________________
રક્ત વસ્ત્રથી જે રીતે રક્ત ગણે ન શરીર, રક્ત દેહથી જ્ઞાનીજન રક્ત ન માને જીવ. ૬૬
અર્થ : લાલ વસ્ત્રના ધારણ કરવાથી માણસ પોતાને લાલ વર્ણવાળો માનતો નથી. તેમ શરીરના લાલ થવાથી જ્ઞાની આત્માને લાલ માનતા નથી.
દેહભાનવાળાં એમ તો બુદ્ધિમાન છે. તેણે લાલ વસ્ત્ર પહેર્યું હોય અને કોઈ મિત્ર કહે કે “ઓહો ! આ જ તો તમે કંઈ લાલ જણાઓ છો ને ?' લાલ વસ્ત્રવાળી વ્યક્તિ તરત જ ભવાં ચડાવીને કહેશે કે “મારું વસ્ત્ર લાલ છે. હું લાલ નથી.” આવો બુદ્ધિમાન માનવ દેહના રૂપે રૂપાળો, યુવાનીમાં કાંતિ શક્તિવાળો માનીને વૃદ્ધની વાત સાંભળવા તૈયાર નથી કે તેઓ એક દિવસ તારા જેવા જ હતા. તે તો માને છે કે હમણાં હું જેવો દેખાઉં છું તેવો જ રહેવાનો છું. કોઈ કહે કે “ઓહો ! હમણાં તો લાલ ટામેટા જેવા લાગો છો !' તો મનમાં ખુશ થાય. પણ એ લાલ ક્યારે પીળું બનશે તે તો તેની સમજમાં નથી.
બુદ્ધિમાન જેમ લાલ વચ્ચે પોતાને લાલ માનતો નથી તેમ જ્ઞાની શરીરની કોઈ પણ ક્રિયા કે અવસ્થાને પોતાની માનતા નથી. દેહનું મૂળ સ્વરૂપ તેઓ જાણે છે કે તે સપ્તધાતુનું બનેલું અશુચિયુક્ત છે. તેમાં રાચવા જેવું નથી. ગમે તેવા સુંદર પદાર્થોને વિકૃત કરવાનું કારખાનું છે. તેને શુદ્ધ કરવા છતાં થવાનું નથી, રહેવાનું નથી. - કરેલો પરિશ્રમ વ્યર્થ જવાનો છે, તો પછી મૂળમાં શુદ્ધ છે, તેને લાગેલી મલિનતા એક સંયોગ છે. આવું સ્પષ્ટ ભાન વર્તે છે તેવા જ્ઞાની દેહના કોઈ દેખાવથી રાજી થતા નથી.
સૌનો પ્રગટ અનુભવ છે કે દેહ સાચવ્યો સચવાતો નથી. પ્રાણ જતાં તેને રાખી શકાતો નથી. તે લાલ હોય તો શું ને ગોરો હોય તો પણ શું ? વસ્ત્રની જેમ દેહ નાશવંત છે પણ દેહની જેમ આત્મા નાશવંત નથી, સંસારમાં ભવ ધારણ કરે છે. પરંતુ તે સ્વભાવથી તો અજન્મા છે. વળી જો દેહદૃષ્ટિ ટળે તો યુવાનીનો ઘમંડ અને વૃદ્ધાવસ્થાનું દુઃખ પણ ટળે. હું વૃદ્ધ નથી પણ આત્મા
૧૦૨
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org