________________
જંગલમાં સૂકા વાંસ અન્યોન્ય ઘર્ષણ પામીને અગ્નિરૂપે પ્રગટ થાય છે તેમ આત્મા સ્વયં શુદ્ધ ઉપયોગ વડે આત્માને ઉપાસીને પરમાત્મા થાય છે. પૂર્વના આરાધનાના સંસ્કારની પ્રબળતા સહજપણે જીવને જ્ઞાનના ક્ષયોપશમ દ્વારા આંતરિક ફુરણા કરે છે. તેથી જીવ બાહ્ય આલંબનરહિત અંતરના જ્ઞાન વડે જ મુક્ત થાય છે. પોતાના ગુણો જ સ્વપુરુષાર્થ વડે પ્રગટે છે તેની વિશેષતા કરી પૂર્ણતા પામે છે. આવી યોગ્યતા જ્ઞાનયોગીને માટે છે, તેથી નીચેની ભૂમિકાએ ભલે અવલંબનની આવશ્યકતા હો.
આત્મા સ્વયં સિદ્ધ સમાન છે તેવા દઢ નિર્ણય વડે આત્મા ચિદાનંદસ્વરૂપ આત્માને ઉપાસી પરમાત્મસ્વરૂપ બને છે. માટે પરદ્રવ્યમાંથી પોતાના ઉપયોગને પાછો વાળી પોતાના સ્વરૂપમાં જોડવો. આત્મામાં અનંત ગુણો છે તેનો મહિમા જાણી ગુણસ્વરૂપ આત્માનું ધ્યાન કરવું. ધ્યાન દ્વારા જ્યારે દઢતા થાય ત્યારે સ્વાનુભવ દ્વારા આત્માનો અનુભવ થાય છે.
દેહમાં આત્મબુદ્ધિ હોવાથી આત્મા નિરંતર તેની જ ઉપાસના-વિચાર કરે છે. અને ત્યાં સુધી તે જન્મ-મરણનાં ગોથાં ખાવાનો છે, સંસારી જીવને દેહમાં અહં અને મમત્વનો ભાવ દઢપણે પડેલો છે તેથી તેને આત્મા આત્માપણે જણાતો નથી પરંતુ જ્ઞાનયોગીને આત્માભાવના ગુણો અને તેના અંશો દૃઢ થયેલા છે તે દેહભાવ પ્રત્યે ચેતનાને જાગ્રત રાખે છે, ઉપરની ભૂમિકામાં લઈ જાય છે. તેથી તે યોગી દેહસ્થ હોવા છતાં પણ આત્મભાવથી જાગ્રત છે. આ પ્રમાણે તે પરમાત્માના શિખર સુધી પહોંચે છે.
આપ આપમેં સ્થિર હુએ, તરુથે અગનિ ઉદ્યોત, સેવત આપહિ આપકે હું પરમાતમ હોત. છંદ-૮૨
અર્થ : જ્યારે આત્મા આત્મા વડે આત્મામાં સ્થિત થાય છે ત્યારે જેમ તરુની શાખા, શાખા સાથે ઘસાઈને અગ્નિરૂપે પ્રગટ થાય છે તેમ આત્મા પોતાને ઉપાસીને પોતે પરમાત્મસ્વરૂપે થાય છે.
સ્વાનુભૂતિનો આનંદ અનુપમેય છે. તે આ જગતના ભૌતિક
૨૫૦
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org