________________
જીવે છે, છતાં આ ચોર્યાશી લાખ યોનિમાં શ્વાસ લેતાં પ્રાણીઓ કરતાં મારા શ્વાસમાં કંઈ વિશેષતા છે. શ્વાસેશ્વાસે માર્ગો “સોહ' પ્રગટે છે. હું નિજસ્વરૂપ છું તેનો મને સ્વાદ મળે છે. આમ તત્ત્વજ્ઞાને કરી જ્ઞાની પરપદાર્થના વ્યવહારમાં મૂંઝાતા નથી. મારાતારાની દ્વિધામાં ફસાતા નથી. તેથી કર્મયોગે જમ્યા છતાં હવે પુનઃ જન્મવું ન પડે તેમ કરવામાં જાગ્રત છે.
નિજસ્વરૂપના ભાને નિર્વિકલ્પ એવી દશાયુક્ત જ્ઞાનીની દ્વિધા ટળી ગઈ છે. બહાર સાધન-તપ-જપ આદિ ગૌણ થવા છતાં જ્ઞાની નિઃસંશય છે. તે જાણે છે કે સાધનાકાળમાં બહારનાં ઉપકરણો અંતકરણને જાગ્રત કરવા માટે છે. પછી સાધન ગૌણ થાય છે. સાધના પૂર્ણતા ભણી જવાની યાત્રા છે. ત્યાં અટકવાનું નથી. રાગાદિ ઉપયોગ રહિત, મોહનીય ભાવની પ્રકૃતિથી મુક્ત એવો ઉપયોગ નિર્વિકલ્પ છે. ચિત્તની સ્થિરતા અને બાહ્ય વિધિ-ઉપાધિ રહિત એ નિર્વિકલ્પ દશા છે, જેમાં ધર્મ-સંન્યાસ પણ થઈ જાય છે તે રીતે કે હું કેવું અનુષ્ઠાન કરું ? ક્ષમાદિ ધારણ કરું ? જનકલ્યાણનાં કાર્યો હિતાવહ છે. તેવા સર્વ વિકલ્પની જાળ. કંઈ કરવા-ન કરવાનો દ્વિધાભાવ શમી જાય છે. એવી ચિત્તની સ્થિર અને નિર્મળ દશા એ નિર્વિકલ્પતા છે.
યું બહિરાતમ છાંડી કે, અંતર આતમ હોઈ; પરમાતમ મતિ ભાવિએ, જહાં વિકલ્પ ન કોઈ. છંદ-૨૬ આગળ જે જે પ્રકારો જણાવ્યા તે ગ્રહણ કરીને બહિરાત્મ ભાવને છોડીને અંતરૂ આતમભાવને આરાધી, નિર્વિકલ્પ થઈ પરમાત્મપદની ભાવના કરવી. ભાવના સર્વ કર્મને નાશ કરવામાં અગ્નિ સમાન છે. અગ્નિમાં બળેલા પદાર્થો પુનઃ ઉત્પન્ન થતા નથી તેમ શુદ્ધ ભાવનાથી નાશ પામેલાં કર્મો પુનઃ ઉત્પન્ન થતાં નથી. આગ પદાર્થોની રાખ બનાવે છે. તેમ કર્મોની રાખ શુદ્ધ ભાવના વડે થાય છે.
બહિર્મુખતા વડે જીવ તૃષ્ણા અને વાસનામાં જે વ્યર્થ જન્મો ગુમાવ્યા. તેવી તૃષ્ણાની કેદમાંથી છૂટવા જ્ઞાન જ અમૂલ્ય ઉપાય છે.
૮૦
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org