________________
છે. દેહાદિનો સાક્ષી રહે છે, આત્મસન્મુખ થઈ અંતરાત્માપણે સ્થિર થાય છે.
यथाऽसौ चेष्टते स्थाणी, निवृत्ते पुरुषाग्रहे । तथाचेष्टोऽस्मि देहादी, विनिवृत्तात्म विभ्रमः ॥२२॥ સ્થાણુ વિશે વિભ્રમ જતાં થાય સુચેષ્ટા જેમ; ભ્રાન્તિ જતાં દેહાદિમાં થયું પ્રવર્તન તેમ. અર્થ : વૃક્ષના ઠૂંઠામાં પુરુષની ભ્રાંતિ કરેલી તે દૂર થતાં તેમાંથી વિકલ્પોને દૂર કરે છે. તેમ દેહાદિમાંથી આત્મસ્રાંતિ દૂર થતાં સ્વસન્મુખ થઈ જ્ઞાતાપણે મારી દૃષ્ટિ વર્તે છે.
૨૨
વૃક્ષના ઠૂંઠામાં પુરુષની માન્યતા કરી વિકલ્પો ઊઠે કે જો તે ચોર હશે તો મને લૂંટી લેશે, કોઈ સજ્જન હશે તો મને ઉપકારક થશે. પરંતુ વૃક્ષની નજીક જતાં ભાન થયું કે અહો ! આ તો સૂકું વૃક્ષ છે, પુરુષ નથી, તે જ સમયે પૂર્વે કરેલા સઘળા વિકલ્પો વિનાપ્રયાસે નષ્ટ થયા અને ભ્રાંતિવાન પોતાની કલ્પના કેવી હાંસીપાત્ર હતી તે સમજી જાય છે.
તે પ્રમાણે જ્યારે દેહાદિમાંથી આત્મબુદ્ધિનો ભ્રમ દૂર થવાથી આ મને શાતાના યોગે સુખ આપનાર છે અને અશાતાના યોગે દુઃખ આપનાર છે તેવી ઉપકારક કે અપકારક બુદ્ધિ હતી તેવી ચેષ્ટાઓ દૂર થઈ. અને દેહમાં જે આત્મસ્રાંતિ હતી તે દૂર થઈ.
વળી, કર્મપ્રકૃતિવશ મળેલા એકેન્દ્રિયાદિ જાતિમાં જન્મી તે પ્રમાણે ચેષ્ટા કરતો, માનવદેહધારી સ્ત્રીરૂપે મળેલા દેહમાં સ્ત્રીને યોગ્ય ચેષ્ટાઓ કરવા લાગ્યો. પુરુષરૂપે મળેલા દેહમાં પુરુષરૂપ ચેષ્ટા કરવા લાગ્યો. બાળક હતો ત્યારે બાળચેષ્ટા; યુવાન થયો ત્યારે યૌવનનો થનગનાટ, વિષયોનો તલસાટ, વાસનાનો વલવલાટ કરવા લાગ્યો; વૃદ્ધ થયો ત્યારે મૂંઝાયો, રોગ થયા, રોગી બન્યો. આવી અનેક ચેષ્ટાઓ દેહમાં આત્મબુદ્ધિથી કરી હતી. તેનો ભ્રમ દૂર થતાં આત્મભાવ જાગ્યો.
આમ, દેહાદિની સ્થૂળ અને સૂક્ષ્મ ચેષ્ટાઓમાં રાચતો ઘણો કાળ નિર્ગમન થયો. તેમાં જ સુખદુઃખની કલ્પના કરી. સંસારમાં દડાની
૬૦
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org