________________
પોતામાં રહેલા પરમશુદ્ધ તત્ત્વની શોધ કરવા નીકળેલો મનુષ્ય જગતની ગમે તેટલી પ્રદક્ષિણા કરે પણ તે તત્ત્વની પ્રાપ્તિ તેને બહારથી થતી નથી. કારણ કે એ પરમ તત્ત્વ જેમાં પ્રગટ થયું છે તેવા પરમાત્માની ઉપાસનાથી તે પ્રાપ્ત થાય છે. બહારમાં પોતાના સ્વરૂપને શોધવા નીકળેલા મનુષ્યની દશા અંધોના જેવી થાય છે. પાંચસાત અંધો મુસાફરીએ નીકળ્યા હતા, તેઓ અન્યોન્ય હાથ પકડીને ચાલવા લાગ્યા. પ્રથમ અંધે ખોટી દિશાએ ચાલવા માંડ્યું, તેના ખભા પર હાથ રાખી તેની પાછળના સઘળા અંધોએ અનુકરણ કર્યું, અને તે સર્વે દિશામૂઢ થઈ ભટકી ગયા. તેમ જીવ પોતાની મતિકલ્પના કે કોઈ ભળતા અજ્ઞાનીને સહારે પરમાર્થમાર્ગની યાત્રા કરે તો ભટકી પડે. માટે જેમ દીવે દીવો પ્રગટે છે તેમ ભૂમિકા પ્રમાણે સદ્ગુરુ આજ્ઞાએ આલંબન લઈ ઉપાસના કરવી.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવથી જે અસંગ છે એવા તથા ઘાતી કર્મોનો નાશ કરી જે પરમાત્મસ્વરૂપ થયા છે, તેમની પૂરણ પ્રેમે ઉપાસના કરીને જીવને તેમાં અપૂર્વ માહાત્મ્ય આવે તો પોતે જ તે પદ પામવાનો અધિકારી છે. વાસ્તવમાં જેને સંસાર અસાર લાગ્યો છે, બંધનથી જે છૂટવાનો કામી છે તેણે તો શુદ્ધ ભાવે નિરંતર તે પદની ઉપાસના કરવી. સદ્ગુરુના યોગ વગર આવો મહાન પરમાર્થમાર્ગ જીવ પોતાની સ્વચ્છંદતાથી આરાધે તો તેને પરમાર્થમાર્ગની પ્રાપ્તિ થતી નથી. અજ્ઞાનરૂપી અંધકાર ટળતું નથી. કારણથી કાર્યની સિદ્ધિ થાય છે.
કુળપરંપરાએ મળેલા સંસ્કારોવશ વિવિધ અનુષ્ઠાનો જીવે અનેક વાર કર્યા છે, પરંતુ મૂળ જે લક્ષ્ય કરવાનું હતું તે રહી ગયું, તેથી જીવ સંસારથી મુક્ત થયો નથી. દૃઢપણે મોક્ષની ભાવના કરી નથી, પરંતુ સંસારસુખની વાંછા કરી હોવાથી તપજપાદિ કરવા છતાં સંસારનું પરિભ્રમણ છૂટ્યું નથી. માટે હવે જીવે પરમાત્મસ્વરૂપ પ્રત્યે સમર્પણ ભાવે, સમ્યક્ પ્રકારે શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવી જેથી અજ્ઞાન ટળી જતાં જીવ પરમાત્મસ્વરૂપ પામે છે.
દીર્ઘકાળનો સંસારભાવ છૂટી, સ્વચ્છંદતા ટળી, મિથ્યાત્વની ગ્રંથિ
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૨૪૦ www.jainelibrary.org