________________
વ્યવહાર કરતો નથી, તેમ જ્યારે માણસને દેહમાં થયેલી આત્મભ્રાંતિ ટળે છે ત્યારે તે દેહાદિકમાં આત્મબુદ્ધિ કરતો નથી. એક ભ્રમ ટળી જાય પછી જીવની દશા પરિવર્તન પામે છે. આ ઉપમાથી સમજવાનું હાર્દ એ છે કે –
જેમ માણસ અંધકારમાં અટવાય ત્યારે કોઈ શસ્ત્ર લઈને અંધારાને તોડવા પ્રયત્ન કરે તો તે વ્યર્થ જાય પણ એક નાનો સરખો દીવો મૂકવાથી અંધારું દૂર થાય છે તેમ બાહ્ય જગતમાં અજ્ઞાનરૂપી અંધકારમાં ભૂલેલો જીવ પોતાના જ આત્મજ્ઞાન વડે સ્વ-પર પ્રકાશિત થાય છે ત્યારે બાહ્ય જગતમાં ઘૂમવાની જે ઉન્મત્તતા હતી, અંતરમાં લોભાદિના આવેગો હતા, માયા-પ્રપંચનાં જાળાં હતાં, અશુભ સંસ્કારોનો પુંજ હતો, અને અનેક પ્રકારની આશા-નિરાશાનો જે ઘેરાવો હતો તે સર્વે એક આત્મજ્ઞાનના આવિર્ભાવથી શમી ગયા અને આત્મા સ્વયં પ્રકાશિત થયો.
ત્યાર પછી કદાચિત એવા જ્ઞાનીને સંસારમાં કાર્ય-પ્રવર્તનનો યોગ હોય તો પણ તેને માટે એ એક અભિનય છે, જેમ કોઈ શિક્ષક શાળામાં ભણાવે ત્યાં તેનો બાળક ભણતો હોય ત્યારે પણ તે શિક્ષક તો પિતારૂપે હોય છે, રાવણનો અભિનય ભજવતો સજ્જન બહાર નીકળીને પરસ્ત્રી પ્રત્યે નજર કરતો નથી, તે સજ્જન જ રહે છે, તેમ જ્ઞાનીને સંસારીજનો સાથે સંપર્ક થવા છતાં પોતે જ્ઞાનસ્વરૂપે જ રહે છે. સાંસારિક વ્યવહાર કરવા છતાં પોતે આનંદસ્વરૂપે જ રહે છે તે જ્ઞાનીના હૃદયનો મર્મ છે.
તેમની અંતરશાંતિ વિક્ષિપ્ત થતી નથી, કારણ કે આત્મશાંતિને બાહ્ય સાધન કે પરિસ્થિતિ સાથે સંબંધ નથી. તેને માટે કોઈ ખાસ નિમિત્તની જરૂર નથી.
સામાન્ય સંસારી જીવ આ દશાની કલ્પના પણ કરી શકતો નથી. તે તો પંખાની સ્વિચ દબાવતાં પંખો ચાલે, અને સ્વિચ બંધ થતાં પંખો બંધ થાય તેમ બહારની ગરમીથી અંદર મૂંઝાય, બહારની ઠંડીથી ધ્રૂજે. પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને વિશે ભ્રાંતિ થયેલી હોવાથી જીવ પૂર્વે સેવેલા પુદ્ગલ-વિષયોમાં સુખ મેળવવા ભમે છે, તેથી
૬૬ Jain Education International
આતમ ઝંખે છુટકારો
For Private & Personal Use Only
www.jainelibrary.org