________________
તોડવી, કે અજ્ઞાનરૂપી અંધકાર ટાળવો દુષ્કર છે. સગુરુયોગે જ્યારે માર્ગનો મર્મ મળે છે ત્યારે જીવે સંસારના સઘળા સાનુકૂળ સંયોગોને ત્યજવા પડે છે, માત્ર બુદ્ધિથી આ માર્ગની યાત્રા સંભવ નથી. બુદ્ધિ સાથે રુચિ અને શ્રદ્ધાને જોડવાં પડે છે. વળી આ ઉપાસનામાં તન, મન અને ધનને જોડવાં પડે છે. જ્યાં સુધી સમગ્રપણે આ પરમતત્ત્વનો પ્રેમ ન આવે ત્યાં સુધી સંસારભાવનું પરિવર્તન થતું નથી. તેથી પરમ પદ પ્રત્યે અચળ પ્રેમ થતો નથી.
વળી આ માર્ગે જતાં અંતરંગની ગુફામાં જમાવ કરીને બેઠેલા દીર્ઘકાળના લોભાદિ સંસ્કારો પરમતત્ત્વ પ્રત્યે અખંડધારાને ટકવા દેતા નથી. વચમાં કેટલાયે અંતરાય નાંખે છે. આ માર્ગની યાત્રામાં તે ધાડપાડુની જેમ તૂટી પડે છે, અને અચિંત્ય એવા પરમ પદથી જીવ વંચિત રહી જાય છે. એવા દુર્ઘટ પદની યાત્રામાં પ્રથમ સત્પુરુષોનો સથવારો-કૃપા જરૂરી છે. સતપુરુષો નદી તરવાની સહાય માટે નાવ જેવા છે, કિનારે પહોંચી નાવ છૂટી જાય છે, તેમ સાધક જ્યારે સ્વ-આશ્રયી સાધનાને યોગ્ય થાય છે ત્યારે સદગુરુના બોધના ગ્રહણને લક્ષ્યમાં રાખી પોતાની સાધના કરે છે. અને સ્વરૂપને પ્રાપ્ત કરે છે. પરમાત્મપદની પરમ પ્રેમે ઉપાસના કરીને સ્વયં પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
સેવત પર પરમાતમાં લહૈ ભવિક તસ રૂપ. બતિયાં સેવત જ્યોતિયું, હોવત જ્યોતિસ્વરૂપ. છંદ-૮૧
જે ભવ્યાત્મા પરમાત્માને પૂર્ણ પ્રેમે પ્રશસ્તભાવે સેવે છે, તેમના ગુણોમાં લીન થાય છે, ત્યારે તેનો ઉપયોગ તે જેની ઉપાસના કરે છે તેના ગુણમય પરિણમવાથી ક્રમે કરીને તે સ્વયં પરમાત્મસ્વરૂપ થાય છે. દીવાની વાટને જ્યોતિનો સ્પર્શ થવાથી વાટ સ્વયં જ્યોતિરૂપે પ્રગટે છે. એ ન્યાયે ભવ્યાત્મા પરમપદને ત્યજીને પરમાત્મા જેવો થાય છે.
उपास्यात्मानमेवात्मा, जायते परमोऽथवा । मथित्वाऽऽत्मानमात्मैव, जायतेऽग्निर्यथा तरुः ॥१८॥
૨૪૮
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org