________________
વિષયકષાયોને જીત્યા છે. સતત ભાવમરણ કરવાવાળા અને અંતે કાળને વશ થનારા નિમિત્તોને યોગીએ વશ કર્યા છે. આવા જ્ઞાનયોગીને જે ચિદાનંદની પ્રાપ્તિ થાય છે તે દેવોને પણ દુર્લભ છે.
આત્મજ્ઞાન-આત્મદર્શન એ કંઈ દૂરનું તત્ત્વ નથી; પરંતુ સ્વથી પ્રાપ્ત થતું સમીપવર્તી તત્ત્વ છે. ફક્ત તેમાં અંતરદૃષ્ટિ વડે લીનતા કરવાની છે, મનને વિકલ્પરહિત અમન કરવાથી તે બહાર જતું નથી. પરંતુ સન્મુખ થઈને વર્તે છે, ત્યારે યોગી સ્થિરતા વડે આત્મભાવમાં લીન થઈ પરમાત્મસ્વરૂપને પામે છે.
इतीदं भावयेनित्यमवाचांगोचरं पदम् ।
स्वतएव तदाप्नोति, यतो नावर्त्तते पुनः ॥९९॥ એમ નિરંતર ભાવવું પદ આ વચનાતીત; પમાય જે નિજથી જ ને પુનરાગમન રહિત. ૯૯
અર્થ : આ પ્રકારે ભેદ કે અભેદરૂપે આત્મસ્વરૂપની નિરંતર ભાવના ભાવવી. એમ કરવાથી તે અનિર્વચનીય પરમાત્મપદ સ્વતઃ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ત્યાંથી પાછા સંસારમાં આગમન થતું નથી.
સાધકદશાની સાધના ભેદભેદ કે ભિન્નભિન્ન હોય છે, જેમ કે સાધકનું ધ્યેય મુક્તિ છે. જે પોતાનું જ અભેદ સ્વરૂપ છે. પરંતુ સાધક અવસ્થા જ્ઞાનદર્શનાદિ કારણોવાળી હોવાથી ભેદસ્વરૂપ છે. આત્મા પોતાના સ્વરૂપથી તો અભેદ જ છે પરંતુ સાધનામાં જે વિકલ્પાત્મક દશા છે તે ભેદવાળી છે, ત્યાં સુધી સાધક, સાધન અને સાધ્ય ભિન્ન છે, પરંતુ જ્યારે આત્મા અભેદ દશા પામે છે ત્યારે ત્રણેની સમાપ્તિ હોય છે.
ભક્તિયોગવાળો ભક્તિના ભાવમાં જે કંઈ કરે છે તે ભગવાનથી તેની ભેદરૂપ સાધના છે. ભક્ત અને ભગવાન જુદા છે. પરંતુ ભક્તિના ભાવથી જ્યારે નિર્મળ બને છે, અને તે નિર્મળ પરિણતિ આત્મભાવ તરફ વળે છે, ત્યારે ભક્ત સ્વયં ભગવાન સ્વરૂપે બને છે. આથી ભક્ત સાધના સમયે ભગવાનથી ભેટવાળો છે પરંતુ
ર૫૨
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org