________________
કરવી તે અજ્ઞાન છે.
કારણજોગે કારણ નિપજે રે, તેમાં કોઈ ન ભેદ, કારણ વિણ જો કારજ સાધીયે રે, એ નિજ મત ઉન્માદ.
સંસારનો વ્યવહાર હો કે પરમાર્થનો વ્યવહાર હો, સમવાય કારણો વગર, વ્યવહાર-નિશ્ચયની અન્યોન્ય અપેક્ષા વગર સિદ્ધ થતાં નથી. તે તે પ્રકારની ગૌણ-મુખ્યતા હોય છે. જેમ રથનાં ચક્રો સાથે ફરે છે તેમ વ્યવહાર-નિશ્ચયનો સંબંધ છે.
આત્મા દ્રવ્ય નિત્ય છે, શુદ્ધ છે, પૂર્ણ છે, તે નિશ્ચયદષ્ટિ છે, વર્તમાનમાં અવસ્થાની અપેક્ષાએ આત્મા જન્મમરણના સંયોગવાળો, બાળવૃદ્ધાદિ અવસ્થાવાળો, રાગાદિ પર્યાયવાળો હોવાથી અનિત્ય, અશુદ્ધ અને અપૂર્ણ છે.
સર્વ જીવોનું સત્તાગત સ્વરૂપ શુદ્ધ હોવા છતાં તે પૂર્ણપણે પ્રગટ ત્યારે તે પૂર્ણતા પામ્યું ગણાય, તે સમજવું, જાણવું તે નિશ્ચયના લક્ષ્યનો વ્યવહાર છે.
નિશ્ચયનયથી મોલસ્વરૂપ એવા આત્માને મોક્ષસ્વરૂપે પ્રગટ થવા પરમાર્થમાર્ગની સાધના તે વ્યવહાર છે. તે જ્યાં સુધી સાધકઅવસ્થા છે ત્યાં સુધી સાધનનો વ્યવહાર ઉપાદેય છે. તે પૂર્ણ અવસ્થા પ્રગટ થયા વગર જો જીવ પોતાને પ્રગટ પરમાત્મસ્વરૂપે માને તો જ્ઞાનીજનોની વિરાધના કરવા જેવું બને છે. માટે નિશ્ચયનો લક્ષ રાખી પરમાર્થ-વ્યવહાર સાધનો યોજવાં. જેમ વ્યવહારમાર્ગ અપેક્ષિત છે, તેમ નિશ્ચયષ્ટિ પણ અપેક્ષિત છે. એકેનો નિષેધ જરૂરી નથી અને જ્યારે આત્મા સ્વયં સિદ્ધ થાય છે ત્યારે તો તે નયાતીત હોય છે.
મારી અવસ્થા હજી શુદ્ધ વ્યવહારમાં પણ યોજાઈ નથી. બોલું છું શું અને કરું છું શું ? હું સતને અનુસરું છું કે અમને તેનું જ ભાન ન હોય ત્યાં આવો વાણી-વિલાસ નિરર્થક છે કે હું શું શુદ્ધ જ છું, પરમાત્મસ્વરૂપ જ છું, હું કર્તા નથી, ભોક્તા નથી. એક પદાર્થ બીજા પદાર્થનું કંઈ કરી શકતો નથી. અને પાછો કહે ખરો કે ભજિયાં ખાધાં, પેટમાં દુખ્યું; ગરમીમાં ફર્યો, પિત્ત થયું,
o
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org