________________
તેને નિર્દોષ આનંદની પ્રાપ્તિ થતી નથી, પરંતુ જો એક વાર તેને આત્મજ્ઞાન થાય પછી તેનો અંધકારનો પડદો હટી જતાં તે તે પ્રસન્નતા પામે છે.
ફીર અબોધસે કંઠ ગત, ચામી કર કે ન્યાય;
જ્ઞાન પ્રકાશે મુક્તિ તુજ, સહજ સિદ્ધ નિરુપાય. છંદ-૨૧
જેમ કોઈ અજ્ઞાની પોતાના કંઠમાં હાર હોવા છતાં બહાર શોધે છે પરંતુ ભ્રાંતિ દૂર થવાથી પોતાના કંઠમાં હાર છે, તેવું સત્ય તેને ભાસે છે તે ન્યાયે અજ્ઞાની જ્ઞાનના પ્રકાશ વડે અનુભવાતી મુક્તિને જાણતો નથી. તેથી પૂર્વે સેવેલા કંઠસ્થ કરેલા પૌગલિક વિષયોને “મારા, મારા” એમ બોલ્યા કરે છે. પરંતુ એ ભ્રાંતિ દૂર થતાં હવે કહે છે કે “ન મારા, ન મારા”. જ્ઞાનના પ્રકાશમાં તેને પોતાનું સ્વરૂપ સ્પષ્ટ અનુભવમાં આવે છે. જેમાં તેને બાહ્ય સાધનની જરૂર પડતી નથી.
વીતરાગનો જ્ઞાનમાર્ગ જ એવો છે કે તેને વ્યક્ત-અવ્યક્ત જગતનાં રહસ્યો અનુભવમાં આવે છે. ગુણવિકાસ થતાં ચિત્તશુદ્ધિની વૃદ્ધિ થાય છે.
સાધનાને માર્ગે મૂળમાં તો અજ્ઞાન દૂર કરવાનું છે. તે માટે અંતરનિરીક્ષણ ચાવી છે, સ્થળાંતરથી કે વસ્ત્રાંતરથી એ કાર્ય નથી થતું. શુદ્ધ આત્મશક્તિ જ મુક્તિનો ઉપાય છે. કેવળ બાહ્ય ત્યાગ તો સામાન્ય ભૂમિકા છે. તેનાથી “મારા તારા” એવી ગ્રંથિને તોડી નહિ શકાય. પરંતુ જ્ઞાનનિષ્ઠા જ એ ગ્રંથિને તોડી શકશે. જ્ઞાનપ્રકાશના તેજથી અશુદ્ધિ, અજ્ઞાનનાં વાદળ વીખરાઈ જશે અને સહજ સિદ્ધિ પ્રગટ થશે.
પરંતુ આ માર્ગે સંતોની કૃપા વગર જો રિદ્ધિ-સિદ્ધિ કે માનપૂજામાં અટવાયો તો આત્મશક્તિ ખંડિત થઈ જશે. માટે સાધનામાં જ્ઞાનપ્રકાશ અને બોધિનું માહાત્મ છે, જે વડે વસ્તુનું પારદર્શક સ્વરૂપ સમજાય છે; કે હું જેને વળગ્યો છું તે તો બધું કાલ્પનિક, અસત્ અને અસાર હતું. માયાથી છેતરાયો હતો, આથી એ સાધક સંસારની
સમાધિશતક
૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org