________________
જેમ રગડતો રહ્યો. ક્યાંયે સુખ ન પામ્યો. થાકેલો-હારેલો ક્યાંય સદ્ગરનો યોગ થતાં સ્વરૂપનું આંશિક ભાન થયું.
येनात्मनाऽनुभूयेऽहमात्मनैवात्मनात्मनि ।
सोऽहं न तन सा नासौ, नौका न दौ न वा बहुः ॥२३॥ જે રૂપે હું અનુભવું નિજ નિજથી નિજમાંહી, તે હું નર-સ્ત્રી-ઇતર નહિ, એક બહુ-ઢિક નાહીં. ૨૩ અર્થ: હું આત્મા વડે આત્મામાં આત્માને સ્વસંવેદન દ્વારા અનુભવું છું, તેવો જ આત્મા છું. પણ હું નપુંસક, સ્ત્રી-પુરુષ નથી કે એક અથવા અનેકરૂપે નથી.
પ્રથમ બહિરાત્માને જે ઇન્દ્રિયો અને મન દ્વારા બુદ્ધિના આધારે અત્યંત અલ્પમતિથી જે ભ્રમિત અને ખંડદર્શન થતું હતું તેને આવા પૂર્ણ સ્વરૂપનું શુદ્ધાત્માનું ભાન ક્યાંથી થાય ? જ્ઞાનમાં જ્યાં અહં વગેરે મલિનતા ભળી હોય ત્યાં પરને જ સ્વસ્વરૂપે માન્યતા થાય. તેમાં સ્વરૂપનું ભાન થતાં માન્યતા પલટો મારે છે.
અહો ! તું તો સ્વસંવેદ્ય આત્મા છું – “સોહં' જે પરમાત્માનું સ્વરૂપ છે તે જ મારું છે, હું શરીર નથી. દેહના નિમિત્તે થતા સુખદુઃખની કલ્પના દૂર થઈ છે. કોણ કોનો પિતા, માતા, પુત્ર કે મિત્ર ? કોણ પત્ની કે પતિ ? આ સર્વ સંબંધ દેહના માધ્યમથી પૂર્વયોજિત કર્મના સંયોગો છે.
કોનાં માન, કોનાં પાન, કોની મિલકત, કોનો દેશ અને કોનાં કુટુંબ ? કોની સાધનસામગ્રી ? કોના હીરા ? કોનું ઝવેરાત ? કોના ભાઈ ? કોની ભગિની ? અરે, આ દેહમાં રહેલાં હાડ-માંસ-મજ્જા પણ કોના ? અને કોણ નપુંસક ? કોણ શ્રી ? કોણ પુરુષ ? આ બધી જ મારાપણાની કલ્પના હતી. આમ, અનુપ્રેક્ષા કરતો ગયો અને બોધ પામતો ગયો, કે હું એક કે અનેક પણ નથી સ્વયં સ્વતંત્ર તત્ત્વ છું.
દેહને અર્થે જે આકાંક્ષાઓ હતી તે વિરમતી ગઈ, અને ચિત્તમાં ઉદાસીનતા આવતી ગઈ, દેહના સુખને ઇચ્છવાને બદલે હવે આત્માર્થી
સમાધિશતક ' Jain Education International
૬૧ www.jainelibrary.org
For Private & Personal Use Only