________________
જગતમાં જીવને દેહ જ સુખરૂપ લાગવાથી પશુતા આચરી બેઠો હતો. તેમાં પલટો લાવવા સગુરુનો સંગ જ સાચો ઉપાય છે. હું'ના અહંકારમાં મારાની મમતામાં, રંગરાગના કાદવમાં ખૂંચેલા બહિરાત્માનું દુઃખ કોણ વર્ણવી શકે ?
કાળ આવીને ઊભો રહેશે ત્યારે ભાઈ તને કોણ બચાવી શકશે, માટે અંતરઆત્મપણાને ગ્રહણ કર અને બહિરાત્મપણું છોડી દે. વળી નિશ્ચયથી લક્ષ્ય તો તારું પોતાનું જે પરમાત્મપણાનું લક્ષણ છે તેની જ ભાવના કરવી કે જ્યાં કર્તા-ભોક્તાના, મારા-તારાના, ધર્મ-અધર્મના, ક્રિયા-અક્રિયાના વિધિ-નિષેધના કોઈ ભેદ નથી.
જ્યાં સુધી સાધકદશા છે ત્યાં સુધી ભેદભેદ અવસ્થા છે. એ ભૂમિકામાં વિકલ્પ છે કે અનુષ્ઠાન કરું, હું આત્મા છું, શુદ્ધ છું વગેરે. પરંતુ જ્યાં સાધન, સાધ્ય અને સાધકની એકતા થાય છે
ત્યાં પરમાત્મસ્વરૂપ પ્રગટ થતાં હવે એવા વિકલ્પ એ ભૂમિકામાં રહેતા નથી. માટે પરમાત્મપદને ધ્યાવવું.
સોમૈં યા દઢ વાસના, પરમાતમ પદ હેતઃ
ઈલિકા ભમરી ધ્યાનગત, જિનમતિ જિનપદ દેત. છંદ-૨૭ હું સ્વયં પરમાત્મસ્વરૂપ છું એવી દૃઢ ભાવનાથી જ જીવનું પરમાત્મપદ પ્રગટે છે, જેમ ઇલિકા-ઇયળ ભમરીના ધ્યાનથી પોતે જ ભમરીરૂપ બને છે તેમ હું સ્વયં જિન છું તેવી શુદ્ધમતિ જિનપદને પ્રગટ કરે છે.
તીર્થંકરાદિ જનોએ આત્માને જેવો જાણ્યો અને બોધ આપ્યો તેવો જ હું પરમાત્મસ્વરૂપ શુદ્ધ આત્મા છું. આ દેહાદિ તો કર્મસંયોગે મળેલી ઉપાધિ છે. જેને હું સુખનાં નિમિત્તો માનું છું તે સર્વ સંબંધો મને કર્મનાં કારણો હતાં. અને હું તે સર્વ પદાર્થોથી, ક્ષેત્રથી કે કાળથી વિભિન્ન નિર્વિકલ્પ એવો શુદ્ધાત્મા છું. એકાંતે વારંવાર આવી ભાવના કરવાથી, તે ભાવનાની દઢતા માટે કેવળ “સોહં સોહ'નું જ ધ્યાન કરે છે. એવા ધ્યાન વડે આત્મસ્વરૂપનો જેમ જેમ ઉદય થાય છે તેમ બાહ્ય જગતના સંબંધો સ્વયં લય પામે છે. અને
૮૩
સમાધિશતક Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org