________________
હોતો નથી.
વ્યવહારથી એમ કહેવાય છે કે આત્મા કર્મનો કર્તા છે, ભોક્તા છે, પરના સંયોગે સુખ-દુઃખ ભોગવે છે; વ્યાપાર, વ્યવહાર કરે છે. રાગાદિભાવ ઉત્પન્ન થાય છે. ક્રોધાદિની પ્રકૃતિના ઉદયમાં આત્મા ક્રોધી મનાય છે. આત્મા ખાતો-પીતો, હરતો-ફરતો જણાય છે. છતાં વાસ્તવમાં આત્મા આ ધંધોથી રહિત નિર્વિકલ્પ સ્વરૂપ છે, જે સ્વરૂપ જ્ઞાન સાથે પ્રગટતું જ રહે છે. - જ્ઞાની પ્રગટ જેવું કહે છે તેવું જ તેમના અંતરમાં છે. જ્ઞાની જેવું જ્ઞાનસ્વરૂપનું કથન કરે છે તેવો જ પોતાને જાણે છે. નિર્વિકલ્પદશામાં સ્થળ-કાળના ભેદ શમી જાય છે. સાધકદશામાં વિધિ-નિષેધ, ત્યાગ-અત્યાગ, રાગ-વિરાગના ભેદ હોય છે કારણ કે સાધના એ વિકાસનો ક્રમ છે. જ્યારે મનની દશા નિર્વિકલ્પ બને છે ત્યારે, ચૈતન્ય જ્યોતિના પ્રકાશમાં ઈચ્છા-અનિચ્છા, આકર્ષણ-વિકર્ષણના ભેદ શમી જાય છે. કેવળ શાંતદશા, નિર્મળ બોધસ્વરૂપ હોય છે.
માણસ જ્યારે ઊંઘી જાય છે, ત્યારે ઇન્દ્રિયો છતાં તેનો વ્યાપાર નથી. ઘર-પરિવારનો મમતાભાવ વ્યક્ત થતો નથી. શરીર મારું છે તેનો ખ્યાલ નથી. તેમ જ્ઞાની જાગ્રત અવસ્થામાં સર્વ પદાર્થથી ભિન્ન રહે છે.
શરીર છે ત્યાં સુધી બાહ્ય નિમિત્તો હોય છે, પરંતુ જ્ઞાનીને તેનું એકત્વ નથી. જગતના વિલાસ, વિનોદ, વ્યવહારમાં ચિત્તનું મિલન નથી, ઈન્દ્રજાળ જેવા જગતમાં લુબ્ધ નથી. પુણ્યઉદયમાં તેમને ચેન નથી. પાપના ઉદયમાં તે બેચેન નથી. તેઓ જાણે છે પર એવી કાયાથી માયામાં જો ફસાયો તો વિષયરૂપી ચોરો મને લૂંટશે. આવા જ્ઞાની સુભટની જેમ સાધનાકાળમાં વ્યવહારમાં છતાં શૂરવીર છે, જાગ્રત છે.
જ્ઞાની જાણે છે કે જગતના સર્વ પ્રાણીઓમાં ચૈતન્ય વસેલું છે, તે મને માનવદેહમાં ધારણ થયું છે તો તેની ઉત્તમતાની વૃદ્ધિ કરું. જગતમાં વૃક્ષ, પાન, પશુ, પંખી બધાં જ ચૈતન્યને ધારણ કરીને
સમાધિશતક
૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org