________________
માયાને, કૌટુંબિક આદિને સંકેલી લે છે. ત્યાર પછી અંતરંગ સાધના સહજપણે સધાય તો જ માયાથી છુટાય, નહિ તો વન-જંગલમાં પણ માયા માનવીની છાયાની જેમ સાથે જ આવે છે. માટે સાધક સાવધ રહે છે. બહારના ભયથી ડરતો નથી. પરંતુ સહજ અવસ્થા પ્રાપ્ત થતાં સુધી જાગ્રત રહે છે. સહજ સમાધિ અવસ્થા પ્રાપ્ત થતાં યોગીને ગૃહ-વન, રાત્રિ-દિવસ, સંગ-અસંગ, મૌન-અમૌન જેવા ભેદ નથી, છતાં હવે સહજ અવસ્થા જ એવી છે કે તેમને સંસારનાં કંકોમાં રુચતું નથી. તેનાથી દૂર અસંગતાને શ્રેયસ્કર માને છે.
જ્ઞાનપ્રકાશ વડે પ્રગટ થયેલા આત્માનુભવમાં હવે બહારના કોઈ ઉપાયની જરૂર નથી.
યા વિન તું સૂતો સદા, યોગે ભોગે જેણિ; રૂપ અતીન્દ્રિય તું છતે, કહિ સકે કહુ કેણિ. છંદ-૨૨
હે સુજ્ઞ ! એવા આત્મજ્ઞાનની પ્રાપ્તિ વગર બાહ્ય યોગ અને બહારના ભોગોમાં સદા તું સૂતો જ રહ્યો. તું સ્વયે અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ છતાં તેં જાણ્યું નહિ.
હે સુજ્ઞ ! તારે માટે આત્મજ્ઞાન એ નવીન જન્મનો સુઅવસર છે. એ આત્મજ્ઞાની અતીન્દ્રિય શક્તિને કોની વાણી કથન કરી શકે ? જો તું એક વાર ચૈતન્યના રાજ્યમાં પ્રવેશ કરે પછી તું આ જડ પદાર્થોના, પાંચ ઇન્દ્રિયોના વિષયની ક્ષુદ્રતામાં રહી શકતો નથી, પૂર્ણતા પામતાં સુધી તું એ સુરાજ્યમાં રક્ષિત છે. સાકરમાં ગળપણ લાવવું પડતું નથી. મીઠામાં ખારાશ ઉપજાવવી પડતી નથી. તેમ જ્ઞાનીને હવે સહજ સમાધિનું સુખ વર્તે છે, તે બહારથી લાવવું પડતું નથી. તે સ્વરૂપનું વર્ણન થઈ શકતું નથી.
પરંતુ દિશામૂઢ થયેલો રંક પ્રાણી એ જ્ઞાન વિના બાહ્ય સંયોગોને અને તેમાંથી ઉત્પન્ન થતા રાગાદિ ભાવોને પોતાના જાણી, વળી પંચેન્દ્રિયના વિવિધ વિષયોને પોતાના જાણી દીર્ઘકાળ સુધી તેમાં સુખ માનતો સૂતો જ રહ્યો. અને જેનું કથન થઈ શકે નહિ તેવા જ્ઞાનસ્વરૂપનો તે અનાદર કર્યો. તે વિકલ્પ કર્યો કે જો આત્મા જેવી
૬૮. Jain Education International
આતમ ઝંખે છુટકારો
For Private & Personal Use Only
www.jainelibrary.org