________________
રોગ થયો, ઔષધ લીધું પછી સારું થયું. ધનના લાભ માટે પ્રયાસ કર્યો, આવા પ્રકારમાં તો પ્રયાસ કરતો રહે છે. અને પરમાર્થમાર્ગે જે વ્યવહાર-સાધન કહ્યાં છે તે ભક્તિ-સત્સંગ આદિ તેની અવગણના કરતો રહે તો ઉસૂત્રતા છે. ભૂમિકા પ્રમાણે વ્યવહારધર્મ હોવાથી ગુણશ્રેણીનો ક્રમ તીર્થંકરે પ્રકાશ્યો છે. નિર્વાણ પછી ગુણશ્રેણીનો ક્રમ રહેતો નથી, પરંતુ તેની આગળની ભૂમિકાએ કેવળ નિશ્ચયનયને યોજવાથી ભ્રમ પેદા થાય છે.
જીવ જ્ઞાનસ્વરૂપે પ્રગટ થયો છે તે કોઈ બહારની ચેષ્ટા નથી, આંતરિક અવસ્થા છે. તેથી બહારની ચેષ્ટાઓ જોઈને આશ્ચર્ય થાય, એનો અર્થ એમ નથી કે જ્ઞાનીની નકલ કરી ખોટી કલ્પના કરી ઉન્મત્ત થવું. જ્ઞાની વ્યવહારમાં પ્રવૃત્ત થાય ત્યારે પણ તે સંયોગોમાં પોતાને ભિન્ન જાણે છે, તે તે પ્રકારોમાં મમત્વ કે એકત્વ કરતા નથી. નિશ્ચયને લક્ષ્યમાં રાખી વ્યવહારને સંભાળે છે. લેખાતા નથી.
વસ્તુના સ્વરૂપને તે કેવળ વાણીમાં પ્રગટ કરતા નથી, પણ આચારથી વર્તે છે, કેવળ આત્મતત્ત્વને ચર્ચાનો કે વિચારણાનો વિષય ગણતા નથી. પરંતુ શુદ્ધ આચારને ઉપાસે છે. પરમાર્થમાર્ગે ચાલવું તલવારની ધાર પર ચાલવા જેવું છે. સાચો જ્ઞાની પોતાને જ છેતરીને દંભ કરીને અનંત સંસારને શા માટે બાંધે ? તે સભાન છે કે આ જ્ઞાન એ પ્રદર્શનની વસ્તુ નથી. પણ અમૃતનો આસ્વાદ છે. તે ફોગટ દેખાવથી ગુમાવી દેતા નથી કે વિપરીત પ્રરૂપણા કરતા નથી.
क्षीयन्तेऽत्रैव रागाद्यास्तत्त्वतो मां प्रपश्यतः । बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुर्न च प्रियः ॥२५॥ જ્ઞાનાત્મક મુજ આત્મા જ્યાં પરમાર્થે વેદાય,
ત્યાં રાગાદિવિનાશથી નહિ અરિ-મિત્ર જણાય. ૨૫
અર્થ : જ્ઞાનસ્વરૂપ આત્માને, તત્ત્વસ્વરૂપ જાણનાર મને મારા રાગાદિ શત્રુઓ નાશ પામે છે, એવા બોધસ્વરૂપ આત્માને પછી ન કોઈ. શત્રુ છે કે ન કોઈ મિત્ર છે.
-
સમાધિશતક Jain Education International
03 www.jainelibrary.org
For Private & Personal Use Only