________________
કે હું પરિપૂર્ણ છું તે સંસ્કાર બળવાન થયો છે. ત્યાં અપૂર્ણતાનો સ્પર્શ ક્યાંથી હોય ? અંતરંગ નિર્મલ, નિસ્તરંગ અને નિઃસંગ છે. આવું પરિપૂર્ણ પરમાત્મસ્વરૂપ તે પામે છે.
જગ જાણે ઉન્મત્ત ઓ જાણે જગ અંધ; જ્ઞાનીકું જગમેં રહ્યો યું નહિ કોઈ સંબંધ. છંદ-૨૪ યોગદશા કે ધ્યાનદશાયુક્ત જ્ઞાનીનો કોઈ નિયત ક્રમ કે ચર્યા હોતી નથી. તેથી જગત તેમને ઉન્મત્ત માને છે, પણ એ જ્ઞાની તો આ જગતને વિષયો પાછળ અંધ બનેલું જાણે છે. જ્ઞાની જગતમાં રહ્યા છે પરંતુ બોધસ્વરૂપે હોવાથી જગત સાથે તેમનો કોઈ સંબંધ નથી.
જ્ઞાની અને (જગતને) અજ્ઞાનીને ઘણું અંતર છે. જ્ઞાનની સર્વ ક્રિયા મુક્તિ માટે છે. અજ્ઞાનીની ક્રિયા ભોગાથે છે. વળી, જ્ઞાનીને નિજસ્વરૂપનું સુખ વર્તે છે. પૂર્વપ્રારબ્ધ સાંસારિક પ્રવૃત્તિ છતાં તેમને તેમાં કર્તાભાવ નથી.
ગૃહસ્થપણે વર્તતા ચોથા-પાંચમા ગુણસ્થાનવર્તી ગૃહસ્થને ધનનો યોગ છે, કથંચિત ભોગ છે છતાં તેમાં મૂછ નથી. પત્ની છે. પરંતુ પત્નીને પણ આત્મસ્વરૂપે જાણે છે. ઉદયકર્મને ભોગવે છે. પુત્રાદિ પરિવારના પ્રસંગમાં પણ અંતરંગથી અલિપ્ત રહે છે.
જગતના જીવો જ્ઞાનીની આવી દશા જાણી શકતા નથી, કારણ કે તેમની પાસે અંતરદશા જોવાની દૃષ્ટિ નથી. જ્ઞાનીનો પરિચય બાહ્ય ચેષ્ટાથી થતો નથી અને અંતરંગ ચેષ્ટા તો જણાતી નથી. યદ્યપિ જ્ઞાની બાહ્ય વ્યવહારમાં પણ જાગ્રત છે.
નાન, ભોજન કરે પણ અંતરમાં લક્ષ્ય જુદું છે. પુણ્યયોગમાં ભોગવૃત્તિ ન થતાં મનમાં મૂંઝાય કે ક્યારે છૂટું ? આપત્તિમાં ચલિત થતા નથી, સંપત્તિમાં મસ્ત થતા નથી, જગતના પદાર્થોમાં આકર્ષણ રાખતા નથી, ચક્રવર્તીની રિદ્ધિ પણ તુચ્છ માને છે. માન-અપમાનમાં સમાનભાવ રહે છે, પ્રાપ્ત સાધનસામગ્રીમાં કંઈ સાર જોતા નથી, અપ્રાપ્તનો કોઈ વિકલ્પ નથી. આવો વિવેક એ જ્ઞાનીનું લક્ષણ છે.
જ્ઞાનીને જગતના જીવોનું સ્વરૂપ અંધકારમય કેમ જણાય છે ?
oe
સમાધિશતક Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org