________________
ચર્મચક્ષુ છતાં અંધાપો ? ‘હા' જગતના ભોગેચ્છાવાળા માનવને ચક્ષુહીન કહ્યો છે. ચક્ષુથી અંધ હોય તે ક્યારે પણ આત્મવિચારણા કરી શકે પણ જેનામાં વિચારનો અંધાપો છે, તેને કોણ પ્રકાશ આપે ? સ્વરૂપના અજ્ઞાનરૂપ અંધકારથી જગત અટવાઈ ગયું છે. ભોગની પાછળ દોડતા જીવો જાણે મરવા જન્મ્યા હોય, અને જન્મે પણ જાણે મરવા માટે છતાં જાગે નહિ. આ વિચારનો અંધાપો છે.
જગતના જીવો જાણતા નથી કે ચાર દિવસની ચાંદની જેવું સ્વપ્નવત્ આ પુણ્ય નાશવંત છે. તે ભોગવવા કેટલાક જીવોની ખુશામત કરે છે, ગુલામી કરે છે, છતાં પુણ્ય ક્યારે તેને હાથતાળી આપી ભાગી જાય છે ? તે જાણતો નથી કે આ દૃશ્ય જગત શું છે ? તેમાં હું કોણ છું ? આ સર્વ વળગણા-સંબંધોનો હેતુ શું છે ? આમ વિચારી જગતના પ્રપંચથી જ્ઞાનીને અરુચિ વર્તે છે.
જ્ઞાની જગતને અંધરૂપ જાણે છે, કારણ કે રણ જેવી મરુભૂમિમાં વસતાં છતાં તેને તે લીલા ઉઘાન જેવા ભાસે છે. ઝાંઝવાના જળને સાચાં માની પાણી લેવા દોડે છે. ભોગમાં ભય છતાં, રોગ છતાં, કાયાનું ક્લેવર ક્ષણભંગુર હોવા છતાં તેમાં નિર્ભય થઈ વસે છે. નિત્ય રહેવાવાળું માનીને વસે છે.
.
અહો ! જ્ઞાનીની દશા તો જુઓ ! ધન, સંપત્તિ, સ્વજન, મિત્ર આદિ છતાં તેઓ આત્મધનને સંપત્તિ સમાન માને છે. કહે છે કે દરિદ્રીને ઘણો પરિવાર હોવા છતાં દુઃખદાયક છે, તેમ જ્ઞાનીને આ બહારના યોગ-સંયોગ દુઃખદાયક છે. આત્મજ્ઞાને વર્તતા જ્ઞાનીને એ સર્વ ક્ષણિક અને નિઃસાર જણાય છે. કેવળ જીવનમુક્ત દશાને ઇચ્છતા જ્ઞાની તત્ત્વજ્ઞાને કરીને આખરે એવા ભેદ છોડીને સમજીને અંતરમાં જ શમી જાય છે.
૮૦
Jain Education International
આ પરછાંહી જ્ઞાન કી, નિર્વિકલ્પ તુજ રૂપમેં, જ્ઞાનીને ૫૨ પદાર્થોનો, કર્મનો સંયોગ હોય છે તેમ વ્યવહારથી કહેવાય છે; પરંતુ નિર્વિકલ્પ એવા સ્વસ્વરૂપમાં જગતના દ્વંદ્વનો ભાવ
વ્યવહારે શું કહાઈ; દ્વિધાભાવ ન હોઈ. છંદ-૨૫
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org