________________
ચૈતન્યની ફુરણાથી સક્રિય એવું શરીર જેને કાષ્ટ પાષાણ જેવું સ્થિર લાગે છે. અને તેથી તે પ્રત્યે તેમને સુખાદિ ભોગની વૃત્તિ થતી નથી. પરંતુ સમતારૂપ સુધાનું તેઓ રસપાન કરે છે. વળી અહર્નિશ આત્મભાવનાનું ભાવન કરતા હોવાથી જડરૂપ જે જંગમ-શરીર તેમને કાષ્ટ જેવું લાગે છે. અર્થાત્ દેહ પણ એવી સ્થિરતા પામે છે કે જો તે શરીરને કોઈ તાડન પીડન કરે તો પણ તેઓ ચલિત થતાં નથી. અનુપમ સમતાના પરિણામે તેઓ મુક્તિને સુલભતાથી પ્રાપ્ત કરે છે.
शरीरकंचुकेनात्मा, संवृतज्ञानविग्रहः ।।
नात्मानं बुध्यते तस्माद्, भ्रमत्यतिचिरं भवे ॥६५॥ તનકંચુકથી જેહનું સંવૃત જ્ઞાનશરીર, તે જાણે નહિ આત્માને, ભવમાં ભમે સુચિર. ૬૮
અર્થ : જ્ઞાનરૂપી કાયાવાળો આત્મારૂપી શરીરના કંચુકથી ઢંકાઈ ગયો છે. તેથી તે પ્રત્યક્ષ એવા આત્માને જાણતો નથી તેથી તે જીવ ચિરકાલ ભવમાં ભમે છે.
શરીર ઇન્ડિયાદિ વડે ઓળખાય છે. દર્પણમાં દેખાય છે. પણ એ શરીરમાં રહેલો આત્મા જ્ઞાન સ્વરૂપે ઓળખાય છે અને શુદ્ધ ઉપયોગમાં તેનાં દર્શન થાય છે. આથી જ્ઞાન એ જ આત્માની કાયા છે. પરંતુ દેહવાસનાથી પોતાને શરીર માને છે, તેથી તેમાં બંધાઈ ગયો છે. પરંતુ જેમ સર્પ કાંચળી ત્યાગ કરીને પોતે નાશ પામતો નથી તેમ ભાઈ ! શરીરનો નાશ થવાથી તું નાશ પામતો નથી. જેમ કાંચળીનો સંબંધ સર્પ સાથે હોય ત્યારે જેમ સર્પ ચાલે તેમ કાંચળી ચાલે. તેની સર્વ ક્રિયા સર્પને આધીન છે. સર્પ કાંચળી ત્યજી દે પછી તેની કોઈ ક્રિયા કાંચળી કરી શકતી નથી, કાંચળી અને સર્પનો માત્ર સાંયોગિક સંબંધ હતો, તેમ દેહજીવ પૂર્વકર્મના સંસ્કારવશ જે ક્રિયાઓ કરે છે તેમ તેનું હલન-ચલન વગેરે ક્રિયા થાય છે. દેહ તો જાણતો પણ નથી કે આ ક્રિયાથી તેને શો ફાયદો થાય છે. અને જીવને તે ક્રિયાથી કંઈ લાભ પણ નથી. એ દેહનો વિયોગ
૧૦૬
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org