________________
કોઈ વસ્તુ હોય તો આ સર્વ પદાર્થોની જેમ મને જણાતી કેમ નથી ? પરંતુ ઇન્દ્રિયને અગોચર એવું એ તત્ત્વ શુદ્ઘ ઉપયોગ દ્વારા અવશ્ય અનુભવમાં આવે તેવું છે. માટે તું આ યોગને ભોગની ભ્રમણા મૂક, સમતાસહિત અંતરમાં ઊંડો ઊતર ત્યારે તને અવશ્ય તારું સ્વરૂપ અનુભવમાં આવશે.
હે સુજ્ઞ ! તું જે યોગમાં ને ભોગમાં સૂતો છે તેનાં લક્ષણ કે પરિણામને જાણ, તારા અર્ચિત્ય સ્વરૂપનું જો તને ભાન થાય તો તું પોતે તેને કહેવા સમર્થ નથી. માટે સાચા યોગને જાણ, ભોગ છૂટી જશે. કારણ કે તારો ભ્રમ છે કે તું ત્વચા દ્વારા સર્વ પદાર્થોને સ્પર્શે છે. વાસ્તવમાં તે સ્પર્શ નથી. પણ બાહ્ય સંયોગ છે. તું માને છે કે તને રસના દ્વારા આહારનું સુખ મળે છે, તે પણ ઇન્દ્રિયો સાથેનો સાંયોગિક સંબંધ છે. તું જાણે છે કે તું નાસિકા દ્વારા ગંધને સ્પર્શે છે, કે વર્ણને જુએ છે, કે શબ્દ સાંભળે છે પણ તે સર્વ સાંયોગિક સંબંધમાં, બાહ્ય લક્ષણોમાં તારી માન્યતા મિથ્યા છે. તું સ્વયં સ્પર્શદિરહિત છે. પછી તે યોગ વડે ભોગ કેવી રીતે માણે ? હા, પણ અજ્ઞાને તને આવરી લીધો છે તેથી તને ભ્રમણા થઈ છે. માટે યોગનું સ્વરૂપ જાણ.
યોગ એટલે મન-વચન-કાયાનું આત્મઉપયોગની સ્ફુરણાથી ક્રિયાન્વિત થવું તે મનાદિ યોગ છે. મનાદિ યોગ નિરંતર ક્રિયાશીલ હોવાથી આત્મપ્રદેશોમાં સ્પંદન પેદા થાય છે, તેથી તું ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્ત થાય છે. પરંતુ આ યોગ તને બંધન કરાવે છે. માટે પરમાર્થયોગનો બોધ પામ.
પરમાર્થયોગ એટલે મુક્તિના પ્રયોજનમાં, ઉપયોગમાં જોડાવું. આ યોગ જ સર્વોપરી છે. વાસના, તૃષ્ણા ભોગોને જે તપાવીને ભસ્મ કરે છે તે આ યોગમાર્ગે જઈ શકે છે, જેની વૃત્તિ કેવળ ભોગ, તૃષ્ણા અને વાસનામાં ભમે છે તેની યોગજીવનશક્તિ જીર્ણશીર્ણ થઈ જાય છે અને તેથી તે જીવ નિરંતર જન્મ-મરણ કરે છે, એટલું જ નહિ, તેનું ક્ષણે ક્ષણે ભાવમરણ થતું રહે છે. તેથી જ્ઞાની કહે છે કે તું મોહ-ભોગનિદ્રામાં સૂતો છે.
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૬૯
www.jainelibrary.org