________________
અટવાઈ જાતે જ મુક્તિનાં દ્વાર બંધ કરે છે. તો વળી કોઈ વ્યક્તિના ઉન્માદમાં અંતરમાં ઠરવાને બદલે નાચતો રહે છે.
આવાં અણકથ્થાં આવરણોને જાણતો, હડસેલતો જે સાહસ કરે છે તે અંતરાત્મા આગળની સ્વરૂપસિદ્ધિને પ્રાપ્ત કરે છે.
રૂપેકે ભ્રમ સીપમેં, જયું જડ કરે પ્રયાસ; દેહાતમ ભમ તે ભયો, હું તુજ કૂટ પ્રયાસ. છંદ-૧૯
સમુદ્રતીરે રવિ તેજથી ચમકતી છીપ જોઈને ચક્ષુને ભ્રમ થાય છે કે આ રૂપે છે, તેમ અજ્ઞાની જીવ જડમાં જીવને જાણવાનો પ્રયાસ કરે છે, અને દેહને જ આત્મા માની તેમાં રાચતો-માચતો રહ્યો તે તારો વિપરીત કૂટ અભ્યાસ છે.
સમુદ્રતીરે ચમકતી છીપને રૂપું માની જીવ તે લેવા પ્રેરાય છે તેમ બહિરાત્મા જગતના લોભામણા દેહાદિ પદાર્થોમાં લલચાઈ રાગદ્વેષ કરે છે અને કર્મગ્રહણનું પુનરાવર્તન થયા કરે છે, તેને કારણે પુનઃ જન્મ, પુનઃ મરણ યોજાય છે, વિશ્વવ્યાપી રહેલા પૌગલિક પદાર્થોનેપરમાણુને ગ્રહણ કર્યા, છોડ્યા. પરિણામે કૂવાની રેંટની જેમ ફર્યા જ કર્યો. તે પદાર્થો મેળવવા કેટલા ક્લેશ અને કષ્ટ પામ્યો, જો તને એ સર્વ ભૂતકાળ એકસાથે જણાય તો તારા ગાત્રો શિથિલ થઈ જાય. પણ તારી પાસે એવું જાણવા જેવું ભાન કે જ્ઞાન ક્યાં છે ? તે ભલે ન હોય પણ તું શાસ્ત્રના કથન, પ્રમાણ અને યુક્તિ પર તો ભરોસો રાખ કે તે પૂર્વે કેવો ફોગટ અભ્યાસ કર્યો છે !
જેમ કાખમાં તેડેલું બાળક હોવા છતાં વિભ્રમ થવાથી માતા બૂમ મારે છે કે મારું બાળક ક્યાં ? પણ કોઈ સજ્જન તેને ઊભી રાખી સમજાવે છે કે તારું બાળક તો તારી કાખમાં છે અનને તેને ભાન થાય છે. તેમ આત્મામાં આત્મસ્વભાવનું ભાન થતાં જીવ સતને સ્વીકારે છે.
મિટે રજત ભ્રમ સીપમેં જન પ્રવૃત્તિ જિમ નાહિ;
નરમેં આતમ ભમ મિટે, હું દેહાદિક માંહિ. છંદ-૨૦ છીપમાં રૂપાનો ભ્રમ ટળે છે ત્યારે માણસ છીપને રૂપું માનીને
સમાધિશતક
૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org