________________
પ્રગટવાથી આત્મભાવના શુદ્ધ થઈ, તેને સમજાયું કે અંતર્-બાહ્ય શત્રુ-મિત્ર કોણ છે ? અથવા મારે કોઈ શત્રુ-મિત્ર છે નહિ. આવા સમભાવના શિખરે પહોંચી તે ટહુકી ઊઠ્યો કે “સોહં'. ઓહ ! હું તે જ છું. પરમાત્મસ્વરૂપ છું. મારા માટે જગત સમાનભાવે છે.
सोऽहमित्यात्तसंस्कारस्तस्मिन् भावनया पुनः।।
तत्रैव दृढसंस्काराल्लभते ह्यात्मनि स्थितिम् ॥२८॥ તે ભાવ્ય “સોહમ્ તણા જાગે છે સંસ્કાર. તદ્ગત' દઢ સંસ્કારથી આત્મનિમગ્ન થવાય. ૨૮
અર્થ : “સોહ”, “તે જ હું – તેમ પરમાત્મપદની ભાવના કરતાં, તે સંસ્કારને વારંવાર દઢ કરતાં નિશ્ચયથી આત્માસ્વરૂપ સ્થિરતા પામે છે.
આઠ કર્મના ગૂંચળામાં પુરાયેલો જીવ જ્યારે અંતરાત્મપણે જાગે છે ત્યારે તે અનુભવે છે કે જેનું હું રટણ કરતો હતો તે જ “હું છું. આઠ કર્મરહિત આઠ અનંત ગુણોથી પરિપૂર્ણ પરમાત્મસ્વરૂપ છું. આવી પરમતત્ત્વની દઢ પ્રતીતિ થતાં જીવ સ્વયં પરમાત્મસ્વરૂપ બને છે.
પોતે જ પરમાત્મસ્વરૂપ છે તેવી દેઢ પ્રતીતિ થતાં સાધક સર્વ પ્રકારના સંગથી મુક્ત એવા આત્માને અનુભવે છે. પરમોત્કૃષ્ટ એવા સ્વસ્વરૂપને પામે છે. સર્વ વિકલ્પો શાંત થઈ જીવ અત્યંત સ્થિરતાસ્વસ્થતા પામે છે. ચૈતન્યનો આનંદનો અખંડ પ્રવાહ વહેતો રહે છે.
જે મન જગતનાં દશ્યોની પાછળ ભમતું હતું, અને આકર્ષણ વિકર્ષણમાં મૂંઝાતું હતું. તે ક્યારેય સ્થિરતા પામ્યું ન હતું. જગતનાં દેશ્યો જ સ્વયં પરિવર્તનશીલ છે, ત્યાં મન સ્થિરતા ક્યાંથી પામે ? છતાં એ જ મનમાં જ્યારે આત્મભાવના જાગી, અંધકારપિછાડો હટી ગયો ત્યારે તો આત્મા ઝળહળ જ્યોતિ સ્વરૂપ તેને ભાસવા લાગ્યો. પછી તો લગની લાગી કે “સોહં ! સોહં' પછી પરમાત્મસ્વરૂપનું લક્ષ્ય થતાં આકર્ષણ-વિકર્ષણ ગાયબ થઈ ગયાં. હવે બાહ્ય સંયોગો બાધા પહોંચાડતા નથી. અંતરશાંતિનો ભંગ કરી શકતા નથી. કારણ
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org