________________
આત્મસ્વરૂપે માની શકતા નથી.
દેહ એટલે પુદ્ગલ. પુદ્ગ = ભરાવું, ગલ = ગળવું.
આમ, નિરંતર દેહમાં પરમાણુ ભરાય છે અને ખાલી થાય છે. એવા પરમાણુઓના સમૂહરૂપ દેહને મંદબુદ્ધિ જીવો આત્મા માને છે. શરીરમાં એક ક્ષેત્રે રહેલા વળી શરીરાકારે દેખાતા આત્માને દેહ માને છે. જેમ તરવાર મ્યાનમાં હોય ત્યારે તે મ્યાનના આકારે જણાય છતાં મ્યાન તરવારથી ભિન્ન છે, તેમ દેહાકારે દેખાતો આત્મા દેહથી ભિન્ન છે. પરંતુ તે અરૂપીને ભેદજ્ઞાનરહિત જીવ જાણતો ન હોવાથી તેને ભ્રમ પેદા થાય છે. અને તેથી મન-વચન અને કાયાના યોગને સંસારના પ્રયોજનમાં યોજી આસવને સેવે છે. એમ નિરંતર કર્મને ગ્રહણ કરતો પરિભ્રમણ પામે છે.
બાળક મટી યુવાન થયો, શું વધ્યું ! આત્મા તો વધતો નથી, પણ દેહના પરમાણુઓ વધ્યા. જીવે માન્યું કે હું વધ્યો. જો શરીર કૃશ થતાં પરમાણુઓ ઘટ્યા તો જીવે માન્યું કે હું કૃશ થયો. અરે ભાઈ ! આહારાદિથી પુગલો ભરાયા, આહારાદિ ઘટતાં પુદ્ગલો ઘટ્યા. વાસ્તવમાં શરીરમાં નિરંતર પરિવર્તન થયા જ કરે છે.
તે દિવેલના દીવાની જ્યોતિ જોઈ હશે. તે દરેક ક્ષણે તેલમાંથી પોષણ મેળવે છે, દીવાની જ્યોતિથી તેલ ગરમ થઈ ગેસ બની પ્રકાશે છે. તે દરેક સમયે કેટલાક પરમાણુ પ્રકાશિત થઈ પછી શ્યામ ધુમાડારૂપે આકાશમાં ફેલાઈ જાય છે. આમ નિરંતર પરમાણુઓનું પરિવર્તન થયા જ કરે છે. શરીરમાં પણ એ જ પ્રમાણે સમયે સમયે પરમાણુઓની ક્રિયા થયા કરે છે. પણ તે આપણને સ્કૂલ દષ્ટિએ જણાતું નથી. અરે ! જન્મ્યા પછી એ જ શરીરના પરમાણુ થોડાં વર્ષોમાં આ શરીરને ત્યજી દે છે, છતાં આપણે એમ જાણીએ છીએ કે મારું શરીર એનું એ જ છે.
પરિવર્તનશીલ પરમાણુના પુજનો શરીરરૂપે આત્મા સાથે સાંયોગિક સંબંધ છે. તે સ્વભાવે ચૈતન્યથી તદ્દન ભિન્ન છે, કેવળ દેહનો ત્યાગ થઈ મરણ થાય ત્યારે જ ભિન્ન છે તેમ ન માનવું, પણ ચૈતન્ય
૧o૮
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org