________________
પ્રિય-અપ્રિયના અભાવથી આત્માને નિશ્ચયથી કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી. શત્રુ અને મિત્રના વિકલ્પને ઊભા કરનાર રાગાદિ શત્રુ આ જન્મમાં આત્મજ્ઞાન વડે નાશ પામ્યા છે. આત્મતત્ત્વને યથાર્થપણે જાણ્યો તેની વિભાવરૂપ મલિનતા નાશ પામે છે.
પાણીનો સ્વભાવ શીતળતા છતાં અગ્નિના સંયોગે ઉષ્ણ બને છે, અગ્નિ ઉષ્ણ છતાં પાણીના સ્પર્શથી શીતળ બને છે. પાણી આકારરહિત છતાં પાત્રના આકારવાળું જણાય છે. તેમ આત્મા સ્વભાવે શુદ્ધ છતાં અનેક પ્રકારની વિચિત્ર કર્મપ્રકૃતિના યોગે તે પ્રકૃતિરૂપે કે પર્યાયરૂપે જણાય છે, નિશ્ચયથી તો કર્મસંયોગવાળો આત્મા સત્તા અપેક્ષાએ તો ત્યારે પણ શુદ્ધ છે, જે રાગાદિ અવસ્થા દેખાય છે તે તત્ સમયની અશુદ્ધ પર્યાય-અવસ્થા છે, જે તત્ત્વનો યથાર્થ બોધ પરિણમતાં તે દૂર થાય છે.
આત્મા સ્વભાવે શુદ્ધ છે તેવો નિર્ણય અંતરાત્માને હોવાથી તેની દૃષ્ટિ પર્યાયની ક્ષણિક અવસ્થા ૫૨ ન જતાં ત્રિકાળવર્તી ધ્રુવ એવા આત્મા તરફ હોવાથી રાગાદિ શત્રુઓ દૂર થઈ જાય છે. આવી આત્મદૃષ્ટિ થવાથી તે સાધકને સર્વત્ર શુદ્ધ આત્માનું દર્શન થાય છે, એથી તેને કોણ શત્રુ હોય કે કોણ મિત્ર હોય ?
શત્રુના અને મિત્રના ભાવોનું મૂળ રાગાદિ પરિણામ છે. પરંતુ અંતરાત્માને રાગાદિ ક્ષીણ થવાથી સર્વાત્મમાં સમષ્ટિ થઈ છે. અંતરાત્મપણું તો કેવું મહાન તત્ત્વ છે કે જેના દ્વારા અજ્ઞાનજનિત અનાદિના સંસ્કારો ક્ષીણ થવા પામે છે !
જીવમાત્રમાં આત્મ-ઐશ્વર્ય રહેલું છે. પરંતુ જે મોહિનદ્રામાં સૂતા છે તેમને તેનું દર્શન ક્યાંથી હોય ? એ ચમત્કાર તો જાગતાંને જ થવો સંભવ છે. માટે હે સુજ્ઞ ! સદ્ગુરુની કૃપા દ્વારા તું આત્માનો પરિચય પામે તો તારા આ સર્વ પ્રપંચ છૂટી જશે, તું સ્વયં બંધનમુક્ત થઈશ.
ભાઈ ! તને જાગવાની તક કેટલી મળે છે ? દરેક કાળના આરામાં ચોવીશ તીર્થંકર, અનેક કેવળજ્ઞાનીઓ અને સંખ્યાબંધ
૪
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org