________________
સંસારરૂપી ભવસાગરમાં તરવા માટે નાવ સમાન મહાયોગ છે. એ મહાયોગથી આત્મભ્રાંતિ ટળે છે. નીલવર્ણનું દેખાતું આકાશ ભ્રમ પેદા કરે છે. આકાશ અરૂપી છે. તેને નીલવર્ણ કેમ હોય ? તેમ જીવને દેહમાં ભ્રમ પેદા થયો છે તેથી યોગરૂપી ચિત્તશુદ્ધિ કરવાથી ભ્રમ ટળે છે.
દેખે ભાખે ઓ કરે, જ્ઞાની સબહિ અચંભ,
વ્યવહારે વ્યવહારનું, નિશ્ચયમેં થિર થંભ. છંદ-૨૩ જ્ઞાનીને સંસારના સંયોગનો ઉદય હોય ત્યારે તેમની પ્રવૃત્તિ આશ્ચર્યજનક લાગે છે, પરંતુ વાસ્તવમાં જ્ઞાની કંઈ કરતા નથી. સર્વ સંયોગોને જાણે છે, જુએ છે પણ ભળતા નથી, વ્યવહારની અપેક્ષાએ વ્યવહાર કરતા લાગે છે, શુદ્ધ નિશ્ચિયનયે તો તે કરવા છતાં અકર્તા છે.
હા, છતાં જ્ઞાનીને કોઈએ બંધનથી મુક્તિનો ઇજારો આપ્યો નથી, પરંતુ સ્વયં જ્ઞાનીનો આત્મા બોધસ્વરૂપે પ્રગટ થયો છે. જ્યારે તેઓ ગૃહસ્થ દશામાં હોય ત્યારે પણ ત્યાં મનાદિ યોગ પ્રવૃત્ત છતાં ઉપયોગ જ્ઞાનરૂપે સ્કુરિત થયેલો હોવાથી જ્ઞાની પૂર્વકર્મની નિર્જરા કરે છે, પણ પુનઃ તેવું જ કર્મ ઉપાર્જન કરતા નથી. જોકે કોઈ કર્મસંજોગે શુભાશુભ ભાવ ઊપજે તો તેટલું બંધન હોય છે, પરંતુ શ્રદ્ધા અપેક્ષાએ જે અતિ પ્રકાશ્યો છે તેવો આત્માને જાણ્યો અને સ્વીકાર્યો હોવાથી, જેટલી શુદ્ધિ અને શ્રદ્ધા વર્તે છે તેટલી તો નિર્જરા જ થાય છે. અને જે કંઈ બંધન થાય છે તે અનંત સંસારને બાંધે તેવું નથી. ચારિત્રદશા હજી વિક્સી નથી, તેટલો ઉદય ભોગવે છે. છતાં અંતરંગમાં નિશ્ચય છે કે હું પદાર્થનો જાણનાર છું, પરિસ્થિતિનો જોનાર છું; તેમાં કંઈ ફેરફાર કરી શકું તેમ નથી.
વ્યવહારથી-ઉપચારથી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. તેથી એમ જણાય છે કે જીવ પરનું કંઈ કરે છે. વાસ્તવમાં કરવાના ભાવ ઊઠે છે, અને પરિણામ નીપજે છે ત્યારે નિમિત્ત હોય છે. કારણ કે કોઈ પણ કાર્ય કારણ વગર સિદ્ધ થતું નથી. કારણ વગર કાર્યની સિદ્ધિ માનવી તે પણ એક ઉન્મત્તતા છે. કેવળ કારણની મુખ્યતા
સમાધિશતક Jain Education International
૦૧ www.jainelibrary.org
For Private & Personal Use Only