________________
છું. એમ માની પુરુષાર્થ કરવા માટે ઉત્સુક રહે.
જ્ઞાની પુરુષનું જ્ઞાન પ્રકાશિત છે, તેઓ આત્માની, નિત્યતાની અપૂર્વ શ્રદ્ધાવાળા છે, તેથી નાશવંત એવા શરીરમાં મમતા ધારણ કરતા નથી. આથી દેહનાં પરિવર્તનો તેમને ચલિત કરતાં નથી. તેમનો દઢ નિશ્ચય વર્તે છે કે દેહને તપાવીને પણ આત્માને જ પ્રગટ કરવો.
આવું નિશ્ચય બળ કંઈ એકાએક આવતું નથી. પણ આત્મસ્વરૂપને એકાંતે ચિંતનમાં લો, નિત નિત એનું ધ્યાન કરો, તો જરૂર સ્વરૂપ અનુભવમાં આવશે. મમતા ઘટશે, સમતા ધારણ થશે. એટલે શરીરના દુઃખે દુઃખ રહેતું નથી. પરંતુ જેનો સ્વભાવ જ સુખમય છે આત્મિક આનંદથી પરિપૂર્ણ છે, તેને દેહાદિનાં તુચ્છ સુખોમાં કંઈ સાર જણાતો નથી. પૂર્વે જોયેલા, જાણેલા, સુંઘેલા, ઉત્પાદ અને વ્યયવાળા તે પદાર્થો ઈન્દ્રિયોને પ્રિય હો કે અપ્રિય હો, જ્ઞાની એવા ઢંઢના રંગથી રંગાતા નથી. એ તો અવર્ણ એવા ધર્મવાળા આત્માના રંગે રંગાયેલા છે.
यस्य सस्पन्दमाभाति, निःस्पदेन समं जगत् ।
अप्रज्ञमक्रियाभोगं, स शमं याति नेतरः ॥७॥ સક્રિય જડ જેને દીસે અક્રિય અણભોગ, તે જાણે નહિ આત્માને, અન્ય નહિ તદ્યોગ. ૬૭
અર્થ : નિરંતર પરમાણુઓથી સ્પંદિત જગત (દેહાદિ) જેને નિઃસ્પંદન અર્થાતુ નિશ્ચેષ્ટ, અચેતન, અક્રિય અભોગ લાગે છે, તે જ્ઞાની સમતારૂપ અમૃતને પામે છે. તેવું સુખ અબોધ પુરુષ ચાખી શક્તો નથી.
સર્પદ એટલે હાલતા-ચાલતા એવા શરીરાદિ રૂપમાં કે જગતના પદાર્થોમાં જીવો ચેતનનો ભ્રમ માને છે. પરંતુ જ્ઞાની શરીરાદિ પદાર્થોમાં સ્વયં સ્પંદનની શક્તિ જોતા નથી. ચેતનાનો સંચાર તે હલનચલનમાં નિમિત્ત છે. શરીરાદિરૂપ જગત તો સ્પંદનરહિત જડ છે, દ્રવ્યમાત્ર સ્વમાં પરિણમનની ક્રિયાવાળા છે પરંતુ અન્ય પદાર્થો માટે અક્રિય છે. જગતની રચનામાં દરેક પદાર્થો નિમિત્ત-નૈમિત્તિક
સમાલિશતક Jain Education International
- ૧૦૩ www.jainelibrary.org
For Private & Personal Use Only