________________
અથવા નિજને સેવિને જીવ પરમ થઈ જાય; જેમ વૃક્ષ નિજને મથી પોતે પાવક થાય.
૯૮
અર્થ : જ્ઞાનયોગી જેવા મહાત્માઓ પોતાના આત્માની ઉપાસના કરીને પરમાત્મા થાય છે, જેમ વાંસના ઝાડ અન્યોન્ય ઘર્ષણ પામીને અગ્નિરૂપ થાય છે.
આત્મા સ્વયં સત્તાપણે સિદ્ધ-પરમાત્મા સમાન છે, જે યોગીજનો આત્માના આ સ્વરૂપસામર્થ્યને જાણે છે, તે પોતાના જ પરમશુદ્ધાત્માની ઉપાસના કરે છે, અને સ્વયં પરમાત્મસ્વરૂપે પ્રગટ થાય છે, જે સાધક બહાર જતાં ઉપયોગને સાવધાન થઈને આત્મસ્વરૂપમાં જોડે છે, તે ક્રમે કરી પૂર્ણ શુદ્ધસ્વરૂપને પામે છે. તે માટે શુદ્ધાત્મામાં પ્રદેશે પ્રદેશે રહેલા અનંત ગુણમય શક્તિમાં ઉપયોગને સ્થિર કરવો.
સાધક આત્માને આત્મસ્વરૂપે જાણે છે ત્યારે તે આત્માનો ઉપયોગ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે, જેમ ઉપયોગની સ્થિરતા વધે તેમ તેમ આત્મશક્તિ વિકસિત થાય છે. આ સાધના સ્વાશ્રયી છે, તેમાં જ્ઞાનની મુખ્યતા છે, પોતાના સ્વપુરુષાર્થ વડે ગુણો પ્રગટે છે, તે ગુણોનું અવલંબન લઈ સાધક ગુણશ્રેણિએ આરૂઢ થાય છે, પછી પૂર્ણતા પામે છે.
આવો જ્ઞાનમાર્ગ સ્વાવલંબી હોવાથી દુર્ગમ છે. આ માર્ગે જવામાં અહંકાર જેવાં પડવાનાં અનેક કારણો છે. જેમ અભ્યાસની સૂક્ષ્મતા વધે તેમ સંદેહ અને સૂક્ષ્મ વિકલ્પો પેદા થાય છે. આથી જીવ વારંવાર પાછો પડે છે. કોઈ પૂર્વના આરાધક જીવ બળ કરીને ત્યાં ટકે છે, ત્યારે તે જીવ કૃતકૃત્ય થાય છે.
આ કારણથી વિરલ જીવોને બાદ કરતાં આ માર્ગે જતાં જીવો કોઈ વાર ભ્રષ્ટ થાય છે, જ્ઞાનમાર્ગ કે ધ્યાનમાર્ગમાં તે તે યોગ સિદ્ધ થતાં લબ્ધિઓ પ્રગટ થાય છે ત્યારે જીવ તેના આહ્લાદમાં કે પ્રયોગમાં રોકાઈ જાય છે અને નિર્વિકલ્પ સ્વરૂપને ભૂલી જાય
'
છે, પરંતુ ઉત્તમ યોગીઓ એવાં કારણોને ઉલ્લંઘીને આગળ વધે છે, તે જ્ઞાનમાર્ગને આરાધી શીઘ્ર સ્વયં પરમાત્મસ્વરૂપે પ્રગટ થાય છે.
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૨૪૯ www.jainelibrary.org