________________
ન્યાયે રહેલા છે. તે પદાર્થો જડ હોવાથી તેનામાં ભાવરૂપ ચેતના નથી તેમાં સુખાદિનો ભોગ-અનુભવ નથી. તે પદાર્થોમાં જ્ઞાનસ્વરૂપ વિવેક જ્ઞાન નથી. આવો જ્ઞાનીને નિશ્ચય છે તે પુરુષ મૌન થાય છે, સમતાસ્વરૂપે રહે છે.
દેહમાં રહેલા પરમાણુઓના સ્કંધોનું સ્પંદન-હલનચલન છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિ તે ક્રિયા છે. પંચેન્દ્રિયો દ્વારા જે વિષયાનુભવ થાય છે તે ભોગ છે. છતાં જ્ઞાની દેહના મમત્વને, એકત્વને ત્યાગી, યોગ-ક્રિયારહિત ઇન્દ્રિયોના ભોગરહિત સ્થિર ચિત્તવાળા છે. તે પોતાના સમતા સ્વરૂપને પુનઃ પુનઃ અનુભવ કરે છે અને આત્મિક સુખને પામે છે. તેવું અનુપમેય સુખ અબોધ જીવો પામી શકતા નથી તેઓ નિરંતર પરપદાર્થોથી પ્રભાવિત થાય છે.
જ્ઞાન-ધ્યાન-તપ-શીલ-સમ્યક્ત્વાદિ ગુણથી પણ વિશેષ સમતાગુણ છે. સમતા એ જ આત્મા છે. ક્ષયોપશમ ભાવ પરંપરાએ નિરાવરણ એવા ક્ષાયિકભાવનું નિમિત્ત બને છે. પરંતુ કષાયના અભાવથી જે ચારિત્ર પ્રગટ થાય છે તે શુદ્ધ યથાખ્યાત ચારિત્ર છે, એ સમતાનું જ સ્વરૂપ છે. તેથી સમતાસ્વરૂપ આત્માને ભાવવો. જે મહાત્મા પુરુષો આત્મસિદ્ધિને વર્યા કે ભવિષ્યમાં તેને પ્રાપ્ત કરશે તે સૌ આત્માભિમુખતાથી જ આત્મસિદ્ધિને પ્રાપ્ત થયા છે.
તપ, જપ, શીલ, આદિ જો આત્મસિદ્ધિ માટે ન થયા તો તે વ્યર્થ છે. આત્માભિમુખ ન થવું તે પણ જીવનો પ્રમાદ છે, પાણીમાં રહેલું માછલું તરસ્યું રહે ? જળરહિત મીન પ્યાસી માની શકાય ? મનુષ્યને સન્દેવાદિ મળે અને અમૃતને પ્રાપ્ત ન કરે તો તેમાં દોષ પોતાના જ પ્રમાદનો છે. પરવશ દીનતા કરીને ઘણું રખડ્યો, પરપરિણતિમાં રાચિને પ્રાપ્ત રિદ્ધિઓને ફેંકી દીધી.
સંસારની મોહિની કદાચ તને ભ્રમ પેદા કરે તો અંતરનું બળ વાપરીને તું કોઈ સદ્ગુરુ પાસે પહોંચી જજે. અને સદ્ધર્મનો મર્મ ગ્રહણ કરજે. તેઓ જે માર્ગ બતાવશે તે તારા હિતમાં હશે. દૃઢ મનોબળથી તું પ્રયત્ન કરજે. તો વિજયમાળા તને વરશે.
૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org