધકૂપ. પુત્રાદિકકી કલ્પના દેહાતમ ભ્રમભૂલ; તાકુ જડ સમ્પતિ, કહે હા મોહ પ્રતિકૂલ. યા ભ્રમમતિ અબ છાંડિદ, દેખો અંતરદષ્ટિ; મોહદષ્ટિ જો છોડી, પ્રગટે નિજગુણ સૃષ્ટિ. રૂપાદિકકો દેખવો, કહન કહાવન ફૂટ; ઈન્દ્રિયજોગાદિક બલે એ સબ લૂટાલૂટ, પરપદ આતમ દ્રવ્યકું, કહત સુનત કછુ નાહિ; ચિદાનંદઘન ખેલાડી, નિજપદ તો નિજમાંહિ. ગ્રહણ અયોગ્ય રહે નહિ, ઝહ્યો ન છો જેહ; જાણે સર્વ સ્વભાવને, સ્વપર પ્રકાશી તેહ. રૂપેક ભ્રમ સીપમેં ક્યું જડકરે પ્રયાસ; દેહાતમ ભ્રમ ભયો, હું તુજ ફૂટપ્રયાસ. મિટે રજત ભ્રમ સીપમેં જન પ્રવૃત્તિ જિમ નાહિ; નરમેં આતમ ભ્રમ મિટે, હું દેહાદિકમાંહિ. - ૨૦ ફિર અબોધે કંઠગત, ચામીકરકે ન્યાય; જ્ઞાન પ્રકાશૈ મુગતિનુજ, સહજ સિદ્ધ નિરુપાય. યા વિન તું સૂતો સદા, યોગે ભોગે જેણિ; રૂપ અતીન્દ્રિય તું છતે, કહિશ, કહુ કેણિ. દેખે ભાખે ઔ કરે, જ્ઞાની સબહિ અચંભ, વ્યવહારે વ્યવહારચું, નિશ્ચયમેં થિર થંભ. જગ જાણે ઉન્મત્ત ઓ જાણે જગ અંધ; જ્ઞાનીકું જગમેં રહ્યો, યું નહિ કોઈ સંબંધ. યા પરછાંડી જ્ઞાનકી, વ્યવહારે જે કહાઈ નિર્વિકલ્પ તુરૂપમે દ્વિધા ભાવ ન હોઈ. - ૨૫ યું બહિરાતમ છાંડીકે, અંતર આતમ હોઈ; પરમાતમ મતિ ભાવીએ, જહાં વિકલ્પ ન કોઈ ૨૬ ૨ ૧ 23 ૨૪ સમાધિશતક ૩૨૯ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૩૧ સોમૈ યા દઢ વાસના, પરમાતમ પદ હેત: ઈલિકા ભમરી ધ્યાનગત, જિનમતિ જિનપદ દેત. ભારે ભય પદ સોહે, જઉં જડકુ બીસાસ; જિન સુંઓ ડરતો ફિરે, સોઈ અભયપદ તાસ. ઈન્દ્રિયવૃત્તિ નિરોધ કરી જો ખિનું ગલિતવિભાવ; દેખે અંતરઆતમા સો પરમાતમ ભાવ. દેહાદિકનેં ભિન્નમે મોથે ન્યારો તે; પરમાતમ પથદીપિકા, શુદ્ધ ભાવના એહુ. ક્રિયા કષ્ટભિ નહુ લહે, ભેદજ્ઞાન સુખવંત; યા વિન બહુવિધ તપ કરે, તોભી નહિ ભવ અંત. અભિનિવેશ પુદ્ગલવિષય, જ્ઞાનીકે કહાં હોત; ગુણકોભી મદ મિટ ગયો, પ્રગટ સહજ ઉદ્યોત. ધર્મ ક્ષમાદિક ભી મિટે, પ્રગટત ધર્મ સંન્યાસ; તો કલ્પિત ભવભાવમેં, ક્યું નહિ હોત ઉદાસ. રજ્જુ અવિદ્યા જનિત, અહિ મિટે રજુકે જ્ઞાન; આત્મજ્ઞાને – મિટે, ભાવે “અબોધ નિદાન. ધર્મ અરૂપી દ્રવ્ય કે, નહિ રૂપી પરહેત; અપરમ ગુન રાચે નહિ, યૂ જ્ઞાની મતિ દેત. નિગમનયની કલ્પના, અપરમભાવ વિશેષ; પરમભાવમેં મગનતા, અતિવિશુદ્ધ નય રેખ. રાગાદિક જબ પરિહરી, કરે સહજ ગુણ ખોજ; ઘટમેં ભી પ્રગટે તદા, ચિદાનંદકી મોજ. રાગાદિક પરિણામયુત, મનહિ અનંત સંસાર; તેહજ રાગાદિક રહિત, જાનિ પરમપદ સાર. ભવપ્રપંચ મન જાલકી, બાજી જુઠી મૂલ; ચાર-પાંચ દિન સુખ લગે, અંત ધૂલકી ધૂલ મોહ બાગુરી જાલ મન, તામે મૃગમત હોઉં, યામેં જે મુનિ નહિ પરે, તાકુ અસુખ ન કોલ. ધર્મ અરૂપી રાત્રે નહિ, ભાવ વિશેષ ૩૭ ૩૮ ૪૦ ૩૩૦ આતમ ઝંખે છુટકારો Page #342 -------------------------------------------------------------------------- ________________ ૪૧ X2 ૪૩ ૪૫ ૪૬ જબ નિજ મન સન્મુખ હુએ, ચિતૈ ન પરગુણ દોષ; તબ બહુરાઈ લગાઈએ, જ્ઞાન ધ્યાન રસ પોષ. અહંકાર પરમેં ધરત, ન લહે નિજગુણ ગંધ, અહં જ્ઞાન નિજગુણ લગે, છૂટે પર હિ સંબંધ. અર્થ ત્રિલિંગી પદ લહે, સો નહિ આતમ રૂ૫; તો પદ કરિ ક્યું પાઈએ, અનુભવગમ્ય સ્વરૂપ. આતમગુણ અનુભવતભી, હાદિકd ભિન્ન; ભૂલે વિભ્રમ વાસના, જો રહિ ફિરે ન ખિa. દેખે સો ચેતન નહિ, ચેતન નહિ દેખાય; રોષતોષ કિનસું કરે, આપહિ આપ બુજાય. ત્યાગ પ્રહણ બાહિર કરે; મૂઢ કુશલ અતિરંગ; બાહિર અંતર સિદ્ધકું, નહિ ત્યાગ ઔ સંગ. આતમજ્ઞાને મન ધરે, વચનકાય રતિ છોડિ; તો પ્રગટે શુભવાસના, ગુણ અનુભવકી જોડી. યોગારંભીકુ અસુખ, અંતર બાહિર સુખ; સિદ્ધયોગÉ સુખર્ટે અંતર, બાહિર દુઃખ. સો કહીયે સો પૂછિયે, તામે ધરિયે રંગ; યા તે મટે અબોધતા બોધરૂપ છે ચંગ. નહિ કછુ ઈન્દ્રિયવિષયમેં ચેતનકૂ હિતકાર; લોભી જન તામે રમે, અંધો મોહ અંધાર. મૂઢાતમસું તે પ્રબલ, મોટે છોડી શુદ્ધિ; જાગત હૈ મમતા ભરે, પુગલમેં નિજબુદ્ધિ. તાકુ બોધન શ્રમ અફલ, જાકું નહિ શુભયોગ. આપ આપકું બુજર્વે, નિશ્ચય અનુભવ ભોગ. પરકો કિશો બુઝાવનો, તું પર ગ્રહણ ન લાગ, ચાહે જેમેં બુઝાવનો, સો નહિ તુજ ગુણ ભાગ. જબલી પ્રાણી નિજમતે, ગ્રહે વચનમનકાય, તબલોં હૈ સંસારથિર, ભેદ જ્ઞાન મિટ જાય. ૪૮ O ૫૧ પર ૫૩ ૫૪ સમાધિશતક ૩૩૧ Page #343 -------------------------------------------------------------------------- ________________ પ૬ ૫૭ પ૯ ૬O સૂખમે ધન ઝીરને નર્વે, ક્યું કરે હું દેહ, તાતેં બુધ માને નહિ, અપની પરિણતિ તેહ. જૈસે નાશ ન આપકો, હોત વસ્ત્રકો નાશ, તૈસે તyકે નાશસે, આતમ અચલ અનાશ. જંગમ જગ થાવર પરે, જાકું ભાસે નિત્ત; સો ચાર્મ સમતા સુધા, અબર નહિ જડચિત્ત. મુગતિ દૂર તાકૂ નહિ, જાકૂ થિર સંતોષ; દૂર મુગતિ તાકું સદા, જાકૂ અવિરતિ પોષ. હોત વચન મન ચલતા, જનકે સંગ નિમિત્ત જન સંગી હોવૈ નહિ, તાતે મુનિ જગમિત્ત. વાસ નગર વનને વિષે, માન દુવિધ અબુદ્ધ, આતમ દરશીકું વસતિ, કેવલ આતમ શુદ્ધ. આપ ભાવના દેહમેં દેહતરગતિ હેત, આપ બુદ્ધિ જો આપમેં સો વિદેહપદ દેત. ભવિ શિવપદદે આપકું આપ હિ સનમુખ હોઈ, તોતે ગુરુ હૈ આતમા, અપનો ઔર ન કોઈ, સોવત હૈ નિજ ભાવને જાગી જે વ્યવહાર, સૂતો આતમ ભાવમેં સદા સ્વરૂપ આધાર. અંતર ચેતન દેખિકે, બહાર દેહસ્વભાવ, તાકો અંતર જ્ઞાનતે હોઈ અચલ દેઢભાવ. ભાર્સ આતમજ્ઞાન ધુરિ, જગત ઉન્મત્ત સમાન, આગે દેઢ અભ્યાસખ્ત, પત્થર તુણ અનુમાન. ભિન્ન દેહતે ભાવિયે, હું આપહિમે આપ, ન્યૂ સ્વપ્નહિમેં નહિ હૂએ, દેહાતમ ભ્રમ તાપ. પુણ્ય પાપ વ્રતે અવ્રત, મુગતિ દોઉ ત્યાગ, અવતપરે વતની તર્જ, તાતે ધરી શિવરાગ. પરમભાવ પ્રાપતિ લગૈ, વ્રત ધરિ અવ્રત છોડિ. પરમભાવરતિ પાયકે, વતભી ઈનમે જોડિ. ૬ ૨ ૬૩ ૬૪ ૬૮ ૩૩૨ આતમ ઝંખે છુટકારો Page #344 -------------------------------------------------------------------------- ________________ ૬૯ 93 ૭૫ દહન સમે ક્યું તૃણ દહી, હું વ્રત અવ્રત છેદિ, ક્રિયાશક્તિ ઈનમેં નહીં, જાગતિ નિશ્ચય ભેદ. વત ગુણ ધારત અવ્રતી, વતી જ્ઞાન ગુણ દોઈ, પરમાતમ કે જ્ઞાન, પરમ આતમા હોઈ. લિંગદેહ આશ્રિત રહે, ભવકો કારણ દેહ, તાતે ભવ છેદે નહી, લિંગ પક્ષ રત જે. જાતિ દેહ આશ્રિત રહે, ભવકો કારણ દેહ, તાતે ભવ છેë નહિ, જાતિપક્ષ રતિ જે. જાતિ લિંગને પક્ષમે જિનÉ છે દઢરાગ, મોહ જાલમેં સો પરૈ, ન લહે શિવસુખ ભાગ. લિંગ દ્રવ્ય ગુણ આદરે, નિશ્ચય સુખ વ્યવહાર, બાહ્યલિંગ હઠ નય ગતિ, કરે મૂઢ અવિચાર. ભાવલિંગ જાતે ભયે, સિદ્ધ પનરસ ભેદ, તાતેં આતમકું નહિ, લિંગ ન-જાતિ ન વેદ. પંગુષ્ટિ ક્યું અંધમેં, દષ્ટિભેદ ન નહુ દેત આતમ દષ્ટિ શરીરમે, હું ન ધરે ગુણ હેત. સ્વપ્નવિકલતાદિક દશા ભ્રમ માને વ્યવહાર, નિશ્ચય નયમેં દોષ ક્ષય, વિના સદા ભ્રમચાર. છુટે નહિ બહિરાતમા, જાગતજી પઢિ ગ્રંથ, છુટે ભવથે અનુભવી, સુપન વિકલ નિરંથ. પઢી પાર કહે પાવનો, મિટ્યો ને મનકો ચાર, રૂં કૌલુકે બૈલકું, ઘરહી કોસ હજાર. જિહાં બુદ્ધિ થિર પુરુષકી તહેં રૂચિ તહે મન લીન, આતમમતિ આતમરૂચિ, કહો કૌન આધીન. સેવત પર પરમાતમાં લહેં ભવિક તસ રૂપ. બતિયા સેવત જ્યોતિયું, હોવત જ્યોતિ સરૂપ. આપ આપમેં સ્થિત હુએ, તરૂથે અગનિ ઉદ્યોત, સેવત આપહિ આપકું, હું પરમાતમ હોત. 99 ૭૮ ૭૯ ૮O R સમાધિશતક 333 Page #345 -------------------------------------------------------------------------- ________________ ८६ એહિ પરમ પદ ભાવિયે વચન અગોચર સાર, સહજ જ્યોતિતો પાઈયે, ફિરિ નહિ ભવ અવતાર. ૮૩ જ્ઞાનીકું દુઃખ કછુ નહીં, સહજ સિદ્ધ નિર્વાણ, સુખ પ્રકાશ અનુભવ ભયે, સબહી ઠૌર કલ્યાણ. ૮૪ સુપન દષ્ટિ સુખ નાશ, ક્યું દુ:ખ લહે ન લોક, યાગર દૃષ્ટિ વિનમેં, હૂં બુધË નહિ શોક. ૮૫ સુખ ભાવિતદુ:ખ પાયકે ક્ષય પાવે જગજ્ઞાન; ન રહે સો બહુતાપમેં કોમલ ફૂલ સમાન. દુઃખ પરિતાપે નવિ ગલે, દુ:ખભાવિત મુનિ જ્ઞાન; વજ ગલે નવિ દહનમેં કંચનક અનુમાન. ૮૭ તાતે દુઃખસુ ભાવિયે, આપ શક્તિ અનુસાર, તો દેઢતર હૂઈ ઉલસે, જ્ઞાન ચરણ આચાર. ૮૮ રનમેં લરતે સુભટ ગિને ન બાન પ્રહાર, પ્રભુરંજનકે હેત – જ્ઞાની અસુખ પ્રચાર. વ્યાપારી વ્યાપારમેં સુખકર માને દુઃખ; ક્રિયાકષ્ટ સુખમેં ગિને, – વંછિત મુનિ સુખ. ૯૦ ક્રિયાયોગ અભ્યાસ હૈ, ફલ હૈ જ્ઞાન અબંધ, દોનુÉ જ્ઞાની ભજૈ, એક મતી અંધ. ૯૧ ઈચ્છા શાસ્ત્ર સમર્થના ત્રિવિધ યોગ છે સાર, ઈચ્છા નિજ શક્તિ કરી, વિકલ યોગ વ્યવહાર. ૯૨ શાસ્ત્રયોગ ગુણ ઠાણકો, પૂરન વિધિ આચાર, પદ અતીત અનુભવ કહ્ય, યોગ તૃતીય વિચાર. ૯૩ રહે યથાબલ યોગમે, ગહૈ સકલ નય સાર, ભાવે જૈનતા સો લહૈ, ચાહે ન મિથ્યાચાર. મારગ અનુસારી ક્રિયા, છેદે સો મતિહીન, કપટકિયા બલ જગ ઠગે, સોભી ભવજલ મીન. નિજ નિજ મત મેં લરિ પરે, નયવાદી બહુરંગ, ઉદાસીનતા પરિણમૈ, જ્ઞાનીકું સરવંગ. ૯૬ ૩૩૪ આતમ ઝંખે છુટકારો Page #346 -------------------------------------------------------------------------- ________________ ૯૮ દોઉ લરે તિહાં એક પરે, દેખનમેં દુઃખ નાહિ, ઉદાસીનતા સુખસદન, પરપ્રવૃત્તિ દુ:ખ છાંહિ. ઉદાસીનતા સુરલતા, સમતારસ ફળ ચાખ. પરપેખનમેં મતપરે, નિજમેં ગુણ નિજ રાખિ. ઉદાસીનતા જ્ઞાનફલ, પર પ્રવૃત્તિ હૈ મોહ, શુભ જાનો સો આદરો, ઉદિત વિવેક પ્રરોહ. દોધિક શત કે ઉધરયું, તન્ન સમાધિ વિચાર, ધરો એક બુધ કંઠમેં, ભાવ રતનકો હાર. જ્ઞાન વિમાન ચારિત્ર પવિ, નંદન સહજ સમાધ, મુનિ સુરપતિ સમતા સચી, રંગે રમે અગાધ. ૧૦૧ કવિ જશવિજયે એ રચ્યો, દોધિક શતક પ્રમાણ, એહ ભાવ જો મન ધરે, સો પાવૈ કલ્યાણ. 100 ૧૦ર સમાધિશતક ૩૩૫ Page #347 -------------------------------------------------------------------------- ________________ આત્મા જેટલા અંશે પોતાને ભૂલે છે, પરાશ્રયને અંગીકાર કરે છે, તેટલા અંશમાં શુભાશુભ ભાવવાળો બને છે. તેનું ફળ સંસારભાવ છે. આત્મા જેટલા અંશમાં આત્મદ્રષ્ટિવંત બને છે, સ્વાશ્રયનું લક્ષ્ય કરે છે તેટલા અંશમાં તે નિર્વિકલ્પ શુદ્ધ ભાવવાળો બને છે. . અંદરની શાંતિ માટે બહારના એકાંતની જરૂર છે. બહારના એકાંતથી અંતરથી એકાંત મળે છે. અંદરનું એકાંત બધા જીવને ભૂલવામાં, બધાં કર્મ, ઇચ્છા, વિચાર અને વાસનાને છોડવામાં રહેલું છે. આ જ ખરું એકાંત છે, જેમાં જીવ અંદરના સમભાવથી, માધુર્યથી પરમકલ્યાણને રસ્તે પડે છે. શાંતિની ગાદી ઉપર આધ્યાત્મિક સૌન્દર્યની પૂર્ણતા પ્રગટ થાય છે. રુચિ અને વૃત્તિ બંનેનું સહચારીપણું છે. રુચિની સાથે વૃત્તિ જોડાયેલી જ રહે છે. દ્રવ્ય રુચિ આતાત્મા સ્વરૂપ જણાવનાર ગ્રન્થો ઇત્યાદિની રુચિ અને ભાવ રુચિ સાક્ષાત આત્મરવરૂપની રુચિને કહી છે. ધર્મચિંતન'] - પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્ય Page #348 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યનું શરીર ભલે અશુચિમય રહ્યું, છતાં એમાં ચૈતન્યનો વાસ છે. તેથી તેમાં એક ગુણ એ છે કે પાપને રોકી શકાય છે. ધર્મના બોધ દ્વારા પરમાત્માની ભક્તિ વડે અને આત્મોપાસના વડે તે દિવ્ય શરીરને અર્થાત્ ગુણોના સમૂહરૂપ શરીરને પ્રાપ્ત કરાવી સંસારથી મુક્ત કરે છે.