________________
જ્ઞાનીને જગત પ્રત્યે જોવાની દૃષ્ટિ અને જગતને જ્ઞાની તરફ જોવાની દૃષ્ટિમાં તફાવત છે. આત્મભાવમાં લીન એવા અંતરાત્મા કે જેને ભેદજ્ઞાન પ્રવર્તે છે. તેથી તેમને જગત તત્ત્વદૃષ્ટિ એ ભ્રાંત લાગે છે. છતાં નેત્રે અંધ જેવું જણાય છે. સ્વસ્વરૂપના સુખને ત્યજીને સંસારના ખારા જળ પ્રત્યે પ્યાસ છિપાવવા દોડતું જણાય છે. અને આત્મહિત બુદ્ધિરહિત ગાઢ નિદ્રામાં સૂતેલું જણાય છે. હિતાહિતના વિચાર વગરનું જાણે અસંજ્ઞીપણું પામ્યા હોય તેવા જીવો જણાય છે. પરાધીનતાની ફાંસીના માંચડે લટકેલા હોય તેવા વ્યાકુળ દેખાય છે.
પરંતુ જ્ઞાની યોગી તો સ્વરૂપમાં મસ્ત છે, કોઈ વરદાન આપો કે શ્રાપ આપો. શરીરમાં શાતા હો કે અશાતા હો, અને શરીરને કોઈ તાડન-પીડન કરે કે લેપ કરે તો પણ તે આત્મસ્વરૂપથી ચલાયમાન થતા નથી. તેમનું સ્વરૂપચિંતન જ તેમને ટકાવે છે. તેઓ વિચારે છે કે ચક્રવર્તીથી માંડીને ઇન્દ્ર સુધીના સર્વ મરણને આધીન છે. તેમનું ઐશ્વર્ય કર્મને આધીન છે. જેનો લોકો મદ કહે છે તેવા ધન, માન, સત્કાર, બળ, જ્ઞાન, રૂપ સર્વ પુણ્યને આશ્રીને ટકે છે. બાકી તો તે સર્વે સુખ પોલા ઢોલ જેવાં છે. આમ સર્વત્ર અસારતાથી વૈરાગ્ય પામી તેમને એક સ્વરૂપ જ નિર્ભયસ્થાન જણાય છે. નિરંતર સ્પંદિત પરિવર્તનશીલ જગતના પદાર્થો જ્ઞાનીને અભોગ્ય છે. તેથી તેઓ સમતા ધારણ કરે છે.
જંગમ જગ થાવર પરે, જ઼ારૂં ભાâ નિત્ત,
સૌ ચાખે સમતા સુધા, અબર નહિ જચિત્ત. છંદ-૫૭
અર્થ : સામાન્ય રીતે જંગમનો અર્થ મહાત્માઓનો નિવાસ કે નિશ્રા છે. અને સ્થાવર એટલે તીર્થનાં પવિત્ર સ્થાનો છે. પરંતુ અત્રે ગ્રંથકારે કોઈ નવું જ રહસ્ય દર્શાવ્યું છે.
જંગમ એટલે જડરૂપે જે શરીર તે જ્યારે થાવર એટલે કાષ્ટ કે પાષાણની જેમ સ્થિર લાગે ત્યારે સાધક-યોગી દેહાધ્યાસથી મુક્ત થાય છે. તેથી તેને દેહમાં રહેલા નિત્ય-શાશ્વતા ચૈતન્યનું ભાવભાસન થાય છે. હું ચૈતન્ય સ્વરૂપ છું તેવો અનુભવ થાય છે.
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૧૫
www.jainelibrary.org