________________
લબ્ધિધારી જ્ઞાનીઓ થાય છે. પરંતુ સંસારની માયામાં પડેલો જીવ જરાય જાગતો નથી. તું સાંભળે છે ખરો કે કેવા કેવા જીવો જાગી ઊઠ્યા અને સંસારનો ત્યાગ કરી ચાલી નીકળ્યા ? તું પણ તેમના પંથનો પ્રવાસી થા. તેમાં તારું યથાર્થ સ્વરૂપ પ્રગટ થાય છે.
માટે અંતરાત્મા તો યથાર્થ સ્વરૂપને જાણે છે, જેથી પોતાના જ શુદ્ધ જ્ઞાન વડે રાગાદિ અંતરંગ શત્રુઓ નાશ પામે છે, તેથી તેને બહાર પણ શત્રુમિત્રના વિકલ્પ શમી જાય છે.
નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેનું વહેણ દરિયાનાં મોજાંમાં ભળી જાય છે. પરંતુ જ્યારે દરિયામાં મોટી ભરતી આવે છે ત્યારે તે પાણી મોજાં સાથે અફળાઈને પાછું ફરે છે અથવા શાંત થઈ જાય છે, તેમ અનાદિકાળથી જીવમાં જે ઈન્દ્રિયોના વિષયોનું તથા રાગાદિનું પૂર દેહાદિના સુખ તરફ વળેલું, પરંતુ જાગેલો આત્મા તે પૂરને શાંત કરી દે છે અને નિત્યપ્રતિ કષાયોને ઉપશાંત કરવાનો ઉદ્યમી રહે છે, ક્રમે કરીને આત્માની શુદ્ધિ થતાં અંતરાત્માપણે તે સ્થિત થાય છે. ત્યારે તેને જગતનું હૃદ્ધાત્મક સ્વરૂપ સ્પર્શતું નથી. શુદ્ધાત્મસ્વરૂપના સામર્થ્યથી રાગાદિનો નાશ થતાં શત્રુમિત્રના ભેદ રહેતા નથી.
मामपश्यन्नयं लोको, न मे शत्रुर्न च प्रियः।
मां प्रपश्यनयं लोको, न मे शत्रुर्न च प्रियः ॥२६॥ દેખે નહિ મુજને જનો, તો નહિ મુજ અરિ-મિત્ર; દેખે જો મુજને જનો, તો નહિ મુજ અરિ-મિત્ર. ૨૬
અર્થ: આ સંપૂર્ણ લોક મને દેખતો જ નથી, તો પછી તે મારો શત્રુ નથી અને મિત્ર પણ નથી. અને મને દેખતા જ્ઞાનીજનો તે પણ મારા શત્રુ કે મિત્ર નથી.
જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ નથી તેઓ આત્માને જાણી શકતા નથી, તેવા અજ્ઞજનોને મારા પર શત્રુ કે મિત્રભાવ ક્યાંથી થાય ? વળી, લોકમાં રહેલા જડ પદાર્થો તો મને જાણતા જ નથી તેથી તેમને પણ મારા પર શત્રુ કે મિત્રભાવ ક્યાંથી થાય ? અને જેમનો
સમાધિશતક
o૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org