________________
પરમ તત્ત્વ સુધી પહોંચાડશે. સ્વયં તું જ પરમાત્મપણે પ્રગટ થઈશ.
અર્થાત્ શુદ્ધાત્માની ઉપલબ્ધિવાળો આત્મા જાગ્રત છે. જેને તેવી ઉપલબ્ધિ નથી તે સદાય મોહનિદ્રામાં સૂતેલો છે. શુદ્ધાત્મા જ ચિદાનંદમય સ્વરૂપને અનુભવે છે.
અંતરાત્માનું મંથન ચાલે છે, કે આત્મભાન વિના હું કેવા કેવા સ્થાને રખડ્યો, રઝળ્યો, અને જન્મો વ્યર્થ ગુમાવ્યા ? બહિરાત્મદશાએ કેવળ ઊંઘતો જ રહ્યો. મોહવશ નશામાં ભાન ભૂલતો જ રહ્યો. જાગતો છતાં ઊંઘતો જ રહ્યો. સુષુપ્તિ, નિદ્રામાં આત્મઉપયોગ આવૃત્ત હતો. સ્વપ્નમાં તો ખોટું પણ સાચું માનતો હતો. ક્યાં આત્માની જાગ્રત અવસ્થા અને ક્યાં પ્રમાદી અવસ્થા ?
પરંતુ આત્મભાવે જાગીને જોયું ત્યાં તો સર્વ જગતની વિસ્મૃતિ થઈ, જગતના અભિપ્રાયથી આત્માનો નિર્ણય કર્યો હતો કે હું ઊંચનીચ, કાળો-ધોળો, સ્ત્રી-પુરુષ, મતિહીન-મતિવાળો, દેવ-નારક, તિર્યંચમાનવ કે રૂપાળો-નરૂપાળો તે હવે કેવળ કલ્પના જ જણાય છે. હું તો સર્વીં ભિન્ન, તે સર્વ અવસ્થાઓને જાણનારો, પ્રગટ ચૈતન્યસ્વરૂપ છું.
વળી, આવા અરૂપી તત્ત્વને મેં સ્પર્શીને, રસ દ્વારા, ગંધ દ્વારા, વર્ણ દ્વારા, શબ્દ દ્વારા કે મન દ્વારા જાણવા પ્રયત્ન કર્યો. પરંતુ રૂપી એવા એ પદાર્થો મને અરૂપીને ક્યાંથી જાણે ? જન્માંધ પ્રકાશને ક્યાંથી જાણે ? સ્વ-પ્રકાશીને કોણ પ્રકાશે ? સૂર્ય-ચંદ્રાદિ પ્રકાશને જાણવાવાળો તું, જેમ કોઈ અંધ ફાનસ લઈને નીકળે તેમ તું અન્ય પ્રકાશ દ્વારા તને જોવા લાગ્યો પણ તે વ્યર્થ થયું. કેવળ શુદ્ધ એવા સ્વઉપયોગ વડે આત્મા જણાય છે તે સમજવાથી તે ઉપયોગને અંતર તરફ વાળતાં સ્વસંવેદ્ય આત્મા અનુભવમાં આવ્યો.
આવું આત્મદર્શન એ દૂરનું છે કે દુર્લભ છે તેવું નથી, પરંતુ જગતમાં · મોટા ભાગના માનવીની દૃષ્ટિ તે દિશામાં જતી નથી અને સાધનામાર્ગે નીકળે છે તે ક્યાં તો પૂજા, સત્કાર, લબ્ધિ જેવાં પ્રલોભનોમાં અટવાય છે, અને સાધકને બદલે પોતાને શક્તિમાન માની અટકી પડે છે. મુક્તિનો અભિલાષી રિદ્ધિ-સિદ્ધિનાં પ્રલોભનોમાં
૬૪
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છૂટકારો
www.jaihelftbrary.org