________________
થતાં તે દેહ સાથેનો સંબંધ સમાપ્ત થાય છે.
જો સદગુરુયોગે આવી કોઈ વિચારણા કરે તો તેને દેહજીવના એકત્વનો જે ભ્રમ પેદા થયો છે તે ટળી જાય. આત્મા અરૂપી છે છતાં જ્ઞાન દ્વારા પ્રગટ લક્ષણવાળો છે. જાણવા-જોવાની સર્વ ક્રિયા આત્માની પ્રેરણાથી બને છે. એવું આત્મભાન થાય અને પોતાને જ્ઞાનસ્વરૂપે જાણે તો સ્વયં જ્ઞાનને પ્રગટ કરી મુક્તિ પામે. જો આવો બોધ ન પામે તો ચિરકાળ સુધી ભવભ્રમણ ચાલુ રહે.
કંચુકીને નિરર્થક જાણી સર્પ તેનો ત્યાગ કરે છે, મોહ રાખતો નથી, કારણ કે કંચુકી તેને આવરણ કરનાર છે, તેમ જીવને કાર્પણ શરીરરૂપી કંચક લાગ્યું છે તે અજ્ઞાનરૂપી અંધકારમાં લઈ જનાર છે, તેમ જાણે તો તેનાથી છૂટવાનું કંઈક વિચારે.
મુક્તિના અભિલાષી, આગમના જ્ઞાતા પણ જો આત્માનુભવને જાણતા નથી તો તેઓ ભ્રષ્ટ થાય છે, જેમ રોગીને મીઠાઈ હાનિ કરે છે તેમ આત્મસ્વરૂપથી અજ્ઞાન પંડિતોને શાસ્ત્રોનો અભ્યાસ વિપરીત પરિણામ લાવે છે. વ્યવહારમાં શુદ્ધ આચાર અને પરમાર્થથી અંતરમાં શુદ્ધાત્મામાં સ્થિરતા કરનાર પૂર્ણ પદને પામે છે. તે સિવાય આત્મજ્ઞાન વગર અજ્ઞાની જીવ ચિરકાળ ભમે છે. પોતાના સ્વરૂપને જાણવારૂપ જ્ઞાન જ કર્મોથી મુક્ત કરે છે, એ એક જ સાધન દ્વારા જીવ સહજ સમાધિને પામે છે. અને તેની સાથે અન્ય અનેક ગુણો પ્રગટ થાય છે. તેથી જગતના કોઈ પણ સુખ કરતાં આત્મિક સુખને સુગમ કહ્યું છે.
प्रविशद्गलतां व्यूहे, देहेऽणूनां समाकृतौ । स्थितिभ्रान्त्या प्रपद्यन्ते, तमात्मानमबुद्धयः ॥६९॥ અસ્થિર અણુનો ભૂહ છે સમ-આકાર શરીર; સ્થિતિધ્યમથી મૂરખજનો તે જ ગણે છે જીવ. ૬૯
અર્થ : મૂઢાત્માઓ દેહમાં વિખરાતા અને પ્રવેશતા પરમાણુઓના સમૂહરૂપ આ દેહને પોતાનો માને છે. એક ક્ષેત્રમાં સમાન આકારે રહેલા આત્માને જોઈને દેહને પોતાનો માને છે, પરંતુ આત્માને
૧oo
સમાધિશતક Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org