________________
સ્થાણુ વિશે નરભ્રાન્તિથી થાય વિચેષ્ટા જેમ; આત્મભ્રમે દેહાદિમાં વર્તન હતું મુજ તેમ.
૨૧
અર્થ : ઝાડના સૂકા ઠૂંઠામાં જેને પુરુષની ભ્રાંતિ થઈ છે, તેવા મનુષ્યની ચેષ્ટા વિપરીત હોય, તેમ દેહાદિમાં જેને આત્મસ્રાંતિ થઈ છે તેવી પૂર્વે મારી ચેષ્ટા થઈ હતી તેમ અંતરાત્મા ચિંતવે છે.
જ્ઞાનીજનો જગતને સાચો માર્ગ દર્શાવવા માટે જ્ઞાનસ્વરૂપે પ્રગટ થયા પછી, વસ્તુનું સાચું સ્વરૂપ લક્ષમાં આવવાથી જણાવે છે કે અહો, જ્ઞાન પૂર્વેની ચેષ્ટાઓ કેવી ભ્રામક હતી ?
સુકાઈ ગયેલા ઝાડના ઠૂંઠાને જોઈને ભ્રમ થાય કે આ પુરુષ ઊભો જણાય છે તેમ મારી માન્યતા દેહમાં આત્માની ભ્રાંતિ થવાથી હું દેહને જ આત્મસ્વરૂપ માની તેને અમર રાખવાની ચેષ્ટા કરતો હતો. શરીરની વૃદ્ધિને આત્મવૃદ્ધિ માનતો હતો.
જેમ બાવળ ખાવાથી મુખમાં નીકળતા લોહીના સ્વાદને ઊંટ બાવળનો સ્વાદ માને છે, તેમ દેહની શાતા આદિમાં જીવ આત્મસુખ માનતો હોય છે. શરીરની બધી જ પ્રકૃતિને પોતાની માને છે. બાળક હતો ત્યારે બાળચેષ્ટામાં ખેલકૂદમાં સુખ માનતો હતો, યુવાન થયો, રમવાનાં સાધનો બદલાયાં, સ્ત્રી-પુત્ર-પરિવારને પોતાનાં માન્યાં. બાળક હતો ત્યારે કાષ્ઠની પૂતળીને સ્ત્રી માની તેને કોટે વળગાડતો હતો. ખવરાવતો-પિવરાવતો અને નવરાવતો હતો. લાકડાની પૂતળી હોવા છતાં તે ક્યાંક ખોવાઈ જાય તો રડતો હતો. હવે સજીવ એવા સ્ત્રી-આદિમાં એવી ચેષ્ટા કરવા લાગ્યો. તેમના સંયોગમાં રાગ અને વિયોગમાં દુઃખ માનવા લાગ્યો. અને વૃદ્ધ થયો ત્યારે ખવાતું નથી, પિવાતું નથી, ફરાતું નથી. કોઈ ખબર લેતું નથી. એમ શરીરના જ લક્ષ્ય દુ:ખી થતો રહ્યો. ક્યારેય તેણે દેહભાવની ભ્રાંતિ છોડી ન હતી.
હવે તેને સદ્ગુરબોધે ભાન થયું કે, અરે ! હું તો આ સપ્તધાતુના દેહને સોનાનું રૂપાળું પિંજર માની પુરાયો હતો. તેમાં માયા કરી. એક દેહ છૂટ્યો, બીજા દેહો અનેક વાર પ્રાપ્ત કરતો
૫૮
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org