________________
રહ્યો અને મોહપાશમાં બંધાઈને ભાન ભૂલ્યો. તેમાંથી કોઈ વાર છૂટવા પ્રયત્ન કર્યો ત્યારે મમતાના જૂના સંસ્કારોથી મને વળી ભ્રમ થયો કે દેહમાં સુખ છે. અને આવી સુખભોગની, સ્વાદ વગેરેની મારી વાસના વધતી ગઈ. એથી પ્રમાદી થઈ સ્વસ્વરૂપને ભૂલી ગયો.
પરંતુ સદ્ગુરુના બોધે મનમાં મંથન થયું કે હવે આ દેહ-વાસનાના ભૂતથી ક્યારે છૂટું ? અને જિનવાણીના આધારે મને કંઈ ભાન થયું કે આ સંસારના કોઈ પણ પદાર્થો મારા હતા નહિ, છે પણ નહિ અને થશે પણ નહિ. હું કોનો સંગ કરું ? એમ મંથન કરવાથી હું જાગી ગયો, અને અજ્ઞાન છૂટી ગયું. પછી તો તેણે પરપદાર્થોની મૂછને ફગાવી દીધી. સંયમાદિ દ્વારા વિચાર અને આચરણનો મેળ કરી અજ્ઞાનતાનાં તાળાં ખોલતો જાય છે. પછી તો અંતર-બાહ્ય સઘળાં આવરણોને ટાળતો, ખાંડાની ધાર પર ચાલતો શુદ્ધિનાં સોપાન ચઢતો જાય છે.
પૂર્વે જે કર્મબીજ વાવ્યાં હતાં તેને મૂળથી ઉખેડીને કાઢતો જાય છે અને બોધિબીજને વાવે છે. જન્મ-મરણ જેવા તંદ્રાત્મક અંધકારને ભેદી તે અંતરાત્મપણે રહે છે. પૂર્વેની ભૂલોનું ક્યારેય સ્મરણ કરી, તે તે ચેષ્ટાઓને જોતો પોતે કેવો હાંસીપાત્ર હતો તે વિચારે છે.
કર્મપ્રકૃતિને વશ વર્તતો કેવી બાળચેષ્ટાઓ કરતો હતો ? પરંતુ આખરે જ્ઞાન થયું કે પેલો માણસ કે ભૂત જેવો દેખાતો આકાર તો ઝાડનું ટૂંઠું છે ! પોતે માત્ર ભ્રમથી ભયાદિના વિકલ્પમાં પડ્યો હતો. તેવી રીતે મેં પૂર્વે પૌગલિક પદાર્થોને મારા માની અનેક વિકલ્પોની ભ્રમજાળ ઊભી કરી હતી. વળી, સ્ત્રી-આદિને રાજી કરવા, દેહને સુખી કરવા કેટલાંય કષ્ટો વેઠ્યાં અને ક્રોધાદિનું સેવન કર્યું. કોઈના નિમિત્તથી પ્રતિકૂળતા થતાં તે તે જીવોને પણ કષ્ટ આપવા પ્રેરાતો હતો, એમ અન્યને દુઃખ આપતો હું દુઃખી થતો. કારણ કે મને મારા સ્વરૂપનું ભાન ન હતું. કેવળ દેહમાં જ આત્માની ભ્રાંતિ કરી મળેલા માનવદેહના સાધનનો વિપરીત ઉપયોગ કર્યો. આવા ઊહાપોહથી સાધકમાં દેહાદિથી ભિન્નપણાનો વિવેક આવે છે ત્યારે ભેદજ્ઞાન થાય છે. શરીરાદિમાં આત્મબુદ્ધિનો ભ્રમ દૂર થાય
સમાધિશતક
પ૯ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only