________________
પરંતુ જે પુરુષાર્થપૂર્વક ઉપયોગને પાછો વાળી અંતરદશા સુધી પહોંચે છે તે દેહમાં રહેલા ચેતનતત્ત્વને સ્પર્શી સ્વગ્રાહ્યને ગ્રહણ કરી પરમતત્વને પામે છે.
આ યોગ એટલે બહિર્મુખતામાંથી છલાંગ મારી, પલટો મારી અંતરદશામાં ઝૂકી જવું. સર્વ પ્રકારનું આત્મવિલોપન કરી એક મુક્તિને જ અનુસરવું. આ યોગમાર્ગ સમાધિથી માંડીને નિર્વાણ સુધીનો છે. યશોવિજયજી કહે છે (લાલબત્તી ધરે છે) :
એક ઉપાય બહુવિધની રચના, યોગ માયા તે જાણો રે; દ્રવ્ય ગુણ શુદ્ધ પર્યાય ધ્યાને શિવ લીયે સંપરાણો રે.
આ યોગસાધનાના ઘણા પ્રકાર છે. જે સાધક હઠયોગમાં પડે છે તે તો યોગભ્રષ્ટ થાય છે. તે જડ સમાધિ છે. ભલે તેમાં લબ્ધિઓ પ્રગટ થાય પણ યોગમાયા જ છે. અર્થાત્ પૌગલિક પદાર્થોના ભોગ છોડી યોગમાર્ગે ગયો ત્યાં તે લબ્ધિઓથી ઘેરાઈ ગયો કે જે પૌદ્ગલિક છે. તેથી યોગીનું કર્તવ્ય તો કેવળ મુક્ત થવાનું છે..
વચનાતીત એવું આ પરમાત્મસ્વરૂપ અનુભવમાં આવે તેમાં યોગ પણ ગૌણ થાય છે, તે અનુભવ દેહાદિનાં સર્વ બંધનોને તોડી પ્રગટ થાય છે. ત્યારે તે સાધક પોતાના આત્મધનને સાચવવા અસંગ બને છે.
યોગમાર્ગની અલ્પ પણ જિજ્ઞાસા થવી દુર્લભ છે. કર્મપ્રકૃતિની પ્રબળતા શમે છે ત્યારે જ યોગમાર્ગની રુચિ થાય છે. વારંવાર કર્મવર્ગણાનું અગ્રહણ થવું તે ક્રમે કરીને મોક્ષને પ્રગટ કરે છે. - ઘણા પ્રકારની બાહ્ય ક્રિયાઓ, આડંબરો, હઠયોગ વગેરે યોગમાયા છે. પરંતુ દ્રવ્ય જેવું શુદ્ધ છે તેવા ગુણો શુદ્ધ છે. અવસ્થા-પર્યાયમાં મલિનતા છે. તે ક્ષણવર્તી પર્યાય પણ શુદ્ધતા પામે ત્યારે ત્રણેની સમાન શુદ્ધતાથી જીવ શીઘ્રતાથી શિવ બને છે.
જેનાથી જીવ બંધનથી મુક્ત થાય તે મહાયોગ છે. શાસ્ત્રનો સાર પણ બંધનથી મુક્ત થવાનો છે.
too
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only