________________
પૃથ્વીરૂપે, વનસ્પતિમાં જન્મી વનસ્પતિરૂપે, કીડી-મંકોડા થઈ તે રૂપે હાથી-ઘોડા થઈ તે રૂપે માનતો જ આવ્યો. પણ પુણ્યયોગે સદ્ગુરુએ મારી સઘળી માન્યતા પર ચોકડી મુકાવી કે તું એ અવસ્થાનો સ્વામી નથી. તે તો તારા અજ્ઞાનની નીપજ છે. વારંવાર આ બોધનું શ્રવણ કરીને જીવની ઊંઘ ઊડી. તે જાગ્રત થયો અને અંતર્ અવાજ મળ્યો કે “સોહં'. હું એક શુદ્ધ શાશ્વત સ્વરૂપ છું. એક નથી કે અનેક નથી. અન્ય કોઈ મારી અવસ્થા નથી.
यद्भावे सुषुप्तोऽहं, यद्भावे व्युत्थितः पुनः ।
अतीन्द्रियमनिर्देश्य, तत्स्वसंवेद्यमस्म्यहम् ॥२४॥ નહિ પામ્ય નિદ્રિત હતો, પામ્યો નિદ્રામુક્ત, તે નિવેદ્ય, અતીન્તિ ને અવાચ્ય છે મુજ રૂપ. ૨૪
અર્થ: શુદ્ધાત્માની પ્રાપ્તિ અને દષ્ટિ વગર હું અજ્ઞાનરૂપી ગાઢ નિદ્રામાં હતો. પરંતુ યોગાનુયોગ હું તે જ શુદ્ધાત્મભાવે જાગી ગયો ત્યારે મારું યથાર્થ સ્વરૂપ મારા અનુભવમાં આવ્યું કે હું ઇન્દ્રિયોથી અગોચર, અનિર્વચનીય અને સ્વસંવેદ્ય છું. 1 અહો ! શુદ્ધાત્મા પ્રત્યેના અજ્ઞાનથી હું રાત્રિરૂપી અંધકારમાં ગાઢ નિદ્રામાં સૂતો હતો. પરંતુ જેમ રાત્રિ પૂરી થાય અને રવિના તેજથી પ્રકાશ પ્રગટે તેમ મારી મોહનિદ્રા ટળી અને મને શુદ્ધાત્માનો અનુભવ થતાં હું જાગી ગયો. હું અતીન્દ્રિયજ્ઞાન વડે હવે અનુભવવા લાગ્યો કે હું તો ઈન્દ્રિયોને અગ્રાહ્ય એવો વચનાતીત છું.
હે સુજ્ઞ ! આવા અનુપમેય તત્ત્વસ્વરૂપ તું જ છે. પરંતુ તળેટીમાં ઊભા રહી શિખર માત્ર જોવાથી, શિખરે પહોંચાતું નથી. પરંતુ તે તરફ તારા કદમને ઉઠાવ. તને ચઢવાની આદત નથી, અંતર્દષ્ટિ નથી પરંતુ તું ધીરજ અને શ્રદ્ધાના બળે કેવળ સગુરુના વચનમાં વિશ્વાસ રાખી ચઢવાનું શરૂ કર, તને લાગશે કે આવા સમયે મારો કોઈ સાથી નથી. અરે ! તે સમયે પણ તારી પ્રભુ પ્રત્યેની પ્રીત અને સદ્દગુરુથી મળેલી શીખ અદશ્યપણે તને બળ આપશે, ત્યારે તારા પોતામાં રહેલી સ્વશક્તિ જ સ્વયે તારો સહારો બની તને
સમાધિશતક Jain Education International
For Private & Personal Use Only
૬૩ www.jainelibrary.org