________________
થઈ, સર્વ સંકલ્પરહિત પરમાત્માની ભાવના કરવી.
બહિરાત્મપણે ઘણો કાળ વ્યતીત થયા પછી સગુરુ પાસેથી તેનો ઉપાય મળતાં જીવ અંતરાત્મામાં સ્થાપિત થયો, તેને સતની સતરૂપે-પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એ સત્ સંયમરૂપ છે અને આત્માની સચ્ચાઈપૂર્વકનો દઢ મનોરથ છે.
એક જ ચેતનાના આ પ્રકારો છે. નાવ અને નાવિક જેવો તારો સંબંધ દેહ અને આત્માનો થયો છે. દેહ એ નાવ છે. તું તેને જેમ ચલાવે તેમ ચાલે, પણ તું તને, તારા સ્વભાવને જ ભૂલી ગયો. પ્રમાદી બન્યો, ઇન્દ્રિયોના વિષયમાં રાચતો રહ્યો. એટલે તારી નાવ ખરાબે ચડી ગઈ. પણ સદગુરુયોગે જાગ્યો અને ખરાબે ચઢેલી નૌકાને સ્થિર કરવાનો, તારા આત્મત્વને પ્રગટ કરવાનો ઉપાય તને મળ્યો. તું સમજ્યો કે અહીં તો ક્ષણેક્ષણનો હિસાબ ચૂકવવો પડે છે. જો કંઈ વિવશ થયો તો કાળને ઝપાટે ચડી જઈશ. શ્વાસ-શ્વાસનો હિસાબ છે. ત્યાં પ્રમાદ શો કરવો ?
પ્રથમ ભલે તને જ્ઞાનીજનોની વાત કોઈ જુદા મલકની લાગે. તું બિનઅનુભવી હોવા છતાં તેમને બોલાવેલું બોલજે કે “હું શુદ્ધાત્મા છું અને તેનું જ રટણ કરજે ભાઈ ! દુર્ગાનથી તું જગતની પ્રદક્ષિણા કરી આવ્યો છું, ત્યાંથી પાછો ફર. પછી પરમાર્થ માર્ગની પૂર્ણ યાત્રા તું કરી શકીશ. ચિત્તભૂમિમાં, મનના પ્રદેશમાં આત્મસ્વરૂપનું ધ્યાન કરવાથી તું જેનું ધ્યાન કરે છે તેવો પ્રગટ થાય છે. અજ્ઞાનદશામાં કર્મબીજ પર સંસારના ફળની વૃદ્ધિ થતી હતી; હવે જ્ઞાનબીજથી મુક્તિનાં ફળ પ્રગટ થશે.
ગ્રંથકાર કહે છે – ભાઈ, બહિરભાવની ભ્રમણા અને વિકલ્પનો ત્યાગ કર. અનેક પ્રકારે તેમાં રહેલું અહિત તને સમજાવ્યું. તેનાં માઠાં પરિણામ તે ચાખ્યાં, હવે દેઢ નિશ્ચય કરી એ સંકુચિત કોચલામાંથી બહાર નીકળ અને કેવળ સુખસ્વરૂપ એવા તારા મહાન રાજ્યમાં પ્રવેશ કર. તેમાં વિહર અને સ્થિર થા.
આમ, સદ્ગુરુબોધે બાહ્ય ઉપાધિ ટળી અને સાધકને અંતરાત્મદશા
સમાધિશતક
oto
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org