________________
સુખના કોઈ આનંદ સાથે સરખાવી શકાય તેવો નથી. બાળકનો આનંદ નિર્દોષ કહેવાય છે. છતાં તે પરિવર્તન પામે છે તેથી તેને પણ આ આનંદની સાથે સરખાવી શકાય તેમ નથી. આવો આનંદ કંઈ વાટેઘાટે કે હાટે મળતો નથી. તે દરેક ચૈતન્યના ઘટ ઘટમાં છે. વળી કોઈ ત્યાગીની પાટે કે ભોગીની ખાટે પણ મળતો નથી. જે કોઈ શુદ્ર આનંદમાં રાચે છે તે મૂર્ખ છે.
જગતનાં ભૌતિક સુખોનો આનંદ દોષજનક છે, વળી ભક્તિ જેવાં સ્થાનોએ ઉન્માદપણામાં મળતો આનંદ પણ સાચો નથી. મંદબુદ્ધિ માનવ ત્યાં પણ અટકે છે. સાચો આનંદ જ્ઞાનયોગીના આત્માની રમણતામાં રહ્યો છે. એ આનંદ કંઈ સૂકો કે લુખો નથી પણ ભવના ભયને ટાળનારો છે, અને શાશ્વતપણે નિત્ય રહેવાવાળો છે.
આ સપ્તધાતુના શરીરમાંથી જ્યાં સુધી સુખબુદ્ધિ ન ટળે ત્યાં સુધી આત્મજ્ઞાનનો અંશ પ્રગટે નહિ. મોહવશ દૈહિક સુખમાં પડી જીવ ચેતનાના આનંદને ભૂલી જાય છે. અને ઇન્દ્રિયોની વિષય-માંગ તો વૃદ્ધિ પામતી જાય છે. આત્મા તેને વશ થાય તો ચૈતન્યનું સામર્થ્ય પ્રગટ થતું નથી પણ આત્મજ્ઞાન-બોધ વડે તેને વશ કરવી તે જ જ્ઞાનયોગીને સાધના છે. જ્ઞાનયોગી આત્મભાવમાં જ વસે છે.
પ્રથમ ભલે ગુરુગમથી સાધનાનો બોધ પામી પછી સ્વાવલંબનથી જ્ઞાનયોગી સ્વરૂપનું ધ્યાન ધરે છે. જ્યારે તે ધ્યાન આત્માથી અભિન્નભાવે થાય છે ત્યારે આત્મા પરમાત્માસ્વરૂપ થાય છે.
માટે આત્મા વડે આત્માનો જ વિચાર કરવો. આ જગતમાં ઉપાસવા જેવું તત્ત્વ આત્મા જ છે, સર્વ પૌદ્ગલિક પદાર્થોથી અત્યંત ભિન્ન, ત્રણે કાલ ધ્રુવ અને શુદ્ધ, પોતાની સ્વસત્તામાં અખંડપણે રહેનારો પ્રગટ લક્ષણવાળો છે. તે ભેદજ્ઞાન દ્વારા પ્રગટે છે, માટે આત્માને આત્મામાં જ આત્મા વડે જાણવો, શોધવો.
આવા જ્ઞાનયોગીનું સામર્થ્ય એવું છે કે તેમને મૃત્યુલોકનો કોઈ સ્પર્શ થતો નથી. કારણ કે તેમનું મરણ પણ મૃત્યુ પામ્યું છે, ભલે હજી તે માનવદેહમાં છે પરંતુ દેહભાવથી ભિન્ન છે. કારણ કે તેમણે
સમાધિશતક
૨૫૧ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only