________________
આત્મા જ્ઞાનસ્વરૂપે છે, તેઓ મારા શત્રુ કે મિત્ર ક્યાંથી હોય ? કેમકે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતાં રાગાદિ ભાવો ક્ષીણ થાય છે, તેમને શત્રુ કે મિત્ર ક્યાંથી હોય ?
અંતરાત્માને યથાર્થ બોધ થયો છે કે શત્રુ-મિત્ર આદિ ભાવો તો દેહના સંયોગે છે, જ્યારે હું દેહસ્વરૂપ જ નથી, અને અજ્ઞ જનો આત્માને જાણતા નથી તો પછી તે મારા શત્રુ કે મિત્ર કેમ થઈ શકે ?
કોઈ પણ જીવને શત્રુ કે મિત્રના ભાવ ઊઠે છે તે તો પૂર્વસંસ્કારવશ કે વર્તમાનના સંયોગવશ ઊઠે છે, તે પણ દેહ પર આરોપ કરીને આપણે શત્રુતાનો કે મિત્રતાનો આરોપ કરીએ છીએ. અંતરાત્માને દેહબુદ્ધિ નથી તેથી તેને શત્રુ કે મિત્રના ભેદ નથી.
વળી, જે જ્ઞાનીજનો મને જુએ છે તે તો દેહથી ભિન્ન એવા મારા આત્મસ્વરૂપને જુએ છે. તેથી તેઓ સાથે પણ શત્રુતા કે મિત્રતાનો ભેદ રહેતો નથી. અર્થાત્ શત્રુ-મિત્રભાવો વિભાવજનિત છે, તે સ્વભાવસ્વરૂપ જ્ઞાનીને ઊપજતા નથી.
શત્રુ-મિત્ર, માન-અપમાન, રાગ-દ્વેષ જેવાં ક્ષણિક પરિણામો પરથી જ્ઞાનીની દૃષ્ટિ હટી ગઈ છે. તે જાણે છે કે હાડચામના આ શરીરમાં કોઈ નિશ્ચિતતા નથી. અને મન તો જાણે વિકલ્પનો ખજાનો. એવા અનિશ્ચિત અને ચંચળ પ્રદેશમાં આ સ્થિર આત્મત્વને પ્રગટ કરવું તે આત્મજ્ઞાન વડે જ સંભવિત છે, મોહના ગુલામો કે લોભના સેવકોનું આ કામ નથી, પરંતુ જેની પાત્રતા છે, જેનામાં સત્ પ્રત્યે સંકલ્પ છે, જેનું ચૈતન્ય જાગ્યું છે, તે અંતરાત્માનું જ આ સામર્થ્ય છે, કે કેવળ સમભાવમાં ટકી રહેવું.
त्यक्त्वैवं बहिरात्मानमन्तरात्मव्यवस्थितः।
भावयेत्परमात्मानं सर्वसंकल्पवर्जितम् ॥२७॥ એમ તજી બહિરાત્મને, થઈ મધ્યાત્મસ્વરૂપ; સૌ સંકલ્પવિમુક્ત થઈ, ભાવો પરમસ્વરૂપ. ૨૭ અર્થ : આ પ્રમાણે બહિરાત્માને ત્યજીને અંતરાત્મામાં વ્યવસ્થિત
૦૬
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org